સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 150,433 મહેમાનો
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
આતાજી
આ લેખ વાંચી એમ લાગ્યું કે આતો અમારા કુટુંબની જ વાત છે !
પ્રેમપૂર્વક બધા એલીઝાબેથની સાથે જોડાય છે. દરેક રીત-રસમ ને અનુસરે છે. પ્રેમપૂર્વક સ્વીકારે છે. માત્ર એટલું જ નહિ, તેઓ કોઈ પણ સારા-માઠા પ્રસંગે હંમેશા સાથે હોય છે.
મને વિચાર આવે છે કે આ રૂઢિચુસ્ત પરિવારમાંથી આવનારો એક સીધો સાદા છોકરાએ એલીઝાબેથ પરિવારના સભ્યોને કેવા પ્રેમપૂર્વક જોડી દીધાં છે ! દેશ, ભાષા, ધર્મ, સંસ્કૃતિ બધું જ જુદું હોવા છતાં તેઓ કેવી સરસ રીતે જોડાઈ ગયાં છે ! અને મને તો લાગે છે કે પેઢીઓથી અહીંયા રહેતા અનેક ભારતીય પરિવારોમાં કંઈક આવું બન્યું હશે. કોઈક જગ્યાએ દીકરો અહીંની અમેરિકન દીકરી લાવ્યો હશે અથવા તો દીકરી અહીંના અમેરિકન દીકરાને પરણી હશે. વહુ થઈને આવનારી પણ કોઈકની દીકરી તો છે જ ને ? બદલાતા સમાજની સાથે આ દીકરીઓએ કેટલું બધું બદલ્યું છે. અહીંની કે ત્યાંની અથવા કોઈ પણ દેશ કે જાતિની અનેક દીકરીઓએ માનવસેતુ જોડવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે. પૂ. મોરારિબાપુ એમની દરેક કથામાં કહે છે ને કે રામકથા એ માનવસેતુ છે. આ માનવસેતુને જોડવામાં દરેક દીકરીનો ફાળો અમૂલ્ય છે. એક દેશને બીજા દેશ સાથે તો તે જોડે જ છે પરંતુ તે સાથે માનવીને પણ માનવી સાથે જોડવાનું કામ દીકરીઓ કરે છે. તેઓ જ્યાં જાય છે ત્યાં માનવતાનું જાણે એક પ્રતીક રચે છે…. દીકરી સાચા અર્થમાં માનવજીવનનો સેતુ છે.
ભાઈ પ્રભાશંકરના તબીયતના સમાચાર આપતા રહેશો.તમને લખેલો પત્ર આમાં ઉમેરી દઉં છું.આદરણિય આતાજી,
અમે ભગવાનજીને પ્રાર્થના કરીએ કે ભાઇ પ્રભાશંકર ને જલદી સારા કરી દે
પ્રાર્થના જરૂર સંભળાય છે. તે બાબતે શંકા કરવાનું કોઈ કારણ નથી. જેમ જેમ વધારે ને ઊંડા ઊતરતા જશો તેમ તેમ, તમને સ્વાનુભવપૂર્વક સમજાશે કે કરેલી પ્રાર્થના સંભળાય છે, ને એના આવશ્યક ઉત્તર પણ એક યા બીજી રીતે મળી રહે છે. આ વિશાળ વિશ્વની પાછળ જે ચૈતન્ય શક્તિ છે, તે તમારી અંદર પણ વાસ કરે છે, તથા તમારી પ્રાર્થના તે જરૂર સાંભળે છે. કોઈ બીજો પાસેમાં પાસે બેઠેલો માણસ સાંભળે તેથી પણ વધારે સહેલાઈથી, સ્પષ્ટતાથી અને સહજતાથી, એ શક્તિ દરેકની દરેક પ્રકારની પ્રાર્થના સાંભળે છે.
કોઇ વાર એનો ઉત્તર કેમ જલદી નથી મળતો : એનું કારણ જુદું છે. કેટલીકવાર જે પ્રાર્થના થાય છે, તે વદનમાંથી થાય છે, પરંતુ હૃદયમાંથી નથી થતી. એની પાછળ જે ભાવના, પ્રેમ અથવા તો ઉત્કટતા જોઈએ છે તે નથી હોતી. પ્રાર્થના એક દૈનિક ક્રમના પાલન માટે જ કરવામાં આવે છે, હૈયામાંથી નહિ, પરંતુ હોઠમાંથી કરવામાં આવે છે, અને એમાં આખું હૃદય નથી રેડાતું, એથી પ્રાર્થનાનો ધાર્યો ઉત્તર ના મળે, ને મળે તો પણ બહુ મોડો મળે, એ સહેજે સમજી શકાય તેમ છે. એને બદલે પ્રાર્થના અંતરના અંતરતમમાંથી અથવા પ્રાણના પ્રત્યેક પરમાણુમાંથી કરી જુઓ, ને જુઓ કે જવાબ મળે છે કે નહિ ? આગળ વધ્યા પછી તો તમારી અવસ્થા એવી થઈ જશે કે પ્રાર્થના કરશો ને તરત જ તેનો જવાબ મેળવી શકશો. તેને માટે રાહ નહીં જોવી પડે. વિશ્વની અંદર ને બહાર વ્યાપેલી એ ચૈતન્ય શક્તિ સાથે તમારો એવો સંબંધ થઈ જશે. એક માણસ પ્રશ્ન પૂછે ને બીજો એને ઉત્તર આપે એવી રીતે તમે પ્રાર્થના કરશો ને એ શક્તિ તમને ઉત્તર આપશે એવી અવસ્થા ઘણે લાંબે વખતે આવી શકશે.
જો કે ઈચ્છા પ્રમાણે બધા પ્રકારની પ્રાર્થના પૂરી થાય એવો કોઈ ચોક્કસ નિયમ નથી. એ વાત એ ચૈતન્ય શક્તિના હાથની વાત છે. તે ઈચ્છે તો કોઈ પ્રાર્થનાને સફળ કરે, ને ના ઈચ્છે તો સફળ ના પણ કરે. જે પ્રાર્થના કરે છે તે અલ્પજ્ઞ હોવાથી તેને માટે શું યોગ્ય છે, ને શું અયોગ્ય, કે શું મંગલકારક છે અને શું અમંગલકારક છે તેની તેને ખબર નથી હોતી. વિચાર આવે કે પછી પ્રાર્થનાનો અર્થ શો ? પ્રાર્થના જો ઈચ્છા પ્રમાણે મંજુર ના થતી હોય તો તેને કરવાથી લાભ શો ? તે ના કરીએ તે જ સારુ છે.
પણ એવો વિચાર ના કરતા. તમારી બધી જ ઈચ્છાઓ કે માગણીઓ પ્રાર્થનાની મદદથી મંજૂર ના થાય એટલે પ્રાર્થના જ નકામી છે એવું ના માની લેતા. તમારી કયી ઈચ્છા કે માંગણી તમારા હિતમાં છે, ને મંજૂર કરવા જેવી છે, તે તમારા કરતાં ઈશ્વર વધારે સારી રીતે જાણે છે. માટે તમારી બધી જ ઈચ્છાઓનો સ્વીકાર થવો જ જોઈએ એવો દુરાગ્રહ ના રાખતા. તમે પ્રાર્થના કરો તે બરાબર છે. પરંતુ તેની સફળતાના પ્રશ્નને ઈશ્વર પર છોડી દો, ને વિશ્વાસ રાખો કે તે જે કરશે તે સારું જ કરશે. એટલું જ નહિ પણ તે જે ચુકાદો આપે તેને મંગલમય માનીને મસ્તક પર ચઢાવો. તેની સામે કોઈપણ પ્રકારનો બબડાટ ના કરો. પરંતુ તેને માટે ભારે મજબૂત મનોબળ તથા ઈશ્વરપરાયણતા જોઈશે, ને તે કાંઈ એક-બે દિવસમાં નહીં કેળવાય. તેને કેળવવા માટે ભારે પરિશ્રમ કરવો પડશે. પ્રાર્થનાની ટેવ તેમાં બહુ મોટો ભાગ ભજવશે કે ફાળો આપશે.
પ્રાર્થનાના બીજો લાભ પણ છે.: પ્રાર્થના મુખ્યત્વે એક અંતરંગ સાધના છે અને એની મદદથી ઈશ્વરની સાથે સંબંધ બાંધી ને વધારી શકાય છે. જીવનને ઈશ્વરપરાયણ કરવામાં પ્રાર્થના બહુ મહત્વનો ભાગ ભજવે છે. પ્રાર્થનાની મદદથી માણસ ધીરે ધીરે ઈશ્વરની વધારે ને વધારે પાસે પહોંચી શકે છે, ને છેવટે ઈશ્વરનો સાક્ષાત્કાર કરી લે છે. પ્રાર્થના એ રીતે એક મહાન સાધના છે, એમ કહીએ તો ચાલે. ફક્ત તેનો ઉપયોગ સાંસારિક હેતુઓ કે દુન્વયી લાભને માટે ના થવો જોઈએ, પરંતુ આત્મવિકાસને માટે કરવો જોઈએ. મીરાં, તુકારામ ને તુલસીદાસ જેવા ભક્તોનાં જીવન તરફ દૃષ્ટિપાત કરો તો જણાશે કે તેમણે વધારે ભાગે પ્રેમથી નીતરતી ઉત્કટ પ્રાર્થના દ્વારા જ ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો હતો. પ્રાર્થના તેમને માટે કોઈ પ્રથા, પરિપાટી, કે શોખરૂપ નહોતી રહી, પરંતુ જીવનના ઉત્કર્ષના સ્વાભાવિક સાધનરૂપ બની ગઈ હતી.
સાધારણ માણસને પણ પ્રાર્થનાથી ઉત્તરોત્તર શાંતિ મળે. એથી ધીમે ધીમે એની હૃદયશુદ્ધિ થાય. એનામાં ઈશ્વરને માટેનો પ્રેમ ને વિશ્વાસ વધે. એનું મનોબળ પણ મજબૂત બને. એવા મનોબળને લીધે એ જીવનના સારા ને નરસા સંજોગોમાં અથવા તો જીવનની અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં સ્વસ્થ, સ્થિર, શાંત કે પ્રસન્ન રહી શકે છે. એના અંતરમાં વિવેકની જ્યોત અખંડપણે જલ્યા કરે છે. પ્રાર્થના એ માટે એક રસાયન બની જાય છે.
कर्पूरगौरं करुणावतारं, संसारसारं भुजगेन्द्रहारम् ।
सदावसन्तं हृदयारविन्दे, भवं भवानीसहितं नमामि ॥1॥
मन्दारमालाकुलितालकायै कपालमालांकितकन्धराय।
दिव्याम्बरायै च दिगम्बराय नम: शिवायै च नम: शिवाय॥2॥
श्री अखण्डानन्दबोधाय शोकसन्तापहारिणे।
सच्चिदानन्दस्वरूपाय शंकराय नमो नम:॥3॥
शिवपंचाक्षर स्तोत्र
नागेन्द्र हाराय त्रिलोचनाय, भस्मांगरागाय महेश्वराय।
नित्याय शुद्धाय दिगम्बराय, तस्मै ‘न’ काराय नमः शिवाय॥
मन्दाकिनी सलिलचन्दनचर्चिताय, नन्दीश्वरप्रमथनाथमहेश्वराय।
मन्दारपुष्पबहुपुष्पसुपूजिताय, तस्मै ‘म’ काराय नमः शिवाय॥
शिवाय गौरीवदनाब्जवृन्द, सूर्याय दक्षध्वरनाशकाय॥
श्रीनीलकंठाय वृष ध्वजाय, तस्मै ‘शि’ काराय नमः शिवाय॥
वशिष्ठकुम्भोदभवतौतमार्य, मुनीन्द्रदेवार्चितशेखराय ।
चंद्रार्कवैश्वानरलोचनाय, तस्मै ‘व‘ नमः शिवाय॥
यक्षस्वरूपाय जटाधराय, पिनाकहस्ताय सनातनाय।
दिव्याय देवाय दिगम्बराय, तस्मै ‘य’ काराय नमः शिवाय॥
पंचाक्षरमिदं पुण्यं यः पठेत शिव सन्निधौ।
शिवलोकं मवाप्नोति शिवेन सह मोदते॥
આતાજી ,આ પોસ્ટમાં આપના ભાઈ અને એમના પત્ની એલિઝાબેથની જે સત્ય કથા આપે
લખી એ ખુબ જ મનનીય છે ,કેટલીકવાર કાલ્પનિક વાર્તા કરતા ખરેખર બનેલી સત્ય કથા
વધુ અસર મૂકી જાય છે .
આવા કુટુંબ વત્સલ આપના ભાઈ પ્રભાશંકરભાઈને પ્રભુ દીર્ઘાયુ આપે એવી પ્રાર્થના.
વિનોદભાઈ
કમ્પ્યુટર મને સાથ નો આપ્યો એટલે અધૂરું રહી ગયું છે. બાકીનું હું ફરીથી લખીશ આતા
પ્રજ્ઞા બેન તમારા પત્રથી મને ઘણી શાંત્વના મળી છે .
મારા ભાઈનો પ્રેમ અવરણીય છે.અને એલીઝાબેથ મારા પથારીવશ જેવા ભાઈની સેવા ઘરે કરે છે. નર્સિંગ હોમમાં મુકવા નથી માગતી .
મારી માનું પણ બહુ ધ્યાન રાખતી .મારી માસાથે કોઈ વખત મારાથી ઉતાવળે બોલાય જાય તો એલીઝા બેથ મને બહુ પ્રેમથી કહે બ્રધર મામ જોશી સાથે ઉંચે સાદે ન બોલો મારા મા સાત વરસ મારા ભાઈ સાથે રહ્યા જરાય મંદવાડ ભોગવ્યા વગર , સ્નાન કર્યા પછી પથારી ભેગાં થયાં. અને રાત્રે સીધાં પરલોક સીધાવ્યાં . રાતના સાડાનવ વાગ્યે . મારા બે દીકરા એનો પરિવાર .આવી પહોંચ્યા હતા એક મારા દીકરાનો દીકરો બે અઠવાડિયાનો હતો .તેને તેની સાસુ ને સોપી જન્યુઅરિ ના બરફના તોફાન ખુન્દતા આવી પહોંચેલા .માં પોતાની ૯૮ વરસની ઉમર ભોગવી .સૌને પ્રેમ આપી,.. સૌ નો પ્રેમ મેળવી . પરલોક ગયાં.
પ્રેમ મળે અને પ્રેમ આપો પછી દેશ વિદેશનો કોઈ ફરક પડતો નથી. લોહી દેશીઓનું લાલ છે તેમ વિદેશીઓનું પણ. શાકાહારી હો કે માંસાહારી શરીરના અંગોમાં કોઈ ફરક નથી ખાસ કરીને હ્રદય.
પતિ અને પત્નીના અતૂટ સંબંધને પરિસ્થિતિ ડગાવી નથી શકતી. આવી સુંદર જીંદગીને ક્યાં કોઈ પ્રમાણપત્રની ખેવના છે. આનું નામ ‘પ્રેમ’.
please visit
http://www.praviash.wordpress.com
તમે ખુબ સરસ જવાબ આપ્યો .
પ્રેમના પ્રાગ્વડ હેઠ કૈક પ્રીતાળું પોઢી ગયાં
કોક રોતલ રડતાં રહ્યાં ભૂંડે મોઢે ભૂધરા
પ્રેમનો મારગ “આતા “કોઇથી ન પૂરો થયો
મજનું જંગલ ફરહાદ પહાડોમાં રહી ગયો .
ઈલીઝાબેથ જેવી સ્ત્રીઓને દેવી જ કહેવું પડે. સૌરાષ્ટ્રના ગામડામાં પણ આટલો લાંબો સમય રહી શકે એ કલ્પી ન શકાય એવી વાત છે. એ હજી હયાત છે? એમને મારા નમસ્કાર.
सुरेशभाई આતો પચાસ વરસ પહેલાની વાત છે . એ સમયે ગામડામાં કોઈ સગવડ નોતી તેને ઝાડા ઉલટી થઇ જતી ખોરાક પાણીના ફેર માટે પણ પતિની પાછળ સાડા ચાર માસનો ભારતવાસ વેઠી લીધો .નરભેરામ સદાવૃતીની એક બુકમાં એલીઝાબેથનો પાઠ છે .તેનું શીર્ષક છે .न भूतो न भविष्यति .ખરેખર એલિઝાબેથને મહાન દેવી કહીશકાય