Monthly Archives: જાન્યુઆરી 2013

બે ઘડી મોજ માટે નાનકો જાદુ

તસ્કર વિદ્યાની  ઘણી વાતો કરી હવેથી થોડીક જાદુ કળા ની વાત   કરીશ ,.જાદુ એ નજરબંધીનો ખેલ છે એને હાથ ચાલાકી પણ કહેવાય ,જ્યાં સુધી સમજ  ન પડે ત્યાં સુધી જાદુ .અને પછીતો “ઉકલો કોયડો કોડીનો “પહેલા ગામડામાં  નાનકડો ચોક હોય ત્યાં જાદુગર ડુગ ડગી વગાડે એટલે માણસો ભેગા થાય  આવા જાદુગરને મદારી કહેવાય ,જે લોકોએ આવા ખેલ જોયા હશે તેને ખબર હશે કે  મદારી પોતાના મોઢામાંથી પથરા કાઢે સર્પ, વીંછી કાઢે અને લોકોને આશ્ચર્યમાં ગરકાવ કરે  કોઈ ન્તીકિત હોતી નથી દ્યે ઉસકા ભલા ન દ્યે ઉસકાભી ભલા એવું હોય છે પણ લોકો પાઈ પૈસો આપતા હોય છે .મફતમાં કોઈ જોતું નથી .આજકે હું ફક્ત જરાક જેટલી રમુજ થાય એવી વાત કરીશ આ જાદુ જોનારને ખબર પડી જ્કાય એવો છે પણ જે વ્યક્તિ ઉપર જાદુ કરવામાં આવે એને નો ખબર પડે

મેં મારી ગ્રેટ ગ્રાન્ડ ડોટર  જીઆના ઉપર આ પ્રયોગ કરેલો એની હું વાત કરીશ એટલે તમે શીખી શકશો .હું આવો જાદુ નટખટ બાળકો ઉપર કરું છું .અને એમાં મને અને સૌ ને મઝા આવતી હોય છે .સરળ બાળકો ઉપર કે  મોટાં ઉપર આવો જાદુ કરવાનું મને મન નથી થતું .

પહેલાં હું જીઆનાનો પરિચય  કરાવું .જીઆના  દહીં ડમરી છે .અને ક્યારેક માથાભારે પણ છે .એટલે ઘણી વખત મારે એને કાલીમા  કહેવી પડે છે .એક વખત મેં એને રસ પીવડાવવા માટે તેની આગળ પ્યાલો ધર્યો .એ રમકડાથી રમી રહી હતી ,એટલે મને એણે માથું હલાવીને ના પાડી   .મેં ફરીથી રસ પીવા માટે આગ્રહ  કર્યો  એણે બોલીને ના પાડી કે મારે નથી પીવો . મેં મારો આગ્રહ ચાલુ રાખ્યો ,એટલે દુર્ગા માં કોપાયમાન  થયાં અને મારા હાથ ઉપર ઝાપટ મારીને રસ ઢોળી  નાખ્યો .એટલે  મારાં અને એનાં  કપડાં અને રગ બગડી ગઈ .આ વખતે એની ઉમર ચારેક વરસની હતી .એના ઉપર સૌ નાં મનોરંજન માટે જાદુ કર્યો ત્યારે એ  6વરસની હતી .

આ જાદુ કરવા માટે સૌ પ્રેક્ષકોને  કહી દેવાનું કે  જેના ઉપર જાદુ થઇ રહ્યો હોય એને કશોય આઈડિયા આપવાનો નહિ બસ ચુપ ચાપ જોયા કરવાનું ,એક પેજીઆના ના  કે દાઈમ  જેવો હળવો સિક્કો લેવાનો  પછી આ સિક્કાને સૌ જોઈ શકે એમ પોતાના કપાળમાં  દબાવીને  ચોટાડવાનો અને  પછી કપાળ ઊંચું નીચું કરી સિક્કાને પાડી નાખવો .પછી જેના ઉપર પ્રયોગ કરવો હોય એને એમ સિક્કો પાડી નાખવાની સુચના કરવી ,પછી સિક્કો લઇ એના કપાળમાં દબાવીને ચોટાડ વો। એ કપાળ ઊંચું નીચું કરશે એટલે સિક્કો પડી જશે ,પછી જાદુગરની જેમ કશુક બોલવું અને સિક્કો પાછો કપાળમાં જોરથી દવાવવો અને પછી હળવેકથી સિક્કો લઇ લેવો .એના કપાળમાં ખુબ દબાવવાના  કારણે એને પોતાના       કપાળ ઉપર સિક્કો છે એવો ભાસ થાય .પ્રયોગ કરતા પહેલા હાથથી સિક્કો ન પડી નાખવા બાબત કડક ચેતવણી આપવાની .જીઆના ના કપાળમાં સિક્કો  ચોટાડયો ,અને જીઆનાએ કપાળ હલાવવાનું શરુ  કર્યું અને પ્રેક્ષકોએ  હસવાનું શરુ કર્યું .કપાળ હલાવી  હલાવીને  થાકી એટલે માથું હલાવવાનું શરુ . એના માથાના વાળ ઘુમવા લાગ્યા .સાક્ષાત જગદંબા  ધુણવા  માંડ્યા પછી અગાઉથી કહી રાખેલ માણસ બોલ્યો .જાદુગર હવે તમે પેની પાડી નાખો .જીઆનાથી નહિ પડે પછી હું પીની સાથેનો હાથ જીઆનાના કપાળ સુધી લઇ ગયો .અને પેની હાથમાંથી પડતી મૂકી  કેવો લાગ્યો આ ટચુકડો જાદુ ?

એક સૌ બ્લોગર ભાઈઓને વિનતી  કે  હું મારા અનુભવો બ્લોગમાં મુકું છું .આપને એવું લાગે કે હું મારીજ વાતો કરું છું .કહી બીજી વાતો કરતા નથી . તો હું મારા અનુભવો લખવાના પડતા મુકું . હું આવું મારા અનુભવોનું કઈ નહિ લખું,  તો હું બોર થઇ જઈશ .એવી મારા પરમ હિતેચ્છુઓ એ ચિંતા કરવાની જરૂર નથી . હું બોર થવાનું કે કોઈને બોર કરવાનું શીખ્યો નથી આતો  અમિત પટેલ અશોક મોઢ વાડિયા ,શકીલ ,સુરેશજાની પ્રજ્ઞા બેન જુગલ કિશોર  ભાઈ વિનોદ ભાઈ વગેરે  ઘણા મિત્રોને મારી વાતો ગમે છે એવું મને લાગ્યું છે .એટલે હું આવું આવું લખું છું હું બોર નથી પણ ખજુર છું .ઉપર નરમ અને અંદર કઠણ  ઉપરનો ગર્ભ ખાઈને અંદરનો ઠલ યો  થૂંકી  નાખવાનો ઠળીયો ખાવા પ્રયાસ કરશો તો દાંત પડી જશે તો મને મારા ઉપર અનહદ કૃપા કરીને કહો કે મારે મારા અનુભવો લખવા કે આવું લખવાનું માંડી  મારા માટે આપ અભિપ્રાય આપજો એવું મેં આપને કીધું હોય એવું મને યાદ નથી ફક્ત પહેલી વારજ  આ નમ્ર વીંટી કરું છું છું તો આ મારી વાત ધ્યાને લેજો   ખુદા હાફિજ

बनवाव शिवाला या मस्जिद

એક નાના ગામમાં એક બ્રાહ્મણ શેરીમાં ત્રણ કુટુંબ રહે , એમાંના એક કુટુંબમાં એક  માણસ પોતાના બાળ બચ્ચાં અને વિધવા મા અને વિધવા બેન સાથે રહે .બેન બહુ જુવાન વયે વિધવા બનેલી .કારમા મરકીના રોગમાં  કે જે મરકી  કડ્કડિયા ના વરવા નામે ઓળખાતી .આ કડ્કડિયામાં તેનો અતિ સ્વરૂપવાન પાંચ હાથ પુરો તંદુરસ્ત જુવાન મૃત્યુ પામેલો .અને પછી તેનો ભાઈ પોતાની વિધવા બેનને પોતાના ઘરે લઇ આવેલો .

એક દિવસ આભાઈ પોતાની મા અને પોતાની પત્ની  સાથે પુણ્યનું ભાથું બાંધવા તીરથ જાતરાએ ગયો .વિધવા બેન એકલી ઘરે રહેલી .આવી પરિસ્થીમાં  તેના સસરાના ગામથી તેનો પ્રેમી આવ્યો અને છુપાઈને વિધવા સાથે રહે .એક રાતે  તેના પાડોશીને ખબર પડી ગઈકે આ બાઈ સાથે કોઈ પુરુષ છુપી રીતે રહે છે .તેણે પોતાના મિત્રો સાથે આવીને  બાઈનું  ઘર ઉઘડાવ્યું .અને ઘરમાં જઈને  ડામચિયા પાછળ છુપાએલા પુરુષને  ગોતી કાઢ્યો ,અને તેને સખત માર મારીને પછી કાઢી મુક્યો ,બાઈને પણ એક લાકડી મારેલી .

આવી વાતો છુપી રહેતી નથી .આ વાત ગામમાં વાયુ  વેગે  પ્રસરી ગઈ .જયારે  વિધવાનો ભાઈ તિરથ કરી પુણ્ય કમાઈ ગામમાં  આવ્યો કે તુર્તજ કોઈએ આ પર પુરુષના પોતાની બેનના સબંધની વાત કહી દીધી .ભાઈ ક્રોધાવેશમાં ઘરે આવ્યો .અને કંઈપણ વધુ વાત કર્યા પહેલા બેનને કહી દીધું કે હવે તું મારા ઘરમાંથી નીકળી જા બેન પણ તુર્તજ ઘર બહાર કંઈ પણ બોલ્યા વગર નીકળી ગઈ ,તેની માએ  બેનને ના કાઢી મુકવા માટે દીકરાને કરગરી  પણ દીકરો માન્યો નહિ એટલે માં બોલી  બિચારી એકલી ક્યા જશે  હું પણ એની સાથે જાઉં .માની વાત   સાંભળી  દિકરો  બોલ્યો  , તો તું પણ જા ,

જેનો નવ મહિના પેટમાં રાખી ભાર ઉપાડીને જતન કર્યું એના ગુ મુતર ધોયાં ધાવણ ધવરાવી ઉછેરીને મોટો કર્યો ,એવી જનેતાને દીકરે કાઢી મૂકી  ક્યા જવું શું કરવું .કંઈ સુજ પડતી નથી .માને વિચાર આવ્યોકે પોતાના ભાઈના ઘરે જઈએ ભાઈ ભાભીના ઓશિયાળા થઈને રહેવું પડશે પણ શું થાય ,બીજો કોઈ ઉપાય નથી.ગાંઠે નાણું નથી  .ઘરેથી બે ગાઉ દુર ગામથી બસ મળે ,રોતાં રોતાં રસ્તો પૂરો કરીને ભૂખ્યા તરસ્યાં બસ સ્ટેશને પહોંચ્યાં ,હવેતો આંખોમાંથી આંસુ પણ ખૂટી ગયા છે . મા દિકરી ને કોઈ પુરુષ વગર  એકલા ઉદાસ ચેહરે જોઈ  એક માણસ તેમની નજીક આવ્યો .મા  દિકરીની  કથા વ્યથા સાંભળી  તે ભાઈ કંદોઇની દુકાને મા દિકરી  માટે   ખાવાનું લેવા ગયો એના ગયા પછી એક દયાનો સાગર મુસલમાન  સંધી અથવા મલેક  તેની પાસે આવ્યો . મા દિકરીની  વીતક કહાની સાંભળી  તે કામ કમી ઉઠ્યો અને બંને મા દીકરીને આશ્વાસન આપતા બોલ્યો .મા તમે મારે ઘરે હાલો   અલાએ   મને ઘણું અનાજ્ આપ્યું છે . તમારો રોટલો મને  ભારે નહિ પડે .હું રહું છું એ ઘરથી  થોડે દુર મારું એક ઘર છે .ત્યાં તમે રહેજો . તમારો તમામ ખર્ચ હું પૂરો કરીશ , તમારા ધર્મને હું  માન આપીશ .કાલે હું મોલવી  સાહેબનું વાજ (કથા )સાંભળવા  ગયો હતો .તેમાં સાભળ્યું કે  ધર્મમાં જબજસ્તી થી પોતાની વાત ઠોકી બેસાડાય નહિ .તેના માટે અરબી શબ્દ છે .”લા ઇકરાહા ફી દ્દીન ) અને હાજત મંદોને  તે ગમેતે ધર્મનો હોય એને મદદ કરવી કોઈ ધર્મની  ખોડ ખાંપણ  ના કાઢવી . એમ કરવા જશો તો એ તમારા ધર્મની ખોડ ખાપણ ગોતશે અને પરિણામે બંને વચ્ચે ખટરાગ ઉભો થશે .કોઈની લાચારીનો લાભ લઇ પોતાના ધર્મમાં લાવવા પ્રયાસ કરવો નહિ કે લાલચ આપીને ધર્મમાં લાવવો નહિ .માટે માંબેન તમે  તમારો ધર્મ નું પાલન કરજો હું એ માટે સગવડ આપીશ અને મદદ પણ કરીશ ,અને તમારું રક્ષણ કરીશ  હું સંધિનો દીકરો છું બોલ્યું ફરીશ નહિ .

અને મા દિકરી  આ ઓલિયા જેવા  ગામડિયા અભણ મુસલમાનને  ભરોસે જીન્દગી  કાઢી નાખી મૃત્યું .પછી   એના ભાઈઓ એ અગ્નિ સંસ્કાર  વગેરે મરણોત્તર વિધિ કરી .बनवाव शिवाला या मस्जिद है  इंट  वोही चुन है वोही मेमोर वोही  मजदुर  वोही .तुम जिसको नमाजे कहते हो  हिदुके लिए पूजा है वही ,फिर लड्नेसे क्या हासिल है जिफहेम  हो तुम नादान  नहीं

નવો પ્રયોગ

હવેથી નવા લેખ બીજા નમ્બરે આવશે.

પહેલા…..

બૃહસ્પતિ!

॥ ब्रुहस्पति कथन ॥

ब्रुहस्पतिका  सहायफ़ कहना है कि

वेद, उपनिषद,  छ:शास्त्रों, ऐसी  किताबें

यकीं करने के काबिल नहीं है  ।

सिर्फ इन्सान की  जहन यकीन के काबिल है  ।

जब इन्सान मरता है तब उसका वजूद ख़त्म हो जाता है  ।

इन्सानके  जिस्मसे कोई शे बहार निकलकर जिन्दा नहीं रहती ।

इन्सान एक गैरफानी रूह नहीं रखता ।

સેંટ માર્ટીનના બેટમાં દુલા

આજથી પચ્ચીસેક વરસ પેલાં હું ક્રુઝ (cruise )મારફતે સમુદ્રી સફરે ગએલો .આ વખતે મારી પત્નીને સાથે આવવાનું નક્કી કરેલું ,કેટલા પૈસા ખર્ચો થશે ,એમ પૂછ્યું મેં ખર્ચ જણાવ્યો એટલે તે જરાક ઉંચે સાદે બોલીકે  ત્યાં બેટમાં શું દાટ્યું છે ,કે આટલો બધો ખર્ચો કરીને ત્યાં લેવા જવું .? બહુ સમજાવી પણ તે એકની બે નો થઈ .પણ એટલું બોલી કે તમારે જવું હોયતો જાઓ  . આ માટે મારે એક વાક્ય બનાવવું પડ્યું કે     હિમ્મત  નો ગાંજ્યો જાય મોટા માંન્ધાતાથી ,પણ નિમાણો થઇ ગયો ભાનુની જીદ્દથી .   આ મારી ક્રુઝ યાત્રાનો લેખ ગુજરાત ટાઈમ્સ માં પ્રસિદ્ધ  થયેલો  છે  .

મને સેન્ટ થામસ ,વર્જિન આઈલે ન્ડ  સેન્ટ માર્ટીન વગેરે ટાપુઓમાં ફરવાની ખુબ મજા આવી .પણ સૌ થીવધુ મજા સેન્ટ માર્ટીન ટાપુ કે જે 37 સ્ક્વેર માઈલના વિસ્તારમાં છે .અને એમાં  ડચ અને ફ્રાંસ એમ બે દેશો રાજ કરે છે .મેં એનો એક રાસડો બનાવ્યો છે જે લોકગીતના “તારે મારે ઠીક છે ઘાયલ “એ રાસડાની ઢબે  ગાઈ શકાશે .

સેન્ટ માર્ટીનના  બેટમાં દુલા સેન્ટ માર્ટીનના બેટમાં  બે દેશોની હકુમત હાલે  ગીર ધારીલાલ

ઈ બેટમાં કોઈદી જાશમાં દુલા ઈ બેટમાં કોઈદી જાશમાં  જાતો  આશ્કડો થાશમાં  ગિરધારીલાલ

ઈ બેટના માયાળુ માનવી દુલા ઈ દેશના માયાળુ માનવી અજાણ્યાથી પ્રીતું બાંધી બેહે ગિરધારીલાલ

ફ્રેંચ વિસ્તારમાં  ફૂટરાં માનવી નજરે તુને આવશે  છાજ્લીયું વાળી છોકારીયું બધે દેખાય ગિરધારીલાલ

ડચ વિસ્તારમાં કુકડા બકરાં  હડફટે તુને આવશે કુકડીયુંથી   બચ તો  બચતો રેજે ગિરધારીલાલ

બિચ ઉપર જો જાતો તુને જુદી દુનિયા ભાસશે  પોણી નાગી છોકરીયું દેખાશે ગિરધારી લાલ

એકલો કોઈદી જાશમાં ઈ બેટમાં  એકલો કોઈ દિ જાશમાં ઘરવાળીને ભેગી લીધે જાજે  ગિરધારીલાલ

અંતરના ઊંડાણથી  વિચાર આવ્યો આતાઈને  રાસડો બનાવવાનું સુજ્યું ગિરધારીલાલ

આંતરી બિલાડી વાઘણ થાય

અમદાવાદ પોલીસમાં ભરતી થતી હતી ,એમાં રાઘવન અને ઈંદર નામના બે જુવાનો એકજ દિવસે ભરતી થયા .સમય જતાં બંને  જણા વચ્ચે પાકી દોસ્તી થઈ ગઈ પણ ..બંનેના વચ્ચે સ્વભાવમાં ઘણું અંતર રાઘવન બીજી સારી નોકરી ન મળવાના કારણે લાચારીથી પોલીસમાં ભરતી થઈ ગએલો .જયારે ઇંદર શોખથી પોલીસમાં ભરતી થએલો .રાઘવનને કોઈને ખોટી રીતે હેરાન કરવા ,પોતાની કામગીરી બતાવવા નિર્દોષ લોકો ઉપર ખોટા કેસ કરવા .એ ઇંદર માટે બહુ સામાન્ય વાત હતી .ઇંદર શરાબ ,ગાંજો ,ચડસ ,વગેરે દુર્વ્યસનોને રવાડે ચડી ગએલો જયારે રાઘવન ચા,બીડી ,પાનનું પણ સેવન કરતો નહિ .રાઘવન અને ઇંદર ઉમરમાં ,ઊંચાઈમાં લગભગ સરખા હતા .પણ તાકાતમાં રાઘવન ઇંદર કરતાં ઘણો ચડિયાતો હતો .નિશાનબાજીમાં રાઘવનને ઇંદર કરતાં વધારે માર્ક મળેલા .સમય જતાં ઇંદર  પોલીસ સબ .ઇન્સ .બની ગયો અને રાઘવન માંડ  હેડ .કોન્સ .સુધી પહોંચ્યો .ઇંદરના   લોકો ઉપર ખોટા કેસસિવાય કશુંજ  કરવાનો કરવા બાબત ઘણું સમજાવતા બાબત સમજાવતા તો તે તેવા એક દાખલો આપું છું .એક ફૂટ પાથ (સાઈડ વોક )ઉપર બેસી લોકોના જોડા સાંધવાનું કામ કરતો હતો .ઇનદરે  આ જુતી સાંધનાર માણસના સામાનમાં ઇન્દરે  પોતાના ખાસ માણસ મારફત ગાંજાની પડીકી  મુકવી દિધી અને પછી તેના સામાનની પંચ મારફત જડતી લેવડાવી એટલે સામાનમાં ગાંજો નીકળ્યો .પછી એના ઉપર કેસ કર્યો .જુતી રીપેર કરનાર ભગત માણસ હતો .એને ચા સુધાનું વ્યસન નોતું .પણ એ નિર્દોષને સજા થઈ ગઈ .

ઇંદર સબ .ઇન્સ .બન્યા પછી એ  વૈશ્યા ગામી બની ગયો .એની પત્નીઝાંઝી  વૃત નિયમ કરવાવાળી સાધ્વી ,વફાદાર સ્ત્રી હતી .અને અતિ સુંદર પણ હતી .તેને પોતાની જાતિના કાયદા મુજબ પરદામાં રહેતી .લોકોમાં બહુ ઓછું  હળતી ભળતી .રાઘવન અને એની પત્ની ઝાંઝી સાથે બહુ સારા સબંધો હતા .રાઘવન ઝાંઝીને પોતાની સગી બહેનથી વધુ ચાહતો  .ઝાંઝીની રાઘવન સાથેની માયા ઇન્દરને પણ ગમતી .

ઇંદર બડાઈ ખોર  માણસ હતો .પોતાની વૈશ્યાઓ  સાથેના સબંધોની વાતો એ છડે ચોક બધાને કહેતો .ઝન્ઝી આગળ પણ પોતાના ગામીના પરાક્રમોની વાતો કહેતા અચકાતો નહિ .ઝાંઝી એની વાતોથી વાજ આવી ગએલી .પણ તે પોતાનો જીવ બાળવા  સિવાય કશું કરી શક્તિ નોતી .રાઘુવન એને પોતાના મિત્રને દાવે આવા હલકા ધંધા ન કરવા બાબત ઘણું સમજાવતો ,પણ એ કોઈનું માનતો નહિ .બીજા લોકો પણ એને આવાં હલકાં કામ ન બાબત સમજાવતા પણ એ તેવા લોકોને ઉદ્ધાતાઈ ભર્યા જવાબ આપતો .ઝાંઝીને પણ એવું કહેતોકે નર તો ભમર છે, તે ગમે તે ફૂલ ઉપર બેસે .કે “

એક દિવસ ઝાંઝીએ રાઘવનને પોતાને ઘરે બોલાવ્યો .રાઘવન એના ઘરે ગયો।આ વખતે ઇંદર ઘરે નોતો, રાઘવનને જોઈ ઝાંઝી પોકે પોકે રડવા લાગી .રાઘવને એને શાંત પાડી .આંસુ  લુંન્છ્યા .અને પોતાને બોલાવવાનું કારણ પૂછ્યું .ઝાંઝી બોલી ભાઈ તમે ઇન્દરને સમજાવો કે એ આવા ધંધા કરવામાં થી પાછો ફરે અને સન્માર્ગે વળે ,રાઘવને કહ્યું કે બેન મેં એને સમજાવવામાં બાકી નથી રાખ્યું .પણ એ લાતો  આ નાટક છે અને તારી સન ઠેકાણે નું ભૂત વાતો થી નહિ  માને .એને ઠેકાણે લાવવા માટે અઘરો માર્ગ લેવો પડશે અને એમાં તમારા સહકારની ઘણી જરુર પડશે .ઝંઝી બોલી એની સાન ઠેકાણે લાવવા મા અને ઝાંઝીને પગે ટે હું બધુંજ કરવા તૈયાર છું .રાઘવન બોલ્યો .આપણે એક નાટક કરવું પડશે .

અને એટલું યાદ રાખજો કે એ નાટક હશે .બસ પછી બાપુ સુધરી ગયા અને ઝંઝીને પગે પડ્યા।

રાઘવન કહે એની પાસે રીવોલ્વોર ન હોય ત્યારે  એ જયારે ઘરે આવે ત્યારે આપણે એકજ પથારીમાં  ખુલ્લા શરીરે સુતાં એને દેખાડીએ .આ વખતે મારી પત્ની પણ ઘરમાં  સંતાએલી હાજર હશે .બસ પછી તખ્તો ગોઠવાય ગયો .ઇંદર જયારે પરેડ કરવા ગયો।આ વખતે  ત્યારે સાથે રીવોલ્વોર સાથે નહિ લઇ ગએલો .આ વખતે એ જયારે આવ્યો ત્યારે અમો બંનેને ખુલ્લા શરીરે બાથોડા લેતાં એક બીજાને જોરથી kiss કરતાં જોયા .આવું દૃશ્ય જોઈ ઇંદર બેભાન જેવો થઇ ગયો .ત્યારે ઝંઝી બોલી “કે જેમ નર ભમર છે .એ ગમેતે ફૂલ ઉપર બેસે તેમ ફૂલ પણ ગમેતે  ભમર ને  પોતાના ઉપર બેસવા દ્યે  રાઘવન તારો મિત્ર છે છતાં તું આટલો બધો હાફળો ફાફ્લો થઇ ગયો તો તું ગમે તેવી ગંદી વૈશ્યા પાસે જાય છે ,તો મારી શી દશા થતી હશે ?આ  તો નાટક છે .અને તારી શાન ઠેકાણે લાવવા કર્યું છે જો હવે તારે સુધારી જવું જોઈ એ રાઘવનની સ્ત્રી  પણ અહી હાજર છે . રાઘવન મારો ભાઈ છે અને રહેવાનો છે,પછી બાપુને ગુરુ બોધ લાગી ગયો .અને ઝાંઝીને પગે પડ્યા  અને બદ્ધા દુર્વ્યસનો ધીમે ધીમે છૂટી ગયાં

 

ઈરાનમાં વસતા પારસી વિષે અને બીજું બીજું

DSCN0070હું આજે ઈરાનની વાત લખવા જઈ રહ્યો છું જે મેં મારા મિત્ર જશવંત લોટવાલા પાસેથી સાંભળી યું છે .જશવંત આખા ઈરાનમાં ઘુમેલો છે .અને તેને અનેક જોવા લાયક સ્થળોની અને માણસોની મુલાકાત લીધેલી છે .તેણે ઈરાનમાં જવાનો વિચાર પોતાના મિત્રોને જણાવેલ  સૌએ એકી અવાજે ના  પાડેલી કે અમેરિકા અને ઈરાન વચ્ચેના સબંધો સારા ન હોવાથી તમને ઈરાનમાં મુશ કેલીઓનો સામનો કરશે .કેટલાક કિર્તિ શાહ જેવા મીઠી મશ્કરી પણ કરતા  હતા  કે  તમને અમે આંખે પાટા  બાંધ્યા અને જેઈચાલતું હોય છે ખરું  ચાલે લમાં  લઈ જતા હશે  એવું દૃશ્ય અમે ટી વી માં જોઈ શું .ફક્ત  મારા જેવા ઓછા મિત્રોએ કહેલુકે  તમને કશો વાંધો નહિ આવે બાકીતો સંત તુલસીદાસે કીકીધું છે એમ तुलसी भरोसे रामके निर्भय होयके सोय , होनी अन होनी  नहीं  होनी ही सो होय .અને ભાઈ ઈરાન ગયા અને પૂરો એક મહિનો પૂરો ઈરાનમાં ફર્યા .તેઓને બહુ આનંદ આવેલો એવી વાતો કરતા હતા . રગ  વગેરે બહુ કિંમતી  વસ્તુ ખરીદી લાવેલા  તેઓને દેશાટન કરવાનો બહુ શોખ છે .પણ ફોટા પાડવાનો  મુવી લેવાનો જરાય શોખ નથી  …

ઈરાનમાં બહુ ઓછા લોકો મુલ્લા શાહીની તરફેણ કરતા હશે . છોકરીઓ મુલ્લાનો ખાસ વિરોધ કરે છે . પણ મનમાં મનમાં જાહેરમાં નહિ . મ્યુંજીઅમ  ,લાઈબ્રેરી જેવી પબ્લિક જગ્યાએ ફારસી ભાષામાં બોર્ડ માર્યાં હોય છે કે  છોકરીયું  તમે તમારા સુંદરવાળને  ઢાંકી રાખો .જ્યાં પારસી લોકો વધારે વસેછે ત્યાં મુલ્લા લોકો ધર્મ પ્રચાર અર્થે જાય છે તો તેને ચોક્ખા શબ્દોમાં ક્સાહી દ્યે છે કે  મહેરબાની કરી અમારા વિસ્તારમાં  ધર્મ પ્રચાર્થે  ન આવો .અમે અમારી રીતે બરાબર છીએ ,કુવૈત  સાઉદી અરેબિયા જેવા દેશો જેટલી ઈરાનમાં સ્ત્રીઓ માટે પાબંદી નથી અહી સ્ત્રીઓ કર ચલાવે છે .પણ સ્કુટર કે મોટર સાઈકલ જેવાં વાહનો ચલાવી શક્તિ નથી .કારણમાં એવું કહેવાય છેકે એવાં વાહનોમાં સ્ત્રીઓના નિતંબ તરફ પુરુષોનું આકર્ષણ વધી જાય  છે  .રેસ્ટોરામાં પર સ્ત્રી લઈને જવાય નહિ .વૈશ્યા વૃતિ માટે બહુ કડક કાયદા છે  પણ બહુ સાવચેતી થી ચાલે  છે .ઘણા સમય પહેલાં અરબોએ ઈરાન ઉપર આકર્ષણ કરેલું . ત્યારે પારસીઓ વહાણમા જેટલા આવી શક્ય એટલાતો  ભારત ગુજરાતમાં આવી ગએલા એ ઈતિહાસ આપણે સહુ જાણીએ છીએ પણ કેટલાક પારસી પોતાનો ધર્મ બચાવવા  જંગલોમાં પોતાના ઇષ્ટ દેવ અગ્નીને લઈને જતા રહેલા .પણ આજથી પચાસેક વરસ પહેલા  તે વખતના શાહે  એને અગિયારી બાંધીને જંગલમાંથી અગ્નિ  લાવીને કે જે અગ્નિ દેવને (આતિશ બહેરામ ) અરબોના આક્રમણ  વખતે લઇ ગએલા તેને અગિયારીમાં પધરાવેલ છે .પારસીને ફારસી ભાષામાં ગબરુ  અથવા આતિશ પરસ્ત કહેવાય છે . પારસી ભાષાને  ફારસી ભાષા કહેવાની પ્રથાઅરબ લોકોએ પડેલી છે .કેમકે   અરબીભાષમાં  “પ”ના ઉચ્ચાર નથી એટલે અરબોએ  પારસીના  બદલે ફારસી કરી નાખ્યું .

ઈરાનમાં વસતા કુર્દ લોકો જેને અમેરિકાનો કર્ડ કહે છે .કુર્દ સુન્ની મુસલમાન છે .તેઓ અતિથિ  મતલબ કે  મહેમાનોનું બહુ ભાવ ભર્યું સ્વાગત કરવા માટે જાણીતા છે  .કુર્દ વિસ્તારમાં તમે જાઓ તો છોકારીયું  સાથેના વર્તાવમાં બહુ સાવચેતી રાખવી પડે જો તમે કુ દ્રષ્ટિ થી જુવો તો કુર્દ લોકો તમને માથા વગરના કરી નાખે . જશવંત ને એક રોનક છોકરી કુર્દ અને એક તુતીયા શિયા છોકરી સાથે વાતો કરવાનો પ્રસંગ બન્યો બંને બેન પણીઓ  ઈંગ્લીશ જાણતી નોતી એટલે દુભાષિયાનું કામ જશવંત નો ટેક્ષી વાળો કે જે ગાઈડનું પણ કામ કરતો હતો .જશવંતે બંને બેનપણી ઓને રેસ્ટોરામાં પોતાની સાથે જમવાનું આમંત્રણ આપ્યું .બંને છોકરીઓએ પોતાના માબાપને પૂછીને આવવાનું કહ્યું માબાપે હા પાડી એટલે સૌ સાથે રેસ્ટોરામાં સાથે જમ્યાં .ટેક્ષી વાળો અલી રેઝા બહુ જાણકાર અને મળતા વળાં સ્વભાવનો હતો .રોનકની માએ રોનકને કીધુકે આ લોકોને  આપણે  ઘરે  જમવા આવે એમ કહેજે  પણ  રોનકને  ઘરે જી શકાયું નહિ . ઈરાનની છોકરીઓ  ઘણે ભાગે  પરદેશી સાથે બોલવામાં અચકાતી નથી  .ઈરાનમાં કવિઓને બહુ  માં આપે છે .શેખ  સાદી  જેવા ઘણા  કવિઓની મઝાર પાસે મેળા ભરતા હોય છે .જશવંતને એક શિયા છોકરી  એની બેનપણી સાથે પાંચેક મિનીટ માટે મળી .એમાં એણે જશવંત સાથે વાતો કરી તે છોકરી કોલેજ ગ્રેજ્યેટ હતી તે ઈંગ્લીશ સારું બોલતી હતી .બંને સાથે વાતોમાં જશવંતે મારો ઉલ્લેખ કર્યો એને જશવંતે કીધું કે હિમ્મત  ફારસી ભાષાના થોડાક શબ્દો જાણે છે અને વાંચી પણ શકે છે .પછી જશવંત અમેરિકા પાછો આવી ગયો  છોકરીને જશ્વંતનો સ્વભાવ બહુ ગમ્યો એટલે એ  ઈમેલથી જશ્વંતના સંપર્કમાં રહી ,એક વખત છોકરીએ જશવંતને કીધું કે મને મારી બેન પણીઓ એવું કહે છેકે જો હું હું હોઠ રંગુ  મેકપ કરું તો બહુ સુંદર લાગું આ વાત જશવંતે મને કરી . મેં એક શેર  બનાવ્યો  એ છોકરી માટે અને જશવંતને આપ્યો અને એનું ભાષાંતર કરી છોકરીને મોકલવાનું કહ્યું  .જશવંતે માર્રા શેરનું ઇંગ્લીશમાં ભાષાંતર કરીને શેર  છોકરીને મોકલ્યો છોકરી બહુ ખુશ થઇ અને એણે મારા માટે કવિ હાફીઝ્ની  કાવ્યોની બુક સુંદર અક્ષરો અને અદ્ભુત ચિત્રો વાળી મોકલાવી  જે મારા ફોટામાં આપ જોઈ શકો છો .આ રહ્યો એ જાદુઈ  “આતા”નો શેર   ખુદાને તુજકો  ડી હૈ હૂરકી  સુરત નજાકત ભી  તુજે ક્યાં હૈ જરૂરત અપને લાબ્કો રંગ કરનેકી

સન્યાસી વેષમાં તસ્કર કળા

કેટલીક વખત ધુતારાઓ લોભીયાયોને  ફસાવવા  સન્યાસી જેવા ભગવા કપડા પહેરી ફરતા હોય છે .એમાં એને નજરે ચડે કે એક માણસ ગાયના શુકન લઈ .દુકાને જતો હોય ,પછી ઠગ આવા માણસની  હિલચાલ ઉપર દેખરેખ રાખે .એ કેવો માલદાર છે ,કેવો  અંધ શ્રદ્ધાળુ છે વગેરે માહિતી મેળવી લ્યે પછી એને અનુકુળતાએ મળે .સરસ હિન્દી બોલે . શેઠ મારી પાસે એક સોનાનો  હાર છે . એક શેઠાણીએ મને અર્પણ કર્યો છે મેં એની પાસે હરદ્વારની ટીકીટના પૈસા છેતરપીંડી  માગેલા  અને મેં એને વધુમાં કહેલું કે જો તમારી પાસે વધુ પૈસા હોય અને અને તમારું નામ રહે એવું દાન કરવું હોયતો .મારા આશ્રમમા મહેમાનો માટે નો એક ઓરડો બનાવવો છે તો એને મને આ  હાર આપી  દીધો ,અને બોલીકે  મેં સસ્તું સોનું હતું ત્યારે મારા ધણીએ મને ખરીદી આપ્યો છે .તે વખતે ચાલીસ હજારથી થોડા વધુ પૈસા આપવા પડેલા  .ઠગની  વાક્ઝાળમાં લોભિયો ફસાઈ જાય ,સન્યાસી એને હારમાંથી થોડું સોનું કાપી આપે જે સોની સાચું હોય .આ  સોનાની ધર્માદાના  કાંટે  ખાતરી   કર્યા  પછી મને પૈસા આપજે ઢેફું હતું  અને પોતે ક્યા ખરીદેલું મળશે એનું સરનામું આપે .હારનો કટકો લઈ લોભી ધર્માદાના કાન્ટે જાય  સાચું સોનું છે એની ખાતરી થઈજાય એટલે સન્યાસી પાસે આવે ,અને કહે મહારાજ હાલ આની કીમત જેટલા મારી પાસે રોકડા પૈસા નથી પણ ચાલીસ હાજર રોકડા છે  એ  હું તુર્ત આપી શકું એમ છું .ધર્માદાના કાંટા વાળા પાસે હું કીમત કરાવી જેટલી કીમત થશે એ પૈસા હું આપની આપી દઈશ મારે સન્યાસીને ઓછા પૈસા આપવાનું પાપ કરવું નથી અત્યારે સોનાનો જે ભાવ હશે  એ પ્રમાણે હું પૈસા આપી દઈશ ,લોભી મનમાં વિચારેકે  સન્યાસી હરદ્વાર જઈને પાછો આવે ત્યારે જોયું જાય .પછી નક્કી કરેલા પૈસા સન્યાસી વેષધારી ઠગને આપી હરખાતો હરખાતો  ઘરે જાય .અને ઠગ વહેલામાં વહેલીં તકે પોબારા ગણી જાય .

આવા પ્રકારની ઠગાઈ એક  છારે પણ કરેલી  ઘણે ભાગે આ છારો ગંગારામ મોતી હતો . . આ છેતરપીંડીમાં એક માણસનો સાથ પણ લેવો પડેલો .આ સાગરિત છારો નોતો પણ હતો સારા ઘરનો ગંગારામ આ માણસને ઓળખે  ગંગારામે એને કહ્યુકે તું કોઈ માણસને પકડી લાવે તો હું એને શીશામાં ઉતારું અને તુને પણ અર્ધો ભાગ આપીશ  સાગરિત બાપ કમાઈ વાળા નબીરાને એવા ઉંઠા  ભણાવ્યાં કે મારા એક ઓળખીતાનો દીકરો સોનાની ખાનમાં નોકરી કરે છે .તે સોનું મિશ્રિત માટીનું ઢેફું ચોરી લાવ્યો છે .એને આ ઢેફું વેચીને નાણાં ઉભાં કરવા છે .જો તું આ ઢેફું ખરીદેતો  તુને પુષ્કળ પૈસા મળે એમ છે આજ માણસ પાસેથી મેં  એક માણસને  ઢેફું અપાવેલું જોકે તે વખતે નાનું .ઢેફું હતું એટલે પાંચ હજારમાંખરીદેલું પણ એના એને છપ્પન હજાર ઉપજેલા  નબીરો મિત્રને ભરોસે દોઢ લાખના ખાડામાં પડી ગયો . જોકે આ બાબતમાં પોલીસ કેસ થએલો .  એ ડાયરાને ઝાઝાથી રામ રામ   કોઈએ આ કસબ શીખવાનો નથી .

એ ઢેફું લે તો તુને પુષ્કળ પૈસા મળે એમ છે .  આજ માણસ પાસેથી મેં   એક માણસને  સોનાનું ઢેફું અપાવેલું છે।એવખતે આ માણસ પાસે નાનું ઢેફું હતું .એ એને પાંચ હજારમાં ખરીદેલું અને તેત્રીસ હજાર ઉપજાવેલા .

કેટલાક ઠગલોકો હિપ્નોટીઝમની કળા જાણતા હોય છે .

બેત્રણ ધુતારા રોડની નજીક ઉભા હોય એમના એક ઠગે ઝભ્ભો લુંગી પહેર્યા હોય તે ની નીચે  ઠગ નું રાખ ચોપડેલું શરીર હોય .આલોકો પોતાની ઝાળમાં ફસાઈ શકે એવા લોકોની શોધમાં હોય .કોઈ  ગામડી યો હતો કે એવો કોઈ રસ્તે આવતો જુવે કે તુરત ઝભ્ભો કાઢીનાખીને અર્ધો નગન . દેખાય એવી લુંગી ઉંચી કરીને રસ્તાની એકબાજુ આડે પડખે સુઈ જાય ચાલતો આવતો માણસ એની નજીકથી પસાર થાય એટલે  આ આડો પડેલો માણસએને  પૂછે ,ભલે એ માણસ ધન્ધુસરનો હોય પણ હિન્દી બોલે અને તોજ એનો પ્રભાવ પડે બેટા મહાકાલી માંકા મંદર કિધર હે ,આવતલ માણસને મંદિરની ખબર હોય તો રસ્તો બતાવે ન ખબર હોય તો   કહે બાપુ મેરેકુ ખબર નથી .એટલું બોલી એ હાલતો થાય ,ઠગના સાગરિત જે બાજુમાં ઉભા હોય એ  આ માણસને કહે કાકા તમે બહુ ભાગ્યશાળી  માણસ  છો કેમકે તમારી સાથે બાપુ બોલ્યા .આ બાપુ મહાન ઓલિયા છે .અમે અહી ક્યારના ઉભા છીએ પણ બાપુ કહી બોલતાજ  નથી .આ બાપુએ કેટલાય લોકોના દુચાલાકીથી ચાલાકીથી :ખ દુર કર્યા છે . એકભાઈ  નો દિકરો ભણવામાં બહુ  ઠોઠ દરેક પરીક્ષામાં ના પાસજ  થાય .એના માબાપને બાપુનો ભેટો થયો ,બાપુની કૃપા થઇ અને છોકરો સારામાં સારા નંબરે પાસ થઇ ગયો .બીજું બાપુ એકદમ  નિ :સ્પૃહી છે .અને આવી બીજી બીજી કેટલીય વાતું કરે .અને એ આવતલ માણસને એમ કહે તું બાપુ પાસે જલ્દી પહોંચી જા અને તારે કોઈ મુંઝવણ હોય એ બાપુને કહે  એટલે બાપુ તારી મૂંઝવણ દુર કરી નાખશે। માનસ ઠગ પાસે જાય .અને દુ:ખનાં રોદણાં રુવે .ઠગ થોડી મીઠી મીઠી વાતો કરે અને પછે એવું બોલે કે બેટા તેરા એ દુ:ખ દુર હોજાય  તો તું  મેરેકુ એ તેરી પગડી દેદેગા ?માણસ  હા કહે એટલે ઠગ બોલે જબ લા ર્તેરી પગડી એટલે માણસ પાઘડી આપે એટલે પાઘડી પાછી આપે અને બોલે બેટે મેં તેરી પગ્દીકો ક્યાકારું એમ કહી પગડી  પાછી  આપી દ્યે  ફરી પાછો ઠગ બોલે .અગર તેરા કામ બન જાય તો તું મેરેકુ એક રૂપિયા દેગા ?માણસ  કહે હા બાપુ  તો ઠગ કહે દે રૂપિયા માણસ  રૂપિયો આપે એટલે એને એનો રૂપિયો લઇ પાછો હાથ માં  આપે ત્યારે એટલે ચાલાકીથી એને બે રૂપિયા હાથમાં પકડાવી દ્યે  આથી માનસ એકદમ અંજાય જાય એ એની હિપ્નોટિ ઝમની પકડમાં આવી જાય .અને હરખાતો હરખાતો ઉભેલા ઠગને કહે તમારી વાત ખરી છે બાપુએ મને એકના બે કરી આપ્યા .બાપુબહુ ચમત્કારી છે .ગઠીયા આ માણસને ઉભો રાખીને એવું કહે કે બાપુ આજે બહુ મુડમાં હોય એવું લાગે છે લે હું એની પાસે જાઉં .કદાચ મને પણ એકના ડબલ કરી આપે ,એમ કહી એ ઠગ પાસે જાય અને માનસ દેખે એમ ગણીને પચાસ રૂપિયા  સુતેલા ઠગની પાસે મુકે માણસ  આ બધો તમાસો જોઈ રહ્યો હોય  જેવા પૈસા મુકે એવો પડેલો ઠગ પોતાના હાથથી આઘા ખસેડે અને બોલે જ ઉઠાલે તેરે પૈસે  .એવું બોલે પૈસા  લઈલે અને તુરત ગણે તો સો રૂપિયા વધી ગયા હોય .ઉભેલા માણસે આબધુ જોઈ લીધું હોય . એ માણસ ઉભેલા ઠગને પૂછે બાપુ કાલે અહી હશે ,તો હું કાલે આવું અને મારા ઘરમાં ચાર હજાર રૂપિયા પડ્યા છે ઈ લેતો આવું .  મુર્ખ બીજે દિવસે ચાર હાજર રૂપિયા લઈને આવે ,અને બોલે બાપુ હું બહુ ગરીબ માણસ છું અને બહુ નાણાં ભીડમાં છું તો બાપુ મારા ઉપર કૃપા કરીને ડબલ કરી આપો  ઠગ પૂછે ડબલ કરદુ  તો લાલચુ બોલે દક ચર્ગના કરી આપોતો કરી આપોતો મારું ઘણું  કામ થઇ જાય .તો  લા મેરે હાથમે પૈસે દે , ચોગુના કરનેકે લીએ મેર્રેકું ઉજળી માકે મંદિર જાના પડેગા .તેરેકુ મેરી સાથ આના હો તો આ તુભી ઉજલી માકા દર્શન કાકે ધન્ય હોજા જો એ માનસ એની સાથે જાય તો બીજી તરકીબ અજમાવે ના આવેતો  પોતે એકલો જાય અને પાછો નો આવે એનો જે સામાન પથારી પાસે પડ્યો હોય એ એના સાગરિત સાંભળી લ્યે .બે વકૂફ  ઘણી  વાટ  જુવે પણ નો આવે એટલે માથું કૂટતો ઘરે જાય .મને  જાદુ ની  કેટલીક કરામતો આવડે છે .એક વખત મારી પાસે સો સો ની ત્રણ નોટો હતી આ વખતે હું સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હતો ..સરદારનગરમાં એક સોમનાથ કરીને પોલીસ વાળો નોકરી કરતો હતો .એના એક પગનો પંજો કોઈ રોગને કરને કાપી નાખવો પડેલો એટલે એ ફક્ત ઓફીસમાંજ નોકરી કરતો .મને એક સબ ઇન્સ રે કહ્યું કે હિંમત લાલ અમારા મહેમાન ને કોઈ જાદુની ટ્રીક બતાવો મેં એક કાગળની કટકી જમીન ઉપરથી મારા ખાઈ હાથમાં મૂકી અને એક સોની નોટ કાઢી બતાવી .મેમાન . બોલ્યા હવે બીજી નોટકાઢી બતાવો તો તમે  ખરા  મેં કીધું હું ખોટો છું અને આ મારું જાદુ પણ ખોટું છે .એમ બોલી મેં એક બીજી સોની નોટ કાઢી બતાવી  .થોડી વારે સોમનાથ બોલ્યો હિમ્મત લાલ અહી મારી પાસે આવોતો,હું એની પાસે ગયો એટલે સોમનાથ મારે પગે પડ્યો અને બોલ્યો મહેરબાની કરીને મને ચાર પાંચ નોટો કરી આપોને હું બહુ ભીડમાં છું,મેં કીધું  ગાંડા ભાઈ આવી રીતે હું કાગળના કટકા માંથી નોતું બનાવી શકતો હોઉં તો હું આવી નોકરી શામાટે કરું .

આ તસ્કર કળા જાણવા માટે છે .શીખશો નહીં

અશોકમોઢવાડિયાએ મને કીધું કે આતા અમે તમારી પાસેથી વધુ તસ્કર જાણવા માગતા હતા અને તમે પરસોતમવાળો કરુણ કિસ્સો કીધો .
તો આપ સહુ મારા પ્રેમાળ બ્લોગર ભાઈઓ માટે તસ્કરકળા લખું છું .હું નથી માનતો કે આ વાચક કોઈ ભાઈ કે બેન આ તસ્કરકળા શીખીને અમલમાં મુકે .
દિકરા દીકરીયુ સારા ટકાએ પાસ થઈ ગયાં હોય .સૌ સ્નેહીઓ તરફથી અભિનંદનની વર્ષા વરસતી હોય ઘરમાં લાપસીનાં આંધણ મૂકાણાં હોય ,બધાં ખુશ ખુશ હોય .અમદાવાદની સેન્ટઝેવિયર્સ કે ફાર્મસી ફાર્મસી કોલેજમાં પ્રવેશ  મળી ગયો હોય ,બાપો ગગાની કોલેજ ફી ભરીને ગગાને કિમતી કાંડા ઘડિયાળ આપી હોય થોડા પૈસા વાપરવા આપ્યા હોય ,અને બપો ઘેર આવીજાય .

તસ્કરકળા અજમાવનારની આ ઋતુ માફક આવે આવા લોકો બેકેત્રણ જણા એક પીળી ધાતુનો સોનાની લગડી જેવા આકારનો પાસો લઈ કોલેજની આજુબાજુના રોડ પાસે ઉભા હોય કોઈ છોકરાને આવતો જુવે એટલે પાસો રસ્તા ઉપર મૂકી દ્યે છોકરો નજીક આવે અને પાસો જુવે એટલે તુર્ત લઈ લે ,ઠગનો એક માણસ આવી પહોંચે અને બોલે એ પાસો મેં જોએલો  મને આપી દે એવું બોલી રક ઝક શરુ કરે એટલામાં બીજો સાગરિત ઠગ આવી પહોંચે . અને વિદ્યાર્થી    તરફ બોલવા મંડે અને પેલાને ધમકાવવા મંડે , એલા પાસો એનો થાય એને મળ્યો છે .ઓલો ગઠીયો બોલે પહેલાં મેં જોયોતો એટલે એ પાસો મારો થાય ,એટલે ભાઈ તમે એને સમજાવોને કે એ મને આપી દ્યે , છોકરે ઘડિયાળ પહેરી હોય એ,ટાઇમ જોવા કરતાં કોકને દેખાડીને  પોરસ કરવાનું વધારે ગમતું હોય એટલે ઠંડી માં સ્વેટર પહેર્યું હોય એના ઉપર બાંધે ,છોકરા તરફી પોતે છે .એવો દેખાવ કરનાર ઠગ બોલે છોકરાને એમ કહે તું તારી પાસે પાસો રાખ અને  મારી સાથે ચાલ નજીકમાં સોની છે એ પાસાના કટકા કરી આપશે ,એટલે તું અર્ધો પાસો એને આપી દે અને કજીયાનો મોઢું કાળું કર અથવા  તું હમણાં તારે રૂમે પાસ્સો લઈજા અને પછી જયારે તું માણેકચોકમાં સોનીને વેચે ત્યાએ એને અર્ધા પૈસા આપી દેજે તારી રૂમનું સરનામું એને આપ , એટલે એ કાલે કે પરમ દિવસે આવીને ભાગ લઇ જશે પણ ત્યાં સુધી એને તસલ્લી રહે એરના માટે આ ઘડિયાળ અને તેં ખિસ્સામાં જેટલા પૈસા હોય એ આપી દે .છોકરાને આ બીજો માર્ગ ગમ્યો એને મનમાં એમ હોય કે હું એને મારું ખોટું સરનામું આપીશ એટલે એ મને મળી નહિ શકે અને હું આખો પાસો પચાવી પડીશ .એટલે એ ઘડિયાળ અને પોતાની પાસે જે પૈસા હોય તે આપી દ્યે અને પાસો લઇ એવું વિચારતો વિચારતો રાજી થતો થતો ઘરે જાય કે આજે મેં એ માણસને મૂરખ બનાવ્યો’

હવે હું પાસો કેવી રીતે બનાવ્યો હોય એ વાત ભેગાભેગી કહી દઉં . તાંબાને ગાળીને બીબામાં ઢાળે અને ઉપર   કોઈ છાપ ઠોકરડે ,પછી એ પાસાનેથોડોક  છીણીથી કાપે અને પછી ઉપર સોનાનો ઢોળ ચડાવે  એટલે સોનાની લગડી દેખાય  અને એમાંથી થોડીક કાપીને વેચી હોય  એવો છીણીથી કાપ્યો એટલે ભાસ થાય  ,

આવા ઠગો બચવા ચેતવણી માટે આ લખ્યું છે  આવી તસ્કર કળા શીખવા માટે નથી લખી ,આવું લખવાની પ્રેરણા આપનાર અશોકનો આભાર તમારે માનવો હોય તો માનજો .

અશોક, હેવ આવી વાતુ બંધ કરાં ,તારું કાંઉ કેવાનું સે?

છોકરે