Monthly Archives: મે 2014

खलवतमे मिल माशुकने ऐसा जादू किया ,

ImageImage

 

મારી પત્નીનો સ્વર્ગવાસ થયા પછી  હું ઘણા મહિના  સુધી બહુ ઉદાસ રહેતો હતો   .મારી પત્ની વિનાનું ઘર મને  શૂન્ય લાગતું હતું .મારી ઉદાસીનતા દુર કરવા  મને ક્રુઝ દ્વારા  સમુદ્ર યાત્રાએ જવાનો વિચાર આવ્યો  .માર સાથે મારા પોત્ર ડેવિડને પણ લીધો . અમો tampa ફ્લોરીડા  થી ક્રુઝમાં  બેઠા  .ક્રુઝ બહુ વિશાળ હતી  .અંદર સ્વીમીંગ પુલ   ,બાસ્કેટ બોલ જેવી રમત ગમતની  ઘણી જગ્યા  તમારી  તેહનાતમા માણસો ખડે પગે હાજર હોય  .ક્રુઝમાં ઘરેણા અને  બીજા સોંદર્ય સાધનોની દુકાનો પણ ખરી   .કુશળ કેમેરા મેન તમારા સુંદર ફોટા પાડે  ,અને તમારે ખરીદવા હોય તો ખાસ્સા પૈસા આપવા પડે  ,કોઈ વસ્તુ રોકડા પૈસા થી ન ખરીદી શકાય  તમે ક્રુઝ ની ઓફિસમાં  પૈસા જમા કરવો  એટલે તમને કાર્ડ આપે  . આ કાર્ડ આપણી રૂમની ચાવીનું પણ કામ કરે   .ક્રુઝમાં ઘરેણાં  વેંચવા નું કામ  પુનામાં જન્મેલો ગુજરાતી  કલ્પેશ નામનો યુવાન કામ કરતો હતો .
ખાવાનું પુષ્કળ હોય  .રાત્રે  વાળું કરવાનું  ટેબલ નક્કી કરેલું હોય છે  .  હું  જે ગોળ ટેબલ ઉપર જમવા બેસતો  એમાં  હું ડેવિડ અને બીજા આઠ જણાં હતા  જેમા મારી સાથે  જે ફોટામાં છે  .એ છોકરીયું પણ હતી  .ક્રુઝ તરફથી  ફોટો ગ્રાફર  ફોટા પાડતા રહેતાજ હોય છે .એક  રાતે  અમારા જમવાના ટેબલ ફોટો ગ્રાફર આવ્યો  .અને મારો અને ડેવિડ નો સાથે ફોટો પાડ્યો .મારી સાથેની બે છોકરીયું ના ઉપર મને મારી   ગ્રાન્ડ ડોટર  જેવો  ભાવ  આવેલો અને હાલ પણ છે  .પણ તેઓ મને એક ઉત્તમ મિત્ર તરીકે ગણે છે  . બોય ફ્રેન્ડ તરીકે હરગીજ નહિ  .
મારો અને ડેવિડ   નો સાથે  ફોટો પાડ્યો  . ત્યારે મેં જરા  ટીખળ  કર્યું  . મેં ફોટો ગ્રાફરને કીધું કે  એલા કોક જવાન છોકરીને  મારા પાસે રાખીને  ફોટો   પાડ   ને ?  ફોટો ગ્રાફર હસ્તો હસતો જતો રહ્યો  .ફોટામાં જે મારી ડાબી બાજુ છે  .એ બોલી  કાલે કોઈ  ફોટો ગ્રાફર આવશે તો  હું તમારી સાથે ફોટો પડાવીશ  .
જમી પરવારી   સહુ  પોત પોતાની રૂમે ગયા  . છોકરી એ જ્યારે મારી સાથે  ફોટો પડાવવાનું કીધું  ત્યારે  હું તો એટલો બધો ખુશ થઇ ગયો કે  મારા ગામના  વીહલા   પારાધી ને  દરબાર  કયો અને ખુશ થાય  એટલો ખુશ થયો  . મેં ડેવિડ ને કીધું કે  ડેવિડ  કાલે  આપને  જમવા  જઈએ    ત્યારે  આપનો કેમેરો સાથે લઇ લેજે અને એને  મારી સાથે  ફોટો પડાવવાનું યાદ અપાવજે   ડેવિડ બોલ્યો  ,એમ  છોકરી ઓને  કર ગરાય    નહિ    .  એ બોલીને ફરશે નહિ  . તમારી સાથે જરૂર ફોટો પડાવ શે  . બીજે દિવસે  ફોટો ગ્રાફર આવ્યો  .મારી સામે કેમેરો ધર્યો કે  તુરત  છોકરી આવી  અને મારા પડખામાં ઘુસી ગઈ  .એજ ક્ષને મારી જમણી બાજુએ  છે તે પણ  મારી પાસે આવી અને  ફોટો પડી ગયો  . આ ફોટો મેં કમલેશ ને દેખાડ્યો  . કમલેશે બળાપો કાઢ્યો  . કે મારી સામે તો કોઈ છોકરી જોતી પણ નથી  .અને તમારા પડખામાં ઘુસી જાય છે  . સંભાળવા પ્રમાણે અને છાપામાં પણ  આવેલું છે કે બધી ક્રુઝ કમ્પ્નીયો માં થઈને દર વરસે  20 થી 25  જેટલી  છોકરી  યુ  ગુમ થાય છે  . ખાસ કરીને  એકલી મુસાફરી  કરતી હોય તે   . જ્યાં ટાપુ આવે ત્યાં  ક્રુઝ ઉભી રહે  અને પેસેન્જરો  ક્રુઝ માંથી  ઉતરીને   ટાપુ માં ફરવા જાય  . ફોટામાં મારી પાસે ઉભેલી ઉંચી  છોકરી  એ ટાપુ ઉપરની છે  . ક્રુઝ લખ્યો નહિ l એટલે સ્વાગત  કરવા અને ફોટો પડાવવા આવે  . ઉંચી છોકરી   ચા ચા નામનો ડાંસ કરનારી ડાન્સર છે , આ મારી ક્રુઝ મુસાફરીને 6 વરસ જેટલો સમય થઇ ગયો  . જમણી  છોકરી  ક્યારેક ક્યારેક મને ઈ મેલ મોકલતી રહે છે  , હું પણ એને  ટૂંકા ઈ મેલ લખતો રહું છું  .  ઘણા વખત થી મારો સંપર્ક  નો થયો  મેં ઈ મેલ લખ્યો નહિ એટલે   એ  છોકરી એ મારા અમેરિકન મિત્ર ને પછ્યું કે  આતાઈ નાં ઘણા વખત થી  કશા સમાચાર નથી  . તે મઝામાં  તો  છેને ?( આ મારા અમેરિકન મિત્ર ને  સુરેશ જાની મળેલા  છે  .) મિત્ર  જવાબ આપ્યો કે   આ તાઈ    ગાર્ડન માં  કામ કરે છે  .અને  જાત જાતના  ખજૂરના  ઠળિયા  જેવા બી ની માળાઓ બનાવે છે  . તો એ બોલી એને કહો એક માળા  મને મોકલે  હું એ  ને મારા કીમતી  દાગીનાની  પેટીમાં રાખીશ અને જયારે હું  એના જેવડી  ઉમરની થઈશ  અને મને આળસ આવશે ત્યારે હું  એ માલા  જોઈ અને હું પ્રેરણા  લઈશ   ,
 સુફી લોકો  ખુદા  ને કેટલીક વખત માશુક   કહેતા હોય છે એમ હું આ મારી  વહાલી    ગ્રાન્ડ ડોટર  જેવી ને માશુક કહી  દઉં છું  , खल्वत में मिल  माशूक ने ऐसा  जादू किया   , दिल चश्प  हुस्न वालीने खुदा भुला दिया  .   खल्वत = एकांत ઉફી શેર લખું છું
 વિષય વાસના રહિત  કોઈ પણ જાતના સ્વાર્થ વગર  મારા ઉપર  લાગણી ધરાવે છે  . આવી સ્ત્રી શક્તિ મારી મિત્ર છે  .એ બાબત  હું ગર્વ અનુભવું છું ,  મેં  ક્રુઝ માં  ચાર વખત મુસાફરી કરી છે  , મને બહુ મઝા આવે છે  .
એક  સુફી  શેર  લખું છું  .
मुहब्बत पाक हे तो  क्यों  खुदकी पास हम जावे
ज़रूरत  है तो  लैला बनके खुद  यहाँ आवे  .

પ્રિન્ટીંગ પ્રેસમાં આતાને મદદ કરતી છોકરી હોલી(હોલાડી )

Image

હું પ્રિન્ટીંગ પ્રેસમાં કામ કરતો ત્યારે મારા હાથ નીચે કામ કરવા માટે  છોકરી મૂકી તે વિષે મેં મારા આગળના બ્લોગમાં લખ્યું છે  . એના વિષે વધુ  વાંચવા આપને આપું છું .
હું  પ્રારંભમાં બહુ સખત મહેનતનું કામ પ્રેસમાં કરતો  પણ હું મહેનત થી ગભરાયા વગર ટકી રહ્યો  .કામ કરતી વખતે મને નો એક દોહો બહુ યાદ આવતો  .
ભીહું  નાં ભાગેલ  ભામ્ભર જલ ભાવે નૈ
સુગાળો ન  થા શરીર  વેનુજ્લ વાહે ર્યા
પછી મારી નોકરી બદલાણી ખુબ આરામ ખુબ પગાર ખુબ વેકેશન અને ખુબ બુદ્ધીનો ઉપયોગ કરવાનું કામ મળ્યું  .અને હોલી જેવી  મહેનતુ છોકરી મને  મદદ કરતા હોવાથી  મને તો બાપુ જલસો થઇ ગયો . સમય  મળ્યે હું  કૈક  લખતો વાંચતો . ફેંકવા જેવા કાગળો માંથી  મારા  પોતાના માટે  નોટ બુક બનાવતો કવર બનાવતો  ,એક વખત  શેઠ  આવા કામ કરતા જોઈ ગયા  મને પૂછ્યું શું કરો  છો  મેં કીધું  નકામા કાગળો જે પ્રિન્ટ માટે હોય પણ બહુ સારી જાતના કાગળો હોય  .એનો હું મારા માટે ઉપયોગમાં લઉં છું  . શેઠ બોલ્યા  આવી નક્કામી વસ્તુને કામમાં લેવાની આવડત  હોવાથી અહી ઇન્ડીયન લોકો લહેર થી રહે છે  .
હોલીનું મારી ઘરવાળીએ  હોલાડી  કરી નાખેલું  .મારી ઘરવાળી  મારા ભાઈના સવાબે એકર ની પ્રોપર્ટી વાલા ઘરમાં  એકલી રહે કેમકે હું મારો ભાઈ અને એની વહુ બધા કામ ઉપર હોઈએ  એટલે તે બહુ   મુન્જાતી  કેમકે ભયંકર જંગલ વચ્ચે ઘર   એક વખત મને કીધું મને પણ તમારી સાથે  ક્યાંક કામે લગાડી દ્યો તો હું મુન્જાઉ નહિ .અને મને બે પૈસા પણ મળે . મેં મેનેજર ને વાત કરી કે મારી વાઈફ  અહી કામ કરવા માગે છે  .મેનેજર કહે એ શું કામ કરશે ?મેં બાઈન્ડીંગ મશીન બતાડીને કીધું કે એ આ જગ્યાએ કામ કરશે  .હવે તું કહે ત્યારે એને ઈન્ટરવ્યું  માટે લઇ આવું  .મેનેજર ડેવિડ કહે તમે ઈન્ટરવ્યું લીધો છે એ મંજુર છે  .કાલથી કામ ઉપર લેતા આવજો  .
મારી ઘરવાળી તો બાપા  કોકના લગનમાં   જાવું હોય  એવા ઠાઠ  માઠ થી નવી  સાડી પહેરીને આવી  . શેઠે  મને કીધું  ,હમણાં  એને કહો  કે તે તમારો કામ ઉપર પહેરવાનો  યુનિફોર્મ  પહેરી લ્યે  .આવતે અઠવાડિયે  એના માટે એના માપનો યુનિફોર્મ  આવી જશે  . મારી ઘરવાળી કે જે કદી ઉઘાડે માથે પણ નો રહે  . એ બોલી આવા ભાયડાના  લૂગડાં  હું નો પહેરું  .મહામુશીબતે   એને સમજાવી  ત્યારે એ  કબુલ થઇ  .અને પેન્ટ  શર્ટ પહેરિને  કામ કરવા માંડી  .  એક વખત હું કૈક લખી રહ્યો હતો  એટલે  હોલાડીએ  મને પૂછ્યું  . શું   લખો  છો ? . મેં કીધું ગીત લખું છું  . કોના માટે લખો છો  ?મેકીધું  મારી વાઈફ માટે  તો હોલાડી કહે મારા  માટે નો  લખો ? મેં જવાબ આપ્યો . શા માટે નહિ  .તું પણ મારી  વાઈફ    છે    . કોઈ વખત  મોકો મળશે ત્યારે  તારું ગીત લખીશ  .એ સંજોગો ઉપર  આધાર  છે .કેમકે
દુહો દલ માય  ઉલટ  વિણ આવે નઈ
ખાવું  ખોળા   માય  ભૂખ વિણ ભાવે નઈ
એક વખત  હોલાડી  કામ ઉપર આવી ત્યારે  જુના વખતમાં  ઉપલેટા  ,ખાખી જાળિયા  ,વગેરે ગામોના  ખેડૂતો  પોતાના  ચોર્ણા  ની  નાડી ને મોટા  ફૂમ્કા  રાખતા  એવા  ફૂમ્કા  પોતાની  કમર  ઉપર લગાડી ને આવી અને વાંકી વળી વળી  લોકો ને દેખાડે કે હું કેવી લાગું છું  .બસ  આ  પ્રસંગ ઉપરથી  મેં ગીત બનાવ્યું  .
કાવ્ય  માટે  એનો બનાવનાર  કેવું અલંકારી ભાવાત્મક  ગીત બનાવ્યું છે  .પછી એને કેવી  ઢબ થી ગાવું  એ નું પણ મહત્વ છે  .પછી સુંદર અવાજ જેને પરમેશ્વરે  ભેટ આપ્યો છે  .એવી કોઈ આશા ભોસળે જેવી ગાનારી હોય અને એવા રાગને અનુરૂપ વાજિંત્રો વગાડનારા  હોય  તો પછી રંગ જામે આ ચાર વસ્તુ બહુ અગત્યની છે  . આ મારું  હોલાડી વાળું ગીત જે હું લખીશ  એ ગવાતું હોય અને એના તાલમાં ઢોલી ઢોલ વગાડતો હોય  લંઘો  શરણાઈ  વગાડતો હોય  અને બખરલાના  મેર  દાંડિયા રાસ લેતા હોય  તો બરાબર રંગ જામે .
 દુહો  ;  હોલાડી તેંતો હદ કરી  દુ:ખ વેઠયું અપાર   કરી  મજુરી કારમી  હાંક્યો ઘર વહેવાર  .
હોલાડીએ પૂંછડી  ઉગાડી  પૂંછડી ને વાતું આખા દેહમાં પુગાડી   હોલાડીએ પૂંછડી  …
ઘૂડ ના  જેવિયું  આંખ્યું  હોલાડી ની  સસલા  જેવા કાન  રીંછ નાં  જેવા  બાબરા એના ને  વાંદરી  જેવો વાન  ,દિલ્લીની  વાંદરી જેવો વાન
કેડ થી  હેઠીયું ચડયું  પેરે એમાં થીગડા નો નઈ પાર   .હોલાડી નાં નખરા અપ્રમ પાર
આંખ ઉલાળી ને વાત કરે ઇના જટિયાં જાક્મ  જોળ નાગણી ના જીમ  હાલે  હોલાડી ના  પ્રેમીયુ  હાલક લોળ અભાગિયા  આશ્કું  ડામાં ડોળ
માંસ મદિરા ન ખાય  હોલાડી  આચળ  કુચળ  ખાય ભાયડા ના જેવું કામ કરે પછી  થાકી પાકી સુઈ જાય   .રખડવા  કોઈ ઠેકાણે ન જાય  .”આતા ” ઇના હેતના  ગાણાં ગાય  . હેતના  ગાણાં ગાય  હોલાડી નો પ્રેમ  કદી ના ભૂલાય

 

હેપી મધર ડે માતેમાં બીજા ન્યુયોર્ક શેરના વા

img058img063

dsc_0614મારી કમાણી ની  ખરીદેલી  સુબરુ  કાર  પાસે  મા ઉભાં  છે  .

 

જગતની  તમામ માતાઓને  મારા તરફથી  હેપી મધર ડે” મા તે  મા અને બીજા વગડાના  વા”એ કહેવત અમેરિકામાં  લાગુ પડે  એમ નથી કેમકે અહી વગડાના  વા તંદુરસ્તી  આપનારા   હોય  છે  . .જયારે   ન્યુ યોર્કની હવા   ગંદકી    વાળી હોય છે  .વર્ષો પહેલાં એવી ચેતવણી આપવામાં   આવેલી કે   જો  ન્યુ યોર્ક શહેર ને સુધારવામાં  નહિ આવે તો  પાંચ વરસમાં  ન્યુ યોર્ક શહેર  વસવાટ  કરવાને  યોગ્ય નહિ રહે  . મા એટલેકે  જનની  ના  પ્રેમનો  જોટો જગતમાં  મળે એમ નથી  .ખાસ  કરીને દીકરા ઉપરનો પ્રેમ  અદ્ભુત  હોય છે  .મારી પાસે એવા પ્રેમના દાખલા  ઘણા બધા છે  . અને એટલાજ દીકરાએ માને હેરાન કર્યાના  દાખલા  છે  .ફોટો #1 મારી પત્નીનો છે  એણે દીકરાઓ  માટે અને ઘર માટે અને પરાયા  માટે  ઘણું કર્યું છે  .મારા માટે તો બહુજ કર્યું છે  .એનામાં બળ પણ  ખુબ હતું  .મેં  એક  ઉર્દુ  કવિતા બનાવી છે એની એક કડી  ભાનુમતી માટે છે  .
पानी  भर कर बर्तन सर पर  दोडकी   हूई हरिफाई
जवा लड़कियाँ  पिच्छे  रह गई भानु पहलि आइ   …
બીજો  ફોટો મારી મા નો  છે  .માં ખુબ લાગણી શીલ પ્રેમાળ બાઈ હતી  . ગીતો ભજનો ગાવાની ખુબ શોખીન હતી  .હજારો કહું તોય ઓછા પડે એટલા ગીતો એના મોઢે હતાં  .આપને નવાઈ લાગશે પણ એ
अजब हैरान हुं भगवन तुझे  क्यों कर  रिझावु   में  .
और  हैरत  इलाहा  बादी का शेर
आगाह  अपनी    मौत से  कोइ   बशर   नहि  .
सामान सो बरसका  पलकी खबर नहि  . ”  हैरत   कल्कि   कहता
मा    पलकी कह्ती    मा  के   लिए  एक  कलाम
तान्या   ki  ग्रेट   ग्रान्ड मधर  थीं नामकि ज़वेर   બાઈ
હઝારો    નગમે    ઉનકી  જુબાં  पर कैसे  हो  हरिफाई  ….
ત્રીજો ફોટો મારા  પરમ  સ્નેહી મિત્ર   chris ni   wife  priscilla નો છે  .એ પણ    પ્રેમાળ   માતા  છે  . તેણે પોતાના બે   દીકરા અને એક દીકરીનો  સારી કેળવણી  સાથે  ઉછેર કર્યો  છે  .એના પોત્રો અને પોત્રી ને  ઉત્તમ  સંસ્કાર આપીને  તૈયાર  કરે છે  . મને હાર્ટ એટેક   આવ્યો  .  મારે  હોસ્પીટલમાં  દાખલ થવું  પડ્યું   .હોસ્પિટલ  માંથી  છૂટો  થયો  પછી એનો પતિ  ક્રિશ પોતાને ઘરે  મને  લઇ   ગયો  આ વખતે   એક મહિનો  પોતાને ઘરે રાખીને  ક્રિશે અને priscilla  એ   મારી બહુ    દેખ  ભાળ   રાખેલી  .આ ઉપકાર મારાથી  ભૂલી શકાય એમ નથી  .
જગતની માતા બની ચુકેલી  સ્ત્રીઓ ને હું અતિ પ્રેમ પૂર્વક  હેપી મધર ડે પાઠવું   છું  .  ધન્ય હો જન્મદાતા  માતાઓ  .

સ્ત્રી શક્તિ તારો જય જય કાર હો

DSCN0075

DSCN0813

579962_320300224714382_1291452923_n

હું પ્રિન્ટીંગ પ્રેસમાં અમેરિકા ના ન્યુ યોર્ક સ્ટેટના યોર્ક ટાઉન હાઇટ  નામના ગામમાં નોકરી  કરવા માંડ્યો  મારા  ઈંગ્લીશ ભાષાના અભાવે  મારે સખત મજુરીનું કામ કરવું પડતું  .અહી મને સ્ત્રીઓ નો પરિચય  થયો .તેઓ મને અંગ્રેઝી  શીખવવા  માંડી તેઓ પણ મારી જેમ પ્રેસ માં કામ કરનારીઓ હતી  .આ સ્ત્રીઓનો હું ઘણો બધો આભારી છું  .તેઓ વસ્તુ ફેંકીને મને કહે આને થ્રો  કર્યું કહેવાય  .બેનો દીકરીયું . મારી ભૂલ પડે તો  મારી   મશ્કરી  પણ  કરે   .આમાં  મને એને  એક પ્રકારનો આનંદ  થતો  .સુરતી ગાળો ની જેમ અસર  નથી થતી  ,એમ મને સ્ત્રીઓની મશ્કરીની  કોઈ અસર થતી નહિ  .સમય જતા  હું  થોડું થોડું  અંગ્રેઝી બોલતા અને આ લોકો બોલે ઈ સમજતા   શીખી  ગયો  .મેં એક જોયું કે આ  દેશમાં  મોટા ઓફિસરો હોય પણ પોતાની મોટાઈ નો ભાર  માથે  લઈને ફરતા નથી હોતા .બીજું  મને બરાબર  ઈંગ્લીશ આવડે નહિ  . એટલે  આ પ્રેસ નો માલિક  કોણ છે કોણ મેનેજર છે એની મને ખબર નોતિ પડતી  અમારા પ્રેસનો માલિક  મી . ચેસ નાના  નોકરથી  કોફી કે પાણિ   ધોલાઈ  ગયું હોય તો  તે નોકરને  કઈ કહે નહિ  .પણ પોતે  સાફ  કરવા માંડી જાય  .એટલે  મને  આ  માણસ આ વિશાલ  પ્રેસનો માલિક છે  .એની  મને  બહુ  મોડી  ખબર પડી  .
એક વખત  હું જમતો હતો ત્યાં  આવ્યા  .અને મને બહુ વિવેકથી  પૂછ્યું  .તમને અહી નોકરી કરવાનું ગમે છે  ?  અહી બધા નોકરો પગાર ઓછો  એવી બુમો  પાડતા  હોય  એમ હું પણ લોલે લોલ  કરતો કે પગાર  બહુ ઓછો મળે છે  . એટલે મને  જ્યારે  શેઠે  પૂછ્યું કે  તમને અહી નોકરી કરવાનું  ગમે છે ને ? ત્યારે મેં જવાબ આપ્યો કે  ગમે તો છે પણ આ શેઠ  છે એ   બહુ  લોભિયો   માણસ  છે  .એટલે પગાર બહુ ઓછો આપે છે  . શેઠે બહુ શાંત ચિત્તે મને કહ્યું  .તમે અહી  નોકરી કરવા  આવ્યા ત્યારે તમને  કહેલું કે   ત્રણ મહિના  પછી તમારો પગાર વધારવા માં આવશે એને બદલે બે મહિનામાં નોતો વધારી આપ્યો ?  
પછી મને મોડે મોડે ખબર પડીકે  જેને મેં  લોભીઓ  કહેલો    એતો  આ આખા પ્રેસ નો માલિક છે  . પછી હું એમની સાથે  વાત કરવાનું ટાળતો  એક વખત શેઠે મને  પોતાની નજીક  બોલાવીને  કહ્યું કે  તમે  મારા ખાસ મિત્ર છો  . હું શેઠ છું અને તમે મારા  નોકર  છો એ ભાવના  મનમાંથી  કાઢી નાખો  . તમારા જેવો મિત્ર મને  હજી સુધી કોઈ મળ્યો નથી  . પછી તો  કોઈ નવી છોકરી  નોકરી કરવા આવે તો મને  પૂછે  આ છોકરીને તમે મળ્યા ? બહુ રૂપાળી  છે  . જરૂર  મળજો  .
પ્રેસમાં એક ચાર્લી કરીને  નવ જુવાન  નોકરી કરતો હતો.તે છોકરીઓને બહુજ ગમતો  .તેને ભેટવા  બાબત  છોકરીઓ  ગર્વ લ્યે  .
ધીમે ધીમે હું  વધુ જાણકાર થવા માંડ્યો  . મારી નોકરી બદલી  ગધા મજુરીની નોકરી ગઈ  .અને બહુ આરામની   અને વધુ પગાર અને વધુ વેકેશન ની નોકરી આપી  . કે જેમાં બુદ્ધિ નો ઉપયોગ પણ કરવો પડે  . હું  ત્રણ  મશીન વાપરતો   .પછી મને મદદ કરવા  એક માર્ક કરીને યહુદી  છોકરાને મુક્યો  .  પણ એ બરાબર કામ કરે નહિ  . કોઈ વખત મારા સામે જીભા જોડી કરે    તમે મારા  સાહેબ નથી  મને શેનો હુકમ કરો છો . મેં કીધું તુને અહી મારી નીચે કામ કરવા મુક્યો છે  .એટલે હું કહું એમ તારે કરવું પડશે  તારે જે કઈ કહેવું હોય તે તું શેઠને કહે  . તેને શેઠને  વાત કરી કે  હેમત  ખુરશી ઉપર બેસી રહે છે  .અને  મારી પાસે બધું કામ લ્યે છે . haiskul ગ્રેજ્યુએટ  છું અને એને ઈંગ્લીશ પણ પૂરું આવડતું  નથી  .  શેઠ  કહે એ  એના દેશનો ગ્રેજયુ એટ છે   ..અને  એને  એ જે કામ કરે છે એ તું નથી કરી શકવાનો  .પછી માર્ક નોકરી ઉપર આવે  .અને કામ કરે નહિ અને બાજુના  કેમેરા રૂમમાં ઘૂસીને  બેસી રહે  .અને  ટાઈમ  પૂરો  થાય એટલે  રવાના થઇ જાય  મારામાં  ફરિયાદ કરવાની  આવડત નથી  .દેશમાં હું હતો ત્યારે  હું   કાયદો  હાથમાં લેતો .
એક વખત મારા એક આર્થર કરીને મિત્રે શેઠને વાત કરીકે  માર્ક  હેમત નું  કહ્યું કરતો નથી  .  એટલે શેઠે માર્કને  બોલાવ્યો  અને કીધું કે ame તુને કાઢી મુકીએ  એના કરતા  તું જાતે  તું જતો રહે  .અને માર્ક ગયો ઈ ગયો  .એક વખત દેખાણો  .
પછી  શેઠે અને ડેવિડ  હેન્રી મેનેજરે  મારા હાથ નીચે  છોકરી  મુકવાનું નક્કી કર્યું  એ પહેલા મને પૂછ્યું કે  હવે તમને મદદ કરવા માટે  છોકરી મુકીએ તો તમને ગમશે  .મારા જવાબ  ની રાહ જોયા વિના ડેવિડ બોલ્યો  . કે છોકરી યુ  તો હેમત  ને  બહુ ગમશે  .પછી  મારા હાથ નીચે   હોલી કરીને  એક છોકરીને મૂકી   અહી એનો ઉચાર  હાલી  કરે છે  એ મારી ચાહક  મારી જૂની ઓળખીતી હતી  .એમ કરતા કરતા  વખત જતા  મારા હાથ નીચે ત્રણ  છોકરીયો કામ  કરતી એક બાર્બરા કરીને હતી તે   60 વરસની ઉમરની હતી  .હોલી  અને કેથી  જુવાન હતી  . હોલી  બહુજ મને મદદ કરતી  એનો મેં એક રાસડો  બનાવ્યો છે  .આ કાળા અક્ષર ને કુવાડે મારનારો  આતા  ત્રણ ત્રણ  છોકરી નો સાહેબ   પણ મને સાહેબ થતા આવડે નહિ  ડેવિડ મને  છાનો છાનો કહે કે  આની પાસે કામ કરવો તમે પોતે કરવા નો માંડી પડો  .આ  ને હુકમ કરો  . એક વખત હું  કઈ  કામ માટે મારા કામ કરવાની રૂમ બહાર જી રહ્યો હતો   એટલા માં  એક ઓફિસમાં  કામ કરતી છોકરી મને સામી મળી  એ મને ભેટી મને કેટલાય  ચુંબનો કર્યા  મારા માથા ઉપર  હાથ ફેરવ્યો  . આ( વાત  ચાલીસ વરસ  પહેલા ની છે )  કોઈ જોઈ ગઈ એટલે એને પૂછ્યું તું  આ દોહામાં આટલું બધું શું જોઈ ગઈ છો  તે કહે મને એમ કે એ ચાર્લી છે  . તે બ્કીયું ભરી માથે હાથ ફેરવ્યો તો તુને ખબર નો પડી કે આ ચાર્લી નથી  .

શેઠ નો અને મેનેજર ડેવિડ હેન્રી નો મારા ઉપર બહુ પ્રેમ હતો .અને આ કારણે હું નોકરી ઉપર ટકી રહેલો . મેં ખુબ ધીરજ રાખી ઓલા રહીમને કીધું છે કે रहिमन धीरज के धरे हाथी मन भर खाय टुकड़ा अन्न के कारने श्वान घरोघर जाय . મારો ભાઈ મને નોકરી ઉપર મુકવા આવે એટલે શેઠ એને ઓળખે એક વખત મારી પ્રશંશા કરતાં શેઠે મારા ભાઈ ને કીધું કે તમારા ભાઈ ને હું આખા પ્રેસ નો મેનેજર બનાવ વાનો છું . ભાઈ khe એને ઈંગ્લીશ આવડતું નથી .શેઠ કહે આવડત વાલા લોકો એના હાથ નીચે kaam કરતા હશે .
એક દિવસ શેઠે મને કીધું કે તમે કાર ચલાવતાં શીખી જાઓ જો તમને કાર ચલાવતા આવડે તો તમારે કોઈ ને પરાધીન ન રેહવું પડે . હું તમને કાર ખરીદવા માટે ઉછીના પૈસા આપીશ . મેં કીધું કાર ચલાવ વા શીખવા માટે પરમિટ લેવા માટે લેખિત પરીક્ષા આપવી પડે . અને એ મને નો ફાવે . શેઠ કહે તમે લ આઉટ કરીને નેગેટીવ બરાબર છે કે કેમ એ જોઈ શકો છો . એના કરતાં લેખિત પરીક્ષા સહેલી છે . ફક્ત તૈયાર ખાનામા લીટા કરવાના હોય છે . પછી મને એક કાળા રંગની છોકરી ખાણી એ મને પોલીસ મેન્યુઅલ લાવી આપ્યુ આપના દેશમાં ઈંગ્લીશ ભણેલા લોકો એને કોની જેવો ઉચાર કરે .એક સ્ત્રી શક્તિ એ મને પોલીસ મેન્યુઅલ લાવી આપ્યું દિક્ષ્નરિ સ્ત્રી શક્તિએ અને સાથે કામ કરતી સ્ત્રી ઓ એ મને મદદ કરી ખાસ તો કેથી એ મને ખુબ મદદ કરેલી .કેથી નું નામ મારી ઘરવાળી એ જંડી પાડેલું કેમકે તે પોતાના માથાના વાળ કાગડા નાં ઊંધા માળા જેવા રાખતી .એક વખત મેન્યુલ માં શોલ્ડર શબ્દ વાંચવા malyo હું munjano મને એમ thayu કે કાર ચલાવવા માં શોલ્ડર ની શી જરૂર કેથી મને naksho દોરીને samjave pan maaraa magaj માં વાત bese નહિ . કેથી એ શેઠ ને વાત કરી કે hemat શોલ્ડર baabt samjto નથી શેઠે કીધું કે jaa એને રોડ ઉપર લઇ જઈને દેખાડ કેથી મને રોડ ઉપર લઇ ગઈ અને શોલ્ડર ની સમજ પાડી . પછી મને જયારે ભરોસો બેઠો કે હું પરીક્ષા આપી શકીશ . મેં શેઠ ને વાત કરી કે હું હવે પરીક્ષા આપવા જવા માગુન્છું .મને એક જેના નામનો રાની જેવો ઉચાર થાય એટલે હું એને ક્વીન kaheto અને એ મને કિંગ કહેતી .હું પરીક્ષા આપવા ગયો ત્યારે શેઠે મને કીધું કે પરીક્ષા નું જે પરિણામ આવે એની પ્રથમ મને ખબર આપજો . પરીક્ષક અધિકારી પણ સ્ત્રી હતી .મેં પેપર લખીને પરીક્ષક ને આપ્યું .એ ને મને પેપર જોયા પછી કીધું કે તમે પાસ છો . આ શબ્દ મને ફરી સાંભળવા ની ઈચ્છા થઇ એટલે મેં પૂછ્યું shu કીધું ?
પછી મેં ત્યાંથીજ ને ફોન કર્યો .અને શુભ સમાચાર આપ્યા મને tedvaa માટે એક સ્ત્રી શક્તિ mokli હું નોકરીને thekaane ગયો શેઠે મારી નાનકડી paarti રાખી . છાપાના રીપોર્ટરે મારો ઈન્ટરવ્યું લીધો . અને ભાઈ ભાઈ આતા છાપે ચડ્યા .
ये कोनसा उकड़ा है जो वा हो नहीं सकता
हिम्मत करे इंसान तो क्या हो नही सकता
મને શેઠે સુબ્રું કાર ખરીદી આપી .અમેરિકા આવતા પહેલા મેં નક્કી કરેલું કે મને કામ ચલાવ અંગ્રેઝી આવડવું જોઈએ મારી પોતાની કાર હોવી જોઈએ અને મારું પોતાનું ઘર હોવું જોઈએ .અને આ મારો સંકલ્પ પરમેશ્વરે પૂરો કર્યો .

.