Monthly Archives: નવેમ્બર 2014

बू भुक्षिताम् किम न करोति पापम् ભૂખ્યો શું પાપ નથી કરી શકતો ?

img072 cobra-hood-snakesdates-growing-on-a-date-palm

પરમેશ્વરે મનુષ્યોમાં જબરદસ્ત  શક્તિ  મુકેલી છે  .પણ કોઈમાં વધુ તો કોઈમાં  ઓછી હોય છે  .આ શક્તિઓનો કઈ રીતે ઉપયોગ કરવો એ મનુષ્યના પોતાના હાથની વાત છે  .પરમેશ્વરે  મનુષ્યોને  કેટલીક  બાબતોમાં સ્વતંત્રતા  બક્ષેલી છે  .તેને પરાવલમ્બિત   નથી રાખ્યા  .પણ જેનામાં શક્તીજ નથી  ,નિર્બળતા છે  . તે કશું કરી નથી શકતો
अय आत्मा बल हिनें लभ्य   એ સંસ્કૃત વાક્ય છે   क़्म ज़ोरों की नहीं है  दुनिया दुनिया ताकत  वालो की  .
 બાળકોને  પ્રેમ ખુબ આપવો  .પણ  ખોટાં લાડ લડાવવા ન જોઈએ   ખોટાં લાડ બાળકોનું અહિત કરે છે  .  મા જનેતાનો  દીકરા પ્રત્યેનો પ્રેમ  અ વરણીય  હોય છે  મા દીકરા માટે  જબરો ભોગ આપે છે  .એના ઘણાં દૃષ્ટાંતો આપે સાંભળીયા  હશે મેં તો  ઘણા સાંભળિયા છે  . છતાં  પોતાના  ચારિત્ર્યની  રક્ષા માટે  અથવા  પોતાની ચારિત્ર્ય હીનતા  છતી ન થઇ જાય  અને પોતાની આબરૂ નો જાય   ,એ માટે  દીકરાનો   ભોગ આપતા અચકાતી નથી  . એના  ઘણા દાખલા મેં સાંભળીયા  આપે પણ  છાપામાં  વાંચ્યા હશે  .
 હું જુનાગઢ પાસેના  બીલખા ગામમાં  શ્રીમન નથુરામ શર્માના  આશ્રમમાં  સંસ્કૃત ભણવા  મારા બાપાએ  મુકેલો  ,આ વખતે એક માણેક લાલ   નાનજી  ચંદારાણા  નામના ટ્રષ્ટઈ  આશ્રમમાંજ રહેતા હતા  . મારા બાપા એને ઓળખાતા હતા  . બાપાએ  માણેક લાલ  બાપાને વાત કરીકે મારા દીકરાને  કથા વાર્તા  લગ્ન  ,નડતા ગ્રહોના જાપ કરી આપવા   જોશ જોવો  મૃતક પાછળ ગરુડ પુરાણ વાંચી આપવું  એવી યજમાન વૃતિની  ભણતર નથી ભણવી  આવી યજમાન વૃતિ મારા પિતામહ  કાનજી બાપાએ     છોડીને  બાબી દરબારની નોકરી કરવાનું પસંદ કરેલું  .
મારા દીકરાને સંસ્કૃત સાહિત્ય  .કાલીદાસ , ભભૂતિ , માઘ   , વગેરેના કાવ્યો નાટકો શીખવા છે  . યજમાન વૃતિ  કરવા વાળા બીજા ઘણા બ્રાહ્મણો છે  .
 માણેકલાલ  બાપાએ  સંસ્કૃત ભણાવવા  માટે બહુ ખુશી થઈને હા પાડી  .મેં આશ્રમના  ધારા  ધોરણ પ્રમાણે  સંધ્યા  . દેવોની સ્તુતિઓ  મહિમ્ન સ્તોત્ર જેવા  સ્તોત્રો બહુ ઝડપથી  શીખી લીધાં આ બધું હું  એક દયારામ શાસ્ત્રી  તરીકે  ઓળખાતા  ગુરુ પાસે શીખી લીધું  . પછી મને એક  પંડિત રઘુનંદન  ઝા તરીકે ઓળખાતા  બિહારના   ન્યાય , વ્યાકરણ નાં આચાર્ય ની પદવી ધરાવતા   વિદ્વાન  ગુરુ પાસે  ભણવા મુક્યો  . ભારતમાં બિહાર  ,બંગાળ , અને કાશ્મીરના બ્રાહ્મણો સંકોચ વિના  માંસ અને માછલાં ખાય છે  . અહી આશ્રમમાં  આવું બધું ખાવાનું  પંડિતજીએ બંધ કરેલું  . બસ પછી  લઘુ સિધ્ધાંત  કોમુદી પંડિતજીએ  મને ભણાવવાની શરુ કરી  ,
नत्वा सरस्वती देवी  शुध्धाम   गुण्याम करोमि हम
पाणिनीय  प्रवेशाय  लघु सिद्धांत  कौमुदी   આ પંડિતજી પાસેથી હું  ચાર્વાક દર્શનના લખનાર  બૃહસ્પતિ  વિષે ઘણું જાણ્યું  .અને બીજું બીજું પણ હું એમની પાસેથી ઘણું શીખ્યો  . હું પંડિતજીનો  માનીતો થઇ ગએલો  . મારા પ્રશ્નોથી  એ બહુ ખુશ રહેતા  . એક વખત એને વાત કરી કે  એક વિધવા માનો   વધુ પડતો લાડમાં ઉછરેલો દીકરો હતો  .એ છોકરો  જયારે પોતાની 13 વરસની ઉમર વટાવી ગયો  .પછી એ માથાભારે થવા માંડ્યો  માનું કહ્યું તો ન માને પણ માને મારી પણ લ્યે  આ છોકરો જ્યારે પંદરેક વરસનો થયો ત્યારે  એની માં એના ત્રાસથી વાજ આવી ગઈ અને  એને ઘરમાંથી કાઢી મુક્યો  .આ છોકરો   કોઈના ખેતરમાં ઘુસી જઈ કાચું અનાજ  . ઝાડ ઉપર ચડીને   પક્ષીના માળા માંથી   ઈંડાં , બચ્ચાં ખાઈને પેટ ભરી લ્યે  અને રાત્રીના વખતે  જ્યાં ત્યાં  જમીન ઉપર સુઈ જાય  . પહેરેલે કપડે સ્નાન કરી લ્યે  .પછી થોડી રખડ પતિ કરે એટલે કપડાં શરીર ઉપરજ સુકાય જાય  .
એક વખત એ પક્ષીના ઈંડાં કે બચ્ચાં ખાવા માટે  ખજુરીના ઝાડ ઉપર ચડ્યો  . ઝાડ  ખાસ્સું ઊંચું હતું  . આ છોકરાની જેમ પક્ષીનાં બચ્ચાં ખાવા માટે  એક કાળો સાપ પણ ખજુરીના મથાળે ઠેઠ  પહોંચી ગએલો  . છોકરે  આ સાપને જોયો  એટલે એક પળનો પણ વિચાર કર્યા વિના  એક હાથે  ખજૂરી  પકડી રાખી અને બીજા હાથે  સાપને પકડીને નીચે જમીન ઉપર ફેંકી દીધો   .
નજીકમાં એક ઝાડ નીચે  ઓટા ઉપર એક સન્યાસી બેઠા હતા  તેણે  છોકરાને  ઝાડ ઉપર ચડતો હતો ત્યારથી  તેણે ઠેઠ  સાપને નીચે ફેંકી દીધો  . અને બચ્ચાના  રક્ષણ  માટે  છોકરાને ચાંચો મારતા  પક્ષીને પણ  હાથની ઝાપટ  મારી નીચે ફેંકી દીધેલું આ બધું દૃશ્ય  ઝાડ નીચે બેઠેલા સન્યાસીએ જોએલું  . છોકરો જ્યારે ખજૂરી ઉપર ચડતો હતો  ત્યારે તેને સન્યાસીએ   રોક્યો નહિ અને બધો તમાશો જોયા કર્યા  . ખજૂરી ઉપરથી નીચે ઉતરી  છોકરાએ  સાપને   હાથમાં અને  લીધો  સાપના માથાથી  નીચેનો ભાગ  ખાવા માંડ્યો  ધરાઈ  રહ્યા પછી  સાપને દુર ફેંકી દીધો  અને પક્ષી લઈને ચાલતો થયો  . ત્યારે  સન્યાસીએ તેને પોતાની નજીક બોલાવ્યો  . છોકરો સન્યાસીની પાસે ગયો  . અને પક્ષી નીચે મૂકી બે હાથ જોડી  સન્યાસીને પગે લાગ્યો  . સન્યાસીએ એને  આવા કૃત્ય બાબત કંઇજ પૂછ્યું નહિ પણ તું ક્યા રહે છે    . તારા માબાપ શું ધંધો કરે છે  વગેરે બધું પૂછ્યું  .સન્યાસીને છોકરાની હિંમત  , સાહસ  ,અને શક્તિ ઉપર બહુ માન થઇ ગયું   .સન્યાસીને વિચાર આવ્યો કે આ છોકરાની અમોઘ શક્તિ  ખોટી રીતે વેડફાઈ રહી છે  .
છોકરાને કીધું તું મને તારે ઘરે લઇ જઈશ ?  છોકરો બોલ્યો હું દુરથી મારું ઘર બતાવીશ  પણ તમારી સાથે હું ઘરે નહિ આવું  . જો હું ઘરે આવું તો મારી માસાથે ઝઘડો  થઇ પડે  . સન્યાસીએ છોકરાને     આશ્વાસન  આપતા કીધું કે હું તારી તરફેણ  કરીશ અને તારી માને  તારી સાથે કોઈ ગેર વર્તણુક નહિ કરવા દઉં  સન્યાસીને લઈને છોકરો ઘરે ગયો મા કશું  બોલે એ પહેલાં સન્યાસીએ તેને અટકાવી  .અને સન્યાસીએ   છોકરાને પોતાની સાથે લઇ જવાની માગણી ભણવા  કરી  અને તેને એક આશ્રમ માં  કે જ્યાં ખાવા પીવાનું કપડા અને રહે વાની અને ભણવાની  સગવડ છે ત્યાં હું એને મૂકી દઈશ  .છોકરો પણ ખુશી થયો અને એની માં પણ ખુશી થઇ  .વખત જતા છોકરો મહાન વિદ્વાન થયો  . પા એ જોવા માટે નતો એની માં રહી કે સન્યાસી  તેઓ  આ સંસાર છોડી દઈને પરલોક જતા રહેલા  .

અમેરિકામાં આ અભણ આતાએ કાર ખરીદી અને કાર ચલાવી

उद्यम:साहसं धैर्यं  बुद्धि शक्ति पराक्रम:
षडेते  यत्र वर्तन्ते  दैवो तस्य  सहाय कृत
હું  અમેરિકા આવ્યા પછી પ્રિન્ટીંગ પ્રેસમાં  નોકરી કરવા લાગ્યો  .
પ્રેસનો માલિક મી  . ચેસ  રશિયામાં જન્મેલા  અને જુવાનીમાં અમેરિકા આવ્યા  .તેઓ મારાથી બેએક વરસ મોટા    મારું કામ એને બહુ સંતોષ કારક લાગતું  . શરૂઆતમાં  મને બોલતાં કે લખતાં કે વાંચતાં ઈંગ્લીશ આવડે નહિ  ,એટલે મારે સખત મજુરીનું કામ કરવું પડતું  . પણ પછી બહુ સહેલું કામ કરવાનું આવેલું  . શેઠ મારા મિત્ર જેવા થઇ ગએલા   .મારી સાથે બહુ દિલ ખોલીને વાત કરતા  . તેઓ પોતાના અનુભવની વાત કરતા કહેતા કે  હું આ દેશમાં આવ્યો ત્યારે  હું સ્ટોરોની એડ વેટાઈ ઝની  પત્રિકાઓ લઇ  સાઈકલ ઉપર બેસી   ,ઘરોઘર આપવા જતો  . અને હાલ તમે જુવો છો એમ  સાડા ત્રણ લાખ  ઘરોમાં  એડવેટાઇઝ્નું   80 પાનાનું મેગેઝીન  દર અઠવાડિયે  ઘરો ઘર પહોંચે છે  .અને તે  સાઈકલ ઉપર બેસીને  સ્ટોરોની  જાહેર ખબરની પત્રિકાઓ  ઘરો ઘર પહોંચાડતો  રશિયન છોકરો અબજોપતિ છે  .
એક જોક જેવી વાત કહું છું   . હું થોડાક શબ્દો બોલતા શીખેલો  .હું  કોણ પ્રેસનો માલિક છે કોણ મેનેજર છે  .એની મને ખબર નો પડે અને અહીના માણસો  અધિકારી હોય એ પણ પોતાના માથા ઉપર મોટાઈનો ભાર લઇ ફરતા નથી હોતા  એટલે મારા જેવાને કયો ભાઈ શું છે એ ખબર  નો પડે બીજું અહીના માણસો  કર્મ ચારીઓ  દોઢ ડાયા થઈને  મારા જેવા કે જેને ઈંગ્લીશ  ન આવડતું હોય એવાને  કહેતા નો ફરે કે  આ માણસ શેઠ છે કે  કોણ છે  .અને શેઠ હોય એ પણ ફેકટરીમાં  મજુર જેવું કામ કરી લેતા હોય  એટલે મારા જેવાને કશી ખબર નો પડે
એક વખત લંચ બ્રેકમાં  હું લંચના બાંકડા ઉપર બેઠો હતો અને શેઠ આવ્યા  ,મારા કુશળ સમાચાર પૂછ્યા નોકરી બાબત પૂછ્યું તમને નોકરી ફાવે છેને ? મેં ઓલા બીજા કર્મ  ચારીઓ  રોદડા  રડતા હોય કે પગાર બહુ ઓછો હોય છે હું પણ એવી રીતે ખોટે ખોટાં લોલે લોલ  રોદડા રડતો હોઉં  બાકી મારા મનને પૂછો તો  હું દેશમાં માસિક 67 રૂપિયા કમાતો હતો  તેદી એક ડોલરના 13 રૂપિયા ભાવ હતો  અને પગાર ધોરણ પણ ઓ છું  હતું તે છતાં મારા દોઢ કલાકના પગારમાં દેશનો મહિનાનો પગાર થઇ જાય  હૂતો બહુજ   ખુશી હતો  .પણ  શેઠને મારા જેવો કર્મ ચારી સમજીને મેં જવાબ દીધો  .કામ  મહેનતનું  છે એનો મને વાંધો નથી પણ આ  શેઠ પ્રેસનો માલિક છેને ઈ બહુ લોભિયો માણસ છે  પગાર બહુ આપતો નથી  . શેઠ બહુજ શાંતિ થી બોલ્યા એવું નથી ,તમારો પગાર તમે દાખલ થયા ત્યારે  કલાકના બે ડોલર લેખે નક્કી કરેલું અને તમને સવા બે ડોલર લેખે પગાર નોતો ચૂકવ્યો  .
હવે આ જગ્યાએ  ભારત નો શેઠ હોયતો ? તમે કલ્પના કરો  તે  શું કહે  ? આ પ્રસંગ્નેતો ઘણો ટાઈમ થઇ ગયો  . પછી મને ખબર પડીકે જેને મેં લોભી કીધેલો એતો આ પ્રેસનો માલિક છે  પછી  અને જેની થાળીમાં  મારા જેવા હજારોનો  રોટલો છે  . પછી હું એની સાથે  કામ પુતિ વાત કરું અને એ પણ સંકોચાયને  , એક વખત શેઠે મને કીધું  . તમે  મારી સાથે વાત કરવામાં  જરાય સંકોચ ન રાખો તમે મારા મિત્ર છો અને ખરું મને પૂછતાં હોતો તમારા જેવો મિત્ર મને હજુ સુધી મળ્યો નથી  . પછી એ બહુ  ટીખળ કરે કોઈ નવી છોકરી દાખલ થાય તો મને પૂછે  . આ નવી છોકરી તમને કેવી લાગી  . પછી મને પૂછે  તમારા દેશમાં આવી છોકરી મળે તો એને તમે કેવી રીતે બોલાવો  ? મેં કીધું  એ છોકરી  ઓછાબોલી  શરમાળ જેવી છોકરી સાથે  કામ પુરતી વાત કરીએ  જો એની મશ્કરી કરવા જઈએ તો બીજે દિવસે એના ભાઈ પાસે માર ખવડાવે  અને  છોકરી  નખરા બાજ હોય અને આજુ બાજુ કોઈ ન હોય તો એમ કહીએ    क्यों  टम टम आज बन थान के किसका  भला करने जारही है  ,
आजे थेंक्स  गिविंग डे है  તો આજ એક પ્રસંગોચિત  વાત કરું છું  આ દિવસોમાં શેઠ  ટર્કી માટેની લોટરી કાઢે  , કોઈને પૈસા આપવાના  નહિ   . કમ્પ્યુટર  એકનું નામ કાઢે એને લોટરી લાગે  .એક વખત મને લોટરી લાગી 27 પાઉન્ડની  ટર્કી  મને મળી  . એક માણસ  વાત કરતો હતો કે હું 25 વરસથી નોકરી  કરું છું મને હજુ સુધી લોટરી લાગી નથી અને તમને વેજીટેરીયન  માણસને  લોટરી લાગી  . અમુક છોકરીયું પણ લોટરી કાઢે એક ડોલરની ટીકીટ રાખી હોય  . મારી પાસે ત્રણ છોકરીયું આવી અને મને   પૂછ્યું ટર્કી  રમવી છે ? મેં કીધું  ટર્કીયુ  માટે હું ઘરડો છું  . એક છોકરી બોલી અરે રમ  તુને        ટર્કી યુ  જુવાન કરી દેશે  .
એક વખત મને શેઠે કહ્યું  (આ વખતે હું બહુ આરામની નોકરી કરતો )  તમે કાર ચલાવતા શીખી જાઓ  તો તમે ઘણા  સ્વતંત્ર  થઇ જાઓ  તમને રાઈડ માટે  તમારા ભાઈની  મદદ ની જરૂર ન રહે અને તમે કાર ખરીદી લ્યો  હું તમને ઉછીના પૈસા આપીશ  .  મેં કીધું શેઠ   આ કાર ચલાવવા માટે  જે રીટર્ન ટેસ્ટ આપવો  પડી ઈ ટેસ્ટમાં પાસ ન થાઉં  કેમકે મને ઈંગ્લીશ આવડે નહિ  . તો શેઠ બોલ્યા આ નેગેટીવ ચેક કરી શકો છો  .એના કરતાં લેખિત પરીક્ષા  સહેલી હોય છે  . અને હું તૈયાર થયો  . આમેય મેં અમેરિકા આવતા પહેલા નક્કી કરેલું કે  આ દેશમાં  મારે કામ ચલાઉ  ઈંગ્લીશ બોલતા શીખી જવું  કાર ચલાવતા શીખી જવું  ઘરની કાર ખરીદી લેવી અને ઘણું પોતાનું ઘર હોઉં  અને કોઈને મદદ કરી શકું એટલા  પૈસા મારી પાસે જમા હોય  .
મને શેઠે  ડ્રાયવર  મેન્યુઅલ  મગાવી દીધું  .મેં મારા ભાઈને કર ચલાવતા  શીખવાનો છું ભાઈએ ચોક્ખી  નાં પાડીકે તમારે જોખમ ખેડવાની શી જરૂર છે  અમે તમને નોકરી કરવા  માટે લઇએ   લાવીએ છીએ  મારા ભાઈનો વિરોધ હોવાથી મેં  કાર શીખવા બાબતની વાત છુપી રાખી હતી  . હું મેન્યુઅલ વાંચીને તૈયાર થઇ ગયો  મારા ઉપર ભાવ રાખતી  મહિલાઓની મદદથી  . મેં શેઠને વાત કરીકે હવે મને વિશ્વાસ છેકે હું લેખિત પરીક્ષામાં  પાસ થઇ જઈશ  ,શેઠે એક મહિલાને મને પરીક્ષા આપવાના  ઠેકાણે લઇ જવા માટે  કીધું અને મને કીધું કે પરીક્ષાનું જે પરિણામ આવે એની સૌ  પ્રથમ મને જાન કરજો  . અને હું એકલ દંતા  મોટા પેટવાળા  લાંબી સૂંઢ વાળા અને  ઉંદરડાના  વાહન વાળા ગણપતિ દાદાનું  સ્મરણ કરીને  પરીક્ષા આપવા ઉપડ્યો  પરીક્ષક  મહિલા હતી  આ મહિલાઓનો પરિબળ વાળો દેશ  જ્યાં જુવો ત્યાં મહિલાઓજ ભટકાય  ..
મેં પરીક્ષા આપી  અધિકારીએ  પેપર તપાસ્યું  .  અને મને   સારી રીતે પાસ થયાના  શુભ સમાચાર  આપ્યા આ શુભ સમાચાર સાંભળવાનું મને પાછું મન થયું એટલે મેં લેડીને પૂછ્યું શું કી ધુ   ? લેડી બોલી તમે બહીજ સારી રીતે પાસ થઇ ગયા છો  . અને મેં શેઠને  ફોન કરીને  શુભ સમાચાર આપ્યા   . શેઠે  તાબડતોબ  કેક મગાવી    અમારા વિભાગના  માણસોને ભેગા કરી  નાનકડી  પાર્ટી રાખી  . કેક ઉપર  મોટરને લગતા  ચિન્હો નાં ચિત્રો દોરવ્યા।  અને પછી  કાર ચલાવવા માટે કલાકના પાંત્રીસ  ડોલર  આપી  કાર શીખ્યો  . અને સુબરું કાર ખરીદી   કાર શીખવાડ નાર  લીંડા  નામની  મોટા સ્તન વાળી  મહિલા હતી  .

બ્રેકમાં

ભાગ્ય માણસને ક્યાં નો ક્યાં મૂકી દ્દ્યે છે.#2

મને મારા ભાઈ પ્રભાશંકરે  અને એની વાઈફ એલિઝાબેથે વિઝીટર વિસા ઉપર અમેરિકા તેડાવ્યો એ વાત હું કહી ચુક્યો છું  .
મારો ભાઈ અને એની વાઈફે મને અમેરિકા  ફરવા આવવા તેડાવતા પહેલાં તેઓ  ભારત ફરવા આવેલા આ વખતે મેં  મારાથી બને એટલું અને તેઓને ગમે એવું સ્વાગત કરેલું  .એલિઝાબેથને ભેંસ ઉપર સવારી કરવી ઊંટ ગાડીમાં બેસાડી  મારા એક ખેડૂત સગાની ઝુલુથી શણગારેલી બળદ ગાડામાં બેસાડી એકાદ માઈલની રાઈડ આપી  .બસની ભીડોમાં બેસાડીને અનુભવ કરાવ્યો  .પણ ગામડાના માણસો  સીટ ઉપરથી ઉભો થઇ જાય અને એલિઝાબેથને બેસાડે  . આ વખતે  ગામડાઓમાં શોચ ક્રિયા  માટે ખુલ્લામાં ઉકરડે અથવા સીમમાં દુર જવું પડતું ટોઇલેટ પેપરને બદલે પાણીનો ઉપયોગ કરવો પડતો  .ખોરાક પચે નહિ ઝાડા ઉલટી થઇ જાય  . આવી બધી તકલીફો એલિઝાબેથે હસ્તે મોઢે સહન કરી અને પોતાના પતિના સગા વહાલાના અને સબંધીઓના  ઉછળતા પ્રેમનો અનુભવ  કર્યો  . તે છતાં તેણે અને  મારા ભાઈએ  ભારતનો સાડા ચાર મહિના  પ્રવાસ કર્યો  .એલીઝાબેથતો ગામડીયાના પ્રેમથી એટલી અંજાઈ ગએલી કે  હજી સુધી યાદ કરે છે  .ભારતના જે ચોરી છેતર પીંડી  ભિખારી વૃતિનો  જરા સરખો અનુભવ થવા  નહી  દીધેલો  , દિલ્હીમાં એક ટેક્ષી ડ્રાઈવર જરાક દાદાગીરી  કરીને વધુ પૈસા પડાવવાની કોશિશ કરી જોઈ  આ વખતે મારો ભાઈ ગુજરાત સમાજમાં ગએલો  એટલે ટેક્ષીવાળો   ગુજરાતી અને તેની સાથે ગોરી જોઇને  થોડી દાદાગીરી કરીને  પૈસા પડાવવાની  કોશિશ કરી જોઈ અને 6 ફીટના ઊંચા અને મજબુત ભાઈ સામે સાડા પાંચ  ફૂટયા અને   દુબળા  પાતળા અને સફેદ દાઢી વાળા  ટેક્ષી વાળાએ બાયો ચડાવી અને પછી જ્યારે ભાઈએ  ભાઈએ બાયો ચડાવી અને મુક્કો ઉગામ્યો એટલા  ભાગ્યો।  બસ આ એલીઝાબેથ માટે  થોડો કડવો અનુભવ  હતો   .
પણ મારા ભાઈ કરતાં એલિઝાબેથને મને અમેરિકા તેડાવવાની ખુબ  ઈચ્છા થએલી મારા ભાઈની એવી ઈચ્છા હતી કે મારે  અમેરિકા રોકાઈ રહેવું  અને પછી  અલીગલને લીગલ  થવાનું જાહેર નામું  બહાર પડે ત્યારે લીગલ થઇ જવાનું   . જયારે  ત્રીજી વખત  વધુ વિસા મળવા માટે અરજી કરેલી  ત્યારે એનો કશો જવાબ આવ્યો નહિ  . આ વખતે મને કોઈને ન કહેવાય એવી ચિંતામાં ઘેરાઈ ગએલો  .  હું ચિંતા મુક્ત થવા  મારા મનને  બીજે વાળવા કોશિશ કરતો  પણ મારી કોઈ કારી ફાવી નહિ  . લોકો અમેરિકા ફરવા આવે છે એનું વજન વધી જાય છે  . જયારે મારું વજન  36  શેર ઘટી ગએલું  હું સાવ દુબળો પડી ગએલો  .અમેરિકા માં મને બે વરસ થવા આવ્યાં  ,એવામાં મને મારા ખાતા મારફત કાગળ આવ્યોકે  જો તમે બે વરસ સુધી નોકરી ઉપર નહિ ચડો  તો  તમે તમારી નોકરી ગુમાવશો કેમકે કાયદો એવો છે કે કોઈ બી સરકારી નોકર  ગમેતેવા કારણસર  બે વરસ સુધી  નોકરી ઉપર હાજર ન થાય  તેમને  નોકરી ઉપરથી છુટ્ટા ગણી લેવામાં આવે છે  . આ વખતે મારા ભાઈએ  અને દીકરાએ કહેલું કે  હવે તમે નોકરી નહિ કરતા  તમે હાડમારી ભરેલી અને જોખમી નોકરી  ઘણી કરી હવે તમને અમે તમારા પગારથી ડબલ પગાર આપીશું અને રહેવા માટે તમને એક  ઘર ખરીદી આપીશું અમદાવાદમાં કે તમને ગમે તે ગામમાં  . પછી મારો દેશ ભેગા થવાનો મારો નિર્ણય જોઈ મને  મારા ભાઈએ   પ્લેનની ટીકીટ લઇ આપી એક નવા દેશનો અનુભવ થાય એ માટે  મને અઈસ્લાંડ અને ઇંગ્લેન્ડ થઈને  ભારત જવું એવી ટીકીટ લઇ આપી  અને મને રોકડા પૈસાના બદલે ટ્રાવેલ ચેક આપ્યા  .સૌ ને એવો ક્યાલ હતો કે આ ચેક રેલ્વેની ટીકીટ લેવા રેસ્ટોરામાં જમવા ટેક્ષી ભાડા માં બધે  ચાલશે અને દુનિયાના  કોઈ પણ દેશમાં ચાલશે  . પણ આ ખ્યાલ ખોટો હતો  . હું  ન્યુ યોર્ક  કેનેડી એરપોર્ટથી  અઈસ્લાંડ આવ્યો અહીંથી મારે પ્લેન બદલવાનું હતું  . નામ અઈસ્લાંડ પણ મેં ક્યાય અઈસનું તલ્કું જોયું નહિ  ક્યાય ઝાડ પાન પણ જોવામાં આવ્યું નહિ સુસવાટા  મારતો ઠંડો પવન હતો  . હું ઇંગ્લેન્ડ  જતા પ્લ્રેનમાં બેઠો  જોરદાર ધુમ્મસ હતો  નીચે કશું દેખાય નહિ કોઈ વખત  થોડો સમુદ્ર દેખાય  પ્લેન ઈંગ્લેન્ડના ગ્લાસગો  શહેરના એરપોર્ટ ઉપર  થોડી વાર ઉભું રહ્યું  . પેસેન્જરોની ચડ ઉતર થઇ  અને પ્લેન લંડનના   હિથ્રો કે ગેટવિક   એર પોર્ટ ઉપર ઉભું રહ્યું  .અહીંથી  બીજા એર પોર્ટ  ઉપર જવાનું અને એ બીજા એર પોર્ટ ઉપર જવા માટે  લંડન  શહેર અંદરથી પસાર થવું પડે  , ઇંગ્લેન્ડ માં અનેક તરકીબો કરીને ઘુસતા હોય છે  . મારા માટે   ઈંગ્લેન્ડના  ઈમીગ્રેશન વાળાએ  એવું અનુમાન કર્યું કે હું  ઘુસણ ખોર છું  . એટલે  મારી બહુ પૂછ પરછ કરી  અને મને ટેક્ષી દ્વારા  આ ટેક્ષી વાળો મને બીજા એરપોર્ટ ઉપર મૂકી જાય   અને સત્તાવાળાઓની  સહી લ્યે કે આ માણસને  સહી સલામત એર પોર્ટ ઉપર મૂકી આવ્યો છે  .મને ટેક્ષીનું  ભાડું આપવા માટે   ડોલરના પાઉન્ડ કરવા માટે ડોલર માગ્યા મેં કીધું મારી પાસે  ડોલર  નથી પણ ટ્રાવેલ ચેક છે  . તો એ નહિ ચાલે એવું કીધું  એટલે મને ઇમિગ્રેશનનો  કર્મચારી  પોતાની કારમાં બેસાડીને   એર પોર્ટ ઉપર મૂકી ગયો   . મફતમાં   અહી  પણ  મફતલાલની મફત ગીરી ચાલી  . હું મનમાં એટલો રાજી થયો કે  એક અમદાવાદના પોલીસ વાળાને  ઇંગ્લેન્ડનો ગોરો સરકારી માણસ પોતાની કારમાં  માનસર   કારનું બારણું ખોલીને  બેસાડ્યો  .

ભાગ્ય માણસને ક્યાં નો ક્યાં મૂકી દ્યે છે .

. હું મારા  ભાઈના બોલાવવાથી  અમેરિકા જવા માટે       મેં તે વખતના ડી એસ પી  ડેબુ (પારસી)  સાહેબ પાસે બે વરસની  રજા માગી   તેણે મને પૂછ્યું  આટલી લાંબી રજા શા માટે  જોઈએ છીએ મેં કીધું  સાહેબ મારે અમેરિકા જવું છે  . ત્યાં તમારું કોણ છે   ત્યાં મારો ભાઈ અને દીકરો છે  એ મને ત્યાં ફરવા માટે બોલાવે છે  . તેઓ બોલ્યા મેં સાંભળીયુ છે કે એક પોલીસનો દીકરો અમેરિકા છે એ તમારો દીકરો હશે  બરાબર મેં હા પાડી પછી તેઓ બોલ્યા  બે વરસની રજામાં તમને  થોડો પુરતો પગાર મળશે થોડો અર્ધો મળશે અને બાકીની રજા તમને વગર પગારે મળશે સમજ્યા ? મેં કીધું હા
મને ત્રણ મહિનાનો વિજીટર  વિસા મળ્યો   હું કુવેત થઈને અમેરિકા  ન્યુ યોર્કના  કેનેડી એર પોર્ટ ઉપર ઉતર્યો  1969 માર્ચની 19  તારીખ હતી    .અહીંથી મને માંરોભાઈ અને તેની વાઈફ એલીઝાબેથ  પોતાને ઘરે   ન્યુ યોર્ક શહેરથી 90 માઈ દુર  પોતાના ગામ મહોપેક લઇ ગયાં  ,મારા ભાઈનું ઘર સવાબે એકરની પ્રોપર્ટીમાં છે  . ઘરની આસપાસ  ઘાસનું  થોડું મેદાન છે  બાકીની જગ્યામાં  ઘાટું જંગલ છે  . ઝવેરચંદ  વાર્તા નાં વર્ણન  પ્રમાણે સસો ખાલ મેલે  એવી    ઘાટી ઝાડી  આ સમયે  કેનેડાના  મોન્ટ્રીયલ  શહેરમાં વિશ્વ મેળો હતો મને ઈંગ્લીશ જરા  પણ  બોલતા કે સમજતા નો આવડે  તેમજ અહીના રીવાજ થી સાવ અજાણ      મારા ભાઈના સસરા  પક્ષ ના  માણસો બધા અમેરિકાનો   હું જ્યાં મેમાન થાઉં  ત્યાં બધા મને પ્રેમથી આવકારે  સ્ત્રીઓ ભેટે બકીયું ભરે હું કોઈ સ્ત્રી મને ભેટવા આવે તો  ભડકીને આઘો જતો રહું   . મને સમજાવ્યો કે  આ દેશમાં  સ્ત્રીઓ પુરુષોને ભેટે છે એને બકીયું  ભરે છે  એ અહીની પ્રથા છે  . સ્ત્રી તમને બકી ભરે અને તમે ભાગો એ સ્ત્રીનું અપમાન તમે કરો છો એવું મનાય માટે તમારે  તમને બાથે વળગે  તો તમારે પણ બાથ ભીડવી  બાકી ભરેતો તમારે પણ સામી બાકી ભરવી  . પછી હું  બરાબર રિવાજનો જાણીતો થઇ ગયો  . તે લોકોની મદિરાની પ્યાલીઓને હું સફરજનના  રસની પ્યાલી અડાડીને  રસ પીવા માંડ્યો  .

આતાને મળ્યો એવોર્ડ

આતાના વ્હાલા વાચકો,

આનંદો……આનંદો……આનંદો……આનંદો……

    આપણા જાણીતા (બે)ખબર પત્રી શ્રી. ડો. કનક રાવળ પાઠવે છે…..બહુ જ ઉત્સાહ પમાડે તેવા સમાચાર.

એતાન શ્રી હિમ્મતલાલ જોશીની સેવામાં.
આપનો ક્રુપા પત્ર વાંચીને એક અન્ય અનામી મિત્રના પ્રતિભાવો અંહી પાઠવું છું. આ અદભુત સમાચાર તો વધાવી લેવા જેવા છે.

દેશિગાના રાજકુમાર
એક આદર્શ બ્રહ્મચારી
પુરવાર થઈ ગયા છે.

     તેમની સ્ત્રી-પુરુષોના સબંધોની વિગતો ઉપર બ્રહ્માજી સુધી પહોંચી ગઈ હતી એટલે તેઁમણે ચિત્રગુપ્તને સુચના આપી. પરિણામે કુમારશ્રીનું પારખું લેવાના આશયથી ચિત્રગુપ્તે એક આધુનિક અપ્સરાને નખરા કરી તેમને લોભાવવા મોકલી

Apsara

           પણ  તેના મન-વચન-કર્મથી કુમારશ્રી ચલિત ના થયા.

એટલે બ્રહ્માજીએ કુમારશ્રી ને “આદર્શ સર્વોચ્ચ બ્રહ્મચારી સેક્સાચાર્ય” નો ઈલ્કાબ આપ્યો.
DSCN0567

नरेशकुमारशाद कहता हैकि मुझे किस किसने शराब पीना सिखाया

ઘણી ઉર્દુ શેર  શાયરી સંસ્કૃતના છંદોની  રચેલી હોય છે  .
ला पिलादे साक़िया पैमाना पैमानेके बाद
होशकी बाते  करूँगा  होशमे आनेके बाद
આ હરિગીત છંદ છે  .
એક મુવી શહીદ આવેલું 1948 -49  માં એમાં એક ગીત હતું   .
वतनकी राहमे वतनके नव जवान  शहीद हो  .આ ગીત રાવણે શિવના તાંડવ નૃત્યના વર્ણન વાળું સ્તોત્ર
जटा कटाह  ની ઢબે ગાઈ શકાય છે  .આ  આખું સ્તોત્ર
बृहद स्तोत्र रत्नाकर  નામની બુકમાં આખું વાંચવા મળશે  .
अब मैं आपकी खिदमतमे  पेश करता हुँ  वो नरेश कुमार शादके   सौजन्यसे  है  जो”  उमराव जान ”   मूविका गीत “दिल चीज़ क्या   है  आप मेरी जान लीजिए ” इस क़दर गाया जा सकता है   जनाब कनक रावलने  एक  वीडियो कंप्यूटरमें  ये गीत  जो चीनकी लड़की  गाती है  वोह  डालाथा
तो अब आप “नरेशकुमार  शाद ” वाला गीत पढ़िए
बहकी हुई बहारने  पीना सीखा दिया
बदमस्त बर्गो बारने  पीना सीखा दिया  1
पिताहूँ इसी लिएकी  जीना है  चार दिन
मरनेके इंतज़ारने  पीना सीखा दिया  २
दुनियाके कारोबारथे  इस दर्ज़ा  दिल शिकन
दुनियाके कारोबारने  पीना सीखा दिया   ३
ग़म हाये रोज़गारको  जब हम न पि सके
ग़म हाये रोज़गारने  पीना सीखा दिया   ४
अये “शाद ” हमतो  अपनी तरफ़तहे से  मोहतरीज़
याराना मयगुसारने   पीना सीखा दिया   ५
બહકી હુઈ બહાર = વકરી ગએલી વસંત ઋતુ
બદમસ્ત = કામવૃત્તિ જગાડનાર
બર્ગોબાર = ફૂલ પાંદડા  વેરણ  છેરણ પડ્યા હોય  .
ઇન્તઝાર = રાહ જોવી
દુનીયાકે કારો બાર = સંસારના વહેવાર
દિલ શિકન = મન ભંગ કરનાર
ગમ્હાયે રોજગાર = દુનિયાના દુ:ખો
મોહ તરીઝ = દૃઢ  નિશ્ચયી
યારાના = મિત્રતા
મયગુસાર = શરાબી મિત્રો

આતો ઘા ભેગા જીવડા .

મારા એક વણિક પુત્ર મિત્ર છે  .કે જે મને કોઈને મારે ઇંગ્લીશમાં કાગળ લખવો હોય તો લખી આપે છે  .હું એની પાસેથી અનાયાસે ઘણું શીખું છું  .આ એ મિત્ર છે કે જે પીતરી પાસે કતલ કરાવવા  રોકના નહિ અનેભાગી ગયા  ,એ વાતની આપને ખબર છે  . હું મિત્રોમાં  પીતરી વાળી વાત કરું તો તે બોલે  નાં હો હું નહિ  કોઈ બીજો હશે  ,તમે ભૂલી ગયા  , હું એને કહું કે આમાં તમારા માટે કશું ખરાબ નથી  . તમે તો સજ્જન કહેવાવ  કે હું છોકરીયુને લેપરા વેળા   દઉં છું  ,ત્યાં તમે ઉભા નથી રહેતા  .લોકો  મારા  ઉપર  ફિટકાર વરસાવે  કે તમારાં ધોળાંમાં  ધૂળ  પડી  તમારે  છોકરીઓને  આવાં  નખરાં   નો કરવા દેવાં જોઈએ  . પણ તમને તો લોકો સજ્જન કેવાના  .
તેમના કહેવા પ્રમાણે  કોઈ કશું કવેણ   કહી જાય તો ગુસ્સો ન કરવો  એમાં સામા માણસ કરતા  વધારે  તમને પોતાને નુકસાન થાય છે  .બીજું દુ :ખ  પણ લગાડવું નહિ  .એનાથી પણ પોતાની જાતને નુકસાન થાય છે  .પણ જો દુ:ખ ને નજીકજ જો નો આવવા દઈએ તો લાગે પણ નહિ અને  દુ:ખી   થવાય પણ નહિ  . હું એક વાત લખવાનો છું  ,એ વાત મેં એને કહેલી છે  .એ કહે  કે આમાં થોડી નબળાઈની વાત આવે છે પણ પાછી હોશિયારીની વાત આવે છે એટલે  તેને માઠું નહિ લાગે  , પછી તે મને પોતાનો દાખલો આપે કે  ઓલા ગપોડી ભાઈના  ગપ્પા  કોઈ સંભાળવા તૈયાર નથી  . એને મિત્રો મોઢા ઉપર કહે છે કે  તમો એ ને  એ  વાત હજાર વખત   કહો છો  તમને બીજું કઈ  આવડે છે કે નહિ  , હું એમ કદી  નથી કહેતો   હું એ વૃદ્ધ માણસનું દિલ તોડીને એને  દુ:ખી  કરવા  માંગતો નથી  ..એટલે એ મારા ઉપર ખુશ રહે છે  .
હવે હું એક વાર્તા લખું છું  .જે એ ભાઈ  કે જેણે  મને કીધું કે આ તમારી વાર્તામાં કોઈને  દુ:ખ   થાય એમ નથી  ,  પણ સાથે સાથે એવું પણ કીધું કે મેં  આ વાર્તા  કહેવાની તમને સલાહ આપી છે એવું મારું નામ  ન આપતા ,
એક વરસ ચૈતર  મહિનામાં  ધોધ માર વરસાદ પડ્યો  .નીચાણ વાળાં  ખેતરો અને ખાડા  ખાબોચિયાં  પાણીથી  છલો છલ  ભરાઈ ગયાં  . એટલે ગામના વણિક પુત્રોને   વિચાર આવ્યો કે  આવા ખેતરોમાં  કપાસ કે અનાજનું વાવેતર ન થઇ શકે  કેમકે  વૈશાખ મહિનાનો  ધોમ તડકો  એ વાવેતરને બાળી  નાખે  કેમકે આ વરસાદ ક્મોસમનો છે  . પણ જો  પાણી ઉતરી ગયા પછી  જો ચીભડાં    વાવ્યાં  હોય તો બરાબર જામે  . અને એવાત બધાને ગમી  એટલે  એમણે  આ  પાણી ભરેલા  ખેતરો વાળા  ખેડૂતને  એમાં વાવેતર કરવાની વાત કરી  . ખેડૂત બોલ્યો  અત્યારે વાવેતર કદી   થતું હશે ?   ખેતી કરવાનું  તમારું કામ નહિ  .  વાણીયા  બોલ્યા  .તમે અમને ખેતરમાં વાવવાની  છૂટ આપો  .કશું થાય તો ભલે નહીતર અમે સમજશું કે વેપારમાં ખોટ ગઈ  , બધાએ નક્કી કર્યું કે આવા માઠા  વરસમાં  ચીભડાં ના  પણ ચોર હોય એટલે જો કોઈ ચોરી કરવા આવે તો આપણે  મદદ માટે કોઈને બોલાવીએ તો રાજપૂત  ,ગરાસીયાના નામથી  બોલાવવા   બધી વાત નક્કી થઇ ગઈ  .
અને ચીભડાં  બરાબર પાક્યાં  એક રાતે ચોર આવ્યા  ગરમીની સીઝન  હોવાથી  બધા ઉઘાડે  શરીરે હતા  ,     જેના ખેતરમાં  ચોર ઘુસ્યા  અને પાકાં  પાકાં  ચીભડાં  પછેડીમાં  મુક્યાં   એટલામાં વાણીએ  મદદ માટે બુમ મારી કે એ છગન  સિંહ  સોલંકી  એટલે  ચોર ગભરાયા એને એમ થયું કે આતો ગરાસીયાના   ખેતરો છે  , એટલે  ચોર ભાગ્યા પણ ભાગતા  પહેલાં  એક ચોરે પાકા ચીભડાં  નો ઘા માર્યો  . રસદાર ચીભડું  ફસકી પડ્યું અને એના ગરભના લોચા અને બી શરીરે  ચાલવા માંડ્યા  વાણીયો ગભરાયો  એને એમ કે  મારા શરીરમાં ઘા ભેગા જીવડા પડી ગયા  . તે  ગરભના લોચા અને બીને  શરીર ઉપર રોકીને  દોડતો  ઘરે ગયો  .અને  એની વાઈફને ઉઠાડી  અને બોલ્યો  જલ્દી આવો મને ચોરે  માર્યો છે  એના એકજ ઘાથી માંસના  લોચા નીકળી ગયા અને મને ઘામાં જીવડા પડી  ગયા  .ઓય બાપા હું મરી ગયો એમ ચસકા  પાડવા લાગ્યો  . શેઠાણીએ એના દીકરાની વહુને  ઉઠાડી  અને કીધું જલ્દી દીવો કર  આ તારા  સસરા  ઘાયલ થઇ ગયા છે  , શરીરમાં    જીવડા પડી ગયા છે  . દીવો કરીને જોયું તો  શેઠના શરીર ઉપર ચીભડાંનો  ગર્ભ અને  બી હતાં   .   શેઠ બોલ્યા  હત્ત  તેરીકી  આ તો ચીભડાં  નો ઘા  એમાં હું  ઓલા   હિંમતલાલ  જોશી   બોમણ  ભાઈના જેવો  ઢીલો ઢફ  થઇ ગયો  .

એક દિ ભાઈ ચારો વધી જાશે .

એવું ભારતનાં પ્રાચીન ગ્રંથો કહે છે કે અત્યારે ચોથો યુગ કલિયુગ ચાલે છે  જેમાં મનુષ્યો સુખ શાંતિથી ભાઈ ચારાથી નહિ રહે  .
યહૂદી, ક્રિશ્ચિયન , ઇસ્લામ વગેરે કેટલાક ધર્મોના કહેવા પ્રમાણે એક શયતાન  નામનો એક શક્તિ શાળી અસંસારી પ્રાણી છે એ  બહુ શક્તિશાળી છે  .જે  સ્વર્ગ , માં પણ આવ જા કરી શકે છે  . તે માણસોને ઉંધા ચીતું સમજાવીને ધર્મ ચ્યુત  કરે છે ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે  શયતાન જેવું કોઈ પ્રાણી નથી  .પણ આખો એક યુગજ એવો હોય છે કે  જે યુગમાં અનીતિ અન્યાય બહુ હોય છે  . ક્રિશ્ચિયન ના એક સંપ્રદાય પ્રમાણે અત્યારે દુનિયામાં શયતાન નું રાજ્ય ચાલે છે  .એટલે અધર્મ અનીતિ અન્યાય  ,ખુબ છે  .હજી પણ આવું બધું ખુબજ ચાલશે  .પછી  ગોડ નું રાજ્ય આવશે એટલે  તે શયતાનને   પકડીને પૂરી દેશે અને અનીતિ આચરનારા માણસોનો પણ નાશ કરશે  .અને બધે શાંતિ શાંતિ પ્રસરી જશે  . તે વખતે  કોઈ માણસ  મરશે અને જે મૃત્યુ પામ્યા છે એ પણ સજીવન થઇ જશે    .તેને વૃધ્વસ્થા પણ નહિ આવે એ કદી બીમાર પણ નહિ પડે  અને કોઈ જાતની એને તકલીફ નહિ પડે   . અને પૃથ્વી ઉપર  સ્વર્ગ જેવી  સુખ સગવડો  થઇ જશે એમાં પણ જે ઉચ્ચકોટીના  મનુષ્યો હશે  એ  જે આકાશમાં સ્વર્ગ છે  ત્યાં વસવાટ કરશે .
એક ગુજરાતીમાં ભજન છે કે
ઉત્તર ખંડેથી સાયબો આવશે  ભેળા અર્જુનને ભીમ  કળજુગ ઉથાપી સતજુગ સ્થાપશે  .
હઝરત આદમ પહેલા સ્વર્ગમાં  ગોડના  ખાસ સેવક હતા  .પણ એને શયતાને લલચાવ્યા   શયતાન નાગનું રૂપ લઈને આવેલો  .
સ્વર્ગમાં અદન  નામે બગીચો  છે  .એમાં અનેક પ્રકારના સ્વાદિષ્ટ  ફળો વાળાં  વ્રુક્ષો છે  .એમાં એક ઝાડ  છે તેનાં  ફળો ખાવાની   ગોડે   મનાઈ ફરમાવેલી   એક દિવસ શયતાન  નાગનું રૂપ લઇ અને આદમ પાસે આવ્યો  .અને ગોડના હુકુમનું ઉલલ્ઘન કરવા લલચાવ્યો અને આદમ ને કીધું કે તું જો આ  ઝાડનું  ફળ  ખાતો તારામાં   અદ્ભુત  દિવ્યતા આવશે  .આદમ શયતાનના  બહેકાવવામાં  આવ્યો અને ફળ ખાધું   પછી ગોડે  એને સ્વર્ગમાંથી  કાઢી મુક્યો અને પૃથ્વી ઉપર મોકલી આપ્યો  .પણ એટલી ગોડે  દયા કરી  કે  આદમને  મનુષ્યો ઉત્પન્ન કરવાની છૂટ આપી  .   આપણે  સહુ  આદમના વંશજ છીએ એટલે આપણે  આદમી  અથવા આદમ જાદ  કહેવાઈએ છીએ  .
દરેક માણસો શાંતિ ઈચ્છે છે  . નિર્દોષ મનુષ્યો  સ્ત્રી બાળકો પુરુષો વગેરેને  ઠંડે કલેજે  નિર્દય રીતે મારી નાખનારાઓને પણ તમે પૂછો કે આવું ઘોર કૃત્ય  તમે શા માટે કરો છો તો તેઓ જવાબ આપશે કે શાંતિ માટે  .
હવે ગોડ  જે અત્યારે ચાલે છે એ શયતાનના રાજ્યને  ઉથલાવીને પોતાનું રાજ્ય સ્થાપશે ત્યારે  શું થશે  એ જાણવા માટે નીચે લખેલું ભજન સાંભળો  .
ભાઈ ચારો વધી જાશે એ ભાયું બેનું  ભાઈ ચારો વધી જાશે  જગતમાં ભાઈ ચારો વધી જાશે
હાઁ  નાત જાત ધર્મ ભેદ ભૂલી જઈને માનવી એકઠાં  થાશે હે ભાયું બેનું માનવી એકત્ર થશે  .એકત્ર થએલાં  માનવીના પછી નવાં  નવાં  શાસ્ત્રો લખાશે  એ ભાયું બેનું  ભાઈ ચારો વધી જાશે  .
હાઁ વાઘ બકરી બેય હાથ પકડીને પાણી પીવા  જાશે  ,સિહણનાં  બચ્લાં  કાકડી ખાશે  . ચિત્તાનાં  બચ્લાં માંડવી ખાશે
હેજી પડ બકરાનો ભોગ તજી ભવાની કેળાં  પપૈયાં  ખાશે આ જગમાં ભાઈ ચારો વધી જાશે
હવે ભગવાનને  જન્મ લેવા માટે સંસારમાં કોઈ  કોશલ્યા કે દેવકી જેવી માતા  નજરે ચડતી નથી    . એટલે
ધરતી ફાડી પ્રભુ પ્રગટ થાય તો આવા દિવસો દેખાશે
જગતમાં ભાઈચારો  વધી જાશે  .
હાઁ ” આતા “કહે આવા દિવસો આવવાની વાટડી  જોયા કરશે
એ ભાયું બેનું  ભાઈ ચારો વધી જાશે

ભાનુમતીના જોક

   આ છબી પર 'ક્લિક' કરી સ્વ.ભાનુબાની ખુમારીને અંજલીરૂપ  સત્યકથા વાંચો

     એક ભાઈ પણ બહુ જોક કહે પણ એની વાઈફનું નામ ન દે. એક બોલકા બેને તે ભાઈને કીધું  આ હિંમત કાકા  ભાનુબેનના બહુ જોક કહે છે  .પણ તમે તમારી વાઈફના જોક કદી કેતા નથી   .પછી અમને એમ લાગે કે તમે તમારી વાઈફથી  ગભરાતા હશો  .
તે ભાઈ કહે, “ના! ના! એવું નથી. મારી વાઈફ પણ ભાનુબેનની જેમ સાંભળી લ્યે. પણ કશું મારી સામે બોલે નહિ.  આવતી વખતે હું એના જોક કહીશ.”

     ઘરે ગયા પછી એની વાઈફને કરગરીને કીધું કે, “આ ગુરુવારે સેન્ટરમાં  મને તારા જોક કહેવા દેજે.  તારા ધણીની કોઈ વાહ વાહ કહે એ તુને નથી ગમતું.? “

     બહુ હાથે પગે લાગીને સમજાવી  ત્યારે એ માની પણ શરત મુકી કે,  “ફક્ત એક જોક કહેજે.”

     ધણી કહે, “સાવ એક જોક કહેવો યોગ્ય ન કહેવાય.”

     પછી એની વહુ કહે, “તો બે જોક કહેજે.  પણ આથી  વધુ અર્ધો જોક પણ કહેતો નહિ .”

     ભાઈ કબુલ થયા  ગુરુવારે  એ જોક કહેવા બેઠા  અને તાનમાં   ને તાનમાં  બે જોક વાળું વચન યાદ નો રહ્યું; અને ત્રીજો જોક કહેવાઈ ગયો. એમના વાઈફ  ઉભા   થઇ  ગયા  અને  મંચ ઉપર જઈને  ભાઈ નો કાંઠલો  પકડ્યો અને બરાડીને બોલ્યાં,” મેર મુઆ !તને  બે જોક કહેવાનું કીધું હતું ને આ ત્રીજો કહેવા બેઠો ? ઘરે આવ્ય પછી તારી વાત છે.” આ ભાઈ ગયા એ ગયા પાછા સેન્ટરમાં આવ્યા નથી   .
મેં ભાનુમતીને  મારા જોક કહેવાનું કહ્યું . એ હવે તમે સાંભળો  .
ભાનુબેન કહે, “એક વખત આ તમારા કાકા  મને ચિત્રનું  પ્રદર્શન જોવા તેડી ગયા .  પ્રદર્શનના દરવાજામાં પ્રવેશ કર્યો, અને બોલ્યા  ” અહી નક્કામાં પૈસા બગડ્યા. આ જો તો ખરી  કેવું ગન્ધારું  અગ્લી ચિત્તર છે ?”

     હું ગઈ અને કીધું, ” એ ચિત્ર નથી. એ અરીસો છે અને એમાં તમારું મોઢું દેખાય છે!”

———-

ભાગ – ૨ 

       જયારે ભાનુંમતીએ મને કીધું કે, “એ  અરીસો  છે અને એમાં તમારું મોઢું  દેખાય છે; ચિત્ર નથી.” મેં કીધું  હું આવો કદરૂપો છું; એતો મને હવે ખબર પડી.”

    સાંભળ્યા પછી ભાનુ મતિ બોલી,” તમને તો એમ કે હું દેવાનંદ જેવો રૂપાળો હોઈશ. ઈ તો  દુવા દ્યો મારા માબાપને કે, તમારી હારે મને પરણાવી;  નહીતર તમે વાંઢા રહી જવાના હતા. કોઈ છોકરી તમારા મોઢા ઉપર થૂંકત  પણ નહિ.”

    પછી મેં કીધું, “એક દિ આપણે મોલમાં હતા અને તું મારાથી  આઘી હતી; ત્યારે એક છોકરીએ મને બકી ભરી અને તું જોઈ ગઈ ત્યારે તું  બોલી હતી કે, તમને તો રેઢા મુકવા જેવા નથી. રંડકયું   હડી કાઢીને   મારું મોઢું  ચાટવા આવેસ  (આવેછે) ને હવે કે છ કે તમે કદરૂપા છો ? “

ગુણી ધનીયાની અધુરી વાર્તા હવે શરુ થશે અને અહીંજ પૂર્ણ થશે .

ગુણીએ  ધનિયાને પોતાને  ન કાઢી મુકવા બાબત ઘણી વિનંતી કરી  .છેલ્લે છેલ્લે પોતાના  શરીરની  ચામડી ઉતારડાવી   .એમાંથી  મોજડી  બનાવી  તુને પહેરવા આપું પણ મને ધક્કો મારી હડસેલીને  ઘરમાંથી  કાઢી ન મુક   , ભલીયા સાથેનો મારો વર્તાવ  તદ્દન નિર્દોષ હતો  .પણ જેના ઉપર વહેમનું ભૂત સવાર છે એવો  ધનીયો  પોતાની વાત ઉપર મક્કમ રહ્યો   .અને ગુણીને કાઢીજ મૂકી   , ગુણી ઉપર જાણે આભ તૂટી પડ્યો  . ક્યાં જવું  શું  કરવું  ,એની કોઈ દશ  ગુણીને સુઝતી નથી  . રૂપ રૂપનો અંબાર જુવાની જેને આંટો  લઇ ગઈ છે  .એવી ગુણી કાળી  અર્ધી રાતે ઘર છોડીને એકલી હાલી નીકળી  .
વહેતી મેગળ નદીમાં  માંડ  ગોઠણ  બૂડે એટલું પાણી છે   .ગુણી નદી પાર કરીને સામે કાંઠે  જતી રહી અને ચાલવાજ માંડી   . ક્યારેક શિયાળ્યાની કિકિયારી તો ક્યારેક  ધુળનો ઘૂઘવાટ  ,ક્યારેક  જરખનો  ભૂતાવળના   હસવા જેવો અવાજ સંભળાય છે   આ સિવાય વગડો  સુનકાર છે  એવામાં  ગુણીએ  એક ઝાડ નીચે  ભગવાં. વસ્ત્ર ધારી માણસને પોતાને ઓશીકે  તાનપુરો મુકીને સૂતેલો જોયો  .ગુણીના  ચાલવાના અવાજથી  એ સાધુ જેવો માણસ  સફાળો  ઉઠ્યો અને ગુણી   પાસે ગયો  . અને ગુણીને  પૂછ્યું  ,આવી કાળી  મધરાતની રાતે એકલી જંગલમાં ક્યાં  જાય છે  ?  ગુણી  બોલી  હું ક્યા જાઉં છું  ,શા માટે જાઉં છું એની મને કંઈ ખબર નથી  . ભગવાધારીએ  ગુણીને ખાવા  માટે  થોડું કોપરું આપ્યું  અને પીવા પાણી આપ્યું  . પછી ભગવાં  ધારી  એ એક  પગદંડી દેખાડી અને કહ્યું કે આ રસ્તે  તું જા  ખાસ્સું ચાલ્યા પછી  એક  સરખડીયુ  ગામ આવશે  ત્યાં  તું જા  ભગવાન બધાં  સારાં  વાના કરશે  . એટલું કહી   ભગવાં  ધારી જતો રહ્યો  . ગુણી  એનો આભાર માનવા અને ચરણ સ્પર્શ  કરવા ગઈ  ,  પણ તે દેખાણો નહિ અલોપ થઇ ગએલો  . ધાર્મિક વૃતિની   ગુણીએ  માન્યું કે  મને માર્ગ બતાવવા  સાક્ષાત  નારદ મુની આવ્યા હશે  , ગુણીએ અંતરિયાળ  એક ખેતરમાં થોડી  લીધી અને પછી ચાલવા માંડી   , થોડી વારે  સરખડીયું  ગામ આવ્યું અને ચોરામાં જઈને બેઠી   . થોડી વારે પુજારી આવ્યો  , એણે  પ્રાત: પૂજાની  તૈયારી શરુ કરી  પૂજારીએ  ગુણીને જોઈ  પણ એ વિષે  કંઈ જાણવાની   કોશિશ કરી નહિ  किसीको क्या है  कोई आबाद के बर्बाद रहे  ,પણ વલ્લુ  આઈ  તરીકે ઓળખાતાં  ગામનાં  માનીતાં  ડોશીમાં  ગૂણી પાસે આવયાં  અને ગુણીના  ખબર અંતર પૂછ્યા અને પોતાને ઘરે લઇ ગયાં  અને  ગુણીને આશ્વાસન આપતાં બોલ્યાં દીકરી  તું અમારે ઘરે શાંતિથી રહેજે  કોઈ વાતે મુન્જાતી નહિ  . ભગવાને દીધી અમારા ઘરમાં  ગોઠણે ગોઠણે   જુવાર છે  ,  તું નાહી લે  ત્યાં સુધીમાં મારો દીકરો  અને તેની વહુ    તારા સારું પહેરવાનાં કપડાં લઇ આવશે  .કેવા રંગના લૂગડાં  તુને ગમે ? આઈ મારામાં હવે ગમા અ ગમા જેવું  કંઈ રહ્યું નથી  .  પણ હવે મારા સારુ  ધોરાં  વસ્ત્ર લઇ આવજો  .  થોડા વખતમાં   ગુણી વિશેની વાત  આખા  ગામમાં અને  આજુબાજુના ગામ  કડાયું  ,જુથાર   ,જાનડી  .  ઘૂંઘ ટી  , વાંદર વડ   , ચુલડી  ,   વગેરે ગામોમાં ફેલાઈ ગઈ   .  લોકો ગુણીને કોઈ દેવીનો અવતાર સમજવા લાગયાં   અને ગુણીનો ચરણ સ્પર્શ કરી  ચરણ માં  પૈસા ધરવા લાગ્યા  . ગુણીએ અને વલ્લુ  આઇએ  પૈસા સ્વીકારવાની ના  પાડી દીધી   અને  ખડકી ઉપર બોર્ડ લગાવ્યું અને એમાં  મોટા અક્ષરે  લખ્યું કે કોઈએ પૈસા કે કોઈ જાતની  વસ્તુ ભેટ આપવાની   , નથી   .
આ બાજુ  ધનીયો  ગુણીના  વિયોગમાં જુરવા લાગ્યો  .એને હવે એમ લાગવા માંડ્યું કે  ગુણી  કોઈ પુરુષ સાથે યોગ્ય વહેવાર કરે એવી નથી  . અને ભલીયો  મિત્ર   તો મારો ગાઢ  મિત્ર એની સાથે તે કદી  અઘટિત સબંધ બાંધે નહિ  .અને એવી રીતે   ભલીયો  પણ ગુણી  સાથે  દુર વ્યહવાર કરે નહિ  . તે છતાં તે ભલીયાને  મળ્યો  . અને તેને પગે પડીને  વિનંતી  કરી કે   તું મારે ઘરે રાત રોકાણો  ત્યારે  તારી સાથે  ગુણીએ  કેવો વહેવાર  રાખ્યો એ મને એક તારા ગાઢ  મિત્ર તરીકે સત્ય વાત કહી દે  ભલીયો  બોલ્યો  તે દેવીજેવી ગુણીને  ઓળખવામાં થાપ ખાધી   , ગુણીએ  મારું એક પ્રેમાળ બેન કરે એવું સ્વાગત કર્યું  હતું   પછી ધનીયો  ગુણીને ગોતવા નીકળ્યો  .  કોઈએ એને વાવડ દીધાકે  એક સાધ્વી બાઈ  સરખડીયા  ગામમાં આવી છે  . એ થયું  થવું  અને થશે એ બધું સચોટ કહે છે  . તું એને મળ   તે  ગુણી  ક્યા છે એ કહી દેશે  અને તે  પૈસા કે એવી બીજી કોઈ ભેટ  સ્વીકારતી નથી  , ધનીયો  સરખડીયા  ગયો  . દેવી માતા તરીકે  સાધ્વીને મળ્યો  . અને ચમત્કાર થયો  ,એ સાધ્વી એજ  ગુણી  હતી  .  હવે ધનિયાને સંસાર ઉપર વૈરાગ્ય આવી ગયો  , એની  ગુણી  પ્રત્યેની  દૃષ્ટિ બદલાઈ ગઈ   ગુણીમાં   હવે એને જગદંબા નું રૂપ  દેખાણું   અને તે  ગુણીના  સતત  સંપર્કમાં રહેવા માટે  વલ્લુ  આઈનો ખેતી કામનો નોકર બનીને  તેને ઘરે રહેવા લાગ્યો  ,
શિખામણ એ લેવાની કે કોઈ પણ જાતનું પગલું ભરતાં  પહેલાં  ખુબ વિચાર કરવો  ,  બોલો ગુણી  આઈનો  જય ,,AC