Daily Archives: ઓક્ટોબર 15, 2012

ભુત અને જાદુગરી વિષે

હાલના વિજ્ઞાનના યુગમાં કોલેજ ગ્રેજયઉએટો પણ ભૂત અને મેલી વિદ્યા .મંત્ર તંત્ર  માને  છે .બધા નહિ પણ અલ્પ સંખ્યા માં માને  છે .અમારા ગામમાં હું નાનો હતો ,ત્યારે વડીલો પાસેથી ભૂતની વાતો બહુ સાંભળેલી .એક વડીલ ભૂતના પોતાને થએલા અનુભવોની ખુબ લડાવી લડાવીને વાતો કરતા .હું પાંચમું ધોરણ ભણતો ત્યારે ભુત મંત્ર તંત્ર મુઠ ચોટ ,ભુત ચુડેલ વગેરેની વાતો ખોટી છે .એવું હું માનવા લાગેલો ,મારા ગામ દેશંગાના એક વડીલ હતા .તેઓ પોતાને ભુતના ,થએલા અનુભવો વિષે બહુ વાતો કરતા  હું એને કાકા કહેતો .એકવખત મેં એ મારા કાકાની ભૂત સબંધી વાતો ખોટી છે એવું એમને મેં કીધું .આથી પોતે મારા ઉપર ખુબ ગુસ્સે થઇ ગએલા ,મારા બાપાએ મને કહ્યું કે એની વાતો ચુપચાપ સાંભળી લે પણ વિરોધ ન કર કોઈ વખત એ થપ્પડ મારી બેસશે .તો અમારા બે વચ્ચે ઝઘડો થઈ પડશે .આમતો તે બહુ ભલા  માણસ  હતા  .ઘણી વખત એ બાળકોને સાકરની લહાણી કરતા .મને એ બહુ ગમતા કેમકે જયારે એ સાકરની લહાણી કરતા ત્યારે એ બીજાં છોકરાંઓ કરતાં મને વધારે આપતા .તેઓનું હું નામ આપવા માગતો નથી .કેમકે હાલ એની પાંચમી પેઢીના વારસદારો ભણીને આગળ નીકળી ગએલા હોય .તેઓ મને ઠપકો આપેકે  અમારા વડવા સ્વર્ગમાં છે .એમની મૂર્ખાઈની જૂની વાતો હવે ન કરોતો સારું ,એમણે કહેલો ભુતનો એક દાખલો આપું છું.તેઓ વાત કરતા હતાકે એક વખત હું બહાર ગામથી ઘરે આવી રહ્યો હતો .અર્ધી રાત વીતી ચુકી હશે એટલું મોડું થઈ ગયું હશે .નદી કિનારે મેં જોયું તો એક વેજું સુકાતું હતું .મેં એને લઈ લેવા  વિચાર્યું .અને હું ઘોડા ઉપરથી ઉતરી વેજું સંકેલવા મંડ્યો .પણ અંતજ નો આવે .એક મોટો  ઢેર થઈ ગયો ,પછી મેં થોડુંક કાપીને લઈ જવા વિચાર્યું અને કાપવા માટે મેં ખિસ્સામાંથી સુડી કાઢી અને હું જેવો કાપવા ગયો અને કાપ મુક્યો કે તુરત ભડકો થઈને ઉડી ગયું .

હવે મારા લંગોટિયા ભાઈ બંધ છાપાઓના કટાર લેખક સ્વ. નરભેરામ સદાવૃત્તિ ના મોઢેથી સાંભળેલી ભુતની વાત કહું છું .તે મને વાત કરતા હતા કે એમના એક સગા ઘોડા ઉપર બેસી બહાર ગામથી આવતા હતા .ત્યારે એમણે એક રસ્તા ઉપર સાતેક વરસની રડતી છોકરીને જોઈ .પોતે ઘોડા ઉપરથી નીચે ઉતરી છોકરી પાસે ,ગયા અને છોકરીને રોવાનું કારણ અને બીજા પ્રશ્નો પૂછ્યા .છોકરી કંઈ બોલીજ નહીં .એટલે તેમણે ઘોડા ઉપર બેસાડી પોતાને ઘરે લઈજવા વિચાર્યું અને છોકરીને પાતાની સાથે ઘોડા ઉપર બેસાડી અને રવાના થયા .થોડી વારે છોકરી વધવા માંડી એના પગ જમીન ઉપર ઘસડાવા લાગ્યા એટલે પોતે સમજી ગયા કે આ ભૂત છે.એટલે એના થોડા વાળ કાપીને પોતાના ખિસ્સામાં મુકી દીધા .એટલે ભુત પોતાના અસલી રૂપમાં આવી ગયો .અને મને કામ આપો કામ આપો એવી બુમો પાડવા લાગ્યો .એટલે એના પાસેથી સખત ખેતી કામ વગેરે કામ લેવા લાગ્યા .ભુત થાકેજ નહિ .એટલે એક કહેવત કરી છે.એટલે જેબહુ કામ કરતો હોય એને “હાળો આતો ભુત જેવો છે.”ભુતના વાળને બહુ સંતાડીને રાખવા પડે જો વાળ ભૂતને હાથ આવીજાય તો પછી એ વાળ લઈને જતો રહે .એક વખત આ ભૂતને ખોરડા ઉપર નળિયા ચાળવા ચડાવ્યો ભુતના વાળ નળિયાંમાં સંતાડેલા હતા,જે ભૂતને હાથ આવી ગયા એટલે  તે    વાળ લઈને ભાગી ગયો .નરભેરામ આ વાતને સત્ય માનતા .હજી એનાં સગાં પણ આભુતની કથાને  સત્ય મને છે.હવે મને કમ્પ્યુટર જાજું લખવા નહિ દ્યે  હું નથી થાક્યો પણ કમ્પ્યુટર થાક્યું .હું તો ભુતનીજેમ  વળગ્યો રહુછું .