Monthly Archives: સપ્ટેમ્બર 2013

ઇન્ગારા વરહે તયે છોરુંની છત્રી કરે

DSCN0237 DSCN0236મારા બેક યાર્ડમાં  બિલાડીએ  ત્રણ બચ્ચાને જન્મ આપ્યો એને ખાવાની તકલીફ ઉભી થઇ માને પક્ષી ઘડીકમાં હાથ આવે નહિ પોતે ભૂખી રહે બચ્ચા ને ધાવણ આવે નહી  બચ્ચા  એની પાછળ પડે  આખર  માં બચ્ચાથી કંટાળી ગઈ અને ભાગી છૂટી આ દૃશ્ય મેં નજરે જોયુ નાના બચ્ચા  દીવાલ કુદીને એની પાછળ નો જઈ  શક્યા  માં બિલાડી ગઈ એ ગઈ એકજ વખત દેખાણી  મેં બચ્ચાને ફળો ખવડાવવાનું શરુ કર્યું   ફોટા માં આપ પીચના કકડા જોઈ શકો છો શ્રી સુરેશ જાની ના  આભાર સાથે એક હિન્દી છંદ રજુ કરું છું  .

भुख्मे राजको तेज सब घट गयो भूख में सिध्ध की बुध्धि हारी

भुख्मे कामिनी काम सो तज गई भुख्मे तज गयो पुरुष नारी

भुख्मे और वहेवर नहीं   हॉट है  भुख्मे रहत कन्या कुवारी

कहत कवी गंग भजन नहीं बन पडत  चारोही  बेदसे भूख न्यारी  હવે એક કુંડળીઓ છંદ આપને લલકારવા આપું છું

रोटी तुझको रंग है पावत सब संसार ज्ञानी ध्यानी जोगी जती जब लग ले आहार

जब लस्ग ले आहार जब लग ले आहार पार गति प्रेमकी सूझे

भूख समे कच्छू बात और नर कबू न बुझे

कहे गिरधर कवी राय देख देवंमे  मोती

पावत सब संसार रंग है तुझको रोटी        સવંત 1956માં ભયંકર દુકાળ પડ્યો  ભૂખ્યા લોકો એ પોતાના વહાલા  બાળકોને ખાઈ ગયાનું  સાંભળવા મળતું હાલ અમારી બાજુ સમ ખાય છે ત્યારે છપ્પનીયો દુકાળ યાદ આવી જાય છે  “જો હું ખોટું બોલતો હોઉં તો મારા માથે છપ્પનીયાની પાપ ” લોકો વરસાદ ની કાગ ડોલે વાત જોતા હોય  દિવસના વાદળા ઘટ ટોપ હોય  હમણાં બારે મેઘ ખાંગા થશે એવું લાગતું હોય પણ રાત પડે એટલે આકાશ સ્વચ્છ થઇ જાય  તારા   દેખાવા માંડે  ત્યારે આવું ઉખાણું લોકો કહેતા હોય છે કે

દીના દેખાય દુબારા અને રાતે દેખાય તારા  આનદ ક્યે પરમાં નંદા ઈ છાપ્નીયના ચાળા

મિત્રો મને પુછાતા હોય છે કે તમે તો બિલાડા ને શાકાહારી કરી દીધા   કળા   ભમ્મર છ ઇંચ લાંબા ઝહરીલા વીંછીને કરડવાનો સ્વભાવ ભુલાવી દીધો  આ રહસ્ય તો તમારી પાસે શીખવા જેવું છે .

કરોને કરોડ ઉપાય ભવિષ્યે માંડ્યું હોય તે થાય

DSCN0235-crop DSCN0234મારા અતિ વહાલા સ્નેહલ અને હિતેચ્છુ મિત્રો ભાઈઓ અને બહેનો અને દીકરા દીકરીઓ  .અને બાપા ?નાના બ્લોગરમાં મારે બાપા કહેવા પડે એવા કોઈ નથી ખરું ?હમણાં હું ઘણા વખત થી કમ્પ્યુટર પાસે ગયો નથીબીજી જમીયલ નામે બીજી કારણકે મારી તબિયત સારી નથી  .હું હોસ્પીટલમાં ન જવા માટે  દૃઢ નિશ્ચયી (मोह तरिज )હતો પ।ણ મારું ચાલ્યું નહિ . હોસ્પીટલમાં એક યામિની નામની ડોક્ટર હતી અને બીજી જમી યલ હ.તી બંને ભેગી થઈને મારા પેટમાં મશીન ઘાલ્યું મને બેભાન કરીને હો પછી હોજરીને જ્યાં  આંતરડું જોડાય છે એ જગ્યા પહોળી કરી આપને આપની ડાબી બાજુએ મારા પડખામાં ઘુસેલી નર્સ દેખાય છે તેને  મને ખુબ મદદ કરી દરરોજ જુદી જુદી નર્સો સેવા કરવા આવતી આખરે થોડા દિવસ પછી મને થોડુક સારું થવા માંડ્યું એટલે મને ઘરે જવા માટે વિદાય આપી આપની જમણી બાજુ દેખાય છે એ નર્સ મને વ્હીલ ચેરમાં બેસાડી અમારી કાર સુધી પહોંચાડી ગઈ  દુબળી પાટલી દેખાતી નર્સ  બહુ  બળવાન હતી મને બાળકની જે.મ તેડીને વ્હીલ ચેરમાં બેસાડેલો  . હમણાં હું થોડા દિવસ કમ્પ્યુટર પાસે નહિ જાઉં આરામ કરીશ તો આપ સહુને બ્લોગ મારફત હું જાન કરું છુંएक उर्दू शेर याद आगया  आगाह अपनी मोतसे कोई बशर नहीं

सामान सो बरसका पालकी खबर नहीं

તો હું થાડા દિવસ આરામ કરીશ   પણ થોડીક વાર ઠીક લાગશે તો કમ્પ્યુટર જઈશ ખરો પણ નક્કી નથી કરી શકતો  મને કાજા લઇ જાય તો પણ મને ધોખો નથી  મારી આવડી ઉમરમાં મેં બહુ મુશ્કેલીઓ અને જલસો કર્યો છે માટેमर जाऊ जब में यारो मातम नहीं मनानाતો સહુ વહાલા મીત્રોને જય ભારત

માણાવદર ના કવિ મનુભાઈ ત્રિવેદી “ગાફિલ “ની ગજલ

DSCN0069DSCN0227 DSCN0221

 

 

 

 

 

 

 

 

 

જુદી જિંદગી છે મિજાજે મિજાજે   જુદી બંદગી છે નમાજે નમાજે

છે એકજ સમંદર થયું એટલે શું   જુદા છે મુસાફિર જહાજે જહાજે

ભલે હોય એકજ તારેથી વહેતા   છે સુરો જુદેરા રિયાજે રિયાજે

જુદા અર્થ છે શબ્દોના બોલ્વાપર   છે શબ્દોય જુદા અવાજે અવાજે

જીવન જેમ જુદા છે કયા પણ જુદી   છે મૃત્યુય જુદા જનાજે જનાજે

હટ જાય ઘૂંઘટ ઢળી જાય ઘૂંઘટ  જુદી પ્રીત જાગે મલાજે મલાજે

તમે કેમ “ગાફિલ “હજુએ છો ગાફિલ જુવો દુનિયા બદલે તકાજે તકાજે         રજુ કરતા આતા

વાતનો ઉપાડ ને ઉતાર – દિનેશ વૈષ્ણવ

      ફિનિક્ષ નો ૯૦ વરસનો ડણ।કુ દેતો સાવજ કે જેને જુવાની હજી કાલે આંટો લઇ ગઈછ ઈ મુ.વ. શ્રી. હિમતલાલ જોશી, આપણા વહાલસોયા “આતા,” કે જેના પગ તળેથી આઠેક દાયકાના અનુભવનો દરિયો વૈગ્યોછ, જેને ત્રણ-ચાર પેઢીને ચોરીએ બેસાડી ને લગનમાં આશિર્વાદ દીધાછ, જેને દેશીન્ગામાં ધૂળપાટીમાં (લાકડાના પાટલે પાથરેલી જીણી ધૂળમાં) આંગળીથી કદાચ પેલો એકડો ઘુટ્યોછ , ઈ આતાએ મને એક મેઇલમાં પોતીકો એક દુહો લખ્યો:

“કમ્પ્યુટર તારી કમાલ અમે ભવમાય ભાળેલ નઈ
નિપુણ કીધા ન્યાલ, ઈ કેવાય કરપા કમ્પ્યુટર”

      હું પણ પાટી-પેન ને ફાનસે ગામડાઓમાં ભણ્યો, પછી યુ.એસ. માં મેં પી.એચ.ડી. કર્યું તોયે મારી પાસે કેલ્ક્યુલેટર નોતું, ને આજે હાલો-માલો ને જમાંલીયો અમે બધા સેલફોન, આઈપેડ ને કોમ્પ્યુટર વપરાતા થઇ ગ્યાછ, ને એટલે તો આતાએ મને કીધું, “દિનેશભાઈ આ કોમ્પ્યુટર લોકોને કેટલા નજીક લાવી મુકે છે?” આતા ની વાત બાર આની સોનાની ખરી પણ સોળ આની સોનાની નહિ. બાર આની ઈ માટે કે “તાલાળા નું મજા માર્કા નું આકરી તાવણ નું ચોખું ઘી” જેદી ન મળે તેદી ડાલડાયે ખાવું પડે, ઈ માંગરોળ કે ચોરવાડ ની “લોટણ કેસર” કે મહુવાનો “જમાદાર” બજારમાં ન હોય તેદી કળવાનો “મલગોબોયે” ચુસ્વો પડે, ગા-ભેહ વસૂકી ગ્યાહોય તીયે બકરી ના દૂધ નો ચા પણ પીવો પડે. એટલે આમ આ કોમ્પ્યુટરથી થાતી વાતું થતી ઈ બાર આની. બીજી રીતે કહું તો કોમ્પ્યુટર ના પડદા ની વચેથી થાતી વાતું ઈ:

વિજાણદ આડો વિન્જણો ને શેણી આડી ભીત,
પડદે પડ્યા વાતું કરે ઓલી બાળપણ ની પ્રીત”

     જો ઈ વિજાણદ ને ઈ શેણી મોઢે મળ્યા હોત ને વાતું કરી હોત તો એનો નાદ, આનંદ, આત્મીયતા ને સુગલો સોળ આની સોનાને વટી જાત. બાકી આમ તો વાત કરવાની ને સાંભળવાની બેય કળા છે, કે જે આજ-કાલ ગામડાઓ ના કોક સીમ-સેઢે પળીય।ઉ ની જેમ સચવાણીછ .

      સાચું પૂછો તો વાત મંડાય, વાત કરાય નહિ. વાત માંડ્યા પેલા આજુબાજુ વાત સાંભળવાવાળા કોણ છે, કેટલું ભણેલાછે, કેટલી ઊમરછે, ભાયડા, બાયડી ને છોકરા કેટલાછે એનો અંદાજ લઈને વાત નો વિષય લેવાય. હવે વાત માંડવાવાળો પેલા પુનાપતી ને ચૂનો હથેળીમાં ચોળે, ચોળેલી તમાકુને ત્રણ-ચાર પ્રેમના ટાપલા મારી ને એની ધુસ ઉડાડે ને ઈ માપલો હોઠ માં દાબે. પછી ઈ સેવર્ધનના સોપારીનો જીણો ભૂકોકરે ને ઈ માપલા હારે મુકે. જે ભાઈ તમાકુ ન ખાતો હોય ઈવડો ઈ તપકીર તમાકુ ની ચપટી ભરે ને બેય નસ્કોરે ચડાવે ને હાથ ખખેરે. જે વાત માંડવાવાળો બીડી પીતો હોય ઈવડો ઈ બીડી હોઠે ટેકવે, દીવાસળી કપાસછાપ બક્સે બે-ત્રણ વાર સટ-સટ ઘસીને બીડી લગાડે ને બે-ચાર સટુ ખેચે. ઈ આમ તમાંકુનો બંધાણી એની રીતે વાત માંડવા પટમાં પડે.

      ઈ હળવેકથી સમો જોઇને વાત માંડે. ઈ વાત માંડી ને એને ધીમેધીમે ઉપાડે, પછી ઈ વાતને હળવેહળવે ચડાવે, ચગાવે, ને જ્યાં લાગી શ્રોતાઓ ને રસ પડે યા લગી ઈ વાતની ચગણને બાંધી રાખે. જેવું લાગે કે કોક-કોક શ્રોતાઓ ડાબી-જમણી કોર જોવા મન્ડ્યાછ ને આંખુ ચકળ-વકળ થાયછ, ઈ ભેગો ઈ વાત માંડનારો ધીમેધીમે વાતને ઉતારે, વચે હાકલા-પડતાલા કરતો જાય ને ઉતરતી વાત ને જાળવે ને છેલે વાતને દફ્નાવે.

     બાકી ૧૯૮૦-૯૦ પછી જન્મેલી પેઢી ને પુછજો કે નાત માં સુ જમીયાવ્યા તો જવાબ દેસેકે પાપડ, ભાત, શ્રીખંડ, ચટણી, કઢી, છાસ, મીઠું, પૂરી… આને “મો-માથા” વગરની વાત કેવાય. કોક વળી વાત પુછ્ડે થી માંડે ને ફેણે ઉતારે, કોક વળી વચે થી માંડે, પુચ્ચ્ડે પુગે ને પાછો ફરીને ફેણે આવે. કોક વળી વાત માંડે તીયે તો આપણ ને એમજ થાય કે વાહ કોક ગઢવી છે – જેમકે મધરાતે ગામની ભેકાર સીમમાં વડલે પૂગ્યો, માથે રાતનું ધાબુ, સીમમાં આઘેરા શિયાલ્યા લાવણી કરતાતા, તમરાં કાનહોતા વયા જાતાતા, બે-એક ગાઉ અઘો સિંહ ડણાકુ દેતોતો, વડલા કોર જોયું તો એમજ બોલી ગ્યોકે:

વડલા તારી વરાળ, પાનેપાને પર્જલી
ડાળીએ ડાળીએ હું ફરું ને પાનેપાને તું
ઈ મુને ભૂત ના લાગે ભડકા ઈ માંન્ગ્ડા” 

       ઈ આમ શરૂઆત કરે એટલે આપને એમજ લાગે કે વાહ દરબાર “વીર માંન્ગ્ડા વાળા” ની વાત માંડશે. પણ યાતો ઉપલો દુહો કઈને કે બસ પછી બીનો તે ઘેર આવીગયો. આને કેવાય “વાત માંડી ને તરત છાંડી,” કે “દારુ ગોળ। વગરની જામગ્રી ને કેફ ચઙ।વ્યો”

થોડુક ઈરાન વિશે અને હાલ ત્યાં વસતા પારસીઓ વિષે

DSCN0214DSCN0213DSCN0215મારા મિત્ર જેસ્સ લોટવાલા  ઈરાનની યાત્રાએ ગએલા તે પ્રવાસના બહુ શોખીન  છે વિશ્વના ઘણા દેશો નો પ્રવાસ કર્યો છે  અમેરિકાના બધાજ  સ્ટેતો જોએલા છે યુરોપના ઘણા દેશો અને આખો ભારત જોઈ વળ્યા છે। જેટલા તે પ્રવાસના શોખીન છે એટલા  પ્રાચીન વસ્તુઓ  ચોપડી ઓ નો સંગ્રહ કરવાના શોખીન છે ઉપર ફોટા છે એ રગ   તેઓ ઈરાનથી ખુબ પૈસા ખર્ચીને લાવેલા છે  હું જે વાત લખીશ એ મેં તેમના પાસેથી સાંભળી છે જ્યારે અરબ લોકોએ ઈરાન ઉપર હુમલો કર્યો ત્યારે પોતાનો ધર્મ બચાવવા કેટલાક પારસીઓ  ભારત આવી પહોંચેલા ,એ ઈતિહાસ આપને જાણીએ છીએ  પણ કેતલાક પારસી  પોતાના વહાલા અગ્નિને (આતિશ બહેરામ )લઈને  જંગલમાં જતા રહેલા ,આજથી પચાસેક વરસ પહેલા ઈરાનના શાહે પારસીઓને  અગ્નિ ને જંગલમાંથી  પાછા લાવીને  ગામમાં  મંદિર (અગિયારી )બનાવીને એમાં  સ્થાપના કરાવી પારસી નું ફારસી  અરબ લોકોએ કરેલું છે કેમકે અરબી ભાષા માં “પ”ના ઉચ્ચારનો અક્ષર નથી એટલે એ લોકો પને બદલે  ફ અથવા બ વા પરે છે પારસી લોકોને ફારસી ભાષામાં  ગબરુ પણ કહેવાય છે. આતિશ પરાસ્ત પણ કહેવાય છે.ઈરાનમાં એક “યાઝ “નામનું ગામ છે જેમાં બધા પારસી વસે છે આ ગામમાં ફક્ત 11 માણસોની વસ્તી છે  અગિયારીમાં પારસી સિવાય  બીજા ધર્મના લોકોને પ્રવેશ કરવાની મનાઈ છે.પાજ મારો મિત્ર જેસ્સ અને તેનો    ગાઈડ  અલી  સુનસાન  અગિયારીમાં ઘુસેલા  ઈરાની છોકરીયો  બીજી મુસ્લિમ દેશની છોકરીયો કરતા થોડી છૂટ  છાટ ધરાવે છે   પુરુષો ખાસ કરીને પરદેશીઓ  સાથે વાતો કરતી હોય છે ક્યાય એકલી છોકરી જોવા નો મળે   એની સાથે ઓછામાં ઓછી એક બીજી છોકરી હોય છે જોકે ખાસ કરીને  ઘણી બધી  છોકરીયો હોય છે  ઈરાનમાં સ્ત્રી કાર ચલાવી  પણ  મોટર સિકલ નહિ  મુલ્લાઓનું એવું કહેવાનું છેકે   મોટર સાઈકલ  ચલાવેતો  તેના નિતંબ  પુરુષોનું આકર્ષણ  બને છે ઈરાનમાં વસતા કુર્દ લોકો સુન્ની મુસલમાન છે તેઓ અતીથીનું પ્રેમથી સ્વાગત કરનારા છે તેઓ પોતાની કુર્દીશ ભાષા અને ફારસી ભાષા સારી રીતે બોલતા હોય છે કુર્દ વિસ્તારમાં તમે જાઓ તો તમને બહુ માં આપે પણ  જો તમે તેઓની સ્ત્રીઓ ઉપર  કુદૃષ્ટિ  કરો છો એવું લાગે તો તમને  માથા વગરના કરી નાખે જેસ્સને એક કુર્દ અને બીજી શિયા  મુસલમાન બેન  પ ણી ઓ મળી  તેઓ  હરશ ભેર   જેસ્સ સાથે  અલી દુભાષિયાની મારફત  વાતો કરતી હતી  જેસ્સે તેને લચ માટે  રેસ્ટોરામાં આવવાની વાત કરી  છોકરીઓ કહે અમે અમારા માબાપને પૂછીને આવીએ  પછી તેઓ લચ માટે આવેલી  કુર્દ છોકરીનું નામ રોનક હતું  અને શિયા છોકરીનું નામ   તુંતી યા હતું રોનકના માબાપે  જેસ્સ અને અલીને  પોતાને ઘરે જમવા આવવા માટે  આમંત્રણ  આપેલું પણ સજોગોવશાત એ લોકો જઈ નો શક્યા  ઈરાનમાં એક  ફ્રેંચ કે જે પોલીઓ ગ્રસ્ત છે તે  વર્ષોથી રહે છે  અને પોતાની કાર ચલાવે છે  તેને ફારસી ભાષા  આવડતી નથી  તેને ઈરાનમાં બહુ ગમે છે  ઈરાનમાં  પોતાના ઢોર   સાથે ભટકતી  કેટલીક ટોળીઓ  છે  જેમાં ખાસ અફગાન અને બલુચ  મુખ્ય છે  જેસ્સને જેટલો પ્રવાસનો શોખ છે  એના તલ જેટલા ભાગનો  ફોટા પાડવાનો કે મુવી લેવાનો શોખ નથી જેસ્સની વાતો સાંભળ્યા પછી  મને ઈરાનમાં જવાનું મન થઇ ગયું જેસ્સ બહુ અલભ્ય ગણાય એવી  ઘણી  રગ લાવ્યો છે. ઈરાનમાં  કોઈની સાથે વાત ની શરૂ આત  કરતા  પહેલા “હાજી સલામ ” બોલવાનો રીવાજ છે ઈરાન નાં લોકોને કવિઓ ઉપર બહુ માન  છે  જેસ્સ  હાફેઝ અને શેખ  સાદી ની કબર  બીજા ઘણા  જોવા લાયક સ્થળોની સાથે  જોઈ છે   આપ સબ બ્લોગર ભાઈઓ કો  “હાજી સલામ ”

વસ્તુઓ