Daily Archives: ઓક્ટોબર 25, 2012

ये इश्क़ इश्क़ है इश्क़ जोशीसे हो गया इश्क़

મારા  આગળના “અમેરિકન  વહુની ભારતીય  સાસુ “લેખ નું આ અનુસંધાન  છે .એટલે એ લેખ ઉપર જરાક દૃષ્ટિ ફેરવી જવા કૃપા કરશો.

પ્રભાશંકર સાથે એલીઝાબેથની  ગાઢ  મિત્રતા થયા પછી એક બીજાના વિચારોની આપલે થઈ .મતભેદ પડ્યા સમાધાન થયાં .એલીઝાબેથ માંસાહારી હતી .એનો વિરોધ પ્રભા શંકરે ન કર્યો,અને એલિઝાબેથે એને માંસાહાર કરવાનો આગ્રહ ન કર્યો .મારી મા અમેરિકામાં આવ્યા પછી ધીમે  ધીમે એલિઝાબેથે માંસ ખાવું છોડી દીધું .તે એટલી હદે કે કોઈ એને   માંસ કે પ્રાણી હિંસાની વાત કરેતો તુરત એને વાત કરતો અટકાવી દ્યે ,એલિઝાબેથને ગીતો ગાવાનો શોખ છે,મારા ભાઈ પાસેથી શીખ્યા પછી એ ગુજરાતી ગીતો પણ ગાય  છે .”ઓ નીલ ગગનના પંખેરુ મને તારી યાદ સતાવે “એ ગીત એનું પ્રિય ગીત છે .પ્રાણી પ્રત્યેતો એને પ્રેમ છે.પણ ઝાડવાં પ્રત્યે પણ એટલીજ લાગણી ધરાવે છે.પણ એમાં અપવાદ છે.અહીના ઠંડા પ્રદેશમાં એક પોઈઝન આઈવી નામની વેલ થાય છે .એ જે ઝાડ ઉપર ચડે તેનો રસ ચૂસી લ્યે છે.છેવટે એ ઝાડ મરણને શરણ થાય છે.આ પોઈઝન આઈ વી ને એલીઝાબેથ જુવે તો એને કાપી નાખ્યા પછી જંપે ,પોઈઝન આઈવી નો સ્પર્શ માણસને થાય તો એનું શરીર તતડી જાય છે .એ સુકાઈ ગઈ હોય .તોપણ તેનો સ્પર્શ થાય તો શરીરે નાની નાની ફોડકીયો  થઈ જાય છે .જોકે કોઈને પોઈઝન આઈવીની  વધુ ઓછા પ્રમાણમાં થતી હોય છે.કોઈને એની અસર બિલકુલ થતી પણ નથી .અરે એને બાળી નાખો .અને એનો ધુમાડો જો અડીજાય તો પણ શરીરે ફોડ્કીયું થઈ જાય છે. મેં એનું એક આપ જોડિયું બનાવ્યું છે.”આડી કરડે ઉભી કરડે કરડે કાપી નાખી ,બાળી નાખો તોય કરડે એવી આઈવી કાકી “એલિઝાબેથને બોલીને ફરી જવું બહુ ફાવતું નથી ,એવીરીતે ખોટુ  બોલવા બાબત ,જોકે મને જે અમેરિકન લોકોનો અનુભવ થયો છે. એ બધા એવા લાગ્યા છે ,

હુપણ ભારતમાંજ જન્મ્યો છું જિંદગીનો મોટો ભાગ મેં ભારતમાંજ કાઢ્યો છે .હું કઈ અમેરિકન નથી ,કે અમેરિકાની પ્રશંશા અને ભારતની  નિંદા કરું છું .અને મેં જો વધુ બોલાવવા માગતા હો તો હું ચાલીસ કરતાં વધુ વરસથી અમેરિકામાં રહું છું .પણ હું અમેરિકન સિટીજન નથી થયો .મને ઘણા આપણા દેશી ભાઈઓએ કહેલુકે તમે જો અમેરિકન સિટીજન નહિ હો તો તમને સો,સિ ના પૈસા અને બીજા લાભો નહિ મળે .હું એવા  હિતેચ્છુ ,મિત્રોને નમૃતાથી જવાબ આપતો કે મારે સિટીજન નથી થવું એટલે નથી થવું .

એલીઝાબેથ મારું બહુ માન જાળવે . મારા માટે એણે એક કવિતા (ઇંગ્લીશમાં )બનાવી છે.જે મેં મારા કમ્પ્યુટરમાં મૂકી રાખી છે.મારા ભીની એ બહુ સેવા કરે છે.કોઈ એને એવું કહે કે હવે પ્રભાશંકરને નર્સીંગ હોમમાં મુકવા જોઈએ જો એ  નર્સિંગ હોમમાં હોય તો તારે થોડી ઓછી તકલીફ રહે ,તો તે જવાબ આપેકે મને કોઈ તકલીફ નથી પડતી બલકે  પ્રભાશંકર ઘરે હોયતો મારો સમય  આનંદ થી પસાર થાય .મારી 98 વરસની ઉમરના નર્સિંગ હોમમાં મુકવાનો વિરોધ કરેલો .માં ઘરેજ મૃત્યુ પામ્યા .ઘણા લોકો પોતાના માબાપને  ભારે ના પડતાં  હોય  પોતાની જાતે પાણી પેશાબ કરી આવતાં હોય સ્નાન પણ જાતે કરી લેતા હોય છતા નર્સિંગ હોમમાં મુકી દેતા હોય છે.મેં એક ભજન બનાવ્યું છે તેની એક કડી લખું છું .

બાળક સાચવવા માને તેડાવે માતા થોડા દિવસ હરખાશે બાળક  મોટાં થયાં ગરજ નથી માતા પાંજરા પોળ માં જાશે (નર્સિંગ હોમ ) લાંબુ લખાણ વાંચવા

આપવા બદલ ક્ષમા કરજો.

અમેરિકન વહુની ભારતીય સાસુ

વાત મારા કુટુંબની છે .પણ આપને એમાં ઘણું જાણવા ,શિખવા ,સરખામણી ,કરવાનું મળશે .એટલા માટે હું લખું છું .

મારો નાનો ભાઈ પ્રભાશંકર કોલેજમાં ભણવા આવ્યો, ત્યારે એ મારી સાથે માધુપુરા પોલીસ લાઈનમાં રહેતો .એક બલદેવસિંહ કરીને પોલીસમેન હતો .તે પોલીસને પોલીસ્ લાઈનમાં રહેવા માટે રૂમ મળેલી પણ તે તેમાં રહેતો નહિ પણ તે ખાનગી મકાનમાં રહેતો ,આ મકાન મારો ભાઈ વાપરતો. મારા ભાઈએ કોલેજ ડિગ્રી મેળવી લીધા પછી તે અમેરિકા વધુ અભ્યાસ અર્થે  આવ્યો,અહિં તે ભણવાની સાથોસાથ નોકરી પણ કરતો .અહિં એને એક એલીઝાબેથ નામની યુવતિ સાથે મિત્રતા થઇ.એલિઝાબેથના વડવાઓ આયાર્લેન્ડ થી અમેરિકા આવેલા ,એલિઝાબેથના બાપ અમેરિકાની કોર્નેલ યુનિ .માંથી ઇલેક્ટ્રિક એન્જી.ની ડિગ્રી મેળવેલી વ્યક્તિ હતા .અને પ્રભાશંકરના બાપ નિશાળમાં કદી ભણવા ગએલા નહિ .પણ ગુજરાતી લખવા વાંચવાનું જ્ઞાન ધરાવતા ,અને પોતાના જન્મ સ્થળના ગામ  દેશીંગામાં પોલીસ પટેલ તરીકે માસિક રૂપિયા 12ના પગારથી નોકરી કરતા ,જયારે એલીઝાબેથના બાપ અમેરિકાની મોટી કંપનીમાં  ઉચ્ચ હોદ્દા ઉપર રહી સારો પગાર મેળવતા .

પ્રભાશંકર અને એલીઝાબેથ વચ્ચે  ગાઢ મિત્રતા થયા પછી એક દિવસ એલીઝાબેથ પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો .આ વખતે એલીઝાબેથ શાકાહારી નોતી. ,જયારે પ્રભાશંકર ચૂસ્ત શાકાહારી હતો .જયારે હું પ્રભાશકર નો ભાઈ એટલો બધો માંસથી કે લોહી જોઇને કે પ્રાણીને છરીથી કપાતું જોઈ મને મારામાં ઉપર કોઈ અસર થતી નહીં .અને હજુપણ થતી નથી .પણ હું માંસાહારી નથી .એક દૃષ્ટાંત આપુંછું એક રામકૃષ્ણ મિશનના બંગાળી સાધુ મારા મહેમાન બન્યા .આ સાધુ અમારા આખા ઘરના માનીતા હતા .સુરેશજાની જેમ મારા દીકરા થઇ ગયા છે. એમ આ સાધુ મારા માબાપના દિકરા થઇ ગએલા .આ સાધુને માછલી ખાવાની ઈચ્છા થઈ અને મેં લાવી આપી મારા ઘરમાંજ રાંધવાની હતી .આ દિવસે પ્રભાશંકર આખો દિવસ ઘરમાં નહિ આવેલો .

જયારે એલિઝાબેથે મારા ભાઈ સાથે લગ્ન કરવાની વાત કરી ,ત્યારે મારા ભાઈએ શરત મુકીકે દેશમાં મારા ભાઈ ભાભી અને મારી મા ,એને ઈંગ્લીશ આવડતું નથી.તેઓને હું અમેરિકા તેડાવવા માંગું છું.અને તેઓને આપણી સાથે રાખવા માગું છું .બીજું તું જે મારું લાંબુ નામ (પ્રભાશંકર )બદલવા માગે છે એ શક્ય નથી .અને મને  માંસાહારી થવા બાબત આગ્રહ કરવો નહિ .તું માંસાહાર કરે એનો મને વિરોધ નથી.તેમજ હું તુને   શાકાહારી થવા બાબત દબાણ કરવાનો નથી .અને પછી મહારાષ્ટ્રીયન બ્રાહ્મણે લગ્ન કરાવી આપ્યાં .ભારત ફરવા આવ્યા .દેશીંગા માં અને બીજાં ગામડાઓમાં મેં ફેરવ્યા ભેસ ઉપર ઊંટ ઉપર બળદ ગાડામાં ઘોડા ગાડીમાં સફર કરાવી .એ સમયે ગામડાઓમાં શોચાલય નહિ ઉકરડે પાણી પેશાબ કરવા જવું પડે .જેમ જનક રાજાની દિકરી સીતા રામની પાછળ પાછળ વનમાં ભટકી .એમ એલિઝાબેથે  પ્રભાશંકર ની પાછળ પાછળ  સાડા ચાર માસ નો ભારતવાસ ભોગવ્યો .અને ભારતની તે વખતની અગવડતાનો સાડા ચાર માસ સામનો કર્યો અમારા ગામડિયા માણસોના પ્રેમનો અનુભવ કર્યો .હું મારા પત્ની ,મારા મા .અમેરિકા  આવ્યાં  એમની સાથે રહ્યાં માની એને બહુ કાળજી લીધી .અમે જયારે એમને ઘરેથી અહી એરિઝોના રહેવા આવ્યાં ત્યારે મારા ભાઈ કરતાં વધુ વિયોગના આંસુ એલિઝાબેથને આવેલાં .મને નોકરી ઉપર ઘણી વખત એલીઝાબેથ મુકવા આવે એનો દિકરો વિક્રમ ઘણો નાનો મારી નોકરી સવારે સાત વાગ્યે ચાલુ થાય .મને નોકરી ઉપર મુકવા આવવું હોય નાનકડા વિક્રમને ભર ઊંઘમાંથી ઉઠાડે પોતાની સાથે લ્યે .અને મને નોકરી ઉપર મૂકી જાય એલીઝાબેથ  મારા   ભાઈ ને