આતાએ એમનું વસિયતનામું ફરીથી – થોડાક ફેરફાર સાથે મોકલ્યું . ( જૂનું આ રહ્યું .)
———————-
મારા પ્રિય મિત્રો
આપ આ મારું લખાણ વાંચશો . એ ભાઈ શ્રી સુરેશ જાનીને લીધે છે. કેમકે મને “આતાવાણી ” માં મુકતાં આવડતું નથી.
હું એક કવિતા લખીશ એ ખાસતો મારા મનોરંજન માટે છે. મારી મગજ શક્તિની કસરત માટે છે. અને કવિતા મારા વસીયત નામા જેવી છે.
मर जाऊं जब मैं यारो मातम नही मनाना
उठाके जनाज़ा मेरा नगमा सुनाते जाना १
लाके लहदमे मुझको उल्फतके साथ रखना
इत्तर के बदले मुंह पर माशुकका अश्क छिड़कना २
આમતો મેં મારા મૃત્યુ પછી રો કકળ કરવાની ના તો પાડી છે પણ મારી માશુક મારો વિયોગ સહન નહી કરી શકવાને કારણે એની આંખોમાંથી ચોધાર આંસુઓની ધારાઓ વહતી હશે . એની પ્યાલી તમે ભરી લેજો અને એ આંસુ મારા મોઢા ઉપર છાંટજો ,
(અરે રામનું નામ લે બધાં થોડા દિવસ રોશે લોકોને તારા પ્રત્યેની લાગણીનો દેખાડો કરવા બાકી પછી હતા એવાને એવા થઇ જવાના )
तुरबतपे मेरी आना शम्मा नहीं जलाना
आबे अंगूर भरके साग़र उछाल देना ३
“आता ” को याद करना मदरासे जाम भरना
साग़र बदल बदल के पि लेना और पिलाना ४
મેં મારા ક્રિશ જેવા મિત્રને કહીજ રાખ્યું છે કે મારા મૃત દેહનું હોસ્પિટલને કે એવી કોઈ સંસ્થાને દાન કરી દ્યે જેમ મારી પત્નીના મૃત શરીર ને દાનમાં આપી દીધેલું અને એ લોકોએ ખપ પૂરતા અવયવો શરીરમાંથી કાઢી લીધેલા અને બાકીના શરીરનો એ લોકોએજ માન પૂર્વક અગ્નિ સંસ્કાર કર્યો અને રાખ મને આપી દીધેલી . એક જુનો દોહરો છે કે
पशुका होत है पन्हैया नर्क कछु नही होय
जो करनी अच्छी करो तो नरका नारायण होय मगर मैंने ऐसा दोहा बनाया
पशुका होत है पन्हैया नरका कछु ना होय
करे दान जो देहका तो सब कुछ कामका होय
————–
मातम = रो ककळ
नगमा = गीत
लहद = समाधि
उल्फ़त =प्रेम
इत्तर = अत्तर
अश्क = आंसू
माशूक़ = प्रेमिका
तुर्बत = समाधि
शम्मा = दीपक
आबे अंगूर = लाल रंगकी शराब
साग़र = प्यालो
मदरा = मदिरा , शराब
———-
આના જવાબમાં આતાના અનેક માનસ દીકરાઓમાંના એક શ્રી. રિતેશ મોકાસણાએ એક સરસ લખાણ ઈમેલથી મોકલ્યું છે – જેની ઉત્કૃષ્ઠ ભાષા અને ભાવનો કોઈ બીજો પર્યાય નથી ….
આતા,
તમે તો હજી જુવાન ડોસલા છો. હજી તમારે તો ઘણું સાહિત્ય આ જગને આપવાનું છે. એકાદ દાયકા પછી આવી કવીતાયું બનાવજો. અને સાચી વાત કહી કે મર્યા પછી મુલ ઘટી જાય. તમને હું મારા નવા એપિસોડ મોકલતો રહીશ તમને ખુબ ગમશે, એમાં મેં સત્ય ને કડવી વાત લખેલી છે.આ બે એપિસોડ મોક્લું છું.
ખાસમાં તો મારું મુવી જાન્યુઆરીમાં રિલીજ કરવાનો વિચાર છે. દેવ ભાઈને વિનંતી કે અમાર મુવીને અમેરિકાના દર્શકો સુધી રેડીય માધ્યમે પુગાડે.
તબીયત સાચવજો.
ઘમ્મર વલોણું-૧
વાદળોની ઘટા ટોપ બીડને કે પર્વતોને વીંધતો સૂર્ય જળહળી ઉઠયો. એમ પણ કહો કે ઘૂઘવતા દરિયાના પાણીને ઉલેચતો એ ઉગી નીકળ્યો. એનો અર્પણ કરેલ પ્રકાશ, ધરતી પર જળહળી રહ્યો છે. માટીના કણકણમાં એ ભળીને અનેરી ભાત પાડે છે. પાંખો ફફડાવતા એ પંખીઓ પણ તેનીજ સાક્ષીએ વિહરી રહ્યા છે. એની હાજરી માત્રથી ખીલી ઉઠતી આ શ્રુષ્ટિ પણ દીપાયમાન અને અભિભૂત છે.
ક્યારેક વાદળો સાથે ગમ્મત ગોષ્ઠીમાં અદ્રશ્ય થાય ત્યારે કેટલું વિહવળ બની જવાય છે ભલા ! એના કિરણોમાં જે શક્તિ છે, તાકાત છે અને જાદુ છે તે કશામાં નથી.
રે સૂરજદેવ, કોઈ તમને ધીમા તપવાનું કહે છે તો કોઈ વળી ગુસ્સે ના થવાનું કહીને લાડ પણ લડાવે છે. આ બધાની વચ્ચે પણ તમે આટલા આકરા દેહે પણ જુસ્સો જાળવીને સૌમ્ય બની રહો છો તે આખા જગતને માટે અસીમ ભેટ પણ ક્યાં નથી ? આખા બ્રહ્માંડને પ્રકાશ આપીને પુણ્યાત્મા બનવાનો જે માભો પામ્યા છો તેમાં કોઈ અતિશયોક્તિ નથી વ્હાલા.
ઈન્સાને પોતાના મગજને કેન્દ્રિત કરીને પાવર ઉત્પન્ન કર્યો પણ આખરે તમારી ગરજમાંથી અમે છટકી નથી શકયા રે ! કોઈ ક્ષુલ્લુક અક્ષરોથી શણગારી ને તમને છાપરે ચડાવવાની વાત હોય કે પોરસ દેવાની ભાત ! ભલા એટલા ઊંચા આસને બિરાજો છો કે છાપરું તો રાઈથી પણ વામણું.
એ અંજલીભર પાણી તમને અર્ધ્ય કરીને મંતોષ પામતા અમે પામર માનવી તો એય ભૂલી જઈએ છીએ કે તારા તાપ ને આવેગે તો પાણી અમારી હથેળીએ જીલાય છે. અમે તો એ પણ ભૂલી જઈએ છીએ કે મનાવવાના તો રૂઠેલા ને હોય ! કોઈના પર ગુસ્સે થવું, મહેરબાન થવું કે રિસાઈ જવું એ તો બધું અમારા જેવા મનુષ્યોની પ્રકૃતિનું પ્રમાણ માત્ર છે. કે પછી એવું તો નથી કે મનુષ્યો સાથે ધરોબો રાખીને એના ગુણ તમારામાં ઉતર્યા છે ? પણ હાં તમારી પ્રકૃતિ થકી, અમારી પ્રકૃત્તિ જાજરમાન છે એનું અમને પૂરેપૂરું ભાન છે.
અમુક ઉચ્ચ વિદ્વાનોના મતે, આ સૌર મંડળમાં ઘણા સૂર્ય છે. ભલે રહ્યા ભાઈ, વડલાને જાડવા તો બધે ગામ હોય છે. અમને તો એ જાડો ખપે કે જે અમને અને અમારા ગામને શીતલ છાંય આપે. અમને એ વડલા ગમે કે જે ગામને પાદરે પહેરો ભરતા જુલતા હોય ! ને બાઈઓ તેની પુજા કરે.
માટે હે સૂરજદેવ ! તુંજ તો અમારો દેવ ને તારી શીતળ છાયા. ગુસ્સે ના થતા દેવ, શીતલ છાંય કહીને મેં મગજ સ્થિર જ રાખ્યું છે. ભલે તમારામાંથી નીકળતી ગરમ લાહ્ય જવાળા કે વરાળો ગરમ હોય, પણ અમારા માટે તો એ શીતળ છાંય સમાન બની જાય છે.
ઘમ્મર વલોણું-૨
થાકી જવાથી, શરીરના અંગોને શ્રમ પડવાથી કે સુર્યની ગરમીથી જે પરસેવો વળે છે તે અસહ્ય બની જાય છે. એ સ્થિતિમાં કોઈ ઘેઘુર જાડ નીચે ઉભા રહેવાથી એક અગમ્ય તૃપ્તિના ભાવો ગાલ પર રમવા લાગે છે. અને દિલમાં ટાઢકના જે શેરડા પડે છે તે આહલાદક હોય છે. આવીજ હાલતમાં એક વાર લાહ્ય લાહ્ય બનીને તાપની વરાળ કાઢતા તડકામાંથી એક જાડ નીચે આવ્યો. અગમ્ય તૃપ્તિના ભાવો ગાલ પર રમવા લાગે; અને દિલમાં ટાઢકના શેરડા પડશે તેવો દ્રઢ નિર્ધાર પણ ખરો ! થોડી પળો થઇ કે વિહવળતા વધી ગઈ. વિહવળતા વધે એટલે પળો બમણી મોટી લાગે. ઉપર એક નજર કરી તો પર્ણોમાંથી ગળાઈને આવતો તડકો વધુ દઝાડવા લાગ્યો. મનમાંથી એક અતૃપ્તિનો નિશાસો નખાઈ ગયો ને જાડને ભાંડવા લાગ્યો. કે સામેથી વળતો પ્રહાર થયો.
રે ભલા માનવ ! અમે સજીવ જરૂર છીએ અમે વધી શકીએ કે ફાલી શકીએ પણ હલી ના શકીએ. તમે જે આશ લઈને અમારે છાંયે આવો છો; તેમાં અમે ખાલી ભાગીદાર છીએ પણ જવાબદાર તો કોઈ ઓર જ છે. પવનનું વાહન થાય ને અમારી ડાળો ને પર્ણો હલે; જેનાથી તમને અગમ્ય તૃપ્તિના ભાવો થાય અને દિલમાં ટાઢકના શેરડા પડે !
વળી માનવ પ્રકૃત્તિ પોતાના ગુણ બતાવ્યા વિના થોડી રહે : તો પછી જાડ નીચે પણ શીતળતા મળે, એના બદલે ગળાઈને તડકો તો આવેજ છે.
વળી બમણા વેગે પ્રહાર થયો : અમુક લોકોને અમારો વિકાસ થાય તે જોયો નથી જતો. કુહાડીના ઘા મારીને અમને પાંખા કરો દો પછી અમે શું કરીએ ? તમને તો કોઈ અપમાન કરે તો માનહાની નો દાવો કરીદો છો, કોર્ટ ને કચેરીનો સહારો લો છો. પોલીસ તમને સુરક્ષા કવચ આપે છે. જયારે અમે ? અમે તો કોને જઈને કહીએ ? અમને સાંભળે પણ કોણ ? વાતો સાંભળીને મારો તો પરસેવો પણ વગર ડાળો હલ્યે સુકાઈ ગયો. અને ગાલ પર તૃપ્તિના બદલે શરમના ભાવો રમવા લાગ્યા. અને દિલમાં ટાઢકના બદલે વસવસો ઉભરી આવ્યો.