Daily Archives: ઓક્ટોબર 18, 2012

જગજ્જીવનની દૃઢ પ્રતિજ્ઞા મરઘલીએ તોડી

દેશીંગા જેવડા એક નાનકડા ગામમાં એક અતિ રૂઢી ચુસ્ત બ્રાહ્મણ રહે .રૂઢીચુસ્ત તો હતો .પણ બહુજ જેને “વેદિયો “કહેવાય ,એને સંતાનમાં એકજ દિકરો હતો.વેદીયાએ એવું મનોમન નક્કી કરેલું કે આ મારા દિકરાને શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે તે 24 વરસની ઉમરનો થાય ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળે અને વિદ્યાભ્યાસ કરે ,અને પછી લગ્ન કરે ,લગ્ન કર્યા પછી પુત્રને ત્યાં પુત્ર જન્મે અને એ પુત્ર પાંચ વરસની ઉમરનો થાય ,પછી પોતાની પત્ની સાથે દિકરાથી જુદો રહે અને વાનપ્રસ્થ ધર્મનું પાલન કરે અને પછી  અમુક સમયે એટલેકે અનુકુળ સમયે પોતાની પત્ની દિકરા વહુ સાથે રહે અને પોતે સન્યાસી ધર્મ પાળે .અને ગામોગામ વિચરણ કરે અને પ્રત્યેક ગામમાં એક રાત થી વધુ ન રોકાય અને લોકોને સદોપદેશ આપે.

દિકરો જગજજીવન  પોતાનો અભ્યાસ પૂર્ણ કરી ઘરે આવ્યો .ગામલોકોએ મોટી પાર્ટી રાખી જગજજીવન નું ભવ્ય સ્વાગત કર્યું .એક દિવસ અનુકુળ  સમયે વેદિયા બાપે મુહુર્ત જોઈ ,પોતાના વહાલા પુત્ર પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો ,કીધું કે દિકરા ,ઘણા માબાપો પોતાની દિકરીનાં તારી સાથે લગ્ન કરવા માટે મને આગ્રહ કરે છે.એક સમય એવો હતોકે  દિકરા માટે યોગ્ય કન્યાની શોધમાં ઘણું ભટકવું પડતું .મારા બાપા મને ઘણી વાર કહેતાકે તારા સગપણ માટે કન્યા શોધવામાં મારા પગના જોડા ઘસાઈ ગયાહતા .અને અત્યારના સંજોગો એવા છેકે  તારી વિદ્વતા જોઈ લોકો સામે ચડીને પુછવા આવે છે .માટે તું કહે ત્યારે લગ્નનું નક્કી કરીએ .દિકરાએ પોતે લગ્નનાં બંધનમાં પડવા માંગતો નથી .હું મારી આવડતનો ઉપયોગ લોક કલ્યાણ અર્થે કરવા માંગુ છું .લગ્ન કરીશ તો મારી ઉત્તમ શક્તિનો ઉપયોગ સ્ત્રી બાળકોના લાલન પાલન માં વેડફાઈ જશે .

ગામના વડિલ એવા ભોજાબાપાએ પણ જગજજીવન ને સમજાવવામાં  ઘણી મહેનત કરી ,પણ સફળતા નો મળી .છેલ્લે ગામના દરબાર મુજ્જ્ફરખાં બાપુએ જગજજીવન ને પોતાના દરબાર ગઢમાં બોલાવી સમજાવી જોયો પણ જગજ જીવન એકનો બે ન થયો .પણ બાપુએ મનોમન નક્કી કર્યું કે   મેં એ નાદાન છોકરેકી  શાદી ના કરાઉતો   મેરાનામ મુજફ્ફરખાં નહિ .

ગામમાં એક ભીમડા નામનો ચમાર રહે ,એની એક અતિ સોંદર્ય વાન 20 વરસની મેનકાને ટક્કર મારે એવી મૃગાક્ષી નામે દિકરી હતી .એને સૌ મરઘલી નામે બોલાવતા .મરઘલી  અતિ રૂપાળી હોવાથી એની નાતનો કોઈ યુવક આ સાપના ભારાને પરણવા તૈયાર નોતો .બાપુએ મરઘલીને પોતાની પાસે તેડાવી અને પુછ્યું ,તારા લગ્ન હું આ જગજ? જીવન સાથે કરાવી આપુતો ગમે ?મર ઘલી કહે હા બાપુ મને આ કામદેવના અવતાર જેવો છોકરો શામાટે ન ગમે .પણ એ મને અછૂત કન્યાને પરણવા તૈયાર થશે ખરો ?બાપુ કહે  સ્ત્રી શક્તિમાં અલ્લાહ તાલાએ એવું આકર્ષણ મુક્યું છેકે એને જોઇને ભલ  ભલા   પાણી પાણી થઈ જાય છે .એકદિવસ જગજજીવન નદીમાં નહતો હતો .અને મરઘલી બચાવો બચાવોની બુમો પાડતી નદીમાં પડી અને જગજજીવનને વળગી પડી .પછી જોરથી હસવા લાગી .અને જગજજીવનની પ્રતિજ્ઞા ભાગવા લાગી .કહ કહાકા તીર કલેજેમે ચુભ ગયા જાલિમ તુનેતો દિલકા મેરા કબ્જા કર લિયા .અને બાપુએ લગ્ન ધામ ધૂમ થી કરાવી આપ્યાં .કોઈએ કંઈ વિરોધ કર્યો નહિ .અને બંનેએ સફળ લગ્ન જીવન માણ્યું .મિયાં બીબી રાજી તો ક્યા કરેગા કાજી