Monthly Archives: નવેમ્બર 2012

દરબાર મુજફ્ફરખાં ની વાતો

દેશીંગાના દરબાર ગઢની ડેલી હતી પણ તેને બારણાં નોતાં ડેલીમાં પ્રવેશ કરો એટલે જમણી બાજુના ઊંચા ઓટા ઉપર મુજફ્ફરખાની બેઠક અને ડાબી બાજુના ઊંચા ઓટા ઉપર ભોજાપટેલ (આહેર )ની બેઠક અને એની પાછળ પોલીસ પટેલની બેઠક પોલીસ પટેલ કાયમ બેસી ન રહે પણ મોટાબાપુ (મુજ્ફ્ફરખા )અને ભોજા બાપા અખોદિવસ બેસી રહે ફક્ત રાતના મોટાબાપુ પોતાના શયન ખંડ માં જાય અને ભોજા બાપા પોતાને ઘરે જાય .આ નિત્યનો કાર્યક્રમ ડેલીમાં તમે આગળ વધો એટલે મોટા બાપુનો ડેલો આવે જમણી તરફ અને ડાબી બાજુ જીણકા બાપુ (મોટાબાપુના દિકરા નવરંગખાં )ના ઘરનો ડેલો આવે પોલીસ પટેલની બેઠક હતી ત્યાં એક વજનદાર વિશાળ બાવળના થડની ” હડ “હતી . તેમાં માણસના પગની પીંડી માંડ આવીશકે એવા ચાર ફાંકા હતાં હડનો કરે પછી ખેતરનો પેટીની જેમ ઉઘાડ ભીડ થઇ શકે એવી બનાવી હોય ,ગુન્હેગારનો એક પગ હડ ના કાણા માં ઘાલી પછી હડને બંધ કરી તાળું વાસી દેવામાં આવે
ભોજા બાપા બેસતા તે ઓટો ગાર માટીનો હતો જયારે બાપુ બેસતા એ ઓટો ચુનાથી ચણેલો પાકો હતો
બાપુ વાતો કર્યા કરે અને ભોજાબાપા હોંકારો દીધે રાખે ,બાપુના બંને પગે ફેકચર હતું એટલે બાપુ બહુ ચાલી નોતા શકતા
એક વખત બાપુએ વાત વેતી કરીકે ભોજાપટેલ મેં એક દિન શિકાર કરને ગયાથા એક કાલીયલકો બંદુકકી ગોલી લગી મગર કાલીયલ પડા નહિ .વો ભાગતા હુવા સરાડીયાકી સીમમે ચલા ગયા ઓર મેભી ઉસકે પીછે સરાડીયાકી સીમમે ઘૂસ ગયા .તો સરાડીયાકે ભાટ દરબારુને મેરએકું દેખા ઓર સાલુંને મેરેકું પકડ લિયા ઓર દોમાંથોડા ઊંચા થોરકાબાપાને વાડા થા ઉસમેં પુર દિયા .ઓર જબ શામકું સબ ભાટ ભેલી હોવે તબ મેરા ઇન્સાફ કરેંગે કી ક્યાં મેરેકું સજા કરના .
ફિર મેં ભોજપટેલ વાડ કુદકે ઘરું ચલા આયા .ભોજબાપા બોલે હા બાપુ હા તમે કુદી જાવ ખરા .ભોજબાપાથી એમ નો કહેવાય કે બાપુ આટલી ઉંચી લગભગ બાર તેર ફૂટ ઉંચી વાડ નો કુદાય .
કાનાબાપા રબારી પસાયતા હતા .તેને એક વખત મોટાબાપુએ પૂછ્યું કાના તેરીજાતકે રબારી જબ ભડક્તે હૈ તો આદમીકા બડા ટોલા ભાગ જાતે હૈ .એ ભડક્નેકા મતલબ ક્યા હોતા હૈ .કાનોબાપો બાપુને જવાબ આપે બાપુ અમારી કુમ ગાંડી કહેવાય ,કોકના ખેતરમાં જો ખેતર રેઢું હોયતો ખેતરમાં ચરવા માટે બકરા ઘેટાં ઘુસેડતા વાર નો કરે .પછી માલિકને ખબર પડીજાય એટલે માણસોનું મોટું ટોળું લઈને આવે રબારી માણસોને આવતાં જુવે એટલે બકરાને ખેતરમાંથી કાઢી લ્યે .સામેનું ટોળું પંદરેક માણસનું હોય સામે રબારી ચાર પાંચ જણા હોય લોકનું ટોળું બકરાંને ડબામાં પુરવાની તૈયારી કરતુ હોય,ત્યારે રબારીનો એક્ માણસ ઓચિંતાની બુમાબુમ કરે “મારો મારો દ્યોદ્યો “એવું બોલે એટલે રબારીઓ લાકડીયોથી ટોળાં ઉપર તૂટી પડે। ટોળું ભય ભીત થઈને ભાગવા માંડે .આ ક્રિયાને રબારી ભડક્યા કહેવાય .મોટાબાપુ હોકાના અને અફીણના પુરા બંધાણી બાપુ વીંછી ઉતારવાના ,સાપ ઉતારવાના માનતો જાણે મારા બાપાને વીંછી ઉતારવાનો મંત્ર શીખવેલો બાપાએ,મને શીખવેલોઅને આમંત્ર હજુ મને યાદ છે તમારે કોઈને શીખવો હોયતો મારે ઘરે આવો .મારા બાપા આવા મંતર તંતરમાં મને નહિ પણ બાપુનું માન રાખી મંત્ર શીખેલા
મારે ત્યાં એક વખત દિકરો દિકરીનું જોડકું જન્મેલું એમાં દિકરો 4 મહિનાનો થઈને મરી ગયો અને દિકરી આઠ મહિનાની હતી ત્યારે વીંછી કરડવાથી મારી ગએલી અને વીંછી પણ ઘરના નળિયા ઉપર થી સુતેલી દિકરીના ઘોડિયામાં પડ્યો અને કરડેલો એક વખત મોટા બાપુને એક કાંટા લાગેતો કાંટો કાંટો ઓગળી જાય એવો મંત્ર એક કચ્છનો ફકીર શિખવી ગએલો . બાપુ જયારે વીંછી ઉતારતા હોય ત્યારે દર્દીને ઘડી ઘડી પૂછતાં જાય દુખાવો ઓછો થયો જો દર્દી નાં પાડેકે બાપુ કંઈ ફેર પડ્યો હોય એવું લાગતું નથી તો બાપુનો પિત્તો જાય અને ગાળ્યું દેવા માંડે
એક વખત બાપુએ વાત દાયરામાં વેતી કરીકે મેરે દાદા બહુત તાકાત વાલે થે એક દફા ઘોડેસવાર હોકે ઘૂમને ગયે ઘોડા બરાબર દોડતા થા જબ બડકે પેડ્કે નીચુસે પસાર હુવે તો બડકી બડવાઈ પકડલી ઓર ઘોડાકો ડો પેરોમે દબાલીયા ઓર ઘોડા પગુમે લટક ગયા .

दर्दे दिलके वास्ते पैदा किया इन्सानको

પરમેશ્વરે મનુષ્યોને ઉત્પન્ન કર્યાં ,બીજાં પ્રાણીઓ ક।રતાં ઘણી વિશેષતાઓ આપી ,ઘણી સ્વતંત્રતાઓ આપી ,અને પરાધીનતામાંથી મુક્તિ આપી .પણ આ પરમેશ્વરે ભેટ આપેલી .સ્વતાન્ત્રતામાંથી મનુષ્ય સ્વચ્છંદી બન્યો ,પરમેશ્વરની અદ્ભુત કૃતિઓને નુકસાન કરવા માંડ્યો .પરિણામે મનુષ્ય વિકૃત માનસનો બન્યો ,અને પરિણામે દુ:ખી દુ:ખી થઇ રહ્યો છે . એક ભજનમાં કીધું છેકે ભાઈ તું નિર્દયીનો સંગ ન કરતો પણ જવું ક્યાં ?બધે અભિમાની ,ઈર્ષાળુ દંભી અભિમાની લોકોજ વધારે દેખાય છે .હવે કૃપા કરીને ભજન વાંચો અને મારી ક્ષતિ ઉપર મારું ધ્યાન દોરો
બેલીડા બેદર્દનો સંગ કેમ કરીએ બેદર્દ બોલે મોઢે મીઠા બોલ એની વાતુંમાં વ્રહ્માંડ (બ્રહ્માંડ )ડોલે …બેલીડા બેદર્દનો સંગ કેમ કરીએ
એ …. હંસોને બગલો એકજ રંગા બેઠા સરોવર પારજી વાન બેઉનો એકછે પણ આહાર એકજ નઈ …બેલીડા બેદર્દ નો સંગ કેમ કરીએ
એ ….શ્યામ મોઢે ચણોઠડી ઈતો હેમની હારે તોલાયજી વજન બેઉનો એક છે એની કિમત એકજ નઈ ….બેલીડા
એ ….કાગોને કોયલ એકજ રંગા ઈતો બેઠાં આંબલીયાની ડાળ જી વાન બેઉનો એક છે . પણ બોલી એકજ નઈ ….બેલીડા
એ ….ભગવા ધારી સાધુડા ઈતો ગંગા ના ‘વા જાયજી લૂગડાં બેઉનાં એક છે પણ મનડા એકજ નઈ ….બેલીડા
ચિત્તા ,વરુ .વાઘ ખાનગી વાતો ભેગા થઈ કરી ર્યા છે
મનુષ્યો આપણા કરતાં વધારે ક્રૂર થઈ ગયા છે

ગામડાના ગરીબ માણસની નીતિ

અમારી બાજુ અને એવે ઘણે ઠેકાણે કપાસનું વાવેતર કરતા આ વાત હું વર્ષો પહેલાંની કરું છું .તે વખતે કપાસના છોડ ઉપરથી સીધો કપાસ નો લેવાતો પણ કપાસના પાકી ગએલા ફળને છોડવા ઉપરથી તોડી લેવામાં આવતાં ,આવાં ફળોને કાલાં કહેતા, આવાં કાલાંને છોડ ઉપરથી તોડી લાવવા માટે ખેડૂતો મજુર રાખતા આવાં કાલાં તોડવા માટે કાલાં તોડવાને બદલે” કાલાં વીણવા “શબ્દ વપરાતો
દેશીંગામાં એક વખત રુડીમા લુવાર કોઈના ખેતરમાં કાલાં વિણવા ગયાં .કાલાં વીણતી વખતે તેના કાનનું સોનાનું ડુલ નીકળી પડ્યું અને ખોવાઈ ગયું બહુ ગોતવા માટે મહેનત કરી પણ ડુલ જડ્યું નહિકાકાએ ,કાલા વીણવાનું કામ પૂરું થયા પછી નિરાશ વદને રૂડીમાં ઘરે આવ્યાં .કાલાં વિણાય ગયા પછી ખેડૂત કાલાનું ગાડું ભરી ખળાવાડમાં ખેડૂત પોતાની જગ્યાએ ગાડું ઠાલવે .ખેતરનાં બધાં કાલાં વિણાય ગયા પછી દરબાર પોતાનો ચોથો ભાગ લ્યે આમાટે બધાં કાલાનું વજન કરવામાં આવે અને દરબારનો ચોથો ભાગ જુદો રાખે .પછી વેપારી કાલાં ખરીદી લ્યે ,એવીરીતે ખેડૂતનાં કાલાં પણ વેપારી ખરીદી લ્યે .પછી વેપારી કાલાં ફોલાવવા માટે મજુરો રાખે .અને એક વિશાળ મંડપ નીચે કાલાં ફોલવા માટે મંડપ નીચે ખાસ કરીને સ્ત્રીઓ અને બાળકો પોત પોતાની નક્કી કરેલી જગ્યાએ બેસે અને કાલાંમાંથી કપાસ કાઢે, અને મણના હિસાબે વેપારી પૈસા આપે ,હું ઘણી વખત મારી મા માણસ સાથે કાલાં ફોલવા ગએલો છું ,તે વખતે એક મણ કપાસ કાઢવાના ચાર આના આપતા ,હું રમત રાળા કરતાં કાલાં ફોલું મહામુસીબતે એક મણ જેટલો કપાસ કાઢી શકતો ,કોઈ વખત મારી મા પોતાના કાઢેલા કપાસમાંથી મારા કપાસમાં નાખીને એક મણ કપાસ પૂરો કરી આપતી .
કાલાં ફોલવા વાળાઓને બેસવા માટે જે મંડપ કર્યો હોય, એ મંડપને આડ કહેવાય .કાલાં ફોલવા આવનારાંઓને કાલાના વિશાળ ઢગલામાંથી જરૂર પ્રમાણે આપવા વાળો માણસ વેપારીએ રાખ્યો હોય .એક ઠેકાણે આડમાં કાલાં આપવા માટે મારા મકા કાકા બારિયા રાખેલા .
રુડીમાનું ડુલ ખોવાઈ ગયેલું ,એ વાત આખા દેશીંગામાં વાયુ વેગે ફેલાઈ ગએલી હતી .અને એ વાતને બે મહિના થઇ ગયા હશે .
કાલાં ફોલનારાઓને આપતી વખતે મકા કાકાને રુડીમાંનું ડુલ હાથમાં આવ્યું .મકા કાકાને ડુલ મળ્યું એ વાત ફક્ત મકા કાકા એકલાનેજ ખબર હતી .મકા કાકાએ એ ડુલ પોતાના ખિસ્સામાં મુકવા ધારત તો મૂકી શકત ,પણ મકા કાકાએ એવું ન કર્યું તેઓ રુડીમાને ઘરે જઈ ડુલ રુડીમાને હથો હથ આપીઆવ્યા “.જેને ક્યેછે નિખાલસતા જેને ક્યેછે પ્રેમભાવ કૂબાઓમાં હશે પણ પાકા મકાનોમાં નથી .

જુના સમયનો સોરઠના ગામડાનો લગ્નોત્સવ

જયારે દિકરાનાં લગ્ન થવાનાં હોય, ત્યારે કન્યાના માબાપ તરફથી બ્રાહ્મણ લગ્નના સમાચાર વાળો કાગળ લઈને વરના ઘરે જાય .લગ્નના શુભ સમાચાર વાળા બ્રાહ્મણને જોઈ વર પક્ષનાં માણસો હરખની હેલીએ ચડે .એમાં વરની મા ગાંડીતુર હોય ,એ ગામમાં દરેકને ઘરે જાય ,અને હરખભેર સમાચાર આપેકે અમારા ગગાનું લગન આવ્યું છે .એટલે સાંજે અમારે ઘરે ગીત ગાવા આવજો . ગીત ગાવા વાળિયું બેનો આવે .અને ગીત શરુ કરે ,”પાછલી પછીતે બેઠારે ગણેશ પડભીતે બેઠી પુતળી રે “ગીત ઓછામાં ઓછાં ચાર ગીત ગાવાં જોઈએ ,ગીત પુરાં થાય એટલે દરેક ગીત ગાવા વાળીયુંને ખારેક સાકર અથવાતો અકેકી સોપારી આપે ,
અમારાં મણીભાભી સૌ સાથે રાગમાં તાલ મેળવીને નો ગાય, પણ જરાક પાછળથી શરુ કરે .મેં એક વખત પુછયું ભાભી તમે સૌ સાથે મળીને ગીત ગાતાં હોયતો ?તો તે જવાબ આપેકે જો હું સૌ સાથે મળીને ગાઉં તો હું ગીત ગાઉં છું એની ખબર કેમ પડે ?,
સવારે ઢોલી ઢોલ વગાડવા આવે .અને માંડવો નાખવા વાળા ગામના સેવાભાવી જુવાનીયા આવે .અને ગામમાં જેની નીરણ ઉંચી થઈહોય એના પૂળા ધણીને પુછયા વગર લઈ આવે ,અને એવીજ રીતે કોકની વળિયું ઉપાડી લાવે ,માંડવો નખાય જાય એટલે માંડવો નાખવા વાળા જુવાનું આગળ ખજૂરનું વાડીયું (મોટું પેકેટ )ઘીનું પાળિયું ,થોડાક વાટકા મુકે લગ્ન ઘણે ભાગે મહા મહિનામાં થાય આ વખતે ઠંડી હોય એટલે ઘી જામેલું હોય .ઘીના પાળીયામાંથી હાથેથી ઘી કાઢી કાઢીને વાટકામાં નાખે અને પછી ખજુર અને ઘી જુવાનીયા ઝાપટવા માંડે ,હરખુડી વરની મા જુવાનો પાસે આવે અને કહે એલાવ થોડું થોડું ઘી કેમ ખાઓ છો લોંદા ભરી ભરીને ખાતા જાવ ? પછી જાન જુતે માનીતી માનીતી જાનડીયુ વરના ગાડામાં ખડકાય ,અને ગીત ઉપાડે “ધૂપ પડે ધરતી તપેરે પડે રે પડેરે નગારાની ધોંશ ભમ્મર તારી જાનમારે “અને પછીતો બાપુ વેવાઈના ગામ જાન પુગે .અને વેવાઈ તરફથી ગોળનું પાણી પીવડાવવામાં આવે થોડી વારે જાનનું સામૈયું થાય અને વાજતે ગાજતે જાન ઉતારે પહોંચે
હું ચારેક વરસની ઉમરનો હતો ત્યારે મારા રમણિકભાઈની જાનમાં દેશીંગાથી અર્ધો ગાઉ દૂર મોડદર ગામે ગએલો .વેવાઈને બે દીકરીયુને સાથે પરણાવવાની હતી .એક જાન મૈયારીથી ચુનીલાલની અને એક જાન દેશીંગાથી રમણિકભાઈની ,કન્યાઓએ ઘુંઘટ તાણ્યા હોય ,ગોરબાપાએ હાકલ કરીકે કન્યા પધરાવો સાવધાન “સાવધાન “અને કન્યા પક્ષના માણસોએ ઉતાવળમાં આલિયાની વહુ માલીયા પાસે અને માલિયાની વહુ આલિયા પાસે બેસાડી દેવાઈ .પણ એક ગીતા પટલાણી જેવી હોશિયાર બાઈની નજર પડી ,જોકે હવે ગીતા પટલાણી નથી .રાજેન્દ્રત્રિવેદીને પરણ્યા પછી એ હવે ગીતા ત્રિવેદી છે .ગીતા સાડી ઉપરથી ઓળખી ગઈકે આ આપણા વાળી નથી એટલે પછી યોગ્ય ઠેકાણે કન્યાઓ પધરાવી
હું નાનપણથીજ સખણો બેસી રહું એવા સ્વભાવનો નહિ મારા પગને તળીયે વાગેલું એટલે પગને પાટો બાંધેલો હતો .અને હું ઉઘાડે પગે જાનમાં ગએલો .એક વખત મગજમાં ખબર નહિ શું ધુન આવી કે હું વિવા(લગ્ન ) પડતા મુકી . હું દેશીંગા આવવા રવાના થઈ ગયો .પાછળ મારી મોડદરમાં શોધ ખોળ શરુ થઈ ગઈ હું ક્યાંય દેખાણો નહિ એટલે મારા બાપા મને ગોતવા દેશીંગાને રસ્તે ચડયા . ધૂળાટ રસ્તા ઉપર મારા પાટાવાળા પગના નિશાન દેખાણા એ જોયા પછી ખાત્રી થઈ કે હું દેશીંગા હઇશ પછી મોડદર જઈને સૌ ને મારા કુશળ સમાચાર આપ્યા .અનેબાપા દેશીંગા આવ્યા અને મને ઘર પાસે ધૂળ અને કાંકરાથી રમતો જોયો .બાપાએ મને પુછયું એલા અહી કેમ આવતો રહ્યો મેં જવાબ આપ્યો મને ત્યાં સોરવતું નોતું . ‘. ‘

ગોમતીમાનો લાલો ગાંડો થયો

દેશીંગામાં લખમણબાપા નામે એક સુતાર રહે .ગુજરાતમાં સુથાર કહે, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમારી બાજુ ફારસી ,અરબીભાષાની અસર આ ભાષાઓમાં “થ” નો ઉચ્ચાર નથી ,એટલે અફઘાનિસ્તાન એટલે અફઘાન લોકોને રહેવાનું સ્થાન “ઠેકાણું ”
લખમણ બાપાની વહુનું નામ ગોમતીમા ગોમતીમાને લાલો અને દિવાળી એમ સંતાન થયાં અને લખમણબાપા મૃત્યુ પામ્યા ગોમતીમા યુવાન વયે વિધવા થયાં .હવે નાતના એવા કાયદા કે જો વિધવા બીજેલગ્ન કરે તો એના સંતાન પતિના કુટુંબીઓ લઈ લે ,ગોમતીમાને સંતાન પ્રેમે બીજાં લગ્ન કરતાં અટકાવ્યાં .અને ગોમતીમાયે પોતાનાં બાળકો માટે ભવ બાળ્યો .દિવાળી વેરાવળ પાસેના ગામ ભાલપરે સાસરે ગઈ,લાલો અને ગોમતીમા આંનદથી રહેતાં હતાં એ જમાનામાં દેશીંગાની નજીકના ગામ સરાડીયાથી શાપુર સુધી રેલ્વે હતી જે સવારે જાય અને સાંજે પાછી આવે . (જે લાઈન હવે કાઢી નાખવામાં આવી છે)લાલો એક દિવસ હટાણું (ખરીદી )કરવા બાંટવે ગયો અને વળતી ગાડી ચુકી ગયો . એટલે બાંટવે થી ચાલતો દેશીંગા આવતો હતો જ્યાં રત્નાગરને કાંઠે આવ્યો તેને ખુબ પેશાબ લાગેલો હતો એટલે એ પેશાબની હાજત રોકી ના શક્યો અને રાત્નાગરને કાંઠે પેશાબ કરી લીધો રાત્નાગરને કાંઠે ચારણઆઈનું સ્થાનક છે એટલે રાત્નાગરમાં સ્નાન નોકરાય આજુબાજુમાં ઝાડે જંગલ નો જવાય રાતના વખતે ચારણ આઈ ચોકી કરતાં હોય છે એવી દૃઢ માન્યતા જો તમે આઈના કાયદાનો ભંગ કરો તો ચારણ આઈ એને પારાવાર દુ:ખ આપે ભયભીત લાલે બુમરાણ શરુ કરી” એ આઈ મને માફ કરો ” બુમ બરાડા પાડતો લાલો માંડ ઘરે પહોંચ્યો જમ્યો .અને ખાટલા ભેગો થયો બુમો પાડતાં પાડતાં ઉંઘી તો ગયો અને પછી ઉઠ્યો એટલે બુમો મારવી ચાલુ કરી દીધી લાલાની બુમે ગામ ગજવ્યું ગોમતીમાં ત્રાસી ગયાં જે માતાએ પોતાના દિકરા માટે થઈ લગ્ન ન કરીને ભવ બાળેલો એજ માતા ભગવાનને પ્રાર્થના કરવા માંડી કે હે ભગવાન તું લાલાના પ્રાણ લઈલે અને લાલાને મને અને ગામને લાલાના ચસ્કામાંથી મુક્તિ આપ જુદા જુદા દેવોના કેટલાય ભૂવાઓ આવ્યા ડાકલાં વાગ્યાં દૂહ દૂહ દખાક પણ લાલાની બુમો ઓછી ન થઈ ઉલટાની બુમો વધી ગઈ છેલ્લે મિતિ ગામની બાવીસ આઇયુ ચારણ આઇઓનો ભૂવો આવ્યો .અને મરમઠ ગામનો જાગરીયો એટલેકે ડાકલું વગાડનાર ગીગલો રાવળ આવ્યો અને ડુંહ ડુંહ ડખાક ડાકલુ વગાડ્યું વગાડ્યું અને ભૂવાના અને ભૂવાના સરમાં (શરીરમાં )બાવીસ આઇયુ આવી અને લોઠકો ભૂવો જમીન ઉપર જોર જોરથી હાથ પછાડી ચસકા નાખી ધુણવા લાગ્યો ધુણતાં ધુણતાં એવું બોલેકે રત્નાગર વાળી આઈ તું લાલાને હેરાન ના કર નહીતર અમે બાવીસ આઇયુ તારી સત્તા આંચકી લઈશું .
જયારે ભૂવો ધુણી રહ્યો હતો ત્યારે લાલો શાંત થઈ ગએલ અને ભુવાના બરાડા શાંતિથી સંભાળતો હતો લાલાએ માનસિક શાંતિ અનુભવી કે હવે મને રત્નાગર વાળી ચારણ આઈ મારો વાળ વાંકો નહિ કરી શકે .અને પછી લાલાનું ગાંડપણ જતું રહ્યું અને લાલો લાકડાં ઉપર કુવાડો ચલાવવા માંડયો અને છોડિયા પાડવા પાડવા માંડ્યો .બાવીસઆઇયુ વાળા ગામ મિતીમાં મારી દિકરીનું સાસરું એક વખત હું અમદાવાદથી મિતિ આવતો હતો ત્યારે મને એક ભાઈએ નાળીયેલ બાવીસ આઇઓને વધેરવા આપ્યું મેં તેને કહ્યુકે હું મિતિથી નાળીયેલ લઈને બાવીસઆઇઓને વધેરી દઈશ તો તે કહે આ જે છે એજ નાળીયેર વધેરવાની માનતા માનેલી છે પછી મેતો રકઝક કર્યા સિવાય નાળીયેલ લઇ લીધું અને હું મિતિ પહોંચ્યો મારી દિકરીના ખોડીયાર આઈની મૂર્તિ છે આ નાળીયેલ તેના માટે છે એવું સમજી ખોડીયાર મા આગળ નાળીયેલ વધેરી નાખ્યું આ નાળીયેલની શેષા અમદાવાદ નાળીયેલ વાળાને આપી એક માણસની ગાય વ્યાય ત્યારે એકાદ દિવસ દુધની સાથે લોહી નીકળે એના માટે તાવીજ કરાવવા માટે મને ગાય વાળા ભાઈએ સવા રૂપિયો આપ્યો .હું તાવીજ કરાવવાનું ભૂલી ગયો હું જયારે પાછો આવતો ત્યારે ત્યારે જેને ઘરે ગએલો .ત્યાંથી રવાના થઈ ગયો અને તાવીજ કરવા વાળા પાસે જવાનું ભૂલી ગયો જયારે હું ગાડીમાં બેસવા રેલ્વે સ્ટેશન આવ્યો યાદ આવ્યું કે હું તાવીજ બનાવવાનું તો હું ભૂલીજ ગયો ?પછી મેં કચરા માંથી કાગલીયો લઈ ચોરસ વાળી ગાયવાળા ને આપ્યો અને એને કીધું કે આ તાવીજને સીવી ગાયને ખીલે બાંધજો મારા કહેવા પ્રમાણે એણે તાવીજ ખીલે બાંધ્યું થોડા દિવસ પછી ગાય વ્યાણી અને ચોખ્ખું દૂધ આંચળ માંથી નીકળ્યું .मन एव मनुष्यानाम कारणं बंध मोक्षयो: . .

शायर महमद इकबाल

“સારે જહાંસે અચ્છા હિંદોસતાં હમારા “જગમશહુર ગઝલનો લખનાર “ઇકબાલ”ના ટુંકા નામે જાણીતો મહમદ ઇકબાલ લાહોરમાં જન્મેલો .તે ફારસી ભાષાનો પણ વિદ્વાન હતોતેણે પહેલી બુક લખેલી એ ફારસી ભાષામાં હતી ઇકબાલ લાહોરની ગવર્મેન્ટ કોલેજમાં શિક્ષક હતો એની “સારે જહાઁસે અચ્છા “ગઝલ 16 ઓગસ્ટ 1904 માં ઉર્દુ વિકલી મેગેજીનમાં બહાર પડેલી આ સમયે દેશના ભાગલા નહીં પડેલા એટલે આખો દેશ હિંદુસ્તાન તરીકે ઓળખાતો તેણે ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર સિટીની ડીગ્રી મેળવેલી એ જર્મનીમાં પણ ભણેલો હતો તેની એક જર્મન છોકરી મિત્ર પણ હતી તેણે જર્મનીમાં પણ નામના મેળવેલી જર્મનીના એક શહેરમાં એક રસ્તાનું નામ” અલ્લામા મહમદ ઈકબાલ” છે .લાહોરના ઈંટરનેશનલ એરપોર્ટનું નામ પણ “અલ્લામા મહમદ ઇકબાલ ” છે ઈકબાલની “સારે જહાંસે અચ્છા ” ગજલ જાણીતી છે એટલે એ હું નથી લખતો પણ એના કેટલાક શેર હું લખું છું
हों सदाकत के लिए जिस दिलमे मरनेकी तड़प ,
पहले अपने पैकरे-खाकिमे जां पैदा करे …1 कलीसा=चर्च वगेरे देवस्थान हिजाजी =मक्कामदिनानो रहेवासी रिंद=शराबी अर्श=आसमान एहतराज= छुपवु
है मेरी जिल्लतही कुछ मेरी शराफ़त्की दलिल
जिसकी गफलतको मलक रोतेहई वो गाफिल हूं मै ….2
हे आशिकिमे रसम अलग सबसे बैठना बुत्कादाभी हरमभी कलिसाको छोड़ दे …3
हिन्दी होने पर नाज जिसे कल तक था हिजाजी बन बैठा
अपनी मेह्फिलका रिंद पुराना आज नमाजी बन बैठा …4
बिठाके अर्शपर रख्खा है तूने अय वाइज
खुदा वो क्या है जो बन्दोसे एहतराज करे ….5
फला फूला रहे यारब चमन मेरी उमिदोका
जिगरका खून दे दे कर ये बूटे हमने पाले है …6
पत्थरकी मुरतोमे समजाहे तू खुदा है
खाके वतनका मुझको हर जर्रा देवता है …7
निराले है अंदाज दुनियासे अपने
के तकलिद्को खुदकुशी जानते है ….8
काबेमें बुतखाने में है एकसी तेरी जिया
मै इम्तियाजे देरो हरम में फसा हुवा …9 सदाकत=सचाई पैकरे -खातिर ==शरीर रूपी मतिनु पुतलू जिल्लत=अनादर मलक =फिरस्ताओ

સોટી વાગે ચમચમ વિદ્યા આવે રમ જમ

“આ સોટી વાગે ચમ ચમ “એ કહેવત જૂની છે .મારું માનવું છે કે  જેની બુદ્ધિ કામ કરતી નથી એને ગમે એટલી સોટી મારો એ કઈ શીખવાનો નથીઉલ્ટો વધુ જડ જેવો થઈ જાયजिस्को नहीं है बोध तो गुरु ज्ञान क्या करे ,बंदा न करे भजन तो भगवान क्या करे ?મારા ગામ દેશીંગા માં ગુજરાતી પાંચ ધોરણ સુધી ભણાવતા .વધારે ધોરણ રાખે તો વધારે માસ્તર રાખવો પડે ,અને ઈ બાપુને એક ગામના ધણીને પોસાય નહિ .દેશીંગા થી નજીકના ગામ  મરમઠમાં અંગ્રેજી વિના સાત ધોરણ સુધી ભણાવતા .મરમઠ એ માણાવદર દરબારના 24  ગામ માનું  એક્ગામ  હતું એ બાપુને ઈંગ્લીશ ભણાવનાર માસ્તર પોસાય એમ  ન હતું  મરમઠ ની બાજુના સરાડીયા અને માંડવા જુનાગઢ રાજ્યનાં ગામ , આ ગામ  મોટાં પણ જુનાગઢ નવાબના કોઈ ગામડામાં  નિશાળજ  નહિ .ફક્ત કસ્બાઓમાં નિશાળ  ખરી .એટલે સરાડીયા ,દેશીંગા ,અને માંડવા ગામના છોકરાઓ( છોકરીઓ નહીં)મરમઠ ભણવા આવે .તે સમયે નિશાળમાં ભણવાનો કાયદો એવો હતોકે સવારે આઠ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી ભણવાનું અને પછી બે કલાકની ખાવા પીવાની રજા પડે અને બે વાગ્યે સ્કુલ ચાલુ થાય તે ઠેઠ પાંચ વાગ્યા સુધી .દેશીંગામાં નુંનારડાથી એક છોકરો એની માસીને ઘરે રહેતો અને મરમઠ ભણવા આવતો .આ છોકરો જટાશંકર મને દુરનો સગો થાય .તે સમયે વાહન વહેવારની સગવડ નહીં એટલે લોકો ઘોડાં રાખતા ઘોડાં ધણશેરમાં (ગોચરમાં )ઘોડાના એક બાજુના બંને પગને દામણ દઈને રેઢા ચરવા મુકે .મને અને જટાશંકરને વિચાર આવ્યોકે આપણે બાર વાગ્યે ઘરે જમવા જઈએ ત્યારે ઘોડા ઉપર ચડીને જઈએ અને ઘરે ગયા પછી ઘોડાને ડામણ દઈ આપણા ગામના ધણશેરમાં ચરવા મુકીએ ,અને જમી પરવારીને પાછા મરમઠ ભણવા આવીએ ત્યારે ઘોડેસ્વાર થઈને આવીએ .અને આમ “ઘોડી દરબારી અને રાંગ પરબારી “કરી લેતા .
અમને ભણાવનારા માસ્તર દેવશંકર ત્રિકમજી દવે ભણાવે પણ સારું અને મારવાનું પણ સારું છોકરાની જરાક ભૂલ પડે તો એ જેવી ભૂલ એવો માર મારતા ,ગોઠણ નીચે ચીટલો ભરવો ,તમાચો મારવો ,હાથ પકડી વાંકાવાળી વાંસામાં ધુંબો મારવો ,અંગુઠા પકડાવી સાથળ ઉપર અને એનાથી ઉંચે જ્યાં માંસ હોય ત્યાં આંકણી thi marvu ramsing કરીને એક ઠોઠ નિશાળીયો હતો .તેને આ ચારેય પ્રકારના મારનો પાકો અનુભવ .
હું એકવખત સાબની ઝપટે ચડી ગએલો .મને ઉઠ બેસ કરાવી ,અંગુઠા પકડાવ્યા અને આંકણી થી માર્યો .ભણવા બાબત નહીં પણ મેં માસ્તર સાબની ભૂલ કાઢી એ માટે ,શિક્ષ્કો ભૂલો કાઢવાથી ટેવાયેલા હોય ભૂલ કઢાવવાથી ટેવાયેલા ન હોય .અમારે “હલ્દીઘાટનું યુદ્ધ “એ પાઠ હતો આ યુદ્ધ અકબરના દીકરા સલીમ અને મહારાણા પ્રતાપ વચ્ચેનું હતું .પ્રતાપ હમેંશા પોતાના માથા ઉપર છત્ર રાખતો ,એટલે તેને ઓળખાવો સહેલો રહેતો .યુદ્ધ વખતે તેના સાગરિત ઝાલા રાણા માનસિંગે છત્ર પોતાને આપી દેવા માટે પ્રતાપને કહ્યું તે વખતે તે માનસિંહ એવું બોલેલોકે હવે તું છત્ર મને આપી દે અને મને “મહિમાવાન થવા દે ” અમારા માસ્તર એવો અર્થ કરતા કે મી એટલે પૃથ્વી અને માવાન એટલે ભેટવું .મેં સૌ સંભાળે એમ જોરથી કહ્યુકે માનસિંહ એવું કહે છેકે પ્રતાપ મને તારું છત્ર આપીડે અને મેં તુને બચાવ્યો અને મેં તુને બચાવ્યો એ બાબત મને મહિમા વાળો થવાદે . સાબને છીંકણી સુંઘવાની ખસી ટેવ હતી ,જયારે એ વિદ્યાર્થીને મારવા વછૂટે ત્યારે ઉતાવળે છીક્ણીના સડાકા બોલાવીલ્યે અને પોતાની ધોતીથી છીકણી વાળી ચપટી લુંન્છીને મારવા વળગે .પણ બાપુ આપણને વિદ્યાર્થી ઉપર દયા આવે હો .રામસિંહ ઠોઠનો ઠોઠજ રહ્યો। બહુ સોટી ચમ ચમ વાગી તે છતાં . ,

આતાના ચૂંટેલા શેર (જુના નવા શાયરોના )

જુબાંકો ઇઝ્ને ગોયાઈ ,ન કુછ દિલમે પજીરાઈ ,યેહી આદાબે મેહફીલ હો તો ,મેહ્ફીલકો સલામ અપના ….શકીલ ઇઝન=છુટ આપવી  !ગોયાઈ =બોલ ચાલ !પઝીરાઈ =મંજુરી !આદાબ =શિષ્ટાચાર   (2)ઈલ્મને મુજસે કહા ઈશ્ક હૈ દિવાનાપન ,ઈશ્કને મુજસે કહા ,ઈલમ હૈ તખ્મિલ ઓ જન  .  ઈલમ =વિદ્યા   તખ્મિલ ઓ જન =સ્ત્રી અને અનુમાન

આરાજી હદ બંદીયા હૈ દેસ ક્યા પરદેસ ક્યા ,મૈ હું ઇન્સાં વુસઅતે કોનેન હૈ ,મેરા વતન ……સીમાબ અકબરાબાદી ! આરાજી =ભૂમિ  !વુસઅત  =ફેલાવો !કોનેન =સ્વર્ગ થી પાતાળ લોક સુધીની સૃષ્ટી

અબતક તો મહોબ્બતમે વો સાઅત  નહિ આઈ ,જિસ રોજ વો રોનેપે મેરે હંસ દિયા ન હો ….આસી ઉલ્દની !        સાઅત =ક્ષણ

અલ્લાહ્કા ઘર કાબેકો કહતે હૈ વ લેકિન ,દેતા હૈ પતા ઔર ,મિલતા હૈ કંહી ઔર …. દાગ

અહબાબ કે  કંધેસે લહાદ મેં ઉતર આયે ,કિસ ચૈનસે સોતે હુવે હમ અપને ઘર આયે …રિયાજ ખૈરાબાદી ! અહબાબ =મિત્રો  લહદ =કબર

મરજાઉં જબ મૈ યારો માતમ નહિ મનાના ,ઉઠાકે જનાઝા મેરા નગ્મા સુનાતે જાના ,લાકે લહદ મેં મુજકો ઉલ્ફત્કે સાથ રખના ઇત્તરકે કે બદલે મુંહ પર માશૂક કા અશ્ક છિડકના  .આતા  માતમ =મૃતક પાછળ રો કકળ કરવી  !નગ્મા =ગીત   લહદ =સમાધિ ,કબર    માશૂક =પ્રેમિકા    અશ્ક આંસુ   ઈત્તર =અત્તર

જોકે મેં મારા મૃત્યુ પાછળ રોકકળ  કરવાની ના તો પાડી છે .પણ મારી દિલોજાન માશૂક  મારો વિયોગ સહન ન કરી શકવાના  કારણે  રુદન કરશે (અરે રામનું નામ લે તારી પાછળ તારો અતિ વહાલો દિકરો સુરેશ જાની પણ નહિ રુવે )

ગમઝા નિગાહ તગાફુલ ,અખિયાં સિયાહ ચંચલ ,યારબ નજર ના લાગે ,અંદાજ હૈ સરાપા …..ફાઈજ     ગમજા =આંખનો ઈશારો   નિગાહ =દૃષ્ટિ  ચંચલ =નખરાં યુક્ત

તગાફુલ = ઉપેક્ષા   સિયાહ =શ્યામ   અંદાજ = હાવ ભાવ ,નાજ નખરાં    સરાપા =પગથી માથા સુધી

કભી વો દિન થે અપને દિલકો ,હમ અપના સમજતે થે ,મગર અબ હર બશરકે  દિલકો અપના દિલ સમજતે હૈ ….જગન્નાથ આઝાદ      બશર =મનુષ્ય

ઈબાદત કરતે હૈ જો લોગ ,જન્નતકિ તમન્નાસે ,ઈબાદત તો નહીં હૈ એક્તરહકિ વો તિજારત હૈ ……જોશ મલીહાબાદી  ઈબાદત=આરાધના જન્નત =સ્વર્ગ   તમન્ના મહત્વાકાંક્ષા    તિજારત =વેપાર

ન સતાઈશકી પરવા નસિલેકી તમન્ના હૈ ,ન સહી ગર મેરે અશઆર મેં  માની ન સહી …ગાલિબ    સતાઈશ =પ્રશંશા   સિલા =ઈનામ  અશઆર =શેરો (શેરેનુબહુવચન )માની =અર્થ   ગર= જો

છડે ડે છડે ડે કથડે કે છડે ડે .આઉં તાં છડા તો પણ હિ કથડો નથો છડે .

1857ના  બળવાની આજુ બાજુની વાત છે .આ વખતે ઓખાના વાઘેર લોકોએ ગાયકવાડ સરકાર સામે બંડ ઉઠાવેલું .અને મુળુ માણેક અને જોધા માણેક બહારવટે  ચડયા .એ સમયે આપણા દેશી લોકો ગોરા અંગ્રેજોના પ્રભાવથી ખુબ દબાયેલા હતા .ફક્ત વાઘેર લોકો અંગ્રેજોને તુચ્છ સમજતા .તેઓ પોતાની ભાષામાં કહેતા કે” ચીંથ ર ડેજા પગેવારા અને વાંદર જેડા મું વારા અસાંકે વાઘેરકે કુરો કરંદા “મતલબ કે ચીંથરાના પગ વાળા (મોજાં પહેરેલા )અને વાંદરાના મોઢાં જેવાં ગોરાં મોઢાં વાળા આપણને વાઘેરને શું કરી શકવાના હતા .

જયારે ગાયકવાડ સરકારના મરાઠા સૈનિકો વાઘેરના બળવાને ન દાબી શક્યા .ત્યારે ગાયકવાડ સરકારે બ્રિટીશ સરકાર મદદ માગી .બ્રિટીશ સરકારે વાઘેર સામે ગોરા સોલ્ઝર ઉતાર્યા ત્યારે” ચીથર ડેજા પગેવારા “વાક્ય પ્રચલિત થએલું. પણ વાઘેરના લંઘા લોકોએ વાઘેરના પરાક્રમને બિરદાવતો દુહો કીધો કે “માણેકે સીચોડો માંન્ડીયો વાઘેર ભરડે વાડ  સોઝરની કીધી શેરડી ,ધધકે લોઈની ધાર “પછી વાઘેર લોકોએ પોતાનો પ્રદેશ ઓખો (ઓખામંડળ )છોડયો અને કોઈ પણ રાજ્યમાં લુંટ ફાટ કરવા લાગ્યા .સરકારની ભીંસ વધી કોઈ આશરો આપે નહિ .પણ બાંટવાના બાબી દરબારોએ આશરો આપ્યો .પછી વાઘેરો બાબી દરબારોના આભારના ભાર નીચે દબાયા અને  બાબીઓ એ આ નબલાયનો પુરો લાભ લીધો .અને માણેક શાખાના વાઘેરોની ખુબસુરત દિકરીઓ સાથે લગ્ન કરવા માંડ્યા .વાઘેર હિંદુ એટલે એની દીકરીયું બાબીને  પરણે પણ પોતાનો ધર્મ છોડતી નહિ .બાબીઓ પણ એના ધર્મનું સન્માન કરતા .દરબાર ગઢમાં સત્યનારાયણની કથા પણ વંચાય અને વાઘેરાણીઓ   દેવ દર્શને પણ જાય .

આવા એક વાઘેરની દિકરી  દેશીંગાના બાબી દરબારને પરણેલી .પછી એના સગા વહાલા વાઘેરો દેશીંગામાં રહેવા લાગ્યા .દેશીંગાની  નદીમાં પુર આવે ત્યારે ઘણી વસ્તુ નદીમાં તણાયને આવે ,અને દેશીંગાના તરવૈયા જુવાનો નદીમાં પડીને વસ્તુ લઇ આવે .નદીમાં બરાબર પાણી આવતું હોય ત્યારે લોકોને ખુબ હર્ષ હોય એ નદીને કાંઠે ઉભા ઉભા પણ હોય અને નદીમાં ધસમસતું પાણી આવતું હોય એ જોતા હોય ,અને કોઈ વસ્તુ તણાતી આવતી જુવે તો તે વસ્તુ લેવા માટે નદીમાં ખાબકે પણ ખરા .એકવખત વરસો પહેલાં ધોરાજી ગામમાં નદીએ તારાજી સર્જેલી પાર વગરની વસ્તુ નદીમાં તણાય  તણાયને આવવા માંડેલી .મેં આવી ધોરાજીની તણાય ને આવતી વસ્તુ જોએલી છે,આ વખતે વરજાંગ મસરીભાઈ કન્ડોરીયાયે  ઘણી વસ્તુ કાઢેલી .પણ બિન વારસી મિલકતનો ધણી બાંટવાનો તાલુકદાર થાય એટલે વરજાંગે અને બીજા જુવાનીયાઓએ કાઢેલી વસ્તુના ધણી તાલુકદાર થઈ ગયા.એક વખત નદીમાં રીંછ તણાઈને આવતું હતું ,નદીકાંઠે ઉભેલા માણસોમાં કેટલાક વાઘેર જુવાનો પણ હતા .રીંછને  કામળો સમજીને એક વાઘેર કાઢવા ,નદીમાં પડ્યો . કામળાને વાઘેરની ભાષામાં કથડો કહેવાય,વાઘેર જેવો રીંછ પાસે ગયો એટલે થાકેલું રીંછ વાઘેર ઉંપર ચઢી બેઠું .વાઘેર રીંછની  પકડમાંથી છુટવા મહેનત કરવા માંડ્યો .પણ અકળાઈ ગએલું રીંછ વાઘેરને છોડતું નોતું .વાઘેર કોઈ હિસાબે છટકી  શકે એમ નોતો .અને ડુંબીજવા જવા લાગ્યો .એટલે કાંઠે ઉભેલા વાઘેરે બુમ મારીકે “છડે ડે છડે ડે  કથડાકે”  સંભાળીને   ડુબતો વાઘેર બોલ્યો  આઉં તાં  છડાતો પણ હિ કથડો નથો છડે .મતલબકે કાંઠે ઉભેલ વાઘેર બોલ્યો કે કામળાને છોડી દે અને  નદીની બહાર નીકળી જા એટલે ડૂબતો વાઘેર બોલ્યો કે હું તો છોડી દઉં છું પણ આ કામળો મને નથી છોડતો . રામરામ

વ્યાસથી લખાણા નઈ પ્રેમ તણા પુરાણ

આ હું જે લખીશ એ મેં નજરે જોએલા  કિસ્સા નથી. પણ વિશ્વાસ પાત્ર માણસોથી સાંભળેલા છે.અમદાવાદમાં ઘીકાંટા રોડ પર કહેવાતી નીચ જાતિનો માણસ પોતાનો ધંધો કરી રોટલા રળી ખાતો હતો .તે પરણેલો હતો ,અને બે બાળકોનો પિતા હતો .તેનાથી સામેની બાજુ એક બહુ પ્રતિષ્ઠિત અને પૈસાપાત્ર માણસ ઊંચા મકાનમાં કહેવાતી ઉચ્ચ જાતિનો  માણસ પોતાના કુટુંબ સાથે રહેતો હતો .માણસોની અંદરો અંદર કે પ્રાણીઓની અંદર જાતિઓની રચના ફક્ત સ્ત્રી અને પુરુષ એવી કરી છે .એક ફિલ્મી ગીતની કડી લખું છું .मालिकने हर इन्सानको इन्सान बनाया ,हमने यहाँ हिंदु या मुसलमान बनाया .પ્રતિષ્ઠિત માણસ કે જે નીચ માણસની સામે રહેતો હતો ,તેને બાવીસ વરસની એક કુંવારી કન્યા હતી .પ્રેમ એક એવું તત્વ છે ,કે જે કોઈ જાતિ ,ધર્મ,ઉમર ,રંગ ,દેશ એમાંના કોઈ વાડામાં પુરાએલો નથી .એને બધું પોતાનું આગવું છે.એને ભાષાની પણ જરૂર નથી .ભુદરજી લાલજી જોશીનો એક દુહો લખું છું .”પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત ,કંઈક હલ્કી હેમાળે જાત ભગવાં પેરીને ભૂધરા “એમ આ કુંવારી કન્યા અને પરણેલા પુરુષ સાથે આંખોના   ઈસારાથી વાતો થઈ ગઈ .અને એ પ્રમાણે બંને જણાં એક દિવસ ભાગી ગયાં ,અને મદ્રાસમાં સ્થિર થઈ ગયાં .કન્યાના બાપે પોલીસમાં ફરિયાદ નોંધાવી કે મારી દિકરીને આ સામેનો માણસ ભગાડી ગયો છે .પોલીસે કીધુંકે  બંને જણાં પુખ્ત વયના છે .એટલે અપહરણનો ગુન્હો બનતો નથી .પોલીસે એનો ચા પાણી પીધા પછી એક આઈડિયા બતાડયો કે જો તું ચોરીની ફરિયાદ નોધાંવ કે મારી દિકરી અને આ માણસે સાથે મળીને મારા ઘરમાંથી  રોકડ રૂપિયા અને  દાગીનાની ચોરી કરી છે.આવી ફરિયાદ થયા પછી પોલીસે મદ્રાસ જઈને  પકડ્યા અને અમદાવાદ લઈને આવતી હતી .અને વચ્ચે ચામાં ઝેર નાખીને ચા પીને મરી ગયાં .પોલીસ કસ્ટડીમાં  ઝેર ક્યાંથી આવ્યું એ એક રહસ્ય છે.એ બાબત કલ્પના કર્વાનીજ રહી.

બીજી એક ઘટનાં  અમદાવાદ નીજ છે .જેમાં એક ઉચ્ચ જાતિની છોકરીને નીચ જાતિના યુવક સાથે પ્રેમ થઈ ગયો બાપે દિકરીને  સમજાવી કે દિકરી આ યુવક ને તું છોડી દે આ યુવકથી અતિ રૂપાળો ,પૈસાદારનો દિકરો મારા ધ્યાનમાં છે .તેની સાથે હું ધામ ધુમથી તારા લગ્ન કરી આપીશ તુને પુષ્કળ કરિયાવર આપીશ .પણ “પ્રેમ “છોકરી મક્કમ રહી, એકની બે ન થઈ .છેવટે બાપે છોકરીને આપઘાતની ધમકી આપી કે જો તું એ છોકરા સાથે સબંધ નહિ છોડે તું હું આપઘાત કરીને મરી જઈશ , દિકરી કે જેને “વહાલનો દરિયો “કહેવામાં આવે છે .તેણે બાપને કીધુકે  તમે એકદી ને એકદી મરવાના તો છો .તો ભલે હમણાં આપઘાત કરીને મરી જાઓ .અને બાપે ઝેર પીધાં ,અને બાપ મરી ગયો પ્રેમનો વિજય થયો.આપે પણ આવા પ્રેમ કિસ્સા ઘણા સાંભળ્યા હશે .હવે આ પ્રેમ પ્રકરણ હું પુરું કરીશ પણ એ પહેલાં કવિ “સાગર “નો છંદ કહીશ.अंबर ते अति ऊँची वहे अरु नीची रसातल हु ते अथारि ,तुहिन ते गिरसे अति शितल  पावकसे अति जारन हारी .मारहु ते कटु मीठी सुधा हुते जीनी अणु ते सुमेरुते भारी ,मानत मान अजान न मानत “सागर “बात सनेहकी न्यारी

premno marag “aataai”koithi n puro thyo  majnu jangal  farhad  pahadomaa  rahi gayo .