Monthly Archives: મે 2016

कमाए नाम अरु दाम कैसे कैसे शराब पि गई सायगल जैसे कैसे

Fiasco_di_chianti_monteriggioni
આ લખાણ  મારી યાદ દાસ્ત માટે લખું છું   .મગજની કસરત માટે  અને ખાસ મારા  મનોરંજન માટે   છતાં કોઈ  સજ્જનને  વાંચવી હોય તો તે  વાંચી શકે છે  .  આમ તો હું શરાબ ન પીવા માટે  मोहतरिज  છું   .  છતાં  મારી ઉમર વધતી જતી હોય અને કોઈ વખત મૂર્ખાઈ કરી બેસું  અને  દારુ પીવા લાગુ તેવે ટાણે મને આ લખાણ  વાંચનાર સજ્જન મિત્ર  ચેતવે કે આતા આ તમે આ શું કરી બેઠા   . તે વખતે  મને આ ટકોર ઉપયોગી થાય અને દારૂનો પ્યાલો  ફેકાવી દેવા મજબુર કરે  .
એવું કોણ  નથી સમજતું કે  દારૂ શરીરની અને પૈસાની બરબાદી કરે છે  . છતાં  ટેવ પડી જાય તો તેને કાઢવી  મુશ્કેલ છે  . માટે  હું માનું છું કે  આવા કોઈ વ્યસનથી  દુર રહેવું  સૌ કોઈના હિતમાં છે   . આ હું કોઈને ઉપદેશ નથી આપતો   . કેમકે ઉપદેશ અને કોઈની ભૂલ કાઢો એ કોઈને ગમતું નથી હોતું  . અને હું કોઈ  ઉપદેશક નથી  કે મને કોઈ દહાપણ શિખવવાના પૈસા નથી આપતું  .
એક વાત આપ સૌની જાણકારી માટે લખવી હું ઉચિત માનું છું
હું પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી કરતો હતો   ,  તે પ્રિન્ટીંગ પ્રેસના માલિક  મી  .  ચેસ  મારા પરમ સ્નેહી મિત્ર પણ હતા   .  તેઓ મને વાત કરતા હતા કે  હું રશિયાથી અમેરિકા આવેલો ત્યારે સત્તરેક વરસની ઉમરનો  છોકરો હતો   . આવા વખતે મને કુસંગની અસર નહી થએલી મને શરાબ સિગારેટની  ટેવથી મુક્ત હતો  . હું સાઈકલ ઉપર બેસી  દુકાનદારોની જાહેર ખબરના છાપા  ઘર ઘર આપવા જતો   . તે વખતનો ગરીબ ટીનેજર  છોકરો આજે  હું  અબજો પતિ છું   .
આ શેઠ ક્રીસ્ત્માંસના  દિવસોમાં પાર્ટી રાખતા  પ્રેસના તમામ કર્મચારીઓ પાર્ટીની મોજ મફતમાં માણતા જો કર્મચારીને પોતાના સબંધીને  પાર્ટીમાં સામેલ કરવા હોય તો $5 આપવા પડે અને એપણ બે માણસથી વધુ હરગીજ નહિ  . પાર્ટીમાં  ખુબ ખાવા પીવાનું  મોંઘો શરાબ મરજી  પડે  એટલો પીવાનો  નાચવા કુદવાનું  બસ જ્લ્સાજ જલસા  . મારી એક મિત્ર છોકરીએ કે જેનું ખોટું નામ  હું  પેથી આપીશ  .  આ પેથીએ મને વાત કરીકે તું પાર્ટીમાં આવવાનો  છોને ? મેં કીધું હું નહી આવી શકું  કેમકે ત્યાં જે ખાવા પીવાનું   હોય   એ મને ફાવે નહી  .   અને મને રાઈડ પણ ન મળે  રાતનો વખત હોવાથી મારા ભાઈને કહેવાનું મને ઉચિત ન લાગે   . પેથી બોલી ત્યાં તું ખાઈ શકે એવું કુકી।  ફ્રુટ દૂધ અનેક જાતના રસ વગેરે ઘણું હશે   . અને રાઈડ નો બંદોબસ્ત  હું કરી આપીશ મારી મિત્ર કેથી ( આ સાચું નામ ) આપણને રાઈડ આપશે  કેથીનો  વધુ પરિચય આપતા  પેથીએ મને કીધું કે  કેથી ચુસ્ત વેજીટેરીયન છે  તે શરાબ તો શું સોડા કે કોફી પણ નથી પીતી  આ 29 વર્ષની  કુંવારી  કેથીનો કોઈ બોય ફ્રેન્ડ પણ નથી  . મેં પેથીને  પૂછ્યું એને બોય ફ્રેન્ડ કેમ નથી ? પેથી બોલી એ ખુબ વાતુડી છે  . અને એની બધી વાતો ધાર્મિક હોય છે  .  અને  તેનું શરીર થોડુક ભારે છે  એટલે કોઈ યુવકને એ પસંદ પડતી નથી  .નક્કી કરેલ સ્થળે મને મારો ભાઈ મૂકી ગયો  .  થોડી વારમાં પેથી આવી અને  પછી તુરતમાં કેથી આવી  .  અને એ પોતાની સાથે મેથી છોકરીને તેડતી આવી  .  કેથીએ મને કીધું કે તું મારી પાસે બેસજે  મેથી બોલી તું તારી પાસે તારી  મિત્ર પેથીને બેસાડજે હું અને હિંમત  પાછલી સીટ ઉપર બેસીશું   . થો ડી   રકઝકને  અંતે એવું નક્કી થયું કે મારે અને પેથી  મેથીને  અમારે ત્રણ જણાએ  પાછલી સીટમાં બેસવાનું  અમો સૌ  પાર્ટીને સ્થળે પહોંચ્યા   .  અહી એક બાર એટલેકે મયખાના  રાખેલું એમાં  અને એમાં છલકતા જામ દેનારી વેનેઝુએલાની  કાળા ભમ્મર  કમરથી  નીચા વાળ વાળી અને ગુલફામ એટલેકે ગુલાબી ગાલ વાળી 23 વર્ષની  ખુબ સુરત  સાકી  રાખેલી   . રાતના 1 વાગ્યે  મયખાના  બંધ કરીને  કમર લચ્કાવતી  સાકી ઘરે જતી રહે   . લોકો અધૂરા જામ પડતા મુકીને છલકતા  જામ લેવા સાકિ પાસે પહોંચી જાય  મેથીએ હદથી વધુ દારુ પીધેલો  છતાં એ ધરાણી નોતી એટલે મય ખાના  બંધ થયા પછી  ટેબલ ઉપર  જે થોડા  દારુ ભરેલા પ્યાલા  પડ્યા હોય  એ પીવા માંડેલી  ગાલીબની ગરીબી  વખતનો  એક શેઅર છે કે    आज इतनी भी मयस्सर नहीं  मयखनेमे जितनी हम छोड़ दिया करते थे पैमानेमे    मयस्सर= उपलब्ध  થોડા વરસ પછી મને જાણવા મળ્યું કે  મેથી  અતિ શરાબ  પીવાને ને  કારણે  મૃત્યુ પામી
सायगल , राज कपूर  , खन्नाने अति इज़्ज़त कमाई
मयकश होजानेके कारण  क़ज़ा उसको ले जाई  …सन्तोभाई

કાર્નિવલ ક્રુઝ દ્વારા બહામાની યાત્રા

મારા પૌત્ર  ડેવિડ એની વાઈફ  ,એનાં  દીકરો દીકરી એની બેન તાન્યા અને એનો ખખડ ધજ દાઢીયારો આયુષ્યનાં 95 વરસ  વાપરી ચુકેલો  આતા   .અમે સૌ સાઉથ કેરોલાયનાના બંદરેથી કાર્નિવલ ક્રુઝ દ્વારા  કેરેબિયન સમુદ્રમાં  આવેલ  બહામા  ટાપુ  ની યાત્રાએ  જવા રવાના થયા મેં મહિનાની 19 તારીખ  2016 નાં દિવસે  રવાના થયાં  , બહામા  ટાપુમાં  કાળા લોકોની વસ્તી છે  , કે જેને વરસો પહેલાં બ્રિટીશરો  આફ્રિકાથી  ગુલામ તરીકે લાવેલા   આ ટાપુને  1970ની    સાલમાં  બ્રિટીશ લોકોએ આઝાદી આપી   . આ ટાપુમાં  અમોએ ટેક્ષી કરીને  ચક્કર લગાવી  અને  બીચ સુધી  ગયા   . મને વ્હીલ ચેર વાળાને  મહા મુશીબતે પાણી સુધી પુગાડ્યો   .  મેં મારા પગ  તળીયે સોય પડી હોય ઈ દેખાય  એવા સ્વચ્છ પાણીમાં  ગોઠણ સુધી  પાણીમાં બોળ્યા  ડેવિડ અને  તાન્યાએ  બોટ દ્વારા  સમુદ્રમાં થોડી સહેલાણી કરી  અને  ડેવિડની દીકરી જીયાના એ બરાબર સમુદ્ર સ્નાન કર્યું  . બીજાં  ઓએ  ફક્ત પાણીમાં પગ બોળ્યા  .અને ધન્યતા અનુભવી    એક આવાકાડોનું  ઝાડ  માં બે નાનાં આવાકાડોના નાનાં ફળો અમારા ટેક્ષી  ડ્રાયવરે  ટેક્ષી ઉભી રાખી  પોતે નીચે ઉતર્યો અને  પોતાના હાથે પકડીને ફળો  દેખાડ્યાં સરગવાના   ઝાડ  જોયા જેમાં  ફક્ત  થોડાં પાંદડાં  હતાં એવીરીતે    ગુલમોરના ઝાડ હતાં મેં એક સીતાફળ નું ઝાડ જોયું  જેમાં બે નાનાં સીતાફળ લટકતાં હતાં   . મેં બહામા  ટાપુમાં  મુસાફરી  કરી પણ એમાં  મને કશું જોવા જેવું  લાગ્યું  નહિ  .  એકદમ સફેદ  લાઈમ સ્ટોનનો  આ ટાપુ છે।  પણ  તેને ભાંગો ત્યારે સફેદાય દેખાય છે  .  ઘણા
લોકોને  આ ટાપુ ખુબ  ગમતો  હશે  પણ મને  નો ગમ્યો  . આ તમને દિલની વાત કરી દીધી  .
એક  નીખીલ ખન્ના  નામના ધનાઢય માણસે   મને  વી  , આઈ। .પી  ગણીને  $200  નું ગીફ્ટ  સર્ટિ ફિકેટ આપ્યું  . પણ એમાં શરત એ હતીકે   કૃઝ્માંથી પ્રસિદ્ધ ચિત્રકારોના ચિત્રો  ખરીદો  તો તમને  આ $200  ઓછા આપવા પડે   . અમે  હળી કાઢીને  હસ્ત કલાના ચિત્રો  ખરીદવા ગયા। . તો તેની  કિમત  હજાર ડોલરની આજુ બાજુ   આ  ઉપરથી મને એક જૂની વાત યાદ આવી  . જે આપને વાંચવા આપું છું   .
   એક માણસે  પોતાના ડેલા ઉપર  મોટા અક્ષરે  બોડ મારેલું  કે  નવ ચાંદરિ  ભેંસ કે જે  ભેંસને નવચાંદારી તુર્તની જન્મેલી પાડી છે   . આ ભેંસ એક  ટંકનું  પોણો મણ દૂધ આપે છે  . એ ભેંસ પાડી સાથે મફતમાં આપવાની  છે.  એક  ભાઈ  ભાડાની ટેક્ષી કરીને પૂગ્યો  .  કોઈ ભેંસ લઇ જાય  એ પહેલાં પોતાને મળે એ માટે  ,  જઈને  એણે ભેંસ જોઈ  બહુ રૂપાળી  હતી અને ઈની પાડી પણ રૂપાળી હતી   . આ ઉતાવળા અને અક્કલના બારદાન  અને લોભિયા ભાઈએ  ભેંસના માલિકને  કીધું લાવો હું ભેંસ લઇ જાઉં  .,  ત્યારે ભેંસનો માલિક  એક  ખૂણામાં માંદલી બિલાડી પડી તી એ દેખાડીને બોલ્યો ઓલી બિલાડી છે ઈ કોઈ  $11 હજાર માં ખરીદે  તો ઈને આ મફત  ભેંસ હું   મફત આપું છું  .  માલિકની વાત સાંભળી  ટેક્ષી કરીને આવેલો માણસ  હાલીને ઘર ભેગો થઇ ગયો  .
અમો ક્રુઝમાં બેસવા માટે  ગયા ત્યારે અમારી કાર પાર્ક કરવા માટે  કાર્નિવલ કૃઝ્નું  પાર્કિંગ સ્થળ હતું  જે  એક  છાપરા વાળું હતું  બહુજ રક્ષીત  હતું  જેની પાર્કિંગ ફી  રોજની $68  હતી પણ હું  વ્હીલ ચેર વાળો વી આઈ પી  હોવાથી  મફતમાં પાર્કિંગ  કરવા મળેલું  બીજી પણ ઘણી સગવડો મારા વ્હીલ ચેર હોવાના કારણે હતી   .
 ક્રીઝમાં  40 દેશના માણસો હતા  અને 53 ભાષા બોલનારા હતા   . અનેક પ્રકારનું  ભોજન મળતું હતું   . એક વખત મેં ગુજરાતી  ભોજન મંગાવ્યું   . તીખી તુવેદ દાળ જેમાં ભીંડા નાખેલા હતા   .નાની ચોળીનું શાક  કેરીનું અથાણું  પાપડ  વગેરે હતું  હું મીઠું મરચું  ન્ખાનારો માણસ પણ  મેં કોઈ પ્રતિજ્ઞા  ન લીધેલી હોવાથી  આંખો વિન્ચીને સિસકારા બોલાવતો એક કોળીયો કાઈ લેતો હતો  મારા ગુજરાતી ભોજનનું   માં રાખીને બાકી ક્રુઝમાં અનેક જાતના ફળો  રસ  પીનટ  બટર  મધ  હોલ વ્હીટ બ્રેડ  વગેરે હું ખાઈ લેતો  હતો   . રૂપાળી સુંદરીઓ ઘણી હતી  . પણ મેં  મારી સાથે ફોટો પડાવવા સામે અણગમો  વ્યક્ત કરેલો એક અતિ ખુબ  સુરત  છોકરીએ મને  હાઈ  સ્વીડી  કહ્યો   . એક જમૈકાના   જુવાન નો  મારી સાથે ફોટો છે  .  બે રૂપાળીઓ નેપાળની  યુવતીઓ પણ હતી    .  મને કૃજ્માં બહુ મઝા આવેલી   .  મારે  મીઠું મરચું પણ ખાવું પડેલું  ફક્ત  કોઈના માંન ખાતર   .   મેં કોઈ પ્રતિજ્ઞા  લીધી નથી કે મારે તોડવી પડે  .

 

ઓબામાના દુરથી દર્શન કર્યાં ,અને ઈના મોઢાની સાંભળ્યું પણ ખરી .

image1IMG_0800IMG_1086IMG_0797

 મારી પૌત્રી  તાન્યા નું  ગ્રેજ્યુએશન હોવાથી  અને આ વખતે  રટગર  યુનીવર્સીટી  એ  પ્રેસિડેન્ટ  ઓબામાને  આ પ્રસંગે  ખાસ તેડાવેલો હોવાથી  અમો સહુ  ત્યાં  ન્યુ જર્સી ગએલા  હજારોની સંખ્યામાં  વિદ્યાર્થીઓ અને  એના સગાં વ્હાલાં હોવાથી  જબરી ભીડ હતી  .  એટલે સ્થાન ઉપર  જવાની  સંખ્યામાં કાપ મુકેલો  , પણ હું વ્હીલ  ચેર વાળો હોવાથી  મારી સાથે  મારો પુત્ર દેવ અને એની પત્ની રેશ્મા  આવી શકેલાં અને અમને જગ્યા પણ સારી મળેલી   .  ડેવિડ અમને  સહુને  ટે ને સી થી  8 કલાકની રાઈડ કરીને  લઇ ગએલોપણ એમને      કોઈને સ્થળ  ઉપર  જગ્યા મળેલી નહિ   . એટલી બધી સિક્યુરીટી હતી કે કહેવાની વાત નહી   .  વ્યક્તિગત માણસોને પણ બહુ ચોકસાઈ થી ચેક કરતા હતા  . કારને પાર્ક કર્યા પછી  એ જગ્યાએથી  યુની  , ની બસ  સ્થળ  ઉપર લઇ જતી હતી  . અમો મારા માટે  નવી ખરીદેલી વ્હીલ ચેર  ની   જરૂર નહી પડે એમ સમજીને સાથે નહી  ગએલા  પણ  અમુક ઠેકાણે  ખાસ જરૂર હોવાથી  મારા દીકરા દેવને  મિત્રોએ વાપરવા માટે આપેલી  આવી વ્હીલ ચેર પણ  ચાર પાંચ ભેગી થઇ ગએલી એમાંની અમને ઠીક લાગેલી  એ વ્હીલ ચેર સાથે લઇ ગએલા  .
 પ્રેસિડેન્ટ  નું આખું નામ આ પ્રમાણે છે  . બર્રાક હુસેન  ઓબામા છે  .  અમાના બર્રાક અને હુસેન  અરબી ભાષાના શબ્દો છે  .  જેમાં બર્રાક માંથી બરાક  રાખ્યું  બર્રાક નો અર્થ થાય છે  .ચમકેલો  , ચાલાક  ,   હોશિયાર  ,  બહુજ સફેદ  .   તેજ રફતાર  , શીઘ્ર ગામી   . એવા અર્થો નીકળે છે   ,અને હુસેન  હજરત મહમદ  સાહેબના દૌહિત્ર  જે બે હતા  એમના એકનું નામ હુસેન  અને બીજાનું નામ  હસન  હતું  . આ બન્ને ભાઈઓ  ઈરાકના કરબલા  શહેરમાં  કાફીરો સાથેના  યુધ્ધમાં   શહીદ  થઈ ગએલા   ,  ઇસ્લામના શિયા  સંપ્રદાયના લોકો આ બન્ને  ભાઈઓને  ખુબજ શ્રદ્ધા પૂર્વક  મોહરમ  મહિનામાં  શોક વ્યક્ત કરે છે  .  એનો તાજીયો કાઢવામાં આવે છે   . અમદાવાદમાં   પહેલો  તાજીયો  આ શિયા  મુસ્લિમ ભાઈઓ કાઢે છે  , એ બહુ સુંદર કલામય હોય છે  .  આ તાજીયાના જુલ્સ વખતે શિયા ભાઈઓ  પોતાના બાવળામાં  લોહીના ટશિયા ફૂટી જાય ત્યાં સુધી જોર જોરથી કૂટે છે   . કેટલાક શહેરોમાં  લોખંડની  સાંકળોમાં ખુલ્લી છરીઓ બાંધી  અને પછી  પોતાની પીઠ ઉપર  મારે છે ત્યારે લોહીની ધારાઓ નીકળે છે  .  ભારતના બનારસ શહેરમાં  શિયાઓની ખુબ વસ્તી છે   .  શહનાઈ વાદક   બીસ્મીલ્લાખાન  શિયા સંપ્રદાયનો હતો   .  હમણાની મને ખબર નથી પણ જુના વખતમાં  બનારસમાં  તાજીયા આગળ ખુલ્લી તલવારો  સાથે  હિંદુ  તૈલી  એટલેકે ઘાંચી   ચાલતા
 અમદાવાદમાં  સહુ પ્રથમ તાજીયો  હિંદુ ધોબીનો નીકળતો જે હવે બંધ છે  .
કેટલાક  હિંદુઓ પોતાના બાળકોને  તાજીયા આગળ  લોટા   ળે છે  . એ એટલા માટે કે  પોતાનું બાળક સાજુ નરવું રહે  . એક  વાત મેં એવી સાંભળેલી કે  જ્યારે  હુસેન અને હસન બેય  ભાઈઓ ધર્મને  ખાતર   લડી રહ્યા હતા  . પછી દુશ્મનોથી બચવા  ઘાસની ગંજીમાં છુપાઈ ગએલા  . ત્યારે તેને શોધી રહેલા  દુશ્મનોને  કાચંડા  એ  ગંજી ઉપર ચઢીને પોતાનું  માથું હલાવીને  ઈશારો કરેલોકે તમે જેને શોધો છો એ અહીં  છુપાએલા  છે  .  અને પછી  હુસૈન અને હસન  બન્ને ભાઈઓને  દુશ્મનોએ શોધી કાઢ્યા   . અને મારી નાખેલા  . હા લ  કેટલાક ગામોમાં  તાજીયા આગળ કાચંડો મારીને લટકાવવામાં આવે છે  . દેશીંગા બાબી મુસલમાન દરબારના કુંવર   કાચિંડા ને જોતાની સાથેજ  મારી નાખતા મેં નજરે જોયા છે  .
સ્થળ ઉપર  ઓબામાનું આગમન થતા પહેલાં  સ્થાનિક પોલીસના  હેલી કોપ્ટર  પછી  આર્મીના હેલી જુદિ જુદી  દિશાઓથી આવી  સ્થળ   ઉપર  ચેકિંગ કરી ગયા  . એમાં ક્યાં હેલી કોપ્ટરમાં  ઓબામા આવી પહોંચ્યો એની કોઈને  (મારા જેવાને ) ખબરજ નો પડી પછી  ઓબામાએ  ભાષણ  આપ્યું  અને લોકોએ  હસીને વાહ વાહના પોકારો કરીને  તાળીઓ પાડીને સ્વાગત કર્યું  .  બસ પછી સમય પૂરો થયો અને  ઓબામાએ વિદાય લીધી અને આજ ઓબામા  જન્યુઅરિ 20017માં   “ઉતર્યો અમલદાર  કોડીનો ” થઇ જવાનો  એક દોહરો છે કે   ”
માગણ  મેંલે લુગડે વૈશ્યા  જોબન વેણ 
કામેથી ઉતર્યો   કામદાર ઈ લાગે દેખીતા દેણ   દેણ = અર્ધું પર્ધુ  બળેલ  મડદું

ગુજરાતી સાહિત્ય મંચ – એક નવી શરૂઆત

  • ‘મંગળ મંદિર ખોલો દયામય!’ – ન. ભો. દિવેટિયા
  • ‘યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે.’ – નર્મદ
  • ‘હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.’ – કલાપી
  • ‘કીર્તિદેવ અને મુજાલનો મેળાપ’ – ક.મા.મુન્શી
  • ‘અશોક પારસી હતો’ – જ્યોતીન્દ્ર દવે
  • ‘અને અમરતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયાં.’ – ઈશ્વર પેટલીકર
  • ‘મહાજાતિ ગુજરાતી’ – ચન્દ્રકાન્ત બક્ષી
  • ‘કોચમેન અલી ડોસા’ – ધૂમકેતુ

        આ અને આવી ઘણી બધી રચનાઓ પચાસ વરસ પહેલાં લખાઈ છતાં…

  • આપણને કેમ ગમે છે?
  • કેમ યાદ છે?  
  • કેમ પોતીકી લાગે છે?
  • કેમ એ હમ્મેશ માટે અમર છે?
 
      આવા વિચારો તમને આવતા હોય તો, એ અંગે રસ સભર જ્ઞાન, ગમ્મત અને ચપટિક શિક્ષણ મેળવવા એક મંચ ઊભો કરવામાં આવ્યો છે. 
 
     એની એક ચિત્ર ઝલક આ રહી….એની પર ‘ક્લિક ‘ કરી ત્યાં પહોંચી જાઓ
Inline image 2
      હાલ આ મચમાં ૬ મિત્રો છે – સાહિત્ય અંગે જાણકારીવાળા, તેમ જ વિનાના. પણ એ સૌને ગુજરાતી ભાષા માટે ગૌરવ છે. ગુજરાતી સાહિત્ય અંગે જાણકારી આપવા/ મેળવવા આ સૌએ કમર કસી છે.
   તમને પણ આ મંચમાં જોડાવા દિલી લલકાર છે.
   તમારા જ્ઞાનનો લાભ આપવા, લાભ મેળવવા જોડાશોને?
    ગૂગલ એકાઉન્ટ હોય તો આ સરનામે લોગ ઈન કરીને જોડાવા માટે અમને જણાવી શકો છો.
   અથવા આ સંદેશ લખનારને ‘હા’ માં જવાબ આપી હાર્દિક આમંત્રણ મેળવી શકો છો.
  કમ સે કમ એક ‘ગરવા ગુજરાતી’ તરીકે આપણી ‘મા’ની અને ‘મા’ જેવી વ્હાલી ભાષાના આ મંચ વિશે તમારા મિત્રો, સગાં સંબંધીઓને જણાવશો ને?
    એટલું જરૂર યાદ રહે કે, 
  • આ ચીલાચાલુ, ‘ટાઈમ પાસ’ ગ્રુપ નથી. 
  • કોઈની અંગત રચનાઓની જાહેરાત માટે પણ નથી.

વિશ્વની માતાઓને હેપી મધર ડે ની હાર્દિક શુભેચ્છાઓ

મા આ  રવિવારે  અમેરિકામાં  મધર ડે તરીકે ઉજવાશે  તું અને મારા દીકરાઓની મા ભાનુમતી સ્વર્ગમાં  છો  .પણ તમે મને ખુબ યાદ આવો છો  . કેમકે તમે મને બહુ પ્રેમ આપ્યો છે  . જો કે સ્વર્ગ કે નર્ક જેવું  આકાશમાં છે  .  એવું હું માનતો નથી  . એટલે તમને મારી પ્રશંશા   તમે સાંભળશો  એવી મને જરાય   શ્રદ્ધા  નથી  . પણ મારું મન મનાવવા  હું લખું છું  . અને મારાં
બ્લોગર ભાઈઓ બહેનોને  મારી મા અને મારા દીકરાઓની  મા ની ઓળખાણ  થાય એટલા માટે હું  મારા બ્લોગ  “આતાવાણી ”  માં  લખું છું   . સ્વર્ગ નર્ક બાબતમાં ગાલિબનો એક શેઅર  આ પ્રમાણે છે  .
हमको  मालुम है जन्नतकि हक़ीक़त  लेकिन
दिलको खुश करनेको ग़ालिब ये ख्याल  अच्छा है   .
ગાલીબ કહે છે  .   કે    જન્નત (સ્વર્ગ ) ખરેખર  શું છે એની મને ખબર છે  . પણ  મન મનાવવા  માટે સ્વર્ગ નરકની માન્યતા કંઈ  ખોટી નથી   .
મા તારા માટે મેં  મારી એક લાંબી કવિતામાં  તારી બાબત એક કડી લખી છે   .
तान्याकि ग्रेट ग्राण्ड मधरथी नामकी जवरबाई
हज़ारो नग़मे  उसकी जुबाँ पर  कैसे हो हरिफाई  …सन्तोभाई
 મા હજારો ગીતો  ભજનો  તારે મોઢે  તારે ગાવા માટે   નોંધ  કરેલી  ચોપડી ઉઘાડવી નો પડે   . નવાઈની વાત તો એ છે કે  તુને કોઈ કોઈ ઉર્દુ ભજનો પણ  આવડતાં
आगाह अपनी मौतसे  कोई बशर नहीं
सामान  सो बरसका  कल्कि खबर नहीं   પણ તું કલ્કી ને બદલે પલકી બોલતી  અને ગજલ તું
अजब हैरान हुँ भगवन तुझे  क्यों कर रिजावु मैं  એ આખી ગજલ તું ગાતી  પણ હું નથી માનતો કે તું એનો અર્થ સમજતી હો  .
મા તે મને જે   લાડ  લડાવ્યાં એનું તો વર્ણન  થાય એમ નથી  . તે મને  કદી ટાપલી પણ મારી નથી એટલુંજ નહી તે મને  પીટીયો પણ કહેલો નહિ  .   . પણ તારા લાડનું પરિણામ એ આવ્યું કે હું જરાક તોફાની થઇ ગયેલો અને તારી ધાર્મિક વાતોએ મને હું 8 વરસનો હતો ત્યારે પોષ મહિનાની  કડકડતી  ઠંડીમાં   . ઉઘાડે ડીલે અને  ઉઘાડેપગે   બાવળની  ઘાટી  ઝાડી માં  ધ્રુવ ની જેમ તપ કરવા  હાલી નીકળેલો   . પણ  તારા  શુભ  ઉપદેશે  મને  આર્મી માં પણ હું  કોઈ સ્ત્રી ઉપર   કુદૃષ્ટિ  કરતો નહિ  . કે ચા કોફી  જેવું પીણું પણ પીધેલું નહિ  . મારા તોફાની વેળાની વાત કરું તો  હું જ્યારે ત્રણેક વરસની ઉમરનો હતો ત્યારે  તું એક મોટું મોતીનું  તોરણ  બનાવતી હતી ત્યારે  મેં મોતી ભરેલી થાળી  મેં લાત મારીને ઉડાડી  દીધેલી  . આવખતે મોટીબેને તુને કીધું કે  તે  આને બહુ ચાગલો કર્યો છે  .  એક થપ્પડ  ઠોકી દેને  કે એ તોફાની વેળા ભૂલી જાય।  મા કહ્યેતીકે એ મારો કનૈયો  છે બાળ લીલા કરે છે   . આ પ્રસંગ મને યાદ નથી  . પણ  મેં સાંભળેલું  . આ તોરણ  મેં મારા ગ્રાન્ડ સન  જોનાથનને   ગયે વરસે  આપી દીધું  .  હવે મારા દીકરાઓની મા ને મધર ડે નિમિત્તે યાદ કરું  છું  એપણ 7 વરસ પહેલા સ્વર્ગે ગઈ છે  . કેશોદ ગામમાં  જન્મેલી છોકરી    દેશીંગા જેવા ગામડામાં  ઢોર ઢાંખર રાખવા વાળા ઘરે પરણીને આવી  પણ મારી માને  પોતે ઢોરને દોહવા એના છાણ મૂત્ર સાફ કરવાં છાશ વલોવવી  ઘાસ લેવા જવું   વગેરે  શીખવા માગે છે   .  માટે મને શીખવો   અને માએ   બધી કેળવણી આપી  ઘાસ લેવા  ખેતરોમાં જવું  કયું ઘાસ ઢોરને ખાવા યોગ્ય છે  .અને ઘાસ ભેગું કરવા કાંપો વાળવા  પરબત ભાઈની પત્ની રાણી બેને શીખવ્યું  . અને થોડા વખતમાં  બધી બાબતોમાં પાવરધી થઇ ગઈ  પછી  અમેરિકા આવી અહી પણ એણે  પોતાની ગોરી  દેરાણીનું દિલ જીતી લીધું  . દેશમાં અમો હતાં ત્યારે  અમારી ગરીબીને કારણે  કરકસર  કરવા બાબત  અમારા વચ્ચે  હળવો ઝઘડો થતો  ખરો  આમને આમ 70 વરસનો અમારો સાથ રહ્યો   . સિત્તેર વરસનો સાથ  ભાવમાંય  ભુલાશે નહિ

                    સાચો હતો સંઘાત  માણક વેર્યે નઈ મળે