મારા પૌત્ર ડેવિડ એની વાઈફ ,એનાં દીકરો દીકરી એની બેન તાન્યા અને એનો ખખડ ધજ દાઢીયારો આયુષ્યનાં 95 વરસ વાપરી ચુકેલો આતા .અમે સૌ સાઉથ કેરોલાયનાના બંદરેથી કાર્નિવલ ક્રુઝ દ્વારા કેરેબિયન સમુદ્રમાં આવેલ બહામા ટાપુ ની યાત્રાએ જવા રવાના થયા મેં મહિનાની 19 તારીખ 2016 નાં દિવસે રવાના થયાં , બહામા ટાપુમાં કાળા લોકોની વસ્તી છે , કે જેને વરસો પહેલાં બ્રિટીશરો આફ્રિકાથી ગુલામ તરીકે લાવેલા આ ટાપુને 1970ની સાલમાં બ્રિટીશ લોકોએ આઝાદી આપી . આ ટાપુમાં અમોએ ટેક્ષી કરીને ચક્કર લગાવી અને બીચ સુધી ગયા . મને વ્હીલ ચેર વાળાને મહા મુશીબતે પાણી સુધી પુગાડ્યો . મેં મારા પગ તળીયે સોય પડી હોય ઈ દેખાય એવા સ્વચ્છ પાણીમાં ગોઠણ સુધી પાણીમાં બોળ્યા ડેવિડ અને તાન્યાએ બોટ દ્વારા સમુદ્રમાં થોડી સહેલાણી કરી અને ડેવિડની દીકરી જીયાના એ બરાબર સમુદ્ર સ્નાન કર્યું . બીજાં ઓએ ફક્ત પાણીમાં પગ બોળ્યા .અને ધન્યતા અનુભવી એક આવાકાડોનું ઝાડ માં બે નાનાં આવાકાડોના નાનાં ફળો અમારા ટેક્ષી ડ્રાયવરે ટેક્ષી ઉભી રાખી પોતે નીચે ઉતર્યો અને પોતાના હાથે પકડીને ફળો દેખાડ્યાં સરગવાના ઝાડ જોયા જેમાં ફક્ત થોડાં પાંદડાં હતાં એવીરીતે ગુલમોરના ઝાડ હતાં મેં એક સીતાફળ નું ઝાડ જોયું જેમાં બે નાનાં સીતાફળ લટકતાં હતાં . મેં બહામા ટાપુમાં મુસાફરી કરી પણ એમાં મને કશું જોવા જેવું લાગ્યું નહિ . એકદમ સફેદ લાઈમ સ્ટોનનો આ ટાપુ છે। પણ તેને ભાંગો ત્યારે સફેદાય દેખાય છે . ઘણા
લોકોને આ ટાપુ ખુબ ગમતો હશે પણ મને નો ગમ્યો . આ તમને દિલની વાત કરી દીધી .
એક નીખીલ ખન્ના નામના ધનાઢય માણસે મને વી , આઈ। .પી ગણીને $200 નું ગીફ્ટ સર્ટિ ફિકેટ આપ્યું . પણ એમાં શરત એ હતીકે કૃઝ્માંથી પ્રસિદ્ધ ચિત્રકારોના ચિત્રો ખરીદો તો તમને આ $200 ઓછા આપવા પડે . અમે હળી કાઢીને હસ્ત કલાના ચિત્રો ખરીદવા ગયા। . તો તેની કિમત હજાર ડોલરની આજુ બાજુ આ ઉપરથી મને એક જૂની વાત યાદ આવી . જે આપને વાંચવા આપું છું .
એક માણસે પોતાના ડેલા ઉપર મોટા અક્ષરે બોડ મારેલું કે નવ ચાંદરિ ભેંસ કે જે ભેંસને નવચાંદારી તુર્તની જન્મેલી પાડી છે . આ ભેંસ એક ટંકનું પોણો મણ દૂધ આપે છે . એ ભેંસ પાડી સાથે મફતમાં આપવાની છે. એક ભાઈ ભાડાની ટેક્ષી કરીને પૂગ્યો . કોઈ ભેંસ લઇ જાય એ પહેલાં પોતાને મળે એ માટે , જઈને એણે ભેંસ જોઈ બહુ રૂપાળી હતી અને ઈની પાડી પણ રૂપાળી હતી . આ ઉતાવળા અને અક્કલના બારદાન અને લોભિયા ભાઈએ ભેંસના માલિકને કીધું લાવો હું ભેંસ લઇ જાઉં ., ત્યારે ભેંસનો માલિક એક ખૂણામાં માંદલી બિલાડી પડી તી એ દેખાડીને બોલ્યો ઓલી બિલાડી છે ઈ કોઈ $11 હજાર માં ખરીદે તો ઈને આ મફત ભેંસ હું મફત આપું છું . માલિકની વાત સાંભળી ટેક્ષી કરીને આવેલો માણસ હાલીને ઘર ભેગો થઇ ગયો .
અમો ક્રુઝમાં બેસવા માટે ગયા ત્યારે અમારી કાર પાર્ક કરવા માટે કાર્નિવલ કૃઝ્નું પાર્કિંગ સ્થળ હતું જે એક છાપરા વાળું હતું બહુજ રક્ષીત હતું જેની પાર્કિંગ ફી રોજની $68 હતી પણ હું વ્હીલ ચેર વાળો વી આઈ પી હોવાથી મફતમાં પાર્કિંગ કરવા મળેલું બીજી પણ ઘણી સગવડો મારા વ્હીલ ચેર હોવાના કારણે હતી .
ક્રીઝમાં 40 દેશના માણસો હતા અને 53 ભાષા બોલનારા હતા . અનેક પ્રકારનું ભોજન મળતું હતું . એક વખત મેં ગુજરાતી ભોજન મંગાવ્યું . તીખી તુવેદ દાળ જેમાં ભીંડા નાખેલા હતા .નાની ચોળીનું શાક કેરીનું અથાણું પાપડ વગેરે હતું હું મીઠું મરચું ન્ખાનારો માણસ પણ મેં કોઈ પ્રતિજ્ઞા ન લીધેલી હોવાથી આંખો વિન્ચીને સિસકારા બોલાવતો એક કોળીયો કાઈ લેતો હતો મારા ગુજરાતી ભોજનનું માં રાખીને બાકી ક્રુઝમાં અનેક જાતના ફળો રસ પીનટ બટર મધ હોલ વ્હીટ બ્રેડ વગેરે હું ખાઈ લેતો હતો . રૂપાળી સુંદરીઓ ઘણી હતી . પણ મેં મારી સાથે ફોટો પડાવવા સામે અણગમો વ્યક્ત કરેલો એક અતિ ખુબ સુરત છોકરીએ મને હાઈ સ્વીડી કહ્યો . એક જમૈકાના જુવાન નો મારી સાથે ફોટો છે . બે રૂપાળીઓ નેપાળની યુવતીઓ પણ હતી . મને કૃજ્માં બહુ મઝા આવેલી . મારે મીઠું મરચું પણ ખાવું પડેલું ફક્ત કોઈના માંન ખાતર . મેં કોઈ પ્રતિજ્ઞા લીધી નથી કે મારે તોડવી પડે .