બીલખા આશ્રમમાં મારી સાથે સંસ્કૃત ભણનારો એક મૂળશંકર કરીને વિદ્યાર્થી હતો .તે એવી વાત કરતો હોય કે ભણી લીધા હું શાસ્ત્રીઓ પહેરે છે એવી ચકરી પાઘડી પહેરીશ . મૂળશંકરની ચાલવાની ઢબ વિશિષ્ટ પ્રકારની હતી . એ ચાલે ત્યારે એનું અંગ જરાય ઊંચું નીચું નો થાય સાઈકલ ઉપર જતો હોય એવો લાગે .
આ વાતને વર્ષો વિત્યાં હું અમદાવાદમાં પોલીસ તરીકે નોકરી કરવા માંડ્યો અને મૂળશંકર યજમાન વૃત્તિ કરવા મંડ્યો . મૂળશંકર એક વખત અમદાવાદ ઘીકાંટા રોડ ઉપર એક દુકાન આગળ ઉભો ઉભો કોઈ સાથે વાતો કરી રહ્યો હતો . વાતો પૂરી થયા પછી એ ચાલવા માંડ્યો . હું આ વખતે મૂળશંકરથી ઘણે દુર એની પાછળ ચાલતો આવતો હતો . આ વખતે હું કોઈના લગ્નમાં ગએલો હોવાથી મેં સ્યુટ પહેરેલ હતો . મેં ચાલ અને ચકરી પાઘડી ઉપરથી મૂળશંકરને ઓળખી કાઢ્યો . એટલે હું થોડું વધારે ચાલીને મૂળશંકરથી આગળ નીકળી ગયો અને. પછી એની સામે મળ્યો અને એના પગ પકડી બે હાથ જોડી માથું નમાવી મેં મૂળશંકરને પ્રણામ કર્યા .
મૂળશંકરને એમ થયું હશે કે આ બહુ સારો બકરો મારી જાળમાં ફસાવા આવ્યો લાગે છે .
મૂળશંકર મારા માટે આશીર્વચન બોલ્યો .”કલ્યાણ થાઓ “અને પછી હું વાંકો વળેલો હતો .એટલે મને ઉભો કરીને બોલ્યો . તમે બહુ માનસિક રીતે દુ:ખી લાગો છો . મેં કીધું હા મહારાજ મારા ઉપર દુ :ખ નો આભ તૂટી પડ્યો છે . પછી મને રોડની બાજુએ લઈને મૂળશંકર ઉવાચ મારી પાસે સંકટ મોચન હનુમાનના સિદ્ધ કરેલા મંત્રો છે . એનો હું તમને જાપ કરી આપીશ , એટલે તમારી મુશ્કેલીઓનો અંત આવી જશે . મને તમારે ફક્ત 300 રૂપિયા રોકડા આપવા પડશે . આવા જાપ જપવાનો મારો ચાર્જ 500 રૂપિયા છે . પણ હું તમારી પાસેથી ફક્ત 300 રૂપિયા લઈશ , અને પાછા મૂળશંકર શાસ્ત્રી બોલ્યા , તમને તમારી વાઈફ તરફથી પણ અ સંતોષ છે ખરું ? મેં કીધું હા એ મને રોટલી વણવાના વેલણ થી મારે છે . એ તમારાથી બહુ નાની ઉમરના છે ? હા શાસ્ત્રીજી એ નાની ઉમરની અને બહુ રૂપાળી છે . શાસ્ત્રી કહે તોતો જાતે મારે કાળી ઉનનો દોરો મંત્રીને બાંધવા આવવું પડશે . મેં કીધું તો એ તમને ધોકેથી મારવા મંડી પડશે . એક વખત એવું બન્યું કે એક હસ્ત રેખા જોવા વાળો આવ્યો . એ કહે લાવો તમારો હાથ જોઈ દઉં મારી પત્ની કહે ઉભા રહો હું હાથ ધોઈને અબ ઘડી આવું છું .એમ કહી એ કપડાં ધોવાનો ધોકો લઇ આવી અને બચાડા હસ્ત રેખાવાલાના હાથ ભાંગી નાખ્યા . એટલું ઓછું હોય એમ મને હુકુમ કર્યો , મને મદદ કરો , મેં કીધું શું મદદ કરું , એ બોલી આને મારવા લાગો , અને મારે એનું કહ્યું માનીને હ્હાસ્ત રેખા વાલાને લમ્ધારવો પડ્યો . પછી શાસ્સ્ત્રી બોલ્યા હું તમને અળદના મંત્રેલા દાણા આપું છું .એ તમે સુતી વખતે એની પથારીમાં નાખજો એટલે એ સવારેજ સીધી દોર થઇ જશે આ ક્રિયા માટે તમારે ફક્ત મને રોકડા 125 રૂપિયા આપવા પડશે . પછી મેં એનો કાંઠલો પકડ્યો અને બોલ્યો હાળાં મુળુ તું મને બનાવે છે ? મૂળશંકર એકદમ ભયભીત થઇ ગયો અને બોલ્યો ભૈશાબ તમેતો મને બરાબર ઓળખો છો હવે તમારો પરિચય આપો મેં મારી ઓળખાણ આપી તે બહુ રાજી થયો અને મને કીધું કે હું ચોમાસાના અમુક દિવસો હું મુંબઈ રહું છું . તું મને મળવા આવજે તુને મજા આવશે . અને મને પુચ્છ્યું તારા સર્પ પકડવાના ધંધા ચાલુ છે કે મૂકી દીધા .? એ કદી મુકાતા હશે ?
મુંબઈમાં એ એક ચાલીમાં રહે અને ચાલીની રૂમોમાં એક રૂમમાં કોલસાના થેલા ભર્યા હોય એમાં સુવે અને દિવસમાં શહેરમાં ફરે અને કોઈનો જોશ જુવે ,કોઈના દીકરાનું નામ પાડે જન્માક્ષર બનાવે હસ્ત રેખા જુવે કોઈ વખત ચાલીમાં સ્ત્રીઓને કથા વાર્તા સંભળાવે પુરુષો બધા દિવસે નોકરી ધંધા ઉપર હોય .
મારે મુંબઈમાં જે જે હોસ્પિટલમાં ગુન્હાને લગતા લોહી વાળાં કપડાં હાડકા વગેરે લઈને લેબોરેટરીમાં જવાનું થતું . આ વખતે આખા ગુજરાતમાં આવી લેબોરેટરી નોતી પણ પછી જૂનાગઢમાં થએલી હવે કદાચ અમદાવાદમાં પણ હશે .
એક વખત નવરાત્રીના દિવસો હતા . નર્મદા મૈયા એ પુલ તોડી નાખેલો એટલે અમદાવાદ જવાની રેલ્વે બંધ હતી . અને હું મુંબઈમાં ફસાઈ ગએલો .એક વખત મૂળશંકરે મને વાત કરીકે એક ભુવા બાપુ આવ્યા છે એ નાળીયેર માંથી કંકુ માતાજીએ મારેલા એ ચંડ મુંડ રાક્ષસોનું લોહી કાઢે છે , એટલે આજે રાતના મંદિરે તુને ભુવા બાપુના દર્શન કરાવવા લઇ જવાનો છું , મેં કીધું ભુવા બાપુ ને નાળીયેર આપવા માટે અને એમાંથી માતાજીની પ્રસાદી કાઢવા માટે એક નાળીયેર આપને સાથે લેતા જઈએ મૂળશંકર બોલ્યો આપને નાળીયેર લીજ્વાની જરૂર નથી .ભુવા બાપુ પાસે નાળીયેર હોય છે એમાંથી બધું કાઢે છે .
મેં કીધું હું લોકો લઇ આવે એ નારીયેલ માંથી ચુંદડી વગેરે કાઢી શકું છું
એકદી સ્ત્રીઓની સભામાં મૂળશંકર કથા કરતી વખતે બોલ્યો આપણા મેમાન જોશી સાહેબ મહાકાળીના મહાન ઉપાસક છે તે આપણે નારીએલ આપીએ એમાંથી માતાજીની ચુંદડી વગેરે કાઢી આપે છે , કાલે તમે નારીએલ લઈને આવજો જોશી સાહેબ તમારા કોઈના એક નારિયલ માંથી માતાજીની પ્રસાદી રૂપે કશુક કાઢી બતાવશે
સભામાં એક સ્ત્રી બહુ ઓછા બોલી સરળ સ્વભાવની બાઈ હતી તેને મેં હાથ ઉપર લીધી તે વહેમ અંધ્સ્રધ્ધાથી મુક્ત હતી . તેને મેં બરાબર સમજાવીને મારી પાસે ચોટી વાળું નારિયલ હતું એમાં રંગીન ભાતીગળ નાઈલોનનો કકડો મેં ખોસીને બાઈને આપ્યો અને એને કીધું કે કાલે આ નાળીયેર લઈને તું કથા સાંભળવા આવજે બીજે દીસે ફક્ત ચાર પાંચ બહેનોજ નાળીયેર લઈને આવેલી મૂળશંકર માતાજીનો ફોટો દીવો વગેરે મુકીને તૈયાર હતો . હું મોટો ચાંદલો કરીને ધોતી પહેરી ધૂણતો ધૂણતો આવ્યો મૂળશંક રે સહુને કીધું કે સૌ પોતાનું નાળીયેર ઊંચું કરીને બતાડે સહુએ નારિયલ ઊંચા કર્યા મેં સરળ બાઈનું નારીયેલ લઇ આવવા મૂળશંકરને કીધું મને નાળીયેર બતાવ્યું મેં ઉપર મંત્ર બોલીને પાણી છાંટ્યું અને પછી નાળીયેર વધેર્યું અને અંદરથી ચુંદડી નીકળી અને જોશી ભૂવાને સહુ પગે લાગ્યા અને ભુવાએ આશીર્વાદ આપ્યા