
મને ડેવિડે મને પૂછ્યા વગરજ વન વે ની પ્લેનની મોકલી આપી . હું અવાક થઇ ગયો , मैं ला जवाब हो गया . મારો પાડોશી chris suazo અને એની પત્ની
priscilla અને એનો પુત્ર પરિવાર મને પોતાના કુટુંબના સભ્ય જેવોજ ગણે છે ,એક વખત સિનિયર સેન્ટરમાં જાદુનો પ્રોગ્રામ હતો .( આ સિનિયર સેન્ટર આપણા બ્લોગર ભાઈ સુરેશ જાની એ જોયું છે . ) દરેક સિનિયરોને એવું કહેવામાં આવેલું કે તમે તમારા પૌત્રો પૌત્રીઓને પણ ખેલ જોવા લાવી શકો છો .અને એમનો જમવાનો પ્રબંધ સેન્ટર તરફથી થશે . મેં પ્રશ્ન કર્યોકે મારો પૌત્ર અને પૌત્રીઓ મારાથી હજારો માઈલ દૂર રહે છે . તમે જો કહેતા હોતો હું મારા પાડોશીના છોકરાં ને લઇ આવું ? અધિકારીએ મને હા પાડી અને મેં પડોશી ક્રિશના છોકરાં લઇ આવવાનું નક્કી કર્યું . છોકરાં ઓને એની મા સમય સર સેન્ટરમાં લઇ આવી . સેન્ટરના અધિકારીએ છોકરાંઓને પૂછ્યું તમારું અહીં કોણ છે ? દરેક છોકરાં ઓએ પોતાના દાદા દાદી તરફ આંગળી ચીંધીને દેખાડયાં . ક્રિશની પૌત્રી વિક્ટોરિયાને પૂછ્યું . ? તારું અહીં કોણ છે ? વિક્ટોરિયાએ મારા તરફ આંગળી ચીંધી અને બોલી મારા દાદા હિમ્મત અહીં છે . હું તો ગદ ગદ થઇ ગયો . મારું હૈયું ભરાઈ આવ્યું .
આવા બધાનો સ્નેહ મૂકી હું ડેવિડ સાથે રહેવા આવ્યો . મેં ડેવિડની વાઇફને પૂછ્યું હું કેટલો વખત તમારી સાથે રહેવાનો છું . તે બોલી હવે તમારે અમારી સાથે કાયમ માટે રહેવાનું છે . ફિનિક્સથી અહીં ડેવિડ સાથે રહેવા આવ્યો એમાં મેં ઘણું ગુમાવ્યું છે . પણ સાચા પ્રેમની આગળ એ બધું કુચા છે .એક ફિલ્મી ગીત પંજાબી ભાષામાં છે કે
પ્રેમ નજાણે દિન ધરમનું પ્રેમ ન જાણે જાતાં
એહદે હથથું ગરમ લહુ બીચ ડુબિયાં લખ્ખ બરાતાં એ પ્રમાણે મને ડેવીડનાં દીકરો દીકરી ખુબ આનંદ કરાવે છે . દીકરો 11 વરસનો અને દીકરી 10 વર્ષની હું આવ્યો ત્યારે હતાં . દીકરી દીકરાની સરખામણીમાં મોટી અને પ્રભાવ શાળી છે . એનાથી દીકરો ડરે છે . દીકરી એના બાપને પણ ધમકાવી લ્યે . મારો દેખાવ બાળકોને બિહામણો લાગે છે . શરૂઆતમાં દીકરી કે જેનું નામ જીઆના છે પણ હું એને ज़िआ કહું છું . જે અરબી શબ્દ છે . જેનો અર્થ સૂર્યનો પ્રકાશ અથવા પ્રકાશ થાય છે . શરૂઆતમાં મારાથી જીઆના ડરતી ભૂલથી મારા સામે જોવાય જાય તો એ પોતાના વાળથી પોતાની આંખો ઢાંકી દેતી પણ હવે સ્કૂલેથી આવ્યા પછી દોડીને મને ભેટે છે . અને એવી રીતે દીકરો પણ ભેટે છે , દીકરો જમવાનો ટાઈમ થાય એટલે જમવા બોલાવે અથવા મારી રૂમમાં આવીને ભોજનની થાળી આપી જાય .
હું દર રવિવારે. સ્વામિનારાયણ મન્દિરે જાઉં છું . મને ડેવિડ લઇ જાય છે . એક વખત જીઆનાને મન્દિરે આવવાની ઈચ્છા થઇ . એના બાપ પાસે મઁદિરે જવા માટેન નવા લૂગડાં લેવડાવયાં પણ તે છોકરી હોવાથી જુદું બેસવું પડે એટલે મન્દિરે આવવાનું માંડી વાળ્યું . પાવર ફૂલ જીઆનાને હું ક્યારેક રણચંડી કહું છું . માંડ કરીને જીઆના મારી હેવાઈ થઇ હતી . એટલામાં મેં એને દેખતાં ફૂલ ઉપરથી પકડીને ભમરો મારા મોઢામાં મુક્યો . અને એ લેપ ટોપ કે એના હાથમાં હતું તે પડતું મૂકીને ભાગીજ ગઈ . પણ હવે મને એ વ્હાલ થી ભેટે છે . એની સ્કૂલમાં કોઈ પ્રોગ્રામ માટે અમો ગયેલાં ત્યારે ટીચર અને બીજા સહાઘ્યાયીઓને હર્ષ ભેર મારી ઓળખાણ કરાવતી હતી કે આ મારા ગ્રેટ ગ્રાન્ડ ફાધર પંચાણું વરસની ઉંમરના છે ,
મન્દીરમાં મારે એક જશવંત બ્રહ્મભટ્ટ નામના ભાઈ સાથે ઓળખાણ થઇ તેઓને ઉર્દુ ગમે છે . હું તેઓને શેર શાયરી સંભળાવું છું . હવે ભેગા થશે ત્યારે મોમીન જેવા શાયરોના શેર સંભળાવીશ . અને વિગત કહીશ કે એક મુસલમાન ભૂખ્યો હોવાથી . જમવા માટે કોઈના કહેવાથી મન્દિરે ગયો . અને આભૂષણોથી શણગારેલી મૂર્તિઓ જોઈ ખુબ આકર્ષિત થયો . અને તેને મન્દીરમાં સ્વયં સેવક તરીકે સેવા કરવાની ઈચ્છા થઇ ગઈ , અને તે મન્દીરમાં સેવક તરીકે રોકાઈ ગયો . કેટલાક મુસલમાન ભાઈઓને આ વાત ન ગમી તે લોકોએ મન્દીરના પુજારીને કીધું કે તમે આ મુસલમાનને મંદિરમાંથી કાઢી મુકો . નહિતર તમારું મન્દિર અભડાઈ જશે તમારા ભગવાન અભડાઈ જશે . સમજદાર અને શાણા પુજારીએ જવાબ આપ્યો કે દરેક મનુષ્યોને પરમેશ્વરે સરજાવ્યા છે . ઊંચ નીચ અને આભડ છઠના ભેદ મનુષ્યોએ રચ્યાં છે . મુસલમાનોએ પુજારીને પુચ્છયું શું તમે આને હિન્દૂ બનાવવા માગો છોં ? પુજારીએ જવાબ આપ્યો . હિન્દૂ જન્મે છે . બનતા નથી હોતા હિન્દૂ , યહૂદી ,પારસી જેવા જન્મે છે પણ બનતા નથી હોતા પછી મુસલમાન ભાઈઓએ તેને કાબા લઇ જવાનું વિચાર્યું . ત્યારે મન્દીરમાં સેવા કરવા રોકાઈ ગયેલો મુસલમાન બોલ્યો . बूतखाने से न काबेकी तकलीफ दे मुझे “मोमिन ” अब तू माफ़ कर यहाँ जी बहल गया . એ સેવક મુસલમાને કાબે જવાની ના પાડી તે છતાં એને કાબે લઇ ગયા , અને એ સેવક કાબે જઈ આવીને પાછો મંદિર માં આવી ગયો . ફરી મુસલમાનો સમજાવવા મંડ્યા . ત્યારે સેવક મુસલમાને જવાબ આપ્યો કે काबे भी हम गए न गया पर बुतोका इश्क . इस दर्दकी खुदाके भी घरमें दवा नही .