
વાલ્મિકી ઋષિ એના પૂર્વાશ્રમમાં લૂંટ ફાટ કરનારા અને પારાધી હતા .પણ નારદ મુનિના ઉપદેશથી એના જીવનમાં પલટો આવ્યો . એમણે બધા બુરા કામો છોડી દીધા . અને તેઓ મહાન ઋષિ બની ગયા .
सत संगात भवतिहि साधुता खलानां એક વહેલી સવારે સ્નાન કરવા જઈ રહયા હતા ત્યારે એક સારસની જોડી નાચતી કૂદતી ગાતી આનંદ મઁગલ કરતી એમણે જોઈ . બસ એજ ક્ષણે એક પારાધીએ એક પક્ષી મારી નાખ્યું . આ જોઈ બીજું પક્ષી
પારધીએ જોડીમાંના એક પક્ષીને મારી નાખ્યું .જ્યારે બચી ગયેલ પક્ષી મૃત પક્ષીના વિયોગમાં આકરૂન્દ કરવા લાગ્યું , આ દૃશ્ય જોઈ ઋષિ વાલ્મિકીનું હૃદય દ્રવી ઉઠ્યું અને એના હૃદયમાંથી એક શ્લોક ઉદ્ભવ્યો . આ શ્લોક એ સંસ્કૃત કાવ્ય સાહિત્યનો આદિ શ્લોક છે , અને આ શ્લોક લખનારા રચનારા સંસ્કૃત કાવ્ય સાહિત્યના આદિ કવિ તરીકે પ્રખ્યાત થયા . અને આ વખતે એમને રામાયણ લખવાની સ્ફુરણા થઇ અને એમને રામાયણ લખી . આ પછીતો ભારતની ઘણી ભાષાઓમાં રામાયણ લખાઈ અકબરના સમયના વિદ્વાન અબુલ ફૈઝી અને અબુલ ફઝલે અરબી ભાષામાં લખી . અને પંડિત બ્રીજ્નારાયણ
“ચક્બસ્ત ” એ ઉર્દુમાઁ લખી . રામાયણની મુવી બનાવનાર રામાનંદ સાગરે તુલસીદાસ ની રામાયણ રામચરિત માનસ અનેક રામાયણોમાંના કેટલાક ભાગોનો અભિપ્રાય લીધેલો છે .કોઈએ રામાનંદ સાગરને યાદ અપાવ્યું કે તમે આતા રામાયણનો અગત્યનો ભાગ કેમ ન લીધો ? સાગરે કીધું કે હું આતા રામાયણ વિષે કશું જાણતો નોતો એટલે મારી જાણ બહાર રહી ગયેલું તો હવે લખો . રામાનંદ સાગર કહે હવે મુવી લગભગ પૂર્ણ થવા આવી છે . એટલે હવે એમાં ઉમેરો ન થઇ શકે . છતાં તમે મને આતા રામાયણનો થોડોક સાર કહો તો ભવિષ્યમાં એ વિષે હું વિચાર કરી જોઉં અને મને યોગ્ય લાગે તો આતા રામાયણની સ્પેશિયલ મુવી બનાવું . આતારામાયણ વિષે ભલામણ કરનારો સજ્જન બોલ્યો .સુપર્ણખા નું નાક લક્ષમણે કાપ્યું તે પહેલાનો ઇતિહાસ વાલ્મિકી રામાયણમાં છે એ પ્રમાણે બરાબર છે . પણ સુર્પણખાનું નાક કપાયા પછીનો ઇતિહાસ જુદોજ વળાંક લ્યે છે . નાક કપાયા પછી સુપરણખા એના એક ભાઈ પાસે ગઈ અને પોતાના નાક કપાયાની ફરિયાદ કરી ભાઈએ રામ ઉપર મોટા લશ્કર સાથે ચડાઈ કરી પણ જેમ નાનકડા ઇઝરાયલથી ઇજિપ્ત કરુણતાથી હાર્યું એમ રામ લક્ષમણે સુર્પર્નખા ના ભાઈને હરાવ્યો , પછી સુર્પણખા એના ભાઈ રાવણ પાસે ગઈ અને પોતાને નકટી કરનાર સામે વેર લેવા આજીજી કરી રાવણને તેની પત્ની મન્દોદરીએ આવું દુ : સાહસ ન કરવા સમજાવ્યો પણ અભિમાની રાવણ માન્યો નહિ .એના ભાઈ વિભીષણે યુદ્ધ ન કરવા વિષે ઘણું સમજાવ્યો પણ રાવણ માન્યો નહિ . છેલ્લે ગુજરાત દર્પણ વાળા સુભાષ શાહ જેવા એના વાણિયા પ્રધાનનું માન્યો પણ શરત મૂકી કે બેન સુપર્ણખા જો માની જાય કે લડાઈ ન કરવી તો હું લડાઈ ન કરું પછી અમૃત હઝારી જેવા સમજુ માણસે સુપર્ણખાને સમજાવી પણ સુપર્ણખા એ કીધું કે લક્ષમણ મારી સાથે લગ્ન કરે તો હું મારા ભાઈને યુદ્ધ ન કરવા કહું . પણ ઓલો કાળઝાળ લખમણ માને તો થાયને ? સુરેશ જાનિ એ લખમણને સમજાવ્યો . લખમણ કહે મારેતો પત્ની છે , સુરેશ કહે ભાઈ તારા બાપને ત્રણ રાણિયું છે , તો તુને બે હોય તો કશો વાંધો નથી . વળી લખમણ બોલ્યો ઈ નકટીનું નાક સમું થાય તો હું લગ્ન કરું ઈ ની જવાબદારી પ્રવીણકાન્ત શાસ્ત્રીએ લીધી કે હું છ શાસ્ત્રો માયલોમન્ત્ર એકાદ વખત બોલીશ એટલે ઇનુ નાક પોપટની ચાંચ જેવું થઇ જશે . અને પછી યુદ્ધના વાદળો વિખરાય ગયા અને રાવણ રામનો દાસ થઈને અયોધ્યા ગયો લંકાનું રાજ વિભીષણ ને સોંપ્યું ભરત ગિરનારના ભરત વનમાં ગયો અને લખમણ ગિરનારના લખમણ ઝૂલા ઉપર બેસીને સુપર્ણખા સાથે હિંચકા માન્ડ્યો એ રીતે બધા સારા વાના થઇ ગયા . બોલો સીતા પતિ રામ ચંદ્ર કીજે .