Monthly Archives: જૂન 2013

લાઈન માસ્તર કું ફુસલા ફુસલા કે તીનો કપડે ધો ડાલે

img050 _DSC1408

મને ફોસલાવીને ત્રણેય કપડાં ધોઈ નાખ્યાં .એવું કહેનારી છોકરી                 લાઈન માસ્તર  જાદુગર એની  બાધોડકી  પત્ની ભાનુમતી સાથે    હું અમદાવાદમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હતો ત્યારે પોલીસ ઇન્સ્પેકટર શ્રી ચુડાસમા હતા .અને s .p તરીકે મજબુતસિંહ જાડેજા હતા .પોલીસ વાળાઓ  પોલીસોના નામ પાડી દેતા હોય છે .એક કાસમ મિયાનું નામ બીજલી ,મહોબતસિંહનું નામ બુલડોઝર ,નટવર લાલ નું નામ જવાબદાર  ,મારુનામ જાદુગર .પોલીવાળા અંદરો અંદર જુદા પોતે પાડેલા નામોથી ટીખળ કરે .પણ ઓફિસરો ખરા નામથી બોલાવે ,જયારે હું એક એવી જાણીતી વ્યક્તિ હતોકે કેટલાક ઇન્સ્પેકટરો મને જાદુગર નાં નામે બોલાવે ,પોલીસના છોકરાં મને જાદુગર કાકા કહે  સ્ત્રીઓ મને હિમ્મત લાલ ભાઈ તરીકે બોલાવે .હું નોકરી કરતો ત્યારે જે પોલીસની બદલી જે પોલીસ સ્ટેશનમાં થાય એને જેતે પોલીસ સ્ટેશનની પોલીસ લાઈન માં ફરજીયાત રહેવા પણ જવું પડે .કેટલાક પોલીસોને ખાસ કરીને તેમની સ્ત્રીઓને પોતાના મૂળ ઘરનો મોહ મુકાય નહિ નેટલે ઘડીકમાં ખાલી નો કરે ,અને પછી વખત જતાં બધું થાળે પડી જતું હોય છે .જેમ અમેરિકામાં ગેરકાયદે વસનારાઓ સમય આવ્યે કાયદેસર થઈ જતા હોય છે એમ ,મજબુત સિંહ જાડેજા રૂમો ખાલી કરાવવા બાબત ખાસ રસ ધરાવે, અઠવાડિયામાં એક વખત ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં દરેક ઇન્સ્પેકટરોને ભેગા કરે અને રૂમો ખાલી કરાવવા બાબત પૂછ પરછ કરે .જાડેજા સાહેબ સાથેની મારી અંગત મુલાકાત ની વાત કહું છું .જયારે અમદાવાદ માં ધાંધલ ધમાલની કટોકટી સર્જાય ત્યારે પોલીસોની રજાઓ બંધ કરી દેવામાં આવે .સામાન્ય રીતે ઇન્સ્પેકટરો રજા આપતા હોય છે .પણ અનિવાર્ય સંજોગોમાં S .P .રજા આપે .મારા દીકરાને અમેરિકા આવવાનું થયું .(જે હાલ www .wrsu .org  ઈન્ટરનેટ ઉપર ભારતીય સંગીત રજુ કરે છે જે દેવ જોષી તરીકે જાણીતો છે)મારે એને મુંબઈ પ્લેનમાં બેસાડવા જવાનું થયું .આ વખતે રજાઓ બંધ હતી .એટલે હું રજા લેવા માટે  જાડેજા સાહેબ પાસે ગયો .જાડેજા સાહેબે મને કીધુકે જે છોકરો અમેરિકા ભણવા જવાની યોગ્યતા ધરાવતો હોય એને બાપની આંગળી પકડીને ચાલવાની જરૂર નથી .એને એકલાને જ્વાદ્યો એ એકલોજ બધે પહોંચી વળશે .એકવખત પોલીસોની બદલીઓ થઇ .પોલીસોને જબરદસ્તીથી રૂમો ખાલી કરાવનાર તરીકે ચુડાસમા સાહેબના ધ્યાનમાં હું આવ્યો ,એટલે મને બોલાવ્યો .અને મને કીધું જાદુગર આજથી તુને હું આરામની નોકરી દેવા માગું છું .તારે યુનિ .પહેરવાનો નહી નાઈટ નોકરી કરવાની નહી .ફક્ત તારે પોલીસ ભાઈઓની સેવા કરવાની .પછી બોલ્યા .હવે તારે લાઈન માસ્તર તરીકે નોકરી કરવાની .હાલ તારે પોલીસોની રૂમાં ખાલી કરાવવાની ,અને નવા આવતા પોલીસોને રૂમો આપવાની ,એવું ખી મને લીસ્ટ આપ્યું .મેં ચુડાસમા સાહેબને કીધું .હું  કોને કઈ રૂમમાં જવું એ બધી ગોઠવણ હું કરીશ .એમાં તમારો કોઈ માણસ આવીને ખે કે સાહેબ મને અમુક નબરની રૂમ જોઈએ અને તમે મને કહો  કે આ ને એને જે જોઈએ એ રૂમ આપ ,તો એવું કરવું મને નહી ફાવે .ચુડાસમા સાહેબ મને કહે  જા તુને ફૂલ રૂમો બાબતની સત્તા છે .મારું નામ લઈને કોઈ આવે કે મને ફલાણી રૂમ આપો તોપણ તારે નાપાડી દેવાની .પછી મેં કીધું તો સાહેબ જુવો મારો  જ્પાટો ?એક વખત ચુડાસમા સાહેબે કીધું કે  સૌ થી ઝડપથી આપના પોલી સ્ટેશનની રૂમો ખાલી થાય છે .જાડેજા સાહેબ બહુ ખુશ થાય છે પણ એ બધો યશ તુને છે .એક વખત એક ભાઈ કે જે એવું માનતા હતાકે હું ચુડાસમા સાહેબનો ખાસ માણસ  છું પણ એને ઓલા કબીર સાહેબના દોહરાની   ખબર નહી .  કે  “કાચબો ઝડપી હોય નહિ માછલી ન્હોય સ્થિર ,પોલીસ કોઈના હોય નહિ કહગયે  દાસ કબીર .એણે મને કીધુકે હું રૂમ ખાલી નથી કરવાનો તમારાથી થાય ઈ કરી લ્યો .મેં કીધું મારાથી ખાસ બીજું કઈ નહિ થાય  ફક્ત તમારો સામાન હું ઘરમાંથી કઢાવીને બહાર મુકવી દઈશ અને જે માણસ ને મેં રૂમ આપી છે ,એનો સામાન તમારી ખાલી કરેલી રૂમમાં જતો રહેશે .ભાઈ દોડતા દોડતા ચુડાસમા સાહેબ પાસે ગયા .અને કીધું ,હું જે રૂમમાં રહું છું .એ મારે ખાલી નથી કરવી પણ લાઈન માસ્તર ધમકીથી ખાલી કરાવે છે .એટલે તમે એને નાં પાડી દ્યો કે એ મને રૂમ ખાલી નો કરાવે . ચુડાસમા  સાહેબે એને કીધું કે એને   કહે  કે મેં ખાલી કરવાની નાપાડી છે . દોડતો મારી પાસે આવ્યો અને મૂછોના આકડા ચડાવતા બોલ્યો .ચુડાસમા  સાહેબે મને રૂમ ખાલી ન કરવાનું કીધું છે ,એટલે  ખાલી નથી કરતો મેં એને જવાબ આપ્યો .ચુડાસમા સાહેબના બાપ કહેશે તોપણ હું માનવાનો નથી .વળી દોડતો દોડતો ચુડાસમા પાસે ગયો અને બોલ્યો  સાહેબ એ તમારા બાપસામે બોલે છે . ચુડાસમા  સાહેબ કહે હમણાં તું ખાલી કરીને જતો રહે અને એક અઠવાડિયા પછી એજ રૂમમાં તું આવી જજે  અને  લાઈન માસ્તરને હું જોઈ લઈશ .બાપુને  મૂછોના આંકડા એમને એમ રહી ગયા અને રૂમ ખાલી કરીને જતા રહ્યા થોડા દિવસ પછીચુદાસમાં સાહેબે મને બોલાવ્યો કે  તું મારા બાપ સામે જતો રહ્યો હા મેં એને કીધુકે ચુડાસમા સાહેબના બાપ  કહેશે તોય હું માનવાનો   નથી .પછી હસતા હસતા મને  કહે  મારા બાપા કહે  કે   એલા એ રૂમમાં ભલે રહે।  તો તમે શુ કહો ? મેં કીધું હું એમ કહું કે બાપુ આમાં તમને સમજણ નો પડે એટલે આ  બાબતમાં તમારે વચ્ચે નહી આવવું જોઈએ .ભાનુંમતીને મેં કીધું કે હવે  તું સહુની રીતે વાર ફરતી વારો અકેકું વાસણ લઈને પાણી ભરી જવું જો ન તું એમ નહી કરેતો હું બધાની વચ્ચે તારી પીખડી પકડીને ઘર ભેગી કરી દઈશ . પાણી સૌ એ ભરી લીધું હોય તો કોક ભાનુમતી જેવાં  નળ ઉપર કપડાં ધોવા બેસી જાય .આવી બહેનોની કપડા ભરેલી ડોલ હું ધૂળમાં ફેંકી  દઉં .એક વખત ફોટામાં દેખાય છે એવી છોકરી મારી પાસે આવી અને બોલી  જાદુગર કાકા મેં તુમારી બલાયા લેતી હું એવું બોલીને પોતાના બે હાથની  મુઠી યુ વાળીને પોતાના માથા ઉપર મુકે અને બોલે  મેરેકું  છોટે છોટે તીન કપડે ધોને બાપુ તુમારી ભલાઈ  હું કહું  નળ ઉપર કપડા ધોવાની મનાઈ છે એ તુને ખબર છે , પછી હું કહું જા એક કપડું ધોજે વધારે નહિ જા તારી ડોલ પાછી મૂકી આવ ,પછી એ એક  કપડું લઇ આવે અને  ધોઈને મૂકી આવે અને આડું અવળું જોઇને બીજું કપડું લઇ આવે મારા ધ્યાનમાં બધું હોય .એવી રીતે અકેક કરીને ત્રણેય રુમાલીયા ધોઈ નાખે .હું મારા મનમાં એની હુશીયારીઉપર બહુ ખુશ થાઉં . પછી એની માને કહે મા  લાઈન  માસ્તર કુ  ફુસલા ફૂસ્લાકે  મેને તીનો કપડે ધો ડાલે  .સ્ત્રીઓ અંદરો અંદર વાતું કરે કે અભીતો ભાનુ બી સુધ ર ગઈ હૈ .એક વખત એક બી જોડે ભાનુંમતી ને ઝઘડો થયો નળ ઉપર પાણી ભરવા બાબત , એક સ્ત્રી કોકની ચડાવી ચડી ગઈ બને ભાનુંમ તીને ભાઠે ભરાણી  બીજી સ્ત્રીઓના  કહેવા પ્રમાણે ભાનુંમતીનો  વાંક નોતો  એક વખત આ બાઈ વેર રાખીને ભાનુમતી જયારે બકરી દોતી હતી ત્યારે એના વાંસામાં ડબલું મારીને દોડીને ઘરમાં ઘુસી ગઈ .અને ભાનુમતી જેનું નામ લાકડી લઈને એને ઘરે પહોંચી અને એ બાઈની ઘરમાંથી ભાર નીકળવાની વાટ જોતી ઉભી રહી  . પછી સમજાવવાથી ભાનુ મતી  બધું ભૂલી ગઈ .પણ એ બાઈએ એના ધણીને વાત કરીકે  જાદુગર તેની બૈરીને ઉશ્કેરે છે અને ઝઘડો કરાવે છે એવું ખોટું બોલીને એના ધણીને ઉશ્કેર્યો .હું અમેરિકા આવવાની તૈયારી કરતો હોવાથી  ઝઘડાથી દુર રહેતો હતો .જો પોલીસ રેકર્ડમાં મારું નામ જાય તો મને અમેરિકા જવાના વિસા નો મળે ,નહીતર હું એના લાડ ઉતારી નાખું જેમ હું શાંત રહું એમ એને પાનો ચડે ,એતો પછી મને માબેન સામી બીભત્સ ગાળો દેવા લાગ્યો હજુ હું શાંતજ  હતો પણ મારો નાનો  દિકરો  સતીશ એકદમ ઉશ્કેરાય ગયો એ ઘરની બહાર  હાથમાં સડેલું પાટિયું લઈને બહાર નીકળ્યો .અને તેના કપાળ માં ઠોકી દીધું .લોહી નીકળવા માંડ્યું .આવી સ્થિતિમાં તે ફરિયાદ કરવા ગયો .ફરિયાદમાં  એવું લખાવ્યું કે  ભાનુબેને અને સતીશે મને પકડી રાખ્યો અને હિમ્મત લાલે મને લાકડી મારી  ઈન્સ્પેકટરે  તેને કીધું કે  બે જણાએ તુને પકડી રાખ્યો અને ફક્ત એકજ લાકડી મારી . આ વાત કોઈ માની નો શ કે  માટે  ફરિયાદ કરીશ તો તારે ગુમાવવાનું થશે . અને  માર ખાણા  ભાઈ  ચુપ થઇ ગયા અને હોસ્પીટલમાં જઈને દવા કરાવવા  માંડી ગયા . રામ રામ

જોભી આતા હૈ યહાઁ હારકે હી જાતા હૈ

કેસીનો ની વાત લખતાં પહેલાં  હું કેદાર નાથ દાદાને  ઠપકો લખુછું  કે દાદા તમે તમારા યાત્રાળુ ઓને  કરુણ રીતે મરવા  દિધા ,અને તમે પોતે પોતાના મંદિરની આજુબાજુ  વિશાળ શિલાઓ  ખ ડ કાવીને  તમારું અને તમારા ઘરનું રક્ષણ કરી દીધું . આ તમારું કેટલું બધું સ્વાર્થી પણું  કહેવાય ? બીજા ત્રણ ધામ વાળાને  કહીને તમારો  ચાર ધામમાંથી બહિષ્કાર કરાવીશ .

ગયા રવિવારે મારા મિત્ર શ્રી લોટવાલા મને કેસીનોમાં લઇ ગયા .લગભગ આઠેક વરસથી હું કેસીનોમાં ગયો નથી .અગાઉ હું અને લોટવાળા જે કેસીનોમાં ગએલા એજ કસીનામાં ગયા હતા clief castle  casino -hotel માં 75 માઈલની ઝડપે ચાલનારી કારને દોઢેક કલાક જેટલો સમય લાગે એટલે દુર મારા ઘરથી દુર કસીનો છે .mr .lotwala ને ઘરે મારી સન્માન પાર્ટી રાખેલી .તમેં મારી પાર્ટીની મુવીમાં એમને જોયા હશે .ક સીનાના  બીજા વિભાગમાં એન્ટીક શો હતો ખાસતો લોટવાલા ને એમાં રસ હતો .કસીના વાળાએ અમને રમવા માટે દસ ડોલરનું એક કાગળિયું આપ્યું .આ કાગળિયું ઓફિસે આપવાનું એટલે ઓફીસ વાળા તમને કાર્ડ આપે એમાં પૈસા જમા થઇ જાય .અને આ કાર્ડ રમવાના મશીનમાં ઘાલી  રમવાનું શરુ કરવાનું કાર્ડના પૈસા ખલ્લાસ થઈજાય એટલે ઘરના પૈસા મશીનમાં નાખી રમવાનું .એક પેનીથી માંડી પાંચ ડોલર કે તેથી વધુ રકમથી પણ રમી શકાય કેટલું જીત્યા  કેટલું  હાર્યા .બધો હિસાબ મશીન રાખતું હોય છે .લોટવાળા ને આવવાની વાર થઇ .દરમ્યાન હું એકલો પેની વાળા  મશીનમાં રમવા  માંડ્યો આઠ વરસમાં મશીનમાં ઘણા ફેરફાર થઇ ગએલા  એટલે રમવાનું શિખવા  માટે મને કોઈ મદદગાર ની જરૂર પડતી .પણ  ભોળા નો ભગવાન છેને ?મારી બાજુમાં એક છોકરી બેઠી  હતી ,તે મને હર્ષ ભેર મદદ કરતી હતી .(આતાનેતો છોકરીયુજ  ભટકાય છે .જ્યાં જાય ત્યાં )મેં એને પૂછ્યું તું કેમ રમતી નથી .તે બોલી હું ઘણા પૈસા હારી ગઈ છું .હવે મારી પાસે પૈસા  નથી .તમે મને બે ડોલર આપો તો હું રમવાનું શરુ કરું .મેં રુઘાની ફિલોસોફી પ્રમાણે  ખોટું બોલ્યો ,મારી પાસે પણ પૈસા નથી . આ કસીનો વાળાએ પૈસા આપ્યા છે .એમાં જો હું જીતું તો તુને બે ડોલર આપું .અને હું પાંચેક ડોલર જેટલું જીત્યો .મશીન તમને વધ્યા   ઘટ્યા પૈસા જયારે જોઈએ ત્યારે આપે પણ કાગળિયા ના રૂપમાં મને એક કાગ્લીયો બે ડોલર અને બિયાંસી પૈસાનો મળેલો મેં એને એ કાગળ આપ્યો .છોકરીયું આવી રીતે પૈસા માગતા કદી  જોએલી નહિ .કેમકે છોકરાઓ તેને વણ માગ્યે આપતા હોય છે પણ આ છોકરી એક કદરૂપી પંજાબી છોકરી કહે છે એમ  .”ના મૈ  સોણી  તે નાગુણ પલ્લે મૈ  કાદા  માન કરેસાં ”

જોભી આતા હૈ યહાં હારકેહી  જાતા હૈ  કોઈ કિસ્મત વાલા હૈ જીત જાતા  હૈ યેતો ક્સીના હૈ માલિક કો મજા દેતા હૈ હારને વાલાભી હાર નેકી મઝા લેતા હૈ . લોટવાલા  કસીનાએ  દસ ડોલર આપેલા એમાંથી પાંચ ડોલર બચાવ્યા .

happy fathers day બાપા

નાટકના  બીજા માણસો મદદમાં આવ્યા એટલે ગુંડા નાસી ગયા .

દ્વારકામાં  રાધા કૃષ્ણનો ખેલ ઘણી વખત ભજવાતો દ્વારકા યાત્રા ધામ એટલે યાત્રાળુઓ  બહુ આવે રાજા મહારાજા પણ આવે .એકવખત બુંદી નાં કે  કોટના  મહારાજા આવેલા   આ મહારાજાને  તમાકુ  ગડાકુ  પીવાનો વિચિત્ર શોખ હતો ,પોતાની રૂમના બારી બારણા બંધ કરી  રૂમની અંદર  સળગતીસગડી રાખી તેના ઉપર ગ્દાકું નાખે  એટલે  ધુમાડો થાય અને આ ધુમાડો શ્વાસની સાથે એની મેળે ફેફસામાં જાય .આ બાપુને નાટકમાં જે છોકરો કૃષ્ણ નું પાત્ર ભજવતો એ છોકરાને એ ખરેખર કૃષ્ણ માને જ્યારે આ છોકરો કૃષ્ણ નો વેશ પેરીને  પડમાં   આવે ત્યારે બાપુ એને પગે લાગવા પોતાની ખુરસી ઉપરથી નીચે ઉતરે અને એને પગે લાગે ,આ છોકરાને પોતાની સાથે બુન્દીકોટા  લઇ જવાની ઈચ્છા થઇ ,એટલે એને બાપાને પોતાની પાસે બોલાવીને કીધું કે આ છોકરો મને આપી દ્યો તમારે જેને પૂછવું હોય એને પૂછી જુવો હું તમને મો માગ્યા પૈસા આપીશ ,બાપાએ  મેનેજરને બધી વાત કરી  છોકરાને વાત કરી પંદરેક વરસની ઉમરનો છોકરો હતો .છોકરો કહે તમતમારે મને વેચી દ્યો હું ગમે તેમ કરીને હું અહી આવી જઈશ . પછી બાપુને છોકરો આપી દેવાનું નક્કી થઇ ગયું .આ વાત ફક્ત બાપા મેનેજર અને છોકરો ફક્ત ત્રણ જ્ણાજ  જાણે પૈસાનું નક્કી થઇ ગયું .બાપુએ શરત મુકીકે  ગાયકવાડ સરકારની હદ પૂરી થાય અને જામનગરની હદમાં અમે પ્રવેશ કરીએ એટલે હું પૈસા આપી દુ અને છોકરો તમે મને આપી દ્યો .જ્યારે ગાયકવાડી હદ પૂરી થવાની હતી ત્યારે નાકા દ્ ડ્યુટી વાળાને છોકરા બાબત વહેમ પડ્યો એટલે  છોકરાને બાપુ સાથે નો જવા દીધો .અને સોદો ફેલ થયો .આ બધી વાતની નાત્લ મંડળીના માલિકને ખબર પડી .એટલે બાપાને અને મેનેજરને  નાટક મંડળીમાંથી કાઢી મુક્યા .બાપાને એક પૂજાપો અને કાજુ બદામ વગેરે વેચનાર દુકાનદારે નોકરીએ રાખી લીધા .અમુક ટાઈમે દેશીંગાથી મારા માને બોલાવી લીધા .આ વાતને વર્ષો વીત્યા .માએ એક દીકરીનો જન્મ આપ્યો .થોડા મહિના પછી દીકરી મૃત્યુ પામી ,પછી દીરાનો જન્મ થયો એનું નામ ગીરધરલાલ  રાખ્યું .ગીરધરલાલ ચાર વરસની વામઉમરનો થયા પછી એ પણ ગુજરી ગયો .અવાર નવાર દેશીંગા મારા માબાપ આવતા દ્વાર ખરો . પછી કાથી  મ છવા  માં બેસે   અને  પોરબંદર  ઉતરે રસ્તામાં મછવા માં પાણી પીવા માટે પાણીનો હાંડો લઇ આવે  એક વખત ગાગર લઇ આવેલા એવી રીતે દેશીંગા બેડું આવી ગયું . જે બેડું હાલ મારી દીકરીના ઘરે છે . એક દિવસ મારા બાપાના મોટાભાઈ પ્રાણશંકર  બાપા પ્લેગના રોગથી મૃત્યુ પામ્યા . આવખતે મારા માબાપ દેશીંગા  આવ્યાં .પણ મારી દાદીમાએ પાછા દ્વારકા જવા નો દીધાં  દેશીન્ગા દરબાર મુજફ્ફર ખાં એ પોલીસ પટેલ તરીકે નોકરીમાં માસિક પગાર રૂપિયા બારથી રાખી લીધા .25 વરસ નોકરી કરી તોય પગાર બાર રૂપિયા રહ્યો પછી 16 રૂપિયા પગાર થએલો ખરો પછી નોકરી અમે બન્ને ભાઈઓએ નોકરી છોડાવી કેમકે અમે બંને નોકરી કરતા હતા .અને ડીસેમ્બરની 6 તારી અને 1960 ના રોજ બાપા સ્વર્ગે જતા રહ્યા।  હેપી ફાધર ડે

સંતોભાઈ સમય બડા હરજાઈ

પ્લવંતે પસ્તરા નીરે માનવા:ઘ્નનંતી રાક્ષાસાન

ક્પય :કર્મ કુર્વન્તિ કાલસ્ય  કુટીલા  ગતિ :

સમય સમય બળવાન હૈ નહિ પુરુષ બલવાન

કાબે લુંટી ગોપિકા યેહી અર્જુન યેહી બાન

રાગ :-નાથ કૈસે ગજકો બંધ છુડાયો

સંતોભાઈ           સમય બડા હરજાઈ  સમયસે કોન બડા  મેરે ભાઈ  સંતોભાઈ સમય બડા હરજાઈ  ……….1

રામ અરુ લછમન બન બન ભટકે સંગમે જાનકી માઈ કાંચન  મૃગકે પીછે  દોડે સીતા હરન  કરાઈ …………………….સંતોભાઈ  2

સુવર્ણ મયી લંકા રાવનકી જાકો સમંદર ખાઈ દસ મસ્તક બીસ ભુજા કટાઈ ઈજ્જત ખાક મિલાઈ ………………………..સંતોભાઈ 3

રાજા યુધિષ્ઠિર દ્યુત ક્રીડામે  હારે અપને ભાઈ રાજ્યાસન ધન સંપતી હારે દ્રૌપદી વસ્ત્ર હરાઈ …………………………..સંતોભાઈ 4

યોગેશ્વરને ગોપીગનકો ભાવસે દિની  બિદાઈ બાવજૂદ અર્જુન થા રક્ષક બનમેં ગોપિ લુંટાઈ ………………………………સંતોભાઈ 5             બાવજૂદ =હોવા છતાં

જ્લારામકી પરિક્ષા કરને પ્રભુ આયે વરદાયી સાધુ જનકી સેવા કરને પત્નિ  દિની  વીરબાઈ ……………………………સંતોભાઈ 6

આઝાદી કે લીએ બાપુને અહિંસક લડત ચલાઈ ઐસે બાપુકે સીને પર હિંસાને ગોલી ચલાઈ ……………………………સન્તોભાઈ  7

દેશીંગા દરબાર નવરંગ સે ગદા નિરાશ નજાઈ સમા પલટા જબ ઉસ નવરંગ કા બસ્તીસે ભીક મંગાઈ ………………સંતોભાઈ 8

સુન્ની સદ્દામ હુસેન્કો એક દિન સમયને ગદ્દી દિલાઈ કુર્દ શિયા કો માર દિએ જબ સમયને ફાંસી દિલાઈ ……………સંતોભાઈ 9

પાની ભરકર બરતન સરપર દોડકી હુઈ હરિફાઈ જવાં લડકિયાં પીછે રહ ગઈ ભાનુ  પહલી આઈ ……………………..સંતોભાઈ  10       ભાનુમતી =આતાની ઘરવાળી

પાનીકા ઝઘડા પોલીસ લાઈનમેં  હોતા થા મેરે ભાઈ દલપત રામને ભાનુમતી કી નલસે ડોલ ઉઠાઈ ……………….સંતોભાઈ 11

ક્રોધાવેશમે ભાનુમતીને અપની ડોલ ઉઠાઈ દલપત રામકે સરમે  ઠોન્કી લહુ લુહાન હોજાઈ …………………………..સંતો ભાઈ 12

અબ વો ભાનુ  ચલ નહીં સકતી નિર્બલ હોતી જાઈ અપને હાથોં ખા નહીં સકતી કોઈ ખિલાવે તો ખાઈ ………………સંતોભાઈ 13

ડો હઝાર સાત અગસ્ત્કી જબ દુસરી તારીખ આઈ ઇસ ફાની દુનિયાકો છોડકે ભાનુને લીની વિદાઈ …………………સંતોભાઈ 14

એક ગુજરાતી પટેલ સપુતને શ્રીજી સે માયા લગાઈ શ્રીજી આકે હૃદય બિરાજે તબ કઈ મંદર બનજાઇ ………………..સંતોભાઈ 15

વિક્રમકે દાદાકી તનખા માહકી  બારા રુપાઈ વિક્રમ ખુદકી એક મિનીટકી બઢકર બારા રુપાઈ ……………………….સંતોભાઈ 16

ગોરધન ભાઈ પોપટને એક દિન સિંહ કો માર ગિરાઈ અબ ગોરધન ભાઈ નિર્બલ  હોગયે મખ્ખી  ઉડાઈ ન જાઈ …સંતોભાઈ 17           ગોરધનભાઈ =આતા ના મિત્ર

નંગે પેર બકરીયા ચરાઈ કોલેજ ડીગ્રી પાઈ કોલગેટ ને ઉસકી કલા  પરખ કર નઈ નઈ શોધ કરવાઈ ………………..સંતોભાઈ 18ઉઘાડા પગે બકરી ચારનાર =આતાનો પુત્ર

ઘરમે બૈઠ કે લિખતા પડતા  યાર્ડ મેં કરતા સફાઈ કરા સુજાને  હિજોકી કલાકો જગ મશહુર કરાઈ …………..સંતોભાઈ 19  કરા = કનક રાવળ સુજા =સુરેશ જાની  હિજો =બ્લોગરકી દુનિયામે સબસે છોટી 92 બરસકી ઉમરકા  આતા

પ્યાઝકા થા જબ બુરા જમાના લોક મુફત લે જાઈ વોહી પ્યાઝ અબ મહંગી હો ગઈ ગરીબ્સે ખાઈ ન જાઈ …………..સંતોભાઈ 20

અતિ પાપીષ્ટ જ્મારો પારાધી ધીવર ઓર કસાઈ દુનિયાં  માંસાહાર કો છોડે સબ હોવે સુખદાઈ ……………………..સંતોભાઈ 21  ધીવર =મચ્છીયારો

અમરલોક્સે  આઈ ગંગા કરને પાપ ધુલાઈ વોહી ગંગા અબ મૈલી હો ગઈ કોણ કરેગા સફાઈ ……………………………સંતોભાઈ  22

વિશ્વામિત્ર કી દેખ તપસ્યા ઈંદ્ર કો ઈર્ષા આઈ ઈંદ્ર ને ભેજી અપ્સરા મેનકા તપસ્યા ભંગ હોજાઈ ……………………..સંતોભાઈ  23

ઋતુ મતિ મેનકા ઋષિકો  ભેટી જોરસે બાથ ભિડાઈ  મેનકા વિશ્વામિત્ર ઋષિ સે ગર્ભ વતી હો જાઈ ……………..સંતોભાઈ  24

શકુંતલા ક જબ જન્મ હુવા તબ ઋષિકો દેને આઈ ઋષિને સાફ ઇનકાર કિયા તબ કણાદ મુનીકે પાસ જાઈ ……સંતોભાઈ 25

બ્લોગર હિજો તપસ્યા કરને ઘોર જંગલ કો જાઈ મેનકા ન આઈ નાગિન આઈ હિજોને સરપર  ચડાઈ ……………….સંતોભાઈ 26

દૂધ બેચન કો ઘર ઘર ભટકે  બૈઠે બાદા  બિકાઈ શીલવતી ખાવે સુખી રોટી વૈશ્યા ખાવે મિઠાઈ …………………….સંતોભાઈ 27 બાદા = શરાબ

બેર બબુલ કી ઝાડી કે બિચ  સોને વાલા”  આતાઈ  “વોહી આતા અબ અમેરિકા આયા દેખો કૈસી જમાઈ …………સંતોભાઈ 28

લાલી લેખે

સોરઠ જીલ્લો ગીરનારની છાયા વાળો પ્રદેશ બહુ  રળિયા મણો.પ્રદેશ લીલુડી નાઘેર ,બરડો .ગીરનાર , ગીર કે જ્યાં સાવઝ  વસે છે .જે ભૂમિમાં  જલારામ બાપા .ભગત કવિ નરસીમેતો,મહાત્મા .ગાંધી,જન્મ્યા .આવા પ્રદેશના માણસો ,બહુ ઉદાર દિલના અને ભોળા નિખાલસ. સાધુ  ,ફકીર, સંત , બ્રાહ્મણ.વગેરે લોકોનું સન્માન કરવાવાળા હોય છે .આવી ઉદારતા અને ભોળપણ નો લાભ લઇ  વેશ પલટો કરીને  ,ઠગારા પણ આવતા હોય છે .

એક સમયે  વરસાદ બહુ સારો થયો .ખેડૂતો અને પશુપાલકો (માલધારી )બહુ ખુશ છે. આવા સમયે એક ઠગ  બ્રાહ્મણ નો  વેશ લઇ ગામડાઓમાં  ઘર ઘર ભટકવા લાગ્યો .અને એક એવે ઘરે ગયો કે જે ઘરવાળાની એકની એક  લાડકી દીકરી” લાલી” મૃત્યુ પામેલી.ઘરની માલિક બાઈ .ઠગ નાં ટીલાં ટપકાં વાળો વેશ જોઈ .

ઠગને બ્રાહ્મણ સમજી તેને  નમસ્કાર કર્યા,અને પૂછ્યું  ગોરબાપા  ક્યે ગામ રહો છો?ઠગ લોકો , દારૂના અને જુગારના અડ્ડાવાળા ,વૈશ્યાઓ.game tevo chhupo વેશ પહેરીને જાય તો પણ  તે લોકો પોલીસને  એંસી ટકા  ઓળખી લેતા હોય છે. એવી રીતે  ઠગ લોકો સામા માણસની વાતો ,હાવભાવ ઉપરથી  એ  કેવો મૂરખ છે ,એ જાણી લેતા હોય છે .   ઠગે જવાબ આપ્યો કે હું અમરાપુર થી આવું છું .(અમરાપુર=સ્વર્ગ )

સાંભળીને બાઈ એકદમ ગળગળી થઇ ગઈ અને બોલી .મહારાજ મારી લાલી થોડા દિવસથી  સરગમાં ગઈ છે ઇના કંઈ વાવડ ?  ઠગે જવાબ આપ્યો .aamto લાલી મજામાં  છે પણ આ સાતમ આઠમના તહેવારોમાં એને  ઘરેણાં  લૂગડાં  નવા નથી . બાઈ બોલી સાચી વાત  ઇના સારું અમે નવાં લૂગડાં ,ઘરેણાં ,લીધેલાં પણ ઈ પેરે ઇના મોર તો મારી લાલી સરગે જાતી રઈ  .જો તમે મારા ઉપર દયા કરીને  મારી લાલી સારુ લૂગડાં ઘરેણાં લઇ જાવ તો તમારી ભલાઈ .

ઠગ બોલ્યો .મારે હજી ઘણા ગામોમાં  જવું છે. ઘણાનાં    કલ્યાણ કરવા છે . એટલે હું આ સપેતરું ન લઇ જઈ શકું .  બાઈ બોલી મહારાજ હું તમને  સો રૂપિયા આપીશ .પણ તમે આ સપેતરું મારી લાલીને પુગાડો.   ઠગે હા પાડી અને બાઈએ નવી નકોર પછેડીમાં લૂગડાં ,ઘરેણાં . બાંધી આપ્યા .ઉપરથી  એક લાકડી  પોટકીમાં   ખોસવા માટે આપી .

ઠગતો  પોટકી ખંભે લઈને ઓલો રાજકપૂર  (आवारा हु ) એ ગીત ગાતો ગાતો જાય છે એમ ઠગ ઉતાવળે પગે હાલવા માંડ્યો . અને કોઈ પાછળ  આવતું નથીને ?એમ જોતો જોતો હાલ્યો જાય . થોડી વારે  સાંઢડી સવાર ઘર ધણી આવ્યો .ઘરવાળી એ  હરખાઈને એના ધણી ને સમાચાર  આપ્યા કે  આપણી લાલીના સમાચાર આવ્યા હતા .એક મારાજ સરગમાંથી   આવ્યો હતો . મેં એને લાલી સારું ઘરેણા અને લૂગડાં મોકલાવ્યા છે .

વધારે કંઈ પણ    સાંભર્યા    વિના  પૂછ્યું ઈ કંઈ બાજુ ગયો છે? અને  ભૂખ્યા તરસ્યા અને  થાકેલા માલિકે  ઊંટ ઉપર સવાર થઇ ઠગને પકડવા માર માર કરતા ઊંટને દોડાવ્યો .ઠગે જોયું અને એ તુરત  નજીકના ઝાડ ઉપર સપેતરા સાથે ચડી ગયો .ઊંટ વાળા એ  ઝાડ નીચે ઊંટ ઉભો રાખ્યો .અને પોતે ઝાડ ઉપર ચડ્યો .અને ઠગ ઝાડ ઉપરથી ઊંટ ઉપર કુદ્યો . અન ઊંટ ને વેતો કર્યો .

નિરાશ લાલીનો બાપ બોલ્યો .કે આ ઊંટ પણ ઘરેણાં અને લૂગડાં ભેગો “લાલી લેખે “

ફોટોફ્રેમ

DSCN0163asnake_25

આભાર ‘વેબ ગુર્જરી’

વેબ ગુર્જરી દ્વારા અપાયેલ સન્માન પત્ર

??????????

મિત્રોએ મારી જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી

img035

DSC_0072

વેબ ગુર્જરીએ મને સન્માન પત્ર આપ્યો એ સન્માન પત્ર અને ફિનિક્ષ નાં મિત્રોએ મારી સંમત પાર્ટી યોજવી એવું શ્રી જુગલકીશોર વ્યાસે અને શ્રી સુરેશ જાની એ મારા ખાસ મિત્ર શ્રી હિતેશ દેસાઈને વાત કરી  .અને પાર્ટીના સ્થળ માટે મારા મિત્ર શ્રી લોટવાળા એ પોતાના ઘરે રાખવા માટે હર્ષભેર હા પાડી  મુવી લેવા માટે મારો અમેરિકન મિત્ર .mr  chris Suazo પોતાનો કેમેરો લઈને આવ્યો .મારું બનાવેલું ગીત પોતાના મધુર સ્વરમાં ગાવા માટે શ્રીમતી હર્ષા જોશીએ  હર્ષભેર પોતાની ઈચ્છા બતાવી ,અને  શ્રીમતિ સુરેષા શાહે મારું સન્માન પત્ર વાંચી સંભળાવ્યું મારા પરમ સ્નેહી મિત્ર શ્રી  કનક રાવળ  કે જેઓ ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર કલાગુરુ  શ્રી રવિશંકર રાવળ ના સુપુત્ર છે .જેઓએ  મારા માટે સન્માન પત્ર લખી મોકલ્યું જે મેં મારા બ્લોગમાં મુક્યું છે જે આપ સહુ  વાંચો છો .

“મારો આતા (હિમ્મતભાઈ)સાથેનો પરિચયતો થોડા વર્ષોનો પણ તેમની સાથે બેસીને નિરાંતે રુબરુ વાતચિત કરવાની તક મને સુ.જા. જેવી નથી મળી. તેમને માત્ર ઈ-મેલ, ફોન  અને તેમની બહુશ્રુતતા વડેજ જાણુ છું.

તેમના અંગત જીવનના પ્રસંગો તેમ્ણે ખેલદિલીથી રજુ કર્યાછે તે નિશંક છે.
જે હિમ્મતથી મોટી ઉમ્મરે પરદેશમાં આવીને આમજીવનમાં પોતાનું સ્થાન મેળવ્યું  છે
તે અનેક એકલવાયી વ્યક્તિઓ માટે ઉત્તમ ઉદાહરણ રજુ કરે છે.
તેમની પાસે તમને ક્યારેય રોદણા કે ફરિયાદો ના સંભળાય.
બધી ખાટીમીઠી સ્થિતીમાં પોતાનુ વ્યક્તિત્વ જાળવી રાખ્યું છે.
મારો તેમની સાથેનો પરિચય ‘ગુજરાત ટાઈમ્સ’ના તેમના લખાણો મારફત્.
તે સાપ્તાહિકના તંત્રી પાસેથી તેમની ભાળ મેળવી ફોનથી સંસર્ગ કરેલો  અને
પછીતો ભાઈબંધી ગાઢી બની.
એક શબ્દમાં, ” મારું જીવન તેજ મારો સંદેશ” મહાવાક્યને
તેમણે સાર્થક કર્યું છે.