આપણે સહુએ સાંભળ્યું છે કે વણિક પુત્ર કડી ઉતાવળિયું પગલું નો ભરે જે કઈ બોલે એ સમજી વિચારીને બોલે ધડાકો નો કરે પ્રશ્ન ભલે સામાન્ય હોય તોપણ તેનો જવાબ વિચારીને આપે .અકબર ના સમયની આ વાત છે. જે વાત હું હમણાં કહીશ એ આપણે ખબર હશે કે અકબર ચવદેક” 14 “વરસની ઉમરે એનો બાપ હુમાયુ મરી જવાથી ગાદીએ બેઠો એટલે એ ભણેલો નોતો ,પણ એને જીજ્ઞાસા વૃતિ બહુ હતી .એટલે એ પોતાની જીજ્ઞાસા વૃતિ સંતોષવા બાહોશ માણસો નાં સંપર્કમાં રહેતો .એણેનવ ખાસ માણસો રાખેલા જે નવ રાતનો તરીકે ઈતિહાસમાં પ્રસિદ્ધ છે .જે પૈકી બીરબલ એનો ખાસ માનીતો માનસ હતો .અકબર દરરોજ સભા ભરતો .સભામાં અવનવા ઘણા માણસો આવતા .અને એલોકોના વાર્તા લાપ સાંભળતો અને ઘણું જાણતો
એક વખત એણે બીરબલને પૂછ્યું એલા બીરબલ એવું સાંભળ્યું છેકે વાણિયાનો દીકરો જે કઈ બોલે એ બહુ સમજી વિચારીને બોલે તમે કઈ પ્રશ્ન પૂછો તો તે તેનો જવાબ બહુજ વિચારીને આપે પ્રશ્ન ભલે સાદો કેમ નો હોય .બીરબલે જવાબ આપ્યો હા એ ખરી વાત છે .અકબર કહે આપણે એનો જાત અનુભવ કરીએ .એકાદ વાણીયાને બોલાવીએ અને એને પૂછી જોઈએ ,બીરબલ કહે તમે જે ધારો છો એ બરાબર છે .વાણીયાને બોલાવી રૂબરૂ અનુભવ કરવામાં સારાવાટ નહિ રહે .પણ અકબરે બીરબલની વાત ઉપર ધ્યાન નો આપ્યું .અને પોતાના હઠ ઉપર કાયમ રહ્યો .એટલે પછી વાણીયાને બોલાવવાનું નક્કી કર્યું. બીજે દિવસે દિલ્હીમાં ઢંઢેરો પીટાવ્યો ,અને દિલ્હીના વાણીયા ઓને ચાંદની ચોકમાં ભેગા થવાનો હુકમ કર્યો .
બીજે દિવસે બધા વાણીયા ચાંદની ચોકમાંભેગા થયા .એમને કહેવામાં આવ્યું કે બાદશાહને એક પ્રશ્ન છે એ પ્રશ્ન નો જવાબ વાણીયો બરાબર આપી શકાશેવાણી યો એ વિચાર કર્યોકે આપણાથી બાદશાહને જવાબ આ પવામાં કૈક ગરબડ થાય તો બાદશાહના રોષનો ભોગ બનવું પડે .એના કરતા .આપણા માથા ઉપર આવેલી બલા આપણે કોક બીજા ઉપર કાઢીએ એવું વિચારી તેઓએ બાદશાહ ને જવાબ આપ્યો કે જહાપનાહ જો આપને ઝીંદગી ભર યાદ રહી જાય અને એ જવાબ નો પડઘો દુનિયામાં પડે અને વરસોના વરસો સુધી ટકી રહે અને આતાની “આતાવાણી” સુધી પહોંચે એવો જવાબ જો જોઈતો હોય તો આપ પોરબંદરના વાણીયાને બોલાવો .
દિલ્હીના વાણીયાઓની વાત સાંભળી અકબરે પોરબંદરથી વાણીયાને લઇ આવવા માટે પોતાના સાળા માનસિંહને મારતે ઘોડે તાબડતોબ પોરબંદર રવાના કર્યો. માનસિંહ પોરબંદર આવ્યો અને પોરબંદરના મહારાણાને મળ્યો અને અકબરનો સંદેશો આપ્યો, કેઅકબરને એક પ્રશ્ન થયો છે (પેટ ચોળીને પીડા ઉભી કરી છે.) અને આ પ્રશ્નનો જવાબ પોરબંદરનો વાણીયો બરાબર આપી શકાશે .માટે મારે એક વાણીયાને દિલ્હી લઇ જવો છે .માટે તમે એક વાણીયાને મારી સાથે દિલ્હી મોકલો .
મહારાણા એ સુદામાચોકમાં બધા વાણીયાને ભેગા કર્યા .અને અકબરનું ફરમાન સંભળાવ્યું .વાણીયાઓ એ એક માવજી નામના ૫૩ વરસના એક ભાઈને દિલ્હી મોકલવાનું નક્કી કર્યું .અને માવજીને માનસિંહ આગળ રજુ કર્યો અને કહ્યું કે આ ભાઈ તમારી . સાથે દિલ્હી આવશે .માન્સીન્હેં માવજીને કહ્યું કે ચાલો તૈયાર થઇ જાવ , માવજીએ મનમાં વિચાર કર્યોકે બાદશાહ અકબર જેવો બોલાવતો હોય તો શા માટે માનભેર વટથી નો જઈએ ફઈને ઘેર જતા હોઈએ એવું સહેલાયથી શા માટે જવું ? માવજીએ માનસિંહને કહ્યું જો તમારે મને દિલ્હી લઇ જવો હોયતો એક રત્ન જડિત અંબાડી વાળો હાથી મગાવો આવા હાથી ઉપર બેસીને હું આવું .અને બીજું દિલ્હી જતા પહે લા વચ્ચે જે ગમે રાતવાસો રેવાનું થાય એ ગામના મુખીએ મને હું ત્રેપન વરસની ઉમરનો છું એટલે ૫૩ તોપોની સલામી આપવી પડે .માંન્સીહે માવજીની દરેક શરત માન્ય રાખી અને પછી માવજી દિલ્હી જવા હાથીની અંબાડી ઉપર બેઠો .પણ બાપુ તેડી માવજીને જોવા માટે ઘેડ,નાઘેર ,ઓખો ,બારાડી,હાલાર બરડો.દરેક ઠેકાણેથી માણસો ગાડા જોડી જોડીને આવેલા હો .માવજી ઠાઠ માઠ થી દિલ્હી પહોંચ્યો તેને રહેવા માટે સરસ બંગલામાં ઉતારો આપ્યો .અને માવજીની સરભરા માટે કેટલાક માણસો રાખેલા .માવજીને સવારે સભામાં બોલાવ્યો .અને અકબરે પોતાની સામે ગાદી તકિયા ઉપર બેસાડ્યો .વચ્છે એક બાજઠરાખેલો તેના ઉપર અકબરે પોતાની પાધડી મૂકી અને માવજીને પૂછ્યું આનું નામ શું ? માવજી મનમાં એટલો ખુશ થએલો કે વાત નહિ .માવજીને થયું કે જેની આગળ ભલ ભલા મહારાજાઓ પાઘડી ઉતરેછે એવા મહાન અકબરે આજ મારી આગળ પાઘડી ઉતારી .માવજીઅકબરનો prashn સાંભળી પોતાનું માથું ખજ્વાળવા મંડી ગયો .અને બોલ્યો સાહેબ બહુ ગહન પ્રશ્ન છે .આ પ્રશ્નનો જવાબ દેવો એ મારા એકલાનું ગજું નથી
aa prashnno javab deva maa te amaari aakhi vaniyani naat bhegi karavi pade koi khadayata,koi modh koi lad eva chorasi jatna vaniya bhega karava pade અકબર કહે ભલે બોલાવો બધા વાનિયાઓને માવજી કહે લાવો ખડિયો કલમ કાગળ અને શાહી ખડિયો કલમ હાજર થયા એટલે માવજી લખવા બેઠો . રા. રા તલકચંદ મલૂક ચંદ માટલીયા આપ સહુને અકબર બાદશાહે તેડાવ્વ્યા છે તો સહુ સાગામાંતે વેળાસર દિલ્હી પધારજો .બધું લખ્યા પછી માવજી નીચે લખે કે “પારકો ખડિયો પારકી સાઈ મત્તું મારે માવજી ભાઈ ” કાગળ વાંચીને બધા વાણીયા દિલ્હી આવ્યા .બધાને સારા બંગલોમાં ઉતારા આપ્યા .રાબેતા મુજબ સવારે માવજીને સભામાં બોલાવ્યો અને અકબરે પૂછ્યું .માવજી કઈ ઉકેલ આવ્યો .માવજી કહે બહુ અઘરો પ્રશ્ન છે .આખી નાત ગોતે ચડી ગઈ છે પણ જવા મળ્યો નથી જોકે જવાબ જરૂર માલ શે પણ થોડી વાર લાગશે. આમને આમ મહિનાઓ વીતી ગયા .બધા જલસા કરે છે અને માવજીના વખાણ કરે છે .ઘણા મહિનાઓ વીત્યા એટલે વાણીયા કંટાળ્યા હવે એને ઘરે જવાની ઉતાવળ થઇ એટલે એ લોકો એ માવજી ને કહ્યું હવે છુટકારો કર માવજી કહે આવો વખત ઘડી ઘડી આવવાનો નથી હવે તો તમે “પારકે પૈસે તેવાર કે કર દિવાળી બે વાર ” જેવું કરો પછી સહુનો આગ્રહ થયો એટલે માવજીએ છુટકારો કરવાનું નક્કી કર્યું .માવજી દરરોજની જેમ સભામાં ગયો .અકબરે ભગ્ન હૃદયે માવજીને પૂછ્યું કઈ જવાબ મળ્યો માવજી કહે હા પણ એવું નક્કી થયું કે મારે થો પ્રશ્નો તમને પૂછવા પડે અને એનો જવાબ તમારે આપવો પડે જો તમને જવાબ ના આવડે તો તમે કોઈને પણ પૂછીને જવાબ આપી શકો છો પણ જવાબ તમારેજ આપવો પડે,
માવજીએ પ્રશ્ન પૂછ્યો એક દિવસની ઘડી કેટલી બીરબલ પાસેથી જવાબ મેળવ્યા પછી અકબર બોલ્યો આઠ .સંભાળીને માવજીએ પૂછ્યું એની આરાધી કેટલી અકબર કહે ચાર ઘડી એમ પ્રશ્નોત્તરી થતા થતા અર્ધી ઘડી સુધી પહોંચ્યું એટલે માવજી એ પૂછ્યું એની અર્ધી કેટલી અકબર કહે પાઘડી . અને માવજી બોલ્યો આ આનું નામ એવું બોલી માવજીએ અકબરની પાઘડી તરફ આગલી ચીદ્ધી પણ ભાડના દીકરા માવજી એ અકબર પાસેથીજ નામ બોલાવ્યો અકબર માવજીની અને આખા વણિક સમાજની હોશિયારી ઉપર ખુશ થયો અને તેઓને “શાહ “નો ઈલ્કાબ આપ્યો જે ફક્ત અમુકજ વાનીયાઓએ સ્વીકાર્યો .બીજાઓએ પોતાની મૂળ અટક ચાલુ રાખી .ગોદીવાળા.ગોસલીયા માટલીયા વગેરે