Monthly Archives: માર્ચ 2013

સ્વપ્ન સાચું ન હોય, પણ આતાનું સ્વપ્ન સાવ ગપ્પું

vmOLYMPUS DIGITAL CAMERA

એકદી  કાળી ચતર દશી ના દિવસે અશોક મોઢ વાડીયાયે  એક પાર્ટી રાખી અને સૌ મિત્રોને આમંત્રયા ,સુરેશ જાની ,પ્રવીણ શાસ્ત્રી, કરા .રાત્રિ . શકિલ, પ્રજ્ઞા વ્યાસ , વિનોદ પટેલ વલીદા  આતા .વગેરેને સાગમટે નોતરું આપેલું .એટલે સૌ પોતાના કુટુંબ કબિલા સાથે આવેલા .આતા અને આઈ પણ  આવેલાં ,આતા વળી એક પોતાની દોસ્તારણ  ચેરોકી જાતિના અમેરિકન ઈંડિયન ની  છોકરીને ભેગી લાવેલા  .બત્રીસ જાતની મીઠાઈ અને તેત્રીસ જાતનાં શાક ,બાવન જાતના અથાણાં સિત્તેર જાતના પાપડ અને કોઠી મ્બાં ની કાચરી  વગેરે પુષ્કળ વાનગીઓ  બનાવવાનું નક્કી કરેલું . ઊંધીયુ બનાવવાની જવાબ પ્રવીણ શાસ્ત્રીએ લીધેલી .પ્રવીણ શાસ્ત્રીએ  એવી વાત રજુ કરીકે  મનુસ્મૃતિ માં લખ્યું છેકે   વૃદ્ધ માણસે  માછલાં ખાવાં  જોઈએ એમ કરવાથી વૃદ્ધોની યાદ શક્તિ અને બુદ્ધિ તીવ્ર બને છે .એટલે બીજાનું કઈ નહિ ,પણ આતાને આપણે  પાપલેટ  માછલી ખવડાવીએ  આ માછલીમાં એકજ કાંટો હોય છે  એટલે ખાવાની પણ સરળ રહેશે .શકિલ અને વલીદા વગેરે નોનવેઝ વાલા બોલ્યા કે  અમે પણ આતાને  કંપની આપીશું . પ્રવીણ શાસ્ત્રી કહે  માછલીઓને પણ ઊંધીયા ભેગી રાંધશું ,ઊંધીયું  તૈયાર થઇ જાય એટલે માછલીયું  જુદી કાઢી લઈશું એટલે શાકાહારી લોકોને પણ વાંધો નો આવે .આતાને  ઘરવાળાએ તાડુ કીને કીધું કે   હમણાં  તમારે સ્નાન સંધ્યા કરવું હોય તો તમારી રૂમમાં જઈને કરી આવો ,પછી જાત આંય  આવી જજો સૌ ભેગા વાતુના ગપોડા મારવા આવી જાજો તમને બરકવા આવવા નો પડે ,ઊંધિયા  માટે શાક  સમારતું હતું .લાડવા માટે લોટ બંધાતો હતો ,અને  આતા આઈનો હુકમ માથે ચડાવીને  નાવા  ગયા .નાહી  દીધા પછી  પથારીમાં બેઠા બેઠા માળા ફેરવતા હતા .માળા તો હાથમાં ફરતી હતી ,પણ આતાનું મગજ  લાડ વામાં ફરતું હતું .ઈમાં આટાને જોકું આવ્યું અને આતા પથારીમાં ઢળી પડયા ,માળા હાથમાં રહી ગઈ અને આતા ઊંઘી ગયા , અને ઊંઘવાની સાથેજ આતા ને સ્વપ્નું આવ્યું કે પોતે  અમેરિકાના સાઉથ ડાકોટા  સ્ટેટના માઉન્ટ રશમોર માં ઓલાં ચાર પ્રેસિડેન્ટ ની ટેકરી ઉપર મૂર્તિઓ કોતરેલી છે .ઇના વાંહે  તપ કરવા આસન વાળીને બેસી ગયા તેદી પોષ મહિનો હાલે  રોજ બરફ પડે ,ભારતમાં જેમ ઋષિ તાપ કરવા બેસે તંયે ઇના ઉપર ઉધય  રાફડો કરે ઈમ આંય આતા ઉપર બરફનો ટેકરો થઇ ગયો .હમણાંથી  વૈકુંઠ ની  પાર્લામેન્ટે  વિષ્ણુની અંતર્યામી પણાં ની સત્તા ઉપર કાપ એવું કહીને મુકેલોકે એ પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે,. આતાની તપસ્યાનાં પડઘા ઠેઠ ઇન્દ્ર લોક સુધી પડ્યા ,ઇન્દ્રને બીક લાગી કે આતા ઈની તપસ્યામાં સફળ થશે તો  મારું  ઇન્દ્રાસન પડાવી લેશે જો આતા  મારા સિહાસન ઉપર બેસી જાય તો  દુનિયામાં કાળાબજારિયા  રુશ્વત ખોર  બળાત્કારીઓ ,લુંટારકરનારા વગેરેને અહી બોલાવીને નરક ભેગા કરી દ્યે  તો પછી મારા માટે હોમ હવ ન કોણ કરે  ,એટલે આતાનું તાપ ભંગ કરવા મેનકાને મોકલવાનું નક્કી કર્યું ,અને મેનકાને આજ્ઞા કરીકે તું આતાનું ત પ ભંગ કરવા જા મેનકા કહે મહારાજ આતા વિશ્વામિત્ર જેવા ઢીલા પોચા નથી કે  મને ગર્ભવતી ક ર્યા વિના છોડે નહિ .આતા સાથે હું બથોડા ભરું તોય એ ને કોઈ અસર થાય એમ નથી .પછી ઇન્દ્રે મેનકાને આતાનું તપ ભંગ કરવા મોકલવાની  વાત પડતી મૂકી . હવે બન્યું એવું કે  વિષ્ણુ અને લક્ષ્મી વૈકુંઠ લોકમાં  શોફા ઉપર બેઠા બેઠા બેઠા  ટી  વી જોઈ રહ્યા હતા ,એમાં વિષ્ણુને તપ કરી રહેલા આતા દેખાણા એટલે ઓચિંતા ઉભા થઇ ગયા ,અને લક્ષ્મીને વાત કરીકે મારો ભગત બરફ્ફીલા પહાડમાં  કઠીન તપસ્યા કરી રહ્યો છે . એને મારે દર્શન દેવા અને કંઈક  વરદાન આપવા જવું પડશે ,લક્ષ્મીએ ટેકો આપતા કહ્યું કે હા જ વું જોઈએ , હું પણ તમારી સાથે આવીશ ,વિષ્ણુએ મનમાં વિચાર્યું કે  જો લક્ષ્મી મારી સાથે હોય તો  અમેરિકન છોકરીઓ મારી સાથે બહુ હળે ભળે  નહિ .એવું  વિચારી એણે લક્ષ્મીને ઉંઠા  ભણાવ્યાં   કે હાલ વૈકુંઠ  હૂંડિયામણ  ની  બહુ સંકળામણ  ભ્જોગ્વે છે એટલે તમને સાથે નહિ લઇ જઈ  શકાય  આમેય વિષ્ણુ  ઉઠાં  ભણાવવામાં  બહુ પાવરધા  છે  સમુંદ્ર મંથન કર્યું .ત્યારે  દૈત્યોની પણ મદદ લીધેલી .અને સારી સારી વસ્તુ નીકળેલી  તે દેવતાઓને આપી લક્ષ્મી નીકળી તો તે પોતે લઇ ગયા .જેર નીકળ્યું તો  તે ફોસલાવી પટા વીને  શિવને પીવડાવ્યું .શિવજીને વળી ડહાપણ આવ્યું એટલે તેણે  જેર પેટમાં નો જવા દીધું .અને અધ્વચ્ચ  ગાળામાં અટકાવી દીધું .અને અમૃત નીકળ્યું એ દેવતાઓને  આપ્યું . અને દૈત્યોનું બીજે ધ્યાન દોરવા પોતે  મોહિની નું રૂપ લીધું .અને દૈત્યોની છેતર પીંડી કરી .

અને પછી વિષ્ણુ પોતે એકલાએ તપસ્વી આતા ને દર્શન દેવા જવું એવું નક્કી કર્યું .આ વખતે પોતાની અનિચ્છાએ  સ્વર્ગમાં ગએલા  ગાંધી બાપાએ સલાહ આપી કે ભગવાન તમે ગરુડ ઉપર સવાર થઈને અમેરિકા નો જતા ગરુડ તો અમેરિકાનું માનીતું પક્ષી છે તમને એના ઉપર બેઠેલા જુવે તો  લોકો તમને પૂછી પૂછીને ઠરડ કાઢી નાખે  વળી વલ્લભ ભાઈએ એમની પટેલ વાળી ભાષામાં કીધુકે ત્યાં તમે મોટે ઉપાડે જાઓ છો તો  ચતુર્ભુજ રૂપ ધારણ કરીને નો જતા  તમે તમારા ભગત પાસે પહોંચો ત્યારેજ ચતુર્ભુજ રૂપ ધારણ કરજો અને અહીંથી ભલે ગરુડ ઉપર ચડીને જાઓ, પણ ગરુડને ઈંગ્લેન્ડમાં કોઈ આફ્રિકાથી આવેલા વૈષ્ણવ ને ત્યાં ગરુડને પાર્ક કરી તમે   પ્લેન માં જજો  વિષ્ણુએ  મુત્સદ્દી વલ્લભભાઈની વાત માની ,અને પ્લેનમાં બેઠા ,એમની બાજુની સીટમાં  એક વયો વૃદ્ધ માજી બેટા હતાં એમની પાછળની સીટ ઉપર આતાની પિતરી  જેવી રૂપાળી છોકરી એક 81 વરસના બાપા જોડે બેઠી  હતી .એ છોકરીને  વિષ્ણુનું મેઘ વર્ણમ  શુભાગમ જોઈ તેના ઉપર આકર્ષિત થઈ . ભલા વિષ્ણુના કૃષ્ણ અવતાર વખતે સોળસો ગોપીયું મોહી પડી હતી। તો આ એકજ મોહી પડે તો શું નવાઈ એણે વિષ્ણુ પાસે બેઠેલાં  માજીને કીધું  માજી તમે પાછળ બેઠેલા કાકા જોડે બેસો તો તમને મજાની કંપની  રહે અને હું આ યુવક જોડે બેસું તો મને પણ મજા આવે , છોકરી  વિષ્ણુ પાસેની સીટમાં બેઠી,વિષ્ણુને મીઠું ચુંબન કર્યું   અને  વાતોએ વળગી , ભક્તને દર્શન આપવા રવાના થયા, ત્યારે  લક્ષ્મીએ શિખામણ આપેલી કે છોકરીઓ સાથે તમારી નાછુત્કેજ વાતો કરવી અને એ પણ નીચું માથું કરીને આંખમાં આંખ મેળવીને નહિ છોકરી પાતાની સીટ પાસે બેઠા  પછી લક્ષ્મીની  શિખામણ વિષ્ણુએ નેવે ચઢાવી દીધી . છોકરીએ વિષ્ણુને પોતાને ઘરે રાત વાસો  રહેવા આગ્રહ કર્યો . વિષ્ણુએ એનું   માન  રાખી  કોઈ પટેલની મોટેલમાં ન ઉતરતા  છોકેઈને ઘરે રાત રોકાઈ  સવારે તૈયાર  છોકરી સાથે  એની મર્સીડીજ બેંજ  કારમાં રવાના થઇ , માઉન્ટ રાશ્મોર પર્વતની તળેટીમાં પહોંચ્યા . છોકરીએ પણ પગની પેની ઢંકાય એટલો લાંબો કોટ પહેર્યો હતો નકલી પાંપણો  આંખ ઉપર ચડાવી નકલી નખ  ઉપર નકલી હીરા ચોટાડ્યા . હોઠ રંગ્યા અને બની ઠનીને તૈયાર થઈ ગઈ હતી ‘સ્નો ખસેડવા  ભેગો સ્નોશાવલ  લીધો .અને  આતા કઠીન તપસ્યા કરી રહ્યા હતા .ત્યાં પહોંચ્યા .આતા ઉપરથી ધીમે ધીમે સ્નો ખસેડ્યો .આ વખતે વિષ્ણુએ ચતુર્ભુજ રૂપ ધારણ કરી લીધું હતું . આતાને વિષ્ણુએ  બુમ મારીને કીધું હું તારી તપસ્યાથી  અતિ પ્રસન્ન થયો છું . હવે તારે જે માગવું હોય તે માગ  આતાએ આંખો ઉઘાડીને જોયું  ચતુર્ભુજ ધારી  વિષ્ણુ  દેખાયા બાજુમાં જોયું તો  લક્ષ્મીને બદલે  અમેરિકન છોકરી આતાએતો તુરત પોતાની આંખો બંધ કરી દીધી ,એટલે વિષ્ણુએ કીધું એલા ભાઈ  હું  સ્વયં  વિષ્ણુ છું તુને વિશ્વાસ ન આવતો હોય તો હું તુને  મારો વૈકુંઠ નો પાસપોર્ટ બતાવું .,પછી  આતાને   વિશ્વાસ બેઠો કે છેતો આ વિષ્ણુ પછી જ્યાં વરદાન માગવા જાય છે ત્યાં આઈએ  ઘાંટો પાડ્યો ,કે તમને કીધું તું કે જલ્દી આવી જજો  અને તમેતો  ઘોઘરા મંડ્યા હાલો હવે જટ બધા વાત જુવે છે . અતાએ જોયું તો હજી  ઊંધિયા  સારુ  શાક ભાજી કપાતી  હતી અને શકીલ  માછલી સાફ કરતો હતો . જ ય મનું  ભગવાન

કનક કહે સુરેશને દાક્તરે દાક્તરે ફેર ,એક મારે પાણી પાઈને બીજો જીવાડે દઈને ઝેર .

મારી ઉમર જયારે વીસેક વરસની હશે ત્યારે   અમે માટીના ઘરમાં રહેતા હતાં .એ વખતે મારી મા એકદી ઘરમાં સંજ્વાળી કાઢતી હતી .તે વખતે ખબર નહિ શું થયું .મારા શ્વાસ દ્વારા મારા ફેફસામાં  કચરો ઘુસી ગયો, કે ખબર નહિ , શું થયું .મને એકદમ  શ્વાસ ચડી ગયો , કેમેય કર્યો બંધ નો થાય . ગામડાનું ડોશી  વૈદું ચાલુ કર્યું . જે ખબર કાઢવા આવે એ કંઈ ને કંઈ દવા બતાવતો જાય .અને મારા માબાપ દરેકનું માને અને  માણસો કહે ઈ દવા કરે , એક માણસે કીધું કે આને  કાનમાં  તલવ ણી  ના પાનના રસનાં ટીપાં નાખો ,ટીપાં નાખ્યા પછી મારા કાનમાં અસહ્ય દુ:ખાવો ઉપાડ્યો ,કોઈએ ખાવાની તો કોઈએ છાતી ઉપર અમુક વનસ્પતિ નાં પાન વાટીને ચોપડવાનું કીધું .વળી ભુવા અને જોશીઓનો સંપર્ક કર્યો  અમે જોશી તોય અમને આવું લોકોને વહેમમાં નાખીને પૈસા પડાવવાનું આવડે નહિ .એટલેતો મેં મારા નાનાદીકરા સતીશની અટક જોશીને બદલે અમે જે ઋષિના કુળમાં ઉતરી આવેલા  એ ભારદ્વાજ ઋષિ નાં નામે અટક રાખી દીધી ,હાલ સતીશનો પરિવાર ભારદ્વાજ કહેવાય છે .

મને કોઈ હિસાબે સારું થાય નહિ .પછી અમે નજીકના શહેર બાંટવા ગયા ,અહિ  દિવાનભાઈ નામે વૈદ્ય ને મળ્યા એને મને તપાસ્યો,  દવા આપી . જે દવાનો સ્વાદ ડુંગળી ના પાણી જેવો હતો .કંઈ ફેર પડ્યો નહિ .કોઈકે કીધુકે આને રાજકોટ લઇ જાઓ , આ વખતે મારામાં બહુ અશક્તિ આવી ગએલી . મારા માબાપ બહુ ચિતા ટુર રહેતા .  રાજકોટના ખર્ચા પોસાય નહિ . મારી માં કહે  વહાલી જણસ વેંચીને મારા દિકરાની  સારવાર કરો ,મારીમાને એનાં માબાપ તરફથી  કરિયાવરમાં  સોનાનાં  ઘરેણાં મળેલા  એમાંથી  અકેક અકેક ઘરેણું વેચવા નું શરુ કર્યું .અમે રાજકોટ ગયાં અને ત્યાના પ્રસિદ્ધ ડોક્ટરને મળ્યા ,એનું નામ મને યાદ છે પણ હું લખવા માંગતો નથી ,એની મોટી ફી ભરીને  મારી તપાસ કરાવળા વી  આ ડોકટરે  આ દોક્તારમાં ધન્વાત્ન્તારીના કીધું કે આને  ટી બી થયો છે .એ જમાનામાં   ટી બી એ અસાધ્ય રોગ કહેવાતો   ટી  બી નું નામ સાંભળી  હું અને મારાં  માબાપ  ગભરાય ગયા આ અરસામાં રામકૃષ્ણ આશ્રમમાં ભુતેશાનંદ નામે  મોટા સ્વામીજી હતા ,તેઓને મારા બાપા મળ્યા .અને આ મોંઘા   દાક્તરથી  કોઈ સસ્તો ડોક્ટર હોય તો બતાવવા કહ્યું  આ  ડોકટરે આપેલી ટી બી ની દવા પણ ખુબ મોઘી અને પોતે પણ બહુજ જાજી ફી લ્યે .. ભુતેશાનંદ  સ્વામીએ એક ધોળકિયા ડોક્ટરનું નામ આપ્યું અને બીજું એ આશ્વાસન આપ્યું કે  તમને જે ખર્ચો થશે .એમાં હું પંચોતેર ટકા ખર્ચો  હું અપાવવા  કોશિશ કરીશ  . અમે ઘોડાગાડી કરીને  ધોળકિયાની  ઓફિસે ગયા . મને  તપાસ્યો . મારા બાપાએ પ્રથમના ડોકટરી દવા દેખાડી ધોળકિયા કહે આતો ટી બી માટેની દવા છે  .મારા બાપા કહે આને ટી  બી છે એવું ડોકટરે કીધું છે .ધોળકિયા કહે આને ટી  બી છેજ નહિ .આ સાંભળી મારામાં ચેતન આવીગયુ .ધોળકિયાએ કીધું કે  એ  ગધેડો ડોક્ટર છે,  પછી એણે  દવા તરીકે કાળું પ્રવાહી આપ્યું . જે આઠ દિવસ માટેનું હતું આઠ દિવસ ફરી મળવાનું કીધું , આમ  ધોળકિયાની દવા દોઢ મહિનો પીધી મારામાં ઘણો બધો ફેર પડી ગયો ,પહેલાં એની ઓફીસના પગથીયાં ચડવા માટે મને બે માણસની જરૂ પડતી પછી એક અને પછી કોઈની મદદ વગર  હું એકલો પગથીયા ચડવા માંડ્યો .પછી થોડા વખતમાં ડોકટરે  કીધું કે હવે મારે સાદો અને પોષ્ટિક ખોરાક ખાવો .હવે તમારે મારી પાસે ડોક્ટર તરીકેની સારવાર લેવા આવવાની જરૂર નથી ,હવે બીમારી અને દવા બંને ગયાં , મારી માએ અને મારા બાપાએ   ધોળકિયા માં  દેવતાઓના વૈદ્ય  ધન્વન્તરી દેખાણા   મારાથી આ ડોક્ટર ભૂલતો નથી આ પછીથી  મને કોઈદી સળેખમ પણ થયું નથી . અહી અમેરિકા આવ્યા પછી હું અપ સ્ટેટ  ન્યુયોર્ક રહેતો હતો પણ કોઈદી ઉધરસ કે સળે ખમ  થયું નહિ અને આજ્દીની ઘડી સુધી .શ્વાસની બીમારી થઇ નથી . એક વખત મેં ધોળકિયાને કીધું કે સાહેબ  આ દવા મને બહુ કડવી લાગે છે , એટલેજ તમને  સારું થઇ ગયું છે તમને ખબર છેને કે કડવાં  ઓસડિયાં  માં પાય .

અમેરિકા આવ્યા પછી મને પટમાં તકલીફ થએલી  હાર્ટ  એટેક આવેલો  એ આપ સહુ મારા સ્નેહીઓ   જાણો   છો  એક વખત મને ચક્કર આવવા માંડ્યા , હું કઈ દરકાર રાખતો નહિ , થોડી વારમાં ઠીક થઇ જાય એક વખત હું બસમાંથી ઉતરીને ઘરે આવતો હતો હું  રસ્તામાં પડી જાત હું ન્પોરો ખતા ખાતાં   માંડ ઘરે પહોંચ્યો .એકદિવસ બહુ ચક્કર આવ વા માંડ્યા  હું તાત્કાલિક એમ્બ્યુલસ દ્વારા  હોસ્પીટલે પહોંચ્યો ,મારો એક્સરે લીધો એમારીમાં તપાસ કરાવી થોડી વારમાં મગજની સ્પેશ્યાલીસ્ટ સ્ત્રી ડોક્ટર આવી એક્સરે વગેરે જોયા મને કટલાક પ્રશ્નો પૂછ્યા। પછી  એણે મને કીધું કે તમારે કોઈ દવાની જરૂર નથી તમે કહેતા હોય તો તમારા આત્મ સંતોષ માટે હું દવા લખી આ પુ . મેં એને નાં પાડી કે મારે દવા નથી જોતી  એના કેટલાક પ્રશ્નો આ હતા  તમે દોડો છો ? મેં કીધું ક્યારેક બસમાં જવાની ઉતાવળમાં  હું દોડું છું ખરો હવેથી દોડવાનું બંધ કરો પણ ચાલવાની કસરત ચાલુ રાખો ભૂખ ખેંચો નહિ પાણી ખુબ પીઓ .તમને કશી દવાની કે ડોક્ટરની ન્જરુર નહિ પડે એની અટક નો ઉચ્ચાર રોન્ડોળ જેવો થતો હતો મેં કીધું તું મારા માટે રાંદલ દેવી છો .शास्तोमे दोक्तारोको देव अंश कहते है  मगर कोई डाक्टरों बे मोत   मार  देते  है .  वैद्यराज नस्तुभ्यम  यम ज्येष्ठ सहोदर  यम्स्तु हरते प्राणान  त्वंतो प्राणान  धनानि च .

कामिल पुरुष मुझको मिला खुशनूद हुवा ,मिलनेके बाद

સાભાર – શ્રી. હિતેશ દેસાઈ

મેં જે ગઝલ આપને ગઈ સંભળાવી ,એનો યશ સુરેશજાની અને  મુવી લેનાર હિતેશ દેસાઈને આપવાનો છે .બેશક હિતેશની પત્ની મીતા પણ યશભાગી છે કેમકે તે આપના લાડીલા આતા ની પ્રશંશક છે . મને ગાવા માટેની  તૈયારી માટે પુરતો સમય મળેલો નહિ એટલે સંભવ છેકે થોડી ક્ષતિ રહી ગઈ હોય ,એ ગજલ હું અહી લખુછું . તો આપ કોઈ આકર્ષક અવાજ વાળા ગાઈને આપ સહુને સંભળાવી શકે છે .

कामिल पुरुष मुझको मिला खुशनूद हुवा मिलनेके बाद

सब जंजाले (आधी व्याधि )छुट गई ह है बुनको मिल जानेके बाद ….1

एकही दिक् था मेरा वो दिल मैंने अर्पण किया

अब किसीको न दे सकुंगा उनको दे देनेके  बाद ….. 2

ख़र्च  किया वो धन था  तेरा धन था तेरा धन कमालेनेके बाद

बाक़ी धन खर्चेगा कोई तेरे मर्जानेके  बाद ………3

“आता ” मायूस होके  एकदिन बैठाथा  ज़ेरे  शज़र

चल बसी मायूसी उनकी कामिल मिलजाने के बाद …4

खुश नूद =प्रफुल्लित        मायूस = उदास        मायूसी   = उदासीनता   कामिल = महान संत ,ब्रह्म ज्ञानी ,ओलियो

बसी मायूसी

शकिल के घर भूखे ब्राह्मण आये

એક દિવસ  આતા, સુરેશજાની ,અને બીજા બે બ્રાહ્મણો  વાપી થી તાપી પ્રવાસ કરતા હતા .અમારા કોઈ પાસે કેમેરો નહિ .એટલે સુંદર દૃશ્યો  કોઈ બીજાને બતાવી નો શકાય .એટલામાં સુરેસ્જાનીને  શકીલ મુનશી યાદ આવ્યા . અને વિચાર કર્યો કે તે કામકાજમાં બહુ બીઝી રહે છે .એટલે એને સાથે લેવાય એમ નથી . નહીતર એ સરસ ફોટા પાડે અને  સૌ ના ઈ મેલ ઉપર મોકલી આપે .  એવામાં એક ભાઈ બોલ્યા ,એને  કામ બહુ હોય છે પણ  એ આપણા ઉપરના  પ્રેમને લીધે લીધે કામનો ભોગ આપીને  આપણી  સાથે આવે ખરા . એવામાં આતા બોલ્યા .એલા ભાઈ એને પૂછી જોઈ એ  પૂછવામાં આપણું શું જાય છે .ઓલા સોનીને આપને કહીએ કે ભાઈ જરાક સોનું અમને આપને ,?એતો બ હુમાં બહુ  તો નાપાડે  આપણને બાંધી નો દ્યે . વખતે એવું સંભળાવે કે  દારૂના નશામાં તો નથી બોલતાને  સોનાં  કોઈદિ મફતમાં મળતા હશે ? એમ આપણે  શકીલને કહી જોઈએ . આવેતો ભલે નો આવે તો કંઈ   નઈ  ,બીજી વાત એ કે આપણને  ભૂખ પણ બહુ લાગી છે એટલે એને ત્યાં જમવાનો પણ બંદોબસ્ત થઇ જાય આપણે  અહી ક્યા રેસ્ટોરાં કે લોજ ગોતવા બેસીશું .

સાંજ પાડવા આવી હતી .બધા  શકીલને ઘરે ગયા . શકીલ  ઘરે એકલાજ હતા ઘરના સહુ મેમાન ગતિએ  સગાઓને ઘરે ગયાં  હતાં ..એ બધા વાળું ટાણે આવી જવાના હતા કેમકે શકીલને ઘરે નાનકડી પાર્ટી હતી વીસેક માણસો આવવાના હતાં .એ સહુના ભોજન માટે  શકીલે હલાલ કરીને 8 મુર્ગીઓ રાંધીને તૈયાર કરી રેફ્રીજેટર માં મૂકી હતી . શકીલે સૌ   બ્રાહ્મણ  મિત્રોને જોઈ બહુ ખુશી થયા   પધારો અતિથી  પધારો  હું તમારું સ્વાગત કરું  છું ,અને વધમાં કીધું કે આજે આપણે  પાર્ટી રાખી છે .સૌ ને મળવાનું થશે, અને આનંદ આવશે હવે તમે આવ્યા છો એટલે લાડુ, દાળ , શાક અને ખીચડી બનાવજો  તમને ભાવતી વસ્તુ , હવે ઘી વગેરેતો ઘરમાં છે પણ  લાડવા માટે ઘઉંનો કરકરો લોટ   શાક માટે કારેલા વગેરે લેવા જવું પડશે તમે બેસો હું જોઈતી વસ્તુ લઈને આવું છું . જરાક વાર લાગશે કેમકે મારે થોડુક  બીજું કામ પણ કરવાનું છે એમ કહી , શકીલ બજારમાં ગયો . શકીલના ગયા પછી આ ભૂખ્યા ડાંસ બ્રાહ્મણોને  વિચાર આવ્યો કે રેફરી જેટર માં કઈ  દૂધ હોયતો આપણે  પી એ અને જરાક ટેકો કરી લઈએ . રેફ્રીજે ટર  ખોલીને જોયું તો   કુક્ડી યોના શરીર થી આખું રેફરી જેટ ર ભરેલું . આ શું છે એ કોઈને ખબર પડે નહિ એમને  આતાને   અનુભવી સમજીને પૂછ્યું .કે આ શું છે આતાએ  ધડ દઈને જવાબ આપ્યો કે એ સુરણ  છે . કૂકડીના ટાંગા જોઈ કોકે આટાને પછ્યું આવું લાકડા વાળું સુરણ  કોઈ ડી ભાળ્યું નથી . આતાએ બહુ શાંતિથી જવાબ આપ્યો એતો ગિરનારનું પહાડી સુરાન છે ,એમાં ગુંદા નાં ઠલીયાની ની જેમ કથાન પદાર્થ હોય  આતા  એમ કહે ભાઈ મને ખબર નથી એ શું છે .તો પછી એ મુરખા ઠરે એટલે   પોતાની મુર્ખાઈને છાવરવા ગપ્પ ઠોકી  દીધી . પછી બ્રહ્મનો જે અસ્ફ્યા કે  20 માણસો માટેની કુકાડી યું આ ચાર બ્રા હ્મનો ણો  ઝાપટી ગયા . મેમાનો આવી પહોંચ્યા .   બ્રાહ્મ્ણો  લાડુ બનાવવાની તજવીજ કરવા માંડ્યા  બન્યું એવું કે બ્રાહ્મણોને ખાવાનો ખોરાક  પાર્ટીના સભ્યોને  ખાવો પડ્યો . અને  પછી  સૌ એ ઓલો અનુપ જલોટા ગાય છેને કે ” ભોલે ભંડારી   એક દિન કૃષ્ણ દર્શાન્કો બ્રીજ્મે  આ ગયે એમ આ પાર્ટી વાળાઓએ  ગીત ઉપાડ્યું કે “શકીલકે ઘર ભુકે બ્રાહ્મણ આયે મુરગીયાં  ખા ગયે . પછી બ્ બ્રાહ્મણો વિચાર કરવા માન્ડ્યાકે  હવે આપને પ્રાયશ્ચિત કરવું પડશે, એટલે ગંગા ના વા જવું પડશે  આતા બોલ્યા હૂતો   નળના પાણીને ગંગા જળ સમજીને નાહી લઈશ .હવે ગંગાનું પાણી નાવા જેવું ક્યા રહ્યું છે। હવેતો  ગંગાના પાણી થી નાવ  તો ચામડીનો રોગ થાય એવું છે .

શેઠે મને કિધું તમે કાર ચલાવતાં શીખી જાઓ

img063 img058યહૂદી બેટા માર્ક ને છુટ્ટો કર્યા પછી શેઠે અને ડેવિડે એવું વિચાર્યું કે હવે હેમત સાથે મદદ માટે  કોઈ છોકરીને મુકીએ . શેઠે ડેવિડને કિધું    તમે હેમત ને પૂછી જુવો ,કે તમારી સાથે મદદ માટે છોકરીને મુકીએ તો ફાવશે ? મને પૂછ્યા વિનાજ ડેવિડે જવાબ આપી દિ  ધો કે  છોકરિયું સાથે તો એને બહુ ફાવશે .પછી ઓફિસોમાં અને વર્કશોપમાં  બીડું ફેરવ્યું કે  હેમતને મદદની જરૂર છે . કોણ છોકરી એને મદદ કરવા તૈયાર છે ? મારી મોટી ઉમર મારા પ્લેટ મેકીન્ગની જગ્યા બહુ એકાંત એટલે છોકરીઓને  પોતે બોર થઇ જાય એવું લાગે  ,પણ એક ભડની  દિકરી  holly  નીકળી  અમેરિકામાં ઘણી વખત “ઓ ‘નો ઉચ્ચાર આ કરે છે .એટલે સૌ એને હાલી તરીકે સંબોધન કરે ,હાલી મને ઓળખ  .તી હતી .        તેને ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં બહુ રસ તે મારી પાસેથી આ બાબત જાણવા માટે હમેંશા આતુર રહેતી . હાલી મને બહુ મદદ કરતી .મને નોકરી કરવા માટે  લઇ જવા લાવવા  મારો ભાઈ અથવા તેની વાઈફ એલીઝાબેથ મદદ કરતી .એક વખત શેઠે મને કીધું કે તમે કાર ચલાવતાં  શીખી જાઓ તો તમે કોઈના પરાધીન ના રહો મેં શેઠને કીધું કે  મને ઈંગ્લીશ બહુ નો આવડે એટલે હું   કાર ચલાવવાની  લેખિત પરીક્ષામાં પાસ નો થઇ શકું .શેઠે મને કીધુકે તમે  છાપવા માટેની નેગેતીવોના વર્કરોના હાથના લખેલા અક્ષરો વાંચી શકોછો તો તમે કાર ચલાવવાની  પરમીટ  મેળવવાની  લેખિત પરીક્ષામાં જરૂર પાસ થઇ શકશો એ કંઈ એટલી બધી અઘરી નથી હોતી  .આમ પણ મેં અમેરિકા આવતા પહેલા એવો સંકલ્પ કરેલોકે  મારે થોડું ઘણું અંગ્રેઝીમાં વાત ચિત કરતા શીખી લેવું ,મારે કાર ચલાવતાં  શીખી લેવું ,અને પોતાની કમાણીના પૈસાથી કાર ખરીદી લેવી અને મારા પોતાના પૈસાથી  રહેવા માટે ઘર ખરીદી લેવું બેંક પાસેથી લોન લીધા વગર . જો મારી પાસે કાર હોય મારી બાજુની સીટમાં મારી અતિ પ્રેમાળ પત્ની બેથી હોય વારે વારે મને ટોકતી હોય  “એ ઉભું રાખો રાતી બત્તી થઇ ગઈ .”આ મઝા તો આવે જો મારા હાથમાં સ્ટે અરીંગ વિલ હોય . અને પરમેશ્વરે મારી આ ઈચ્છાઓ પૂરી કરી દીધી .ये कोनसा  उकदा है जो वा  हो नहीं सकता ,हिम्मत करे इन्सान तो क्या हो नहीं सकता .પછી મને   ખાણી connie નામની છોકરીએ ડ્રાયવર મેન્યુઅલ લાવી દીધું . મારો ભાઈ અને દીકરા હું કાર ચલાવું એના સખત વિરોધી હતા  હું લાપરવાહી  માણસ  એમને લાગું એટલે મારાથી એક્સીદેન્ટ  થઇ જાય .પણ હું મારા નિશ્ચયમાં અટલ હતો એટલે મેં આ લોકોથી છુપું  રાખેલું . મને જો રસ પૂર્વક ખુબ મદદ કરી હોય તો, એક કેથી નામની છોકરીએ  મને જયારે  “શોલ્ડર “શબ્દ વાંચવામાં આવ્યો ત્યારે  હું નોટો સમજી શકતો કે  શોલ્ડર એટલે ખભા અથવા લશ્કરી સિપાહી  એને અને અ મોટરને શું લાગે વળગે ?કેથી મને નકશો દોરીને સમજાવે પણ મારા મગજમાં વાત ઉતરે નહિ .એટલે કેથીએ શેઠને વાત કરીકે હેમત  શોલ્દારનો અર્થ સમજતો નથી તમે કહેતા હો તો હું એને રોડ ઉપર જઈને બતાવી આવું , શેઠે મને અને કેથીને અર્ધી કલાકની ર જા આપી કેથીએ મને રોડ ઉપર લીજૈને શોલ્ડર બતાવ્યો . પછી મને જયારે વિશ્વાસ બેઠો કે હું પરીક્ષામાં પાસ થઇ જઈશ એટલે મેં શેઠને વાત કરીકે હું પરીક્ષા આપવા જવાનો છું શેઠે મારી સફળતા વાંછી અને મને રાજા આપી મને  શેઠે એમ કીધું કે પરીક્ષાનું  જે પરિણામ આવે એ સૌ પ્રથમ તમે મને કહેજો મારો મિત્ર પરીક્ષા ના સ્થળે લઇ ગયો . ત્યાના પરીક્ષા અધિકારી સ્ત્રી શક્તિએ મને ફોર્મ આપ્યું . મેં સવાલોના જવાબો આપ્યા અને  ફોર્મ અધિકારીને આપ્યું . તે સ્ત્રી શક્તિ બોલી તમે પાસ છો .મને આ વાક્ય ફરી સાંભળવાની ઈચ્છા થઇ  એટલે હું બોલ્યો એક્શ્ચ્યઝ્મી ? એટલે તે બોલી તમે એ ગ્રેડ થી પાસ થયા છો . મેં તેને મારે ફોન કરવો છે એમ વાત કરી એણે મને ફોન જોડી આપ્યો ,મેં શેઠને ફોન કર્યો તેની સેક્રેટરીએ ઉપાડ્યો , મેતેને કીધું મારે શેઠ સાથે વાત કરવી છે ,સેક્રેટરી કહે તમે મને જે કહેવું હોય તે કશો શેઠ બહુ કામમાં છે એ તમારી સાથે વાત નહિ કરી શકે , મેં તેને કહ્યું કે તું મારું નામ દે એટલે એ અગત્યનું કામ પણ પડતું  મુકીને વાત કરશે .. પછી એણે પેજ કર્યો કે  હેમત આં ન  ફોન શેઠે તરત ફોન ઉપાડ્યો  . મને પૂછ્યું , આ શબ્દ અમારી ભાષામાં  આમ બોલાય “શી કે શિયાળ ” મેં જવાબ દીધો હું સિંહ છું  મતલબકે હું પાસ થઇ ગયો છું શેઠે તુર્ત્ય કેક મગાવી  જે કેક ઉઅપર રોડ નાં  સાઈનો ચીતરેલા અને બાપુ મારી તો સર્પ્રીઝ નાનકડી પાર્ટી રાખી . હૂતો જઈને તુરત મારા કામે વળગતો હતો .એટલામાં મને પાર્ટી વાલે સ્થળે લઇ ગયા . મને જોઈ લોકો એ કોન્ગ્ર્લેષન  એવી કિકિયારી લોકોએ ઉભાથીને કરી શેઠે મને શાબાશી આપી છાપાના રીપોર્ટ રને બોલાવ્યો મારો ઈન્ટરવ્યું લેવડાવ્યઓ . મારા ઘરથી  મારી નોકરીનું સ્થળ નવ માઈલ દુર છે . એક વખત મને કોઈ રીડ નોતી એટલે મેં  ઘરે ચાલતા જવાનું નક્કી કરીને હું ચાલવા માંડેલો  અર્ધે રસ્તે ગયો ત્યારે મને રીડ મળી ગઈ આ બધી વાત મેં રીપોર્ટ રને કહેલી .લેખિત પરીક્ષા આપ્યા પછી મારે મારે કાર ચલાવવાની પરીક્ષમાં પાસ થવાનું હતું . આ માટે મારે કાર ચલાવવાની  પ્રેકટીશ કરવી પડે અને એના માટે કાયદો એવોકે પ્રેકટીશ કરવા માટે  કારમાં એજ સ્ટે ટ  નો પાકું લાયસન્સ ધરાવતો માણસ કારમાં સાથે હોવો જરૂરી હોપ્ય છે મારા બધા કુટુંબના સભ્યો  કર ચલાવવા બાબતના  વિરોધી એટલે કોણ મારી પાસે બેસે ? હું  ડ્રાઈ વિંગ સ્કુલ મારફતે  કલાકના 35 ડોલર આપી  શીખવા માંડ્યો  મને શીખનાર  લીંડા નામની સ્ત્રી શક્તિ હતી .આ દેશમાં  સ્કુલની કાર સ્પેશીયલ  હોય છે .શીખવનાર ને બ્રેક વગેરે  પોતાના પગ આગળ પણ હોય છે . જેથી વિદ્યાર્થી ભૂલ કરે તો પોતે સ સંભાળી લ્યે . લીન્ડા ને ખાતરી થઇ કે હું પાસ થઇ જઈશ  એટલે એ મો પરીક્ષક અધિકારી પાસે લઇ ગઈ , અધિકારીએ મને  બરાબર ચકાસ્યો અને કીધું કે  હવે તમે કર ઉભી રાખો હું તમને  લખી આપું કે તમે પાસ છો। એટલે તમને ઓફિસેથી પાકું લાયસન્સ મળી જાય હું કર ઉભી રાખવા ગયો . અને  કારને સાઈડ વોક ઉપર ચડાવી દીધી . અને હિમ્મત ભાઈને નાપાસ કર્યા  .પછી ઘરનાને નાપાસ થયાની વાત બકરી અને સાથે સાથે એમ પણ કીધું કે  મારે ફરીથી પરીક્ષા આપવી છે . હું કલાકના પાંત્રીશ ડોલર ખર્ચીને  કાર ચલાવતા શીખું એ મારા નાના દીકરાને પસંદ ન પડ્યું એને મને  કહ્યું કે હું  પ્રેકટીશ કરાવીશ . એ ન્યુ જર્સી રહે , ત્યાનું લાઇસન્સ મેળવવું અઘરું હોય છે . મેં  ન્યુ જર્સીનું ડ્રાયવર મેન્યુઅલ લીધું હું ન્યુ જર્સી ગયો અઘરી પરીક્ષા લેખિત અને ચલાવવાની પરીક્ષા પાસ કરી  મારા આનંદનો પાર નો રહ્યો . મેં જાપાનીસ સુબરુ  કાર ખરીદી  મારી પાંહે મારા ઘર વાળાને બેસાડ્યા  .અને કાર ચલાવી નાનો એક્સીડેન્ટ  કર્યો  ઘરવાળાએ ધમકી આપી કે  હવે તમે કર ચલાવો તો મને મુઈ ભાળો .  પણ આજીજી કરી ત્યારે માને બેસાડીને કર ચલાવવાની આજ્ઞા આપી ,  ફોટામાં  મારી સુબરું કાર પાસસે ઉભેલા માં દેખાય છે .અને બાજુમાં સ્વર્ગના આલીશાન મહેલના ઝરુખા માં બેઠેલા મારા ઘરવાલા આ હું બધું લખું છું એ જોઈ રહ્યા છે પણ એમની આજ્ઞા માથે ચડાવીને હું કાર નથી ચલાવતો  2015 પછી લાયસન્સ રીન્યુ કરાવીશ  ” . હિમ્મત નો  ગાંજ્યો નો જાય મોટા માંન્ધાતાથી પણ લાચાર થઇ ગયો ભાનુના હુકમ થી

હોસ્પીટલમાંથી ઘરે આવ્યા પછી

મને કરોડરજ્જુમાં  તકલીફ થયા પછી  મારે હોસ્પીટલમાં દાખલ થવું પડેલું .પછી તબિયત  સારી થયા પછી હું ઘરે આવ્યો .આ વખતે મેં મારા ભાઈને વાત કરીકે હવે મને  પ્રિન્ટીંગપ્રેસમાં  નોકરી કરવા જવું ગમતું નથી . હવે મારા માટે કોક બીજી નોકરી  ગોત .ભાઈએ  બીજી કોઈ ઓછી મહેનતની  નોકરી શોધવાની તપાસ આદરી ..દરમ્યાનમાં  બેકારી ભથ્થું મેળવવા તે ઓફિસે ગયા .અમેરિકામાં  થોડા મહિના નોકરી કરી હોય અને નોકરી છૂટી ગઈ હોય અથવા કોઈ  કારણસર નોકરી છોડી દીધી હોય  તેવાઓને માટે સરકાર તરફથી  માસિક અમુક રકમ મળે . અધિકારીઓએ  કેટલાક મને પ્રશ્નો પુ છયા .અને મારી યોગ્યતા મુજબની નોકરીની તપાસ કરવા  ફેક્તારીઓમાં અને એવી બીજી જગ્યાએ ફોન કરીને મારા માટે નોકરીની તપાસ આદરી , હું પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી કરતો હોવાથી  ત્યાં પૂછ્યું , કે તમારે ત્યાં આ  માણસ પહેલાં નોકરી કરતો હતો .હાલ એ બેકાર છે  એને તમે નોકરી  આપશો ? પ્રેસના મેનેજર  ડેવિડે મને ફરીથી નોકરી આપવાની હર્ષભેર હા પાડી . આ વાત મને બેકારી ભથ્થાવાલા  ઓફિસરે કરી મેં તેને કીધું કે ત્યાં મારે સખત કામ કરવું પડે છે .મને કમરમાં તકલીફ છે . એટલે હવે એ કામ કરવામાં મને જોખમ છે , એટલે કોઈ બીજી  નોકરી હું કરવા માગું છું .  ઓફિસર બોલ્યો  હાલ તુરતના માટે તમે તમારી મૂળ નોકરી સ્વીકારી લો .તમે પણ બીજી નોકરીની તપાસ કરતા રહેજો અમે પણ તમારા માટે  નોકરીની તપાસ કરતા રહીશું . મને પણ મારા ભાઈએ કીધું કે .તમે પાછા  પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરીએ ચડી જાઓ એ તમારા હિતમાં છે . મને ડેવિડે ફોન ઉપર વાત કરીકે  હવે અમે તમને  કોઈ ઓછી  મહેનત વાળી નોકરી આપશું .અને બીજે દિવસે  હું નોકરી ઉપર ચડી ગયો .શેઠે ,મેનેજરે ,અને મારા જેવા બીજા કર્મચારીઓએ  “વેલકમ બેક  ” ના નારા લગાવી મને આવકાર્યો .હું મારી મૂળ ચોપડીયોની  થપ્પી ઉપાડવાની નોકરી હતી એ કરવા માડ્યો .  અહિ  જે મુખ્ય કર્મચારી હતો આર્થર   (આર્થર વિષે મેં બ્લોગમાં લખેલું છે )તેને દવીડે કીધું કે હેમતને  ઘડી ઘડી આરામ આપતો રેજે . આર્થર નો સ્વભાવ એવો છેકે એને કોઈ સાથે બહુ ભળતું નથી . મારો એ મિત્ર જેવો હતો .ખરું પુછોતો આર્થર  આખા પ્રેસમાં  મને ડેવિડને અને શેઠને ગમતો .એક વખત મેં એને પૂછ્યું તારે કેમ કોઈ ગર્લ ફ્રેન્ડ નથી .સરળ આર્થરે મને નિખાલસતાથી જવાબ આપ્યો કે  મારો સ્વભાવ છોકરી યુંને ગમે એવો નથી .

થોડા દિવસ મેં મારી મૂળ નોકરી કર્યા પછી એક બાબ હેમલટન કે જે પ્રેસમાટે પ્લેટો બનાવતો હતો .તેની પાસે મને મુક્યો . બાબ મારો મિત્ર હતો . મેં બાબને પૂછ્યું મારે અહી શું કામ કરવાનું છે? બાબ કહે તારે અહી જલસા કરવાના છે .પ્લેટો  દોઢેક ફૂટ પહોળી અને ચારેક ફૂટ લાંબી  પાતળી એલ્યુમીનીયમ જેવી ધાતુની હોય છે .પ્લેટ ઉપર  લીલા રંગનું કેમિકલ  ચોપડેલું  હોય છે .આપલેટ ને  એક મશીનમાં મૂકી તેના ઉપર અક્ષરો લખેલી નેગેટેવ મુકીને તેને તપાવવામાં આવે ,એટલે અક્ષરો એટલે પ્લેટ ઉપર છપાઈ  જાય આ પ્લેટને પછી એક બીજા મશીનમાં મુકે  આમશીનમાં પ્રવાહી કેમિકલથી   ધોવાઈને   સાફ થઇ જાય ફક્ત અક્ષરો સ્વચ્છ દેખાય . પછી આ પ્લેટને  એક મશીન ઉપર મુકીને  પ્રેસના રોલમાં ફીટ થાય, એ રીતે વાળીને   તૈયાર  કરવામાં આવે ,અને પછી તે પ્લેટ રોલ ઉપર ચડાવવામાં આવે, હવેતો  બધું  ઓટો મેટિક  કામ થાય છે . કેવા પ્રકારનું કેમિકલ  પ્લેટો ધોવા માટે વપરાય  ક્યારે નવું ઉમેરવું જોઈએ ,એ બધું ચેક કરવા માટે મીટર હોય છે તે મીટરથી  તપાસ કરવામાં આવે . મેં એક વખત બાબને પૂછ્યું આ વું બધું અટપટું કામ તું હાઇસ્કુલમાં શીખ્યો ?બાબ કહે હું અહી તું મને જેમ મદદ કરવા આવ્યો છે એમ હું કોકને મદદ કરતો અને પછી હું જોઈ જોઇને શીખી ગયો . મેં તેને કહ્યું મને તું શીખ વને ? બાબ કહે તુને શીખવામાં રસ હોય તો હું તુને જરૂર શીખવીશ , હું કહે એ ગુજરાતીમાં લખતો જાઉં .અને એક મહિનામાં હું બધું શીખી ગયો . પછી હું એને કહું તું હવે જલસા કર હું બધું કામ કરી લઈશ ..અને હું બધુજ કામ પ્લેટ મેકીન્ગનું કરી લેતો અભાગીયો બાબ  કુટુંબ ક્લેશથી કંટાળેલો દુ:ખી હતો એના છૂટાછેડા થયા પછી ,એના વહાલા બે દીકરા જજે એની બાયડીને સોપ્યાહતા  દુ:ભૂલવા એ દારૂને રવાડે ચડી ગએલો .પણ કોઈકે કીધું છેકે “ગલત હૈ જામ દીલોકો કરાર દેતા હૈ . વોતો  પીને વાલો  કો બે મોત માર દેતા હૈ .બાબ શેઠને બિલકુલ ગમતો નહિ .પણ  ડે વિડ નો એ માનીતો માણસ હતો .એક વખત બબે કામ છોડીને જતું રહેવાનું નક્કી કર્યું હશે એટલે પ્લેટો કેમિકલ વગેરે જરુર્રી વસ્તુ નો ઓર્ડર આપેલ નહિ . એક દિવસ બાબ નોકરી ઉપર આવ્યો નહિ , હું એકલો ગયો . જોયું તો કોઈ વસ્તુ નહિ એટલે મેં ડેવિડને કીધું કે બાબ નોકરી ઉપર આવ્યો નથી .અને જોઈતી વસ્તુ બિલકુલ નથી . અમારી બોલીમાં કહું તો ડેવિડે ઘોડાં  ધ્રોડાવી ને તાબડ તોબ જોઈતી વસ્તુ મગાવી અને કામ ચાલુ કર્યું બીજે દિવસે જોઈએ એટલી વસ્તુ માગવી લીધી .હૂતો બાપુ ધમાધમ કામ કરવા માંડ્યો .એક વખત ડેવિડ અને શેઠ હું કામ કરતો હતો ત્યાં આવ્યા અને મને પૂછ્યું તમને કામ બરાબર ફાવે છે ?મેં કીધું બધું ફાવે છે પણ આ મશીનને અઠવાડિયે સાફ કરવું પસ્ડે છે ઈમાં મારી  બખ  નથી બુડતી  .બીજે દિવસે મને શીખવવા માટે સ્પેશીયલ માણસને  ત્રણ દિવસ માટે મને શીખવવા માટે બોલાવ્યો . મને શીખવવા માંડ્યો નહુ એ ની નોંધ ગુજરાતીમાં લખવા માંડ્યો ,બીજે દિવસે મને શીખવ   નારે મારી પરીક્ષા લીધી હું સારી રીતે પાસ થયો . ત્રણ દિવસને બદલે  હું ફક્ત બેજ દિવસમાં શીખી ગયો .  તેણે શેઠને વાત કરીકે  હેમાંતને હવે બહુ આવડી ગયુ છે .એટલે મારે વધુ રોકવાની જરૂર નથી ન। હૂતો બરાબર કામ કવા માંડી ગયો , મહિનાઓ વીતી ગયા . પછી શેઠને વિચાર આવ્યો કે હેમાંતને મદદ કરવા કોઈ માણસને મુકીએ હેમત ઘણા વખતથી અહી કામ કરે છે એનો હોદ્દો  વધારીએ અને એના હાથ નીચે એક માણસને મુકીએ .પછી મને મદદ કરવા માટે એક યાહુ ડી છોકરા માર્કને મુક્યો . યહૂદી લોકો અમેરિકામાં  ઘણા લોકોને ગમતા નથી હોતા ડેવિડને તો બિલકુલ નહિ .પણ શેઠની મરજીથી માર્કને મારી પાસે મુકેલો  , એકાદ મહિનો મરકે મારો પડ્યો બોલ જીલ્યો પછી હું કંઈ  કામ ચીંધુ તો કરે નહિ મારા સમો થઇ જાય મને કહે તુને ઈંગ્લીશ આવડે નહિ તું પરદેશી માણસ  તું મારો સાહેબ શેનો એ નોકરી ઉપર આવે .અને કાર્ડ પાંચ ઇન કરી પછી નજીકના અંધારિયા કેમેરા રૂમમાં ભરાય બેસે , મને ફરિયાદ કરવાની ટેવ નહિ  હું દેશમાં હતો ત્યારે કાયદો હાથમાં લઇ લેતો .પણ અહી પરદેશમાં મારે ઘણું વિચારવાનું રહે .  મેં અગાઉ જેનો ઉલ્લએખ  કર્યો છે તે  આર્થરે  ડેવિડને વાત ત  કરીકે માર્ક હેમતનું  કહ્યું કરતો  અને  વાત વાતમાં સા મો થઇ જાય છે . આર્થરની વાત સાંભળી  ડેવિડ અને શેઠ મારી પાસે આવ્યા . અને માર્ક ક્યાં ? મેં કીધું એ કેમેરા  રૂમમાં  હશે , માર્કને ગોતી લાવ્યા .અને મારી પાસે લાવ્યા અને માર્કને કીધું અમે તુને કાઢી મુકીએ  એ પહેલા તું પાંચ આઉટ કરીને જતો રહે ,અને ફરીથી અહી આવતો નહિ તારો જે હશે। એ પગારનો ચેક તુને તારે ઘરે પહોંચતો કરી દઈશું . માર્ક ગયો ઈ ગયો  એક વખત દેખાણો .

પ્રેસ (પ્રિન્ટીંગ )ના માલિક મિસ્ટર ચેસ

DSCN0105 img035મેં પ્રિન્ટીંગ માં નોકરી શરુ કરી .ઈંગ્લીશ આવડે નહિ એટલે સખત મહેનતની કરવી પડતી . પણ  ગુરુવારે પગારનો ચેક  જયારે મારા હાથમાં આવે ,અને હું જયારે એને રૂપિયામાં ગણું ત્યારે મારા હરખ નો પાર નો . રહેતો શરૂઆતમાં મને  રવિ અને સોમ એમ બે દિવસ કામ કરવું પડતું દરરોજના દસ દસ કલાક  કામ કરતો .એમાં રવિવારના મને દોઢો પગાર મળતો .હું બે દિવસ નો મજુર પણ બાકીના અઠવાડીયાના પાંચ દિવસનો મહારાજા .મહિનાઓ વીત્યા પછી મને થોડું થોડું ઈંગ્લીશ બોલતા અને સમજતા આવડવા માંડ્યું .પણ આપના દેશમાં ઈંગ્લીશ ભણીને આવેલા કરતા  હું અહીનું ઈંગ્લીશ  જોકે સ્પષ્ટ નહિ પણ બોલતો ખરો મારા ઈંગ્લીશ  નાં ઉચ્ચારો એકદમ અમેરિકન જેવા નહિ .પણ આપણા  દેશમાંથી ઈંગ્લીશ ભણીને આવેલા કરતા મારું ઈંગ્લીશ અમેરિકનો થોડું ઘણું સમજે ખરા .આપણા દેશમાં ધાણીયું  ફૂટે એવું બોલે પણ ઈની ધાણીયું  આંય હવાય જાય ,પણ આતાની ધાણી યું  ઓછી હવાય  એનો એક દાખલો આપું છું . જે છોકરીનું નામ connie  હોય ઈને તમે પાણિની મુનીના વ્યાકરણ મુજબ  કોની બોલો તો કોઈ ન સમજે  પણ ખાણી  બોલો તો સમજે .મારું એવું થયું કે  મારા કોરા પાના ઉપર અક્ષરો પડ્યા .કામ કરતા કરતાં મને  મહિનાઓ વિત્યા એટલે મને થોડું થોડું ઈંગ્લીશ  બોલતા આવડવા માંડ્યું . એક વાત છેકે અહીના ઓફિસરો કે એવા મોટા હોદ્દા વાળા પોતાના માથે  મોટા ઈ નો ભાર લઈને ફરતા નથી .એટલે મારા જેવાને  કોણ મેનેજર છે કે કોણ માલિક છે એ ઓળખાય નહિ . અમારા પ્રિન્ટીંગ પ્રેસના માલિક હતા . કે જેની થાળીમાં હાજર માણસનો  રોટલો એવો માણસ  મારાજેવા સામાન્ય નોકરે  પાણી કે એવું પીણું ધોળ્યું હોય .એ શેઠ પોતે  ગાભો લઈને જાતે સાફ કરવા માંડી જાય  .ધોળ નારને એમ પણ ન કહે કે એલા જરા ધ્યાન રાખતો હોય તો ?અને અહી મારા જેવાને   કોઈ એમ પણ નો  કહે કે ફલાણો ભાઈ શેઠ છે, કે મેને જર .અને બીજું  અમારા શેઠ જેવો મોટો માણસ  હોય એને ફક્ત સર કહીને બોલાવે ,બાકીનાને એના નામથીજ બોલાવે નામની પાછળ ભાઈનો કે સાહેબનો પ્રત્યય એવખ લગાડવાનોજ  નહિ .આપણા  દેશ માતો ત્રણ દોક્ડાના  પોલીસવાળાને  જમાદાર કહેવો પડે, અને મુંબઈ હોયતો હવાલદાર  કહેવો પડે ,અમારા શેઠ મી .ચેસ ને હું ઓળખાતો નહિ કે આ શેઠ છે . હું એને મારા જેવોજ ધારતો .હું એને  હાથના ઇશારાથી  દુર હોય તો બોલાવું .અહી બોલાવવાના ઈશારાની રીત પણ જુદી આપણા  દેશમાં  ચાર આંગળીઓ વાંકી વાળીને  બોલાવાય અહી અમેરિકામાં  હથેળી ચત્તી કરી ત્રણ આંગળીઓ અંગુઠાથી દબા વી રાખી .અંગુઠાની પાસેની આંગળી વાકી વાળીને  બોલાવાય . હું શેઠને આવીરીતે બોલવું મારી પાસે આવે એટલે પૂછે . તમારા માટે હું શું મદદ કરું એટલે હું કહું કે આલે આ પૈસા ત્યાં મશીનમાંથી મારા માટે રસ લઇ આવને ? શેઠ બોલે પૈસા તમારી પાસે ભલે રહ્યા કોઈ વખત તમે મારા માટે લાવી આપજો એવું બોલીને મારા માટે રસ લઇ આવે .

કોઈ એમ મને ન કહેકે આ આપણા  શેઠ છે .એવું ન કહે અને મારી આવી હરકતોથી હસે અને મજા કરે . જે દેશમાં ગાળો દેવાનાય પૈસા માગે  એ દેશમાં વણ  માગી  શિખામણ કે સલાહ નો આપે . એક વખત હું મારી જમવા માટેની રજામાં  કાગળના વિશાલ રોલ ઉપર બેસીને જમતો  હતો ,શેઠ મારી પાસેથી પસાર થતા હતા ,મને જોઇને મારી પાસે આવ્યા  અને બોલ્યા  ,કેમ નોકરીમાં તમને ફાવે છેને ? પ્રેસના કારીગરો   ઓછો પગાર મળે છે .એવી બુમો પાડતા હોય હું પણ લોલે લોલ કરૂ .આમતો હું મારા પગારથી ખુબ ખુશ હતો .મેં શેઠને જવાબ દીધો . આમતો મને ફાવે છે પણ આ શેઠ છે ઈ બહુ લોભિયો છે .પગાર બહુ નથી દેતો , મારી વાત સાંભળી શેઠ બહુ શાંતિથી બોલ્યા ,કેમ તમને જયારે દાખલ થયા ત્યારે કીધું હતું કે તમારો પગાર ત્રણ મહિના પછી વધારી દેવામાં આવશે પણ તમારો પગાર ફક્ત બે મહિનામાંજ નો વધારી દીધો ? વખત જતા મને ઓળખાણ પડી કે જેને મેં લોભિયો કીધો હતો, એતો પોતે શેઠ હતા .પછી હું બહુ મર્યાદામાં રહું .બહુ વિવેક જાળવું .એક વખત શેઠે મને તેમની ઓફિસમાં બોલાવ્યો . હું ગયો ,એટલે એની સેક્રેટરી ને બહાર જવાનું કહ્યું .સેક્રેટરી બહાર ગઈ એટલે શેઠે મને કીધું , તમે મારાથી અચકાવ નહિ .તમે એક મારા મિત્ર તરીકે મારી સાથે વરતજો  તમારા જેવો મિત્ર મને હજી સુધી મળ્યો નથી,અને મળવાનો પણ નથી . કોઈ છોકરી નવી નોકરીમાં દાખલ થાય એટલે મને વાત કરે ,તમે ઓલી છોકરીને જોઈ ?પછી મને પૂછે   તમારા દેશમાં રૂપાળી છોકરીને  જોઇને છોકરાઓ શું  કહે . મેં મનમાં કીધું અમારા દેશમાં અજાણી   છોકરીની મશ્કરી કરવા જાઓ તો તમારા હાડકાં  ભંગાય  જાય . પણ મેં શેઠને કીધું  અમે આવી  રૂપાળી  છોકરીને કહીએ કેમછો  ટમ  ટમ ? એક વખત મારા કમરનો  મણકો  ખસી ગયો આ વખતે હું ઘરે હતો .હું તાત્કાલિક હોસ્પીટલમાં દાખલ થયો . એક સરે  વગેરે નિદાન કર્યું મને પથારીમાજ ચત્તા  સુતા રહેવાનું કહ્યું જરાય હલવુ  ચાલવું નહિ . નર્સો બહુ દેખરેખ રાખે ડોકટરો પણ ખુબ કાળજી લ્યે .એક વખત એક  નર્સ ભીના ટુવાલથી મારું શરીર સાફ કરતી હતી . મને સુન્નત બાબતનો પ્રસન પૂછ્યો મેં એને બહુ સંતોષ કારક જવાબ આપ્યો મારા જવાબથી એ બહુ ખુશ થએલી . મેં એને  સારું લગાડવા બોલ્યો કે અત્યારે તું  કોઈ માં પોતાના છ મહિનાના છોકરાની કાળજી લ્યે  એવી તું મને લાગે છે  મને તારા ઉપર મારી માજેવો પ્રેમ આવે છે . અને નર્સ  બોલી તુને તારી બાયડી કે ગર્લ ફ્રેન્ડ કહેતા તારી જીભમાં કાંટા  લાગે છે હું તારી માં જેવડી છું .? આ વખતે હું  અમેરિકાના રીત રિવાજથી અજાણ હતો .કોઈ સ્ત્રી મારી સાથે હાથ મેળવવા .આવે તો હું ભાગતો ,પછી મારી દીકરાની અને ભાઈની  અમેરિકા વહુઓએ સમજાવ્યો કે કોઈ સ્ત્રી તમને ભેટે kiss  કરે તો તમારે સામે પણ એવીરીતે વર્તવું .સ્ત્રી  તમને મળવા આવે  અને તમે ભાગો એતો  સ્ત્રીઓનું ઘોર અપમાન છે . અને વખત જતા આ તમારા આતા  અમેરિકન રીવાજ થી માહિત ગાર થઇ ગયા .

ઋષિ વિશ્વામિત્ર અને મેનકા

vm579962_320300224714382_1291452923_nવિશ્વામિત્ર ક્ષ ત્રિ ય  હતા એટલે રાજર્ષિ કહેવાતા ,પણ વિશ્વામિત્રનું કહેવાનું હતું કે  મને પણ બ્રહ્મર્ષિની  કક્ષામાં  મુકો ઋષિ કહેવડાવવું એ કંઈ  બ્રાહ્મણોનો ઈજારો નથી .તેઓ વાલ્મિકી  ઋષિનો દાખલો આપતા ‘પણ ઋષીઓ એનું કંઈ  સંભાળતા નોતા  ખાસ કરીને  ગુરુ વસિષ્ઠ  વિરોધ કરતા .સાથે સાથે એવું પણ કહેતા કે  ખુબ આકરી તપસ્યા કરવાથી   બ્રહ્મર્ષિ થઇ શકાય છે . એક રાત્રે  વિશ્વ મિત્રનું લોહી ઉકળી ઉઠ્યું એમણે  ગુરુ વસિષ્ઠ ને  મારી નાખવાનો મનસુબો કર્યો અને એક પૂનમની ચાંદની રાત્રે  ગુરુ વસીસ્થ્ના આશ્રમે પહોંચી ગયા .અને   વસિષ્ઠ ને મારી નાલ્હ્વાનો લાગ જોતા સંતાઈને  ઉભા રહ્યા આ વખતે  ગુરુ વસિષ્ઠ પોતાની પત્ની અરુંધતી સાથે  વાતોમાં વ્યસ્ત હતા .આ વખતે પુનમના ચંદ્રની ચાંદની જોઈ  અરુન્ધતીએ  પોતાના પતિ ગુરુ  વસિષ્ઠને પૂછ્યું . આવું શુદ્ધ નિર્મળ તાપ કોનું હશે ગુરુ વસિષ્ઠ બોલ્યા આવું  તાપ તો મહર્ષિ વિશ્વામિત્ર સિવાય બીજા કોનું હોય શકે ? આ  ગુરુ  વસિષ્ઠ નાં  વચનો સાંભળી વિસ્વા મિત્રનો ક્રોધ એકદમ ઓગળી ગયો અને તેઓ વસિષ્ઠ જ્યાં બેઠા હતા ત્યાં ગયા  .ઋષિ વિશ્વામિત્રને જોઈ  ગુરુ વસિષ્ઠ બોલ્યા પધારો બ્રહ્મર્ષિ . મધુર વચન  માણસોમાં નો ક્રોધાવેશ ઓગળી દેતું હોય છે મને એક મારા બાળ પણની વાત યાદ આવી જે આપને હું કહું છું . હું બીલખા શ્રીમાંન્નાઠુંરામ  શર્માના આશ્રમમાં સંસ્કૃત ભણતો ત્યારે એક કરુણા શંકર  ઓધવજી કરીને હાટીના  માળિયા નો ચોદેક વરસનો  પરણેલો છોકરો પણ  ભણતો  એ એટલો બધો ચીડિયા સ્વભાવનો હતો કે કહેવાની વાત નહિ એક વખત મારી સાથે ચડસા ચડસીમાં ઉતર્યો  મારા માટે અસહ્ય વચનો બોલવા લાગ્યો .એક વચન એવું બોલ્યોકે  તું નમાલો છો .લોહી દેખીને ગભરાય જા એવો છો  ચનલ તારામાં હિંમત હોયતો મને ચાકુ માર  હું હાલીશ પણ નહિ .અને આ મેનાનો માર્યો સાવઝ ઉભો ઠગાયો મારા બ્લોગર મિત્ર સુરેશ જાનીએ મને એરીઝોનાનો સવાઝ એવું બિરુદ આપ્યું છે એમ આશ્રમમાં મને વિદ્યાલયનો  સાવઝ  નામ આપેલું . અમરાપુર ગિર ના જગ્જીવને .

મેં હાથમાં ચાકુ લીધું .અને કરુણાએ પોતાનો હાથ લાંબો કર્યો . હું તેના હાથ ઉપર ચાકુથી ચરકા  કરવા માંડી ગયો . જો મને કોઈએ રોક્યો ન હોતતો હું વધારે ચાકુ મારત પણ વાતનો કટકો કરુનો હાલ્યો પણ નહિ . મારી ફરિયાદ એક માણેકલાલ  ચંદારાણા નામના આશ્રમ ના મોભાદાર અને મુખ્ય ત્રષ્ટિ પાસે ગઈ મને માણેકલાલ બાપાએ  બોલાવ્યો .મને જો સમજ્યા વિના ઠપકો આપશે કે ખીજાશે તો માણેકલાલ બાપાની ખેર નથી .  હું એનો કાકડો દબાવી દઈશ  ,કેમકે કરુણાએ મને ઉશ્કેર્યો અને મેં ચાકુથી એના હાથ ઉપર લીટા કર્યા  છે .આવું હું છડે ચોક બોલેલો . હું માણેકલાલ બાપાની રૂમે ગયો .માણેકલાલ બાપા બોલ્યા અહી આવ મારી પાસે બેસ .હૂતો માની પણ નથી શકતો કે તું આવું કામ કરે તું કોનો દીકરો છો તે  બિચારા બ્રાહ્મણ ના દીકરાને લોહી કાઢ્યો આપ નહિ માનો પણ હું પોકે પોકે રડવા લાગેલો .

ઋષિ વિશ્વામિત્ર  ગુરુ  વસિષ્ઠ ને મળ્યા પછી  ઘ્જોર તપસ્યા કરવા વનમાં ગયા અને કંદ મૂળ   ફળ ફૂલ પાંદડા વગેરે બહુ અલ્પ પ્રમાથયું છે ન્માજ ખાતા આવી કઠીન તપસ્યાથી સ્વર્ગલોકમાં ઈન્દ્રનું ઇન્દ્રાસન વિશ્વામિત્ર પડાવી લેશે એવો ભય સૌ  દેવતાઓને લાગ્યો અને સૌ થી વધારે  ઇન્દ્ર પોતાને ભય પેઠો અને વિશ્વ મીય્રની ઈર્ષ્યા  થવા લાગી .એણે વિશ્વામિત્રને તાપથી ચલિત કરવા માટે  અપ્સરાઓ મોકલવાનો નિશ્ચય કરો સૌ પ્રથા એને રંભા નામની અપ્સરાને મોકલી  રમ્ભારે  પોતાનાતથી બની શકે એટલી  ઋષિને કામ વ્યાપે એવી ચેષ્ટા કરી પણ ઋષિ જરાય ચલાય માનન થયા .પછે ઇન્દ્રે  મેનકા કે જે તમામ અપ્સરાઓ કરતા અધિક સુંદર હતી .તેને ઋષિનું તાપ ભંગ કરવા મ્મોક્લવા માટે બોલાવી અને મેનકાને કીધું કે તું હવે  ઋષિની તપસ્યાનો ભંગ કરવા તું જા  મેનકા બોલી મહારાજ હાલ હું ઋતુ મતી છું  .માટે તમે કોઈ ઉર્વશી કે બીજી કોઈને મોકલો પ ણ  ઇન્દ્રે પોતાનો આગ્રહ  જારી રાખ્યો  મોકલી મેન્કાએ  પોતાસની સફળતા માટે કામદેવ અનઅને  રતિને વિશ્વામિત્રનીતપ સ્યા ભંગ કરવા પોતાને સફળતા મળે એમાટે પ્રાર્થના કરી  .કામદેવે આશીર્વાદ આપ્યા . અને મેનકા રૂમ ઝૂમ કરતી  વિશ્વ મિત્ર જ્યાં તાપ કરવા બેઠા  હતા ત્યાં પહોંચી નૃત્ય શરુ કર્યું .કામદેવના બાન વછુટ્યા  ઋષિ  ની સમાધિ તૂટી તેણે મેનકાને જોઈ  કામાંન્તુર  મેનકાએ  જાની લીધું કે ઋષિ તાપસ્યામાંથી  જાગૃત થઇ ગયા છે મારું કર્તવ્ય હવે પૂરું થયું છે એવું વિચારી એ ચાલવા માંડી .પણ વિશ્વામિત્ર એને પોતાની બાહોમાં ઝકડવા મેનકાની પાછળ પડ્યા “કામાંતુંરા ણામ  ન ભયમ ન લજ્જા  ઋષીએ મેનકાને પકડી પાડી , ઋતુ મતિ  મેનકા સાથે સંભોગ કર્યો આ વખતે મેનકા અતિ પ્રસન્ન હતી  અને મેનકાએ ગર્ભ ધારણ કર્યો .અને પછી તે સ્વર્ગમાં પાછી ગઈ સમય આવ્યે મેનકાએ બાળકીનો જન્મ આપ્યો અને દેવતાઓના ગુરુ બૃહસ્પતિએ બાળકીનું શકુંતલા એવું નામ આપ્યું પછી  સ્વર્ગમાં તે કંઈ  અપ્સરાઓને  બાળકો હોય એવું  યોગ્ય નથી એટલે એ ઋષિ વિશ્વામિત્રને  શકુંતલાને સોંપવા મૃત્યુ લોકમાં ઋષિ વિશ્વ મિત્ર પાસે આવી અને  શાકુન્તાકાને સંભાળી લેવા  વિનતિ કરી બાળકીને જોઈ વિશ્વામિત્ર પોતાનો હાથ આંખો આડો કરી લીધો પણ  કણાદ  ઋષિ એ માનવતા  દાખવી ,અને પોતે મેનકાને શકુંતલા પોતાને આપી દેવા કહ્યું મેનકાએ કણાદ મુનિને શકુંતલા સોપી પોતે ઇન્દ્ર લોકમાં જતી રહી

પ્રિન્ટીંગ પ્રેસની નોકરીનો આનંદ

DSCN0093DSCN0094હું જયારે બીજી વખત અમેરિકા આવ્યો ત્યારે મેં નોકરી કરવાનું નક્કી કર્યું . મારા  ભાઈના તેડાવ્વાથી હું અમેરિકામાં કાયમ રહેવાના વિસા સાથે આવેલો .મારા ભાઈ અને તેની અમેરિકન પત્નીએ મને બહુ વિનતી કરીને કહ્યુકે તમે દેશમાં  ઘણી જોખમી અને હાડમારી વાળી નોકરી કરી છે હવે તમે આરામ કરો અને તમારામાં જે આવડત છે .શોખ છે, તેનો ઉપયોગ ઉપયોગ કરો .બાપા સ્વર્ગવાસી થયા પછી તમે બાપ તરીકે અમને હૂફ આપો અને લહેર કરો , મેં કીધું કે હું દેશમાં હતો ,ત્યારે હું ગરીબી સામે ઝઝૂમતો હતો મારા તેજસ્વી દિકરાઓ  અને મારી પ્રેમાળ પત્ની પાસે  ઉઘાડા પગે ઝાળાં  ઝાંખરાંમાં બકરીઓ ચરાવી   તેં  મને પૈસાની મદદ કરવાની ઘણી વખત ઓફર કરેલી તું અમેરિકા હતો આવા કપરા સમયમાં પણ તારી મદદ નોતી લીધી . તો હવે આ દેશમાં  હું શા માટે પગભર ન રહું ? હું અહિ  નોકરી કરીશ અને મારા ખર્ચના પૈસા પણ હું તુને આપતો જઈશ .

અને પછી  નોકરીની શોધખોળ આદરી ,એકતો મને ઈંગ્લીશ બોલતા સમજતા કે  લખતા વાંચતા  આવડે નહિ .એટલે મારે ગધા  વૈતરું કરવું પડે . એક નોકરી વિષે મારા ભાઈએ વાત કરીકે  નોકરી તો છે પણ તમને કદાચ ન ગમે ,મેં કીધું ,તું વાત તો કર કેવી નોકરી છે ? ભાઈએ કીધું કે કૂકડીના  ઈંડાં  વિણી ને તેને ખોખામાં ભરતા જવા .મેં કીધું આવી નોકરી હું કરું .અને હું દેશમાં વાત કરું તો મારેતો નીચા જોણું થાય ,એટલે  આ નોકરી હું નહી કરું . કોક બીજી નોકરી ગોત પછી અમે એક પ્રિન્ટીંગ પ્રેસમાં ગયા આ જગ્યાએ હંમેશા નોકરી હોયજ છે . અમો પ્રિન્ટીંગ પ્રેસની ઓફિસે ગયા .અહીના માલિક મી . ચેસ અને મેનેજર ડેવિડ હેનરીને મળ્યા આ દેશમાં મનેજર હોય કે ગમે તેવા મોટા હોદ્દાવાળો  માણસ હોય એને સાહેબ કે ભાઈનો પ્રત્યય  લગાડવાનો નહિ . સિવાય કે બહુ મોટી કંપનીનો માલિક હોય ,એને સર  કે મિસ્ટર જોશી કે મી મુનશી કે મી જાની કે મી ,ફાની કહીને બોલાવાય અહીના ઓફિસરો મોટા ઈ નો ,બોઝ માથે લઈને ફરતા નથી। હોતા . મારા  ભાઈનેજ  મારા વતી   બોલવાનું રહેતું  કેમકે મને ઈંગ્લીશ આવડે નહિ . ડેવિડે કીધું કે નોકરીતો તમારા ભાઈ જોગી છે પણ બહુ  સખ્ત મહેનતની છે આ નોકરી વીસ વીસ બાવીસ બાવીસ વરસના છોકરાઓ  નોકરી કરે છે મારા ભાઈએ આ વાત મને કરી . મેં ભાઈને કીધું .તું  એકદી  મારા ભાઈ પાસેથી કામ લીજો પાસેથી કામ લીજો મારો ભાઈ આછોક્રાઓને થકવી દ્યે એમ છે  .મારા ભાઈની વાત સાંભળી ડેવિડ મને જ્યાં કામ ચાલતું હતું એ જગ્યાએ લઇ ગયો .એક કલાકની પચ્ચીસ હજારની સ્પીડથી  80 પાનાની ચોપડીઓ બ હાર નીકળે ,અને તેની નક્કી કર્યા મુજબની સંખ્યામાં થપ્પીઓ થાય એ વારા ફરતી બે જણા ઉપાડી ઉપાડીને  ઘોડામાં મુકતા જાય અને આ ઘોડા ભરાય જાય એટલે બાઇ  ડ રી  મશીન વાળા લઈ જાય . મને ઇશારાથી ડેવિડે સમજાવ્યો કે આ છોકરાઓ  ચોપડીઓની થપ્પીઓ ઉપાડે છે .એમ તારે ઉપાડવાની છે . મેં બે ત્રણ થપ્પીઓ ઉપાડી  એટલે ડેવિડને થઈ ગયું કે  આ માણસ  વીસ વીસ વરસના છોકરાઓથી જાય એવો નથી .પછી મારાભાઈને કીધું કે કાળથી કામ ઉપર લેતા આવજો ,સવારના 7 વાગ્યે કામ શરુ થઇ જાય છે .તે વખતે કલાકના દોઢ કે બે ડોલર ઓછામાં ઓછો પગાર આપવાનો કાયદો હતો .મારો પગાર નક્કી થયો .રવિ અને સોમ એમ બે દિવસ કામ કરવાનું નક્કી થયું .દરરોજ દસ કલાક કામ કરવું પડે .રવિવારના દિવસનો દોઢો પગાર મળે . અમેરિકા આવ્યા પહેલા  મારી બકરીને પકડવા જતા કુતરાને  પાટુ  મારવા ગયો .કુતરો  ઘામાં નો આવ્યો .એટલે મારો પગ ધ્રચ્કાય  ગયો .મારો પગ ખુબ દુ:ખવા લાગ્યો .લંગડાતે પગે માંડ ઘરે પહોચ્યો ./ ડોક્ટર પાસે ગયા ડોકટરે  પાટો (પ્લાસ્ટર )બાંધવાનું કહ્યું અને આ પટો  ત્રણ મહિના પછી ખુલ્લે .મારે અમેરિકા જવાની સંપૂર્ણ તૈયારી હતી . પ્લેનની ટિકીટ પણ આવી ગઈ હતી .મારી સાથે મારી પત્ની પણ આવી શકે એમ હતી .પણ એમને લોકોએ  ભડકાવેલી  ખાસતો  એમની બેન પાણી જે મહેસાણા જીલ્લાની હતી .તે કહે ભાનુબુન  અમેરિકામાં ઠંડી બહુ પડે  બરફ પડે ,શાકભાજી થાય નહિ માંસ ખાવું પડે, દેવ મંદિર ન મળે  દારુ પીવો પડે , એટલે  મારા ભાઈએ  મારા દીકરાએ સમજાવી કે અહી બધુંજ ઢગલા બંધ મળે છે .અને અહી એવાં તો આલીશાન મંદિરો હોય છે કે ભગવાનને જલસા છે .અંબામા અહિ જાપાનીસ કીમતી  સાડીઓ પહેરે છે . પણ મારા ઘરવાળાં  અહી આવવા તૈયાર નો થયાં ,.હું તો નોકરીએ ચડી ગયો .મારો પગ સખત દુખે પણ હું કોઈને કહું નહિ જો વાત કરું તો નોકરીએ જવાનું બંધ કરી દ્યે .દર ગુરુ વારે પગારનો ચેક મળે  તેદિ  ડોલરના દસેક રૂપિયાની  આજુબાજુ ભાવ હતો . હું ગણતરી કરું  મારો પગાર મહિનાનો સવા બસો રૂપિયા જેટલો હતો .મેરા ભારત મહાનમાં  કામ કરવા માં સખત પગ દુખે આ વખતે મને દેશવટો પામેલો હલામણ  જેઠવો યાદ આવતો .એક વખત  હલામણ ને  ભેસો  પાણીના ખાડામાં પડી હતી .ભેંસોના છાણ મૂત્ર વાળું પાણી પીવું પડ્યું .”તરસ ન જાણે  ધોબી ઘાટ ” ત્યારે હલામણ પોતાના મનને કહે છે કે “ડોબાના  ડોળેલ  ભાંભર  જળ ભાવે નઈ ,સુગાળો  ન થા  શરીર વેણું જળ  વાંહે ર્યાં ” બાપુ હુંતો  બરાબર કામ કરવા માંડી ગયો .ઈ ખર્ચ કાઢતાં   સુરેશ જાની ની  ભાષામાં કહું તો ફદયાં   અને અમારી ભાષામાં કહું તો કાવડિયા ભેગા થવા  માંડ્યાં  .  પછી .મારાં  માં ને બોલાવવા પડ્યા . એને દિકરાના  દિકરાની વહુ સાથે ફાવ્યું નહિ . છતાં માં કોઈદી  ફરિયાદ નોતાં  કરતા .પણ દિકરા વહુ ફરિયાદ કરવા માંડ્યા કે  મા  આપની સાથે ઝઘડો કરનાર બાઈ સાથે હળે ભળે  છે .માં કોઈનું માનતા નથી .પછી અમે નક્કી કર્યું કે માને અહી તેડાવી લઈએ . માં  અહી આવી ગયાં  આ વખતે મારો  ભત્રીજો વિક્રમ  ત્રણેક વરસની ઉમરનો હતો . માનો અંત:કરણનો પ્રેમ વિક્રમ ઓળખી ગયો . માં સાથે વાતો કરવાનું બહુ મન થાય પણ  માં સમજે નહિ . એટલે વિક્રમ માને કંઈ  કહેવું હોય તો મને પૂછે હું એને ગુજરાતી શીખવું   આમ કરતા કરતાં  વિક્રમ ગુજરાતી શીખવા માંડ્યો .  માએ અહીની પરીસ્થીની વાત મારી પત્નીને કરી . માં ચાર ગુજરાતી ભણેલા હતાં . માના કાગળો મારી પત્ની વાંચે . અને એને વિશ્વાસ બેઠો અને તે  અમેરિકા આવી . પછી વિક્રમ વધુને વધુ  ગુજરાતી બોલતા શીખવા  માંડ્યો . પણ તમે કહેવાનું ફાવ્યું નહિ . કેમકે  હું બધાને તુકારાથી બોલવું .એટલે એ રીતે એ તુકારાત્મક ભાષા શીખ્યો જે હજી ચાલુ છે પણ અમારી પાસેથી ભાષા શીખેલો વિક્રમ  ચોક્ખું અમારા જેવું બોલે . મારી પત્ની સાથે એને બે હદ ગમે  લાડ પણ દીકરા જેવું કરે .અહીના છોકરા લાડમાં પોતાની મને  mom  કહે અને એનો ઉચ્ચાર મામ  જેવો કરે , વિક્રમ એની માને મમ્મી કહે પણ મારી પત્નીને  મામ  કહે  કૈક ખાવાની વસ્તુ માગે જે એના માબાપને ના ગમતી હોય .એટલે વિક્રમને નો આપીએ , તો વિક્રમ  કહે કાઢ કાઢ તે હંતાડી  દીધી છે .

પ્રિન્ટીંગ પ્રેસના માલિક થેન્ક્સ ગિવીંગ નાં દિવસોમાં  ટર્કીની લોટરી કાઢે , કોઈને કહી આપવાનું નહિ .જેનો નંબર લાગે એને 22 પાઉન્ડ  જેટલા વજનની  ટ ર્કી  મળે .એક વરસ મને લોટરી લાગી  ,અમે કોઈ ખાઈએ નહિ એટલે એલીઝાબેથ(મારા  ભાઈની  પત્ની )ની બેનને આપી દીધેલી .એ આલ રીબ્લીંગ નામનો માણસ વાત કરતો હતો કે મને પંદર વરસમાં કોઈ ડી લોટરી લાગી નથી .આ અરસામાં પ્રેસ્સમાં નોકરી કરતી છોકરીઓ લોટરી કાઢે  એક ડોલરની ટીકીટ હોય  મારી પાસે  છોકારીયું   આ વી અને મને પૂછ્યું તારે ટર્કી રમવું છે ? મેં કીધું હું ટર્કી  માટે  ઘરડો કહેવાઉં , તો એક ચ્બબ્લી છોકરી બોલી તને  ટર્કી યુ  જુવાન કરી દેશે . હવે આપને વાંચવામાં  વહુ કંટાળો આવે એ પહેલા હું સમેટી  લઉં .

ચરણ સ્પર્શ કરવા જેવી સ્ત્રી શક્તિઓ

બ્રિટીશરોએ  વિશ્વમાં રાજ્ય કર્યું .એની કુશળતા ,ચાણક્ય નીતિ કેટલેક અંશે સચ્ચાઈ ને આભારી છે .આપણા ઉપર રાજ્ય કરી ગયા .એટલે આપને એને વખોડીએ એ વાત એક જુદી છે .આઝાદી અપાવવામાં  ગાંધીજીના અહિંસક હથિયારને આપણે  યશ આપીએ છીએ  બરાબર છે .પણ અંગ્રેજો પોતાને પણ આઝાદી આપીને છુટું થવું  હતું .ઘણા દેશોને આજાદ કર્યા  એમાં ક્યાં દેશે  ઉપવાસ કરીને અંગ્રેજોને  આઝાદી આપવા માટે મજબુર કર્યા .?કેટલાક  મારા જાત અનુભવો  હું લખવા માગું છું ..જયારે બીજું વિશ્વ યુદ્ધ જોર શોરથી ચાલી રહ્યું હતું બ। લશ્કરમાં  માણસોની જોર શોરથી ભરતી થઇ રહી હતી . દલાલો સાડાપાંચ થી થોડીક વધુ ઉંચી લાકડીયો લઇ શરેમાં ઘૂમતા હોય  કોઈ છોકરો મળે ,એને ભરતી થવા માટે લલચાવે ,એવું કહે કે  લશ્કરના સૈનિકોને મદદ કરનારા માણસો ને અમે નોકરી અપાવીએ છીએ .માણસ હા પાડે એટલે એની લાકડી વતી ઉંચાઈ  માપ લ્યે એને રેસ્ટોરામાં ખાવા લઇ જાય ,અને પછી રીક્રુ ટીંગ ની ઓફિ સે મોકલી આપે . હું ભરતી  થએલો માણાવદરથી  રેલ્વે સ્ટેશન ઉપર એક  રેલવેના  ભારખાનાના ડબા  જેવો  ડબો હતો  એમાં   યુનિફોર્મધારી  એક આર્મીનો ઓફિસર અને બે ચાર જણા નાના માણસો હતા .હું એ ડબ્બો જોવા ગયો મને  પ્રેમથી  આવકાર્યો , મને મારા પ્રશ્નોના જવાબમાં મને ઉઠા ભણાવવા માંડ્યા ,બધા દેશી માણસો હતા . મેં કીધું કે હું તો  લશ્કરમાં ભરતી થવા આવ્યો છું , લશ્કરના માણસોને  મજુરી જેવી મદદ કરવાની નોકરી કરવા હું  નથી આવ્યો . પછી ઓફિસર બોલ્યો  ,અમે તમને ખાલી તમે ગભરાય ન જાઓ માટે  મજુર ભરતીની વાત કરી .આતો લશ્કરના સૈનિક નિજ ભરતી કરવા અમે આવ્યા છીએ .પછી મેં ભરતી થવા માટે હા પાડી ,અણે  મેં કીધું કે હું મારી માને મળીને આવું છું તો ઓફિસર બોલ્યો હવે તમારાથી  ન જવાય . અરે અહીંથી સીધો હું જતો રહું તો મારા  માબાપને કેટલી ચિંતા થાય . પછી ઓફિસરને નાના માણસે સમજાવ્યો કે   જે માણસ રાજી ખુશીથી  ભરતી થઇ રહ્યો છે . એ પાછો આવ્યા વગર નહિ રહે . હું ઘરે ગયો માને બધી  વાત કરી  માં રોઈ પડી પણ પછી  પોતાના વહાલા દીકરાને સંમતિ આપી . મને રેલ્વેમાં બેસાડી દીધો .સાથે એક માણસ આવ્યો .અમો  અમદાવાદ પાંચ કુવા પાસે  આર્મીની ઓફિસે આવ્યા .ગોરા ઓફિસરે  મારી પુછ પરછ કરી , અને કીધું કે  હમણાં વડોદરા  તમારે ટ્રેનીંગ લેવા જવું પડશે . પછી તમને  દુનિયામાં  ગમે  ત્યાં   મોકલશે   ત્યાં તમે જવા તૈયાર છો  ? તમે રાજી ખુશીથી ભરતી થયા છો . તમને કોઈએ ભરતી થવા માટે દબાણ નથી કર્યું ને ? આ અંગેજ હતો અને માણાવદરમાં ભરતી કરનારા દેશી હતા, હું જયારે સક્કર (સિંધ)હતો .  સક્કારને  સ્થાનિક લોકો સખર  કહે છે . સખરના પાદરમાં  સિંધુ નદી વહે છે . જેનું પાણી  ચા માં વધુ ભેંસનું દૂધ નાખ્યું હોય અને જેવો રંગ હોય  એવા રંગનું અને ઠંડુ . માબાપના સંસ્કારની ખાસ કરીને મારી મન એવી ગહરી અસર હતી કે  લશ્કરના માણસોની ખરાબી મારામાં નહોતી પ્રવેશી શકી મેં કોઈ  સ્મેં દસ રૂપિયાની નોટ ખિસ્સામાં મૂકી ત્રીને  હીણી  નજરથી જોઈ નોતી  .મારીઆવી  વાતો સાંભળીને કોઈ બ્લોગર કે વાંચનાર ઇનામ આપવાનો નથી પણ મારા નિજાનંદ માટે સત્ય વાત કહું છું . સિંધુ નદીનાં એક બેટમાં  સાતબેલા  નામે  હિન્દુનું  ધાર્મિક સ્થળ છે . હાલ આ જગ્યાએ મસ્જીદ બનાવી છે એવું સંભળાય છે સાતબેલામાં  રવિવારે મેળા જેવું  થતું .ત્યાં એક જુવાન ખુબ સુરત છોકરી ઉભી હતી . મેં એને  મિલ્ટ્રી ની અદાથી સલામ કરી  છોકરી હસી પડી એનો બાપ મારી પાસે આવ્યો . બ્રિટીશના વખતમાં  આર્મીના માણસ  સામે  દાદાગીરી નો ચાલે  મને  નામૃતાથી પૂછ્યું . મારી દીકરીને તમે સલામ શામાટે કરી  મેં જવાબ આપ્યો કે  મેં તારી દીકરીને સલામ નથી કરી પણ એને બનાવનાર  પરમેશ્વરનું રૂપ મેં તારી દીકરીમાં જોયું ,એટલે  મેં એ કર્તરને સલામ કરી .લડાઈ જોરથી ચાલી રહી હતી .લોકો મારા માબાપને  ભડકાવવા માડયા  મારા ઉપર કાગળો આવવા માન્ડ્યાકે ગમે તેમ કરીને તું ઘર ભેગો થઇ જા  મેં કામમાં ડા ડોડાઈ આદરી  કેમેય મને કાઢી મુકે છે . ?પરિક્ષા લેવા ગોરો આવે એ લેલર નામે ઓળખાતો , હું જો પાસ થાઉં તો મારો પગાર વધે અને પછી મને યુદ્ધ મોરચે કે ગમે ત્યાં મોકલે . મેં મનમાં વિચાર કર્યો કે પાસ થવું હાથની વાત નથી પણ નાપાસ થવું એ હાથની વાત છે . લેલર મને  દાખલા તરીકે હથોડી દેખાડે અને પૂછે આ શું છે ? હું જવાબ આપું કે એ પેન્સિલ છે . આવા બધા સવાલોના જવાબ હું  ઉંધા આપું .લેલર જરાય ઉશ્કેરા વિના શાંતિથી બોલ્યો  તું આમ કેમ કરે છે તારો માસ્તર કહે તું હોશિયાર છોકરો છે। પછી એણે મને દસ રૂપિયાની નોટ આપી  મેં નોટ ખિસ્સામાં મૂકી એટલે  અને કીધું હવે તું સાચા જવાબ આપજે , મેં નોટ ખિસ્સામાં મૂકી એટલે લેલર સવાલ પૂછવા માંડ્યો . ફરીથી હું ઉલટા જવાબ આપવા માન્યો પછી એક પાટિયામાં લખ્યું કે આ માનસ ભરોસા પાત્ર નથી  લેલ્રના દસ રૂપિયા ખાઈ ગયો છે અને એની કહ્યું નથી કરતો . આ પાટિયું મારા હાથમાં પકડાવીને પછી માણસો વચ્ચેર ફેરવ્યો લેલ્રરની  જગ્યાએ દેશી માણસ હોત તો પાસ છો એમ કહેને આગળ ધકેલી દ્યે .

હવે જે મુખ્ય વામારે ગામનું કે કોઈ વ્યક્તિનું નામ આપવું નથી .ત કહેવી છે એ  શરુ કરું છું .  એક ગામમાં બે કેદુતો શેઢા પાડોસી હતા એક છોકરી  થોડે દુર ઘાસના મેદાનમાં  પોતાની ભેંસો  ચરાવતી હતી જોડે બીજી છોકર્રીયું  પણ પોત પોતાની ભેંસો ચરાવતી  હતી  એક છોકરીના ખેતર પાસે  એક બીડમાં એક આધેડ વયનો ખેડું ભેંસો પોતાની ભેંસો ચરાવતો હતો . આ ખેડૂતની લા પરવાઈથી  તેની ભેંસો  છોકરીના ખેતરમાં  ઘુસી ગઈ . પોતાના ખેતરમાં ભેંસોને  પોતાનો  મોલ  ખાતાં  જોઈ એટલે છોકરી એકદમ દોડી અને પોતાના ખેતરમાં ઘુસેલી ભેંસોને કાઢી અને ભેંસોના માલિકને    ગાળો દેવા માંડી અમારી બાજુ છોકરીયો પણ  ભીભાત્સ ગાળો બોલતી હોય છે . ભેસો વાળો  ગુન્હામાં હતો એટલે સામે કઈ દલીલ કરતો નોતો કે   મારીભુલ થઇ મને માફ કર  એવી વિનતિ  પણ કરતો નોતો  બસ નિરાંતે ગાળો ખાતો તો અને હસતો તો  બીજી છોક્ રી ઓએ એવું અનુમાન કર્યું કે  ભેંસ વાળા એ  છોકરી પાસે બીભત્સ માગની કરી હશે એટલે છોકરી ગાળો દ્યે છે .. થોડી વારે  છોકરી પોતાની મૂળ જગ્યાએ આવી અને ભેંસો વાળો પોતાને ઘરે જતો રહ્યો . બીજી છોકરીયું  ગાળો દેનાર છોકરીને ચીડવવા માંડી કે તારી પાસે ઓલે બીભત્સ મગની કરી તો તારે અમને બોલાવવી હતીયુંને આપને બધી ભેગી થઈને એને ખુબ મારત . છોકરી કહે  મારી પાસે એને કોઈ બીભત્સ માગની કરી નથી એની ભેંસો મારા ખેતરમાં ઘુસેલી એટલે હું એની સાથે ઝઘડો કરતી હતી અને ગાળો દેતી હતી , છોકારીયું કહે હવે ખોટું બોલમાં એને તારી આબરૂ  પાડવી  હતી  .છોકરીએ બહુ દલીલ કરી પણ એનું કોઈએ  સાંભળીયુ   નહિ  . નિર્દોષ છોકરીને બહુ આઘાત લાગ્યો , પોતા તરફ લોકોને  આંગળી  ચિંધ ણું  થયું . હવે હું કોઈને મોઢું નહિ બતાવી શકું . એને કુવામાં પડી  મોત વહાલું કર્યું . એની ભેસો રેઢી  ઘરે પોંચી છોકરીના બાપે છોકારીયુંને પોતાની દીકરી બાબત  પૂછ્યું . છોકરિયુએ  બહુ ગોળ ગોળ જવાસ્બ આપ્યો અને ભેસ વાળા વિષે વધારીને વાત કરી બાપ બહુ ગુસ્સે ભારનો અને ભેસ્વાલાને ઘરે ગયો ભયભીત  ભેંસ વાળો ઘરમાં ઘુસી ગએલો  છોકરીનો બાપ અને તેના મિત્રો મારી નાખવા માટે તૈયાર હતા . ભેસો વાળાના ઘરના પણ ભય ભીત હતા .છોકરીનો બાપ  મારી નાખવા તૈયાર હતો  ગામના પોલીસ પટેલે સમજાવીને પાછા કાઢ્યા  દરમ્યાનમાં  છોકરીએ આપ ઘાટ કર્યો છે એ ખબર પડી . એટલે છોકરી પક્ષના લોકોમાં વધુ ઉશ્કેરટ ફેલાણો   ભેસો વાળો ઘરમાં પૂરેલો હતું તેની વહુ અને ઘરના સૌ સત્ય શું છે વાત જાણવા પ્ર્ત્યાસ કર્યો પછી ચૂક્રીના બાપને વાત કરીકે  તમે જે સભ્લીયું છે એ સત્ય નથી . સાચી વાત આમ છે એમ કહીને ભેંસો ખેતરમાં ઘુસી ગયેલી  એ બાબત છોકરી ગાળો દેતી હતી . સમજદાર લોકોને વાત ગળે ઉતરી કેમકે ભેસો વાળો ભગત જેવો હતો . કોઈને  કદિ  ભૂલથી હોય તો માફી દેનારો હતો . લોકોને વિશ્વાસ બેઠો કે આ નિર્દોષ છે . આ છોકરી કેવી કે પોતાની ખોટી બસ્દ્નામી પણ સહન નકારી શકી  હવે આવી દેવીઓને પગે લાગવાનું મન થાય કે નહિ .

બીજો કિસ્સો એક એવો છેકે એક છોકરી બુપર બળાત્કાર થયો એમાં એનો કંઈ  દોષ નહિ પણ લોકો આંગળી ચીંધે કે આ છોકરી ઉપર બળાત્કાર થયો છે એવું પણ એ ના સાખી શકી અને આપ ઘાટ કર્યો હવે આવી દેવીઓની ચરણરજ માથે ચડાવાય કે નહિ .?