બ્રિટીશ રાજ્યસમયે રાજાઓના બે ફામ ખર્ચા વધી જતા એટલે બ્રિટીશો એ રાજ્ય ઉપર જપ્તી બેસાડતા અને એના મેનેજર તરીકે પોતાનો માણસ મુકતા પોરબંદરના રાજા નો ખર્ચ વધી ગયો એટલે તેના રાજ્ય ઉપર જપ્તી બેસાડી અને મેનેજર તરીકે લેલર નામના અન્ગ્રેઝ ની નિમણુક કરી ,લેલર એક આલીશાન બંગલામાં એના બાળ બચ્ચા .સાથે રહેવા લાગ્યો .એક રાતે કુતરાના ભસવાના અવાજે લેલર ની મેડમની ઊંઘ હરામ કરી દીધી . મેડમે એના ધણી લેલરને કુતરા નાં અવાઝ બાબત ફરિયાદ કરી .લેલ રે બીજી રા તે કુતરાઓને ઝેર ખવડાવી મારી નાખ્યા .અ ને કુતરાના મડદા ઓનો ટ્રક ભરી બરડા ડુંગરના જંગલમાં નાખી આવ્યા .
આ બાજુ સ્ત્રીઓ રસોઈ બનાવે ત્યારે નાનકડા રોટલા (ચાનકીયું ) કુતરા નાં ખાવા માટે બનાવે અને પછી ઘરના સભ્યો માટે રોટલા ઘડે
સવારમાં ચાનકીયું .લઈને ગૃહિણી કુતરાને ખવડાવવા ગઈ તું તું અવાજ કરીને કુતરાને બોલાવે પણ કોઈ કુતરું દેખાણું નહિ. મહાજન લેલર પાસે ફરિયાદ કરવા ગયું .લેલરે ઉદ્ધતાઈ થી જવાબ આપ્યો એટલે મહાજને આ વાત કાટિયા વરણ (આયર ,મેર ,વાઘેર રબારી કોળી ચારણ )આગળ લેલરના કુતરાને મારી નાખવાની વાત કરી સાભળીને એક માથાભારે માણસ કુવાડી લઈને લેલર પાસે ગયો એની ભાષાનું ભાષાંતર કરવા એક ઈંગ્લીશ ભણેલો માણસ સાથે ગયો માથાભારે માણસ બોલ્યો .આવા ન્ધા કરીશ તો તુને અમે તું તોપો પહેરીને બજારે નીકળીશ ને તએ કુવાડીથી મારી નાખીશું અમારા વાઘેર લોકોએ તારા જેવા કેટલાય ચીછરા નાં પગવારા (પગે મોજા પહેરેલા )ગોરાઓને મારી નાખેલા ઈનો દુહો તુને સંભળાવું ” માણેકે સીચોડો માંડયો વાઘેર ભરડે વાળ સોઝરની કીધી શેરડી ધધકે લોઈની ધાર ” અમારો કાળીયો કરસન મથુરાથી રણ છોડીને ભાગેલો ઈને મામા કંસના સગા વહાલાના ભય થી કોઈએ આશરો નોતો આપ્યો ઈને અમે આશરો આપ્યો હતો લેલર સમજી ગયો કે અહી ધર્મ વિરુદ્ધના ધંધા કરવા જેવા નથી . લેલરે ભાષાંતર કરનારને વાત કરીકે આ લોકોનો ગુસ્સો શાંત થાય એનો કોઈ રસ્તો ? એક રસ્તો છે તમે દાન પુણ્ય કરો યજ્ઞ કરો તો પ્રજા ભૂલી જશે તારા ઉપર વેર વાળવાનું પછી લેલર ધર્માદો કરવા માંડ્યો લંઘા (મીર ) લોકોએ રાસડો બનાવ્યો કે રાણાનો રાજ્ડો લેલીડે લીધો પરથમ આવી લેલીડે કુતરાને માર્યા પછી દીધા ઇનીયે દાન રાણાનો રાજ્ડો લેલીડે લીધો
હું એક છંદ લખવાનો છું .એની વિગત હું પહેલા કહું છું , કે જેથી કરી લોકો બરાબર સમજી શકે અને મારી મહેનત એળે ન જાય .
જે હમેષા પાણી મા રહેતું હોય એને ઉનાળા ની અસહ્ય ગરમીની ખબર નો પડે અને દક્ષિણ આફ્રિકાના બુશ મેં આગળ તમે કેસરના ગુણ ગાન ગાઓ એમાં એ નો સમજે કે જેને હળદર વિષે ગતા ગમ નો હોય .અને કાયર માણસ હોય કે જે હુલ્લડ થઇ રહ્યું છે એવી અફવા સાંભળીને બારનાં બંધ કરીને ઘરમાં ભરાઈ જાય એને લડાઈમાં કેવી પરિસ્થિતિ હોય કેવી રીતે યુદ્ધ ખેલવું પડે એની એને ખબર નો પડે એતો લડવૈયા જવામર્દ નેજ ખબર પડે .અને જે માણસની ઘરવાળી ગરમા ગરમ રોટલી ઘી ચોપડી ને વહાલાપ થીઓ જમાડતી હોય એને અર્ધી અવસ્થાએ ઘરવાળી સ્વર્ગ માં જતી રહી હોય એની પીડાની શું ખબર પડે ઈ તો મારા જેવા વિનોદભાઈ જેવા અને મારા મિત્ર (નામ નથી લખતો )81 વરસ નાં બાપાનેજ ખબર પડે . આપ્રસંગે એક વાત યાદ આવી જે આપને માટે લખું છું ઘણા વખત પહેલા આનો ઉલ્લેખ મેં કર્યો હશે પણ નવા બ્લોગર ભાઈ બહેનો માટે લખું છું .
હું દરરોજ અમેરિકાના સીનીયર સેન્ટરમાં જાઉં છું .અહી એક પોલીઓ ગ્રસ્ત માજીને લઈને સરકાર તરફથી એક અલ્લડ જુવાની ધરાવતી રૂપ રૂપના અંબાર જેવી 25 વરસની કુંવારી છોકરી પીતરી (સાચું નામ નથી )આવે છે મારી એ મિત્ર છે અમારી વચ્ચે કેવી રીતે મિત્રતા થઇ એ વિષે હું નથી લખતો અમારા વચ્ચે ઉમરનો ઘણો તફાવત હોવા છતાં મારી સાથે નખરા કરવાનું એને ગમે છે .અવશ્ય હું પણ એની સાથે સમાજનો ભય રાખ્યા બહુ છૂટ થી વર્તુ છું અને મારો વર્તાવ એને ગમે છે . એક વખત હું અને 81 વરસના બાપા વાતોએ વળગ્ય હતા આ વખતે પીતરી આવી રહી હતી .મેં એને જોઈ એટલે પીતરીએ પોતાના પોલકા નું એક બટન ખ્જોલી નાખ્યું અને મને પીતરીએ બે ટેકરીઓ વચ્ચેની ખીણ દેખાડી દીધી અને મારી પાછળથી પસાર થઇ અને મને મારી પીઠમાં ટાપલી મારી મેં એની સામે જોયું એટલે પીતરીએ મારી સામે આંખ મારી અને જતી રહી આ વખતે મેં કોઈ શીઘ્ર કવિની જેમ એક શેર બનાવી નાખ્યો , અને બાપા સાંભળે એમ બોલ્યો .પીતરી તો ક્યા સમજવાની હતી . હું બોલ્યો .
ખુલ્લા સીના દિખાય કે બદમસ્ત બના દિયા
પીતરીને આંખ માર કે કતલ કર દિયા બાપા એવું બોલીને ઉઠીને હાલતા થયા કે તમે કતલ કરાવ્યા કરો હું તો આ હેન્ડ્યો .. બાપા સુરતી છે . હવે છંદ વાચો
સંત તુલસીદાસ કહી ગયા છે કેधीरज धर्म मीत्र अरु नारी आपात काल परखीएहू चारु અહી હું એક કવિ શ્રી દુલા કાગનો છંદ આપને વાંચવા માટે લખુ છું મારાથી એમાં થોડો ફેરફાર થઇ ગયો છે એટલુંજ નહિ મેં એક આખી કડી મારા તરફથી ઉમેરી દીધી છે એ બદલ હું પરલોક જઈશ ત્યારે કાગ બાપુની ક્ષમા માગી લઈશ
એક હાથી જ્યારે મુશ્કેલીમાં જ્યારે મુકાઈ ગયો .અને ધીરજ ખોઈ બેથો એનું સરસ વર્ણન કાગ કવીએ કર્યું છે એ છંદ્ હવે વાંચો પહેલા એ હાથી કેવો હતો એનું વર્ણન આવશે .અને આફત આવી અને કેવો ઘાંઘો વાંઘો થઇ ગયો એની વાત આવશે અને છેવટે એક શિયાળ (સ્ત્રી ) એ કેવો બચાવ્યો એની વિગત આવશે
એની પાછળ આખો સમાજ હતો સહુ હાથી તનો શિરતાજ હતો ગીરીરાજ સમો ગજરાજ હતો
ઝરતો મદ કુંભ અખંડ અને મહી વિન્ધ્ય દીપાવન હાર હતો
નીરખી એનું શ્યામલ અંગ સદા નગ કાજળ નો શરમાઈ જતો
પશુ પંખી હતા લપતા છપતા એને જોઇને સિંહ છુપાઈ જતા એની હાકથી ડુંગરડા હલતા એની હાક થી ડુંગરડા હલતા
એની મોટપ ઉપર એ વનમાં આખો દિવસ સૂર્ય હતો તપતો એને છોરું હજારનો સાથ હતો એ હજારેક નારીનો નાથ હતો
ગજ કાદવ તાલમાં માં ખુંપી ઓ ગયો એનો આત્મા ત્યાં અકળાઈ ગયો એની આરત ચીસોનો શોર થયો
સુણીને ભસતા ભસતા એ તળાવને કાંઠડે શ્વાનોએ પાવ ધર્યા
મરતી વખતે ગજરાજ ભૂલ્યો એને શ્વાનોને કાઢવા સાદ કર્યા
દુર એક શિયાળ ત્યાં ઉભી હતી આખીએ ઘટનાને નિહાળી હતી એને હાથી બચાવવાની હામ હતી દુર આગળ ભોમ કઠોર હતી કહ્યું હાથીને દાંત ત્યાં ખોદી કરી પ્રભુને સમરી હૈયે હામ ધરી થોડું બજોર કરી પછી જા નિહરી
સ્ત્રી શક્તિનું કહ્યું માની અને હાથી કાદવ માંથી બહાર નીકળી ગયો પ ન તે નું શરીર કાદવથી ભરેલું નહતું શિયાળ તેને નજીકના પત્થ્રરાલ સરોવરમાં લઇ ગઈ અહી હાથીએ સ્નાન કર્યું પછી હાથી એ શિયાળ ને કીધું તું મારી પીઠ ઉપર સવાર થઇ જા હું તુને તું કહે એ સ્થળે લઇ જઈશ શિયાળે નમૃતાથી હું તારી પીઠ ઉપર સવાર થવાને પાત્ર નથી તારી પીઠ ઉપર રાજા મહારાજા શોભે હૂતો મારી મેળે મારે ઘરે જતી રહીશ
હાથી મોડો મોડો પોતાને ઘરે પહોંચ્યો હાથનીઓ એની રાહ જોઈ રહી હતી તેઓએ મોડું થવાનું કારણ પૂછ્યું હાથીએ બનેલી ઘટનાની સત્ય વાત કહી અને વધારામાં કીધું કે મને એક સ્ત્રીએ બચાવ્યો જો એ સ્ત્રી એ મને બચાવ્યો ન હોત તો હું મૃત્યુ પામ્યો હોત
દિનેશ વૈષ્ણવ ના પરિચય પછી મને એમ સુઝ્યું કે પોતાના કાવ્યો વાર્તાઓ જરૂર લખવી પણ સાથે સાથે બીજા કવિઓની સુંદર રચનાઓ પણ જનતા સમક્ષ રજુ કરવી જોઈએ તો વાંચો પદ્મશ્રી દુલા ભાયા કાગ નો છંદ
કુલ રાવણ તનો નાશ કીધા પછી એકડી રામને વેમ આવ્યો મુજ તણા નામથી પત્થર તરતા થયા આ બધો ઢોંગ કોને ચલાવ્યો
એજ વિચારમાં આપ ઉભા થયા નવ પછી કોઈને સાથ લાવ્યા સર્વ થી છુપતા છુપતા રામજી એકલા ઉદધિને તીર આવ્યા
ચતુર હનુમાનજી બધુય સમજી ગયા ચાલીયા શ્રી રઘુનાથ પેલે રામનો દાસ એ વેરીના વતનમાં એકલા રામને કેમ મેલે
તીર સાગર તને વીર ઉભા રહ્યા કોકથી જાણીએ હોય ડરતા પાનકો (પત્થરો )હાથમાં એક લીધા પછી ચાહું દિશે રામજી નજર કરતા
ચોરની જેમ સંતાઈ હનુમાનજી વ્રુક્ષ ની ઘટા થી નીરખે છે ચિત્તમાં કપીને ખુબ વિસ્મય થયું રામજી આ બધું શું કરે છે
ગાંધીજીની જન્મજયંતિ હજી હમણાજ ગઈ, ને ઈ સબબ ઝાઝા લોકોએ ઝાઝી જગ્યાઓએ ઝાઝું લખ્યું છે.. “વસ્તી” ની દ્રષ્ટીએ ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહીછે ને “નાણા” ની નજરે (બજારમાં ફરતા પૈસા) યુ.એસ. બાકીની બધી લોકશાહી આ બે વચે સમીતછે. ઘણા દેશોમાં લોકશાહી સિવાયના શાશનો પણ છે, ટક્યાછે. શાશનની કઈ રીત સારી ઈ વિષે લખવા હું સમર્થક નથી પણ અમારા જુનાગઢના કાંગરારૂપ, રાષ્ટ્રકવિ, સાસ્વત પુત્ર કવિ દાદની “લોકશાહીની સંવેદના” ચીતરી સકુએમ છું – તો આ છે એની લોકશાહીની અનુકંપા:
વલોવીને વધુ એમાં વડવાનલ પ્રગટ કીધો હવે આ લોક સમંદરની સબૂરી ક્યાં સુધી રહેશે?
કરી મુખ બંધ એના તપેલાને તપાવો ના વરાળો ભૂખની ઢાંકી-ઢબૂરી ક્યાં સુધી રહેશે?
આજે પૂજય મહાત્મા ગાંધીજીના જન્મદિને બાળકો અને કિશોરોના શિક્ષણને નવી દિશા પુરી પાડવાની મહેચ્છા સાથે, ‘ઈ -વિદ્યાલય’ શરૂ થાય છે; ત્યારે એ જાણવાની મઝા આવશે કે, ‘ ઈ-વિદ્યાલય’નું મૂળ ક્યાં હતું? ક્યાંથી એની શરૂઆત થઈ?
ઘરે જતા પપ્પાએ કીધેલું કે બેટા, હમણાં ભલે આ બીબાઢાળ પદ્ધતિએ ભણવું પડે છે, પણ આગળ જતા તમે વિદ્યાર્થીઓ જ આમાં બદલાવ લાવી શકશો.
—
આખા વાર્તાલાપની મારાં મન પર બહુ ઉંડી અસર પડેલી. મેં ત્યારે એક સપનું જોયેલું, હા, હું જરૂર આવું કંઈક નવું કરીશ. ટેકનોલોજી ભણીશ અને એનો સમાજમાં વિશાળ પાયે ઉપયોગ થઇ શકે એવું યોગદાન જરૂર આપીશ.
સાકાર બનેલું એ સ્વપ્ન આજના સપ્પરમા દિને ઈ-વિદ્યાલયની ઈમારતમાં જન્મ લઈ રહ્યું છે; ત્યારે…
ઈ-વિદ્યાલય માટે એક દર્શન
‘શિક્ષણ એ વિકાસની ચાવી છે.’ – આ બહુ જાણીતું વાક્ય છે. જો કે, વિકાસને માટે જરૂરી બીજાં પરિમાણો પણ હોય છે જ. શિક્ષણ અને તેમાંથી આકાર લેતાં કુતૂહલ, ઉત્સાહ અને શોધ જ્ઞાન અને જાગૃતિની નવી ક્ષિતિજોને આંબવા માટે, નવા સીમાડા અને તેનાં દરવાજા ખોલી દેતાં હોય છે.
જ્ઞાનના અફાટ મહાસાગરનાં અમાપ ઊંડાણોમાં માનવ મનની ઉર્ધ્વગતિની સાથે સાથે માનવ સમાજોની ઉત્ક્રાન્તિ અનેક વિધ દિશાઓમાં વધારે ને વધારે જટિલ બનતી રહી છે; અને હજુ ઘણી વધારે તીવ્ર વેગથી તે ઉત્ક્રાન્તિ આગળ ધપી રહી છે. આજથી પચાસ કે સો વર્ષ પછી, માનવ સમાજોની ગુણવત્તા અને દિશા કેવાં હશે; એનો અંદાજ લગાવવા જઈએ તો ચકાચોંધ બની જવાય એમ નથી લાગતું? અગણિત દિશાઓમાં માનવ મને પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ નિહાળીને આપણે આશ્ચર્યચકિત બની નથી જતા?
સાથે સાથે એ જ માનવ મને પર્યાવરણ, સજીવ સૃષ્ટિ, પ્રાણી આને વનસ્પતિ જગતને – અરે! માનવ સમાજને પોતાને કરેલ પ્રચંડ હાનિ અને સત્યાનાશ જોઈને આપણને અરેરાટી નથી થઈ જતી?
સંસ્કૃતિના ઉષાકાળથી શાળા શિક્ષણની પ્રક્રિયાઓ માટેનું પ્રારંભિક ધામ રહી છે; અને તેણે માનવ મનના વિકાસના પારણાંની ગરજ સારી છે. એક બાળકને જ્ઞાનના એ મહાસાગરનો એક અંશ માત્ર પણ લઘુત્તમ જરૂરી રીતે આત્મસાત કરવા અને અજાણ્યા સીમાડાઓ ખેડવાની શક્તિ સંપાદન કરવા માટે તૈયાર કરવાનું એક શિક્ષકનું કામ વધારે ને વધારે મુશ્કેલ બનતું જાય છે.
આની સાથે શિક્ષણની પદ્ધતિનું જે ઝડપથી અને કક્ષાથી અવમૂલ્યન થઈ રહ્યું છે- વિદ્યાર્થીઓને માત્ર સમૃદ્ધિ અને બહારી માન્યતા પ્રાપ્ત કરી લેવાની તકો ઝડપી લેવા અને તેની સાથે અનિવાર્ય રીતે સંકળાયેલી મૂષકદોડ માટે જ તૈયાર કરવાનું તેનું એકમાત્ર ધ્યેય બની ગયું છે – તે જોઈને આપણને શરમ અને વ્યથા પણ ઉપજવા લાગે છે. બૌદ્ધિક મૂલ્યો અને ગુણોને ઉજાગર કરવાની પાયાની જરૂરિયાત કમભાગ્યે સાવ ગૌણ બની ગયેલી જોઈ; આપણને સકારણ ગ્લાનિ થવા લાગે છે.
આ સંદર્ભમાં ઈ-વિદ્યાલયના જુસ્સાને સમજવાનો છે. તરોતાજા વિચાર શક્તિ, સર્જનાત્મકતા, પ્રામાણિક કુતૂહલવૃત્તિ અને સૌથી વધારે અગત્યનાં માનવતા અને નૈતિકતાના મૂલ્યોને ઉજાગર કરવાનું; એને પોષણ આપવાનું, તેનું ધ્યેય છે. નીચેનો વિડિયો આ ઉદાત્ત ધ્યેયને બહુ અસરકારક રીતે સમજાવે છે; એની ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે.
લન્ડનનાં શ્રીમતિ હીરલ શાહે છેલ્લાં બે વર્ષમાં બનાવેલ ૨૬૦ જેટલા શિક્ષણાત્મક વિડિયો એક અત્યંત સરાહનીય પ્રયત્ન તો છે જ. પણ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ કેટલા પ્રમાણમાં શિક્ષણની આ રીતનું અમલીકરણ કરે છે; અને તે કેટલે અંશે અસરકારક બને છે; તેના આધારે જ આ પ્રયત્નોમાં તેને કેટલી સફળતા મળે છે – તેનું મૂલ્યાંકન થઈ શકે. પણ ઘણી વધારે અગત્યની અને નોંધપાત્ર વાત છે – શિક્ષણની પદ્ધતિની એક નવી દિશા ઊભી કરવાનો તેનો ધખારો. એક સાચી દિશા માટેનો આ સન્નિષ્ઠ પ્રયાસ છે.
આજે ઈ-વિદ્યાલયના તખતા આગળનો પડદો સર્જનાત્મક અને તાજગીસભર નર્તનો માટે આતુરતાપૂર્વક ખુલી રહ્યો છે.એમ બને કે, ઈ-વિદ્યાલય તેના ઉપયોગકર્તાઓ વચ્ચે જે સંવાદ ઊભો કરવા માંગે છે; એના સબબે શિક્ષણની પદ્ધતિમાં નવા રાજમાર્ગો બનવા લાગે.
આ તખતો મજા, સર્જનાત્મકતા અને તાજા વિચારોને જન્મ આપે તેવી આપણે અભિપ્સા રાખીએ – હજારો સુંદર અને સુવાસથી મઘમઘતાં પુષ્પો પાંગરે તેવી અભિપ્સા– ‘જીવન શી રીતે જીવાવું જોઈએ?’ તે રાજમાર્ગના બધા દરવાજા ફટાબાર ખુલી જાય એની અભિપ્સા.
———
મિત્રો,
એકલી હીરલ કશું કરી ન શકે, ખભેખભો મીલાવી, ભાવિ વારસોની સેવામાં આપણે સૌએ જોડાઈ જવું પડે. ચાલો આપણામાંનુ દરેક જણ આ યજ્ઞની આહૂતિમાં એક એક દાણો ‘સ્વાહા’ કરતા જઈએ.