Daily Archives: મે 4, 2016

વિશ્વની માતાઓને હેપી મધર ડે ની હાર્દિક શુભેચ્છાઓ

મા આ  રવિવારે  અમેરિકામાં  મધર ડે તરીકે ઉજવાશે  તું અને મારા દીકરાઓની મા ભાનુમતી સ્વર્ગમાં  છો  .પણ તમે મને ખુબ યાદ આવો છો  . કેમકે તમે મને બહુ પ્રેમ આપ્યો છે  . જો કે સ્વર્ગ કે નર્ક જેવું  આકાશમાં છે  .  એવું હું માનતો નથી  . એટલે તમને મારી પ્રશંશા   તમે સાંભળશો  એવી મને જરાય   શ્રદ્ધા  નથી  . પણ મારું મન મનાવવા  હું લખું છું  . અને મારાં
બ્લોગર ભાઈઓ બહેનોને  મારી મા અને મારા દીકરાઓની  મા ની ઓળખાણ  થાય એટલા માટે હું  મારા બ્લોગ  “આતાવાણી ”  માં  લખું છું   . સ્વર્ગ નર્ક બાબતમાં ગાલિબનો એક શેઅર  આ પ્રમાણે છે  .
हमको  मालुम है जन्नतकि हक़ीक़त  लेकिन
दिलको खुश करनेको ग़ालिब ये ख्याल  अच्छा है   .
ગાલીબ કહે છે  .   કે    જન્નત (સ્વર્ગ ) ખરેખર  શું છે એની મને ખબર છે  . પણ  મન મનાવવા  માટે સ્વર્ગ નરકની માન્યતા કંઈ  ખોટી નથી   .
મા તારા માટે મેં  મારી એક લાંબી કવિતામાં  તારી બાબત એક કડી લખી છે   .
तान्याकि ग्रेट ग्राण्ड मधरथी नामकी जवरबाई
हज़ारो नग़मे  उसकी जुबाँ पर  कैसे हो हरिफाई  …सन्तोभाई
 મા હજારો ગીતો  ભજનો  તારે મોઢે  તારે ગાવા માટે   નોંધ  કરેલી  ચોપડી ઉઘાડવી નો પડે   . નવાઈની વાત તો એ છે કે  તુને કોઈ કોઈ ઉર્દુ ભજનો પણ  આવડતાં
आगाह अपनी मौतसे  कोई बशर नहीं
सामान  सो बरसका  कल्कि खबर नहीं   પણ તું કલ્કી ને બદલે પલકી બોલતી  અને ગજલ તું
अजब हैरान हुँ भगवन तुझे  क्यों कर रिजावु मैं  એ આખી ગજલ તું ગાતી  પણ હું નથી માનતો કે તું એનો અર્થ સમજતી હો  .
મા તે મને જે   લાડ  લડાવ્યાં એનું તો વર્ણન  થાય એમ નથી  . તે મને  કદી ટાપલી પણ મારી નથી એટલુંજ નહી તે મને  પીટીયો પણ કહેલો નહિ  .   . પણ તારા લાડનું પરિણામ એ આવ્યું કે હું જરાક તોફાની થઇ ગયેલો અને તારી ધાર્મિક વાતોએ મને હું 8 વરસનો હતો ત્યારે પોષ મહિનાની  કડકડતી  ઠંડીમાં   . ઉઘાડે ડીલે અને  ઉઘાડેપગે   બાવળની  ઘાટી  ઝાડી માં  ધ્રુવ ની જેમ તપ કરવા  હાલી નીકળેલો   . પણ  તારા  શુભ  ઉપદેશે  મને  આર્મી માં પણ હું  કોઈ સ્ત્રી ઉપર   કુદૃષ્ટિ  કરતો નહિ  . કે ચા કોફી  જેવું પીણું પણ પીધેલું નહિ  . મારા તોફાની વેળાની વાત કરું તો  હું જ્યારે ત્રણેક વરસની ઉમરનો હતો ત્યારે  તું એક મોટું મોતીનું  તોરણ  બનાવતી હતી ત્યારે  મેં મોતી ભરેલી થાળી  મેં લાત મારીને ઉડાડી  દીધેલી  . આવખતે મોટીબેને તુને કીધું કે  તે  આને બહુ ચાગલો કર્યો છે  .  એક થપ્પડ  ઠોકી દેને  કે એ તોફાની વેળા ભૂલી જાય।  મા કહ્યેતીકે એ મારો કનૈયો  છે બાળ લીલા કરે છે   . આ પ્રસંગ મને યાદ નથી  . પણ  મેં સાંભળેલું  . આ તોરણ  મેં મારા ગ્રાન્ડ સન  જોનાથનને   ગયે વરસે  આપી દીધું  .  હવે મારા દીકરાઓની મા ને મધર ડે નિમિત્તે યાદ કરું  છું  એપણ 7 વરસ પહેલા સ્વર્ગે ગઈ છે  . કેશોદ ગામમાં  જન્મેલી છોકરી    દેશીંગા જેવા ગામડામાં  ઢોર ઢાંખર રાખવા વાળા ઘરે પરણીને આવી  પણ મારી માને  પોતે ઢોરને દોહવા એના છાણ મૂત્ર સાફ કરવાં છાશ વલોવવી  ઘાસ લેવા જવું   વગેરે  શીખવા માગે છે   .  માટે મને શીખવો   અને માએ   બધી કેળવણી આપી  ઘાસ લેવા  ખેતરોમાં જવું  કયું ઘાસ ઢોરને ખાવા યોગ્ય છે  .અને ઘાસ ભેગું કરવા કાંપો વાળવા  પરબત ભાઈની પત્ની રાણી બેને શીખવ્યું  . અને થોડા વખતમાં  બધી બાબતોમાં પાવરધી થઇ ગઈ  પછી  અમેરિકા આવી અહી પણ એણે  પોતાની ગોરી  દેરાણીનું દિલ જીતી લીધું  . દેશમાં અમો હતાં ત્યારે  અમારી ગરીબીને કારણે  કરકસર  કરવા બાબત  અમારા વચ્ચે  હળવો ઝઘડો થતો  ખરો  આમને આમ 70 વરસનો અમારો સાથ રહ્યો   . સિત્તેર વરસનો સાથ  ભાવમાંય  ભુલાશે નહિ

                    સાચો હતો સંઘાત  માણક વેર્યે નઈ મળે