Monthly Archives: એપ્રિલ 2012

છોકરી કે છોકરો ?

અમદાવાદમાં એક છોકરો  કોલેજની ઉચ્ચ ડીગ્રી ધરાવતો હતો. હવે તે નોકરી અને છોકરીની શોધમાં હતો .   મુંબઈમાં  એક ધનાધ્યને ત્યાં દીકરી હતી .તે પણ સારું એવું ભણેલી હતી .છોકરી અને છોકરા બંનેના  કુટુંબને  વલીભાઈ કરીને એક સજ્જન  સારી રીતે ઓળખે .વલીભાઈ પોતાની અછાંદસની  કલાને લીધેમુલક  મશહૂર  છોકરીના  માબાપને એણે વાત કરીકે  તમારી દીકરીને યોગ્ય એક સારા કુટુંબમાં  ઉછરેલો.  સંસ્કારી,  સારું ભણેલો  વિદ્યા સાથે વિવેક વાળો  ,છોકરો છે. વળી એ તમારે ભળ્તે ભાણું છે. મતલબ કે તમારી જ્ઞાતિનો છે .તો તમારી સૌની ઈચ્છા હોય તો  લગ્ન સબંધ બંધાય તો  કંઈ   ખોટું નથી .મારેતો એમાં કંઈ સ્વાર્થ નથી. ફક્ત આંગળી ચિંધ્યાનું  મારે માટે તો પુણ્ય છે.
છોકરીના માબાપે જવાબ આપ્યો કે  હા અમે  આ બાબત  યોગ્ય લાગશે તો આગળ વધીશું ખરા ,
છોકરીના માબાપે વિચાર કર્યો કે  છોકરાને જોવા માટે પ્રથમ આપણે આપની દીકરીને મોકલીએ ,એણે જો છોકરો પસંદ પડે તો આપણે પછી છોકરાને અહી તેડાવીએ અને  સૌ  સગાં વહાલાં જોઈ લઈએ અને પછી નક્કી કરીએ .પછી છોકરીને છોકરાને જોવા માટે અમદાવાદ મોકલી અને સાથે એના નાના ભાઈને પણ મોકલ્યો .આ ફેશનના જમાનામાં  છોકરા છોકારીયુંના પહેરવેશ લગભગ સરખા .એમાય આ છોકરીના ભાઈને એની માએ બહુ લાડકો રાખેલો સાથે સાથે ઉત્તમ શિષ્ટાચાર પણ શીખવેલા . પણ વધુ પડતા લાડમાં  દીકરાને ચોકલેટ અને  વધુ દૂધ મેળવવા ઇન્જેક્શન મારેલાં ગાયો ભેંસોના દૂધ વાગે ખુબ ખાવાદાવેલ એટલે  છોકરો  જરા વધુ પડતો છાતીના ઉભાર વાળો થઇ ગએલો .અને ચાલવાની ઢબ પણ છોકારીયું જેવી થઇ ગએલી.
બંને બેન ભાઈ અમદાવાદ આવ્યાં છોકરાને મળ્યાં.    છોકરો એને  માણેક ચોક જેવા વિસ્તારમાં લઇ ગયો.  માણેક નાથ બાવાના ઇતિહાસની વાત કરી .અને  કેળાં બાજુમાં વેચાતાં હતા .  છોકરાએ  કેળાં ખાવાની ઓફર કરી .છોકરા છોકરી બંનેએ કેળાં ખાવાની   હા પાડી એટલે  છોકરાએ બેઉ  બેન ભાઈને  અકેકું કેળું ખાવા માટે   આપ્યું  .
છોકરીએ  એકદમ કેળાની  છાલ કાઢી નાખીને  કેળું ખાવાનું  શરુ કરી દીધું . અને ખાઈ લીધા પછી  બગડેલો હાથ  પોતાના શરત ઉપર લુંછી નાખ્યો . છોકરો આ બધું ધ્યાન થી જોઈ રહ્યો હતો . જે છોકરો હતો. કેળું   એણે  કેળાની છાલ ધીમે ધીમે ઉતારીને  છાલ પકડીને કેળું ખાધું .ખાઈ લીધા પછે  છાલ ગાર્બેજ જેવા પીપમાં  નાખી આવ્યો એટલે છોકરાના હાથ પણ બગડેલા નહિ .
પછી છોકરો છોકરી જતાં રહ્યાં . પાછળ થી છોકરાએ કાગળ છોકરીના માબાપને લખ્યો .કે મને  મોટી યુવતી કરતા નાની યુવતી વધારે  ગમી છે .જો તમારો વિચાર હોય તો હું નાની યુવતી સાથે સગપણ કરવા તૈયાર છું . છોકરીના બાપે જવાબ આપ્યો કે  એ યુવતી નથી પણ યુવતો છે.

કાવ્ય કણિકાઓ

કાવ્ય કણિકાઓ

ભણ્યા નહિ જો લઘુ વયમાં  પછી વિદ્યા ભણ્યાથી શું
જગતમાં કોઈ નો જાણે તો જનનીના   જન્યાથી શું

अहबाब ज़िन्दगीमे क्या करे नुमाया  कर गए

बी . ए.हुवे नोकर हुवे  पेंशन मिली और मर गए મિત્રો મેં જીવનમાં શું ધાડ મારી ઈ કહું?ભણ્યા  ગ્રેજુએટ થયા .નોકરી કરી .પેન્શન મેળવ્યું .અને મારી ગયા આ બહાદુરી કરી .

लाइ हयात  आई क़ज़ा  ले चली चले

अपनी खुशीसे आये न अपनी ख़ुशी चले જન્મ થયો .જીવન મળ્યું  મૃત્યુ આવ્યું અને મરી ગયા. આપણી ઈચ્છાથી આવ્યા નોતા અને આપણી ખુશુથી ગયા નથી  .

पजमुर्दा  होके फुल जो गिरा शाखसे तो क्या

वो मोत भी हसीन है आये शबाबमे  પજ્મુરદા =ચીમળાઈ જવું   શબાબ = જુવાની

પુળા જેવડી દાઢી

      મારા. ભત્રીજા નરેન્દ્રને મેં એક વખત કીધું .નરેન્દ્ર આ વખતે હું જોક કેવાનો છું. એમાં તારી મા અને તારી કાકી(મારી ઘરવાળી )   ને ઝપટે ચડાવવાનો છું.નરેન્દ્ર કહે  મારી માનો જોક કહેતા પેલા સો વખત વિચારજો  કેમકે મારી માં બહુ દખ વાળું માણસ છે .એને દુ:ખ લાગતાં વાર નથી લાગતી . કાકા તમે મને કહો જોઈએ કેવો જોક તમે કહેવાના છો ?અને મેં શરૂઆત કરી .

      એક વખતહું   રેશનીગની દુકાને ઘાસલેટ લેવા માટે લાઈનમાં  ઉભો  હતો .એટલામાં મારા ભાભી અને એની ૨૮ વરસની વાંઢી બેનપણી મારે ઘરે આવી રહ્યાં હતાં, એજમાંનામાં ટેલીફોનની  સગવડ નહિ, એટલે જે કોઈ આવે એ  “અતિથી “તરીકેજ આવે .મેં એ લોકોને આવતાં જોયાં એટલે હું બોલ્યો ભાભી હું તમને પ્રણામ કરું છું.  ભાભી કંઈ પણ પ્રત્યુતર વાળતાં પેલાં બોલ્યાં આ પૂળા જેવડી દાઢી મૂછના કાતરા  રાખ્યા છે તો તમે ભૂંડા નથી લાગતા? કેવા દ્યો મારી બેન ને (મારી ઘરવાળી )

       એમ બોલી એતો ઝડપભેર મારે ઘરે પહોંચ્યાં .   અને પછી મેં  મારી પાછળ ઉભેલા માણસને  કીધું ભાઈ જરા મહેરબાની કરીને મારો નંબર રાખજે , હું હમણાજ પાછો આવું છું. એમ કહી હું તુર્તજ  બાજુ વાળા સલેમાન હજામની પેઢીએ પહોંચ્યો .પોરબંદર રાજ્યના ગામડાઓમાં મુસલમાન હજામો કામ કરતા હોય છે . સલેમાને પ્રશ્ન  કર્યો , આટલી બધી સરસ દાઢી શા માટે કપાવી નાખો છો ?

    મેં કીધું આજ  આ મારી દાઢીના કારણે ત્રણ વીજળીઓ મારા ઉપર ખાબકવાની છે . મારી વાત સાંભરી સલેમાન અસ્ત્રો  સજાવવા માંડ્યો , એટલે મેં કીધું ભાઈ  ફક્ત  માંશીંજ ફેરવી દે જેથી કરીને એવું લાગે કે મેં અઠવાડિયું થયા દાઢી નથી કરી .સલેમાને મશીન દાઢી ઉપર ફેરવી દીધું એટલે પછી હું જલ્દી આવીને મારી લાઈનમાં  ઉભો રહી ગયો .

         ભાભી અને એની બેનપણીએ મારી ઘરવાલીને કીધું .આ મારા બનેવીએ આટલી મોટી દાઢી રાખી છે એ તમને ગમે છે ?મારી ઘરવાળીએ જવાબ દીધો એ દાઢી રખાવતાજ નથી ,અને મને પૂછ્યા વગર  દાઢી તો શું કાંખ ના વાળ પણ નો રાખી શકે  બેન તુને બે તારા આવ્યાં લાગે છે . ભાભી બોલી હાલો તમને નજરે દેખાડું પછી તો તમે માનશોને?

         અને પછી ત્રણેય જણીયુ  હું જ્યાં ઘાસલેટ લેવા લાઈનમાં ઉભો હતો .ત્યાં આવ્યું , અને ભાભી બોલી જોયું .તમારી બીકે દાઢી કપાવી આવ્યા લાગે છે .મારી ઘરવાળી બોલી ઈ તો આળસુના પીર છેને એટલે અઠવાડિયું થયા  દાઢી નથી કરાવી .એટલામાં  ભાભીને બેનપણી વાંઢી બોલી મને કહે એય  તમારું ખમીસ કાઢો હું તમારી કાંખ  જોઈ લઉં  એ સાફ રાખો છોકે પછી ત્યાં પણ વાળ વધવા દ્યો છો ?

        અને પછી મને પણ ઘાસલેટ મળી ગયું હતું એટલે સૌ સાથે ઘરે આવ્યા . ભાભીને હું એકલો મળ્યો ત્યારે ભાભી બોલ્યાં  આ ખરા તમે મારી બેન ને શીશામાં ઉતર્યા છે . મેં કીધું ભાભી એનીએ ત્રણ વરસ થયા મારા મોઢા સામે જોયું નથી જો જોયું હોય તો ખબર પડેને કે દાઢી છે કે નથી .

       મારી વાત સાંભરી નરેન્દ્ર બળ્યો કાકા તમે આવો જોક કયો તો  તમે જમવા બેસો ત્યારે તમારા ભાનમાં જડી રોટલી પીરસે.

ડામરના પીપ હારે ડાન્સ !

હિપોપ્પોટેમસ  થી   જાય એવા ભારે શરીર વાળી  બાયડી સાથે  નાચ કરવાનોઆતા નો   વારો ચડ્યો .મ્યુઝીક વાગવા માંડ્યું .અને લોકો નાચ કરવા માંડ્યા  જુવાન છોકરાઓ પોતાની સાથે નાચનાર છોકરીઓને  આમ તેમ ચકરડી ભમરડી કરવા માંડ્યા .પણ આતા  આ  હેડીમ્બાને   કેવી રીતે ફેરવી શકે,  આતા થોડા ભીમ  હતા ?આ બાયડી આતાને ફેરવવા માંડેલી .પણ ઓલો અભી તાબ બચ્ચન  અમેરિકાની બાર્બી ડોલ ને ફેરવતો હોય .એવા આ રાક્ષસી  બાયડી પાહે લાગે .આતાને  એવી ફાળ પડીકે  જો હું આના હાથમાંથી વછૂટી જઈશ તો મારું એકેય હાડકું સાજુ નહિ રહે .એટલે આતાએ  વિનોદ પટેલના ગામના સ્વામી નારાયણ મંદિરના  મુછાળા  હનુમાન દાદાની માનતા માની કે જો દાદા હું  આમાં થી સાજો નરવો  હેમ ખેમ પાર ઉતરૂતો  તમને તલનું તેલ ચડાવીશ અને  વેચાતા લઈને અડદના  દાણા ચડાવીશ . પછી ગમેતેમ થયું હોય દાદાએ મારી વિનતી સાંભરી હોય કે ગમે તેમ  મ્યુઝીક ફર્યું .અને લોકો ધીમી ગતિએ ડાન્સ કરવા લાગ્યા .આપે આવો ડાન્સ જોયો હશે .વાતો કરતા જાય અને ધીમે ધીમે ખસકતા જાય .ઓલો જે પ્રથમ વાળો ડાન્સ હતો ઈમાં  આતાની પાઘડી હેઠી પડી ગઈ ખેસડો નીચે પડી ગયો .પણ ભલું થાજો ઓલા અમિત પટેલનું કે તેણે આતાની   વસ્તુ બધી સાચવી રાખેલી.ઓલી બાયડીને  આતા સાથે એવી મઝા આવી ગએલી કે કેવાની વાત નહિ .. એતો તાનમાં બરાબર આવી ગએલી .આ આતા ણીચા માટી  ઓલીની ડુંટી સુધી માંડ પુગે.  હવે  આ નમણી દેખાવા સારું સ્ક્ન્કેર લોશન  બહુ ચોપડે અને પાછી ઈ આખા શરીરે  ચોપડે , આપણાં બૈરા લોશન તો વાપરે પણ એક નાનકડી બાટલી  બે મહિના ચલાવે જયારે  આ  ગટોરગચ્છ ની મા એક આખું બાક્ષ ત્રણ દિમા  ખલાસ કરે  .એકતો આની ડુંટી  અમદાવાદની ચોખા  ખાંડવા વાળી યુના     ખાંડ ણીયા  જેવડી મોટી     તાનમા ને તાનમાં  આતાનું માથું દબાવ્યું ઈમાં  આતાનું માથું ઈની ડુંટીમાં  સલવાય ગયું .પંછી મ્યુઝીક બંધ થયું   . ડાન્સ બંધ થયો પણ આતા  મોન્જય ગયા એટલે ટાંટિયા  તરફડાવે.  બાયડી એવું સમજી કે આતા હજી નાચ કરે છે . એટલે બોલી હવે નાચ પૂરો થયો છે..પણ સલવાય ગએલા આતા નીકળે કઈરીતે .પછીતો સૌને ખબર પડીકે આતાનું  માંથું  આ બાયડીની ડુંટી મા  સલવાય ગયું છે  .એટલે  માથું કાઢવું કઈ રીતે  એના વિચારે બધા ચડી ગયા . એટલે  જુનાગઢ વાળા શકીલ ને વિચાર આવ્યો કે જો આ  બાયડી નાં  વાહામાં ગેંડો ભેટી મારેતો  આતા બખાક કરતા બાર નીકળી પડે . હવે ગેંડો લાવવો ક્યાંથી?  એટલામાં   કનક રાવલને વિચાર આવ્યો કે હમણાં થોડા દિવસ પેલા  જીવ દયા વાળાઓએ  સરકસમાંથી લાવીને એક ગેંડો ઝૂ મા
મુક્યો છે અને ઝૂ સુપ્રીન ટેંડ મારા ઓળખીતા છે .એટલે અત્યારે  રાતે  ગેંડો કાઢી આપશે . અને બાપુ પછીતો ગેંડો આવ્યો પણ હવે રીંગ માસ્તરનું કામ કોણ  કરે પણ  દયાળુ માણસો પણ હોય છેને ?  રાત્રિ(રાજેન્દ્ર ત્રિવેદી )   ક્યે  હું રીંગ માસ્તરનું કામ કરીશ આમ આતા ને  વગર મોતે મારવા નહિ દેવાય અને રાત્રી એ અવાજ કર્યો અને ગેંડે  બાયડી ના
વાહામાં ભેટી મારી અને આતા દારૂની બાટલી મા થી બુચ વછૂટે ઈમ આતા વછૂટી ને  જમીન ઉપર  ભડક કરતા  પડ્યા . ગમેતેમ તોય  બાયડી બહુ ભલી આતાને પૂછ્યું  આર યુ ઓક ? આતા ક્યે શું ઓકે જો વધુ વખત  આજ પરિસ્થિતિ મા રહ્યો હોત તો તારી ડુંટી મા ઓકી પડત .
.

ડામરનું પીપ !

આતાના ભત્રીજાનો દીકરો માલદે અમેરિકા આવ્યો .આ અદ્ભુત દેશની અજાયબીઓ  જોઈ  માલદેને થયું કે આવું બધું મારાં માબાપ જુવે તો તેને કેટલો અચંબો  લાગે ,એને વિચાર થયો કે મારા બાપને  અહિ તેડાવું .અને અમેરિકાની ઝાક ઝમાળ દેખાડું એને દેશમાં એના બાપને કાગળ લખ્યો કે તમે અહિ આવો .બાપે કીધું કે  અત્યારે વાવણીની  સીજન છે એટલે મારાથી આવી શકાય એમ નથી .ઓલી કેવટ છેને કે” વાવણી અને તાવણી   “એનો મોકો ચૂકાય જવો નો જોઈ એ .પછી માલદે કહે તમારાથી ના આવી શકાય તો આતાને મોકલો પણ કોક અહિ આવો ખરા .
માલદે  એ  આતાને વાત કરી કે માલદે અમેરિકા તમને ફરવા તેડાવે છે જવું છે ?  અને ફરતિયાળ આતા કહે હા  ગીગો તેડાવતો હોય તો સુ કરવા નો જાઉં ?
માલદેને એના બાપે વાત કરી કે  આતા એ અમેરિકા આવવાની   રાજી થઈને હા પાડી છે .  સાંભરી ને માલદે ઘણો ખુશ થયો .અને ભલામણ કરીકે  આતા માટે ત્રણ ચાર  સુઈટ સિવડાવી આપજો . આતાને માટે સુઈટ નું માપ લેવા દરજીને બોલાવ્યો .પોતાને અમેરિકા  જતી વખતે સુઈટ પહેરવું પડશે  એવું  સાંભરિયા   પછી આતા આડા ફાટ્યા .બોલ્યાકે હું
યુરુપિયન  લોકુ જીવાં લૂગડાં પેરીને અમેરિકા નો જાઉં . હું દેશ મુકું પણ વેશ નો મુકું .આતાને બહુ સમજાવ્યા પણ એકના બે નો થયા ,અને પોતાના હઠ ઉપર કાયમ રહ્યા. એટલે માલદેએ  કીધું કે ભલે દેશી કપડાં પહેરીને આવે .અહીં ના લોકોને ભલે કુતુ હલ થતું.
અને પછી આતો લઇ દઈને તૈયાર થયા .મોટા ઝોળા વાળો  ચોરણો, આંગડી  ,માથે મોટો પાઘડો , ખંભે ખેસડો .કડે ભેંઠાઈ   .,આ બધાં બગલાની પાંખ જેવાં ધોળાં ફૂલ લૂગડાં .અને એવાજ ધોળા દાઢીના કાતરા ,માથે લીંબુ મુકો તો હેઠું  નો પડે એવા  મૂછોના આંકડા . અને આતા   ન્યુ યોર્ક ના કેનેડી એર પોર્ટ ઉપર ઉતર્યા .આવું વિચિત્ર પ્રાણી જોઈ  લોકોનું ટોળું ભેગું થઇ ગયું અને આતાને  ધારી ધારીને   જોવા માંડ્યું .અને પછી આતાને  માલદેએ  ઘર ભેગા કર્યા.ઘરમાં  આતાને  લોન્ડ્રી મશીન ,ડ્રાયર .ડીશ વોશર .વગેરે સાધનો માલદે દેખાડવા માંડ્યો  આતા તો આ બધું જોઇને હેરત થઇ ગયા . એક દિવસ આતાએ   માલદેને કહ્યું  તું  નોકરી ઉપર જાય છે .ત્યારે હું આટલા વ્શાલ ઘરમાં એકલો થઇ રહું છું .એટલે તું મને ઈંગ્લીશમાં   અને ગુજરાતીમાં આપણા ઘરનું સરનામું .  અને મારે ક્યાં જવું છે . એવું બધું લખી દે  તો હું મારી મેળે  ગામમાં હરી ફરી શકું .    આતા બે ચોપડી ભણેલ ખરા. પણ માસ્તર અમૃતલાલ   ને માસ્તર તરીકે કેમ પાસ કર્યા એ નવાઈ લાગે .
એકવખત પરિક્ષક અધિકારીએ  એક વિદ્યાર્થી ને નકશામાં  “તિબેટ “બતાવવાનું કીધું વિદ્યાર્થી  અરબી સમુદ્રમાં  શોધવા માંડ્યો .એટલે પરિક્ષક અધિકારીએ માસ્તરને કીધું હવે તમે  તિબેટ બતાવો . માસ્તર હિન્દી મહાસાગર માં ગોતવા માંડ્યા .હવે આવા આતાના  માસ્તર પણ માસ્તરની મૂછો બહુ મોટી અને ઘાટી ચા પીએતો  પોણી રકાબી ચા માસ્તરની મૂછોમાં ભરાય જાય  .પણ માસ્તર ચા અબાર નો જવાદ્યે   પોતાની જીભ થી મૂછો ચૂસી જાય . એક દિવસ આતા  ન્યુ યોર્કના  મેન્હાટનમાં   બસની વાત જોતા બસ સ્ટેન્ડ ઉપર બેઠા હતા.  એટલામાં  સુરેશ જાની આવ્યા .આતા ઈને ઓળખે આતાએ સુરેશ જાની ને પૂછ્યું .એલા તારી પાહેતો  વોલ્વો, બીએમ ડબ્લ્યુ  એવી મુંઘી  મોટરું છે અને તું બસમાં બેસવા કીમ આવ્યો ?  સુરેશ જાની કહે હું બસમાં બેસવા માટે નથી આવ્યો .અમારી કંપનીમાં પાર્ટી છે એટલે કંપની તરફથી એક બસ આવશે એ અમને બધાય ને લઇ જશે એટલે એ બસની વાટહું જોઉં છું.  આતાએ સુરેશ જાનીને કીધું એલા મને પાર્ટીમાં  લઈજાને ?  સુરેશ જાની કહે આ પાર્ટીમાં ફક્ત  કંપનીના કર્મ ચારિઓનેજ આમંત્રણ છે.એટલે બીજા માણસોને નો લઇ જવાય .જુવો મારી ઘરવાલીને હું ક્યાં લાવ્યો છું .આતાએ એને કીધું તું મેનેજરને  પૂછી તો જો કે એક માણસ ઇન્ડીયાથી આવ્યા છે .ઈને આવું બધું જોવાનો બહુ હરખ છે. માટે  એને પાર્ટીમાં આવવાની મંજુરી આપો . સુરેશ જાની કહે  મેનેજર નહિ  માને ઉલટો મને કહેશેકે  આ પાર્ટી ફક્ત આપણા લોકો માટે છે . એતમને ખબર છે .છતાં કેમ પૂછો છો ?આતા કહે એલા ભાઈ ટ્રાયતો   કર્ય.આપણેલીલા સોનારાને  કહીએ  કે   ભાઈ થોડુક સોનું દેને  લીલો  બહુતો એમ કહે કે દારૂના  નિશામાં બોલો છો ?સોના  કોઈદી
મફત મળતા  હશે ,એમ બોલે તો આપણે કેવાનું કે તો નો દે   બીજું શું એ કઈ બંદવાન  તો નહિ કરેને? આમતો સુરેશ પરગજુ  માણસ વડીલોનું માં રાખે એવા ખરા . સુરેશ જાની એ
આતાનું માન રાખીને ફરી મેને જરને  પૂછ્યું , બહુ હોશિયારીથી પૂછેલું  એટલે મેનેજરે  આતાને પાર્ટીમાં  લઇ આવવાની  હા પાડી .અને આતાને કહ્યુકે આતા દુડી લાગી ગઈ .હવે તમને પાર્ટીમાં લઇ જવાશે .આતાતો એવા રાજી થઇ ગાયકે  દેશીન્ગા ના ડોબાં ચારવાવાલાને    બાપુ કયો અને રાજી થાય એવા .
હવે આતાને  કેવી બાયડી હારે  નાચ કરવાનું પાનું પડ્યું .એ બાયડી કેવી હતી એ વાંચો .એ બાયડી ડામર જેવી કાળી ભમ્મર  સાત ફૂટ અને ત્રણ   ઇંચ ઉંચી  પદની કાંધ જેવી તો એની સાથળો  નિતંબ તો એટલા મોટાકે પાંચ પાંચ  વરસના બે છોકરા  નિતંબ ઉપર બેસી શકે  એ ભાખોડીયાભર થાય તો  હિપોપોટેમસ હોય એવી લાગે .ઈ આડે પડખે પડીહોય અને ઇના વાસે ખુરસી ઉપર રાજેન્દ્ર ત્રિવેદીને  બેસાડો  તોય માંડ દેખાય , ગરમાળા ની શીંગો જેવી તો એની આંગળિયું એક વખત એવું બન્યું કે અમારા ગામમાં એક મીસીસ  દુધી દેવી કરીને દાંતની ડોક્ટર છે . એ માંડ પાંચ ફૂટ ઉંચી છે .એનો પતિ હાડકાનો સ્પેશિયલ દાકતર છે .એક દિવસ દુધી દેવીની નર્સ ને રજા ઉપર જવાનું થયું . એટલે એણે એના પતિને કીધુકે આજ તું તારી ઓફિસમાં રજા રાખજે અને મારી ઓફિસમાં નર્સ તરીકે કામ કરજે  પતિ કહે ભલે .આ મલકમાં બાયડીયુંને ના નો પડાય  ઈ ઓફિસમાં બેઠો હતો અને આકદાવાર બાયડીનો એમ્પોઈ મેંત માટે ફોન આવ્યો .એણે ટાઇમ અને તારીખ આપી  એ ટાઇમ સર આવીને હાજર થઇ પણ ઓફિસમાં આવી નો શકે .ઓફિસોના બારના કઈ  હાથીને આવવા માટે થોડા બનાવ્યા હોય .?  એટલે પતિ એની વહુને એ જ્યાં કામ કરતી હતી ત્યાં કહેવા ગયો  કે એક પેશન્ટ આવ્યું છે .તો શું થઇ ગયું એનો વારો આવે ત્યારે અહિ મોકલી દેજે પતિ કહે ઈ ઓફિસમાં આવી શકે એમ નથી એ માસી પૂતના જેવી  છે .તો દુધી એના પતિને ધમકાવવા માંડી કે તે એવીને એમ્પોત્મેન્ત કેમ આપ્યું .પણ ઓલો કે ફોન ઉઅપરથી અવાજ ની ખબર પડે  કેટલી લાંબી છે એ કેમ ખબર પડે .?પછી જેમ તેમ કરીને માંડ એના દાંત ચેક કર્યા અને વિદાય આપી . આબાયડી પાર્ટીમાં આવી .એણે સુરેશ જાનીને  અને કનક રાવલને અશોક મોઢવાડિયા ,શકીલ,હમઝા. વગેરેને  પોતાની સાથે નાચ કરવા ઓફર કરી પણ કોઈને હિંમત હાલી નહિ .પછી એણે વિનોદભાઈ પટેલ પૂછી જોયું .એવી આશાએ  કે આસજ્જન માણસ  મારી સાથે નૃત્ય કરવાની નાં નહિ પાડે પણ  વિનોદ પટેલે પણ નાં પડી એટલે એણે  વિનોદ પટેલને  મારા બાબત પૂછ્યું કે હાવ અબાઉટ યોર આતા  તો વિનોદભાઈ કહે હા તારી સાથે નાચ કરશે કેમકે  તે અમદાવાદમાં   પી ડબલું ડી માં નોકરી કરતા હતા એટલે  તેને  ડામરના  પીપડા  ફેરવવાની ટેવ છે.

‘આતા’ ની ધરપકડ ?

આજની તાજી,
સનસનાટી ભરી ખબર..

    શ્રી. હિમ્મતલાલ જોશી ઉર્ફે ‘આતા’ ની દેશની મૂલાકાત બાદ, ફેબ્રુઆરીના અંતમાં, ફિનીક્સના એરપોર્ટ પર, તેમણે જેવો પગ મૂક્યો; એની સાથે જ એમની ધરપકડ કરવામાં આવી હતી.

તેમને  દોરડેથી મુશ્કેટાટ બાંધીને ફિનિક્સની,  જજ ગડબડદાસ ની  કોર્ટમાં ઊભા કરી દેવામાં આવ્યા હતા.

This slideshow requires JavaScript.

આગળ શું થયું , તે જાણવા આ વિગતવાર અહેવાલ વાંચો..

‘ આતા’ નો પરિચય વાંચવા અહીં ‘ક્લિક’ કરો

આજના એમના ૯૨મા જન્મદિવસે એમને આ અણધારી આપત્તિમાંથી હેમખેમ પાર ઉતરવા માટે અભિનંદન; જન્મદિવસની સૌના વતી વધાઈઓ; અને સેન્ચ્યુરી પૂરી કરવા શુભેચ્છાઓ.

ભરોસાની ભેંસને પાડો આવે

બે  ભેંસો વાળા  પોત પોતાની  તરતમાં વ્યાય એવી ભેસોને લઈને  બહાર ગામ જઈ રહ્યા હતા  . એક ભેંસ વાળો કેવાતી  હલકી જાતનો હતો અને બીજો ઉત્તમ કુળનો હતો .હલકી જાતનો માણસ બહુ દુરથી  આવતો હતો .તે ઘણો થાકેલો હતો અને તેને સખત ઊંઘ પણ આવતી હતી .બંનેની ભેંસો  તુરતમાં જ વિયાવાની હતી .ઉનાળાની સખત ગરમીનો દિવસ હતો .થોડે દુર એક ઘેઘુર  વડલાનું ઝાડ હતું  ,ત્યાં બંને જણાઓએ આરામ કરવાનો વિચાર કર્યો .
હલકી જાત વાળાએ ઉત્તમ જાત વાળાને કહ્યું કે  અહી આ વડલાના ઝાડ નીચે આપણે આરામ કરીએ  ભેંસો પણ વિયાવાની તૈયારીમાં છે એટલે એ પણ આરામ કરે , મને સખત ઊંઘ આવે છે માટે હું ઊંઘી જાઉં છું .આપ ભેંસોનું    ધ્યાન રાખજો અને જો મારી જરૂર જણાય તોજ મને   ઉઠાડજો  નહીતર મને આરામ
કરવા દેજો .એમ કહી તે ઊંઘી ગયો .થોડીજ વારમાં  હલકી જાત વાળાની ભેંસ વ્યાંનીઅને એ ભેંસે પાડીને જન્મ દીધો .પળવારમાં તો ઉત્તમ કુળના ગણાતા
માણસની ભેંસ પણ વ્યાંની અને એ ભેંસે પાડાને જન્મ આપ્યો .હજી પાડીવાળી  ભેંસ બેહોશ જેવી દશામાં હતી .એટલામાં  ઉત્તમ ગણાતા માણસે  યશોદાના પડખામાં  કૃષ્ણને મૂકી દીધા. એમ પાડાવાળી ભેંસના માલિકે પાડો ,પાડી વાળી ભેંસના  પડખામાં મુકીને  પાડી પોતાની ભેંસ પાસે મૂકી દીધી .બંને ભેંસો પોતાના બચ્ચા  સમજીને  ધવરાવવા માંડી .આવું દૃશ્ય એક ગામડિયા લોક કવિના બારેક વરસના  દીકરાએ જોયું .અને તેણે એક જોડકણું રચ્યું કે —–
ઉત્તમ કુળને ભરોસે રહીશ નૈ અને નીચ જાણી તું નિશ્ચય  કરીશ નૈ
હરદાસ હર દ્વાલ ભણે છે     ભરોસાની  ભેંસ  પાડો જણે છે .પછી  ઉંચે નીચને જગાડ્યો  કે આપણી ભેંસો વ્યાંની છે .  નીચ માણસે  ઉંચનો ભેંસોની કાળજી રાખવા બદલ ઉપકાર માન્યો .

જવાંમર્દ ક્રેઝી હોર્સ

કોલંબસે અમેરિકા શોધ્યો .એવું કહેવાય છે .ખરેખર તો કોલંબસ india  ભારત આવવા નીકળેલો ,.પણ ભૂલથી અમેરિકા આવી પહોંચેલો  .જયારે એણેઅમેરિકાની ધરતી  ઉપર પગ મુક્યો ત્યારે એણે સમજી લીધેલું કે પોતે india  આવી પહોંચ્યો છે .ત્યારે જે અમેરિકાની આદિ વાસી પ્રજા જોઈ એણે એ ભારતના લોકો સમજી  બેઠેલો . પછી સમય જતા ખબર પડી કે આ ભારત નથી એટલે એલોકો indiyan નથી .પણ એ નામ પડી ગયું જે હજી સુધી ચાલે છે પણ
હવે આ અમેરિકાની આદિ વાસી પ્રજાને અમેરિકન ઇન્ડિયન કહે છે, અને આપણા     ભારતીય લોકો કે જે આ દેશમાં આવી વસ્યા છે .તેઓને ઇન્ડિયન અમેરિકન તરીકે  ઓળખે છે .
આ અમેરિકાની આદિ વાસી પ્રજામાં ઘણી .. જાતિયો છે .જોકે હવે ચોક્ખી  ઇન્ડિયન જાતિ બહુ ઓછા પ્રમાણમાં છે ,બાકી મિશ્ર પ્રજા થઈગઈ છે .ચેરોકી જાતિ ઘણી આગળ પડતી ગણાતી ,એમાં એક siox જાતિ છે .જેનો ઉચ્ચાર સુઉ   કરાય છે .આ સુઉ   જાતિના એક જવાંમર્દ  યુવકની વાત કરવા હું જઈ રહ્યો છું .
એક આ સુઉ  જાતિનો એક માણસ હતો  તે સદાચારી ભક્ત જન હતો .એ ગોરી પ્રજાને પજવતો નહિ .અને એ લોકોની ચીજ વસ્તુ ની ચોરી પણ કરતો નહિ એટલે એ બીજા એની જાતિના લોકોની સરખામણીમાં ગરીબ હતો .તેનો એક દીકરો હતો, તેનું નામ હાસ્કા હતું .એક દિવસ હાસ્કાએ ઘોડા ઉપર સવારી કરી
ઘોડા ને ખુબ દોડાવ્યો . ઘોડો એટલો બધો ત્રાસી ગયો કે  હસ્કાને જુવે અને ઘોડો ફફડી જાય ,ઘોડાને એવી બીક લાગે કે આ મને હમણાં દોડાવશે . એ  પ્રસંગ પછી હસ્કાના બાપે એનું નામ હાસ્કા બદલીને ઇંગ્લીશમાં જેનો અર્થ crazy horse  થાય એવું નામ પોતાની ભાષામાં રાખ્યું .આ પછીથી હાસ્કો crazy horse ના  નામે ઈતિહાસમાં પ્રસિદ્ધ થયો .
અમેરિકન પ્રજા અંગ્રેજોથી સ્વતંત્ર થયાને લગભગ સો વર્ષ  વીત્યા હશે ત્યારે એક અતિ ક્રૂર બનાવ બન્યો .એમાં એક ગામ જેનો ગુજરાત અર્થ જખ્મીગોઠણ થાય .આગામમાં ગોરા લોકોએ  ભર ઊંઘમાં સુતેલા ઇન્ડિયનોને નિર્દયતાથી મારી નાખ્યા   .આ વાતથી  ક્રેઝી હોર્સને જનુન ચડ્યું .અને ગોરા લોકોને મારી હટાવવાનું પ્રણ લીધું સોરઠની ભાષામાં કહેવું હોય તો ક્રેઝીહોર્સ બહાર વટે નીકળ્યો .ગોરી પ્રજા ત્રાસી ગઈ .અને સરકારે ક્રેઝીહોર્સ ને જીવતો યા મૂવો પકડવા માટે મોટું ઇનામ કાઢ્યું .
ઇનામની લાલચમાં  ક્રેઝી હોર્સનો ખાસ મિત્ર  ફૂટ્યો .એણે ક્રેઝી હોર્સને ફસાવ્યો .તે ખૂટલ મિત્રે ક્રેઝી હોર્સને વાત કરી કે હવે  તારી માંગણીઓ સ્વીકારવા સરકાર તૈયાર થઈછે .માટે તું મારી સાથે ચાલ .ક્રીઝી હોર્સ મિત્ર ની વાત ઉપર વિશ્વાસ  રાખી  તેની સાથે પોલીસ સ્ટેશને ગયો .ત્યાં પોલીસ ક્રેઝી હોર્સને બંદીવાન કરવા ગઈ  એટલે  ક્રેઝી હોર્સ સમજી ગયો કે મારા મિત્રે મારી સાથે દગો કરીને મને ફસાવ્યોછે  એટલે એ મિત્રને મારવા ધસ્યો .એટલે ડયુટી   ઉપરના પોલીસે ક્રેઝી હોર્સને બયોનેટ ઘુસાડીને મારી નાખ્યો. એક વખત કોઈ ગોરે ક્રેઝી હોર્સનો ફોટો પાડવા પ્રયાસ કરેલો ત્યારે  ક્રેઝી હોર્સ  બોલ્યો કે હું તમને મારો પડછાયો આપવા માંગતો નથી .એટલે હાલ ક્રેઝી હોર્સનો ફોટો નથી જયારે  સીટીંગ બુલ, સ્ટેન્ડિંગ રોક  .રેડ ક્લાઉડ હી ડોગ .વગેરે ઈન્ડિયાનો ના ફોટા છે પણ ક્રેઝી હોર્સનો ફોટો નથી .
સાઉથ દકોતા સ્ટેટના માઉન્ટ રાષ્મોર પર્વત ઉપર  પ્રેસિડેન્ટ લિંકન વગેરે પ્રેસીદેન્તો વગેરેની મૂર્તિઓ કોતરેલી છે .તે જોવા  જાઓ ત્યારે વચ્ચે એક પર્વત ઉપર ક્રેઝી હોર્સનું સ્મારક કોઈ ક્રેઝી હોર્સ નો ચાહક બનાવી રહ્યો છે .વીસ વરસ કરતા વધુ સમયથી કામ ચાલુ છે .આ સ્થળની મુકત લેવાની ફી વીસ ડોલર હતી હવે કદાચ વધુ હશે .શાહ્બાશ  જવાંમર્દ  ક્રેઝી હોર્સ  તારી હિન્દીમાં મુવી બનાવવાની મને ઈચ્છા થઇ જાય છે.

અનરથનો નહિ પાર

અનરથનો   નહિ પાર આ જગનો  કેમ થશે ઉધાર
જગતમાં વધ્યો પાપાચાર જી   ………………………૧
ગાફલ ગેંડો ઘાસ ચરેને કરેન માંસાહાર જી
શીંગડું ચામડું લેવા કાજે  કરી નાખ્યો સંહાર ………..આ જગ માં.  ૨
બાકર બચ્ચાં કાંટા કરડે  ને માનું દૂધ  પીનારજી
કાળી માતા એનો ભોગ ન માંગે તોય માનવી મારે ધરાર ……………આ જગમાં  ૩
ગાયુંને ખીલે બાંધ્યા પછી એના પગ બાંધે ગોવાર જી
વાછરું છોડે ધાવવા કાજે પણ બોઘરે  દૂધ ની ધાર ………………………આ જગમાં ૪
એવા દુધનો પ્રભુની આગળ ભોગધરે નર નારજી
દંભી માનવીને જોયા પછી રોવા માંડ્યા  જુગદાધાર …………………આ જગમાં ૫
બે કર જોડી બોલે “અતાઈ” પ્રભુ રોશોમાં લગાર જી
અમે અપરાધી પામર જીવ તમે પાપીના તારણહાર ………………….આ જગમાં ૬
ભાવાર્થ ==ગેંડાના શીંગડા માંથી એવી દવા બને છે કે જે ખાવાથી મૈથુન શક્તિ વધી જાય છે .એવી માન્યતાના કારણેઅને  ગેંડાના  ચામડામાંથી   ઢાલ બને છે .એવી માન્યતાના કારણે  બાપડા ગેંડાને મારી નાખવામાં આવે છે .
બકરીના બચ્ચાં બાવળ  બોરડી નાં કાંટા વાળી કુણી ડાળખીયો   ખાયને  અને પોતાની માતાનું દૂધ પી ને મોટાં થાય છે એ માણસનાં બચ્ચાંની માફક કોકની માનું દૂધ નથી પી જતાં અને મહા કાળી માતા  આવા બચ્ચાને  મારી નાખીને મને ખવડાવો એવું નથી કેતાં  હવે કોઈ ગણપતિ દાદા ની મૂર્તિ દૂધ પીએ છે .એવી વાત વહેતી થયેલી એમ કાલીમા બકરા ખાવા માંડ્યાં છે  ,એવી વાતો કોઈ વહેતી કરે તો જુદી વાત છે .
હવે મુંબઈ અમદાવાદમાં રહેતા લોકોને બહુ ખબર ના હોય પણ ગામડામાં  ઉછરેલા માણસને તો ખબર હશેજ કે ગાયને દોતી વખતે  તેના પાછળના બંને પગને બાંધી  દ્યે છે કે જેથી કરી  ગાય પાટું ના મારી શકે  ,અને પછી એના બચ્ચાંને ધાવવા માટે છોડે બચ્ચાં ઉપરના પ્રેમને લીધે ગાયના આંચળમાં દૂધ ભરાય એટલે બચ્ચાંને ખસેડીને  ગાયના મુખ આગળ બાંધી દ્યે  ગાય બચ્ચાંને ચાટે એમ દૂધ આવતું જાય અને દૂધનું બોઘરું ભરાય જાય .હવે આવા દુધનો ભગવાનની મૂર્તિ આગળ ભોગ ધરાવે  આવા માણસોને જોયા પછી ભગવાનને એવું લાગેકે  આ મનુષ્ય જાતિને  બનાવીને અને એને બુદ્ધિની  સ્વતંત્રતા આપી  એ મારી મોટી ભૂલ હતી અને એના અફસોસમાં  ભગવાનની આંખો માંથી  આંસુ વહેવા માંડે . ત્યારે અતાઈ ભગવાન ને યાદ અપાવવા જાય કે બાપુ અમે તો પાપી લોકો છીએ અમે તો પાપ કરતા રહેવાના પણ આપ પતિત પાવન છો માટે અમને ક્ષમા કરતા રેજો .