Monthly Archives: ફેબ્રુવારી 2015

મિસ્ટર ચેસની મારા પ્રત્યેની વધુ લાગણી સભર વાતો

cobra_nindia-1

પ્રિન્ટીંગ પ્રેસમાંપ્રિન્ટીંગ પ્રેસમાં સખ્ત  મહેનતનું કામ કરવાનો હવે અંત આવ્યો  . ગમેતે કારણ હોય પણ મને શેઠે જાતે વાત કરીકે તમને હવે  આરામની નોકરી આપવી છે  .અને પગાર પણ વધારી દેવામાં આવશે   . આ સમાચાર જાણી હું તો બહુ ખુશ થઇ ગયો  ,બીજે દિવસે હું  જે જગ્યાએ જ્યાં  છાપવા માટેની પ્લેટો બનાવવામાં આવતી  તે જગ્યાએ  નોકરી ઉપર હાજર થયો  . અહી  પ્લેટો બનાવવાનું કામ એક બાબ  હેમલટન  નામનો  માણસ કામ કરતો  હતો  . બાબ ને શેઠે કીધેલું કે  તને મદદ કરવા  હેમત આવશે  , પણ એને  પ્લેટને લગતું કામ કંઈ  આવડતું નથી  . એ  તુને કમ્પની  માટે છે  . એમ તારે  સમજવાનું  છે  . બાબ મારા મિત્ર  જેવો હતો  .  પહલેજ દિવસે  હું જ્યારે બાબ પાસે નોકરી કરવા આવ્યો  , ત્યારે મેં તેને પૂછ્યું  . બાબ મારે અહી શું કામ કરવાનું  છે  . બાબ કહે તારે મને ઇન્ડિયાની અનબલીવબલ  વાતો સંભળાવવાની છે   . અને જલસો કરવાનો છે  .
બાબ મેનેજર ડેવિડનો માનીતો અને શેઠનો અણ માનીતો માણસ હતો  . એની પત્ની એનાથી છુટ્ટી થઇ ગઈ હતી  . એનું એને જરાય દુ :ખ  નોતું પણ એના બે દીકરાને  એની વાઈફને જજે  સોંપ્ય એનું એને પારાવાર  દુ :ખ  હતું  . આ  દુ :ખ  માંથી  મુક્તિ મેળવવાના  ખ્યાલ થી  એ દારૂ પીવાને રવાડે ચડી ગએલો  . પણ   કોઈએ કીધું છેકે  गलत  है  जाम  दिलोको करार देता है  वोतो पिने वालोको बे मोत  मार देता है  .
આ જગ્યાએ    એલ્યુમીનીયમ  ધાતુ  જેવી પાતળી લંબ ચોરસ લીલા રંગનું  કેમિકલ ચડાવેલી  પ્લેટ હોય  . બીજું કેમેરા ડીપાર્ટમેંટ   માંથી  શું શું છાપવાનું છે  એ મતલબના લખાણ  વાળો  લાંબો કાગળ આવે   આ કાગળને  લે આઉટ  કહેવાય   , અને  અક્ષરો વાળી નેગેટીવ આવે  આ નેગેટીવ બરાબર  છેકે નહિ એ  લે આઉટ સાથે સરખાવી જોવાય  પછી  નેગેટીવમાં  અ કાચના   અક્ષરો સિવાય  નકામાં ડાઘા પડ્યા હોય એ ડાઘને  એક સ્પેશીયલ  જાતના રંગથી  બુરી દેવામાં આવે  . પછી  પ્લેટને  એક મશીન  ઉપર બરાબર ગોઠવીને મુકવામાં આવે  અને એના ઉપર  ગોઠવીને નેગેટીવ મુકવામાં આવે  . પછી એને એક સ્પ્શીય્લ  જાતના  કાચના  કે જે કાચ પ્રકાશની ગરમી સહન કરી શકે  એવા કાચના  ઢાંકણાંથી  ઢાંકીને  એની નીચે હવા ભરવામાં આવે  હવા ઓટોમેટીક બટન દબાવો એટલે  ભરાવા માંડે  એત્લેપ્રથ્મ્નાkhanamaa પ્લેટ પ્રવેશ કરે     પછી બટન દબાવો  નેગેટીવ ખસી નો જાય  એ રીતે પ્લેટ અને નેગેટીવ ટાઈટ  થઇ જાય  અને પછી એને ઉંધી કરવામાં આવે અને  નીચે પાવર ફૂલ લાઈટ કરવામાં આવે  .  એટલે અક્ષરો પ્લેટ ઉપર ચોટી જાય  પછી પ્લેટને કાઢીને  જેમાં ત્રણ જાતના પ્રવાહી હોય એ મશીનમાં મુકવામાં આવે   પછી  બટન દબાવો એટલે મશીન ચાલુ થઇ જાય   . અને પ્રથમના  ખાનામાં  કેમિકલ હોય  એ અને બ્રશની મદદથી  અક્ષર સિવાયનો પ્લેટ ઉપરનો લીલો  પદાર્થ  સાફ થઇ જાય અને પ્લેટ બીજા ખાનામાં પ્રવેશ કરે આ ખાનમાં પાણી હોય એ પાણીથી પ્લેટ ધોવાય જાય અને પછી પ્લેટ ત્રીજા ખાનામાં પ્રવેશ  કરે અહી  પ્લેટ ઉપર ગામ ચોટી જાય આ ગમ પાણી જેવો પ્રવાહી હોય  . આ ગમને  કારણે અક્ષરો ઉપર પ્રકાશની કોઈ અસર નો થાય   . પછી પ્લેટ તૈયાર થઈને મશીનમાંથી   બહાર નીકળે  એટલે એને  પ્રેસના રોલમાં ફીટ થાય એ રીતે પ્લેટની બન્ને બાજુએ વાળવાની અને પછી પ્લેટના વાળેલા ભાગે  આ પ્લેટ ક્યાં ગામ માટે છે એ અને પ્લેટનો નમ્બર  શું છે એ પ્રેસ મેન ની  જાણ માટે લખવામાં આવે   .
કેમીલ્ક્લને પણ મીટરથી તપાસતું રહેવાનું અને જરૂર હોય તો એમાં કેમિકલ ઉમેરવાનું  .
એક દિવસ મેં  બાબને પૂછ્યું તું આવું બધું કામ  હાઇસ્કુલમાં  શીખ્યો કે કોઈ કોલેજમાં? બાબ કહે  તું જેમ મારી પાસે કામ કરવા આવ્યો છો એમ હું એક માણસ પાસે કામ કરતો હતો અને શીખી ગયો  .
મેં એક વખત બાબને કીધું મારે આ કામ શીખવું છે  .  એટલે મને  તું શીખવામાં મદદ કર   બાબ કહે તું તારે વ્યાધી ન કર  જલસા કર હું કામ કરું છું  . એ જોયા કર  . પણ ધીમે ધીમે હું બધુજ કામ શીખી ગયો  બાબ કહે તું બહુ હોશિયાર માણસ છો બહુ જલ્દી શીખી ગયો  . એક વખત મેં બાબને કીધું  તું હવે મારુકામ બેસીને જોયા કર  અને જો આ  કાઠીયાવાડી     ભાયડાના  ધુબાકા     અને હું બરાબર કામ કરવા માંડી ગયો  .  અને બાબ  અંદર દારૂ પીવાની સખત મનાઈ હોવા છતાં   ઘૂંટડો  ઘૂંટડો  પીધા કરે અને બેસી રહે   અને હું નેગેટીવ ચેક કરવાથી  માંડીને પ્લેટો  વાળવા  સુધીનું કામ કરવા માંડ્યો  . કોઈ વખત મને બાબ મારે ઘરે મૂકી પણ જતો   . એક વખત મેં એને બે ડોલર  આપ્યા તો બાબ કહે શામાટે આપે છે મેકીધું કોઈ વખત  તું મારા તરફથી દારૂ પીલે   બાબ કહે હું તારો મિત્ર છું  ડ્રાયવર નથી   . જોકોઈ ડી મને પૈસા આપવાની વાત કરીતો હું તુને  કારમાંથી અંતરિયાળ ઉતારી દઈશ   , બાબનું ઘર  મારા રસ્તામાં નોતું બહુ દુર હતું છતાં એ મને મારે ઘરે મૂકી જતો  .

હું અમેરિકામાં પ્રિન્ટીંગપ્રેસમાં નોકરી કરતો હતો .તે પ્રેસના માલિક john w ,chase february 18 august 9 2006

DSCN1016_3મિસ્ટર ચેસ જયારે  રશિયાથી  અમેરિકા  આવ્યા  ત્યારે સ્ટોર વાળાઓના  જાહેર ખબરોના ચોપાનિયાં સાઈકલ ઉપર બેસી ઘરોઘર આપવા જતા  એજ વ્યક્તિ  મૃત્યુ પામ્યા ત્યારે   મીલીનીયર હતા   .
મારી સાથે તેઓ એક મિત્રની માફક  શાંતિથી બધી વાતો કરતા એટલેજ મને એનો પ્રેમ યાદ આવે છે  .
એક કચ્છી દોહરો લખું છું   .
જીવતાં જેર મ થિયો  , સક્કર થિયો સેણ
મારી વેંધા  માડુઆ રોન્ધાં ભલેજા વેણ
હું બીજી વખત અમેરિકા આવ્યા પછી   પ્રિન્ટીંગપ્રેસમાં  નોકરી કરવા માંડ્યો   મને ઈંગ્લીશ બોલતાં કે  સમજતાં આવડતું નહિ   . એટલે મારે સખત મહેનતનું કામ કરવું પડતું  .પણ મને નોકરીથી સંતોષ હતો  , અને હું ખુશ હતો   .  પ્રેસના માલિક  મિસ્ટર ચેસનો  મારી સાથેનો લાગણી સભર વર્તાવ  ,એનો ઉપકાર   હું ભૂલી શકતો  નથી  .એટલે આજે મને નોકરી છોડ્યે  30 વરસ થઇ  ગયા  છે છતાં હું તેમને યાદ કરું છું  . અને એના વિશેનો  મારો  અનુભવ  “આતાવાણી ”  માં  લખવા  પ્રેરાયો છું   .  મિત્રોની જાણકારી  માટે   ,
આપણે સહુને ખબર છેકે  અમેરિકન માણસો  ભલે એ મોટા ઓફિસર હોય કે મોટા  શેઠ  હોય  પણ પોતાની મોટાઈનો ભાર  પોતાના માથે લઈને ફરતા નથી હોતા  .અહીના કોઈ બી માણસ  પોતાના નામ ટૂંકાવી નાખે છે  . સ્ટીવન્સન  હોયતો સ્ટીવ  ,  ડાનીયલ  તો  ડેની  ડેવિડ હોયતો દેવ   અને સ્ત્રીઓ કેથેરીન  હોયતો કેથી   એલીઝાબેથ હોયતો  લીસા  જેનાફર હોયતો  જેની  એનું નામ પુછોતો  પોતાનું ટૂંકું  નામજ કહે  ભાઈ કે બેન એવો  કોઈ પ્રત્યય લગાડવાનોજ નહિ  .  આપણાં બધા નહી  કેટલાક  લોકોને  તેમનું નામ પુછોતો  ભાઈનો પ્રત્યય લગાડીને કહે   “હિમ્મતલાલ ભાઈ ”
હું નોકરીમાં દાખલ થયો ત્યારે  આ પ્રેસનો માલિક કોણ છે   . એની શરૂઆતમાં મને ખબર નોતી પડતી  શેઠ દિવસમાં દસ વખત અથડાતા હોય  હું ઓળખું નહિ  . કોઈ કર્મચારી પાણી કે સોડા ઢોળીને હાલ્યો ગયો હોય   એ શેઠ પોતે કચરા પોતું લાવીને પોતે જાતે સાફ કરી નાખે   . ઢોળનારને   સાફ મ્ક્ર્વાનું તો નો કહે પણ  એટલું પણ નો કહે કે ભાઈ જરા ધ્યાન  રાખતો હોય તો  ?
એક દિવસ  મને   મારા લંચના  ટાઈમે  શેઠ મળ્યા  . હાઈ હલ્લો કહીને મને પૂછ્યું  . તમને અહી નોકરી કરવાનું ગમે છેને ? હું પણ અહીના બીજા  રોદણાં રડનાર  કર્મચારીની માફક  બોલ્યો  . ગમે તો છે પણ  આ શેઠ છેને ઈ બહુ કંજૂસ  માણસ છે  બહુ પગાર નથી આપતો   આમ તો મને ખરું પૂછવામાં આવે તો    હું બહુ રાજી હતો    કેમકે  મારી ભારતની કમાણી  કરતા હું ઘણું કમાતો  હતો
મારા જવાબ સાંભળીયા પછી    શેઠના  ચહેરા ઉપર કંઈ ફેર પડ્યો નહિ  . તેઓ બહુ શાંત  ચિત્તે  બોલ્યા એવું કંઈ નથી જુઓ તમે દાખલ થયા ત્યારે  તમને કીધેલું કે  તમને કલાકના બે ડોલર લેખે પગાર આપવામાં આવશે  અને તમને સવા બે ડોલર લેખે પગાર  નોતો ચૂકવ્યો  ? અને તમને કીધેલું કે  ત્રણ મહિના પછી તમારો  પગાર વધારવામાં આવશે  અને તમારો પગાર  બે મહિના  પછી નોતો વધારી  આપ્યો ?
થોડા વખત પછી  મને ખબર પડી કે જેને મેં  કંજૂસ કહ્યો હતો એતો  આ આખા પ્રિન્ટીંગ પ્રેસનો માલિક છે  . અને એની થાળીમાં મારા જે વા  હજાર માણસનો  રોટલો છે  . એટલે હું એની સાથે બહુ વાત ચિત ન કરું  પૂછે એનો ટુંકાણમાં  જવાબ આપું   . એક વખત હું જ્યારે એમને એકાંતમાં મળ્યો  ત્યારે મને એમણે મને મ્કીધું કે તમે મારાથી સંકોચ ન રાખો   તમારા જેવો માણસ  મને  હજી સુધી મળ્યો નથી  . તમે મારા મિત્ર છો અને રહેવાના પણ છો  . પછી એની સાથે હું મિત્ર ભાવે વરતું  કોઈ નવી છોકરી નોકરી કરવા આવી હોય તો મને કહે  આ છોકરીને તમે જોઈ કેવી રૂપાળી  છે નૈ ? મને પૂછે તમારા દેશમાં  તમને આવી છોકરી મ્મલે તો તમે એના સાથે  કેવી રીતે વાત કરો ? મેં કીધું શેઠ ભારતની છોકરીઓ   સાથે બહુ સમજી વિચારીને બોલવું પડે  નહીતર બીજે દિવસે  એ એના ભાઈ પાસે  તમને માર ખવડાવે  એવી કોઈક ચાલતો પૂરજો છોકરી લાગે તો એને અમે એમ કહીએ   क्यों  टम टम  इतनी बन ठनके  आज किसका  नसीब उजागर करने जा रही हो  .

ઘણા વખત પછી આતા પાછા હાદ પર….

વહાલા બ્લોગર  મિત્રો અને બ્લોગ વાંચનારા સ્નેહીઓ  .
આ  લખાણ શ્રી સુરેશ જાનીના બ્લોગ હાસ્ય દરબાર માંથી  એમની કૃપાથી લીધેલ છે  .

https://dhavalrajgeera.wordpress.com/2015/02/15/aataa/

ગાંઠનું ગોપીચંદન અને ગુગા ભગતના ગોરખ ધંધા

cobra_nindia-1

જુનાગઢ જીલ્લાના ગામ હાટીના માળીયામાં હાટિ પાટીમાં ગુગા ભગત નામનો એક કુંભાર રહે  . કુંભાર શબ્દ કરતાં પ્રજાપતિ  સારો શબ્દ છે  . એટલે  કુંભાર માટે  પ્રજાપતિ શબ્દ વાપરવો એ વધારે યોગ્ય છે  .
શીર્ષકમાં   જે” ગોરખ ધંધા” શબ્દ છે  . એ  ખાસતો ચાલાકી  માટે  છેતરપીંડી માટે વાપરવામાં આવે છે   .પાકિસ્તાનના ગજલ  , કવ્વાલી  ગાવા વાળા “ગોરખધંધા” શબ્દ ઘણી વખત વાપરતા હોય છે  . “ये कैसा गोरख धंधा है “પણ અહી આ  ગોરખ ધંધા  ગુગા ભગત માટે  સારી સારી  વાતો માટે છે  . કેમકે ગુગાભગત બહુ સેવા ભાવી માણસ હતા   .ગુગા ભગત કુંભાર કામ માટે બહુ કુશળ કારીગર હતા  . હોકાની ચલમ આજુબાજુના કેટલાય ગામોમાં  કોઈ કુંભાર ગુગા ભગત જેવી હોકાની ચલમ બનાવી  નોતો શકતો  .
કુંભાર કામ ઉપરાંત  ગુગા ભગત  વૈદું પણ કરી  શકતા  . તેમની કેટલીય ઓશધિઓ ગધેડાં માંથી ઉત્પન્ન થતી   . ગધેડી વ્યાય  ત્યારે એની જે ઓર  હોય એ સુકવીને સાચવી રાખતા    . કોઈને તજા ગરમી હોય  એલોકો  ઓરનો નાનો કકડો  ઉકાળેલા  પાણીથી  ભરેલા વાસણમાં મૂકી   એમાં  અમુક    સમય સુધી પગ બોળી રાખે તો એની  તજાગરમી  મટી જાય  ગધેડીનું વ્યાયા પછી  એ બચ્ચું  પહેલો મળ કરે  એ પણ સાચવી રાખે કોઈને મોઢામાં ચાંદી પડી હોય તો  આ મળનો  નાનો કકડો મોઢામાં મૂકી રાખે તો એની ચાંદી માટી જાય  બચ્ચું જન્મ્યા પછી  પહેલો પેશાબ કરે  એ પેશાબ કુરડીમાં ભરી રાખે અને કોઈને આંખ  દુ :ખતી હોય એની આંખમાં ફક્ત બેજ ટીપાં નાખવાથી  આંખનો   રોગ દુર થઇ જાય  સ્ત્રીની આંખ માટે  નર  બચ્ચાનો અને  પુરૂષની આંખ માટે   નારી બચ્ચાના મુત્રનો ઉપયોગ  કરવામાં આવે ,   ગધેડીનાં એક મહિનાના  બચ્ચાં વાળ  કાપીને  સાચવી રાખવામાં આવે  . અને આ વાળને  તાવીજમાં મૂકી  એ વાળ વાળું તાવીજ  ડોકમાં પહેરવાથી અથવા બાવળા ઉપર બાંધી રાખવાથી કોઈ મુઠ ચોટ કે મેલી વિદ્યાની  કોઈ અસર થાય નહિ  . અને પુરુષને કોઈ ચુડેલ  વળગે નહિ અને  સ્ત્રીને  કોઈ ભૂત વળગે નહિ   .
કોઈને ભૂત  કે ચુડેલ વળગી હોય તો  ગુગા ભગત   ધૂણીને  ભૂત કે ચુડેલ ભગાડી મુકે  . ગુગા ભગત  હડમાન જતી કાળ ભૈરવ   સિકોતર વગેરે અનેક દેવ દેવતાઓના ભુવા હતા  . કોઈને અસાધ્ય રોગ હોય એ પણ મટાડી દેવાનો એનો દાવો હતો  કોઈને પટમાં દર્દ થતું હોય  અને ગુગા ભગત પાસે આવે એટલે ગુગા ભગત  પોતાના સાત કામ પડતા મુકીને   દર્દીને તપાસે  દર્દીને  જમીન ઉપર  ચતો  સુવડાવી અને પોતાના હાથ દર્દીના પેટ ઉપર મુકીને  દર્દીને પૂછતાં જાય  કે ક્યે ઠેકાણે  દુ:ખાવો છે   . ? દર્દી બતાવે કે આ  ઠેકાણે  મને દુ :ખે છે  એ જગ્યાએ  ગુગા ભગત  રાખનો ચાંદલો કરી  નિશાન કરે  અને પછી  ધગાવેલ લોખંડના સળીયાથી દામ દ્યે  . ઘણી વખત એવું બને કે  પેટ  વાલ જેવા વાયડા કઠોળનું  શાક વધુ પડતું  ખાવાના કારણે પેટ દુ :ખતું હોય એતો  જાજરૂ જઈ આવો એટલે મટી જતું હોય  . પણ આ ગુગા ભગતના  ડામ ઘડીકમાં માટે નહિ  .
કોઈને  સાપ  કરડ્યો હોય   . અને ગુગા ભગતને  બોલાવી આવે  ગુગો ભગત  દર્દીને જુવે  દર્દીની આંખો ચકળ વકળ  થાતી હોય  જીવવાની કોઈ આશા ન હોય તો  ગુગોભગત કહે દ્યે કે આ  શેષનાગના   વંશનો  નાગ કરડ્યો છે।  એટલે ઉતરશે નહિ  .
ગુગા  ભગત બહુ નીચા કદના હતા  . માથે મોટી પાઘડી બાંધે અને ઉંચી એડીના  જોડા પહેર્યા હોય ત્યારે માંડ  સાડા ચાર  ફૂટ ઊંચા થાય  .અને વજનમાં પણ બહુ હળવા  કોક લોંઠકો  માટી ફૂંક મારે તો ઉડી જાય   . પણ એમના ઘરવાળાં ગુંગું પુરા  સવા છ ફૂટ ઊંચા હો  . વરસાદમાં ગારો કીચડ હોય ત્યારે ગુંગું ભગતને  હાલવા નો દ્યે  ઈતો  ભગતને  કાંખમાં   તેડીને   ચાકડા  પાસે મૂકી આવે  . ભગત  કોઈ પાસેથી  દવા દારુનાં  કે મંત્ર  તંત્ર  નાં  પૈસા નો લ્યે   . ભગત કવા ક્સુમ્બાના  બંધાણી  ખરા   હોકો ગુડ ગુડાવે  જયારે કસુંબો  પીધો હોય  . અને બરાબર નિશામાં હોય અને પછી વાતુના તોરમાં  ચડે  કોક ગલઢેરા  ભગતની સામે બેઠા હોય  .અને વાત વહેતી કરે  કે આ યુરુપીન (યુરોપીયન ) લોકુ નથી  એ ગધેડીનું દૂધ પી ને મોટા થયા હોય  .
જો કોઈનો વાંસો  દુ :ખતો હોય  અને ભગત પાસે સારવાર કરાવવા આવે તો ગુગો  ભગત  ઘોડાની  નાળનો ડામ દ્યે  હો  .  આવી કોઈ ક્રિયા માટે ભગત  કોઈ પાસેથી એક કાવડિયું પણ લ્યે નહિ  . આવા સેવા ભાવી  હતા   .  આ આજે મેં ગુગા ભગતની ગોવરવ ગાથા પૂરી કરી  .. એય રામ રામ

ખડ સુક્યા બાવળ બળ્યા થોરીયાય સુકાણાં કીએ અપરાધે મેહુલા તમે અમ પર કોપાણાં .

એક વરસ સોરઠમાં કારમો દુષ્કાળ પડ્યો .માણસોને ખાવાના સાંસા પડ્યા ,ઢોર ઢાંખર મરવા માંડ્યાં ,આવા સમયે એક ખેત મજુરની પત્ની કે જે બહુ બધોડકી ,બહુ ખાધોડકી , પોતાના પતિને પણ મારતાં વાર ન કરે , દાધારીન્ગી ,અલેકરી .ગાલાવેલી ,વાત વાર્ય અને કોઈ વાત પોતાના પેટમાં રાખી ન શકે એવી હતી . અને તોછડી હતી , એક વખત એણે તાડુકીને પોતાના પતિને કીધું . મારા પિટીયા આ દકાર પડ્યોસ ઈની તુને ખબર નથી પડતી ? તું ચૂલાની પાર પાસે બેઠો બેઠો બીડીયું ફૂંક્યા કરસ . જા ક્યાંક શેર પાટણ જા કંઈક કામ ધંધો કર હવેતો ચીણો પણ ખૂટવા આવ્યો . કીવાના રોટલા ઘડીને તારા ભાણામાં ગુડું , ?( ગુડું= આપું ) આલે આ સ્યાર (ચાર )દોકડા દઉં છું ઈ વાપરજે અને કૈંક કામ ધંધો ગોતજે જો કમાયા વગર ઘેર આવ્યો તો મારા જીવી ભૂંડી નથી ભાળી તુને માર્યા વગર સંસ્તો નહી મુકું . બાપડો ખંભે ખેસ્ડો નાખીને જુનાગઢને માર્ગે વેતો થયો . થોડો આગળ ચાલ્યો .એટલામાં એને પોતાના જેવો વાટ માર્ગુ બ્રાહ્મણ મળ્યો , એ બ્રાહ્મણને પણ જુનાગઢ જવું હતું .ખેત મજુર બ્રાહ્મણ ને જોઈ બોલ્યો ગોરબાપા પાય લાગુ છું .બદલામાં ગોરબાપા બોલ્યા આશીર્વાદ .એ બાપા કીની કોર્ય જાવસ ? ગોરબાપો કહે હું જુનાગઢ જાઉં છું . તો તો ભારી કામ થયું . ઠેઠ સુધીનો આપણે સથવારો થયો . મારે પણ જુનાગઢ જવું છે . હવે બાપા કોક જ્ઞાન બાનની વાતું કરો તો પંથ કપાય અને કાન પવિતર થાય . બ્રાહ્મણ બોલ્યો .સરકારી માણસ બોલાવે તો એની પાસે જવું ભાગવું નહિ મજૂરે દક્ષિણા પેટે દોકડો આપ્યો .બ્રાહ્મણે દોકડો નો લીધો અને બોલ્યો હું અજાચક વૃત ધારી સુદામા જેવો બ્રાહ્મણ છું . ભિખારી બ્રાહ્મણ નથી . મજુર બોલ્યો .બાપા અમારી સાત પેઢીમાં કોઈએ બ્રાહ્મણનો ઉપદેશ મફત નથી સાંભળ્યો . તો હું અમારા વડવાઓનું પ્રણ કેમ તોડું ? માટે મારા ઉપર કૃપા કરીને મારું દાન સ્વીકારો . એટલે બ્રાહ્મણે દોકડો લીધો અને ખીસામાં મુક્યો . વળી બીજો ઉપદેશ આપ્યો કે જ્યાં બેનું દીકરીયું પાણી ભરતિયું હોય એવા પનઘટ ઉપર જઈને ખાવું પીવું કે હાથપગ ધોવા ન બેસવું . પણ થોડું દુર જવું .વળી દોકડો લીધો અને ખિસ્સામાં મુક્યો .અને ત્રીજું વાક્ય બ્રાહ્મણ બોલ્યો કે કુભાર્યા હોય એવી સ્ત્રીને ભલે તે પોતાની પત્ની હોય તોપણ એની આગળ કોઈ અગત્યની વાત સાચી કહેવી નહિ . નહીતર દધારંગી દવ બાળે અને સામાંર્લાનો ભવ બાળે ” અને ચોથું સુવાક્ય કીધું કે રાજા મહારાજા આગળ કદી ખોટું ન બોલવું એની આગળ સત્ય બોલવું . મજુરના ચાર દોકડા પુરા થયા .અને જુનાગઢ પણ આવ્યું . બ્રાહ્મણ એને જ્યાં જવું હતું ત્યાં ગયો . અને મજુર ગીરનાર ચડવાના પગથીયાં પાસે જઈ રહ્યો હતો . એટલામાં પોલીસ એક બિનવારસી મૃત્યુ પામેલ બાવાની લાશની અંતિમ વિધિ કરવાની તજવીજ કરી રહ્યા હતા . એણે આ મજુરને બોલાવ્યો . મજુરને બ્રહ્મ વાક્ય યાદ આવ્યું .એ તુર્ત પોલીસ પાસે ગયો . પોલીસે પૂછ્યું તું શું કામ ધંધો કરે છે ? મજુર કહે સાબ હું મજુરી કરું છું . તું આ બાવાની લાશને દાટી આવીશ ? તુને બાર આના આપીશું . મજુર કહે હા હું એને જરૂર દાટી આવીશ મને કોશ અને પાવડો અને ટોપલો આપો . પોલીસે તેને માગ્યા મુજબની વસ્તુ આપી . મજૂરે ટોપલો પોતાના માથે મુક્યો અને ખંભે નાખી અને એક હાથમાં કોશ પાવડો લીધો .અને લાશને દાટવા રવાના થયો . જંગલમાં જઈ ખાડો ખોદ્યો અને ખાડો તૈયાર થયો એટલે ખભેથી લાશને ખાડામાં ફેંકી બાવો થોડો મજુરની માસીનો દીકરો હતો કે લાશને ખાડામાં પ્રેમથી પધરાવે . લાશને જેવી ખાડામાં જોરથી ફેંકી એટલે બાવાની બાવાની જટા વિખાણી અને લંગોટી છૂટી એટલે બાવાએ છુપાવેલી ગીનીઓ સોના મહોરો લંગોટીમાંથી અને જટામાંથી નીકળી પડી . માંજુરેતો બ્રાહ્મણનો મનોમન ઉપકાર માન્યો કે બાપા તમારું ભલું થાજો આ તમારું વાક્ય તો વેદ વાક્ય કરતા પણ વધી ગયું . મજૂરે સોના મહોરો વીની લીધી અને બાવાની લંગોટી ખોલી એતો એક વાર કપડામાં સંકેલીની બનાવેલી હતી . એ કોપીનમાં બધી ગીનીઓ મુકીને પોટકી બાંધીને હાલતો થયો . પોલીસને ટોપલો વગેરે સાધનો સોંપી મજુરીના બાર આના લઇ સીધો કંદોઇની દુકાને ગયો . અને મેસુબ મગસના લાડુ વગેરે મીઠાઈ ખરીદી બે પડીકા બંધાવ્યા એક શુકનિયાળ દોકડા દેનારી પત્ની માટે અને બીજું પડીકું પોતાના ખાવા માટે .અને ઈતો ભાઈ ઘર તરફ જવા હાલતો થઇ ગયો . અને નદીકિનારે પનઘટ થી દુર બ્રાહ્મણની આજ્ઞા પ્રમાણે ખાવા બેઠો . ખાઈ પી ને પરવાર્યા પછી હાલતો થયો .પણ ગીનીની પોટકી લેવાનું ભૂલી ગયો . થોડે દુર ગયો ત્યારે યાદ આવ્યું . એટલે પોટકી લેવા પાછો ફર્યો અને જ્યાં ખાવા બેઠો હતો .એ જગ્યાએ ગયો તો ગીનીની પોટકી એમજ હેમ ખેમ પડી હતી . બ્રાહ્મણ નો ઉપકાર માનતો ઘરે પહોંચ્યો . એની ઘરવાળીએ જોયો અને જોરથી બોલી આવ્યો મારો પીટીયો કામાનો બાવો ધોએલ મુરા જેવો . એમ બોલી મારવા માટે કપડા ધોવાનો ધોકો લીધો . ઘભરાએલો પતિ કરગરીને બોલ્યો તારે પગે લાગુ મારી વાત પેલાં સાંભર પછી મારવા દોડજે . પત્ની બોલી જલ્દી ભસ શું કહેવું છે ?પતિએ વિગતથી બધી વાત કરી એના માટે મીઠી લાવેલો એ પડીકું આપ્યું . એટલે પત્ની ખુશ ખુશ થઇ ગઈ અને ભેટી પડી . અને ગીની લઈને બજારે ગઈ અને ઘી , રવો ,કાજુ બદામ પીસ્તા દ્રાક્ષ લઇ આવી અને શીરો બનાવવા મંડી અને એણે પતિ ને પૂછ્યું . એટલી બધી ગીનીયો ક્યાંથી કમાયા ? પતિને બ્રાહ્મણ નું વચન યાદ આવ્યું કે ગાલાવેલી બાયડી ને ગુપ્ત રાખવા જેવી વાત સાચી ન કહેવી . એટલે આ મારી ઘરવાળી બ્રાહ્મણના વર્ણન મુજબની કદર કુટી છે . એટલે એને સાચી વાત ન કીધી પણ એવું કીધું કે તે જે ચાર દોકડા દીધા હતા એતો બહુ શુકનિયાળ નીવડ્યા ,આ દોકડા નું મેં ખોરું કોપરું ખોરો ખજુર અને બગડેલું એરંડિયું લીધું . અને બધું ખાધું અને મારા પેટમાં જોરદાર વાઢ અને વીંટ આવી પછી હું ઝાડે ફરવા ગયો . અને પરક પરક ક્ર્તાકને સોનાના પાસા નીકળ્યા આ પાસા મેં વેંચ્યા એની આ ગીનીઓ આવી હવે આ વાત તું કોઈને કહેતી નહિ . પત્ની કહે હો હું કોઈનેય નહિ કહું આ તમારા સમ ખાઈને કહું છું . પતિની વાત સાંભળીને એ રસોડામાં ગઈ અને શીરો બનાવવા મંડી શીરાની સુગંધ સાંભળી એની પાડોશન આવી અને પૂછ્યું . આ દુકાળ વરસમાં તમારા ઘરમાં શીરો પૂરી કેમ બનવા મંડ્યા। ? અલેકરીએ બધી વાત કહી દીધી . પાડોશનને વિચાર આવ્યો કે મારે ક્યાં પતિ નથી ? હું પણ મારા પતિને આવું બધું ખવડાવું અને સોનાના પાસા કઢાવું . એણે તો બાપુ એના પતિને આવું બધું ધરાર ખવડાવ્યું . અને પતિને પેટમાં જોરદાર દુખાવો ઉપાડ્યો પતિ કહે મારે કળશીએ (શોચ ક્રિયા કરવા ) જવું પડશે , એની પત્ની કહે અહીંજ આંગણામાં કરી લ્યો આજે મારે વત્સવીત્રીનું વૃત છે ,આજે મારે તમારી બરાબરની સેવા કરવી છે . એટલે હું સાફ કરી નાખીશ . પતિને પેટમાં ભયંકર દુ:ખાવો ઉપાડ્યો . અને મરી ગયો . અને પોલીસે બાઈની ધરપકડ કરી એને પોલીસે પૂછ્યું કે આવી મુર્ખામી સલાહ તુને કોણે આપી . એ સાચું બોલી પોલીસેe બાઈની અને એના કહેવાથી એના પતિની ધરપકડ કરી મહારાજા આગળ મુખ્ય ગુન્હેગાર ગીની વાળાને રજુ કર્યો એને મહારાજા આગળ ગોર બાપાએ કહ્યા પ્રમાણે સાચી વાત કરી . મહારાજાએ એને સત્ય બોલ્યો એમાં માફી આપી .અને એને પૂછ્યું તારે કઈ કહેવું છે . ? એણે બંને સ્ત્રીઓને માફી આપવા માટે મહારાજને વિનંતી કરી મહારાજાએ એની વિનંતીV

એક વરસ સોરઠમાં   કારમો  દુષ્કાળ પડ્યો   .માણસોને ખાવાના સાંસા પડ્યા   ,ઢોર ઢાંખર  મરવા માંડ્યાં  ,આવા સમયે એક ખેત મજુરની પત્ની કે જે  બહુ બધોડકી  ,બહુ ખાધોડકી  , પોતાના  પતિને પણ મારતાં વાર ન કરે  ,  દાધારીન્ગી  ,અલેકરી  .ગાલાવેલી   ,વાત વાર્ય અને  કોઈ વાત    પોતાના પેટમાં રાખી ન શકે  એવી હતી  .  અને  તોછડી હતી  ,
એક વખત એણે તાડુકીને પોતાના પતિને કીધું  . મારા પિટીયા  આ દકાર પડ્યોસ ઈની તુને ખબર નથી પડતી ? તું   ચૂલાની પાર પાસે બેઠો બેઠો બીડીયું ફૂંક્યા   કરસ  .   જા ક્યાંક શેર પાટણ  જા કંઈક કામ ધંધો કર  હવેતો ચીણો પણ ખૂટવા આવ્યો  . કીવાના રોટલા  ઘડીને તારા ભાણામાં ગુડું ,  ?( ગુડું= આપું ) આલે આ સ્યાર (ચાર )દોકડા દઉં છું  ઈ વાપરજે અને કૈંક  કામ ધંધો  ગોતજે    જો  કમાયા વગર ઘેર  આવ્યો  તો  મારા જીવી ભૂંડી નથી ભાળી   તુને માર્યા વગર  સંસ્તો  નહી મુકું  . બાપડો ખંભે  ખેસ્ડો નાખીને જુનાગઢને  માર્ગે વેતો થયો  .  થોડો આગળ  ચાલ્યો  .એટલામાં એને પોતાના જેવો વાટ માર્ગુ બ્રાહ્મણ   મળ્યો   , એ બ્રાહ્મણને પણ જુનાગઢ  જવું હતું  .ખેત મજુર   બ્રાહ્મણ ને જોઈ બોલ્યો ગોરબાપા  પાય લાગુ છું  .બદલામાં ગોરબાપા બોલ્યા આશીર્વાદ .એ બાપા કીની કોર્ય  જાવસ  ? ગોરબાપો કહે હું જુનાગઢ જાઉં છું  .  તો તો ભારી કામ થયું   . ઠેઠ સુધીનો   આપણે સથવારો થયો  . મારે પણ જુનાગઢ  જવું છે  . હવે બાપા કોક જ્ઞાન  બાનની વાતું કરો તો  પંથ કપાય  અને કાન પવિતર થાય  . બ્રાહ્મણ  બોલ્યો  .સરકારી માણસ બોલાવે તો એની પાસે જવું ભાગવું નહિ
મજૂરે  દક્ષિણા પેટે દોકડો આપ્યો   .બ્રાહ્મણે દોકડો નો લીધો અને બોલ્યો  હું અજાચક વૃત ધારી  સુદામા જેવો બ્રાહ્મણ  છું  . ભિખારી  બ્રાહ્મણ નથી   . મજુર બોલ્યો  .બાપા અમારી સાત પેઢીમાં કોઈએ બ્રાહ્મણનો  ઉપદેશ મફત નથી સાંભળ્યો  .  તો હું અમારા વડવાઓનું પ્રણ કેમ તોડું ? માટે મારા ઉપર કૃપા કરીને  મારું દાન સ્વીકારો   . એટલે બ્રાહ્મણે દોકડો લીધો અને ખીસામાં મુક્યો  . વળી બીજો ઉપદેશ આપ્યો કે  જ્યાં બેનું દીકરીયું   પાણી ભરતિયું  હોય એવા પનઘટ ઉપર જઈને ખાવું પીવું કે હાથપગ  ધોવા ન બેસવું  . પણ થોડું દુર જવું  .વળી દોકડો લીધો અને ખિસ્સામાં મુક્યો  .અને ત્રીજું વાક્ય બ્રાહ્મણ બોલ્યો કે  કુભાર્યા  હોય એવી સ્ત્રીને  ભલે તે પોતાની પત્ની હોય તોપણ એની આગળ કોઈ અગત્યની વાત સાચી કહેવી નહિ  . નહીતર દધારંગી દવ બાળે અને સામાંર્લાનો ભવ બાળે ”     અને ચોથું  સુવાક્ય કીધું કે  રાજા મહારાજા આગળ કદી ખોટું ન બોલવું  એની આગળ સત્ય બોલવું  . મજુરના ચાર દોકડા પુરા થયા  .અને જુનાગઢ પણ આવ્યું  . બ્રાહ્મણ એને જ્યાં જવું હતું ત્યાં ગયો  .  અને   મજુર   ગીરનાર ચડવાના પગથીયાં પાસે જઈ રહ્યો હતો  . એટલામાં  પોલીસ એક બિનવારસી  મૃત્યુ પામેલ બાવાની લાશની અંતિમ  વિધિ કરવાની તજવીજ કરી રહ્યા હતા  . એણે આ મજુરને બોલાવ્યો  . મજુરને બ્રહ્મ  વાક્ય યાદ આવ્યું  .એ તુર્ત પોલીસ પાસે ગયો  .  પોલીસે પૂછ્યું  તું શું કામ ધંધો કરે છે ? મજુર કહે સાબ હું મજુરી કરું છું   .  તું આ બાવાની લાશને દાટી આવીશ ? તુને બાર આના આપીશું  .  મજુર કહે હા હું એને જરૂર દાટી આવીશ  મને કોશ અને પાવડો અને ટોપલો  આપો   . પોલીસે તેને માગ્યા મુજબની વસ્તુ આપી   .  મજૂરે ટોપલો  પોતાના  માથે મુક્યો અને ખંભે નાખી  અને એક હાથમાં કોશ પાવડો લીધો  .અને લાશને  દાટવા રવાના થયો  .  જંગલમાં જઈ ખાડો ખોદ્યો અને ખાડો તૈયાર થયો એટલે  ખભેથી    લાશને ખાડામાં ફેંકી   બાવો થોડો  મજુરની માસીનો દીકરો હતો કે  લાશને ખાડામાં પ્રેમથી પધરાવે  . લાશને જેવી ખાડામાં જોરથી ફેંકી એટલે બાવાની બાવાની જટા  વિખાણી અને લંગોટી છૂટી  એટલે  બાવાએ છુપાવેલી ગીનીઓ સોના મહોરો લંગોટીમાંથી  અને જટામાંથી   નીકળી પડી   . માંજુરેતો બ્રાહ્મણનો  મનોમન  ઉપકાર માન્યો કે બાપા તમારું ભલું થાજો આ તમારું વાક્ય તો વેદ વાક્ય કરતા પણ વધી ગયું  .
મજૂરે સોના મહોરો વીની લીધી અને બાવાની લંગોટી ખોલી એતો એક વાર કપડામાં સંકેલીની બનાવેલી હતી   . એ કોપીનમાં  બધી ગીનીઓ મુકીને પોટકી બાંધીને હાલતો થયો  . પોલીસને ટોપલો વગેરે સાધનો સોંપી મજુરીના બાર આના લઇ સીધો કંદોઇની દુકાને ગયો  . અને મેસુબ મગસના લાડુ વગેરે મીઠાઈ  ખરીદી   બે પડીકા બંધાવ્યા એક શુકનિયાળ દોકડા દેનારી પત્ની માટે અને બીજું પડીકું પોતાના ખાવા માટે  .અને ઈતો   ભાઈ ઘર તરફ જવા હાલતો થઇ ગયો   . અને નદીકિનારે   પનઘટ થી દુર બ્રાહ્મણની આજ્ઞા પ્રમાણે ખાવા બેઠો  . ખાઈ પી ને પરવાર્યા પછી  હાલતો થયો  .પણ ગીનીની પોટકી   લેવાનું ભૂલી  ગયો  .  થોડે દુર ગયો ત્યારે યાદ આવ્યું  . એટલે પોટકી લેવા પાછો ફર્યો  અને જ્યાં ખાવા બેઠો હતો  .એ જગ્યાએ ગયો તો ગીનીની પોટકી એમજ હેમ ખેમ પડી હતી  . બ્રાહ્મણ નો ઉપકાર માનતો  ઘરે પહોંચ્યો  . એની ઘરવાળીએ જોયો અને જોરથી બોલી આવ્યો મારો પીટીયો  કામાનો બાવો  ધોએલ મુરા જેવો  .  એમ બોલી મારવા માટે કપડા ધોવાનો ધોકો લીધો  . ઘભરાએલો  પતિ  કરગરીને બોલ્યો  તારે પગે લાગુ મારી વાત પેલાં  સાંભર પછી મારવા દોડજે   . પત્ની બોલી જલ્દી ભસ  શું કહેવું છે  ?પતિએ  વિગતથી બધી વાત કરી એના માટે મીઠી લાવેલો એ પડીકું આપ્યું  .  એટલે પત્ની ખુશ ખુશ  થઇ ગઈ અને ભેટી પડી  . અને ગીની લઈને  બજારે ગઈ અને  ઘી  , રવો  ,કાજુ બદામ પીસ્તા દ્રાક્ષ  લઇ આવી અને શીરો બનાવવા મંડી
અને એણે  પતિ ને પૂછ્યું  . એટલી બધી ગીનીયો ક્યાંથી કમાયા ?   પતિને બ્રાહ્મણ નું વચન યાદ આવ્યું કે ગાલાવેલી  બાયડી  ને ગુપ્ત  રાખવા  જેવી વાત  સાચી ન કહેવી  . એટલે આ મારી ઘરવાળી  બ્રાહ્મણના  વર્ણન મુજબની કદર કુટી છે  . એટલે એને સાચી વાત ન કીધી પણ એવું કીધું કે  તે જે ચાર દોકડા દીધા હતા એતો બહુ શુકનિયાળ   નીવડ્યા  ,આ દોકડા  નું મેં  ખોરું કોપરું ખોરો ખજુર  અને બગડેલું  એરંડિયું લીધું  .  અને બધું ખાધું  અને મારા પેટમાં  જોરદાર  વાઢ  અને વીંટ આવી પછી હું ઝાડે ફરવા  ગયો  . અને પરક  પરક  ક્ર્તાકને  સોનાના પાસા નીકળ્યા  આ પાસા મેં વેંચ્યા એની આ ગીનીઓ આવી  હવે આ વાત તું કોઈને કહેતી નહિ  . પત્ની કહે હો હું કોઈનેય  નહિ કહું   આ તમારા સમ ખાઈને કહું છું  .
પતિની વાત સાંભળીને   એ રસોડામાં ગઈ અને શીરો બનાવવા મંડી  શીરાની સુગંધ સાંભળી   એની પાડોશન આવી અને પૂછ્યું  . આ દુકાળ વરસમાં તમારા ઘરમાં શીરો પૂરી કેમ બનવા મંડ્યા। ? અલેકરીએ  બધી વાત કહી દીધી   . પાડોશનને  વિચાર આવ્યો કે  મારે ક્યાં    પતિ નથી ?  હું પણ મારા પતિને આવું બધું ખવડાવું અને સોનાના પાસા કઢાવું   . એણે  તો બાપુ એના પતિને આવું બધું ધરાર ખવડાવ્યું  . અને પતિને પેટમાં જોરદાર દુખાવો  ઉપાડ્યો  પતિ કહે મારે કળશીએ  (શોચ ક્રિયા કરવા ) જવું  પડશે   , એની પત્ની કહે અહીંજ આંગણામાં  કરી લ્યો આજે મારે વત્સવીત્રીનું  વૃત છે  ,આજે મારે તમારી બરાબરની  સેવા કરવી છે  . એટલે હું સાફ કરી નાખીશ   .
પતિને પેટમાં ભયંકર દુ:ખાવો  ઉપાડ્યો  . અને  મરી ગયો  . અને પોલીસે બાઈની ધરપકડ  કરી એને પોલીસે પૂછ્યું કે આવી મુર્ખામી સલાહ તુને કોણે  આપી  . એ સાચું બોલી પોલીસેe બાઈની અને એના કહેવાથી એના પતિની ધરપકડ કરી  મહારાજા આગળ   મુખ્ય ગુન્હેગાર ગીની વાળાને  રજુ કર્યો એને મહારાજા આગળ  ગોર બાપાએ  કહ્યા પ્રમાણે સાચી વાત કરી  .   મહારાજાએ  એને સત્ય બોલ્યો એમાં માફી આપી  .અને એને પૂછ્યું તારે કઈ  કહેવું છે  . ? એણે   બંને  સ્ત્રીઓને  માફી આપવા માટે મહારાજને વિનંતી કરી  મહારાજાએ એની વિનંતી માન્ય રાખી અને બધાં  છૂટી ગયા  .

પિતાની કુહાડી લઈ બાળ નાનો

હું જયારે  ત્રીજી ચોપડીમાં ભણતો  ત્યારે એમાં એક કવિતા આવતી  કે
પિતાની કુહાડી લઇ બાળ નાનો ”
એ વાત હું વિસ્તારથી આપ પ્રેમાળ ભાઈઓ બહેનો માટે  વાંચવા લખું છું  .
પંદરેક વરસનો છોકરો પોતાના બાપની કુવાડી લઈને જંગલમાં જવા રવાના થયો  . અને આવડી ઉમરના છોકરાઓમાં અટકચાળા પણું જે સહજ હોય છે  એ પ્રમાણે ઝાડ ,પાન કાપતો કાપતો જંગલમાં આઘો નીકળી ગયો  . અને એક કુવા પાસે ગયો  ,ત્યાં કુવાને કાંઠે એક ઝાડ હતું   તેની ડાળખી  કાપવા ગયો  ,એમાં એની કુવાડી હાથમાંથી છટકી ગઈ અને કુવામાં પડી ગઈ  . આ કારણે તે રોવા માંડી ગયો  . એના રુદનનો અવાજ સાંભળી  વન દેવી પ્રગટ થયાં અને છોકરાને પૂછ્યું દીકરા શા માટે તું રુવે છે? છોકરાએ પોતાની કુવાડી કુવામાં પડી ગઈ છે એટલા માટે હું રોઉં છું  .એમ જવાબ આપ્યો  ,દેવી માતાએ તુર્ત એક ચાંદીની કુવાડી તેને આપી  છોકરો કહે  માં મારે આ  કુહાડી  નથી જોતી મનેતો મારી પોતાનીજ કુહાડી  જોઈએ છીએ  , માટે મને મારા ઊપર કૃપા કરીને મારી પોતાની કુહાડી કુવામાંથી  કાઢી આપો  . પછી દેવીમાતાએ એને સોનાની કુવાડી આપી  .આ કુવાડી લેવાની પણ છોકરાએ નાં પાડી  . અને પોતાની કુવામાં પડી ગએલી કુવાડી કાઢી આપવા માટે દેવી માતાને પોતાના હાથ જોડીને વિનંતી કરી  .દેવી માતા બાળકના નીર્લોભી  પણા અને દૃઢતા ઉપર ખુશ થયાં અને
દેવીએ કાઢી દીધી  બોલી બાળક સાથ
સુખ સંપતિ હોજો તને  મેં”ર કરે જગનાથ   મેં”ર = મહેર  , કૃપા
આ વાતને વર્ષો વીતી ગયાં  . હવે છોકરો ભર જુવાન થયો   . એને દાઢી મુછ ફૂટવા લાગી  . એનો અવાજ પહાડી મર્દાના થવા લાગ્યો  , એના બાપે  ખુબ સુરત , ગુણવાન  . વફાદાર  , છોકરી સાથે લગ્ન કરવી આપ્યા  ,
એક દિવસ પતિ પત્ની બન્ને જાના લાકડાં કાપવા જંગલમાં ગયાં  . અને સસો ખાલ મેલે એવી ગીચ   ગીચ ઝાડીમાં  પહોંચ્યાં  .( સસો ખાલ મેળે એવી  એટલે સસલું  ઝાડીમાં પ્રવેશ કરેતો એની ચામડી  ઉતરડાઈ જાય )અને એકબીજાં પોત પોતાની રીતે  જંગલમાં લાકડાં શોધવા માંડ્યા  . એમાં એક બીજાં એક બીજાથી વિખુટા પડી ગયાં  અંધારું થવા માંડ્યું હતું  . જુવાન  એની પત્ની ભૂલી પડી જવાને કારણે ઉદાસ થઇ ગયો હતો  .અને તે રોવા લાગ્યો  . એનું રુદન સાંભળી  વનદેવી પ્રગટ થયાં ,અને જુવાનને તેનું રોવાનું કારણ પૂછ્યું  જુવાને પોતાની પત્ની જંગલમાં ભૂલી પડી ગઈ છે  . એ કારણે હું  રોઉં છું  .આ કમ્પ્યુટર  યુગમાં  જેમ અમેરિકામાં બેઠા બેઠા   કશુંક લખો અને  અર્ધી સેકંડ માં  લખાણ  ન્યુઝીલેન્ડ પહોંચી  જાય  . એમ  દેવતાઓ પાસે એવી શક્તિ હોય છેકે  સ્વર્ગ લોકથી  પૃથ્વી લોકમાં એક સેકંડના સોમા ભાગમાં  માણસ આવી જાય એરીતે  દેવી માતાએ સ્વર્ગ લોકથી  એક અપ્સરાને બોલાવી  . અને  જુવાનને કીધું કે આ અપ્સરા  તુને આપું કે  તુને તારી મૂળ પત્ની શોધી આપું? જુવાન બોલ્યો  આ અપ્સરા મને આપી દ્યો મારે મારી અસલી  પત્નીની જરૂર નથી  . દેવી બોલ્યા  . જો તારી મૂળ પત્ની  જંગલ માં   રહી જશે તો એને રાતના હિંસક પ્રાણીઓ  ફાડી ખાશે  . જુવાન બોલ્યો એ મારી જૂની પત્નીનું  જે થાવું હોય તે ભલે થાય .  મને તમે આ અપ્સરા સોપી દ્યો એટલે હું જલ્દી ઘર ભેગો થઇ જાઉં  . આવી નિષ્ઠુર જુવાનની વાણી સાંભળી દેવીમાતા કોપાય મા થયાં અને  જુવાનને શ્રાપ આપ્યો  ,
દેવીએ શ્રાપ આપીયો  બોલી લંપટ સાથ
જા તુને કોઈ દિ નહિ મળે  બાયડી નો સંઘાથ
આવો શ્રાપ આપી દેવી માતા  વધુમાં બોલ્યાં કે હવે જા તુને તારી છે એ પત્ની પણ તારાથી છુટ્ટી થઇ જશે  એવું બોલી દેવીમાં અપ્સરાને લઈને અદૃશ્ય  થઇ ગયાં  .
થોડી વારે  જુવાનની  પત્ની થાકી પાકીને લોથ પોથ થએલી જુવાનને મળી અને જુવાનના  પગ દબાવવા માંડી  અને બોલી તમે  બહુ થાકી ગયા છો  .  ઘરે ગયા પછી  હું તમારું આખું શરીર ચોળી દઈશ  તમારા માટે ભાવતું ભોજન બનાવી દઇશ     . ખાનદાન  સ્ત્રી પોતે દુ :ખી થઇ  થાકી ગઈ એની વાતજ નથી કરતી  .  રાત્રે ઘરે ગયા પછી જુવાનને તેલમાલીસ કરી  ગરમ પાણીથી નવડાવ્યો  . અને સાથે જમ્યાં  અને  સુઈ  ગયાં  જુવાન પત્નીની બધી વાત સાંભળિયા કર્યો પણ કશું બોલ્યો નહિ   .  રાત્રે દેવીમાતા   જુવાનની પત્નીના  સ્વપ્નમાં આવ્યા અને બધી વાત કરી કે  આ સ્ત્રી લંપટ છોકરા પાસે તારી કદર નથી  . માટે એને તું જલ્દી છોડી દે  હું તુને રામ ચંદ જેવો યુવાન ગોતી આપીશ  અને સ્વપ્ન  પૂરું થયું અને સવારે   યુવતીએ યુવાનને કહી દીધું કે  તારે મારે હવે કોઈ સબંધ નથી  .

વેશધારી સાધુ બન્યો પણ હૃદયમાં સાચો વૈરાગ્ય પ્રગટ્યો .

SriLanka

એક્ગામમાં એક ધનાઢ્ય રહે  .તે જેટલો પૈસાદાર હતો તેટલોજ એ દાનેશ્વરી પણ હતો  .તેણે અસંખ્ય પશુઓને કતલખાને જતાં બચાવેલાં  . તે ગરીબોને ઘરે છાની રીતે ખાદ્ય સામગ્રી અને બીજી જરૂરિયાતની વસ્તુ ઓ પહોંચાડતો  . તે મોટો વેપારી હતો  .પણ કુડ કપટથી  . અભણ  લોકોને   છેતરીને પૈસાદાર નોતો બન્યો  . એક વખત એણે કપાસની  જબરી ખરીદી કરી  . અને બજારભાવ  ઉચકાણા અને તે વખતે તેને અઢળક ધન પ્રાપ્તિ થઇ  . આ વખતે તેણે ઘણી સ્કુલોના વિદ્યાર્થીઓને ચોપડીયો અને ભણવાને લગતા ઘણા સાધનો ભેટ આપ્યા   . તે જૈન ધર્મ પાળતો હતો   . પણ સંકુચિત વિચારનો જરાય નોતો એટલે તેણે ઘણા પ્રાર્થના સ્થળો  બનાવેલાં ,તેણે પોતાની ચોથી પેઢીનું સંતાન પોતાની સેવા કરે એવું જોયું હતું  .તે પોતાની 90 વરસની ઉમર વિતાવી  ગયો હતો   .
આમતો તે તંદુરસ્ત હતો  . પણ એક દિવસ એ બિમાર પડ્યો  .
વૃદ્ધ થવું  ,માંદા પડવું  અને મૃત્યુ પામવું  . એનો  કોઈ ઉપાય નથી  . કેમકે તે બાબત પરમેશ્વરે પોતાના હાથમાં રાખી છે  .
શેઠના ચાર દિકરા અને તેની વહુઓ  તેની સેવામાં ખડે પગે ઉભાં છે  .ઘણા વૈદ્યો પોતાની આવડત મુજબ દવાઓ  કરી રહ્યા છે  . પણ  બાપાને જીવાડવાની  કોઈ દવા લાગુ પડતી નથી  .ડોક્ટરોએ બાપાના દીકરાઓને કહી દીધું કે બાપા આ બિમારીમાંથી  બેઠા થાય એમ નથી  .બાપા એકદમ અશક્ત થઇ ગયા છે  .પથારીમાં પડખું પણ કોઈની મદદ વગર ફરી શકતા નથી  . બાપાએ  પોતાના પરિવારને કહી દીધું કે  મારા મૃત્યુ માટે તમે સૌ
પ્રાર્થના કરો  . કોઈ ઉર્દુ શાયરે કીધું છે કે  .
नेकी एक दिन काम आएगी  हमको क्या समजते हो
हमने विवश  होके मरते देखे  कैसे कैसे   प्यारे प्यारे लोग
બાપાને એક દીકરાએ પૂછ્યું  બાપા તમારો જીવ તમને કેમ રામ રામ કહીને જતો નથી રહેતો  . આમ દુ :ખી કેમ કરે છે  બાપા તમારી આખરી ઈચ્છા શી છે એ અમને તમે કહો એટલે અમે તે તમારી ઈચ્છા પૂરી કરવા પ્રયાસ કરીએ  બાપાએ  કહ્યું  મારી ઈચ્છા જૈન સાધુ મહારાજ સાહેબના  દર્શન કરવાની છે  , જ્યાં સુધી હું  મહારાજ સાહેબના દર્શન કરીને એના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ  નહીં મેળવું  ત્યાં સુધી મારો પ્રાણ મારાથી વિદાય નહીં લે  . દીકરાઓએ  કીધું બાપા  જૈન સાધુ નજીકમાં હોય એવા કોઈ સમાચાર નથી  . ક્યાંક  દુર હોય તો  તે પગપાળા આવે એટલે બહુ સમય લાગે  . આ સિવાય કોઈ
બીજી ઈચ્છા હોય તો જણાવો  .  બાપા કહે  આ સિવાય મારી  બીજી  કોઈ ઈચ્છા નથી  . બાપા આ સાધુ મહારાજ સાહેબના આશીર્વાદ મેળવવા વાળી ઈચ્છા ઉપર મક્કમ હતા  .
એક નાના દીકરાએ એના મોટા ભાઈઓને વાત કરી કે  . એક ઉપાય મને સુજે છે જો આપ સહુની સંમતિ હોયતો આ ઉપાય કરીએ   . કયો ઉપાય છે  ?એમ પૂછવામાં આવ્યું તો જવાબ આપ્યો કે  એક ભાંડને  સાધુના વેશમાં બાપા આગળ રજુ કરીએ  . બધા કુટુંબી જનોને  આ ઉપાય ગમ્યો  . એટલે એક ભાંડને  વાત કરી(  ભાંડને હિન્દીમાં બહુરૂપી કહે છે)   ભાંડ તૈયાર થયો  . એટલે બાપને શુભ સમાચાર આપ્યા કે  બાપા  તમારી ઈચ્છા પ્રભુએ  પૂરી કરી છે  .મહારાજ સાહેબ મળી આવ્યા છે  .  એમનું સ્વાગત કરવા  ભાઈઓ  ગયા છે  . હમણા બેજ મીનીટમાં મહારાજ સાહેબ આવી પહોંચશે  . આ સમાચાર જાણી બાપના શરીરમાં શક્તિનો સંચાર થયો।   થોડી વારમાં  સાધુ વેશ ધારી ભાંડ  બાપાની પથારી પાસે આવી પહોંચ્યો  .
જે પથારીમાં  કોઈની મદદ વગર પડખું પણ નોતા ફેરવી શકતા  એ બાપા પથારીમાં બેઠા થઇ ગયા અને સાધુના ચરણ સ્પેશ કર્યા  .સાધુએ  પોતાના બન્ને હાથ  બાપાની પીઠ ઉપર મુક્યા  . અને બાપાએ પોતાના પ્રાણ મુક્યા  . પછી બાપાના દીકરાઓએ  ભાંડને કીધું  તેંતો બહુ ભરી કામ કર્યું  . બોલ કેટલા પૈસા તુને આપીએ ? ભાંડ બોલ્યો  . જો નકલી સાધુ આટલી અસર ઉપજાવી શકતો હોય તો અસલી સાધુ  શું ન કરી શકે ? જાઓ મારે કશું જોઈતું નથી  . હવે આ સાધુ વેશ ઉતરશે નહિ  . હવે હું મારું બાકી રહેલું જીવન  સાધુ તરીકે વિતાવીશ એમ કહી ભાંડ વિદાય થયો  .  .

ભેખરે ઉતારો રાજા ભરથરી (ભર્તૃહરી)

missIndia

અગાઉ મેં આપને કીધું છે કે મારા બાપા  નાટક મંડળીમાં હતા  .  બાપા  નાટક મંડળીમાં અનેક પ્રકારનું કામ કરતા  . પાત્ર તરિકે વેશ ભજવતા  , હાર્મોનિયમ વગાડતા  .અને  ટીકીટ લીધા વગર નાટક જોવા વાળા પોલીસની ભાષામાં   કહુતો  તો લુખાઓને  મેથી પાક ખવડાવવાનું પણ કામ કરી લેતા  . એક વખત ધોરાજીમાં  એક લુખાને  ખુબ મેથી પાક ખવડાવ્યો  . એમાં એ પોતાને ઘરે માંડ ઘરે પહોંચ્યો  . અને  પોતાના  જેવા ચાર પાંચ  લુખાઓને મોકલી મારા બાપાને માર ખવડાવેલો  . પણ મારા બાપાએ દરેક લુખાઓને  થોડો થોડો મેથી પાક ખવડાવેલો અને પછી બીજા નાટક મંડળીઓના  સભ્યોની મદદ થી  લુખાઓ ભાગી  ગએલા પણ  પોલીસોએ બધા લુખાઓને પકડી પાડીને  મારાબાપાની માફી મગાવેલી અને પોલીસે લુખાઓની આગવી ઢબે સરભરા પણ કરેલી  .
રાજા ભરથરીના નાટકમાં મારા બાપા  ભરથરીનું સાધુ વેશે આવીને રાણી પિંગલાને મા કહીને  ભિક્ષા માગવા આવનાર તરીકેનું પાત્ર પણ ભજવતા  .
રાજા ભરથરી ની  વાર્તા એવી છે કે    માળવાની  રાજધાની  ઉજૈન  શહેરમાં  કે જ્યાં ભરથરી રાજ કરતો હતો એ ગામનો એક બ્રાહ્મણ ખુબ ગરીબ હતો  . બ્રાહમણ હંમેશા ગરીબજ હોય છે   .. કૃષ્ણ મિત્ર સુદામો જુવો  કેટલો ગરીબ હતો  .બ્રાહ્મણ ગરીબ હોવાના કારણમાં  લોક વાયકા  એવી છે કે  પરમેશ્વરે  બ્રહ્મા , વિષ્ણુ  , મહેશ  . એવી ત્રિગુણી માયા  ઉત્પાન કરી એમાં સૌ મોટા બ્રહ્મા અને પછી વિષ્ણુ  ,વિષ્ણુની પત્ની લક્ષ્મી  બ્રહ્માના દીકરા બ્રાહ્મણ એટલે લક્ષ્મીને  બ્રાહ્મણ ની લાજ કાઢવી પડે બ્રાહ્મણને  મોઢું દેખાડાય નહિ  .
ઉજૈન  વાળા ગરીબ બ્રાહ્મણની પત્ની  પ્રભુની પ્રાર્થના કરે છે કે
આમ કષ્ટ ઉપર  પ્રભુ કષ્ટ  ક્યાર સુધી આપશો
ક્યારે દૃષ્ટિ કરશો દીના નાથ  દરિદ્રતા કાપશો  .
એક દિવસ બ્રાહ્મણ  પત્નીએ પોતાના પતિને વાત કરી કે  તમે  ભોળા શમ્ભુનું તપ  કરો  અને શમ્ભુ પ્રસન્ન થાય અને આપની દરિદ્રતા  દુર થાય એવું કંઈક  વરદાન આપે તો આપણો આરો આવે  બ્રાહ્મણ  સ્નાન સંધ્યા કરીને  મહા કાલેશ્વરનું તપ  કરવા બેસી ગયો  . શિવ પ્રસન્ન થયા અને શિવે બ્રાહ્મણ ને અમર ફળ આપ્યું  . અમરફળ લઈને બ્રાહ્મણ ઘરે આવ્યો  . એની પત્નીને બધી વાત કરી  પત્નીએ કહ્યુકે તમે કે હું અમરફળ ખાઈને અમર થઈને ગરીબીજ ભોગવ્યા કરવાની ?માટે આ ફળ તમે મહારાજને આપો  અને એ આપણને દ્રવ્ય આપે કે જેથી કરી આપણું દારિદ્રય  દુર થાય  . બ્રાહ્મણે અમરફળ મહારાજા ભર્તૃહરીને   આપ્યું  . ભરથરીએ  પોતાની પત્ની  રાણી પીંગળાને  આપ્યું  એવા વિચારથી કે  હું અમર થઇ જાઉં અને પિંગળા મરી  જાય તો હું  દુ :ખી  થઇ જાઉં  .  પિંગળા  એ એના પ્રેમી  કે જે ભરથરીની  ઘોડારમાં ઘોડાઓનું છાણ  મુતર  સાફ કરવાની નોકરી કરતો હતો  . તેને અમરફળ આપ્યું  .એ એના માટે કે એ જીવે તો હું જીવું ત્યાં સુધી એની સાથે રંગરેલીયાં મનાવ્યા કરું
પ્રેમનો મારગ “આતાઈ ” કોઇથી ન પૂરો થયો
મજનું જંગલ  ફરહાદ પહાડોમાંજ રહી ગયો   .
પિંગળા  ના પ્રેમીને એવો વિચાર આવ્યો કે  હું અમર થઇ જાઉં  તો  મારે કાયમ છાણ મુતરજ સાફ કરવા પડે    જો મારી શકું તો કોઈ વખત બીજો અવતાર આવે તો આવા ધંધામાંથી  મુક્તિ પણ મળે  . એણે  આ અમરફળ રાજા ભરથરીને  આપ્યું  . રાજા ભરથરી  વિચાર કરતો થઇ ગયો કે  આ અમરફળ આની પાસે ક્યાંથી આવ્યું   ? ભરથરીએ  લાદ મૂત્ર  સાફ કરવાવાળાને પૂછ્યું  .

તારી પાસે આ ફળ ક્યાંથી  આવ્યું  ?હું તુને અભય વચન આપું છું તું સાચે સાચું કહી દે   . એણે પોતાને પિંગળા એ આપ્યું છે એમ કહી દીધું  . સાંભળીને શૃંગાર શતક  લખનાર  ભરથરી  ને વૈરાગ્ય આવી ગયો  . અને પછી એણે વૈરાગ્ય શતક લખ્યું  . અને પોતે  સદગુરુની શોધમાં  રાજ પાટ છોડીને  ચાલી નીકળ્યો  . અને ગુરુ મત્સ્યેન્દ્રનાથનાં મઠ ઉપર આવ્યો  . મત્સ્યેન્દ્ર નાથના  ચેલા ગુરુ ગોરખનાથે  મત્સ્યેન્દ્રનાથને  ભરથરીના આગમનની જાણ કરી    મત્સ્યેન્દ્રનાથે  ભરથરી ને કીધું કે  તુને મારો શિષ્ય બનાવતા પહેલા તારા વૈરાગ્યની કસોટી  કરવી પડશે  . માટે પહેલી વાત એ કે તું  તારા સુંદર આભૂષણો  નદીમાં ફેંકી દઈને   તું દિગંબર થઈને મારી પાસે આવ  અને ભગવાં વસ્ત્ર પહેરી લે અને તારી રાણી પાસે તેને મા કહીને  ભિક્ષા  માગી લાવ   .  ભરથરીએ   અમરફળ ખાઈ લીધું  . અને ભગવાં  વસ્ત્ર પહેરીને પિંગળા  પાસે  ભિક્ષા માગવા ગયો  . ભિક્ષા દેને મૈયા  પિંગળા
પિંગળા  ભરથરી ને કહે છે   .
રહોતો  રાજા રસોઈ કરું  જમતા જાઓ સ્વામી નાથજી
ક્ષિર  રે નિપજાવું  ક્ષનુ  એકમાં નહી લાગે જરાય વારજી
.

टोपी तख्त पे आयके मुल्क किया सब ज़ेर .

DSCN1009

અંગ્રેજો ભારતમાં આવ્યા  ફક્ત વેપાર કરવાના હેતુથી આવેલા  એવી રીતે ફ્રેંચ  ,પોર્ટુગીઝ વગેરે યુરોપીયન પ્રજા  પણ આવી   .
અંગ્રેજોએ સૌ પ્રથમ   સુરતમાં કોઠી નાખી  .અને દુકાનો ખોલી  વસ્તુઓનો દેખાડો કરવાની પ્રથા ચાલુ કરી જે ભારતમાં નવીન હતી  . ભારતનો વેપારી અનાજનો હોયતો ઘરાક કહે શેઠ મારે પાંચ શેર ચોખા જોઈએ છીએ  . વેપારી ચોખાનું  વજન કરીને ઘરાક જે કોથળી કે વાસણ લાવ્યો હોય એમાં નાખે  .  ઘરાક ચોખા જુવે અને એમાં ઈયળો દેખાતી હોય તો વેપારીને કહે  શેઠ આમાં ઈયળો  છે  .  વેપારી કહે ઈતો સાફ કરી નખાય ,  ઘરે  બૈરાં નવરાં
બેઠાં સાફ કરી નખાય  , હું તમને ક્યાં કહું છું કે  ઈયળો સાથેના  ચોખા રાંધીને ખાય જજો  . કાપડનો વેપારી હોય તો  ઘરાકને  થડા ઉપર બેઠો બેઠો કાપડના તાકાની થપ્પી ઉપર ગજ લાંબો કરીને  તાકો દેખાડે  અને  કહે કયું કાપડ જોઈએ છીએ  .?
પગરખાં લેવા જાઓ તો  મોચી પહેલાં તમારા પગનું પરમાણું લ્યે  અને પછી કહે પંદર દિ પછી આવજો  .પછિ જોડા લેવા જાય તો  મોચી કહે તૈયાર નથી થયા  ,કાલે આવજો  .એમ આજકાલ કહ્યા કરે  ઘરાકને ધક્કા ખવડાવ્યા કરે  . એમ ઘરાકને ધક્કા ખવડાવવામાં  મોચીને એક પ્રકારનો આનંદ આવતો હોય  છે પોતાનો અહમ પોષાતો હોય છે  . એવી રીતે દરજીનું પણ છે  .અને સુરેશ્જનીની ભાષામાં કહું તો બોમણ (બ્રાહ્મણ ) કોક આપ જોડિયા કવિએ આતા જેવા ગપોડીયા કવીએ કીધું છે કે ”  ભામણ( સોરઠી ભાષા )ગપોડે ગરાસિયો ઘોડે  કણબી શેઢે  અને મોચી પેઢે  :” જ્યારે ચડે  ત્યારે  હલારનો  હાકમ  હોય એવો રુવાબ રાખે હો  .
એક અંગ્રેજે  સુરતમાં  જોડા શુઝ  વેચ્વનિ દુકાન કરી એમાં એણે સ્ત્રીઓનાં શુઝ દેખાડો કરવા દુકાનની આગળ લટકતાં રાખ્યાં  .  જોડાનો આગળનો ભાગ  ઘોના  માથા જેવો દેખાય  એટલે લોકો એવું સમજ્યા કે આ અંગ્રેજ વેપારીએ ઘોયરાના માથાં કાપીને લટકાળી રાખ્યાં છે  .એટલે  લોકોએ અભડાય જવાના ભયથી  એ રસ્તો છોડી દીધો  .  આ વાતની અંગ્રેજને જ્યારે ખબર પડી ત્યારે  એને એમ થયું કે આવી  અજ્ઞાન  ,વહેમી  , મૂર્ખી પ્રજા ઉપરતો રાજ કરવા જેવું છે  . આ લોકો રાજાઓને પરમેશ્વરનો અવતાર માને છે  .   એ લોકોએ ઈંગ્લેન્ડમાં આ બાબતની વાત કરી  પાર્લામેન્ટે કીધું કે  તમારી વાત સાચી છે  પણ  આટલા વિશાલ દેશ ઉપર આપણી જરાક જેટલી પ્રજા કેવીરીતે રાજ  કરી  શકશે ?  જવાબ મળ્યો  એતો બકરાં છે અને આપણે સિંહ છીએ  .” બાકર બચ્ચાં લાખ કે લાખેય બચારાં પણ સિહણ બચ્ચું એક કે એકે હજારાં ”
અને પછી અંગ્રેજોએ  સામ દામ દંડ   ભેદ ની નીતિ અજમાવી અને આખા ભારતને  પોતાની એડી નીચે  દબાવી દીધું   , અને પછી  દલપતરામ કવિ જેવા  અંગ્રેજોના ગુણ ગાનની  કવિતાઓ  બનાવવા મંડી ગયા   . કે
ઝેર ગયાં ને વેર ગયાં વળી કાળા કેર ગયા કરનાર
પર નાતીલા જાતીલાથી  સંપ કરી ચાલે સંસાર
દેખ બિચારી બકરીનો પણ  કોઈન જાતાં પકડે કાન
એ ઉપકાર ગણી  ઈશ્વરનો   હરખ હવે તું હિન્દુસ્તાન
વળી કોઈ કવિએ છાની છાની નારાજગી પણ બતાવી કે
टोपी तखत पे आयके मुल्क किया सब ज़ेर
छिन्न भिन्न  सरदार किए  छीनवी लई समशेर
छीनवी ले समशेर  सुरमा रहा न कोई
हो गए अजा समान अपनी सब इज्जत खोई
कथे सुकवियाँ कान गढपत  हो गए  गोपी
कहा करू फ़रियाद तखत पे आई  टोपी              शेर = निचे  ताबामा  // सुरमा = बहादुर  , शूरवीर //
अजा = बकरी // गोपी = दूध वेचनारा // टोपी == टोपी धारी अंग्रेज