Monthly Archives: એપ્રિલ 2013

એલા આપણા થી રીતભાત જુદી ,ઈની કામ કરવાનીય વાત જુદી .

 King Cobra = રાજનાગ = ભારતનો આસામ પ્રદેશ, ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા સહિત દક્ષિણપૂર્વ એશિયા = ભારે ઝેરીDSC_0072

મને એવું મિત્રોએ કીધું કે તમે એક ભુજંગી છંદ લ ખો .મને એવો વિચાર આવ્યોકે  મને મારા જેવા મારા ગામડિયા મિત્રો પૂછે કે આતા તમે અમેરિકામાં રહો છો તો તમે અમને કંઈક અમેરિકા વિષે માહિતી આપો .એટલે મેં એક  ભુજંગી છંદ બનાવ્યો .અને મથાળે  ભુજંગ એટલે નાગનું   ચિત્ર મુક્યું અને મારું મારા ગામના જુના લોકોના પહેરવેશ વાળું અમેરિકન બંધુક સાથેનું ચિત્ર મુક્યું . નાગ દેવતાને થયું કે  આ મને પ્રેમ કરનારો માણસ હાથમાં બંધુક લઈને કેમ ફરે છે એટલે નાગ  ફુંફાડા મારતો ભાગી રહ્યો છે .હવે પ્રસ્તુત  છે . ભુજંગી છંદ હવે હું મારા જેવા મારા અભણ પ્રેમાળ સ્નેહીઓ સાથે હું  કેવી રીતે અમેરિકાનું વર્ણન કરું છું એ આપ વાંચો .

એલા આપણાથી રીતભાત જુદી ઈની કામ કરવાનીય વાત જુદી

ઇના  કારહાની   કરામાત  જુદી ઈવા નાત વ નાનાની જાત જુદી   આતો ઓગણીસમી  આલમ  ઈને નાતભાત સાથે સુ લેવા દેવા  ઈટો બધુંય આપણા  મલકમાં

ઈની ચામડી વાળનો રંગ નોખો ,ઈનો ખાવાનો પીવાનો ઢંગ નોખો .આપણે  પાંચ આંગળિયું  ભેગીયું કરીને ખીચડીનો લોંદો ઉપાડિયે  અને આ ચમચો ભરીને  ખાય

ઈનો કાજ્વરા નો પરસંગ નોખો  ઈનો નાચવા ગાવાનો ઢંગ નોખો

ઈને કોઈ ધરમમાં ધ્યાન્ નથી  વળી લાજ મરજાદા નું ભાન નથી

ઈને કુળ  તણું અભીમાન નથી  ઈમ મોટ પ  નું પણ માન નથી .

ઈને બાલ  ગોપાલ નથી ગમતા (કોઈક ને )ફરે ભોતીકના સુખમાં ભમતાં

ગુરુવર્ય જનોને નથી નમતાં ઉપદેશનો શિસ્ત તણો ખમતા

આવા દેશે “આતા શ્રીએ “વાસ કર્યો   હાડ મારીની  નોકરીથી ના ડર્યો

પૈસો વાપરવા જેટલો ભેગો કર્યો  અને દેશ વિદેશમાં ખુબ ફર્યો                આપના દેશનો  સ્ત્રીઓની મર યાદાનો દુહો છેકે  લંબ વેણી ને લજ્જા ઘણી પેની ઢાંક પેર્ વેશ પણ આ મલકમાં ધતુરાના પાન જેટલી લંગોટી પહેરી હોય અને ઈ પણ દોરાથી બાંધી હોય અને સ્તન પણ ટીમરુ ની ટોપી જેટલા કપડાથી  ઢાંકેલા હોય અરે મારા બાપ  આંય  અખંડ વૃત ધારી બ્રહ્મ ચારી નું વૃત ખંડિત થઇ જાય હો .

કેટલીક રુઘાની વાતો ધ્યાનમાં રાખવા જેવી હોય છે .

DSCN0140

 

રુઘો મારો નિખાલસ મિત્ર અમે મરમઠ થી ભણીને મારા ગામ દેશીંગા  ઘરે આવવા રવાના થઈએ ત્યારે જયારે દેશીંગા ની સીમ આવે ત્યારે અમોઅમો સીધે રસ્તે ન ચાલતાં આડે ધડ બાવળની  ઝાડી માંથી પસાર થઈએ . રખડતા રખડતા આવીએ એટલે ઘરે આવવામાં મોડું થઇ જાય .માબાપ પૂછે કે કેમ મોડું થયું ,તો શો જવાબ આપવો એ રુઘે નક્કી કરી રાખ્યું હોય ,એ પ્રમાણે ખોટું બહાનું બતાવીએ કે જે બહાનાથી માબાપ રાજી થઇ જાય .એક  વખત અમો ઝાડીમાંથી પસાર થતા હતા ,ત્યારે રુઘો કહે આજે એક સરસ વાત હું કહીશ ,એટલે મોટા બાવળને છાંયે બેસીને  દાયરો જમાવીએ ,અમે બાવળને  છાયે  બેઠા ,રુઘે બાવળ ઉપર ચડીને થોડા પરડા પાડ્યા ,દરમ્યાનમાં મેં સુકાં  ઝાંખરાં ભેગાં કરી રાખ્યાં , ઝાંખરાં ઉપર પરડા  મુક્યા, અને નીચે દીવાસળી ચાંપી ,અને પરડા શેકવા માંડ્યા ,(પરડા = બાવળની શીંગો )પછી અમે ધરાયને પરડા નાં બી ખાધાં ,પછી ઓડકાર ખાય અને રુઘે ઉપદેશ શરુ કર્યો .રુઘો કહે આતો તું મારો જીગરજાન દોસ્ત છો એટલે  તારી આગળ હું  ડાહી ડાહી વાતું કરું છું . બાકી એક વાત ધ્યાનમાં રાખ કે કોઈને શિખામણ અપાય નહિ ,ભૂલો કઢાય નહિ ,અને કોઈને સલાહ પણ નો અપાઈ .આપણા માસ્તર દેવશંકર સાહેબ છે ,ઈ છીકણી બહુ સુંઘે છે .અને પછી જયારે નાક સાફ કરે ત્યારે કાંતો પોતાના ધોતિયા થી અથવા ખમીસની બાંય થી લુઈ નાખે છે .એટલે ધોતિ ઉપર છીકણી ના  ડાઘા પડી જતા હોય છે . હવે તું એને એમ કહે કે સાહેબ તમે આ સેડાં  ધોતીયાથી લુવો છો, એના કરતાં નાનકો રૂમાલિયો રાખતા હોય ,અને  રૂમાલથી નાક સાફ કરતા હોય તો તમારું ધોતિયું કેજે  કાબર ચિતરું દેખાય છે .એ નો દેખાય .અને જો પછી સાહેબ કેટલો તુને લમ્ધારે છે .એક વખત સાહેબ  અકબરનો દીકરો સલીમ અને મહારાણા પ્રતાપ વચ્ચે હલ્દી ઘાટના રણ મેદાનમાં યુદ્ધ ચાલી રહ્યું હતું ,પ્રતાપ હમેંશ પોતાના માથે છત્ર રાખતા આ  કારણે  પ્રતાપ કોણ છે એ ઓળખાય આવતું ,એટલે તેના ઉપર તીરોનો મારો વધુ પડતો આ વખતે  પ્રતાપને બચાવવા માટે ઝાલા રાણા માનાએ પ્રતાપ પાસે છ ત્રની માગની કરી અને બોલ્યો કે  હે પ્રતાપ તારું છત્ર મને આપી દે અને હવે તું મને  મહિમાવાન  થવાદે , સાહેબે  મહિમાવાન શબ્દના બે ભાગ કર્યા , મહિ  અને માવાન અને એવું બોલ્યા કે  ઝાલા રાણા માના એવું કહે છે કે  પ્રતાપ હવે તું મને પૃથ્વીને ભેટવા દે મતલબ કે મને હવે જખમી થઈને  જમીન ઉપર પડી જવા દે ,સાહેબની વાત સાંભળી તું દોઢ ડાયો થઈને બોલ્યો કે સાહેબ તમે ખોટો અર્થ કરો છો .અને પછી સાહેબે છીકણીનો સડકો બોલાવી ખમીસની બાંયથી  નાક લુંછી તુને કેટલો લમધાર્યો હતો કે તારું છઠી નું ધાવણ નીકળી ગયું હતું . માટે તુને કહું છું કે કોઈને શિખામણ અપાય જ  નહિ    પછી રુઘે  સુઘરી અને વાંદરાનો દાખલો આપ્યો ,કે એક વખત સાંબેલા ધાર  વરસાદ વરસી રહ્યો હતો  વાંદરો ઝાડ ઉપર બેઠો હતો તે પલળી  રહ્યો હતો ,સામેના ઝાડ ઉપર  સુઘરીનો  માળો હતો એ હુફાળા માળામાં  સુઘરી બેથી હતી , તેણે  વાનરને શિખામણ આપી કે ભાઈ તુને માણસની જેમ ભગવાને  બે હાથ આપ્યા છે ,તું  સાગ વડના પાંદડાં  લાવીને નાનકડું ઘર બનાવી લેતો હોય તો ?તુને વરસાદ માં પલળવાનો વારો ન આવે અને તુને ટાઢ થી ધ્રુજવું નો પડે ,સુઘ્રીની વાત સાંભળી  વાંદરો એક દમ ખીજાય ગયો ,અને સુઘરીના માળા વાળા ઝાડ ઉપર ચડ્યો અને સુઘરીનો માળો વિંખી  નાખ્યો અને સુઘરીને વરસાદમાં પલળતી કરી મૂકી , આ દૃશ્ય જોઈ  એક લોંકડી પોતાની ડબમાંથી નીકળીને સુઘરીને કીધું  .સમત ન દઈએ સુઘરી જેનું કમતે મન કોળાય   અભિમાની અને આળસુ  ઈને સવળું નો સુવાય .

સત્ય બાબત રુઘાનું તત્વજ્ઞાન

રુઘો મારો પાકો દોસ્તાર અમે સાથે મર મઠ ભણવા જઈએ ઘરે આવીએ ત્યારે વાતો ચિતો કરતા કરતા રખડતા ઘરે આવી એ  .રુઘા નું આખું નામ રૂઘનાથ ધનજી માટલીયા .એક વખત રુઘે મને પૂછ્યું ,સત્ય બોલવા બાબત તારું શું કહેવાનું છે .?મેં જવાબ આપ્યો સાચું તો બોલવુંજ જોઈએ .રુઘો કહે ત્યાંજ  તારી ભૂલ થાય છે .આ કળજુગ છે સત્ય્ભાશી દુ:ખી થાય છે .એક   ફિલમ નું ગીત છે કે” સચ્ચે ફાંસી ચડદે  વેખે જુઠે  મોજ ઉડાવે ” તું એક વખત નિશાળે મોડો ગયોતો .ત્યારે દેવશંકર સાહેબે તુને પૂછ્યું એલા મોડો કેમ આવ્યો ? તે રાજા હરિશ્ચન્દ્ર નો દીકરો થઈને સાચું કીધું કે સાહેબ હું ધીમે ધીમે ચાલીને આવતો હતો એમાં મને સમયનું ભાન નો રહ્યું . એટલે મોડું થઇ ગયું .         સાહેબ બોલ્યા કેમ રખડતો રખડતો આવ્યો એમ કહીને તુને ઉઠ બેસ કરાવી અંગુઠા પકડાવ્યા .અને તારા વાહામાં  બે સોટી યુ મારી ,આ તારો સાચું બોલવાનો નતીજો ,હું પણ તારી જેમ રખડુ  છું હું એક વખત મોડો ગયો .એટલે ઓલા પશીયા  પાસે સોટી મને માર વા  માટે મગાવી ,મેં તુર્તજ સાહેબને કીધું .સાહેબ મારી વાત પહેલા તમે સાંભળો  હું કેમ મોડો આવ્યો ઈ  અને પછી મને મારવો હોય એટલો મારજો .સાહેબ કહે બોલ કેમ મોડું થયું ? મેં જવાબ આપ્યો ,સાહેબ એક ડોશીમા માથે પોટકું મુકીને આવતાં  હતાં ,બાપડાં ને ઠેસ વાગી અને પડી ગયા હું તુર્ત એની પાસે ગયો , માજીને  બેઠાં કર્યાં ,એનું પોટકું મેં ઉપાડી લીધું અને એનો હાથ પકડી સાચવીને માજીને એમને ઘરે પહોંચાડ્યાં .મારી વાત સાંભળી સાહેબ ખુશ ખુશ થઇ ગયા ,અને છોકરાઓ આગળ મારાં  વખાણ કર્યા કે રુઘો કેટલો પરોપકારી કહેવાય  કેટલો વૃધ્ધો ઉપર દયા રાખનારો કહેવાય ,છોકરાઓ આમની પાસેથી  વડીલોની સેવા કરવાનું શીખવાનું છે . પછી રુઘો મને કહે જો હું  ગલ્લાં  તલ્લાં  કરત અને સાચું બોલત કે  સાહેબ માફ કરો હું આવતો હતો ત્યારે મને કંઈ સમયની ભાન નો રહી , તો સાહેબ મને ઉઠ બેસ કરાવત  અને મારત પણ ખરા  ,અને હું ખોટું બોલ્યો એમાં મને શાબાશી  મળી .વળી રુઘો બોલ્યો આદિ  અનાદિથી  જુઠું બોલનારાજ જીતતા આવ્યા છે .હવે તુને ભગવાન શ્રી કૃષ્ણ નો દાખલો આપું .કૃષ્ણ ગોપીયુંના રેઢા ઘરમાં ઘૂસીને ચોરીને માખણ ખાઈ જતા હતા . એ વાતની તો તુને ખબર છે ,આ બાબતની  ગોપીયો  જસોદા મા  પાસે ફરિયાદ કરતાં  કે   મા  તારો કનૈયો અમારા ઘરમાં ઘૂસીને માખણ ખાય જાય છે .અને માખણની દોણીયુ પણ ફોડી નાખે છે .  આને તું કંઈક સમજાવતી જા ,બધીયુ  માયુ  દીકરાનો બચાવ કરે છે એમ જસોદામા  પણ કૃષ્ણનો બચાવ કરતા કહેતાં કે અમારા ઘરમાં માખણની કંઈ  ખોટ છે કે તમારા ઘરમાં માખણ ચોરવા આવે ?કૃષ્ણ એવી રીતે માખણ ચોરી કરતો કે  બપોરી વેળાએ ગાયોને છાયડે બેસાડી ,એક ગોવાળીયાને    ગયુંનું ધ્યાન રાખવાનું કહી , બાકીના ગોવાળિયા સાથે ગોપી ક્યાંક આડા અવળી હોય એ મોકો જોઈ ઘરમાં ઘૂસે .કૃષ્ણ પોતે બધા ગોવાળિયા કરતા  ઉમરમાં નાનો ,માખણની દોણી ઉંચે છીંકા ઉપર  ટાંગી હોય એટલે  બે ગોવાળિયા  એકબીજા ના ઉપર ચડે અને સૌથી ઉપર કૃષ્ણ ચડે ,અને પછી દોણીમાં  હાથ નાખીને માખણ ખાતો જાય અને  ગોવાલીયાઓને  માટે ફેંકતો જાય .અને છેલ્લે દોણી  નીચે પટકે ,અને થોડુક માખણ  ગાયુંનું ધ્યાન રાખવા માટે બેઠો એના માટે લેતા જાય .એક વખત બન્યું એવું કે   માખણ કૃષ્ણે  ખુબ ખાધું અને બીજા ગોવાળીયાઓને  ખવડાવ્યું ,અને જેવી દોણી  નીચે ફેંકી એટલે એનો અવાજ થયો .એટલે  ગોપી બહાર વાસિંદુ કરતી હતી એ દોડતી આવી ,એટલે  બીજા ગોવાળિયાઓ જટ પટ ભાગી ગયા અને કૃષ્ણ પકડાય ગયો .આ વખતે એનું મોઢું  માખણથી ખરડા એલુ હતું  આવીજ સ્થિતિમાં   ગોપી કૃષ્ણને  તબ તબાવીને  જસોદા માં પાસે લઇ ગઈ  અને જસોદા માને કીધું કે  તું નથી માન તી ને કે મારો કનૈયો ચોર નથી .લે જો  જસોદા માએ કૃષ્ણે પૂછ્યું .એલા  તે  માખણ ખાધું ?કૃષ્ણ કહે  નાં ભાઈ મેં માખણ નથી ખાધું .આ પ્રસંગનું  સુરદાસે વર્ણન જે કર્યું છે . એ અદ્ભુત છે .જસોદામાંના પ્રશ્નના જવાબમાં  કૃષ્ણ ઉત્તર આપે છે કે મા તું મને સવારના પહોરમાં  દહીનાં  દહીં થ રા   ઘીમાં બનાવેલા ઘેબ્ ર નું શિરામણ કરાવીને મારા હાથમાં લાકડી અને કામળી પકડાવીને  ગાયુંને ચારવા ધકેલી દે છે ,કે  ઠેઠ  દિ  આથમે હું ઘેર આવું છું .આ ગોપીયુંનું માખણ ખાવા હું ક્યારે જાઉં .એનો જવાબ સાંભળી  જસોદા માં બોલ્યાં  અ તારું ડાચું માખણ માખણ ભર્યું છે એનું શું ? કૃષ્ણ કહે મા હમણાથી આ ગોવાળિયા મારે ખેદે   પડ્યા છે ,એટલે  એ લોકોએ મારા મોઢા ઉપર ધરાર  માખણ ચોપડી દીધું છે , તોય જસોદા મા  કૃષ્ણ નું માનતા નથી એટલે કનૈયો થોડો ખીજાવાનો ડોળ કર્યો ,અને બોલ્યો મા તુને આ ત્રણ દોક્ડાની  ગોપીયુંનો ભરોસો આવ્યો અને મારો તારા  દિકરાનો  ભરોસો નથી  આવતો ,હૂતો જાણે કેમ તારો દિકરો  ન હોઉં એવો વર્તાવ તું મારી સાથે રાખે છે . કનૈયો તદ્દન ખોટો છે છતાં પોતે  સાચો છે .એવું સાબિત કરવા કેવી કેવી યુક્તિઓ કરે છે, કનૈયાને મનમાં થયું કે દોશી આમ નહિ માને એટલે એણે  લાકડી અને  કામળી  ઘા કરીને ફેંકીને  બોલ્યો ,આ લે આ તારી લાકડી અને કામળી  કાલથી  હું ગાયો  ચરાવવા નથી જવાનો , આ જોઈ જસોદા હસી પડી અને કનૈયાની પીખડી પકડી પોતાના ગળે લગાડ્યો .  રુઘો કહે જોયુંને  આ કનૈયો જુઠું બોલ્યો એટલેજ   કનૈયો  જસોદાને વહાલો લાગ્યો સાચો લાગ્યો અને ગોપીયું ખોટાડી  લાગી .

પ્રેસમાં ટ્રક ડ્રાયવર તરીકે સ્ટીવ આવ્યો .

હું નોકરી કરતો હતો એ પ્રિન્ટીંગ પ્રેસમાં  સ્ટી વન્સન (સ્ટીવ)ને ટ્રક ડ્રાયવર તરીકે નોકરી મળી .આપણા મલકમાં  હવે ભાઈ અથવા જી શબ્દો લાગવા માંડી ગયા  અને નામને લાંબા કરવા માંડ્યા  ,પહેલા  અમારી બાજુ લાંબા નામને ટૂંકાં  કરી નાખતા સવદાસ નું ટૂંકું સવો હર્દાસનું હદો શુકદેવનું સુકો .વિજયસિંહ નું વજસી વગેરે  અમેરિકામાં ટૂંકા નામની હવે પ્રથા થઈછે વિલ્ય મનું બીલ  ડેવિડ દેવ ,સ્ત્રીઓમાં પણ ટુકા નામ કેથેરીન હોય તો કેથી .હું જયારે બાબ હેમિલ્ટન સાથે નોકરી કરતો હતો, ત્યારે ઘણી વખત બાબ મને કહે કે આજે હું તમને તમારે ઘરે મૂકી જઈશ એટલે તમારા ભાઈને તેડવા આવવાની નાં પાડી દ્યો , આપણા  દેશી ભાઈયો   બાબ નો ઉચ્ચાર બોબ કરે કેમકે એ પાણીની  મુનિનું વ્યાકરણ શીખેલા છે . ઘણી વખત બાબ મને મુકવા આવે બાબ ની વહુ છૂટી થઇ ગઈ બાબનાં  બે  દિકરા  જજે એની વહુને સોપેલા  બાબ ચિંતામાંથી મુક્ત થવા  દારૂને રવાડે ચડી ગએલો ,એક વખત મેં બે ડોલર આપ્યા .એટલે બાબ ગુસ્સે થઈને બોલ્યો હું તારો દોસ્ત છું .તારો ડ્રાયવર નથી ,જો તે મને પૈસા આપવાની વાત કરી તો  હું તારી દોસ્તી છોડી દઈશ અને કદી તુને મુકવા નહિ આવું ,સ્ટીવ નોકરીમાં રહ્યો .તે પોતાની કાર હંમેશા  ઠાઠ યું રાખે પોતે કાર રીપેરનું કામ ઘણું જાણતો એટલે એ   ભંગાર કાર ખરીદે અને રીપેર કરીને ચલાવે . સ્ટીવ નો ઘરે જવાનો રસ્તો મારા ઘર આગળથી નીકળે  કોઈએ મને કીધું કે તમે  સ્ટીવ  નોકરી ઉપરથી  જયારે ઘરે જાય છે ત્યારે એ તમારા દુ:ખ નોતું  ઘર પાસેથી પસાર થાય છે। જો તમે એને   તમારે ઘરે મુકવાનું કહો તો તમારા ભાઈનો તમને તેડવા આવવાની ધક્કો બચી જાય ,સ્ટીવે મને બહુ રાજી થઈને  હા  પાડી .સ્ટીવ ની ઠો ઠી યુ કાર હોય એટલે ક્યારેક અટકે ત્યારે  હઠ ગંધારી  કુતરી  એમ બોલે  સ્ટીવ ખુબ બીયર પીએ સિગારેટ પણ બહુ પીએ  એની કારની પાછળની સીટ હમેંશા  બીયના ખાલી દબ્લાથી ભરેલી હોત અને આગળ સિગારેટના  ઠુંઠ  પડ્યા હોય .અમેરિકામાં કોઈ પુરુષ એવો નહિ હોય કે જે પોતાની બાયડી  ને ઘરડી કહેતો હોય મેં તો સમ્ભ્લીયો નથી આપે પણ નહિ સામ્ભાલીયો હોય આ  સ્ટીવ  એક એવો હતો કે કે જે પોતાની બાયડીને  old  ledi  કહેતો ,અને એની બાયડીને એનું કંઈ દુ:ખ નોતું ,મહિનાઓ સુધી સ્ટીવ મને ઘરેથી નોકરી ઉપર લઇ જાય અને ઘરે મૂકી જાય,એક વખત મેં એને મહા પરાણે બે ડોલર આપ્યા એમાંથી એણે  એકજ ડોલર લીધો .પછીથી એ એક ડોલર લેતો ,સ્ટીવ મારા કરતા ઉમરમાં ચારેક વરસ નાનો હતો છોકરાઓ એને મારો ડ્રાયવર કહે  પણ સ્ટી વને  એની કોઈ અસર થતી નહિ ,એક વખત એ વહેલો છૂટી ગએલો અને હું હજી  મારું કામ કરી રહ્યો હતો ,સ્ટીવ  મારા છૂટવાની વાટ  જોઇને બેસી રહ્યો .એકચા મ્પલા  પલા છોકરાએ કીધું કે આજે સાહેબ મોડા આવશે ખરું ?પણ  સ્ટીવ ના  પેટનું પાણી પણ નો હાલે આ સ્ટીવ મારો પરમ સ્નેહી મિત્ર હતો ,હું એની કારમાં બેઠો હોય કર ચાલી જતી હોય તો સ્ટીવ કાર ઉભી રાખીને રોડ પાસે કોઈ આવતું જતું ન હોય તો સ્ટીવ રસ્તા પાસે ઉભો ઉભો પેશાબ કરી લ્યે ખરો , દારુ અને સિગારેટે  સ્ટીવને  જાજુ જીવવા નો દીધો। સ્ટીવ મારી ગયો ત્યારે હું ખુબ રોયેલો .

હોલાડી તેંતો હદ કરી

પ્રિન્ટીંગ પ્રેસમાં  માર્કને પાણીચું આપ્યા પછી શેઠે અને મેનેજરે  મારી નીચે છોકરી મુકવાનું નક્કી કર્યું (મારી નીચે નહિ પણ મારા હાથ નીચે  એમ કહેવાય કોક જુવાનીયા અર્થનો અનર્થ કરી બેસે ) મારું પ્લેટમેકિંગ ડીપાર્ટમે ન્ટ  બહુ એકાંત સ્થળ અને મારી જુવાની ભાગવા માંડેલી ઉમર એટલે મારીપાસે છોકરીયો બોર થઇ જાય . એવું માને  એટલે રાજી ખુશી થી મારી સાથે કઈ છોકરી કામ કરવા તૈયાર છે .એ માટે બીડું ફેરવ્યું .એક holly નામની છોકરીએ બીડું ઝડપ્યું .આપણા  દેશી ભાઈઓ  હોલી  કહે જયારે અમેરિકનો હાલી એવો ઉચ્ચાર કરે . આ હોળીને મારી ભારત વિશેની વાતો બહુ ગમતી  ,ભારતની પ્રાચીન સંસ્કૃતિ વિષે પણ એને  જાણવા માટે બહુ રસ હતો એ લંચ સમયે હંમેશા મારી પાસે બેસે . અને અને કહે” હાં હવે થવાદ્યો અન બલીવબ લ ઇન્ડિયા ” જુવાનીયાઓ એની મશ્કરી કરે કે હવે એને હેમત જેવો જુવાન બોય ફ્રેન્ડ મળી ગયો છે .એટલે એ હવે આપણા સામું જુવે એમ નથી . હોલી એની વાતું પર લક્ષ  નો આપતી અને એને સંભળાવી પણ દેતી કે તમારા કરતા એમાં ઘણી વિશેષતાઓ છે .હોળી મને બહુજ મદદરૂપ હતી , હું એને હજી સુધી ન્ભુલી શકતો નથી . મારી પત્ની ભાનુબેન પણ હોલીને ઓળખતી . ભાનુબેને એનું નામ હોલાડી કરી નાખેલું  એક વખત મને હોલી એ પૂછ્યું   હોલાડીનો  અર્થ શું થાય મેં એને કહ્યું કે એ એક સરળ સ્વભાવનું ગાફેલ પક્ષી છે . માળો પણ સરખો બનાવતી નથી .અને ફક્ત બેજ  ઈંડાં  મુકે છે .હોલી  બોલી  એને ગમેતેવું પણ પોતાનું ઘર છે .મારે પોતાનું ઘર નથી .વળી તે બે ઈંડાં મુકે છે પણ હુંતો એકજ ઈંડું મુકીશ  મારી પત્ની પાસેથી એણે  સાંભળેલું કે હું   જેવો તેવો કવિ પણ છું .અને મને ઢંગ ધડા વગરની કવિતાઓ પણ બનાવતા  આવડે  છે, એક વખત હોલીએ  મને કીધું મારા માટે તમે કવિતા નો બનાવો ? મેં કીધું હા હું જરૂર તારા માટે પણ કવિતા બનાવીશ  મોકો મળશે ત્યારે કેમકે  કવિતા બનાવવા માટે હૃદયમાં ઉમળકો હોવો જોઈએ  કહેવત છે કે —દુહો દલમાય ઉલટ વિણ આવે નઈ  ખાવું ખોળા માંય  ભૂખ વિણ  ભાવે નહિ . એક વખત  હોલીએ   પોતાના પેન્ટ પાછળ  ફૂમતાં વાળી દોરી લગાવીને આવી ,આવી ફૂમતા વાળી  ચોરણા ની નાડી ઉપલેટા, ઢાક  ,ખાખીજાળીયા તરફ જુના વખતમાં ખેડૂત લોકો રાખતા . હોલાડી વાંકી વળી વળીને  લોકોને દેખાડતી ફરે કે કેવું હું લાગુ છું . આ જોઈ મને એક રાસડો બનાવવાનું સુજ્યું , આ રાસડો જયારે મેર જુવાનો દાંડિયા રાસ રમતા હોય એના તાલમાં ગવાય , ઘેસના પાપડ  ઘેંસના  પાપડ ” એ તાલમાં નો ગવાય ઈતો બાપુ હોરીનો (હોળી )પડવો હોય અને બખરલાના મેર દાંડીય  રાસ  લેતા હોય “ઢિંગનો પટોને ઢોલની દાંડી હેજ્કી પરણે ને પુનકી  ગાંડી “એ તાલમાં ગવાય એવો આ મારી હોલાદીનો રાસડો મેં  મારી હોળી માટે બનાવ્યો છે જે આપની સમક્ષ હું રજુ કરું છું .દુહો –હોલાડી તેંતો હદ કરી દુ:ખ વેઠયું હદ બાર , કાળી મજુરી કરી કરી  હાંક્યો ઘર વહેવાર

રાસડો—હોલાડીએ પૂંછડી ઉગાડી પૂંછડી ઉગાડીને વાતું આખા દેહમાં પુગાડી હોલાડીયે પૂંછડી ઉગાડી

ફાટલ તૂટલ પોલકું  પેરેને  કાક્ચિયાનો  હાર  કાક્ચિયાનો હાર

એ એ એ  કેડથી  હેઠીયું  ચડિયું  પેરે (એ)મા થીગ ડાં  નો નહિ પાર  હોલાડી માં નખરા અપ્રમ પાર

ઘૂડ ના  જેવિયું આંખ્યું હોલાડી ની  હાહલા (સસલા)જેવા કાન હાહલા જેવા કાન

એ એ એ ઈ રીંછના  જેવાં  ભીંસ રાં  ઈનાં નસ વાંદરી જેવો વાન દિલ્લીની વાંદરી જેવો વાન (જુનાગઢના ભવેસર ની કાળા મોઢા જેવી વાંદરી ની ) હોલાડીના  મન રેતાં  મસ્તાન

આંખ ઉલાળીને વાત કરે ઇના જટિયાં  જા ક મ જોળ  જટિયાં  જાંકમ  જોળ નાગણી નાં જીમ હાલે હોલાડી ના પ્રેમીયુ હાલક લોળ  અભાગિયા આશ્કું  ડામાડોળ  હોલાડી ની આંખડી રાતી ચોળ

માંસ મદિરા ન ખાય હોલા ડી આચળ કુચળ  ખાય  રીંગણ ગાજર ખાય   એ એ એ એ  ઈ ભાયડા ના જેવું કામ કરે પછી થાકી પાકી સુવે જાય  “આતા “ઇણા  હેતનાં  ગાણાં  ગાય  હોલાડીનું  હેત કદી  ના  ભૂલાય

મારો મેનેજર ડેવિડ હેન્રી મારાથી નથી ભૂલી  શકાતો એ મને  બોસ બનતા શીખવતો  કઈ કામ પ્લેટો વગેરે બનાવવાનું આવે તો તું આ ગધેડીયુંને  હુકમ કર  તું એનો સાહેબ છો , ડેવિડ મારા માટે દેવતા હતો , એટલે હું એને  આજની ઘડી સુધી યાદ કરું છું . ડેવિડ મારા અંગ્રેજીના છબરડાની , એની ઘરવાળી આગળ પણ વાત કરે અને એને હસાવે , ડેવિડ એની ઘરવાળી આગળ મારી વાતો  કરે છે એ મને કેમ ખબર પડી ? એની વહુ બેન્કમાં નોકરી કરે  મારે એક વખત બેન્કને લગતું એનું કામ પડ્યું એ  બેંકમાં  મહત્વના હોદ્દા ઉપર હતી .  મારી પૂછ પરછ દરમ્યાન એને ખબર પડી કે હું  પ્રેસમાં  કામ કરું છું  કે જે પ્રેસમાં એનો ધણી ડેવિડ મેને જર છે . ડેવિડની મારા વિશેની ભલમન સાઈ ની વાતો કરું તો એક મોટું પ્રકરણ   લખાય  એમ છે .મને ખરું પુછોતો ડેવિડને લીધે હું નોકરી કરી શક્યો ,છું .

ભુદેવે માગ્યા રૂપિયા બસ્સો બાપુએ આપ્યારૂપિયા પાંચસો

DSCN0125

એક બ્રાહ્મણ બીલખા દરબાર રાવત વાળા પાસે પૈસા માગવા ગયો કેમકે તેને પોતાની દીકરીના લગ્નના ખર્ચ માટે થોડા  રૂપિયાની જરૂર હતી  .આ બ્રાહ્મણઠેઠ  ઝાલા વાડ ના કોઈ ગામડેથી આવેલો .બાપુના બંગલા આગળ આવીને ઉભો . નોકરે રાવત બાપુને ખબર આપ્યા કે એક બ્રાહ્મણ  આપને મળવા માગેછે . બાપુએ બાહ્મણ ને પોતાના બંગલામાં અંદર બોલાવ્યો .અને મળવાનું કારણ પૂછ્યું . બ્રાહ્મણે  પોતાની દિકરીના  કન્યાદાન માટે કરિયાવર અને મોટી જાનના જમણ વાર માટે ખર્ચ કરવો પડશે ,એ માટે મારે થોડા પૈસાની જરૂર છે ? બ્રાહ્મણે  કીધું બસ્સો રૂપિયાની જરૂર છે .બાપુએ તુરત પૈસા આપવાની વ્યવસ્થા કરી આપી .અને બ્રાહ્મણ ને પ્રણામ કરી વિદાય આપી .પૈસા લઇ બ્રાહ્મણ  ઘરે આવ્યો .પત્નીને વાત કરી .બ્રાહ્મણ બિલખા  ગયો .એ પછી  બ્રાહ્મણી ને વિચાર આવેલો કે   ખોટા વહેવારમાં તણાય જઈ લગ્નમા આટલો બધો ખર્ચ કરવો એના કરતાં  આર્યસમાજ વિધિથી લગ્ન કરાવીએ તો બહુ ખર્ચો નો થાય ,અને જે પૈસા બચે એમાંથી દિકરીને  કરિયાવર કરીએ અને વધે એ પૈસા આવતે વર્ષે દિકરો  કોલેજમાં જશે એ ખર્ચમાં  વાપરીએ ,માટે તમે બીલખા જઈને  રાવત વાળા બાપુને  વાત કરો ,કેમકે બાપુ પાસે આપણે  દિકરીના લગ્ન ના  ખર્ચ માટે પૈસા માગેલા અને આપણે આપણી  મરજીથી બીજા કામ માટે પૈસા  વાપરીએ એ અન્યાય કહેવાય ,બ્રાહ્મણ  બીલખા આવ્યો અને બાપુને બધી બીનાની વાત કરી , બાપુએ કીધું કે  દિકરાની  કોલેજ માટે વધુ ખર્ચ થશે .માટે આ બીજા પાંચસો રૂપિયા વધુ લઇ જાઓ એમ કહી બાપુએ બીજા પાંચસો રૂપિયા આપ્યા . શ્રીમન્નથુ રામ નો આશ્રમ ખરેખર  બીલખા રાજ્યની હદમાં નોતો પણ અમરુવાળા દરબારના ગામ નવા ગામની હદમાં હતો .એક દિવસ    અમરુ વાળા એ આશ્રમના સત્તાવાળાઓને હુકમ કર્યોકે તમારા આશ્રમની નામની આરસની તકતીમાંથી બીલખા નામ કાઢી નાખી નવાગામ નામ લખો . એટલે તકતીમાંથી  બીલખા નામ કાઢી નાખી .નવાગામ ની તકતી  ગોઠવી , પછી ભારત સ્વતંત્ર થયો ,રજવાડાં  ભૂંસી ગયાં ,એટલે  કાઢી નાખેલી બીલખા ગામની તકતી ફરીથી  જોઈન્ટ કરી દીધી હાલ જો કઈ બીજો ફેરફાર ન  થયો  હોયતો એ ચોટાડેલી તકતી જોવા મળશે .

એક વખત એક મસ્તાન નાગોબાવો  બીલખા આવ્યો . અને એ ક વડલાના ઝાડ નીચે   મૃગચર્મ વિછાવી જમાવટ કરી  આ બાવો જયારે ગામમાં જાય ત્યારે લંગોટી પહેરે બાકી દિગંબર રહે .બાવો એક હથિયાર તરીકે કુહાડી રાખતો  કોઈ  પ્રશ્ન કરે કે બાપુ તુમતો ત્યાગી હો  ત્તુંમ્કો ફારસી રાખનેકી ક્યાજરૂરત હૈ  બાવો જવાબ આપ્ તો  કે  મહાદેવ ભી ત્રિશુલ રખતે થે . બાવા એ જે ઝાડ નીચે આસન જમાવેલું એ ઝાડ ઉપર મોટો મધપુડો હતો .આ મધપુડા માંથી મધ લેવા એક પારાધી આવ્યો ,અને સીધો ઝાડ ઉપર ચડવા માન્ડ્યો બાવાએ તેને ઝાડ ઉપર મધ લેવા જતા અટકાવ્યો પણ પરાધી માન્યો નહિ ,અને બાવાને બિભત્સ ગાળો આપી .અને ઝાડ ઉપર ચડવા માંડ્યો  બાવે એક ક્ષણ નો પણ વિચાર કર્યા વિના પારધીની કમરમાં  કુવાડી ઝીંકી દિધી  પરાધી નીચે પડ્યો .બાવે” પડ્યા ઉપર પાટુ ” એ ન્યાએ  વધારે કુહાડીઓના  વધારે  ઘા ઝીંકી પારધીને મારી નાખ્યો . એ જમાનામાં  બિલખા જેવાં  નાના રજવાડાં ઓને હાઈ કોર્ટ સુધી કેસ ચલાવવાની  સત્તા હતી .બાવાને પકડીને પોલીસ  લઈ  ગઈ , જયારે પોલીસ પકડીને  બાવાને લઇ જતી હતી .ત્યારે બાવો બોલ્યો  પૂજા કરનેકે લિએ  મેરે શીવ લિંગ ભી  સાથ લે ચલો . બાવાએતો  જેલને શિવાલયમાં ફેરવી નાખી ,શંખ નાદ  ઘંટારવ શરુ કરી દીધો . કોર્ટમાં કેસ ચાલ્યો  બાવે ગુન્હો કબુલ કરી લીધો . પણ ડોકટરે અસ્થિર મગજનો છે એવું સરટિ ફિકેટ આપ્યું . જજે ન્યાય કર્યોકે  બાવો અસ્થિર મગજનો હોવાથી એના બોલવા ઉપર ભરોસો  નો રખાય એમ કહી બાવાને છોડી મુક્યો , બાવો  કુહાડી, ખપ્પર,મૃગચર્મ લઈને રવાના થયો .અને પોતાની મૂળ જગ્યાએ આવી ગયો .આપના કનક રાવળ નાં દાદા મહાશંકર બાપા નથુરામ શર્માના શિષ્ય હતા હું મહાશંકર બાપાને સારી રીતે ઓળખાતો ,અને એમના ચિત્રકાર પુત્ર કલાગુરુ રવિ શંકર રાવળ પણ ઓળખું અને આ કરા ને પણ ઓળખું .

એક વખત લુંન્ત્ફાતનો ભય હતો ત્યારે આશ્રમમાં ચોકી કરવાની જરૂર ઉભી થઇ . આશ્રમ માં વજશી ભગત કડછા મેર અને ગીગોભગત  ચુંવાળિયા  કોળી  એમ બે ચોકીદારો હતા અને ત્રણ બંદુકો હતી , પણ બેમાંથી એકેય ચોકીદારને એકેય બંદુક વાપરતા આવડે નહિ  . દેશીંગા દરબાર પાસે આ વી બંદુક હતી . દરબાર  નવરંગ ખાં નો દીકરો  અબ્દુલ હમીદખા ઉર્ફે દાદાબાપુ મારો  ખાસ  મિત્ર એટલેહું સીમમાં જઈને  દાદાબાપુ  સાથે ભડાકા કરતો એટલે  મને બંદુક વાપરતાં આવડે , એટલે મેં આશ્રમમાં ચોકી દારી કરી .મારી સાથે મારો મિત્ર ચાપરડા ગામનો પ્રાણ શંકર રહેતો , અમને ચોકીદારીના બદલામાં  પીવા માટે વધારે દૂધ અને વહેલી સવારે પ્રાર્થના કરવાની માફી મળતી  એક વખત  રાવત વાળા બાપુનો બાપુના જન્મ દિવસના  છડી પોકારનાર માંદો પડ્યો એટલે મેં બાપુની છડી પણ છડીદારના  યુનિફોર્મ માં  પ કારી  સોનેકી છડી રુપેકી મસાલ  રાવત વાળા બાપુને ઘણી ખમ્મા … ખાસ   છડી દાર ને તો ઘણા શબ્દો બોલવા પડતા ,પણ મને આટલાજ શબ્દો  શીખવેલા .

દારને તો