Monthly Archives: એપ્રિલ 2016

ઝેરનાં પારખાં ન હોય

DSC_0046

એક નાનકડા  સો ખોરડાં  ની વસ્તી  વાળા ગામડામાં  એક બ્રાહ્મણ  નું ઘર   ,  એક સુતારનું ઘર  , પાંચ સાત ઘર  મેઘવાળ   ભાઈઓના  , એક ઘર  વાણંદ  નું  એક ઘર મોચીનું એક્ઘર  કુંભારનું  એક ઘર   ,એક ઘર લુહારનું   ,એક ઘર  પિંજારા નું  એક ઘર   ઘાંચીનું અને એક ઘર  રખેહર(ઋષિવર ) નું  .   એક ઘર લંઘાનું  ,   અને કેટલાંક ખેડૂતો   નાં ઘરો  એક રબારીનું ઘર 
એક ખેડૂતને  એક સાચક  નામનો દીકરો હતો   . દીકરો માંડ ત્રણેક વરહનો  થયો હશે એટલામાં એની મા તળાવે  લૂગડાં ધોવા  ગઈ હતી  ત્યારે  જ્યારે એ લૂગડાં ધોઈ રહી હતી  ત્યારે એક મઘર  તેને પાણીમાં ખેંચી ગયો   . અને આ રીતે  તેનો અંત આવ્યો  . દીકરો સાચક  મા વગરનો અને સાચક નો બાપ  બાયડી  વગરનો થયો  .  સાચકના બાપ  રામને  એના સગાવહાલાએ  બીજું ઘર કરી લેવા  ઘણો સમજાવ્યો  પણ રામ બીજી બાયડી  પરણવા માગતો નોતો  . એ લોકોને જવાબ આપતો કે  નવી મા મારા  સાચકને કદી પ્રેમ ન આપી શકે  અને  હું બાયડી સાચકને ધમકાવતી હોય તો પણ હું એને કંઈ કહી ન શકું  .એટલે હું મારા વ્હાલા  સાચકને  માનો પ્રેમ પણ હું આપીશ  .  ગામના ગોર પાસે  સાચકના જન્માક્ષર  કઢાવ્યા   . ગોરબાપાએ કીધું કે  સાચક  બહુ કર્મી  થશે પાંચ માણસમાં પુછાય એવો થશે  . પણ એના ઉપર  એક મોટી ઘાત છે  .  બીજી વાત ગોર મહારાજે એ કરીકે  જો સાચક  24 વરસની ઉમરનો થાય ત્યાં સુધી લગ્ન ન કરે અને બ્રહ્મચર્ય   પાળે  તો એ  પાટુ મારીને   પાતાળ  માંથી  પાણી કાઢે એવો   મહા બળવાન થાય  . રામે નક્કી કર્યું કે  સાચક  24 વરસની ઉમરનો થાય  પછીજ લગ્ન કરવાં  જોકે એની સગાઈ  સારા કુટુંબની  સ્વરૂપવાન  અને લાગણી શીલ  છોકરી સાથે  થઇ ગઈ હતી  . છોકરીના માબાપે  લગ્ન કરવાનું દબાણ કર્યું એટલે  23 વરસની ઉમરનો  સાચક  થયો  એટલે લગ્ન કરી લેવા પડ્યા  . પણ રામે નક્કી કર્યું કે   સાચક  24 વરસની ઉમરનો ન થાય ત્યાં સુધી   દીકરા વહુને એકાંતમાં ભેગાંથવા ન દેવાં  એટલે વહુ  ઘરમાં સુવે રામ ઘરના ઉંબરામાં આડો ખાટલો રાખીને સુવે  , અને સાચક ઓસરીમાં દુર સુવે  એક વખત સાચકે  લાંબી લાકડી લઈને  બાપ સુતો હતો એના ઉપર થઈને  લાકડી ઘરમાં ઘાલી અને   લાકડી ઉપર વહુને   બહાર    લઇ લીધી   બાપે જોઈ લીધું અને દીકરાની  શક્તિ ઉપર વારી ગયો   .  અને બાપે પછીથી આંખ આડા કાન કરી નાખ્યા  અને જેમ ચાલતું હતું એમ ચાલવા દીધું  ,  આમને આમ  સાચક 24 વરસનો ભડ ભાદર  જુવાન થઇ ગયો   . અને  પછી તો  બન્ને જણાં છૂટથી  હળવા ભળવા  લાગ્યાં  .  બપોરે  દરરોજ વહુ  ધની ભાત લઈને ખેતરે  સાચકને ભાત આપવા જાય અને બન્ને સાથે જમે   . રાતના બંને જણાં આનંદ  મંગળની વાતો કરે  એક રાતે રામે વાતો સાંભળી  વાતો એવી ચાલતી હતી  , કે એક બીજા એવું કહેતાં હતાં કે  આપને એકબીજા વગર રહી શકતા નથી   . ન કરે નારાયણ  અને આપણાં બેમાંથી  એકનું મૃત્યુ   થાય તો વિયોગના  દિવસો કાઢવા દોહ્યલા  થઇ પડે એમ છે  . અને ભીંતો અને   કરા  કંઈ ભેગા નથી પડતા હોતા  .   , સાચક બોલ્યો કે જો તું મરીજા તો હું પળનો પણ વિચાર કર્યા વિના તુર્તજ આપ ધાત  કરિને  મારો પ્રાણ તજી દઉં  . અને એવી રીતે જો તું મરીજા તો હું તારી પાછળ સતી થઇ જાઉં   .
એક વખત રામને કમત  સુજી  એને ધનીને કીધું વહુ દીકરા આજ મને  ભાત લઈને  સાચકને  આપવા જવા દે  ઘણા વખત  થયા  ખેતરે  ગયો નથી તો  જરાક ખેતરે   આંટો મારતો આવું   , ધણીએ ભાત તૈયાર  કરી આપ્યું   . રામ ભાત  લઈને ખેતરે ગયો  .સાચકે  બાપને જોયો આજ ધની  કેમ ન આવી   ,એની નવાઈ લાગી   .એટલે ધીમે રહીને  બાપને કીધું બાપા તમે શા માટે ધક્કો ખાધો  ? રામે રોયા જેવો ડોળ કરીને બોલ્યો   . દીકરા તું ખાઈ લે પછી કહું   . સાચક બોલ્યો  બાપા જેવું હોય  એવું મને કહો   . સાંભળ્યા પછી  રામ  આંખોમાં આંસુ લાવીને બોલ્યો   . દીકરા ધનીને  કાળો નાગ  કરડ્યો અને   અને એનું પ્રાણ પંખેરું  ઉડી ગયું  .  સાંભળતાવેંત   સાચકે બાજુમાં દાતરડું પગ્યું હતું એ   લઈને  પોતાના  પેટમાં  ઘાલીને  પેટ ચીરી  નાખ્યું   .અને આંતરડા  બહાર કાઢી  નાંખ્યાં   . અને રામ છાતી કૂટતો  કૂટતો  ગામમાં આવ્યો   . અને સૌ ને સાચકના  અશુભ સમાચાર આપ્યા  ,ગામ આખામાં  હાહાકાર થઇ ગયો  .  ધની  સુન મુન થઇ ગઈ   હવે  શું કરવું   સાચકે   આવું  પગલું  કેમ ભર્યું   એના  વિચારે    ચડી ગઈ   .  થોડા દિવસ માં   એના  માબાપ આવ્યા  અને ધનીને  ઘરે તેડીગ્યા   અને પછીતો
દિન ગણતા  માસ   ગયા  વરસેને આંતરિયા 
સુરત  ભૂલી સાહ્યબા  અને નામે વિસરીયા
 આં બાજુ  સાચક  નો   અગ્નિ સંસ્કાર    થયો  . એની ખાંભી રચાણી   .  ધની  એક યુવાનને ઘરધી  અને ઘર ઘરણું   સાચકના  ગામ પાસેથી પસાર થયું  ,  થોડો  પોરો ખાવા    સાચકની  ખાંભી પાસે  ઉભું રહ્યું  . ધની  ખાંભી ને  ધારી ધારીને  જોતી હતી।  આ દૃશ્ય  જોઈ  એક બાર વરસના  ચારણ  છોકરાએ  દોહરો  કહ્યો  ;
 સાચક તું સાચો ઠર્યો  વચનને વળગી ર્યો
 ધની  વચન તોડીને   બીજો ધણી  કર્યો
અને ધનીને  આ દોહરો  હૃદય  સોસરવો  ઉતરી  ગયો  . અને પોતાને સાચક  પાછળ   સતી થવું છે  , એવી જાહેરાત કરી અને સ્મશાને  ગામ લોકોએ ચિતા  ખડકી  અને  ધની  ચિતા ઉપર ચડી  ગઈ  .  અને  ગામ લોકોએ આગ ચાંપી  ,  અને  સાચક   તુને  મળવા આવું છું  , એમ બોલતી  બોલતી  બળીને ભસ્મ થઇ ગઈ   .

मेरे नग़मा के चंद कलाम पेश है आपकी खिदमत में .

raja_ravi_varma_-_mahabharata_-_birth_of_shakuntala1victoria-1258

देख  तपस्या  विश्वा मित्रकी   इंद्रको  इर्षा आई
इन्द्रने  भेजी अप्सरा  मेनका  तपस्या भं हो  जाई   … सन्तोभाई
 ऋतुमती मेनका  ऋषिको भेटि जोरसे बाथ भिड़ाई
मेनका ऋषि  विश्वामित्रसे  गर्भवती  हो जाई  ….सन्तोभाई
शकुन्तलक् जन्म हुवा तब ऋषिको देने आई
ऋषिने साफ़ इंकार किया  तब  कण्व  मुनिके पास जाई  …सन्तोभाई 
छोटी शकुंतला  कण्व मुनिके   आश्रम  में  जब आई 
काम धेनुका  दूध पि करके  जल्द बड़ी हो जाई  ……सन्तोभाई
सब कोई सहाय  करें  बलवानको  निरबलको  न  सहाई
पवन झगावत  अगन ज्वाला  दीपक देत बुुजाई    सन्तोभाई
जबतक  रो  दुनियामे ज़िंदा  काम करो मेरे भाई
इतना ज़्यादा  काम  न करना   काम तुझे खा जाई  …सन्तोभाई
लिखना पढ़ना  काव्य बनना  येतो है  चतुराई
काम क्रोध अरु मन बश  करना  अति  कठिन है  भाई  …सन्तोभाई 
समदरको मीठा   करदेना  कार्य कठिन  संतो साईं 
\अपने आपको मीठा करनेमे है अति  कठिनाई  …सन्तोभाई
प्रेमका रस्ता बहुत कठिन है  पूरा  न होने  पाई 
फंस  गया मजनू घोर जंगलमे  फरहाद न पर्वत  लाइ  …सन्तोभाई
भक्ति इक दिन काम आएगी  नबात अच्छी  बतलाई
परवश  होक मरते  देखे  काम न आई  भक्ताई   …सन्तोभाई
मासर काम करो दुनियामे इच्च्छो सबकी भलाई   मासर=अच्छे काम
हो सके  उतनी  मदद करो तुम  छोडो दिलकी बुराई    सन्तोभाई
निहाँ रख्ख  अपने लुत्फको  बाबा  किसे न कहो  हर्षाई    हासिद = ईर्षालु
हासिद तो  जल जाएंगे  लेकिन तुमको  देंगे  जलाई   सन्तोभाई
गरज के  दोस्तों  हो जाते  है  ग़रज़  पते चले जाई 
सच्चा दोस्त  जो  होगा अपना   साथ रहेगा  लड़ाई   …,संतो भाई
प्रेमका तन्तु अति नाजुक है  मत तोड़ो  झटकाई
तुटनेसे  फिर जुड़ता नहीं है  जुड़े तो गाँठ  रह जाई  …   सन्तोभाई

આનંદ ક્યે પરમાણદા માણસે ને માણસે ફેર , એક લાખું દેતાં ન જડે બીજા ત્રાબીયા હુંદા તેર

bus40906458એક્વાત  .     આપના માટે  .
ઘણા વરસ પહેલા હું પોરબંદર ગએલો   , ત્યાંથી  આવતી વખતે કુતિયાણા જતી  બસમાં બેઠો  . કુતિયાણા થી  દેશીંગા ચારેક માઈલ દુર થાય  .એટલે પછી ચાલીને ઘરે  દેશીંગા જવાનું  હવેનીતો મને ખબર નથી  .   પણ જુના વખતમાં 
કોઈ પણ માણસ   સાથે  વાતો કરવાનું મન થાય ભલે એ નવો હોય  . કઈ  નાતના છો  ?  . ક્યા ગામના છો  ?  બાલબચ્ચા  શું છે  ? . શું ધંધો કરો છો  ? વગેરે  કેટલાય  પ્રશ્નો પૂછે   .અને સામો માણસ  પણ સવાલ જવાબ કરે  ,  .  હું બસમાં બેઠો ત્યારે મારી બાજુની સીટ ઉપર  એક ભાઈ બેઠા હતા   . એમણે પોતાના કપાળમાં  લાલ રંગનો  ઈંગ્લીશના U   આકારનો ચાંદલો  કરલો આથી સમજી શકાય કે આ માણસ વૈષ્ણવ  સમ્પ્રદાયનો હશે  ,  મેં એ ભાઈને જય શ્રી કૃષ્ણ  કહ્યા   . થોડી વાર લગાડ્યા  પછી  એ ભાઈએ મને જય શ્રી કૃષ્ણ  કહ્યા  . મેં તેમને ફરી  સવાલ કર્યો  ભાઈ તમારું નામ શું ? એ ભાઈ થોડી વાર લગાડ્યા પછી બોલ્યા  . મને સામે સવાલ કર્યો   , તમારું નામ શું ? જવાબમાં મેં મારું નામ તો આપ્યું પણ  મારા બાપનું નામ પણ આપ્યું   . અને હું શું કામ કરું છું  . અને મારા બાપ શું કામ કરતા   . એપણ કીધું  . મારું સાંભળ્યા પછી  એ ભાઈ ઠીક  એમ બોલીને  નીચું માંથું   કરીને  બેસી રહ્યા  . એટલે હું બોલ્યો ભાઈ તમેતો તમારું નામ નો કીધું  , તે બોલ્યા  મારા નામનું તમારે શું કામ છે  .? તમને બોલાવવા હોય તો કામ લાગેને।  ? તો તેભાઈ બોલ્યા    . મને તમે બોલાવો એમાં મને શો લાભ ?આ  લાભની  વાત સાંભળીયા  પછી મેં માન્યું કે આ ભાઈ  વાણીયા લાગે છે   . એટલે મેં  તેમને પૂછ્યું ભાઈ તમે વાણીયા છો ? તે ભાઈ બોલ્યા  , હા હું વાણીયો છું  .  પણ તમને કેમ ખબર પડી ગઈ કે હું વાણીયો છું  . ? મેં  કીધું હું  જોશી છું અને  કાશીની સંસ્કૃત યુનીવર્સીટી માં  પહેલે નંબરે  પાસ થએલો છું   . અને હું   ન્યાય , વ્યાકરણ  અને જ્યોતિષ શાસ્ત્રની   આચાર્ય  ડીગ્રી  ધરાવું છું  .  મારી વાત સાંભળ્યા પછી એણે  પોતાના જમણા હાથની હથેળી  મારા સામે ધરીને બોલ્યા મારો જોશ જુવો  મેં કીધું 59 રૂપિયા   મારા જોશ જોવાની ફી છે અને આ ફી હું  પ્રથમ લઉં  છું અને પછી  જોશ જોઉં છું    .  એ બોલ્યા એમ કેમ  કામ કર્યા પહેલા પૈસા લ્યો છો  . અમે ઘરાકને માલ આપ્યા પછી પૈસા  લઈએ છીએ   . આ  મુંબઈના  ઝવેરી કમલેશ સાકર ચંદ  હીરા જેવી કીમતી વસ્તુ પહેલા  આપીને પછી પૈસા લ્યે છે  .  મેં કીધું  હું જુના વખતના શરણાયા જેવી મારી દશા હું  થવા દેવા માગતો નથી  . પાછી એને તુર્ત 50 રૂપિયા  મને આપ્યા અને મેં જોશ જોવો શરુ કર્યો   . આ વખતે મારી સામેની સીટ ઉપર  બેઠેલો હરભમ નાગા  તરખાલા મેર બોલ્યો  .   ભાભા  ઈણો જોહ  જોયા પસી  મારો જોહ જોજે  . શેઠની  હસ્ત  રેખા જોયા પછી  હરભમ ની હસ્ત રેખા જોઈ  કામ પૂરું થયા પછી એણે પોતાના ખિસ્સામાં હાથ   નાખ્યો પણ એના પાસે પુરતા પૈસા નહી હોય  , એટલે તે કશું બોલ્યા વિના ચુપચાપ બેસી ગયો  . શેઠે ધીમેથી મને કીધું  તમે એનાથી ડરી ગયા એટલે પૈસાની માગણી પણ ન કરી  . મેં શેઠને કીધું અમને એ લોકો દ્રવે નહી પણ અમને ડરાવવા વાળા  લોકોને ડરાવે ,  એના પાસે પૈસા નહી હોય એટલે એ ચુપ ચાપ  બેસી  ગયો પણ એ મારા પૈસા  હજમ નહી કરીજાય  છેલ્લી બાકી એ ગાયુંને ઘાસ ખવડાવવામાં વાપરી નાખશે    . શેઠ બોલ્યા એતો તમારું મન મનાવવાની વાત છે  . થોડીવારમાં કોટડા સ્ટેશન આવ્યું  અહી એને ઉતારવાનું હતું એટલે એ બસમાંથી  ઉતરી ગયો અને બસ  ડ્રાઇવરને કહેતો ગયો કે થોડી વારમાં હું આવું છું એમ કહી એ બસમાંથી ઉતાર્યો અને નજીકના પાન   બીડી  ની દુકાન  વાળાં પાસે ગયો  . અને  પૈસા લઇ આવ્યો  . પાન વાળાએ  પૈસાનું પડીકું બાંધી આપ્યું   , આ પડીકું એ મને આપી ગયો   . શેઠે મને કીધું કે એ તમને પૈસાના બદલે પાન આપીને  ફોસલાવી ગયો હવે તમે જુવો તો ખરા કે  એ કેટલા પાન આપી ગયો છે , મેં પડીકી ખોલી તો અંદરથી 51 રૂપિયા નીકળ્યા   , આ જોઈ  શેઠ ચકિત થઇ ગયા   .

બોંતેર કડીઓના ભજનની કેટલીક કડિયો

3       display-42392000px-Om.svg

भक्त कवि सुरदासका भजन “मैया मोरी में नहीं माखन खायो “इसी ढंगसे  ये भजन  गाया  जाएगा
पापी जनका पाप धोनेको स्वर्गसे गंगा आई
 वोही गंगा खुद मैली हो गई  कौन करेगा सफाई   ….सन्तोभाई समय बड़ा हरजाई 
अति पापिष्ठ  जमारो पारधी   धीवर और कसाई
दुनिया गर मांसाहार छोड़े  सब होव सुख दाई  ..संतो भाई
 मोह माया अरु मन मर जावे अपना जिस्म मरजाई
आदत  आशा  तृष्णा  न मरती  प्राण जाए तब जाई…..सन्तोभाई
विद्या वनिता और   कोई बेली  जात नपुछने जाई
जो रहे नित  उसकी संगतमे  ताहिमे लिपटाई   ….सन्तोभाई
खार चुभनेसे सारी जमिनको चमडेसे न मढ़ाई
चमड़ेकी  जूती पहननेसे खारसे देती बचाई   …सन्तोभाई   खार =कांटे
पराधिनको सुख नहीं मिलता  याद रख्खो  मेरे भाई
चन्द्र  शंकरके  सरपे रहता  पतला  होता जाई  …सन्तोभाई
यारो रंजो मसाइबकी  पर्वा नहीं है   भाई
हौसले रखता हुँ मेरे दिलमे  कष्ट  उठा ले जाई  …सन्तोभाई  रंज = दू:ख
मसाइब =आपत्ति  . कष्ट   होसला हिम्मत

बगैर मरजिके यहाँ  हैयात  मुझे ले आई
न होगी मेरी इच्छा फिरभी इक दिन क़ज़ा  ले जाई  …संतो भाई
हैयात = जीवन  /// क़ज़ा = मृत्यु
धीरजके धरनेसे हाथी मन भर चारा खाई
कुत्ता रोटिके टुकड़े के  कारण  घर घर जाई  …सन्तोभाई
संत जनोंेने  विषया  छोड़ी  मूढ़  तामे ललचाई
ज्यों नर डारत  वमन वमन  कर  कुत्ता स्वादसों  खाई  …संतो भाई
 विषया = विषय  वासना  वमन = उलटी

આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે

jai-srirama1

આજે બ્રહ્માએ  મારા આયુષ્યના  નક્કી કરેલ વર્ષોમાંથી  95  વર્ષ  વાપરી નાખ્યાં  .  અને  છન્નુંમું વર્ષ  વાપરવાની શરૂયાત કરી છે  .બે મહિના પહેલાં મારા  hip  ના સાંધાનું હાડકું મારા અચાનક પડી જવાના કારણે ભાંગી ગયું   . ત્યારથી મને  હું વૃદ્ધ  હોઉં એવો અનુભવ થાય છે.કારણકે    વોકરની મદદથી  પણ  હું લાંબુ ચાલી શકતો નથી  . હું પડી ગયો એના બીજે દિવસે  મારા પગની સર્જરી કરવામાં આવી   ,અને મારું ભાંગેલ હાડકું કાઢી નાખીને એની જગ્યાએ સ્પેશીયલ ધાતુનું હાડકું  ઘુસાડી દેવામાં આવ્યું  . એક દિવસ આધેડ  વયની બાઈ મારી પાસે આવી  , અને મને કીધું કે હું ફીજીકલ  થેરેપી કરાવવા આવી છું   . એક પુરુષ પણ આવેલો એણે મારું વોકર પકડ્યું  ,  અને  ફીજીકલ વાળી બાઈએ  મને ચલાવવાની કૌશિશ  પોતાના પગથી મારા પગને ધક્કો  મારીને મને  ચલાવવાનો પ્રયાસ  કર્યો પણ હું માંડ એક ઇંચ ચાલી શક્યો  . મેં એને કીધું કે  મારે જાજરૂ જવું પડશે  , તો કોઈ નર્સને બોલાવો તો તે કહે  જાજરૂ  માટે  પણ હું  જ  કરીશ  પછી  એ બાઈએ  મ્મને પથારીમાં સુવડાવી મારી નીચે વાસણ ગોઠવીને  જાજરૂ કરાવ્યું  . અને ટોયલેટ  પેપરથી  સાફ કર્યું  .પણ બરાબર સાફ ન થવાથી  પોતે પ્લાષ્ટિકના  મોજાં પહેરી  પોતાના હાથથી ધોઈ નાખ્યું  . પણ આગળનો  પેશાબ કરવાનો ભાગ  સાફ કરવા માટે એક નવી દાખલ થએલી યુવાન  નર્સને  બોલાવી લાવી   .અને મને કીધું કે એ નર્સને પણ થોડો અનુભવ  થાય અને તમને પણ ગમે  એટલે એ નર્સ સાફ કરી આપશે  . એ નર્સે પ્લાશ્તીકના મોજાં પહેરીને ધોયું   . અને પછી પોતાના ખુલ્લા હાથથી પણ સાફ કર્યું   . ઘડીભર માટે મારા પગનો દુ :ખાવો વિસરાય ગયો   .
इलाही  ऐसी भी नर्सको  तूने बनाई है 
कोई नर्स  अपने सिनेसे लगा लेनेके काबिल है
આ આવતા સોમવારે હું ડોક્ટર પાસે જવાનો છું   . અને મેં મહિનાની 11 તારીખે  મારી  પૌત્રી તાન્યાની  ગ્રેજ્યુએશન પાર્ટીમાં  હાજરી આપવા ન્યુ જર્સી  જવાનો છું  બધાજ  વિદ્યાર્થીઓની  ભેગી વિશાળ પાર્ટી છે ઓબામા પણ પાર્ટીમાં આવશે  .પછી   19  તારીખે  તાન્યા અને ડેવિડના કુટુંબ સાથે  અમો સહુ  ક્રુઝ મારફત 5 દિવસ માટે બહામા જઈશું  લ્યો આ મારા અતિશય વહાલા બ્લોગર  મિત્રોને સમાચાર આપ્યા  .
  

भूख गए भोजन मिले ठण्ड गए मिले कंथाई जोबन गए औरत मिले तांसो दिल बहलाई

DSCN0900

કોઈક કવિએ દોહરો લખ્યો છે કે /
भूख गए भोजन मिले ठण्ड गए मिले कंथाई
जोबन गए औरत मिले ताकू आग लगाई
इसका किसी आता जैसा आशिक़ बूढ़ा आदमीने जवाब दिया है की
भूख गए भोजन मिले ठण्ड गए मिले कंथाई
जोबन गए औरत मिले तासो दिल बहलाव्य
કોઈ પ્રવીન્કાંત શાસ્ત્રી જેવાએ તું જમી પરવારીને બેઠો હોય , અને બહુ મહેનત કરીને અનેક જાતની શાકભાજી નું સુરતી ઊંધિયું બનાવ્યું હોય , અને તુને જમવા માટે આપે તો તારે એવો જવાબ આપવાનો કે આ ઉન્ધીયામાં આગ ચાંપો એને કેવું માઠું લાગી જાય ? અને ઇના ઘરવાળાં તારા મોઢા ઉપર ઊંધીયાનું વાસણ ફેંકે કે બીજી કંઈ એને એવો જવાબ અપાઈ કે બેન હું ભૂખ્યો નથી , એટલે sorry હું નહિ જમું પણ મારા માટે તમે મહેનત કરીને ઊંધિયું બનાવ્યું છે . એ તમારી મહેનતની હું કદર કરું છું , અને એ બાબત હું તમારો આભાર માનું છું .
અને કોઈ પ્રજ્ઞા બેન કે ભારતિ બેન જેવા કે રેશ્મા જેવા તુને ચૈત્ર खुल्ला सीना મહિનામાં શાલ આપવા આવે , તો તારે એને એમ કહેવાનું કે આમાં દીવાસળી ચાંપો ? પછી ઓલી રેશ્મા જેવી તારા લચકા મગમાં વધારે મીઠું નાખીને તારા ભાણામાં નાખે કે નહિ ‘ અને તારા દાઢી મૂછના વાળના ભરેલા મોઢા ઉપર કોઈ તારા જેવડી કોઈ ડોશીમાને પણ ગુદા પ્રક્ષાલન કરવાના ડાબા હાથની આંગળિયું અડાડવાનું પણ મન ન થાય , ઈવા તારા ડાચા ઉપર કોઈ પિતરી જેવી કોઈ જોબન છલકાવતી ઋષિ વિશ્વામિત્ર નું તપ છોડાવનાર મેનકાને પણ ટક્કર મારે એવી ખુબ સુરત કુંવારી યુવતી તુને ચુંબન કરવા આવે તો તારે એના ઉપર ઘાસલેટ રેડીને બાળી મારવાનું કોઈ સુરેશ જાની કે કનક રાવળ જેવાને કહેવાનું ? અરરર તોતો ગજબ થઇ જાય . એના માટે તો શેર શાયરી બનાવાય .જેવીકે
खुल्ला सीना दिखायके बद मस्त बनादिया
पित्रिने आँख मारके कत्ल करदिया और ऐसी ग़ज़ल बनाना की
मुसिबतमे हर इंसानको इलाही याद आता है
माशूक़ तुँ याद आती है मुझे जब ग़म सताता है जय बृहस्पति

भूख गए भोजन मिले ठण्ड गए मिले कंथाई जोबन गए औरत मिले तांसो दिल बहलाई

કોઈક કવિએ દોહરો લખ્યો છે કે /
भूख गए भोजन मिले ठण्ड गए मिले कंथाई
जोबन गए औरत मिले ताकू आग लगाई
इसका किसी आता जैसा आशिक़ बूढ़ा आदमीने जवाब दिया है की
भूख गए भोजन मिले ठण्ड गए मिले कंथाई
जोबन गए औरत मिले तासो दिल बहलाव्य
કોઈ પ્રવીન્કાંત શાસ્ત્રી જેવાએ તું જમી પરવારીને બેઠો હોય , અને બહુ મહેનત કરીને અનેક જાતની શાકભાજી નું સુરતી ઊંધિયું બનાવ્યું હોય , અને તુને જમવા માટે આપે તો તારે એવો જવાબ આપવાનો કે આ ઉન્ધીયામાં આગ ચાંપો એને કેવું માઠું લાગી જાય ? અને ઇના ઘરવાળાં તારા મોઢા ઉપર ઊંધીયાનું વાસણ ફેંકે કે બીજી કંઈ એને એવો જવાબ અપાઈ કે બેન હું ભૂખ્યો નથી , એટલે sorry હું નહિ જમું પણ મારા માટે તમે મહેનત કરીને ઊંધિયું બનાવ્યું છે . એ તમારી મહેનતની હું કદર કરું છું , અને એ બાબત હું તમારો આભાર માનું છું .
અને કોઈ પ્રજ્ઞા બેન કે ભારતિ બેન જેવા કે રેશ્મા જેવા તુને ચૈત્ર खुल्ला सीना મહિનામાં શાલ આપવા આવે , તો તારે એને એમ કહેવાનું કે આમાં દીવાસળી ચાંપો ? પછી ઓલી રેશ્મા જેવી તારા લચકા મગમાં વધારે મીઠું નાખીને તારા ભાણામાં નાખે કે નહિ ‘ અને તારા દાઢી મૂછના વાળના ભરેલા મોઢા ઉપર કોઈ તારા જેવડી કોઈ ડોશીમાને પણ ગુદા પ્રક્ષાલન કરવાના ડાબા હાથની આંગળિયું અડાડવાનું પણ મન ન થાય , ઈવા તારા ડાચા ઉપર કોઈ પિતરી જેવી કોઈ જોબન છલકાવતી ઋષિ વિશ્વામિત્ર નું તપ છોડાવનાર મેનકાને પણ ટક્કર મારે એવી ખુબ સુરત કુંવારી યુવતી તુને ચુંબન કરવા આવે તો તારે એના ઉપર ઘાસલેટ રેડીને બાળી મારવાનું કોઈ સુરેશ જાની કે કનક રાવળ જેવાને કહેવાનું ? અરરર તોતો ગજબ થઇ જાય . એના માટે તો શેર શાયરી બનાવાય .જેવીકે
खुल्ला सीना दिखायके बद मस्त बनादिया
पित्रिने आँख मारके कत्ल करदिया और ऐसी ग़ज़ल बनाना की
मुसिबतमे हर इंसानको इलाही याद आता है
माशूक़ तुँ याद आती है मुझे जब ग़म सताता है जय बृहस्पति

કોડવાવ ગામના કોટેશ્વર મહાદેવનો મેળો

shi

કોડવાવ ગામ મારા ગામ દેશીંગા થી આશરે પાંચેક માઈલ દુર થાય . ત્યાં ઘણા વખત પહેલાં ભાદરવી અમાસનો મેલો ભરાતો આજુબાજુના ગામડાના માણસો મેળો જોવા આવે , કોડવાવ ગામ દેશીંગા દરબારનું ભાયાતી બાબી મુસલમાન દરબારનું ગામ મેળામાં અવનવી વસ્તુ વેંચાતી હોય કંદોઈ તાજી જલેબી અને તાજા ફાફડા ગાંઠીયા અને વાસી પેંડા વેંચતા હોય તીન પતિનો જુગાર જ્યાં ત્યાં બેસીને લોકો રમતા હોય પોલીસ દાદા ફરતા હોય પોલીસનો હેડ હોય એ જુગાર રમવા વાળા કુંડાળું વળીને બેઠા હોય એમાં એમાં પોલીસદાદા લાકડી ઉભી રાખે અને દરેક જુગારી પાસેથી બબ્બે આના ચાર ચાર આના પડાવે બધા પૈસા ભેગા થાય એટલે પોલીસવાળા ભાગે પડતા વહેંચી લ્યે ,એક વખત પોલીસ વાળે બીજી વખત લાકડી કુંડાળામાં મૂકી . એટલે એક જુગારી ઉભો થઈને બોલ્યો , એલા હમણા તો એક પોલીસ વાળો પૈસા ઉઘરાવી ગયો અને આ પાછો તું કેમ આવ્યો પોલીસ બોલ્યો હવે તમે જાજા પૈસાથી રમો છો એટલે બીજી વખત પૈસા આપવા પડશે . . એટલે જુગારી ઉશ્કેરાઈ ગયો અને પોલીસની ગરદનમાં એક જોરદાર મુક્કો માર્યો એટલે પોલીચ્ની ગરદન ત્રાંસી થઇ ગઈ . અને મુક્કો મારનાર અદૃશ્ય થઇ ગયો . આ મેળામાં હું અને મારો મિત્ર રુઘો પણ ગએલા એક ઠેકાણે એક માણસ ડીશ મુકીને થોડે દુરથી એમાં પૈસા નખાવે જો સિક્કો ડીશમાં પડે તો એકના આઠ આપવા પડે . આ ડીશ વિષે કહું તો જુનાવખત માં લોઢાના પતરા ઉપર એક પ્રકારનો પદાર્થ ચોટાડીને વાસણો બનાવતા આવી ડીશ વછે ઉંચી હોય એમાં સિક્કો નાખો એટલે સિક્કો ઉછાળીને બહાર નીકળી જાય ચાલની નોટ નાખો તો ડીશ સુધી પહોંચતા પહેલા જમીન ઉપર પડી જાય એટલે કોઈ નોટ ન નાખે . રુઘે આઈડિયા કર્યો કે નોટમાં સિક્કો મૂકી પડીકું વાળીને ફેંકીએ જોઈએ શું થાય છે નોટમાં આઠ આનાનો સિક્કો નાખી પડીકી વાળી ને ફેંક્યો તે ઉછળી નો શક્યો . એટલે ડીશ વાળાએ થોડુક ધાંધલ કર્યું પણ પછી ડીશ વાળાએ બાર રૂપિયા આપવા પડ્યા . પાછી ડીશ વાળાએ બોર્ડ માર્યું કે ડીશ માં કોઈએ નોટ નાખવાની નથી પણ પછી બીજા જુગારીઓએ મદદ કરી એટલે જખ મારીને આપવા પડ્યા . પછી રુઘાએ આઈડીયા કર્યોકે દસ રૂપિયા સિક્કા ભેગા નાખીએતો ઉછાળીને ભાર નહિ નીકળી જાય અને પાછી બાર રૂપિયા કમાણા એમાંથી દસ રૂપિયા રોકડા લઇ અને નાખીએ મારો તો ભાગ ખારોજ અને બાપુ દસ રૂપિયાના સિક્કા ભેગા કરીને નાખ્યા અને એકેય રૂપિયો ડીશ બહાર ન નીકળી શક્યો . 80 રૂપિયા આપવા પડ્યા એ બહુ વસમાં લાગ્યા પણ મિત્રોની દાદાગીરીથી ડીશ વાલા પાસેથી કઢાવ્યા। અને ડીશ વાળો ભાગી ગયો . અને અમે મિત્રોએ જયાફત કરી ગાંઠીયા જલેબી પેંડા ખાઈને . અને પછી હું અને રુઘો પણ થાક્યા પાક્યા ઘર ભેગા થઇ ગયા .

भानु गई उक़्बा मुझे अकेला छोड़ कर जन्नतको बुललेगी मेरा इश्क़ याद कर

img002

 

મારી  પ્રેમાળ પત્ની ભાનુ મતિ  જ્યારે   આ લોક છોડીને  પરલોક  ગઈ ત્યારે  લગભગ એકાદ વરસ મને એનો વિયોગ ખુબ સાલતો હતો કારણકે  અમે  એકલાં રહતાં  હતાં   . કોઈના ટેલીફોનનો જવાબ પણ હું  બરાબર આપી શકતો નોતો મારા પૌત્રે મારી ઉદાસીનતા પારખી  આ વખતે તે ફ્લોરીડા રહેતો હતો  , ટામ્પા  મને એણે મોકલી અને મને એને ઘરે તેડાવ્યો   . તેણે મને કીધું તમે અહી આવો  અહી હું મારી વાઈફ મારા દીકરો દીકરી   મારી નાની મારો નાનો ભાઈ તમારી  ઉદાસીનતા  દુર કરી દઈશું   .  ત્યાં ગયો  મારા પૌત્ર ડેવિડના છોકરાં મને વળગી પડ્યાં  . ડેવિડની નાની  ચેલેષ્ટિ  કે જેની દીકરીથી  મારો દીકરો છુટ્ટો  થઇ ગએલો  એ વાતને વરસો  થઇ ગએલા  તોપણ  ચેલેષ્ટિ મને ખુબ ચાહતી હતી   .  ડેવિડની ચાર વરસની દીકરી  જીયાના  હું ઉભો હોઉં  ત્યારે  મારા પગ પાસે આવીને  ઉભી રહે અને પોતાના બન્ને હાથ ઊંચા કરીને  પોતાને  હું તેડી  લઉં  એવું કહે  પણ જીયાના  બહુ હાડેતી  મારાથી ઉંચી થઇ નો શકે  .  એટલે જ્યારે હું શોફા ઉપર બેઠો હોઉં  ત્યારે આવીને મારા ખોળામાં બેસી જાય   . અને મને વ્હાલ કરે કોઈ વખત  મારી દાઢી  કાંસકા  વતી ઓળી આપે  .   દિકરો પણ  મારું કહ્યું દોડીને હર્ષભેર  કરે  , એટલે મારો  ભાનુમતીના  વિયોગના જખમનો  ઘા રુજાવા લાગ્યો  .
એક દિવસ મેં ડેવિડને કીધું  ડેવિડ આપણે ક્રુઝમાં  જઈએ  ડેવિડ કદી ક્રુઝમાં ગએલો નહિ પણ મને ક્રુઝ  યાત્રાની અનુભવ  અને પછી એક દિવસ  કાર્નિવલ નામની ક્રુઝમાં  હું અને ડેવિડ  સમુદ્રોના ટાપુની  યાત્રાએ  ટામ્પાથી રવાના થયા   . ક્રુઝમાં પ્રવેશની સાથેજ અમારો ફોટો પાડવામાં આવ્યો   . અમને અકેકું કાર્ડ આપ્યું   . આ કાર્ડમાં  તમે  ક્રુઝમાં જેટલા પૈસા  વાપરવા હોય એટલા જમા કરવો  અને જતી વખતે  તમારા ખર્ચ કરતા બચ્યા હોય એ પૈસા  પાછા આપી દ્યે  .  અને આ કાર્ડથી  આપણી રૂમનું  બારણું પણ ખુલી શકે  .  . ક્રુઝમાં પ્રવેશવાની સાથેજ  પૂછવામાં આવ્યું કે  તમને મુકવા કોણ આવ્યું છે  . ચાલો બધા જમવા બેસી જાઓ   પછી  અમને પછ્યું કે દીન્ર્માતે તમને કયો ટાઈમ અનુકુળ છે  . સાંજના   છ વાગ્યાનો કે ન આઠ વાગ્યાનો  અમને આઠ વાગ્યાનો ટાઈમ  અનુકુળ છે એમ કીધું  છે  .  ફોટા તો બહુ પાડતા હોય  અને આ ફોટા  તમારે બધા ખરીદીજ લેવા એવું જરૂરી નહિ  પણ જે ફોટા તમે ખરીદો એના પૈસા આપવાના અને આ ફોટા કંઈ સસ્તા ન હોય પણ બહુ આકર્ષક હોય  એટલે ખરીદવાનું મન થીજ જાય   
 ક્રુઝમાં વેંચાતી જે વસ્તુ ખરીદો એના રોકડા  પૈસા આપવાના નહી  તમારા  કાર્ડમાં પૈસા જમા કરાવ્યા હોય  એ  કાર્ડ આપો એટલે પૈસા કાર્ડમાંથી કપાય જાય    . ક્રુઝમાં ખાવાનું પુષ્કળ હોય  .   એટલે  નિરાંતે સૌ સાથે બેસીને જમવાનું તો  સાંજે વાળું  કરતી વખતેજ રાખ્યું હોય   .  ક્ર્ઝ્માં રમત ગમતના  ઘણા ઠેકાણા   હોય  શો  પણ  હાસ્ય કલાકારોના  જાદુના  હોય   અને  તમારે કોઈ તમારી  આવડત  બતાવવી હોય તો એના માટે પણ  શો રાખ્યો હોય આ કળા દેખાડનાર અને તેને મદદગાર કોઈ હોયતો એને અકેક  શરાબની બોટલ  અને એવાર્ડ પણ આપે  .
 ડીનર માં ગોળ ટેબલ  ઉપર અમો દસ જણાં  બેસતાં  બે ક્પ્પલ બે જુવાન છોકરીયુ  બે પુરષો  અને  હું અને ડેવિડ    અમારી સન્મુખ  બે જુવાન છોકરીયું  ન્બેસ્તી  આ યુવતીઓમાં એક બહુ  નખરાબાજ અને ચબરાક  હતી જયારે એક ઓછા બોલી  , સરળ  સ્વભાવની  હતી   .અને ધાર્મિક વૃત્તિની હતી  . એક રાતે નટખટ  થોડીક ખુલ્લી છાતીએ આવી   બીજી રાતે ડીનર  વખતે સરળ  છોકરી  ખુલ્લી છાતીએ આવી  .    ન્ત્ખાતને મારી મશ્કરી કરવાનું બહુ સુઝે  સરળ મારી સાથે  સરળતાથી વાતો કરે એક રાત્રે મને કીધું કે તમે મને બહુ ગમો છો એવું કહીને થોડી વાતોએ વળગી  મેં પણ એને કીધું કે તું પણ મને બે હદ ગમે છે  . પછી એની સાથે  વધારે મિત્રતા થઇ  .   . એની વાત ચીતોએ  મને ભાનુમતીના વિયોગનું દુ :ખ ઘણું ભુલાવી દીધું   . મેં એના માટે  શેર બનાવ્યો છે બે આપને વાંચવા આપું છું    . કોઈ વખત આ સરળ  મને એકલી એકાંતમાં પણ મળતી
कृजमे खलवतमे मिल माशुकने ऐसा जादू किया
 बीबी गुजर जानेका   जो ग़म  था भुला दिता   . कहावत = एकांत  
नटखट को ये  शेयर  लागू पड़ता है ये शेयर मेने नहीं बनाया   
 हुस्न वालोमे मुहब्बतकि कमी होती है  चाहने वलोकि तकदीर बुरी होती है  
ક્રુઝમાં ફોટા બહુ પાડતા હોય છે એ વાત આપને કહી છે  એક વખત ડીનર સમયે  ફોટો ગ્રાફર આવ્યો એને મારો અને દેવીદનો સાથે ફોટો પાડ્યો આ વખતે મેં ફોટો ગ્રાફરને કીધું  કોઈ વખત મારી પાસે જુવાન છોકરીને બેસાડીને ફોટો પાડને  ? સાંભળીને  ફોટો ગ્રાફર હસ્ત હસતો જતો રહ્યો આ વખતે  નટખટ  બોલી કાલે કોઈ  ફોટો ગ્રાફર આવશે તો હું તમારી સાથે ફોટો પડાવીશ  આ સાંભળીને હું તો બાપુ ઇવો રાજી થયો કે  મારા ગામના વીહલા વાઘરીને  દરબાર  કયો અને રાજી થાય મેં ડેવિડને કીધું કાલે આપનો કેમેરો લેતો આવજે અને  આ ન ટ ખટ ને મારી સાથે  ફોટો પડાવવાનું યાદ અપાવજે  , મારી વાત સાંભળી   ઘણી છોકરીયુંના  સંપર્કમાં આવી ચુકેલો અનુભવી  ડેવિડ  બોલ્યો આમ  છોકરીયું પાછળ કુતરો બિલાડી પાછળ  પડે એમ ન પડાય છોકરી  પાસે તો ઉંદરડા થવાય  છોકરીયું  પા છાલ  પડે એવી યોગ્યતા  કેળવાય  ‘  બીજી રાત્રે ફોટો ગ્રાફર આવ્યો   અને કેમેરો મારા સામે ધર્યો કે  તુર્ત નટખટ  મારી બાજુમાં આવી અને  પછી સરળ પણ મારી પાસે આવી પહોંચી  . અને ફોટો પડી ગયો  આ ફોટો મારી પાસે છે   . આ ફોટો ક્રુઝમાં કામ કરતા  ગુજરાતી છોકરાને બતાવ્યો  એણે ફોટાનો ઘા કર્યો અને ઇંગ્લીશમાં બોલ્યો  સાલીયું  મારા સામે કોઈ છોકરી મ્જોતી પણ નથી   . અને આ કદરૂપા  ડોસા સાથે ફોટા પડાવે છે   . આવું સાંભળી નટખટ   પોતાની જીભ બહાર કાઢીને થુંક  ઉડાડીને બોલી  તારામાં  છે શું કે તારી  સાથે છોકરી ફોટો  પડાવે અને અને  આ તું જેને ડોસો કહે છે એની પાસે તારા કરતા ઘણું વધારે છે  .
એક વાત રહી ગઈ એ હવે લખું છું  . ક્રુઝમાં આવ્યા તેની પહેલી રાત્રે  બે બેનપણીઓ  મને એકલાને મળી  એણે મને પૂછ્યું  તમે એકલાજ છો  . મેં કીધું મારી સાથે મારો પૌત્ર છે  . એ ક્યા છે મેં કીધું એ ક્યાંક રખડતો હશે   . બેમાની એક બોલી આ મારી બેન પણી પણ રખડું છે  હું તો વહેલી રૂમ ભેગી થઇ જાઉં છું  મેં કીધું હું પણ  તારીજેમ વહેલો ઘર ભેગો થઇ જાઉં છું  . તો તે બોલી કોઈ વખત મારી રૂમમાં આવજોને તમારી વાતો સાંભળવી મને બહુ ગમે છે।   એક વખત હું એની રમ ઉપર ગયો  અને બારણું  ખખdavyu તે બોલી ખુલ્લોજ છે મુ અંદર ગયો જોયું તો તે  વાહો વળીને  ખુરસીupr બેથી હતી તે તદ્દન દિગંબર  હતી પણ એના શરીરનો  આગળનો ભાગ દેખાતો ન હતો  . તે બોલી બેસો હું હમણા આવું છું એમ કહી  એ કપડા   પહેરવા ગઈ  એની રૂમમાંથી  પુનમનો ચંદ્ર દેખાતો હતો  .  ચંદ્ર તરફ એક વાદળી ધસી આવતી હતી  . આ નો મેં શેર બનાવ્યો કે
જ્બ્કે તુજકો  ઉર્યા  દેખા ચંદ શરમાહી  ગયા
 મૈને અપને દિલમે સોચા ક્યા જમાના આ ગયા  અને એ જ્યારે  કપડા પહેરવા જતી હતી ત્યારે  એની કમર લચકતી હતી અને એના નિતંબ  ઊંચા નીચા થતા હતા  ત્યારે મને એક શેઅર યાદ આવ્યો કે
 ખુદા  જબ હુસ્ન દેતા હૈ  નજાકત આહી જાતી હૈ
કદમ ગીન ગીન કે રખતે હૈ  કમર  લચ્કાહી  જાતી હૈ

સાથે વાળું કરતી છોક્રીમાની સરળ  છોકરી હજી સુધી  સબંધ રાખે છે બન્ને છોકારીયુંની મને ચુંબન  કરતી મુવી મારી પાસે છે  .

હિમતરામ હિંમતલાલ , આર્મીમાં ખોટા નામે ભરતી થયો ,એ સિકંદરલાલ , બ્લોગ વિશ્વનો આતા અને તખલ્લુસ અતાઈ

Scan 10-a
પ્રિય મિત્રો

મારો જન્મ રામ નવમીના દિવસે થએલો એટલે મારું નામ  હિંમતરામ  રાખેલું    . પણ મારી માને એવું લાગ્યું કે  ભગવાન રામના  જન્મ દિવસે  મારા લાડલા ગગાનો  જન્મ થયો છે   . એવું લોકો જાણે તો  મારો ગગો ટોન્કાય  જાય એને।  કોઈની નજર લાગીજાય  . એટલે મા લોકોને એવું કહેતી ફરતી કે  મારા દીકરાનો જન્મ ચૈત્ર સુદ આઠમનો થયો છે  .  અને તેદી ઈંગ્લીશ તારીખ  અપ્રીલની  15 તારીખ હતી   . પણ આ આવતી 15 એપ્રિલે જોગાનું જોગ રામનવમી પણ છે  .  બોલો સિયાવર   રામ  ચંદ્ર  કી  જય   પછી પેશાવરના દરવેશે  કે જે દેશીંગા દરબાર  પાસે ભીખ માગવા આવતો  એણે મારા બાપને  રામ શબ્દ કાઢી નાખીને લાલ  શબ્દ  તેની જગ્યાએ  મુકવાનું કીધું અમે મારા બાપા કબુલ થયા  . અને હિંમતલાલ  થયા   . પછી અશોક મોઢવાડીયા  નામના મેર જુવાને  મને આતા  કહેવાનું શરુ કર્યું  અને એ નામને માન્યતા મળી  .  અને મારા બ્લોગનું નામ આતાવાણી  રાખવામાં આવ્યું  . છે  . અને મારું તકલ્લુસ  અતાઈ   રાખ્યું છે  .  અતાઈ  શબ્દ મૂળ અરબી ભાષાનો છે  . જેનો અર્થ  થાય છે  . જે વ્યક્તિએ  પધ્ધતિ સરનું શિક્ષણ  કોઈ કોલેજ કે કોઈ  સ્કુલ કે  વિદ્વાન પાસેથી ન લીધું અને જેને તેને પૂછી પૂછીને  જ્ઞાન  મેળવ્યું હોય  મતલબકે  કોઠા સૂઝ વાળો માણસ એને અતાઈ કહેવાય   .  આ નામ મારા ગ્રાન્ડ સન  રાજીવે એના દીકરાનું નામ રાખ્યું છે  .
Ataai