Daily Archives: એપ્રિલ 1, 2016

હિમતરામ હિંમતલાલ , આર્મીમાં ખોટા નામે ભરતી થયો ,એ સિકંદરલાલ , બ્લોગ વિશ્વનો આતા અને તખલ્લુસ અતાઈ

Scan 10-a
પ્રિય મિત્રો

મારો જન્મ રામ નવમીના દિવસે થએલો એટલે મારું નામ  હિંમતરામ  રાખેલું    . પણ મારી માને એવું લાગ્યું કે  ભગવાન રામના  જન્મ દિવસે  મારા લાડલા ગગાનો  જન્મ થયો છે   . એવું લોકો જાણે તો  મારો ગગો ટોન્કાય  જાય એને।  કોઈની નજર લાગીજાય  . એટલે મા લોકોને એવું કહેતી ફરતી કે  મારા દીકરાનો જન્મ ચૈત્ર સુદ આઠમનો થયો છે  .  અને તેદી ઈંગ્લીશ તારીખ  અપ્રીલની  15 તારીખ હતી   . પણ આ આવતી 15 એપ્રિલે જોગાનું જોગ રામનવમી પણ છે  .  બોલો સિયાવર   રામ  ચંદ્ર  કી  જય   પછી પેશાવરના દરવેશે  કે જે દેશીંગા દરબાર  પાસે ભીખ માગવા આવતો  એણે મારા બાપને  રામ શબ્દ કાઢી નાખીને લાલ  શબ્દ  તેની જગ્યાએ  મુકવાનું કીધું અમે મારા બાપા કબુલ થયા  . અને હિંમતલાલ  થયા   . પછી અશોક મોઢવાડીયા  નામના મેર જુવાને  મને આતા  કહેવાનું શરુ કર્યું  અને એ નામને માન્યતા મળી  .  અને મારા બ્લોગનું નામ આતાવાણી  રાખવામાં આવ્યું  . છે  . અને મારું તકલ્લુસ  અતાઈ   રાખ્યું છે  .  અતાઈ  શબ્દ મૂળ અરબી ભાષાનો છે  . જેનો અર્થ  થાય છે  . જે વ્યક્તિએ  પધ્ધતિ સરનું શિક્ષણ  કોઈ કોલેજ કે કોઈ  સ્કુલ કે  વિદ્વાન પાસેથી ન લીધું અને જેને તેને પૂછી પૂછીને  જ્ઞાન  મેળવ્યું હોય  મતલબકે  કોઠા સૂઝ વાળો માણસ એને અતાઈ કહેવાય   .  આ નામ મારા ગ્રાન્ડ સન  રાજીવે એના દીકરાનું નામ રાખ્યું છે  .
Ataai