Daily Archives: એપ્રિલ 24, 2016

આનંદ ક્યે પરમાણદા માણસે ને માણસે ફેર , એક લાખું દેતાં ન જડે બીજા ત્રાબીયા હુંદા તેર

bus40906458એક્વાત  .     આપના માટે  .
ઘણા વરસ પહેલા હું પોરબંદર ગએલો   , ત્યાંથી  આવતી વખતે કુતિયાણા જતી  બસમાં બેઠો  . કુતિયાણા થી  દેશીંગા ચારેક માઈલ દુર થાય  .એટલે પછી ચાલીને ઘરે  દેશીંગા જવાનું  હવેનીતો મને ખબર નથી  .   પણ જુના વખતમાં 
કોઈ પણ માણસ   સાથે  વાતો કરવાનું મન થાય ભલે એ નવો હોય  . કઈ  નાતના છો  ?  . ક્યા ગામના છો  ?  બાલબચ્ચા  શું છે  ? . શું ધંધો કરો છો  ? વગેરે  કેટલાય  પ્રશ્નો પૂછે   .અને સામો માણસ  પણ સવાલ જવાબ કરે  ,  .  હું બસમાં બેઠો ત્યારે મારી બાજુની સીટ ઉપર  એક ભાઈ બેઠા હતા   . એમણે પોતાના કપાળમાં  લાલ રંગનો  ઈંગ્લીશના U   આકારનો ચાંદલો  કરલો આથી સમજી શકાય કે આ માણસ વૈષ્ણવ  સમ્પ્રદાયનો હશે  ,  મેં એ ભાઈને જય શ્રી કૃષ્ણ  કહ્યા   . થોડી વાર લગાડ્યા  પછી  એ ભાઈએ મને જય શ્રી કૃષ્ણ  કહ્યા  . મેં તેમને ફરી  સવાલ કર્યો  ભાઈ તમારું નામ શું ? એ ભાઈ થોડી વાર લગાડ્યા પછી બોલ્યા  . મને સામે સવાલ કર્યો   , તમારું નામ શું ? જવાબમાં મેં મારું નામ તો આપ્યું પણ  મારા બાપનું નામ પણ આપ્યું   . અને હું શું કામ કરું છું  . અને મારા બાપ શું કામ કરતા   . એપણ કીધું  . મારું સાંભળ્યા પછી  એ ભાઈ ઠીક  એમ બોલીને  નીચું માંથું   કરીને  બેસી રહ્યા  . એટલે હું બોલ્યો ભાઈ તમેતો તમારું નામ નો કીધું  , તે બોલ્યા  મારા નામનું તમારે શું કામ છે  .? તમને બોલાવવા હોય તો કામ લાગેને।  ? તો તેભાઈ બોલ્યા    . મને તમે બોલાવો એમાં મને શો લાભ ?આ  લાભની  વાત સાંભળીયા  પછી મેં માન્યું કે આ ભાઈ  વાણીયા લાગે છે   . એટલે મેં  તેમને પૂછ્યું ભાઈ તમે વાણીયા છો ? તે ભાઈ બોલ્યા  , હા હું વાણીયો છું  .  પણ તમને કેમ ખબર પડી ગઈ કે હું વાણીયો છું  . ? મેં  કીધું હું  જોશી છું અને  કાશીની સંસ્કૃત યુનીવર્સીટી માં  પહેલે નંબરે  પાસ થએલો છું   . અને હું   ન્યાય , વ્યાકરણ  અને જ્યોતિષ શાસ્ત્રની   આચાર્ય  ડીગ્રી  ધરાવું છું  .  મારી વાત સાંભળ્યા પછી એણે  પોતાના જમણા હાથની હથેળી  મારા સામે ધરીને બોલ્યા મારો જોશ જુવો  મેં કીધું 59 રૂપિયા   મારા જોશ જોવાની ફી છે અને આ ફી હું  પ્રથમ લઉં  છું અને પછી  જોશ જોઉં છું    .  એ બોલ્યા એમ કેમ  કામ કર્યા પહેલા પૈસા લ્યો છો  . અમે ઘરાકને માલ આપ્યા પછી પૈસા  લઈએ છીએ   . આ  મુંબઈના  ઝવેરી કમલેશ સાકર ચંદ  હીરા જેવી કીમતી વસ્તુ પહેલા  આપીને પછી પૈસા લ્યે છે  .  મેં કીધું  હું જુના વખતના શરણાયા જેવી મારી દશા હું  થવા દેવા માગતો નથી  . પાછી એને તુર્ત 50 રૂપિયા  મને આપ્યા અને મેં જોશ જોવો શરુ કર્યો   . આ વખતે મારી સામેની સીટ ઉપર  બેઠેલો હરભમ નાગા  તરખાલા મેર બોલ્યો  .   ભાભા  ઈણો જોહ  જોયા પસી  મારો જોહ જોજે  . શેઠની  હસ્ત  રેખા જોયા પછી  હરભમ ની હસ્ત રેખા જોઈ  કામ પૂરું થયા પછી એણે પોતાના ખિસ્સામાં હાથ   નાખ્યો પણ એના પાસે પુરતા પૈસા નહી હોય  , એટલે તે કશું બોલ્યા વિના ચુપચાપ બેસી ગયો  . શેઠે ધીમેથી મને કીધું  તમે એનાથી ડરી ગયા એટલે પૈસાની માગણી પણ ન કરી  . મેં શેઠને કીધું અમને એ લોકો દ્રવે નહી પણ અમને ડરાવવા વાળા  લોકોને ડરાવે ,  એના પાસે પૈસા નહી હોય એટલે એ ચુપ ચાપ  બેસી  ગયો પણ એ મારા પૈસા  હજમ નહી કરીજાય  છેલ્લી બાકી એ ગાયુંને ઘાસ ખવડાવવામાં વાપરી નાખશે    . શેઠ બોલ્યા એતો તમારું મન મનાવવાની વાત છે  . થોડીવારમાં કોટડા સ્ટેશન આવ્યું  અહી એને ઉતારવાનું હતું એટલે એ બસમાંથી  ઉતરી ગયો અને બસ  ડ્રાઇવરને કહેતો ગયો કે થોડી વારમાં હું આવું છું એમ કહી એ બસમાંથી ઉતાર્યો અને નજીકના પાન   બીડી  ની દુકાન  વાળાં પાસે ગયો  . અને  પૈસા લઇ આવ્યો  . પાન વાળાએ  પૈસાનું પડીકું બાંધી આપ્યું   , આ પડીકું એ મને આપી ગયો   . શેઠે મને કીધું કે એ તમને પૈસાના બદલે પાન આપીને  ફોસલાવી ગયો હવે તમે જુવો તો ખરા કે  એ કેટલા પાન આપી ગયો છે , મેં પડીકી ખોલી તો અંદરથી 51 રૂપિયા નીકળ્યા   , આ જોઈ  શેઠ ચકિત થઇ ગયા   .