Monthly Archives: જાન્યુઆરી 2015

शराब पीनेसे तबीयतमे रवानी आए , इसको आता अगर पीले तो जवानी आए .

DSCN0997DSCN0075

મૃત્યુ પછી મારા મોઢા ઉપર અત્તરને બદલે
મારી માશુક્ના  આંસુ   છાંટ્યા એ #2ફોટો
અને મને ચેમ્બરમાં મુકીને અગ્નિ દાહ દેવા માટે
જે છોકરીએ વીજળી બટન દબાવ્યું એ મારી પોત્રી તાન્યા  ફોટો #1

मेरे अज़ीज़ अहबाब  , आज  मैं एक दूसरेसे खिलाफ  मेरे दो वसीयत नामा आपकी  खिदमतमे  पेश  करता हुँ १ मेरे शराबके खिलाफ दोस्तोके लिए  २ मेरे मयक़श दोस्तोके लिए  .
ये मेरा वसीयत नामा मेरे शराबके  खिलाफ  दोस्तोके लिए
मर जाउँ जब मैं यारो मातम नहीं मनाना
उठाके जनाज़ा मेरा chamber तक लेजाना
लाके chamber में मुझको उल्फतके साथ रखना
कोई एक लड़की आके  बिजली बटन दबाना
समंदरमें  मेरी अस्थि सब मिलके दाल देना
बच्चोको   तोफा देना गरिबोको दान देना

“आता ” को भूल जाना  समझो वो था फ़साना
उल्फत  तुम्हारी लेके  उकबाको  चला जाना
#२ ये मेरा वसीयत नामा मेरे मयक़श  दोस्तोके लिए है
मर जाऊं जब मैं यारो मातम नहीं मनाना
उठाके जनाज़ा मेरा नग्मा सुनाते  जाना       जैसे  न हरममे  न   सुकूँ  मिलता है  बुतख़ानेमे
चैन  मिलता है  साक़ी तेरे मयकानेमे
लाके लहदमे मुझको उल्फतके साथ  रखना
इत्तरके  बदले   मुंह  पर  माशुकका   अश्क छिड़कना         मेरे मरनेके बादमे  मातम  न मानना  ऐसा मैंने  खातों है  .  मगर मेरी  महजबीं माशूक  मेरी फुरकत  न सहन करनेके  कारण  बहुत रोएगी  उसकी आंखसे  सावन भादो
बरसेगा  वो अष्कका एक जाम भरके  मेरे मुँह पे छिड़कना  અરે રામનું નામ લે  એ તારી પ્રેમિકા  દેખાડો કરવા  બે આંસુડા સારશે અને પછી બીજા પ્રેમીની શોધના વિચારમાં ગરકાવ થઇ જશે  .  સાત ખોટનો  દીકરો મરી  ગયો હોય એની મા પણ  થોડા દિવસ  રો કકળ કરશે અને પછી હતી એવીને એવી થઇ જતી હોય છે  . આતા તું તારો પોતાનોજ વિચાર કરને ?
તારી અતિશય પ્રેમાળ પત્ની  ભાનુમતી  પરલોક ગઈ ત્યારે  તું એકાદ વરસ અર્ધા ગાંડા જેવો રહેલો અને પછી  ક્રુઝમાં સમુદ્ર યાત્રાએ ગયો  અને તેં  પ્રેમિકાઓ નોતી ગોતી કાઢી અને એની શેર શાયરી  નોતો  બનાવવા મંડી ગયો ?
क्रूज़मे  मिल माशुकने ऐसा  जादू किया
बीबी गुजर जानेका  जो गम था भुला दिया   .
तुर्बतमे मेरी आना शम्मा नही जलाना
अबे अंगूर भरके  सागर उछाल देना
“आता ” को याद करना  बाद: से जाम भरना
सागर बदल बदलके  पिलेना और  पिलाना
માતમ =  મૃત્યુ પાછળ રો કકળ કરવી   /// જનાઝા = અર્થી ///ઉલ્ફત = પ્રેમ //
ફસાના =વાર્તા ///  ઉક્બા = પરલોક //  તોહફા = ભેટ //  નગ્મા = ગીતો /// લહદ= કબર //
ઈત્તર = અત્તર /// માશુક = પ્રેમિકા  // અશક = આંસુ //તુરબત = સમાધિ  .કબર //શમ્મા = દીવો   // આબે અંગુર = લાલરંગની શરાબ // સાગર  = વાડકો  , છાલિયું //બાદ:= શરાબ //

મારાં બે પ્રકારનાં વસીયત નામા જોયા પછી શરાબના વિરોધી મિત્રો  બોલ્યા  .આ તમે બે પ્રકારનાં વસીયત નામા બનાવ્યાં એતો અમારા અને તમારા શરાબી મિત્રો વચ્ચે ઝઘડો ઉભો કર્યો કહેવાય  .શરબી મિત્રો કહે અમને આતા એ વસીયત નામામાં   ચોખ્ખું લખ્યું છે કે મને મારા મૃર્યું  પછી  મારા નશ્વર શરીરને દાટી દેવું  . અને અમને શરાબના વિરોધી મિત્રોને કહ્યું છે કે મારો અગ્નિસંસ્કાર કરવો  . આતા પણ કેવી વિચિત્ર ખોપરી છે આવા વસીયત નામા કોઈ દિ હોતાં હશે ? એક મિત્ર બોલ્યો આતાને મરવા તો દ્યો  . ત્યારે બધું થઇ પડશે  .  એમાં હું એક દિવસ મરી ગયો  , સજ્જન અને દુર્જન બધા મિત્રો ભેગાથયા  . અને મારી અંતિમ વિધિ માટે ઝઘડો થયો  .શરાબી મિત્રો કહે અમને શબ સોંપી દ્યો અમે એને દાટી દઈશું  .અમે એમના માટે સ્ટેનલેસ સ્ટીલની પેટી  પણ  તૈયાર રાખી છે  . શરાબના વિરોધી સજ્જન મિત્રો કહે શબને અમને   લઇ   જવા દો અમે આતાની મરણોત્તર  વિધિ અમે કરીશું  . અને પછી બાપુ રાજકીય પક્ષો ક્યારેક મારામારી અને ગાળા ગાળી  નથી આવી જતા એનું ઝઘડાએ મોટું રૂપ  લીધું પણ એક મારો મેક્ષિક્ન હતો એને વચ્ચેનો રસ્તો કાઢ્યો  .એ બોલ્યો  આટાના મૃત શરીરના  જરાસંધની જેમ બે ફાડિયાં કરો  એક ફાડિયું શરાબી મિત્રો લીજૈને ભલે દ્ફ્નાવે અને અર્ધા ફાડીયાનો શરાબના વિરોધી મિત્રો  ભલે અગ્નિ સંસ્કાર કરે  આ વિચાર બધાને ગમ્યો અને એ વિચાર અમલમાં મુક્યો  હવે આટાના શરીરના બે ભાગ કરવાનો કોઈનો જીવ નોટો ચાલતો એટલે એ કામ મેક્ષિક્ને કર્યું  એ chainsaw   લાવ્યો  . અને અટના મૃત શરીરના બે ભાગ કરી નાખ્યા  એકભાગ દારૂડિયાઓ લઇ ગયા અને બીજો ભાગ  સજ્જન મિત્રો લઇ ગયા એક જણ બોલ્યો સાધારણ રીતે મેક્ષિક્ન લોકો જાડી બુધ્દ્ધીના  કહેવાય છે  . એને આવો ડહાપણનો  વિચાર કેવી રીતે આવ્યો   . મેક્ષિક્ન્જ બોલ્યો સુરેશ જાનીની સંગતથી  હું બુધ્દ્ધી શાળી થઇ ગયો છું  . એક વખત ગોદાડીયે ચોરે  રમેશ પટેલ આકાશ દીપ વાળા  , કનક રાવળ  , વિનોદભાઈ પટેલ  વગેરે મિત્રોને ગોવિંદ પટેલે જેસરવા વાળા એ પોતાને ગોદડીએ  ચોરે ભેગા કરેલા  એમાં ચર્ચા અનેક પ્રકારની થતી હતી  .એમાં એક ભાઈ બોલ્યો  . આપને આતાને  મૃત્યુ લોકમાં પાછા બોલાવી લઈએ  અને એના માટે ચિત્ર ગુપ્તનો સંપર્ક એ મેલ દ્વારા સપર્ક સાધ્યો  ચિત્ર ગુપ્ત કહે આતા નાં  જીવ   નું શું કરવું  સ્વર્ગમાં મોકલવા   કે નરકમાં કે કઈ યોનીમાં મુકવા એની વિચારના ચાલે છે એટલે હાલ આતાનાં  જીવને કામચલાવ સ્વર્ગ અને નર્ક  વચ્ચે થોડી જગ્યા છે  ત્યાં રાખ્યા છે  .હવે એને પાછા મૂળ ખોળીયામાં તો નહિ મૂકી શકાય  કેમકે એનું અર્ધું શરીર તમે લોકોએ બાળીને ભસ્મ કરી નાખ્યું છે  . પણ એક ઉપાય છે એમને હું ભૂત બનાવીને પહેલા હતા એવાજ દેખાય  એવા બનાવીને એમને ઘરે phoenix  પાછા મોકલી શકું એમ છું  ,  બધાને એ ચિત્ર ગુપ્તનો વિચાર ગમ્યો અને  એટલે ચિત્ર ગુપ્તે ભૂત બનાવીને  આતાને ઘર ભેગા કર્યા  .

એલા આપણાથી રીત ભાત જુદી ,

હું બહુ નાના ગામડામાં જન્મેલો  જોકે હવેતો આ ગામ મોટું થઇ ગયું છે  . હું ગામડામાં હતો ત્યારે  ગામના લોકો  દરેક માણસોને  ઓળખે એના બાળકોને ઓળખે  અને એના પશુઓને  પણ ઓળખે  અને હવે  કેટલાક જુવાનીયાઓને  લોકો ઓળખાતા નથી  . એક રાધેય ક્ન્ડોરીયા  નામનો જવાન છે   . એ નાં દાદાનું નામ શું ? જેને પૂછ્યું એ ખે અમે ઓળખતા  નથી  .
મેં લગભગ  75 વરસથી દેશીંગા છોડ્યું છે  .એટલે કોઈ  છોકરાં વિષે પૂછવું હોય તો એના  દાદાનું નામ કહે  ત્યારે મને ઓળખાણ પડે  .
હવે હું અમેરિકા દેશમાં  વસું છું  . દેશીંગામાં  મારા સાથી મિત્રો  બહુ ઓછા છે  . એવા મિત્રો મને  પૂછે કે  તું વરસોથી અમેરિકામાં રહે  છે  .  ઈની કંઈક વાત તો કર ?
એટલે મેં એના જવાબમાં એક છંદ બનાવ્યો  જે હું આપને વાંચવા આપું છું  .
એલા આપણાંથી  રીત ભાત જુદી
ઈની કામ કરવાનીય  વાત જુદી
ઇના કારહાની કરમાત  જુદી
ઈવા નાત વનાનાનાની જાત જુદી   …1
આપણા મલકમાં  એક પટેલ ભાઈઓની વાત કરીએ તો  લેઉવા  અને કડવા  એ મુખ્ય  જાતો એમાં  વળી કાનમ  લેઉવા હોય છે  .  સુરત જીલ્લામાં  જુના વખતમાં  કેટલીક જાતો જુદા નામે ઓળખાતી  એ હવે પોતાને પટેલ કહેવ્વડાવે છે , ભરૂચ જીલ્લામાં  કેટલાક  મુસલમાન ભાઈઓ  પોતાને પટેલ  કહેવડાવે છે।   આપના બ્લોગર ભાઈ કે જે હાલ ઈજીપ્ત માં વસે છે  એનું નામ મુર્તુજા પટેલ છે  . રાધનપુર બાજુ  ચોધરા પટેલ હોય છે  .
પણ આ અમેરિકામાં  જાત ભાત મારી ફરે આતો  ઓગણીસમી આલમ
ઈનો ચામડી વાળનો રંગ નોખો
ઈનો ખાવાનો   પીવાનો ઢંગ  નોખો
ઈનો કાજવરાનો પ્રસંગ  નોખો
ઈમ નાચવા  ગાવાનો ઢંગ નોખો   ….2
જીને બાળ ગોપાલ નથી  ગમતાં
ફરે ભોતિકના  સુખમાં ભમતાં
ગુરુ વર્ય જનોને નથી  નમતાં
ઉપદેશ ન શિસ્ત તણો ખમતાં  …3
જીને કોઈ ધરમમાં ધ્યાન નથી
વળી લાજ મરજાદાનું  ભાન નથી  .
ઈને કુળ તણું  અભિમાન નથી
ઈમ મોટપનું  પણ   માન નથી    ..4
આપણા મલકમાં 12 રૂપિયાના  પગારદાર  પોલીસ પટેલનો દીકરો હોય  ઈ ને  પણ  ફાંકો હોય કે  હું પોલીસ પટેલનો દીકરો છું  .

આવા દેશે આતાશ્રીએ  વાસ કર્યો
હાડમારીની નોકરીથી નાં ડર્યો
પૈસો વાપરવા જેટલો ભેગો કર્યો
દાન પુણ્યમાં  પૈસો થોડો  વાપર્યો    ….5 અને દેશ વિદેશમાં ખુબ ફર્યો  .અને બ્લોગની દુનિયામાં પ્રવેશ કર્યો  .
દુનિયાના વૈભાવોતો   વધતા જ   વધતા  જાશે
અફસોસ એટલોકે મારે જવાનું થાશે   . એયને ભૂલ ચૂક લેવી દેવી  હો  .

खानदान-ए – हामान હામાનનું કુટુંબ

img075

હામાનનું પાત્ર ભજવનાર  જટાશંકર  પ્રેમજીભાઈ  જોશી  .

મારા બાપા એક નાટક કમ્પનીમાં કામ કરતા આ કંપનીનું નામ   “વાઘજી  આશારામ “હતું  બાપા આ કમ્પનીમાં  હતા કે  કોઈ બીજી  નાટક કંપનીમાં કામ કરતા એ હું અત્યારે ચોક્કસ કહી શકું એમ નથી  . પણ બાપાના મુખે ઘણી વખત વાઘજી આશારામ કંપનીનું નામ સંભાળવા મળતું  . આ કંપની  મુંબઈ વગેરે મોટા શહેરોમાં ઉર્દુ નાટકો પણ ભજવતી    .
ખાનદાને હામાન નાટકમાં  મારા બાપા  હામાનનું પાત્ર ભજવતા  .  અમ બાળકો આગળ  પોતાના નાટકોની ઘણી  વાતો કરતા  . આજે હું આપ સન્મિત્રો આગળ  ખાનદાને હામાનની  વાર્તા કહું છું  .
એક અરબસ્તાનના  કોઈ પ્રદેશના સુલતાન  કે જેનું નામ હામાન હતું   . હામાન બહુ ધર્મ નિષ્ઠ  . પરોપકારી   ,દયાળુ   ,હતો એક વખત  એ પોતાની રાજગાદી ઉપર બેઠો હતો  .ત્યારે એક સુફી ઓલિયા જેવો   મલંગ  એવું વાક્ય બોલતો બોલતો  જતો હતો કે  है कोई खुदाका लाल  जो देवे बादशाहत  और  लेवे फकीरी हाल  “હામાને આ મલંગનું  વાક્ય  સાંભળ્યું  અને આ મલંગ ફકીરને  પોતાની પાસે બોલાવ્યો  .અને તેને કીધું કે હું  તુને મારી બાદશાહત  તુને અર્પણ કરું છું  . અને તારી ફકીરી હું લેવા માગું છું  .  ફકીરે પોતાના કપડા ઉતારી આપ્યા  . અને હામાનનો શાહી પહેરવેશ પહેરી લીધો  .અને તખ્ત નશીન થઇ ગયો  . અને  હામાનને હુકમ કર્યો કે તું  મારા રાજ્યની હદ છોડીને બીજે જતો રહે  . હામાને  આ નવા બાદશાહનું  ફરમાન  શિરોમાન્ય ગણીને  પોતાની  બીબી , અને બે દીકરાઓને લઈને ચાલી નીકળ્યો  .અને મનમાં  બોલ્યો કે  मुद्द्यी लाख बुरा चाहे तो क्या होता है
वोहितो होता  है  जो मंजूरी  खुदा होता है  .હામાન અને એની બીબી અને બે દીકરા ટાઢ તડકો  ભૂખ તરસ  વેઠતો વેઠતો  હાલ્યો જાય છે  . એવામાં એક સોદાગર જે ઠગ હતો  .  જે ઘોડે સ્વર હતો  , તે  હામાનને મળ્યો  . હામાનની ખુબ સુરત બેગમને  જોઈ એની દાનત બગડી  . અને એ હામાનની બેગમને  પોતાની બેગમ બનાવવાનો કુવિચાર આવ્યો  . હામાનને ઠગે બહુ વિવેક થી  વાત કરી કે મારી બીબી ને સુવાવડ આવવાની છે  .  એ અહીંથી થોડે દુર  છે  . એને બાઈ માણસની  મદદની  જરૂર છે  જો તું તારી બેગમને મારી સાથે મોકલ તો હું એને મારી બીબી પાસે લઇ જાઉં  , અને સુવાવડનું કામ પતિ જાય એટલે પાછી અહી મૂકી જઈશ  . તું તારા દીકરાઓ સાથે થાકેલો પાકેલો  ઝાડ નીચે  બેસ હું થોડી વારમાં આવું છું  , અને તારી બીબીને લઇ આવું છું  .અને સાથે પુષ્કળ ખાવાનું પણ લઇ આવું છું  . બિન અનુભવી પરગજુ હામાને  પોતાની બીબી તે સોદાગરને સોંપી  સોદાગરે પોતાની સાથે ઘોડા ઉપર  બેસાડી  રવાના થઇ ગયો  .હામાન હમણાં  બીબી  આવશે  એમ વાટ જોયા  કર્યો   . પણ બીબી આવી નહિ  . એટલે પોતાને ખાતરી થઇ ગઈ કે  હવે મારી બીબી પાછી આવશે નહીં  . પછી નિરાશ થઈને  બે દીકરાઓ સાથે  ચાલી નીકળ્યો  .  હાલતા હાલતા થોડે દુર ગયો  . ત્યાં નદી આવી  એ પાર કરવી જરૂરી હતી  . એટલે એક દીકરાને  નદીને કાંઠે બેસાડી  અને એક દીકરાને પોતાને ખંધોલે  બેસાડી નદીમાં ઉતાર્યો  . પોતાની સાથે હતો એ દીકરાને  સામેના કાંઠે  બેસાડી પછી આ કાંઠે હતો એ દીકરાને  લઇ જવો એવો વિચાર હતો   . પણ જેવો  હામાન નદી વચ્ચે ગયો ત્યાં એના  દીકરો જે આ કાંઠે   . બેઠો  હતો તેના  ઉપર વાઘે  તરાપ મારી   આ દૃશ્ય જોઈ  હામાને પોતાનું બેલેન્સ ગુમાવ્યું  અને  દીકરો  ખભા ઉપરથી નીચે પડી ગયો  . જે દીકરા ઉપર  વાઘે તરાપ મારેલી એ   વાઘ  છોકરા ઉપર તરાપ મારે  એ પહેલા  વાઘ એક શિકારીના  બાણથી  ઘવાઈ ગયો અને નીચે પડી  ગયો  .  એટલે  ક્ષેમ  કુશળ  છોકરાને શિકારી પોતાને ઘરે લઇ ગયો   , અને જે છોકરો નદીમાં પડી ગએલો એ છોકરાને મચ્છીયારાએ    બચાવી લીધો અને એ માછીમાર  છોકરાને પોતાને ઘરે લઇ ગયો  .  અને હામાન એકલો  वोही तो होता है  जो मज़ूरे खुदा होता है  .  એમ ગણ ગણતો  હાલી નીકળ્યો  .અને રાત્રીના વખતે  કોઈ શહેરના દરવાજે  સુતો  .આ રાજધાનીનું શહેર હતું  . અહીનો સુલતાન મરી ગયો હતો   એનું કોઈ વાળી વરસ હતું નહિ કે કોઈ રાજગાદી સંભાળે  . એટલે તે રાજના દીવાને એવું નક્કી કર્યું કે  શહેરનો  દરવાજો સવારે ખોલતી વખતે  જે માણસ પ્રથમ જોવા મળે એને  સુલતાન બનાવીને   સિંહાસન ઉપર બેસાડી દેવો  . એ પ્રમાણે સવારે  દરવાજો ખોલ્યો અને  હામાન સામો મળ્યો  .અને એને સુલતાન બનાવી દીધો  .  . સ્ત્રી અને દીકરાઓ વગર  રખડતા  ભટકતા  વરસો વીતી ગએલા  . આ રાજગાદી  સંભાળે પણ વરસો થઇ ગએલા   પણ એક દિવસ એને પોતાના  દીકરા યાદ આવ્યા  . એને દીવાનને વાત  કરીકે  તમે અમુક ઉમરના  બે છોકરાઓ ગોતી કાઢો કે જેને જોઈ હું મારા ગુમાવેલા દીકરાઓનું દુ :ખ  વિસરી  શકું  . હવે ભગવાનની કેવી લીલા છે કે  જે છોકરાને વાઘના  હુમલાથી બચાવી  શિકારી પોતાને ઘરે લઇ ગએલો એ શિકારી આજ ગામનો હતો અને  નદીમાંથી   બહાર કાઢીને  જે મછીયારો છોકરાને પોતાને ઘરે લઇ ગએલો  એ મછીયારો પણ આજ ગામનો હતો  . અને ઠગ સોદાગર  હામાનની બીબીને લઇ ગએલો  એ સોદાગર પણ આજ ગામમાં રહેતો હતો  .  હામાનની બીબી આ સોદાગરને તાબે નોતી થતી  .એટલે એ ભાગી ન જાય એટલા  માટે સોદાગર  એને ઘરમાં પૂરી રાખતો   . ‘ હામાને કમ્પની માટે  જે છોકરાઓની શોધ કરેલી એ છોકરા  શિકારી અને મછીયારાએ આપેલા  વરસો વીતી ગએલા હોવાથી  હામાન કે દીકરાઓ એક બીજાને ઓળખાતા નથી  .  પણ હામાનને મજાની કંપની મળી જવાથી હામાન ખુશ હતો   .
એક વખત  સોદાગરને પોતાના ધંધાર્થે  બહાર ગામ જવાનું હોવાથી  પોતાની પત્ની કે જે હામાનની  બીબી હતી  . એને ઘરમાં પૂરેલી પણ એનું ધ્યાન રાખવા માટે  રક્ષકની જરૂર પડી એટલે  એણે સુલતાન હામાનને વાત કરી  હામાને પોતાની કમ્પની માટે  જે છોકરા મળેલા  એ છોકરાને મોકલી આપ્યા  .
રાતનો વખત છે  . બીબી ઘરમાં પૂરેલી છે  .છોકરા ઘરના દરવાજા આગળ બેઠેલા  છે એક છોકરાએ કીધું કે કોઈ વાત કર કે જેથી આપણને ઊંઘ ન આવે  . છોકરો બોલ્યો આપ વીતી કરું કે પર વીતી  બીજો છોકરો બોલ્યો આપ વિતીજ થાવા દે  આ છોકરાઓનો  વાર્તાલાપ  પૂરેલી બીબી સાંભળે છે ,   છોકરે વાત માડી  કે  मेरा बाप शहर यमन का बादशाह था  मगर एक फकीरको राज गद्दी सम्पकॅ मेरी माँ एक मेरा भा  हम सब निकल चले मेरी माको ठग  मेरे बापको   छेतरके  मेरी माको लेगया   फिर हम तीनो बाप बेटे निकल चले मुझे शिकारी बाघसे बचके लेग्या आगे मेरे बाप और भएका क्या हुवा वो मुझे मालुम नहीं  . છોકરાઓની વાતો સાંભળી એકદમ બોલી ઉઠી કે હું તમારી માં છું  બધા  રાજી થયા  . સવારે બાદશાહને વાત કરી  એટલે બાદશાહ હામાન ખુબ રાજી થયો અને પરમેશ્વરનો આભાર માન્યો  . અને સહુ આનંદથી  રહેવાલાગ્યા  આ વાતને વર્ષો વીત્યા  . હામાન પાસેથી રાજ મેળવેલું  એ ફકીર રાજ નીતિ થી કંટાળી  રાજ્ય કારભાર દીવાનને સોપી  હામાનની શોધમાં નીકળી પડ્યું અચાનક હામાન જ્યાં રાજ કરતો હતો ત્યાં આવી પહોંચ્યો  અને  ટહેલ નાખી અને બોલ્યો  . है ऐसा खुदका लाल जो देवे बादशाहत और लेवे फकीरी हाल   હામાને ફકીરને બોલાવ્યો અને  પોતાની રાજગાદી સોપીને  ફકીરી હાલ લે3વાણી તૈયારી બતાવી  . પછી ફકીર બોલ્યો હવે તું પહેલાનું રાજ સંભાળ અને આ રાજ પણ સંભાળ   અને વાર્તા પૂરી  .

આતાની પોત્રી તાન્યા અને તેના પિતા દેવ જોશીના શુભ આગમન ની મારા પરમ સ્નેહી મિત્ર ક્રિશે પાર્ટી રાખેલી .

DSCN1003 DSCN1001

ફોટો #1આતા તેની  પોત્રી તાન્યા અને તાન્યાના પિતા  દેવ જોશી

#2દેવ તાન્યા મિત્ર ક્રિશ સાથે આતા

20150111_195603Snapchat--586104005552620782820150108_09501020150108_095021

તાન્યા સાથે આતા આતાએ બનાવેલા  મુગુટ  સાથેઆતાએ બનાવેલી બ્રેસલેટ સાથે આતા તાન્યા અને દેવ નાં હાથ

આતાએ બનાવેલી લાકડી સાથે આતા અને તાન્યા

1420735670748142073554433120150108_12123720150108_121233

લાકડીમાં  આતાએ બનાવેલી માળા સાથે દેવ અને આતા આતા મહારાજા માટે ભોજનનો થાળ લાવનારી જેનાફર જે તાન્યાને આઘી ખસેડીને આતા પાસે બેસી ગઈ  .દેવ તાન્યા આતાનો ફોટો પાડવાનો હતો  .   પણ  જેનાફર ભોજનની થેલી  પડતી મુકીને આતા પાસે બેસી ગઈ  .

20150111_16381420150111_163757

રેસ્ટોરામાં ટેબલ ઉપર ડાબી બાજુ દેખાય છે .તે ક્રીશનો નાનો દીકરો એની વાઈફ સાથે તેને બીલ ચૂકેલું જમણી બાજુ ઓછા વાળ વાળો ક્રીશનો જમાઈ

20150111_172549 20150111_172643 20150111_172734(0)

રેસ્તોરાની આગળના ભાગે  ઉપર રેસ્તોરનીં નામ દેખાય  છે આગળ મોટી દેખાય છે તે તાન્યા અને લાલ બાલ વાળો મોટો દેખાય છે  તે ક્રિશ ના મોટા દીકરાનો નાનો દીકરો આદમ

20150111_172940 20150111_172905

ક્રિશ નાં ગ્રાન્ડ ચિલ્ડ્રન   ખાનર। વિક્ટોરિયા  .આતા  આદમ।  અને જોસેફ

આતા અને તેની સાથે આતાનો જીગરી દોસ્ત  ક્રિશ જયારે મને હાર્ટ એટેક આવેલો  ત્યારે  હોસ્પિટલ માંથી  સીધો  ક્રિશ અને એની વાઈફ પસીલા  પોતાને ઘરે લઇ ગએલા અને એક મહિનો પોતાને ઘરે રાખેલો  મેં જયારે ઘરે જવાનું કીધું ત્યારે ક્રિશ બોલ્યો અહી તમને નથી ગમતું ? સાંભળીને  હું અવાક થઇ ગયો  મહામુસીબતે મને ઘરે જવા દીધો અને જમવાનું  ઘરે આપવા માંડેલા  આ બે માંથી એકેયે ગીતા જોઈ નથી  क़र्म णये  वा  धिकारस्ते माँ फलेषु  कदाचन  નો અર્થ સમજતા નથી  .  એના દેશમાં  ભગવાનને અવતાર લેવો પડતો નથી  .

DSCN0997 DSCN0996

હર્ષના આવેશમાં તાન્યા પોતાના અતિ વહાલા દાદાને ભેટી   .

મારા મિત્ર ક્રિશ અને એના તેના ઘરનાઓનું ભાવ ભીનું સ્વાગત થી તાન્યા અને એનો બાપ  ભાવ વિભોર થઇ ગએલા  એને એમ ખાતરી થઇ ગઈ કે  મારા દાદા ઉત્તમ મિત્રો ધરાવે છે  . અને  એટલે તેઓ સુખી છે   . તેઓ એકલા રહેતા હોવા છતાં  બહુ આનંદથી રહે છે  .
મારા મિત્ર હિતેશ અને તેની પત્ની મીતા એ પણ  પોતાના  ઘરે બોલાવેલા અને  તાન્યા અને તેના  બાપનું સ્વાગત કરેલું  મિત્ર  શ્રી  લોટવાલાને ત્યાં સમયના અભાવે જઈ નહોતાં શક્યાં  . कितना है  खुश नसीब आता दोस्तोके लिए   ,अदना है फिरभी दोस्तने  आला बनादिया   .

ભોળા શંકરના ભોળપણનો સોરઠના આંધળા વાણીએ પૂરે પૂરો લાભ લીધો.

એક બહુ નાના ગામમાં એક વાણીયો પોતાના ભાઈઓના કુટુંબ સાથે રહે  . તે જુવાન હતો  ,  પણ  જન્માંધ હોવાથી તેને કોઈ કન્યા પસંદ કરતી નોતી  એટલે તે કુંવારો હતો  .  આંધળો માણસ  કામ પણ શું કરી શકે  ,બિચારાને પરાધીનતાનો રોટલો ખાવો પડતો  આ બાબત એને ઘણું દુઃખ: થતું , પણ એને એ દુ:ખ   ભોગવ્યા વગર છૂટકો નોતો  . એક વખત એને સુરતી  લાલા પ્રવીન્કાંત  શાસ્ત્રીનો ભેટો થયો  .  વાણિયાનું નામ પ્રવીણ ચંદ  હતું  .પ્રવીણ ચંદે  શાસ્ત્રીને વાત કરી કે  ગુરુ મને આ મારા દુ :ખ માંથી  છુટકારો મળે એનો કોઈ માર્ગ બતાવો  . શાસ્ત્રીએ  ટીપણું ખોલ્યું અને  પ્રવિણચંદની  રાશી અને ગ્રહોની દશાનો  તાળો મેળવીને કીધું કે  તુને રાહુ નડે છે  . માટે એના તારે  મંત્ર જાપ કરાવવા પડશે  . અને આ જાપ માટે તું  શુદ્ધ પવિત્ર  ની :સ્પૃહી બ્રાહ્મણ   સુરેશ જાની છે   . તેની પાસે જા  એ તુને કંઈક  માર્ગ બતાવશે એ પણ મારી જે મ  તારી પાસેથી એક પૈસો નહિ લ્યે  . કેમકે એ મારી જેમ બ્લોગ ચલાવે છે એટલે પુષ્કળ ધન કમાય છે  .  એટલે એ પૈસાથી  ધરાય ગયા છે  .  પ્રવીણચંદ   સમર્થ  વિદ્વાન  સુરેશ જાની કે પાસ ગયા  .ઔર ઉસને  અપની  દર્દ ભરી કહાની સુનાઈ  . પરમ પૂજ્ય  શ્રી શ્રી શ્રી શ્રી 10008  ગુરુ સુરેશ  જાનીએ  પ્રવિણચંદને   કીધું કે   તું તપસ્યા કરવા માટે ગિરનારના ભરતવન   શેશાવન જા અને ત્યાં હું આ મંત્ર આપું છું એના જાપ કરવા બેસી જા  . આ જાપ કરવા માટે તું  તારે ખાસ માળાની જરૂર પડશે  . અને આ માળા લેવા માટે  તું  અઘોરનાદ  વાળા આતા બાપુ પાસે જા  એ તુને ખજૂરના  ઠળીયાની  મંત્ર સિદ્ધ  માળા આપશે   . પ્રવીણચંદે  સુરેશ જાનીને પૂછ્યું   . આ આતા બાપુનું અઘોરનાદ વિશેષણ  કેમ છે  ? સુરેશ જાની  એ કીધું   કે એનો  અવાજ  એવો ચમત્કારી છે કે  એ અવાજ(  પડકારો) કરે એટલે  સ્વર્ગમાંથી અપ્સરાઓ  મૃત્યુ લોકમાં આવીને નાટા રંભ   કરવા મંડી જાય   .પ્રવીન્ચંદે આતા બાપુ પાસેથી માળા લીધી અને જપ કરવા માટે  ભરત  વન  શેષ વનમાં પહોંચી ગયો અહી પહોંચવા માટે  એક અશોક મોઢવાડિયા નામના જુવાને મદદ કરેલી  .ભરત વનમાં પહોંચ્યા પછી  પ્રવીણ ચંદે તપસ્યા આરંભી એતો માળા ફેરવતો જાય।  એક માળા પૂરી થાય એટલે  આતા બાપુએ આપેલા ઓકના ડોડવા મુકજો જાય  એ એટલા માટે કે  શંકર  દાદાને  કહેવા થાય કે મેં  એટલી માળાનો જપ કર્યો  .
કૈલાસ લોકમાં એક સાંજે  માં પાર્વતી સાથે દાદા ટી વી જોતા હતા  એમાં ચેનલ 13 ઉપર દાદાએ પ્રવીણ ચંદ ને  તપ કરતો જોયો  . એટલે એમને તુર્ત યાદ આવ્યું કે  . એક મારો ભગત ઘોર તપસ્યા  કરી રહ્યો છે એટલે  દાદાએ પાર્વતી  માને વાત કરીકે  મારે પેલા ભગત કે જે કઠીન તપસ્યા  કરી રહ્યો છે એને દર્શન દેવા અને એને વરદાન આપવા જવું પડશે  . પાર્વતી માએ પૂછ્યું  કોણ છે એ ભગત  તો દાદા બોલ્યા એ વણિક પુત્ર છે  .  પાર્વતી મા કહે વરદાન આપતા પહેલા સો વખત  વિચાર કરજો કેમકે વણિક પુત્ર તમને કદાચ છેતરી જશે  . દાદા કહે મારે એને એકજ વચન આપવાનું છે  . એમાં મારે કંઈ છેતરવા જેવું નથી  .
દાદા તો પ્રવીણ ચંદ  પાસે આવ્યા  , અને પ્રવીણ ચંદ ને માળા ફેરવતો અટકાવીને પોતાની ઓળખાણ આપતા કહ્યું કે  હું મહાદેવ છું અને તારી કઠીન  તપસ્યા થી અતિ પ્રસન્ન થયો  . છું અને તુને વરદાન આપવા આવ્યો છું   . હું તુને ફક્ત એકજ વરદાન આપીશ એટલે તું વિચાર કરીને એક વરદાન માગી લે  , પ્રવીણ ચંદ  કુંવારો હતો અને આંધળો  હતો  . અને ગરીબ હતો  . એને ખુબ વિચાર કર્યા પછી બોલ્યો  પ્રભુ   મારા સાતમાં નંબરના  દીકરાની પત્ની મારી પોતાની બીલ્ડીન્ગના સાતમે માળે સોનાની ગોળીએ  છાશ કરતી હું જોઉં   દાદા તથાસ્તુ કહી ને અંતર ધ્યાન  થઇ ગયા  બસ પછી થોડા વરસોમાં  વણિક પુત્રના લગન  થઇ  ગયા   . અને પોતાને લોટરી લાગી બહુ ધનાઢ્ય થયો  . જબરદસ્ત  બિલ્ડીંગ  બનાવી  સાત દીકરાનો બાપ બની  ગયો અને બીલ્દીન્ગ્ના સાતમે મજલે  સોનાની ગોળી માં છાશ કરતી પોતાના નાના  દીકરાની વહુને છાશ કરતા જોઈ કેમકે તેનો અંધાપો પણ દુર થઇ ગએલો   . કુશળ વાણીયાએ  એક વચનમાં  શંકર ને ખબર પણ નો પડી અને પોતે સાત  વચનો દાદા પાસેથી પડાવી લીધા ,  બોલો  વાણીયાની કુશળતા ની  જય

मोत सबको आनी है कौन उससे छूटा है ,तू फना नही होगा ये ख्याल जुटा है.

मोतने ज़मानेको ये समा दिखा डाला

कैसे कैसे रुस्तमको  खाक्मे मिला डाला  १  .
तू यहाँ  मुसाफिर है  ये सराए फानी है
चार रोज़की मेहमां तेरी जिंदगानी है  .   २
अब न वो हलाकू है  और न उनके साथी है ,
चन्द्र गुप्त पोरस है   और न उनके  हाथी है   .3
कल जो तनके चलते थे  अपनी शान शोकतपर
शमा तक नहीं जलती आज उसकी तुर्बत पर  ४
देख वो सिकन्दरके हौसले तो आली थे
जब गयाथा दुनियासे  दोनों हाथ खाली थे  ५
साँस टूटतेही सब रिश्ते  टूट  जाएंगे
बाप माँ  बहन बीबी बच्चे छूट जाएंगे   ६
तेरे जितने अपने है  वक्तका चलन देंगे
छीन कर तेरी दौलत दो ही गज़ कफ़न  देंगे  ७
लाके कब्रमे तुझको उर्ता पास डालेंगे
तेरे चाहने वाले  तेरे मुँह पे खाक डालेंगे  ८
ज़र जेवर धन दौलत कुछ न काम आएगा
ख़ाली हाथ आया है ख़ाली हाथ  जाएगा

कृपा भाई भगवंतकी आये अमेरिका देश ,(मगर )तीनो अवगुण ना गए खटपट , निंदा ,द्वेष .

હું એક આપણી વાત   લખું  છું   .એમાં હું કોઈની નિંદા નથી કરતો  . કેમકે જેના વિષે લખું છું  .એ હું છું  . અને જે વાંચશે   ,એ પણ  આપણા લોકોજ છે  .એના પ્રત્યક્ષ હું લખું છું  . એટલે એને નિંદા ન કહેવાય  ,છતાં કોઈને પોતાની  નિંદા થતી હોય એમ લાગે તો  હું લાગવા દઈશ  , એમની પાસે હું ક્ષમા યાચીશ નહી  .
હું અમેરિકન સીનીયર સિટીજન સેન્ટરમાં કાયમ જાઉં  છું  . જોકે બેએક મહિનાથી નથી જઈ શકતો  .
એક નોન ગુજરાતી ભાઈ પોતાની દીકરીના તેડાવવાથી અમેરિકા આવ્યા  . દેશમાં તેઓ એન્જીનીયર હતા   .તે હું જાઉં છું એ સી  ,સી  .સેન્ટરમાં આવવા લાગ્યા  .તેઓ સરસ ઈંગ્લીશ લખી વાંચી બોલી શકે  .તેઓએ એક વખત  સેન્ટરના  હેડને  પોતાને નોકરી અપાવ વાની   વાત કરી  . રસોડામાં  માણસની જરૂર હતી   . એટલે એને   ,રસોડાના કામ માટે રાખી લીધા  . આ સજ્જનને  મારી અને બીજા આપણા દેશી ભાઈઓની    ખુબ ઈર્ષા થાય  ,એ મારી સાથે બહુ તોછડું વર્તન રાખે  .  અમેરિકન સીનીયરો અને ઓફીસના  બીજા કાર્ય કરો  આપણી ભાષા  સમજે નહિ  .પણ હાવ ભાવ ઉપરથી સમજી જાય કે  હિંમત સાથેનો આ માણસનો વર્તાવ  સારો નથી પણ   એ લોકો કશું બોલે નહિ  . પણ મનમાં રાખે  .
સીનીયરો જમવાનું લેવા જાય ત્યારે  ટ્રે લઈને  લાઈનમાં ઉભા રહે   . જમવાનું પીરસનારા  ચાર જણાં હોય   એ   દરેક  અકેકી વસ્તુ મુકીને  ડીશ તૈયાર કરે  અને એ ડીશ છેલ્લો માણસ   સીનીયર પોતાની ટ્રે  પીરસનારની આગળ  ટેબલ ઉપર આગળ મુકે એટલે એ ટ્રેમાં  તૈયાર થએલી ડીશ મુકે  મારો વારો આવે  એટલે   હું ટેબલ ઉપર મુકું એટલે  દેશી માણસ કે  જે  ટ્રેમાં  ડીશ મુકતો હોય   . એ એકદમ ગરમ થઇ જાય અને બોલે  ट्रे  मेरे नजिक रख्खो  . में क्या  इतनी दूर तुमको  डिश  देने आउ? तुम कहते  हो तो आप लाट साबके टेबल पे  डिश  रखने  आउ  ? આ  તોછડાય બાબતની વાત  એક બાઈએ   અધિકારી બાઈને કરી  એ બાઈએ એક કાર્યકર્તા  બાઈને  ભોજનની  તૈયાર ડીશ   સિનિયરની ટ્રે માં  મુકવા માટે પેલા  ઈર્ષાળુ ભાઈને બદલે તેને મૂકી  મારો વારો આવ્યો એટલે એ બાઈ પેલો ઈર્ષાળુ  સાંભળે  એમ બોલી  હની  હાવ આર યુ? અને એણે મારી ટ્રેમાં  ડીશ મૂકી  . બીજે દિવસે સિનિયરની  હેડ અધિકારી બાઈ  હું લાઈનમાં  ટ્રે લઈને ઉભો હતો  ત્યાં આવી અને પોતાનો ખંભો  મારા ખંભા સાથે અથડાવીને બોલી  જે પીરસાય એ બધું ખાઈ જવાનું  તું   અમુક વસ્તુ કાઢી  નાખે છે  .  એવું નહી કરવાનું   . જો કેવો દુબળો  દેખાય છે  .એમ બોલી અને  મારી  ભરચક  વાળ વાળી દાઢી ઉપર હાથ ફેરવ્યો  . ઈર્ષાળુ  આ બધું જોઈ રહ્યો હતો  . એને એમ થઇ ગયું હશે કે   હિંમત બહુ પહોંચેલી  મૂર્તિ છે  .
મારો મોટો દીકરો  કે જે દેવ જોશી તરીકે  ઓળખાય છે  . તેને એક ગુજરાતી  ગ્રોસરી સ્ટોરમાંથી  વસ્તુ ખરીદી અને 50 ડોલરની  નોટ આપી  ગ્રોસરી વાળાએ   એ 50 ની નોટને  વીસની ગણીને છુટા પૈસા આપ્યા  .  . થોડી વારે દેવ ને ખ્યાલ આવ્યો કે  20 ને બદલે ભૂલથી 50 ની નોટ અપાઈ ગઈ છે   . તે તરત  ગ્રોસરી વાલા પાસે ગયો અને બોલ્યો કે મારાથી ભૂલમાં  તમને 20 નાં બદલે 50 ની નોટ અપાઈ ગઈ છે  . ગ્રોસરી વાળો બોલ્યો તમે મને 20 ની નોટ આપી છે  . તમે ભૂલી ગયા છો  . હજુતો તમારી ઉમર ઘણી નાની છે  . અત્યારથી ભૂલકણા  થઇ જશો તો  તમે વૃદ્ધ થશો ત્યારે  શું થશે   . આવી વાતો કરીને  50ની નોટ હજમ કરી ગયો એના સ્ટોરમાં  ગણપતિ થી માંડી  ઘણા દેવતાઓની મૂર્તિઓ હતી  .
એક વખત હું એક દેશી ભાઈ   નાં  સ્ટોરમાં ગયો  . ત્યાં એક ખોખામાં  કેટલીક ઓડીઓ  કસેટો પડી  હતી   ખોખા ઉપર  99  સેન્ટનું બોર્ડ મારેલું હતું  મેં એક કેસેટ લીધી  . અને ગલ્લા ઉપર   કેસેટ દેખાડીને કીધું   . આ કેસેટ મેં 99 સેન્ટ વાલા ખોખામાંથી લીધી છે  . તે ભાઈ કેસેટ જોઇને મારા સામે જોઇને બોલ્યા  . એ કેસેટ ભૂલમાં  એ ખોખામાં નખાય ગઈ છે  એની કીમત  4 ડોલર છે  . આ સ્તોમાં પણ ઘણા દેવતાઓની મૂર્તિઓ હતી  . આ ભાઈના દેશમાં  ભગવાને 9 વખત  અવતાર લીધો છે  .  અને હજી પોતાને  ભગવાનનો દસમો   અવતાર ગણાવતા   કેટલાય ભગવાનો    ભારતમાં  જ્યાં ત્યાં  હોય છે  . હું તો કેસેટ પડતી મુકીને  સ્ટોર બહાર નીકળી ગયો  . હિતેશના સ્ટોરમાંથી  એક મેક્ષિક્ન  માણસે  બે કાર્ડ હિતેશ પાસે માગ્યા  હિતેશે  કાર્ડ આપ્યા અને પૈસા લીધા  હિતેશે  ભૂલથી  3 કાર્ડ આપી દીધા  . મેક્ષિક્ને    પોતાની કારમાં બેસતી વખતે જોયું કાર્ડ બે ને બદલે 3 કાર્ડ હતા એટલે એ એક કાર્ડ પાછું  હિતેશને આપવા ગયો  . આ વખતે હું સ્ટોરમાં હતો  . . આ માણસના દેશમાં ભગવાને અવતાર લીધો નથી  . એક શેર યાદ આવ્યો  . हज़ारी खिज्र  पैदा  कर चुकी है  नस्ल आदमकी  ये तस्लीम  ,, लेकिन आदमी अब तक भटकता है   . એક પાર્કમાં આપણા દેશી ભાઈઓને  પીકનીક રાખેલી  . અહીના એક મોટા ભા એ મારા ભત્રીજા  વિક્રમ જેવા ઊંચા  છોકરાઓને કીધું કે  તમે અહી લાઈનમાં ઉભા રહો  . અને જે છોકરાઓ  હરિ ફાઈમાં  ઉતર્યા હોય  તેઓ તમારા સુધી  આવે ત્યારે ક્યે  છોકરે તમને  પહેલો   ટચ  કર્યો છે  . એ પહેલો નંબર  કોણ હતો એ તમારે યાદ  રાખવાનું  હું તમને દસ દસ ડોલર આપીશ  . છોકરાઓ બિચારા  પોતાની રમત ગમત  પડતી મુકીને દસ ડોલરની લાલચમાં ઉભા રહ્યા   . આવા જે મોટા ભા થઈને ફરતા હોય એતો  ડોકટરો કે એન્જી  . હોય
રમત પૂરી થઇ ગયા પછી  છોકરાઓ દસ  ડોલર  માગવા ગયા તો  . મોટા ભા બોલ્યા  . મેં તમને દસ ડોલર આપવાનું કીધેલું એ વાતને તમે  સાચી માની બેઠા  . એમ બોલીને હસવા મંડ્યા  . વિક્રમ મને કહેતો હતો કે મને એ માણસને  ગોળીએ દેવાનું મન થઇ જાય છે  .
સીનીયર સેન્ટરમાં કોઈ વખત  આપણા દેશી ભાઈઓ  આવે છે એ અહી જમતા નથી પણ  પોતાનું ખાવાનું પોતાની સાથે લઇ આવે છે  . અને કમ્પ્યુટર રૂમમાં જમવા બેસે છે  . આ રૂમમાં  ખાવા બેસવાની સખ્ત  મનાઈ હોય છે  . આ રૂમમાં 9 કમ્પ્યુટર   છે પણ  વા પરનારા  કોઈ હોતા નથી   અહી નાનકડું  કચરો નાખવાનું  કેન હોય છે એમાં  નકામાં થઇ ગએલા કાગળના  કટકા વગેરે નાખવાનું હોય છે  . અહી આપણા   ભાઈ બેનો જમવા બેઠા  અને એંઠી   પ્લાસ્ક્તિક ની ડીશો  નાનકડા  ગાર્બેજ કેનમાં  ઠાંસી  ઠાંસીને   ભરી  હું તો  સેન્ટરમાં જમું છું એટલે  મારે અહી જમવા પણું  હોતું નથી   . તે છતાં  હું ગાર્બેજ કેન ઉપાડીને  . મોટા ગાર્બેજ કેનમાં  નાખવા જઈ  રહ્યો હતો   . ત્યારે એક બેન બોલ્યા   રહેવા દો  એતો સાફ કરવા   વાળા   લઇ જશે    મેં કીધું આપણે અહી જમવાની  મનાઈ  હોવા છતાં જમ્યા  અને  ડીશો અહી પડતી મુકીએ  એ આપણા ભારતનું સારું ન કહેવાય  . તો એ બેન ગરમ થઈને બોલ્યા  હવે તમે મોટા અમેરિકન થઇ ગયા છો એ બધાને ખબર છે પછી મેં કીધું તમે અમેરિકન છો હું નથી  કેમકે હું આ દેશમાં 45 વરસથી  વસું છું  છતાં હું અમેરિકન  સિટીજન નથી  .  . એક ભાઈ બોલ્યા તમે અમેરિકન  નહી થાઓ તો તમારે  ઘણું ગુમાવવાનું થશે  મેં કીધું હું  હું અમેરિકન સિટીજન નથી અને થવા માગતો પણ નથી  . હું ભારતીય  તરીકે જન્મ્યો  છું અને ભારતીય તરીકે  મરવા માગું છું  . પછીમે એને એક મોમીનનો શેર કીધો
उम्र तो  साड़ी कटी इश्के बुता में    मोमिन  , आखरी  वक्तमे  क्या ख़ाक मुसलमान होंगे ?  મતલબ કે  આખી જિંદગી  મંદિરના ઘંટ વગાડ્માં   તરેહ તરેહ નાં  મંગળા  શયન  વગેરે  જુદા જુદા પ્રકારના  મૂર્તિઓના દર્શન  કરવામાં  પસાર કરી હવે મરવા કાંઠે આવ્યો હવે હું  શું  ધૂળ  મુસલમાન થાઉં  . મારો પોત્ર  kevin  રાજીવ જ્યારે  ત્રણેક વરસનો હતો ત્યારે  રંગ ભેદની નીતિનો ભોગ બન્યો  .એની મા  ને ભારતીય  લોકોનો કડવો અનુભવ થએલો  એટલે  તેને  ભારતીય લોકો પ્રત્યે   તેને થોડો અણગમો ખરો  .  પણ એનો પતિ એના પતિના  સગા વ્હાલા એટલે  તિરસ્કાર  બહુ જણવા ન દ્યે  એના દીકરાનું બીજું નામ રાજીવ રાખ્યું એ એના  બાપ જો અબદલા ના કહેવાથી રાખ્યું  , જ્યારે રાજીવ ગાંધી  બહુ મોટી  બહુ માટીથી જીત્યો  .અને જોન ને ઈચ્છા થઇ કે  આ છોકરો  ભારતીય બ્લડ નો  છે    એટલે એનું નામ રાજીવ રાખો  . .પછી એના બાપનું માં રાખીને  રાજીવ  નામ રાખ્યું આ રાજીવ જયારે  ચર્ચ  ના બાળ મંદિરમાં જતો ત્યારે  ત્યાં બધા છોકરા ગોરા  ફક્ત રાજી વ  એકલો રંગીન   બધા  છોકરા એને તિરસ્કારની નજરે જુવે   જેમ ગાંધી બાપુને  સાઉથ  આફ્રિકાથી  નફરતના કારણે ભારતમાંથી  અંગ્રેજને  તગડી મુકવાનો વિચાર આવ્યો  . એમ રાજીવને  ગોરા પ્રત્યેની નફરતનું બીજ બાળ પણ માં  રોપાણું  એ  રાજીવ મોટો થયો એમ  એ બીજ મોટા ઝાડના રૂપમાં  ફેરવાઈ ગયું  .  રાજીવનો મારી સાથેનો વર્તાવ  એક ગાઢ મિત્ર જેવો મને એ કહેતો કે હું ગોરી છોકરીઓને   ગર્લ ફ્રેન્ડ તરીકે કામ ચલાવ   રાખું છું  . રાજીવ મને કહેતોકે હું મારા સંતાનોને  ગોરી મા  આપવા  માગતો નથી   ,
રાજીવ  એની નાની સાથે ક્યુબા ગએલો   . રાજ્વની માં એની નાની એના નાનાનો જન્મ ક્યુબા  થએલો  છે  . રાજીવને  ક્યુબામાં  એક કૃષ્ણ  વર્ણી  છોકરી સાથે ઓળખાણ થઇ  આ છોકરી જ્નાઈનો  જાદુ  રાજીવ ઉપર  છાઈ ગયો  . અ ઓળખાણ ગર્લ ફ્રેન્ડ નાં ર્પ્માં ફેરવાઈ ગઈ  એ એટલે સુધી કે  રાજીવે  જ્નાઈના ગર્ભાશયમાં   પોતાનું બીજ રોપ્યું અને જનાઈને માથે એક જવાબદારી સોપી દીધી  . જ્નાઈના પેટમાં બાળક મોટું થતું  ગયું અને બરાબર  યોગ્ય સમયે  જનાઇએ  એક 8 પાઉન્ડ અને 8  ઓંસ  વજન વાળા  દીકરાને   જન્મ આપ્યો   , મારા કુટુંબમાં આટલા વજન વાળું  બાળક  હજુ સુધી કોઈ જનમ્યું  નથી  . એ બાળકનું  સેકંડ નામ  જુનિયર આતાઈ રાખ્યું  છે  .હાલ રાજીવ  ક્યુબા ગયો છે અને જુ  ,આતાઈના  બાળોતિયા  બદલવાની  . સ્પેનીશ ભાષા શીખવાની  ટ્રેનીગ જનાઈ  . પાસે લઇ રહ્યો છે   . મારા વિશેની રાજીવ પાસેથી વાતો સાંભળીયા પછી   જણાઈ કહેતી હતી કે આપણે  જુ  . આતા  ને સીનીયર આતા પાસે  કેળવણી  લેવા સોંપી દઈશું  .  મને એમ થયું કે   આ ચોથી પેઢીનું બેબી સીટીંગ કરવાનો મારો વારો ચડી જશે કે શું ? બેન વિલા કે કોઈ બીજી બ્લોગર બહેને  ભગવાનને પ્રાથના કરીકે  हमारे आताको  दिखलाना  पांचवी पीढ़ी   शायद इ प्रार्थना  भगवान सुन भी ले क्यों की  मेरा चौथी पीढ़ी वाला लड़का शादी सूदा २६ सालका है   .

कृपा भाई भगवंतकी आये अमेरिका देश ,(मगर )तीनो अवगुण ना गए खटपट , निंदा ,द्वेष .

जाको जिसपे सत्य सनेहु , सो तीनू मिलत न कछु संदेहू

DSCN0986 img068 img069DSCN0985

નાનો બાળક આતાનો ગ્રેટ ગ્રાન્ડ સન    બ્રાન્ડોન
આતાનો  ગ્રાન્ડ સન એની વાઈફ ઓલ્ગા અને પુત્ર બ્રાન્ડોન  સાથે  ,આતા સાથે જોનાથન અને બ્રાન્ડોન
ચોપડી વાંચતો  બ્રાન્ડોન એલેક ઝાંડર

જેના ઉપર નિખાલસ સાચો પ્રેમ હોય  , એ માણસ તમને મળ્યા વગર રહેતો નથી  . એવું સંત તુલસીદાસ કહી ગયા છે  .એનો મારા જાત અનુભવ હું આજે આપને કહીશ  .વચ્ચે એક વાત કહું છું કે  ,
પોર્ટુગલમાં એક મેર રહે છે  . તેને આપ  મેર  ડાયરેક્ટરીમાંથી   કે ગમે તે પ્રકારે  શોધી કાઢી  મારો બ્લોગ આપો અથવા એનો ઈ મેલ મને આપો  તો    હું એને જાણ  કરીશ  . તો મારા ઉપર કૃપા કરીને આટલું મારું કામ કરો  ,મારા મોટા દીકરાનો દીકરો  જોનાથન જ્યારે 3 મહિનાનો હતો ત્યારથી હું એને ઓળખતો પછી સંજોગ એવા બન્યા કે એ મારાથી એ દોઢ વરસનો હતો ત્યારથી સબંધ તૂટી ગયો   .મારો  મોટો  દીકરો દેવ જોશી તરીકે   ઈન્ટરનેટ રેડિયો સ્ટેશન ઉપર ઓળખાય છે બાઈ સુરેશ જાની   ,કનક , રાવળ  ,પ્રવીન્કાંત શાસ્ત્રી વગેરે ઘણા બ્લોગર ભાઈઓ ઓળખે છે   .જોનાથન દોઢ વરસકે બે વરસકે તેથી  થોડી વધુ  ઉમરનો  થયો ત્યારે તેની માં સાથે જર્મની એના મામા પોલ પાસે રહેવા જતો રહેલો  ,તે વખતે તે  ઈંગ્લીશ ભાષા ભૂલી ગએલો અને જર્મન ભાષા  શીખી ગએલો  .પછી એ આઠેક વરસનો થયો ત્યારે અમેરિકા એની માં સાથે અમેરિકા કેલીફોર્નીયા આવ્યો  .એની માએ  દેવ જોશીનો સંપર્ક સાધ્યો   ,અને કીધું કે હું અને આપણો દીકરો જોનાથન  જર્મનીથી  કેલી ફોર્નીયા આવી ગયા છીએ   . .આપણા દીકરા સાથે તું વાત કરી  શકે છે  . પણ  હાલ થોડું થોભવું  પડશે  .કેમકે તેને ઈંગ્લીશ આવડતું નથી  . પણ ચારેક  મહિના પછી  એ  ઈંગ્લીશ  શીખી જશે  ,પછી તું એની સાથે વાત કરજે પછી    .પોતાના અતિ વ્હાલા દીકરા સાથે  દેવે  બહુ  લાંબી વાતો કરી  ,
અમે હું મારી વાઈફ મારી મા અમે મારા ભાઈ સાથે   અપ સ્ટેટ ન્યુ યોર્ક  રહેતાં હતાં  ત્યાં એક દિવસ  જોનાથન ને  તેડીને   દેવ આવ્યો  . મારી મા પોતાના ચોથી પીઢીના  દીકરા જોનાથનને જોઈ બે હદ ખુશી થયાં  . જોનાથાનની મા ભારતીય  સંસ્કૃતિથી રંગએલી હતી  . તેને પોતાનું નામ સહાનુભુતિ  રાખેલું  .જોનાથન ને ઈનીં માએ થોડા  ભારતીય  રીત રીવાજ  શિખવાડેલા એટલે જોનાથન  મારી મને જોઈ બે હાથ જોડી માથું નમાવ્યું  . મારી માએ એને દસ ડોલરની નોટ આપી  . જોનાથન તરફથી મેં માને કીધું કે  જોનાથન એવું  કહે  છે કે  મારી પાસે પૈસા છે માટે મારે નથી જોતા  તમે કોઈક બીજાને આપો જેને જરૂર હોય એને  આપો   સાંભળી  માં બહુ ખુશ થયાં  . પછી એક રમકડું આપ્યું  .  જોનાથન કહે આ રમકડા  માટે હું મોટો છું  . આ નાના છોકરાં
માટેનું છે  .
આ વાતને વરસો થઇ ગયાં જોનાથન હવે જુવાન થઇ ગયો  .અને એરિઝોના phoenix    ભાડાના મકાનમાં રહેવા લાગ્યો  . હું અને મારી વાઈફ  મારા ભાઈ સાથે રહેતાં હતાં  . મારી વાઈફ ભાનુંમતીએ મને કીધું કે આપને જોનાથાનને મકાન ખરીદી આપીએ  એરિઝોનામાં મકાન સસ્તાં હોય છે  અને  બહુ વરસાદ કે બરફનો ત્રાસ નહી  . પછી અમે મકાન અમારા નામથી ખરીદ્યું  . અને જોનાથન એમાં રહે  . એને ભાડું નો ભરવું પડે   . ફક્ત  બીલ ભરવા પડે  .અમે તો મારા ભાઈ સાથે રહીએ  થોડો વખત અમે એ મકાનમાં સાથે રહીએ  .પછી  જોનાથન એકલો રહે  .
અમારી સાથે  જોનાથન   નવા ઘરમાં રહેવા આવી ગયો  .પણ જોનાથાનને અમારી સાથે ફાવ્યું નહિ  , એટલે એને મને કીધું કે હું  બીજે રહેવા જતો રહીશ  . મેં કારણ પૂછ્યું કેમ ? જોનાથન કહે બા આર્ગ્યું  બહુ કરે છે  . અને મેં આવું કદી જોયું નથી  . આપણે સહુને એ અનુભવ હોય છે કે   પતિ પત્ની વચ્ચે ઘણી વખત  ઉંચે સાદે બોલાતું હોય છે  . અંને આ ભાનુ બા   ઘણી વખત મને જોરથી કહે  હજી તમારી ઊંઘ પૂરી નથી થઇ  ? તમે હમણાથી સાવ  આળસુ થઇ ગયા છો  . હું બહુ ધીમે અવાજે કહું જા નથી ઉઠતો   હવે જો મને ઉઠાડવાની વાત કરી તો  તારી ખૈર નથી   . માટે તું ચુપ થઇજા અને પછી બા ચુપ થઇ જાય  . જોનાથન ભાષા સમજે નહિ પણ  એક્ટિંગ થી સમજે કે બા બહુ બાધોડકા છે  . પછી જોનાથન બીજે રહેવા જતો રહ્યો  .અમને આ ઘરમાં રહેવાનું બહુ ગમી ગયું   .એટલે અમે  ભાઈના અને એની પત્ની એલીઝાબેથનો  અતિ આગ્રહ હોવા છતાં અમે એની સાથે રહેવા નો ગયાં  . બા તો જોનાથાનને બહુ ગમે કેમકે બા બહુ લાડ લડાવે જ્યારે મારે કોઈ વખત ખીજાઈ જવું  પડતું  . પછી જોનાથને  અમારી ન્સાથે સંપર્ક સાવ છોડી દીધો  . પણ મને જરો જર  ની  માહિતી મળતી રહેતી એ  રશિયા ગયો  . ત્યાની છોકરી સાથે  પ્રેમ થયો  . પછી છોકરીને લઈને  અમેરિકા આવ્યો  લગ્ન કર્યા  બધી વાતની મને ખબર હતી   . .જ્યારે એની વાઈફ  ઓલ્ગાને  ગર્ભ રહ્યો  ત્યારે અચાનક મને ઈમેલ કર્યો અને કીધું કે  ગ્રાન્ડ પા  હું અને ઓલ્ગા તમને ગ્રેટ ગ્રાન્ડ ફાધર  બનાવવાના છીએ  ઓલ્ગના પેટમાં બાળક  છે  તે દીકરો છે  .  હું આ શુભ સમાચાર  સૌ  થી પહેલા તમને આપું છું માટે હાલ આ વાત તમે કોઈને કહેશો નહિ  . મેં  જોનાથાનની નવી માની દીકરી બેન તાન્યાને  ઈ મેલ વાંચવા આપ્યો  . તાન્યા  બહુ હરખાઈ ગઈ  કેમકે એનો એક દરજ્જો  વધી ગયો કેમકે તાન્યા  હવે  ફોઈબા  થવાની છે  . તાન્યાએ મને પુચ્છ્યું હું આ વાત મારા બાપને કહું ? મેં કીધું હા  આ વાત જોનાથાનને ન ગમી  . એટલે વળી પાછા અબોલા લીધા  . મને એ કોઈ સમાચાર આપે નહિ  . હું  અમદાવાદમાં પોલીસમાં એલ ઈ બી માં નોકરી કરી ચુકેલો  ગમે તેમ કરીને કડી  મેળવી લઉં  અને રહસ્ય  ગોતી કાઢું  .  મારી પાસે  ઓલ્ગાના એના સુપુત્ર ના ફોટા પણ આવી ગયા  ગયા  . પણ છેલ્લે આ ક્રિસ્ટમસ   2014  ઉપર એક મિત્રને ત્યાં ભેગા થઇ ગયા  પ્રેમથી વાતો કરી  . ફોટા પાડ્યા  .  મેં એને મારી માએ બનાવેલું 90 વરસ જુનું મોતીનું તોરણ ભેટ આપ્યું  .  હમણા એ એક વિક માટે બર્મ્યુડા    ઓલ્ગા અને પુત્ર બ્રાન્ડોન ને લઈને ગયો છે  .