મારા ગ્રેટ ગ્રાન્ડ ફાધર કાનજી બાપા કુટુંબ કલેશ થી કંટાળી ગરેજ (ઘેડ)ગામથી દેશીન્ગા બાબી મુસલમાન દરબારની નોકરી કરવા આવ્યા. દરબારે કાનજી બાપાનો કદાવર બાંધો અને કરડો ચહેરો જોઈ, પોતાના અંગરક્ષાક તરીકે રાખ્યા દરબારે કાનજી બાપાને એક ઘોડી અને એક તલવાર આપી. એક વખત સંધી ચોરની ટોળકી ઘોડી ચોરવા આવી. કાનજી બાપાએ એક ચોરને તલવારના એક જ ઝાટકે મારી નાખ્યો
આ બહાદુરી બદલ દરબારે જમીન ભેટ આપી. આ કાનજી બાપના બીજા નંબરના દીકરા પ્રેમજી બાપાના બીજા નંબરના દીકરા જટાશંકર ઉર્ફે જેઠાનો પહેલા નંબરનો દીકરો એ આ તમારા હિંમતબાપા (અતાઈ)
જેઠા બાપા દેશીન્ગામાં માસિક રૂપિયા ૧૨/- ના મબલખ પગારથી પોલીસ પટેલ તરીકે નોકરી કરતા. હું દેસીગાની નિશાળમાં ગુજરાતી પાંચ ધોરણ સુધી ભણ્યો; કેમકે વધારે ધોરણ હતાં નહીં. પછી દેસીગથી અર્ધો ગાઉ દુર મરમઠ ગામમાં અંગ્રેજી વિના સાત ધોરણ પાસ કર્યા. મારી ભણવાની બહુ હોંશ હોવા છતાં, મારા બાપની ગરીબીએ મને આગળ ભણતો અટકાવ્યો. પછી મને બીલખા શ્રી નથુરામ શર્માનાં આશ્રમમાં સંસ્કૃત ભણવા મુક્યો. આશ્રમ માં ભણતો હતો ત્યારે મને પંજાબના ઉદાસી સંપ્રદાયના સાધુનો ભેટો થયો હતો. આ સાધુ પાસેથી હું ઉર્દુ લખતા, વાંચતા શીખ્યો. અહી મેં આશ્રમના એક ક્લાર્કને લાકડીઓથી મરણ તોલ માર્યો હતો. જો મને મારતા અટકાવવામાં ન આવ્યો હોત, તો એ માણસ મરી જાત પછી જ હું અટકત. આ કારણે મને આશ્રમમાંથી કાઢી મુકવામાં આવ્યો.
આ દિવસે વાઈસરોય લીનલીથગો સાસણ સિંહ નાં શિકાર માટે આવ્યા હતા. આશ્રમમાંથી કાઢી મુક્યા પછી હું ઘરે આવ્યો – ધોયેલા મૂળા જેવો! આ પછી મેં ખાંડ, કેરોસીન વગેરે વસ્તુ કાળાબજારમાં વેચવાનો ધંધો કર્યો; પણ એમાં જોખમ હોવાથી મારી માએ આવો ધંધો ન કરવાનું કહ્યું.
આ વખતે બીજું વિશ્વ યુદ્ધ જોરશોરથી ચાલી રહ્યું હતું. હું આર્મીમાં ભરતી થઇ ગયો.
जिन्दगी है मोज में ।
भर्ती होजा फोज मे ।
हाथमें बन्दुक लेके गोली चलाए जा।
૧૯૪૫ ની સાલમાં લડાઈ બંધ થઇ. મારા જેવા અંગ્રેજોના બેવફા સૈનિકોને જલ્દી છુટા કર્યા પછી, હું અમદાવાદ પોલીસ ફોર્સમાં દાખલ થયો.
પછી વહેલો નિવૃત થયો અને મારા નાનાભાઈના તેડાવવાથી અમેરિકા આવ્યો. ૬ દિવસ આરામ કર્યાં પછી નોકરીની શરૂઆત કરી. પ્રિન્ટીંગ પ્રેસમાં કમાયો અને એરિઝોનામાં પોતાની કમાણીથી રોકડા પૈસાથી ઘર ખરીદ્યું. છાપાઓમાં લેખો લખ્યા. લેખોએ મને ઘણી પ્રસિદ્ધિ અપાવી. ડો. કનક રાવલ જેવા મિત્રો મળ્યા. શ્રી સુરેશ જાનીએ મારો ઉત્સાહ ખુબ વધાર્યો.
ચાર વર્ષ પહેલાં, મારી પત્નીના પરલોક ગયા પછી હું બહુ ઉદાસ રહેતો હતો; પણ મને પોતાના દાદાથી અધિક ચાહતી મને મારી પોત્રી કરતા અધિક વહાલી લિયા લાગતી મારી ગોરી મિત્ર લિયા (Leah) એ મારી ઉદાસીનતા દુર કરી.
क्रूज़ के टेबल पे मुजको मिली ‘लिया’।
बीबी गुजर जानेका जो गम था, भुला दिया ।
અમદાવાદમાં હું એક એવો પોલીસ હતો કે D.S.P. સુધીના માણસો મને અંગત રીતે ઓળખે. એનું કારણ એ કે, હું કાળા નાગને કોઈ પણ જાતના સાધન વગર મારા ખુલ્લા હાથથી પકડી લઉં છું. એક વખત હું મારા આવા સરપ પકડવાના ધંધાને લીધે છાપે ચડેલો છું . એની વાત તમારી જાણ ખાતર લખવાનું મન થાય છે. સુભાષ બ્રીજ બની રહ્યો હતો ત્યારે એનો ચીફ એન્જી. બી. કુમાર હતો. તે નવરંગપુરા દિલખુશ સોસાયટીમાં એની ઘરવાળી અને કાકા સાથે રહેતો હતો એક વખત સિનેમા જોઈ ઘરે આવ્યા અને પથારી પાસે ગયા ત્યારે, ત્યાં ગુંચળું વાળીને બેઠેલા નાગદેવતાએ ફૂફાડો મારીને એમને ડરાવ્યા. એટલે એ તો હડી કાઢીને બંગલાની બહાર નીકળી ગયા આ વખતે લોકોનું ટોળું પણ ભેગું થઇ ગયેલું. પણ મજાલ છે કે, કોઈ બંગલા નજીક જાય! પણ એક ભડનો દીકરો ભૈયો હતો તે દરવાજા પાસે હાથમાં લાકડી અને ટુવાલનો ડૂચો લઈને બેઠો હતો. મને બોલાવવામાં આવ્યો. હું ગયો એટલે ભૈયાએ મને ચેતવ્યો કે,
“साब! आप साथ कुछ नहीं लाए। यह साप बड़ा खतरनाक है।”
મે તો મારા હાથમાં લાકડી હતી; એ પણ દુર મૂકી દીધી; અને પથારી પાસે ગયો. એટલે મને ડરાવવા નાગ દેવતાએ ફેણ માંડી, અને ફૂફાડો માર્યો. હું સૌને સંભળાવવા બોલ્યો –
” નાગબાપા! આ તમે જુઓ છો; એ માંયલો માણસ હું નથી.”
એમ બોલી ફેણ માથે હાથ મૂકી નીચે કરી દીધી. પછી એના ગુંચળા નીચે મારા બે હાથની હથેળીઓ ઘાલી નાગદેવતાને ઊંચા કરી મારા નાક સામે ફેણ મંડાવી; અને પછી ચાદરમાં મૂકી દીધા.
કાકો બોલ્યો કે આને કૈક ઇનામ આપવું જોઈએ. બી.કુમારે મને વીસ રૂપિયા આપવાનું કર્યું. મેં તેમને કહ્યું કે મારાથી સીધું ઇનામ લેવાનો કાયદો નથી. તમે મને મારા ખાતા મારફત આપો.
પછી તો છાપાંવાળાઓને ઈન્સ્પેક્ટરે બોલાવ્યા. મારો ઈન્ટરવ્યુ લેવડાવ્યો; અને બાપુ! હું તો છાપે ચઢી ગયો. મુંબઈના ‘જન્મભૂમિ’ છાપામાં આ મારા સર્પ પકડવાની વિગત પણ છપાણી.
——————-
જેમણે મને આ બલોગના રવાડે ચઢાવ્યો છે તે પુત્રસમાન સુરેશ જાનીએ આમાં મીઠું મરચું ઉમેરી અગાઉ મારો પરિચય નેટ ઉપર પીરસ્યો હતો. એ મસાલેદાર વાનગી ચાખવા અહીં ‘ ક્લિક’ કરો.
Like this:
Like Loading...
wah.. wah.. Aata..bapa… adbhut.. aapna jivan prasango vanchi ne maza aavi gai.. sureshdada no pan khub khub aabhar..aapni olkhan karavava badal..
shailya
આતા આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માંસામેલ કર્યો છે મુલાકાત લેશો .
આતા આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે. મુલાકાત લેશો .ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપ ફોરમ
enjoyed d article… bapani himmatane salam.. kahevu pade !!!
Lata
Bhai Suresh Jani is now Like a son is great news.
Dev is your older son in NJ and younger in AZ …..Now Attai enjoy the time with Bloggers and Surfers !
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org
એ વેલકમ આતા…તમારી ઓળખાણ વાંચવાની મજા પડી…અને સુરેશભાઇનાં “ગધસુર” પરની પોસ્ટ વાંચીને થયું કે તમારી “યુવાની” હજી પણ અકબંધ છે.
wah deshinga no yuvan va……………………….
આતાશ્રી, અદ્ભુત કથા, ખરેખર આપના અનુભવો ગજબના છે. આવી બહાદુરી કરવાનો મોકો મળે તો જરૂર કરવા જેવી છે. મેં પણ જીવો જેવા કે દેડકો, ચામાચિડિયું, કબુતર વિગેરે પ્રાણીઓ પકડ્યા છે. આશા છે કે મને સાપ પકડવાની “હિંમત” પણ જરૂર મળે (મોકો પણ).
લોકોની જીવન કથાઓ વાંચવી મને ખૂબ ગમે…..ઘણા ટાઈમે આવી રસપ્રદ જીવન કથા વાંચી, ખૂબ જ ગમ્યું….
તમારા અનુભવો પરથી ઘણું જાણવા મળશે. વધુ પોસ્ટ માટે રાહ જોઇ રહ્યા છીએ.
wah …..wah…saras che.nana
i love you
great ,jai jawan
jai hind
Pingback: કુ-પ્રાર્થના! | હાસ્ય દરબાર
Pingback: (85 ) વિનોદ વિહાર – પહેલી વર્ષગાંઠે « વિનોદ વિહાર
આતા તમારા બ્લોગની , મુલાકાતે તો આવી ચુક્યો હતો , પણ હર હંમેશની જેમ ઉતાવળે કમેન્ટ લખવાનું રહી જતું હતું . તો લ્યો . .
ખુબ જ મજાનો દેશી , ભડાકા બોલાવતો બ્લોગ !
આપના બ્લોગની મારી પહેલી જ મુલાકાત છે. આપને સાદર વંદન.
પ્રવીણ શાસ્ત્રી.
http://pravinshastri.wordpress.com
tamri blog vanch vani jordar maja aave 6……
nameste dada
bharai kana..(from mandodra manavadar)
Pingback: (216) ૯૩ વર્ષના યુવાન બ્લોગર મિત્ર શ્રી હિમ્મતલાલ જોશી- આતાજીને ૯૩મા જન્મ દિને શુભેચ્છાઓ . | વિનોદ વિ
આતા ઘણું જીવો.
Pingback: (85 ) વિનોદ વિહાર – પહેલી વર્ષગાંઠે | વિનોદ વિહાર
ભીમ તરફથી નવ નારીયેલ નો કોયડો
ફક્ત બે વખત વજન કરીને શોધી કાઢો . ન ગોતી શકો તો મને (આતા ) પૂછો
હું આપને વધુ વજનનું નારીયેલ શોધી આપીશ
ભીમ તરફથી નવ નારીયેલ નો કોયડો
ફક્ત બે વખત વજન કરીને શોધી કાઢો . ન ગોતી શકો તો મને (આતા ) પૂછો
હું આપને વધુ વજનનું નારીયેલ શોધી આપીશ
Yesterday I met u,I was impressed,I asked for your Blog,u gave me,I stared reading all your blogs,after reading a few blogs I m very much impressed by your life style & your I knowledge.Your are a GREAT person?Hope we may meet again.
Pingback: ( 500 ) જેને રામ રાખે …..(સત્ય ઘટના)….. લેખિકા : જયશ્રી, પૉંડિચેરી. ભારત | વિનોદ વિહાર
બહુ સુંદર વર્ણન છે.
આતા, તમારા નામ પ્રમાણે ગુણ વાંચી બહુ આનંદ થયો.
આતાજી ખુબ મજા આવી આપના જીવન વિષે વાચવાની. ખુબ જ પ્રેરણાદાયી જીવન ગુજાર્યું આપે.
હું એક વખત તમને મળી શકું એવી ભગવાનને પ્રાર્થના.
આપનો પરિચય આપના બ્લૉગ ‘આતાવાણી’ પરથી થયો છે. મને આનં દ થાય છે. આપનો વિશેષ પરિચય કરવો મને ગમશે.
આતાજી! આપનું ઇ-મેલ આઇ-ડી આપના બ્લૉગ પર મને ન મળ્યું. મારા આ બ્લૉગ પર સ્વાગત / પરિચય પર મારું ઇ-મેલ આઇ ડી છે. આપ પાસેથી સૌરાષ્ટ્રના તત્કાલીન લોકજીવન વિષે અને આપના જીવન ઘડતરની કેટલીક વાતો વિષે જાણવું છે. જો આપને અનુકૂળ હોય તો આપ મને આપનું ઇ-મેલ આઇ ડી મારા પર મોકલી શકો? ધન્યવાદ.
આતાના પરાક્રમો અને નેટજગત પરની આટલી ઉંમરે સક્રીયતા જોઈને જુભૈએ અમદાવાદમાં બેઠાંબેઠાં આતાનું સન્માન કરાવ્યું હતું !! આ સન્માન એક વીશીષ્ટ વ્યક્તીત્વનું હતું.
આજે આતાએ મારા જુના બ્લૉગ ઉપર જઈને ૧૧૫ લાઈકો કરીને મારા એટલી સંખ્યાનાં લખાણોને ફેંદી નાખ્યાં !! મેં ધન્યતા અનુભવી છે, આતા તમારા આ પ્રેમને કારણે ! આતાની આતશબાજીનો પરચો આજે મળ્યો.
આભાર, આતાજી !
Pingback: આતા હવે નથી | આતાવાણી
Pingback: ( 1004 ) સાપ(નાગ)ના પણ મિત્ર આતા …( સ્વ. હિંમતલાલ જોશી સ્મૃતિ લેખ ) | વિનોદ વિહાર
Pingback: ( 500 ) જેને રામ રાખે …..(સત્ય ઘટના)….. લેખિકા : જયશ્રી, પૉંડિચેરી. ભારત | વિનોદ વિહાર