॥ ब्रुहस्पति कथन ॥

ब्रुहस्पतिका  सहायफ़ कहना है कि

वेद, उपनिषद,  छ:शास्त्रों, ऐसी  किताबें

यकीं करने के काबिल नहीं है  ।

सिर्फ इन्सान की  जहन यकीन के काबिल है  ।

जब इन्सान मरता है तब उसका वजूद ख़त्म हो जाता है  ।

इन्सानके  जिस्मसे कोई शे बहार निकलकर जिन्दा नहीं रहती ।

इन्सान एक गैरफानी रूह नहीं रखता ।

સ્વ. આતાને સ્મરણાંજલિ – ૧

આતાને સાદર વંદન સાથે…

ganapati

એક દી મેં ગણપતિદાદાને પુછ્યું –

પ્રશ્ન દાદા મને થયો, ગૌરી પુત્ર ગણેશ
ઉંદર વાહન કેમ કર્યું એની ચિંતા મને હમેશ

દાદા બોલ્યા-

    તું તારી ચિંતા કર  મારી ચિંતા મુકી દે.  છતાં હું તુને નિરાશ નથી કરતો તારા પ્રશ્ન નો ઉત્તર  આપું છું.  જો સાંભળ હું મારા પિતાના ગણો એટલેકે સૈનિકો નો હું સેનાપતિ છું એટલે  મારે દુશ્મન ના વિસ્તાર માં  જાસુસી કરવા જવું પડે એટલે જો ઉંદર મારું વાહન હોય તો મને ગમે તેવી સાંકડી જગ્યાએ લઈ જાય અને ક્યાંક કાપી કુટીને  માર્ગ કરવો હોય તો પણ ઉંદર પોતાના મજબુત દાંત થી રસ્તો કરી લ્યે  સમજ્યો ?

મેં કીધું-

    નથી સમજ્યો.  કેમકે દાદા  તમારે સુંઢ અને દાંત સાથે પંદર મણનું માથું અને એટલુજ  વિશાળ પેટ  ભક્તોએ  લાડવા ખવડાવી  ખવડાવીને  મોટી ફાંદકરી દીધી છે એ બધું ઉપાડીને ઉંદર જાય કેવીરીતે ?

દાદા ક્યે –

     અમે દેવતા કહેવાઈએ  ગમે તેટલું નાનું રૂપ લઇ શકીએ  જા હવે વધુ દલીલ ન કરતો ટૂંકમાં તુને કહું તો ધાર્મિક બાબતોમાં શ્રદ્ધા રાખવાની હોય છે

     આ હતું… આતાવાણી પર આતાનું પહેલું લખાણ – તા. ૩૦, નવેમ્બર -૨૦૧૧

     વડીલ મિત્ર ડો. કનક રાવળ મારફત મારો પરિચય માંડ એકાદ મહિનો જૂનો હતો. પણ ગુજરાતીમાં જ લખાતા એમના ઈમેલ જોઈ મને આશ્ચર્ય થયું કે, ‘બહુ જ ભણેલા ઘણા લોકોને ગુજરાતીમાં ટાઈપ કરતાં તકલીફ પડે છે, તો ૯૦થી વધારે ઉમરનો આ માણસ આ શી રીતે શીખ્યો?’ મેં એમને બ્લોગ બનાવવાનું સૂચવ્યું, થોડીક મદદ કરી અને આ બ્લોગ વહેતો થઈ ગયો. નવેમ્બર -૨૦૧૧ માં શરૂ થયેલ એમની એ યાત્રા પાંચ વરસથી થોડાક વધારે સમય સુધી અવિરત ચાલતી રહી છે. નવું નવું શીખવાની એમની ધગશ જોઈ મને પણ એમના જીવન વિશે રસ પડ્યો અને અમારો પરિચય વધવા લાગ્યો. ફિનિક્સ, એરિઝોના એમને મળવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું. અને એમની સાથેનો પરિચય કેવળ નેટ મિત્ર ની જગ્યાએ બાપ–દીકરાનો બની રહ્યો.

     આતાના વ્યક્તિત્વના વિવિધ પાસાંઓ વિશે તો હવે સૌ જાણે છે, એટલે એની વધારે વિગતમાં ઊતરવું નથી. પણ એમની જે બાબત મને સૌથી વધારે ગમી હોય તે છે – નિખાલસતા અને કોઈ પણ જાતના આડંબરનો અભાવ –  સીધી દિલમાંથી નીકળતી વાણી.  ૯૦ વર્ષના આયખામાં થયેલા જાતજાતના અનુભવોનો શબ્દ એમના પ્રત્યેક સર્જનમાં પડઘાતો રહેતો. અને કેવી એ યાત્રા? સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારના સાવ નાના ગામમાંથી શરૂ કરીને લશ્કર, પોલિસ ખાતું, અમેરિકાનો પ્રેસ અને એરિઝોનામાં અરણ્ય વાસ સુધી ફેલાયેલી  એ સફર. જાતજાતના શોખ! જાતજાતની કાબેલિયતો. આતાવાણી પરનાં એમનાં સર્જનો આ હકોકતની સાક્ષી પૂરે છે.

     મારા બાપુજી ગુજરી ગયા અને પછી એક એક કરીને આગળની આખી પેઢી દિવંગત બની ગઈ. આતા મળ્યા અને ‘મારા બાપુજી મને પાછા મળી ગયા.’ – એવો ભાવ સદંતર અંતરમાં હેલ્લારા મારતો રહ્યો છે. સંબંધોમાં ઘણી વાર બનતું હોય છે, તેમ અમારી વચ્ચે પણ વિચાર ભેદ – મત ભેદ ઊભા થયા છે. પણ એ કદી મન ભેદ નથી બની શક્યા. મારાથી એમની અવજ્ઞા થઈ છે,  માઠું લાગે તેવી મારી વર્તણૂંક પણ થયેલી છે. પણ આતાએ કદી મારી સાથે સંદેશાની આપ-લે બંધ કરી દીધી નથી. મારી એ બધી ભૂલચૂક માટે આતાની ક્ષમાયાચના અહીં જાહેરમાં દોહરાવતાં દિલનો ભાર ચપટીક ઓછો થતો અનુભવી રહ્યો છું.

     દરરોજ સવારના ઈમેલ – બ્રેકફાસ્ટમાં એમની ગેરહાજરી આજથી જ સાલવા લાગી છે!  આશા છે કે, હવે પછી મિત્રોના અહીં  પ્રગટ થનાર લખાણો/ પ્રદાનથી એ ખોટ થોડીક પૂરાશે.

      વાચક મિત્રોના રિવિઝન માટે…

આતાની ‘ધરપકડ’ ની મજા અહીં માણો…

અને એમનો આ જગમશહૂર સંદેશ થી અન્ય મિત્રોને આ સ્મરણાંજલિ એક મહિના સુધી સભર બનાવતા રહેવા ઈજન …aataa_1

 

આતા નથી, પણ…..

      આતા નથી,  પણ…..

આતાવાણી છે!

કાળા નહીં …. આતાને બહુ ગમતા ફૂલ ગુલાબી અક્ષરે…. આતાવાણી છે  જ !

     આતાનો આ લખનાર ઉપર એટલો બધો પ્રેમ હતો કે, તેમણે તેને આતાવાણીનો માત્ર તંત્રી જ બનાવ્યો ન હતો. એમની અસીમ કૃપાથી આ જણ એનો સંચાલક છે.

      એ પદની આમન્યા અને ફરજ જાળવીને નીચેના અગત્યના નિર્ણયો….

 1. આતા નથી પણ ‘આતાવાણી’ ચાલુ રહેશે.
 2. આવતીકાલથી શરૂ કરીને એમનાં સંસ્મરણો અહીં આંતરે દિવસે પ્રગટ કરવામાં આવશે. પહેલું સંસ્મરણ આ જણનું આવતીકાલે…
 3. જે જે મિત્રો, સગાંઓ, સંબંધીઓને આતાના સંસ્મરણો રજુ કરવા હોય, એમના તરફની લાગણી પ્રદર્શિત કરવી હોય તે મને સામગ્રી મોકલશે, તો એ અહીં કોઈ જાતની સેન્સરશીપ/ કાપકૂપ કે સુધારા વિના રજુ કરવામાં આવશે. આ લાગણી અને ભાવની વાત છે, માટે ભાષા બાબત  પણ કોઈ નિયમન રાખવામાં નહીં આવે. અંગ્રેજી, ગુજરાતી કે હિન્દીમાં લખાણ મને મોકલી આપવા સૌને ઈજન છે.
  sbjani2006@gmail.com
 4. તમારા ભાવને મ્હોરવા દઈને પ્રસિદ્ધ કરવાની સામગ્રી કોઈ પણ સ્વરૂપમાં સ્વીકારવામાં આવશે – લખાણ, ફોટા, વિડિયો, ચિત્રો વિ.
 5. ૧૫ મી ફેબ્રુઆરી સુધી આ સિલસિલો જારી રહેશે. તે બાદ આતા જીવતા હોત, તો તેમને પસંદ આવે તેવી સામગ્રી પણ પ્રસિદ્ધ કરવામાં આવશે.
 6. જો કોઈને આતાવાણીનું તંત્રીપદ સ્વીકારવા અને એ જવાબદારી અદા કરવા મરજી હોય,  તો તે આ લખનારને જણાવે. એમને સાથી બનાવવાનું ગમશે.
 7. આ ઉપરાંત… ‘આતાવાણી’ને જિવંત રાખવા તમારાં સૂચનો પણ અહીં પ્રતિભાવ રૂપે આપી શકો છો.

418493_398735700152681_1826065604_n

કઈ દિશામાં જઈ રહ્યા છો? આતા!
સ્વર્ગ સર કરવા? !

આતા હવે નથી

aataa

સૌ નેટ મિત્રોને આઘાત આપે તેવા સમાચાર.

મિત્રો,
      હમણાં જ દેવ જોશી નો ફોન હતો.

      એક કલાક પહેલા આતાજી આપણને સૌને છોડીને ચાલ્યા ગયા છે. સૂતેલા હતા અને એમનો પૌત્ર ડેવિડ મંદીરે  જવા એમને ઊઠાડવા ગયો, ત્યારે તેઓ ભર નિદ્રામાં હતા. બસ કાર્ડિઆક એરેસ્ટ.શુક્રવારે એમનો ફોન હતો, અને દિવ્યભાસ્કરના ઈન્ટરવ્યુની વાત કરી, ત્યારે તો સરસ મૂડમાં હતા. ઘણી વાતો કરી હતી. આપણા અન્ય સૌ મિત્રોને જણાવશો.
– પ્રવીણ શાસ્ત્રી.

મારે માટે તો આ બાપ મરી ગયો હોય તેવો આઘાત છે.

આતા  મોક્ષમાં માનતા ન હતા. એમના આનંદી અને સદા કાર્યરત સ્વભાવ અને વર્તને એમનો જીવતે જીવ મોક્ષ કરી જ દીધો હતો.

પ્રભુ એમના આત્માને ચિરંતન શાંતિ આપે એવી આપણી સૌની પ્રાર્થના છે.

આતાનો પરિચય…

જીવનમંત્ર

सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला नहीं हो सकता।
————
Teachers open door,
But you must enter by yourself.

તેમનો બ્લોગ ‘ આતાવાણી’

તેમની જીવનકથા – તેમના શબ્દોમાં

૯૦ વરસના જુવાનનો પરિચય આપતો એક લેખ

શ્રી.પી.કે.દાવડાએ લખેલ સરસ લેખ

———–

ઉપનામ

 • આતાઈ

જન્મ

 • ૧૫, એપ્રિલ-૧૯૨૧, દેશિંગા ( તા. માણાવદર, જિ. જૂનાગઢ )

અવસાન

 • ૧૫, જાન્યુઆરી -૨૦૧૭, મોરિસ ટાઉન, ટેનેસી

કુટુમ્બ

 • પિતા – જટાશંકર; માતા – ઝવેરબેન; ભાઈ – પ્રભાશંકર; બહેનો – હેમકુંવર, સ્વ. રાધા, સ્વ. માણેક
 • પત્ની– સ્વ. ભાનુમતી; પુત્રો – હરગોવિંદ ( દેવ – તેમનું ઈન્ટરનેટ રેડિયો સ્ટેશન) , સતીશ; પુત્રી– જયા

અભ્યાસ

 • પાંચ ધોરણ સુધી – દેશિંગામાં
 • છ અને સાત ધોરણ – મરમઠ

વ્યવસાય

 • ભારતમાં – ૧૯૪૨ થી ૧૯૪૭ – મિલીટરી, ૧૯૪૭ – ૧૯૬૯ અને ૧૯૭૧ થી ૧૯૭૪ પોલિસ ખાતું
 • અમેરિકામાં – ૧૯૭૪ થી ૧૯૮૫ –  વિવિધ નોકરીઓ, મોટા ભાગે છેલ્લે સુધી પ્રિન્ટિંગ પ્રેસમાં

This slideshow requires JavaScript.

તેમના વિશે વિશેષ

 • મિલીટરીમાં હાલના પાકિસ્તાન અને દેશમાં વિવિધ જગ્યાએ જાતજાતના અનુભવો
 • પોલિસ ખાતામાં અમદાવાદ અને અંબાજી ખાતે જાતજાતની કામગીરી, એ દરમિયાન બકરીઓ પણ પાળી હતી.
 • અમેરિકા આવ્યા  બાદ સાહિત્ય રસ કેળવાયો અને ઉર્દૂ અને અરબી ભાષા પણ શિખ્યા. ઉર્દૂ લીપીમાં પણ લખતાં શિખ્યા.
 • આશરે ૪૦ વર્ષથી અમેરિકા રહેતા હોવા છતાં હજુ અમેરિકન નાગરિક બન્યા નથી.
 • સદા બહાર, સદા યુવાન અને કામગરા માણસ
 • ૧૯૯૬ સુધી ન્યુ જર્સી અને ન્યુ યોર્ક રાજ્યોમાં અને ત્યાર બાદ એરિઝોના રાજ્યમાં વસવાટ

હોબી

 • ખજુરના ઠળિયા, નાળિયેરની કાચલી, વિવિધ ફળની સૂકાયેલી છાલ, છીપ વિ. માંથી માળા, પટ્ટા, ટોપી વિ. બનાવવા
 • વિવિધ ચીજોમાંથી જાદુના ખેલ માટેનાં સાધનો બનાવવા અને બતાવવા
 • સાપ, નાગ, વીંછી જેવા જાનવરોને કોઈ સાધન વગર પકડવા

રચનાઓ

 • અતાઈના અનોખા સ્વાનુભવો, અતાઈના આપજોડિયાં, વડીલોની વાતો, આધી હકીકત  આધા ફસાના

લંઘા ભાંડ ને ચારણા ઈ કરે બાબીની આસ ઇન્દર વરસે ચાર માસ બાબી બારા માસ

418493_398735700152681_1826065604_n
લંઘા  પોતાને હવે મીર  કહેવડાવે  છે   . માનવ સ્વભાવ એવો છે કે  તેને નવીનતા ગમે છે ,   ભાટ ને ગુજરાતમાં  બ્રહ્મભટ્ટ  અથવા  બારોટ કહે છે   . અમદાવાદ પાસેના ગામ  દહેગામ માં  જયાં બારોટ કે બ્રહ્મભટ્ટ  વસે છે એ ભાટ વાડા  તરીકે ઓળખાય છે  .    પીંજારા પોતાને મન્સૂરી  ,  કુંભાર પ્રજાપતિ  , કણબી પટેલ   , વાણંદ  પોતાને નાઈ  કહેવડાવે છે કેટલાકતો નાઈ બ્રાહ્મણ   . કહેવડાવે છે   . આયર પોતાને આહેર  , અહીર કહેવડાવે છે ,   સૌરાષ્ટ્રમાં  જુના વખતમાં કણબીઓએ  ઘણું  દુ :ખ  વેઠ્યું છે   . એટલે એ કણબી  પોતાને   કણબી   કહેવડાવવામાં ક્ષોભ  અનુભવે  એ વાત જુદી છે  . પણ તેઓએ પોતાને  પટેલ  કહેવડાવવાની જરૂર નથી   . કેમકે અમારી બાજુ  કણબીની  પોતાની આગવી અટક  હોય છે  , મણવર  , જુલાસણા  ,કણસાગરા   ,ત્રાંબડીયા ,  ઝાટકીયા  , વિકાણી  . ચાંપાણી   ,હિંગરાજીયા ,   , ડઢાણીયા   . વગેરે   આ અટક ઉપરથી  તમને ભાગ્યેજ ખબર પડે કે આ કણબી છે  ,  પણ જો પટેલ લખાવે તો બોલી ઉપરથી  ખબર પડી જાય કે આ  કણબી છે  ,
 મારા ગામ દેશીંગાના  દરબાર બાબી હતા   .  તેને  માગવા માટે  ભાટ આવતા આ લોકો મારવાડથી આવતા  . હું નાનો હતો ત્યારે એક ભાટ આવેલો  .   મારા બાપા પોલીસ પટેલની ઓફિસ પણ ડેલીમાં હતી  .  ભાટ  આવતા વેંત  એક છંદ  બોલ્યો  .  હું  બાપાની  ઓફિસ પાસે ઉભેલો  મેં એ છંદ સાંભળ્યો।  તમે માનશો એ છંદ મને યાદ રહી ગયો  . અને હજી પણ  યાદ છે  ,  જે આપને વાંચવા  માટે હું લખું છું  .  
रति बिन राज  रति बिन पाट रति बिन छत्र नही एके टीको
रति बिन साधु रति बिन संत  रतिबिन जोग न होय जतिको
रतिबिन   नर रतिबिन नार   रतिबिन  मानस लागत फीको  
कवि  गंग कहे सुन   शाह अकबर  नर  एक रतिबिन  एक रतिको  .
 આ છંદનો અર્થ તેદી હું નોતો સમજતો પણ મને  અક્ષરે અક્ષર  યાદ રહી ગયેલો  . છંદ સાંભળીયા પછી  મુઝફ્ફર ખાન  બાપુ એનો   કસુમ્બો  તૈયાર  ગીગા ખમીસા સંધિને હુકમ કરે   गीगा  गाडी तकिया ले  आ  और भाटकुँ बिठा   .  ભાટ ગાદી તકિયા ઉપર બેસે  અને  બાપુને પોરસાવવા   દોહરો  બોલે
 बाबी बादर  खानका कुलका एहि स्वभाव
गढ़ तोड़े  गेमर   हने  पीछा न धरे पाऊँ  ભાટનો દોહરો  સાંભળ્યા  પછી બાપુ બોલે  अरे एक दफा  मेरा बाप घोड़े पर बैठे थे  घोडा पुर जोशमे  दौड़ताथा   और  बड़के निचे से गुजरा तो मेरे अब्बाजान  ने  बड़वाई  पकडली  और पैरोंकी  आंटी डालके घोड़ेको लटका दिया था   . अरे मेरे बापके दादेने  तो  पैरोंकी  आंटी लगाके  हाथी लटका दिया था   બાપુની વાતને ટેકો અપાય   હા ભાપુ હા  સાચી વાત  . બાબીઓમાં કોઈનું મરણ  થાય તો  મરસીયા   ગાવા  લંઘીયુ આવે  ,  અને બાપુ  ઈ મરસીયા ગાઈને રુદન માંડે  તેદી ભલ ભલા  પાષાણ  હૃદયના  માણસનું હૃદય પીઘળી જાય   .   લંઘીયુ  જ્યારે  બાબી બેગમોનું મનો રંજન કરવા આવે ત્યારે  ગીત ઉપાડે
તું  તારે  દલ સાચું માને  વાત કહું મનોહરી (મન્દોદરી) ઇન્દ્ર્જીત જેવા દિકરા મારા  .  કુમ્ભકર્ણ   જેવા ભાઈ
ગઢ  સોનાની   લંકા અમારી ફરતી સુંદર  ખાઈ રે
 ગણેશજી  મારી ગાયું ચરાવે  નંદી સાંતીડાં  હાંકેરે
નવ ગ્રહ  મારે ઢોલિયે બાંધ્યા  . સૂરજ અજવાળા  કરતા રે
અપ્સરાયુ   મારે આંગણે નાચેને  ગંધર્વ ગાન ઉચ્ચારતા રે
વાયુ મારાં  વાસિંદા  વાળે ને મેઘ પાણી   ભરી આવતા રે
  તું તારે દલ સાચું માને  વાત કહું મનોહરી
અને પછી બાબિયાણીયું ભેટ સોગાદો આપે  અને લંઘીયુ વખાણ કરતી કરતી  રવાના થાય  ,
રૂડું  રૂડું  રૂપાળું  શેર બાંટવું  અલબેલું  શેર  બુલંદ ખાનજીને છે  લેર   બાંટવું અલબેલું  

ખેતી કરનારને દાખડો પડે , વેપાર કરે ઈને વીતે “આતા ” ક્યે સુનો મારા બ્લોગર ભગવાં પેરે ઈ જીતે

bobcat-stephan-lins-dpc
 मुंड मुंडाए तीन गन  मिठे सरकी खाज
खानेको लड्डू मिले  लोक कहे महाराज
અમેરિકન સરકારનો એવો કાયદો છે કે  કોઈબી વ્યક્તિ પોતાના ધર્મનો પ્રચાર કરવા અમેરિકામાં  આવી શકે  છે  .  આ  કાયદાનો લાભ લઇ  ભગવાં પહેરોકે ન પહેરો   કોઈ બી માણસ અમેરિકામાં    આવી  શકે છે પોતાને સાધુ  કહેવડાવતો  હોવો જોઈએ   . અને બીજું  તમે મંદિર મસ્જિદ કે  કોઈ પણ ધાર્મિક સ્થળ  બાંધો તો  એના માટે કોઈ પ્રોપર્ટી ટેક્સ  ભરવો પડતો નથી   .  આ કાયદાનો લાભ લઈ  અમેરિકામાં  વિશાળ મન્દિરો બની ગયા છે   . અને હજુ પણ બની રહયા છે  . ન્યુ જર્સી સ્ટેટમાં  એક સ્વામિનારાયણ મન્દિર  બની રહ્યું છે   . તે વિશ્વના  તમામ સ્વામિનારાયણ  મંદિરો કરતાં ભવ્ય હશે   .  બીજું  અમેરિકામાં  કથાકારો  .  ડાયરો કરવા વાળાઓ  વગેરે આવે છે  અને  નાણાના ખિસ્સા ભરી  સ્વદેશ જાય છે  .  અને આવા કથાકારો નાટક મંડળીઓ  ગઝલ  ગાવા વાળાઓને તેડાવનારાઓ પણ  ટિકિટ રાખી કમાઈ લ્યે છે  .  અને ડાયરા વાળા  પોતે અમેરિકા જઈ આવ્યો છે  એવી બડાઈ પણ દેશમાં જઈને કરી શકે   .

 ગુજરાતમાંથી એક  ભજન  ગાવા વાળાને તેડાવ્યો   . ગુજરાતમાં દારૂ બંધી એટલે   દારૂ પીવામાં ઘણા જોખમોનો સામનો કરવો પડે  , જ્યારે અમેરિકામાં  દારૂ પીવાની છૂટ  એટલે કથાકારો ભજનિકો  ભાગવા વેશ ધારીઓ છૂટથી દારૂ પી શકે 
  એક વખત   એક ભજનિકને તેડાવ્યો એની સાથે  વાયોલિન વાળો તબલા  વાળો સિતાર વાળો પણ આવે  .  આ ભગતનું નામ જગલ બિલાડો હતું  . આવું નામ રાખવા બદલ એના બાપને પૂછ્યું  તો બાપ કહે અમારા કુટુંબમાં  વાઘ નાગ  ચિત્રો   વગેરે નામો વાળા ઘણા છે  . એટલે  આ મારા દિરનું નામ જગલ બિલાડો   એટલે  જંગલી  બિલાડો  અમેરિકામાં જેને બાબ કેટ કહે છે   .
 એક વિશાળ   હોલમાં  ભજનનો કાર્યક્રમ રાખેલો  .   ટિકિટ પણ મોંઘી રાખેલી  લોકો પોતાનો અહમ પોષવા અને શર્મા શર્મી  મોંઘી ટિકિટ ખર્ચીને આવેલા  .  હોલ ભરચક ભરાય ગયો   . વાજિંત્રો વાળા સ્ટેજ ઉપર બરાબર ગોઠવાઈ ગયાં।  ભજન ગાવા વાળા જંગલ બિલાડા ભાઈ  હજુ આવ્યા નોતા ખુબ વાર લાગવાથી  પ્રેક્ષકો  અધીરા થઇ ગયા હતા   .  જંગલબિલાડા ભાઈ   ખુબ દારૂ પી ગયેલા હતા  . એટલે  બે હોશ જેવા  થઇ ગયા હતા પણ  કેટલાક સેવા ભાવિ યુવાનો ભગતને ઉંચકીને સ્ટેજ  ઉપર લાવેલા પણ તેમને ગાવાનો જુસ્સો   નિશાના કારણે તૂટી ગયેલો , થોડી વારે ભાનમાં જરાક  આવ્યા  .  પછી બોલ્યા  હવે શીતળા માની આરતી  ઉતારો  કોઈકે કીધું કે  શીતળા કોઈ દેવી નોતી પણ એક જાતનો ભયંકર  રોગ હતો  . જેની જડ અમેરિકા અને  રશિયાએ ભેગા થઈને  કાઢી નાખી છે  .   તેઓની વાત સાંભળી  ભગત બોલ્યા  ,   એ લોકો ખોટી અફવા ફેલાવી લોકોને ગેર માર્ગે દોરે છે પણ હું તે લોકોનું સાંભળી  નાસ્તિક થવાનો નથી   . અને પછી  ગદર્ભ  વાહિની શીતળા માની આરતી ઉતારી  ગુજરાતમાં શીતલને બળીયા દેવ કહેતા  સોરઠમાં કાલાવડ ગામમાં  શીતળા માનું મન્દિર છે તેના બે પૂજારી હતા એક મુસલમાન અને બીજો હિંન્દુ નછ મહિના ફકીર પૂજા કરે અને છ મહિના બાવો પૂજા  કરે   ઇસ્લામમાં  મૂર્તિ પૂજાને પાપ ગણવામાં આવે છે   . પણ  अर्थी दोषों   न पश्यति  આખર આરતી   ઉતારી  અને એકજને આરતી લીધી એક જણે  આરતીના પૈસા નાખવા માટે થેલી  અને એક જણે  પ્રસાદ ભરેલ તપેલું લીધું  .  આરતી માં કેટલા પૈસા  નાખવામાં આવે છે , એ પ્રમાણે  પ્રસાદ આપવામાં આવતો  .  આરતીનું કામ પૂરું થયું પછી  નભજન શરુ કરવાના હતા   પણ સિતાર વગાડનાર  બેનને ઝોકું આવી ગયેલું એટલે  પડી જવાયું  એટલે નસિતાર લાગવાથી કપાળમાં લોહી નીકળેલું  એટલે લોકો એમની   પાટા પિંડીની  તજવીજમાં  પડી ગયેલા  એટલે  ભજન ગાવાનું બહુ મોડું થઇ ગયેલું  . અને ભગત નિશામાં હતા  એટલે  ભજન ગાઈ શકે એમ નોતા   પણ તબલા વગાડનાર   હાસમ લંઘો  દારુપીધાં પછી  વધારે   પી  જવાથી ઉલ્ટી   થવાના કારણે   નીશો ઉતરી  ગયેલો એટલે  તે ભાનમાં હતો   . એટલે ભગતે એમને કોઈ  ભજન ગાવાનું કીધું  આ લંઘા લોકો  સરસ ભજન ગાતા હોય છે ,  ઇસ્માઇલ વાલેરા  (લંઘો ) સરસ  દિલ ડોલી ઉઠે એવા ભજનો ગાતો  ભગતનું  માનીને હાસમેં  નરસિંહ  મેહતાનું ભજન ગાવાનું શરુ કર્યું   .
 મેં ગોવાલણ  તોરી કાનુડા તારી મોરલીયે લલચાની રે એ એ 

આતાનો ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ સન ક્રિશાંગ જે સવા વરસની ઉંમરનો છે

શ્રાવણ સુદ પૂનમ બળેવ , રક્ષાબંધન દિવસ

DSCN0913

આ દિવસે  બલિરાજાને  વિષ્ણુ પત્ની   લક્ષ્મિ એ  બેન તરીકે  રાખડી બાંધેલી   ,અને જુગ જુગ જીવોના આશીર્વાદ આપેલા  . ત્યારથી  બેન ભાઈને રાખડી  બાંધવાનો તહેવાર  મનાય છે  . બહુ  પ્રચલિત  ઘણા વખત પહેલા  એક મુવી આવેલી  જ્યારે મારી ઉંમર બારેક વરસની હશે  . હાલ આ મુવી મળતી નથી   . મને આ મૂવીનું એક ગીત થોડું  ઘણું યાદ છે  . અને મારી ઉંમરના માણસોને એ ગીત યાદ પણ હશે   .  આ ગીત હું આપને  વાંચવા આપું છું  ,
रखियां बंधावो भैया  सावन आयारे  रखियां बंधावो भैया   .
तुम  राम  लछमन  जैसे  सूरज चन्दासे प्यारे हमारे भैया
जुग जुग जिवोरे  रखियां बंधावो  भैया
 મારું ચાલેતો હું  પ્રેસિડેન્ડ  ટ્રમ્પ ને  કહું કે તું  આ તહેવારને sister  brother day  તરીકે રાષ્ટ્રીય તહેવાર તરીકે  માન્યતા આપી દે જેમ  ઓબામાએ  દિવાળીને  રાષ્ટ્રીય  તહેવાર તરીકે આપી  .
 મને એલિઝાબેથ  ભૂલ્યા વગર   પોતે જાતે ગૂંથીને  દરવર્ષે રાખડી મોકલાવે છે જે હું  અહીં કોઈ બેન પાસે બઁધાવીને તેનો ફોટો  એલિઝાબેથને મોકલાકવું છું  . એક વરસ મેં મારા પરમ સ્નેહી મિત્ર   chris ની પત્ની   priscilla પાસે બઁધાવેલી  એક વરસ  એક ફિલિપિન્સ  બાઈ પાસે બંધાવેલી    .
 મારા જન્મના ગામ  દેશીંગામાં  આ દિવસને  હર્ડી જીતવાના દિવસ તરીકે મનાવે છે  .  સુતાર  એક હળવું નાનું હળ બનાવે  દરજી આ  હળ ઉપર નાનકડી ધજા બાંધે  ,  આ હળને લઈને એક જુવાન નક્કી કરેલ જગ્યાએ  હળને ઊંચું કરીને ઉભો રહે   . ચાર  દોડ વીરોને નક્કી કરવામાં આવ્યા હોય   . આ ચાર જણા નદીમાં સ્નાન કરીને પાણીના ઘડા ભરીને   ભીને પોતિયે  દોડવાના સ્થળે આવે  .    અહીં ગામ ગોર  બલિરાજાના નામના મન્ત્રો બોલી  દરેકની રાખડી બાંધે  અને  પાણી ભરીને ઘડા લાવ્યા હોય એ પાણી  નજીકના ઝાડને રેડી દ્યે   . આ દોડવીરોમાં હરભમ (હર બ્રહ્મ ) તો ખરોજ  ચારેય જણા  લાઈનબંધ  ઉભા રહે  પાછળ  દરબાર બંદૂક  ફોડે એટલે જવાનો દોડે  અને હાથમાં  હળ લઈને   દૂર  ઉભેલા જવાન પાસેથી એક જણ  હળ  આંચકી લ્યે આ હળ આંચકનારનો નમ્બર  પહેલો   .  આ પહેલા નમ્બર વાળાને  સવાશેર ગોળ  ગામનો શેઠ આપે અને બીજાઓને પા શેર  ગોળ આપૅ  દરબાર પણ  આવીરીતે ગોળ આપે  અને પછી  ગાજતે વાજતે સૌ ગામમાં જાય  . દર વર્ષે  હરભમ  પહેલે નમ્બરે આવે   .  એક વખત  હરભમે  પોતાના બદલે બીજા કોઈને મુકવાનું પટેલની કીધું  . અને પોતે સ્વેચ્છાએ  દોડવામાં  ભાગ  ન લીધો  .
 હરભમની ભેંસને  રૂપાળો નવ ચાંદરો પાડો આવ્યો   . પાડાતો  બાપડા માનું દૂધ  પીધા વગરજ  મરી જતા  હોય છે   . મારી નાખવામાં આવતા હોય છે   એટલેતો કહેવત પડી કે પાડાનાં  ખાડુ ન હોય   ખાડુ એટલે ટોળાં ન હોય   .
હરભમની  નવ ચાંદ્રા પાડાની  મા પાડાને ધવડાવ્યા  વગર  દોહવા  નદે  એટલે પાડો  જીવી ગયો  .   એક દિ  આ  નવ ચાંદ્રો અને  કુંઢલાં શિંગવાળો પાડો  જુવાન બની ગયો  . હરભમ  ભેંસો ચરાવવા  જાય ત્યારે  યમ દેવતાની જેમ  પાડા ઉપર   સવાર થઈને જાય   . એક વખત અચાનક પાડાએ  હડી   કાઢી એટલે હરભમ પાડા ઉપરથી   નીચે પડી ગયો   . અને એના પગનું હાડકું ભાંગી ગયું   . આ અરસામાં  નજીકના  ભાટ દરબારના ગામ  સરાડિયામાં  એક હાડ વૈદ હતો તેણે ભાંગેલ હાડકું જોડીને  પાટો બાંધી દીધો   . અને પાટા ઉપર તેલ રેડીને  ભીનો રાખવાનું  સૂચ્યન કર્યું  , થાંડાદિવસમાં  હરભમ  ચાલવા માંડેલો   .  અને  બળેવ આવી   આ વખતે  પટેલ વગેરે ગામના આગેવાનોએ  હરભમને  હળ  જીતવાની દોડમાં  ભાગ લેવાનો આગ્રહ  કર્યો   . હરભમનો પગ  ભાંગેલો હોવાથી  તેણે  હળ  દોડમાં  ભાગ લેવકણી વિનય  પૂર્વક ના પાડી   . પણ પછી  લોકોનું માન   રાખીં   દોડવા માટે તૈયાર થયો  .  બીજા દોડનારાઓએ   નક્કી કર્યું કે આપણે  બહુ ન દોડવું અને હરભમનો  પહેલો નમ્બર  આવવા દેવો   . દોડવાનું શરુ થયું   . અને હરભમે  હળ  આંચકી લીધું   .  ગામલોકોએ  બીજે દિવસે હરભમ ના  માનમા  ડાયરો રાખ્યો  . કાવા   . અને  કસુંબા થયા    . અને ઘરો ઘર  લાપશી રંધાણી  .
અને  હવે આ કમ્પ્યુટર યુગમાં  આવો જલસો નો થાય  અને હવે   “ઈ જોમ જાતું  રહ્યું  ફક્ત વાતું રહ્યું  ” 

વૃદ્ધોએ હૃદયમાં છુપાવી રાખેલું દર્દ ન કહેવાય ન સહેવાય .

20161227_120302-1
એક લખીશ  થોડી વિગતવાર સમજણ સાથે   આ  ભજન  દરેક વૃદ્ધજન વડીલ બુઝુર્ગ ને  લાગુ નથી  . પડતું   . અને જેને લાગુ પડી જતું હશે  .  એ જાહેર કરવાના નથી  . તેઓ બાંધી મુઠી રાખશે  . મને એક ભાઈ વાત કરતા હતા  , કે  હિંમત ભાઈ  તમારી ખુલ્લી મુઠી છે અમારી બાંધી મુઠી છે   , કેમકે તમે  કુટુંબ પરિવારથી દૂર  કાળા નાગની જેમ એકલા રહો છો   .(આ સમયે હું એરિઝોનામાં  કુટુંબ પરિવારથી દૂર  એકલો રહેતો હતો  .  )  અમે ખાસ કરીને મારી વાઇફે  પથ્થર એટલા દેવની માનતા માનીને અમારા દિકરાના લગ્ન કરાવ્યા  , અમે પતે પાટા બાંધીને ભણાવ્યો   દીકરો અમેરિકા આવ્યો  ઇના વાંહે અમે પણ આવયાં  જોયું તો અમારા  શાર્દુલ  સાવઝ જેવા દીકરાના ( એની વિહ નોરી વહુએ  નખોની સંખ્યા વિસ હોય છે  .  નોર નહોર એટલે નખ   ) ઈની  પરણેતર ઘરવાળીએ  નખ અને દાંત બેઉ કાઢી નાખ્યા  . હવે ભજન  વાંચો  જો તમને સમય હોયતો પણ  કોઈકનું ભલું કરવા માટે  લખાણ  લખ્વામાંથી  સમય ન મળતો હોય તો  ન વાંચતા ફક્ત ઇંગ્લીશમાં ફક્ત મારા લખાણનું શીર્ષક વાંચીને  લખજો કે તમારું લખાણ ઘણું સરસ હતું  . હવે તમે મારુ લખાણ વાંચો એપણ તમને તમારા લખાણ જેવુંજ ગમશે એટલું લખીને  મારાથી ચાર કલાક સુધી વાંચું તોય    ન ખુંટે એટલું  લાંબુ  લખાણ વાંચવા આપજો  . મને વાંચવું ગમશે કેમકે  મારી  જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા  હજી સંતોષાય નથી   .
હવે ભજન
ઘરડાં  દુખિયાં  થાશે આ જગમાં ઘરડાં હડ હડ થાશે
આવક હશે તો આવકારો મળશે નહિતર  મોઢાં  ફેરવી જાશે
અમેરિકા જેવા દેશમાં આવક હોય તોય હડકોલા  ખાશે  …આ જગમાં  ઘરડાં દુઃખી થઇ જાશે  ,
  સિનિયર  સેન્ટરમાં  જાવું હોયતો  ગગાને પૂછવા જાશે 
ગગો  ક્યે મને સમય નથી પછી  બાપો વિચારે ચડી જાશે  . 
અમેરિકામાં સરકાર ખર્ચે સિનિયર સેન્ટરો ચાલતા હોય છે એમાં વૃદ્ધો માટે આનંદ પ્રમોદની ઘણી  પ્રવૃત્તિઓ હોય છે  . એમાં જવા માટે  પોતાના સુપુત્રને કહે  કે  જે દીકરા માટે  પોતે ઘણો ભોગ આપ્યો હોય   . તે દીકરો કહે  બાપા તમેતો  નવરા છો હું નવરો નથી   . ત્યાં લોકો સાથે ગપ્પા મારવાનો શો અર્થ  એના કરતાં ઘરે રહીને માળા ફેરવો તો સારું
આવું સાંભળી બાપ વિચારે ચડી જાય કે  આ દીકરા માટે મેં કરજ  કરીને ભણાવ્યો મેં ફાટેલાં કપડાં પહેરીને  તેને સૂટ બૂટમાં  સજ્જ કરાવીને કોલેજ કરાવી અમેરિકા મોકલ્યો એ આ
 તોછડાય વાળા વાક્યો સાંભળવા  એવા વિચારે ચડી જાય  અમેરિકામાં કેટલાક સ્ટેટોમાં  સરકાર તરફથી   વેન એક ડોલરમાં  આખા ગામમાં તમારે જ્યા જવું હોય ત્યાં લઈજાય બાપાનાં ઘરવાળાં ક્યાંયક થી એવી વાત લઇ આવયાં કે  આ હેમંત આતા એવું કહે છે કે  ફક્ત એક ડોલરમાં  સરકારી મોટરું તમને  ગામ આખામાં  જ્યાં  જવું હોય ત્યાં લઈ જાય છે  .  એટલે માજીએ  બાપાને વાત કરીકે તમે પુત્ર પાસે અકેકો ડોલર માગો તો આપણે આપણી જાતે સેન્ટરમાં જઈએ   બાપાને દિકરા તરફથી કડવો અનુભવ થયેલો એટલે બાપા કહે આ વખતે તું જા  પણ એટલું ધ્યાનમાં રાખજે  કે પુત્ર કોઈ અગત્યના કામમાં ન હોય  ત્યારે જજે અને ડોલરની માગણી કરજે  .  ડોશીમા  કર્મી પુત્ર પાસે  હળવે હળવે  ગયા જોયું તો  ગગો  એની વાફન વાંહામાં  હાથ ફેરવતો હતો ઇના પોતાના બે હાથે ખભા દબાવતો હતો  .  માજી દીકરાની રૂમમાં ગયા  , માને જોઈ દિકરો  તાડુકીને બોલ્યો   . કેમ અહીં ઘુસી  ભસ શું કામ છે ?   માજી   લાચારી ભરી વાણીમાં બોલ્યાં    . ગગા જો તું અમને  અકેકો નડોલર આપ તો અમે જાતે સેન્ટરમાં  જઈએ અને તુને તકલીફ નો આપીએ   . સુપુત્ર માનો લાડલો બોલ્યો  . તુંતો નવરી છો આવો ખોટો ખર્ચો કરવા હું માગતો નથી  . આવું સાંભળી  તમારાં ભાનુબા  જેવાં  માજી બોલ્યાં  દિકરા  તારે તારી ગાંઠના ડોલર  નથી આપવાના  સરકાર અમને ઘણા પૈસા આપે છે એ તું બધા તારી બેંકમાં જમા કરાવી દે છે  એમાંથી આપવાના છે  , સાંભળીને   જેનો નવ મહિના  પોતાના પેટમાં સંભાળ્યો   . જન્મ્યા પછી  ઘણા વ્હાલથી ઉછેરીને  મોટો કર્યો  એ સુપુત્ર બોલ્યો જા  જા  સાલી  જલ્દી અહીંથી જતી રહે    .
હેમત આતા ક્યે  એક ડોલરમાં  સરકારી મોટરું જાશે એક  ડોલરજો માગે ગગા  પાસે અપમાનિત શબ્દ સંભળાશે   ..આ
રોતાં  રોતાં  માજી પોતાના ધણી પાસે ગયાં   ધણીએ મામૈયા  માતંગ વાળો દોહરો કીધો કે
 દિકરો  વહુજો વાંહો  કન્ધો   માકે ડીંધો  ગાળ
મામૈયો માતંગ  ચ્યે  હેંડો  અચીંધો કાળ  

પ્રસ્તુત છે . હરજાઈ કવિતાની કેટલીક કડીઓ

gty_debate_clinton_trump_as_161019_12x5_1600

મેં હરજાઈ કવિતા બનાવી  એમાં संतो भाई समय बड़ा हरजाई    થી શરૂઆત કરતો હતો   . પણ આપણા જેવા શાણા  માણસોએ મને કીધું કે  આ ભજન  કબીર સાહેબનું હોય એવું લાગે છે   . માટે એમાં કંઈક  ફેરફાર કરો  , અને  મેં  એ ભાઈનું માન
 રાખ્યું અને  આમ લખ્યું  . दोस्तो वक्त बड़ा हरजाई  , वक्तका कैसा भरोसा भाई   , दोस्तो वक्त बड़ा हरजाई   .  भक्त कवि  सुरदासका प्रसिद्ध  भजन  ”   मैया  मोरी मैं  नही माखन खायो  ”  इस ढंगसे  आपसे  गाया  जा सकेगा   .
 माशूक़ मील  तूं आशकारा मूझको  ,   लोग  न देखे सच्चाई  
बग़ैर  तुहमतसे  छोड़ा नही है  मरियम सीता माई  
दोस्तो वक्त बड़ा हरजाई  वक्तका कैसा भरोसा भाई
 यारो वक्त बड़ा हरजाई   १
 औरतसे बाज़ आये  अमेरिकाने चूंटणी  मॆ औरत  हराई
दो हज़ार सोलहकी चुटनी हुई तो  ट्रंपने  हिलरी हराई  …यारो  वक्त  २
आफत आने पर चिंता न करना  चिंतासे आफत न जाई
आफत समये उद्यम  करना    उद्यम आफत खा जाई  …यारो वक्त   ३
कम खाना कम बोलना  ज्यादा : पानी पीना भाई
मत देखो तुम बुरी नज़रसे  औरत  जो हो पराई  ..यारो वक्त  ..४
फूल तेरा काम खिल जानेका  महक देना प्रसराई
 भ्रमरतो  अपने आप आएंगे  मत ढुँढंको जाई  ..यारो वक्त ५
महज़ूज़  हयोगी घरमे औरत घर  जन्नत  हो जाई
गर औरत  ग़मगीन   रहेगी   घर दोज़ख  हो जाई  …यारो वक्त   ६
बे शऊर मत बन नादाँ तूं  बालोने सफेदी दिखाई
कुड कपट   करताही रहेगा   अंत समय  पछताई  …यारो वक्त   ७
इक शार्क कोथी ऐसी आदत  कथा कारो खा जाई
आता ” डाला उनको खानेको   दौड़के  शार्क  चली जाई  …यारो वक्त   ८
मेरा ब्लॉग आतावाणीमे थोड़ा जुट और सच्चाई
फिरभी लिखता  अपने मगजका  किसीका न लेता चुराई   ..९
इब्तेसाम औरतको  देखोतो  ग़मग़ीनी  चली जाई
उनके नाज़ नखरे  देखनेसे  मन मसरूर हो जाई। ..यारो वक्त   १०
हरजाई =  जिसका कोई भरोसा नही
माशूक़ = प्रेमिका    /// आशकारा= नि : संकोच  //महज़ूज़ = प्रफुल्लित
 बे शऊर = मुर्ख /// इब्तेसाम  = स्मित //  मसरूर =   प्रफुल्लित

કડી#8  ની વિગત  શાર્કનો માલિક  નિયમિત શાર્કને કોઈ વાર્તા કાર  , કથાકાર કોઈ સંત મહાત્માનો દાવો કરતો  કોઈ અમેરિકા આવે  દેશી ભાઈઓનું કલ્યાણ કરવા   અને  એ રીતે ડોલરથી પોતાનું ખિસ્સું ભરવા આવે  એવાને પકડી લાવીને શાર્કને ખવડાવે  એક દિવસ ઓલા આતાવાણી વાળા આતાને ભટકાણો  આતાને પૂછ્યું તમે કથાકાર છો કોઈ સંત મહાત્મા છો  ?  આતા કહે હું એમાંનો કોઈ નથી  .  હું તો ફક્ત  સાપ વીંછી જેવાં જેરી પ્રાણીઓને  મારા હાથમાં રાખું એને રમાડું  એને મારા મુખમાં જવું હોય તો જવાપણ દઉં   . મને શંકર દાદાનું વરદાન છે કે  મને તે કરડે તો પોતે   મરી  જાય   . એટલે તો કોઈ છોકરી મરી જવાની  બીકે  આતાને ચુંબન  કરવા નથી દેતી  પોતે આતાને ધરાઈને ચુંબન કરે છે  .  ઓલો શાર્ક  નો   માલિક  આતાને શાર્કને ખવડાવવા માટે લઇ ગયો   .  આતાને  શાર્ક ના હોઝમાં આતાને  નાખ્યા   . આતાને જોઈને શાર્ક દોડીને ભાગી ગઈ   .  એક માણસ શાર્ક ના માલિકને વાત કરતો હતો કે મારે ઘરે ઈન્ડિયાથી એક યોગી આવેલા તેણે મારી ઓસરીમાં બેઠાં  બેઠાં  ફૂંક મારી તો મારા ખેતરમાં પવન ચક્કી ફરવા મઁડી  ગઈ   . ઈ માણસને પોતાને ઘરે લઇ ગયો  . આતા પાસે ઓસરીમાં બેસાડીને ફૂંક મરાવી તો  પવન ચક્કી   જમીન માંથી નીકળીને  દૂર ફેંકાય ગયેલી  .   જય   ગણેશ

ભોગા ભગતે ભેંસ ખરીદી મૉટે શીંગડે મોયો , દોણું લઈને દોવા બેઠો પછી પોકે પોકે રોયો .

 
ભોગા ભગત  ઓલી કહેવત  છે કે
  બગ  , ભગત  , અને બિલાળો  ઈને ઇવા હેવા
હળવે હળવે  પગ ઉપાડે  ઈ સામાનો જીવ લેવા   .
એવા ભગત હતા   .  ભોગ ભગત  ડોકમાં માળા રાખે હાથમાં માળા રાખે  અને લોકો જુવે એમ ફેરવ્યા કરે   .  કોણી ઉપર પણ માળા બાંધેલી હોય  .” ”  આતા ”  જેવા કોઈકે દોહરો કીધોકે
હાથમાં  માળા ડોકમાં માળા  કોણીએ બાંધી માળા
એમ કરતાં જો રામ રીઝે તો હું પગમાં  બઘું માળા   .
 ભોગા ભગતની ઘરવાળી  ભોગલી  બહુ સત્ય નિષ્ઠ  વ્યહવાર કુશળ  , નીતિમાન સન્નારી હતી   .  આ લોકો  ભેંસો રાખતાં  એક ભેંસ બીજા વેતરની વ્યાણી અને પાડી આવી   .એના ખાવા માટે ત્રણ ભાર  કપાસિયા  લઇ રાખેલા હતા   . એટલામાં એક  ભેંસનો  ઘરાક આવ્યો  . એણે ભેંસ ખરીદવા માટે  120 રૂપિયાની ઓફર કરી એ જમાનામાં  રૂપિયા સોની અંદર બહુ સારામાં સારી ભેંસો મળતી   . ભેંસ ખરીદનારની માગણીથી  ભગત લલચાઈ ગયા  .   અને ભેંસ વેચી નાખી   . ભોગલી બોલી  અરે તમે ભેંસ શા માટે વેંચી ?એના દૂધ ઘી વેંચીને  આપનો ઘર વહેવાર ચલાવવાનો હતો   . એના માટે કપાસિયા લઇ રાખ્યા હતા  .  હું મહેનત કરીને ભેંસ માટે ઘાસ ચારો તો લાવતીજ હતી   .  તમારા એકસો વિસ રૂપિયાતો હું ફક્ત છ મહિનામાંજ  ઉભા કરી લેવાની હતી ઉપરાંત  છોકરાં  , ઘી  ,દૂધ  , દહીં ખાત મૈ મેમાન સંચવાત  . આ તમે  ભેંસ વેંચી નાખી ઈ બહુ મોટી ભૂલ કરી  ,
થોડા દિવસમાં એક માણસ  એક તરતની વ્યાએલી    ઘરડી ભેંસ લઈને  બહાર ગામ જતો હતો તે  આવ્યો   .  એણે  વાત વહેતી મૂકી કે કોઈ ઘરાક  હોય તો મારે આ ભેંસ  ફક્ત વિસ રૂપિયામાંજ  વેંચી નાખવી છે   .  ભોગા ભગતને  કાને આ વાત આવી ,  એણે ભેંસ   તુરત ખરીદી લીધી અને  પોતાની ઘરવાળી  ભોગલીને દેખાડી જો આ ભેંસ  ફક્ત વિસ રૂપિયામાં  લીધી છે   .  આપણે ઘરની ભેંસ વેંચી એના સો રૂપિયા  બચી ગયા   . હમણાં આ ભેંસ   પાશેર   દૂધ આપે છે  .  પણ પછી આપણે ખોરાકી કરીશું  એટલે  દુધે ચડી જશે   . અને આ પાડી છે ઈને  કોઈ ન જાણે ઇમ  જમાલીયા  કસાઈને  બાર આનામાં  આપી દેશું   , એટલે દૂધ આપણું અંગતનું થઇ જશે  .  ભોગલીએ ભેંસ જોયા પછી  ઊંડો નિસાસો નાખ્યો  . અને અફસોસ વ્યક્ત કરતાં  બોલી કે  આ ભેંસ ઘરડી છે   . ઈને ગમે એટલું ખવડાવો તોય  એનું દૂધ  પાશેરમાંથી અર્ધો શેર થવાનું નથી   .  ભોગાએ ત્રણ ભાર કપાસિયા  પોતાની ભેંસ કે જે પોતે વેંચી નાખેલી  .   એને  ખાવા માટે ખરીદેલા  એ બધા કપાસિયા  આ ઘરડી ભેંસ ખાઈ ગઈ  . પણ એનું દૂધ પાશેરમાંથી અર્ધો શેર થયું નહિ  , પછી કોકની સલાહ માનીને
  હાડકાનો ભૂકો  કપાસિયા અને ભરડકામાં  ભેળવીને   ભેંસને  ખવડાવવા   માંડ્યા   ,  લોકોથી  છાનું  રાખીને કેમકે પોતે ભગત થઈને  આવો  ભ્રષ્ટ  ખોરાક ભેંસને ખવડાવે છે  એવું લોકો જાણેતો  પોતાની આબરૂના કાંકરા થઇ જાય   . પોતાની ભેંસ વેંચાયેલી એના પૈસા  જે આવેલા એ બધા વપરાઈ ગયા   .  પણ ભેંસનું દૂધ વધ્યું નહીં   , અને એક દિ ભેંસને આવો ખોરાક વધુ પડતો ખાવાથી આફરો ચડ્યો અને ભેંસ મરી ગઈ   ..
એક બીજી   લગભગ આવી વાત  હું આપને  વાંચવા  ની તકલીફ  આપું છું  .  જોકે કોઈને વાંચવાનો સમય નથી   . ફક્ત  શીર્ષક વાંચીને  ઇંગ્લીશમાં  એવી લખે કે તમારું લખાણ ઘણું સરસ હતું હવે અમારું લખાણ  વાંચો એ પણ નતમારા લખાણ જેવુંજ તમને ગમશે એમ લખીને  પોતાનું  લાંબુ લખાણ  કૃપા કરીને વાંચવા આપી દ્યે છે   .પણ બધા વાંચનારા આવા હોતા નથી   . કોઈ કોઇતો મારા લખાણ જેટલી લાંબી કોમેન્ટ આપે છે  .  એનું ભગવાન ભલું કરે  હું લખું છું એ ફક્ત  મારા મગજની કસરત માટે લખું છું મારા મનો રંજન માટે લખું છું  .  અને બીજા  જે કોઈ  રસ પૂર્વક વાંચે છે એના માટે લખું છું  .  આપ મારું લખાણ   ભલે ન વાંચો પણ આપણું લખાણ મને વાંચવા આપો છો એ માટે પણ હું આપનો આભારી છું  .
 હું  જ્યારે અમદાવાદની  સરદારનગર  પોલીસ  લાઈનમાં રહેતો હતો  , અને બકરાં  રાખતો હતો  . એ   આપને  ખબર છે  .  હું સાપ વીંછી ભમરા મધમાખી પકડીને લોકોને  દેખાડીને વિસ્મય પમાડું છું  . અને એ રીતે મારો અહમ  પોષું છું  ,  એ રીતે બકરીઓ બાબત પણ થોડું જ્ઞાન  ધરાવું છું   , એક વખત  મારી લાકડીના ઘા ના  કારણે બકરીના આગલા પગનું   હાડકું ભાંગી ગયેલું એ મેં   ચોંટાડી દીધેલું પૂ છો કેમ ?
 મેં બાવળની ડાળી  બકરીના પગ જેટલી  કાપી એને  બકરીના  ભાંગેલા પગ જેટલી  કાપી  એની છાલ ઉતારી  પગ જોઈન્ટ કરી ઉપર છાલ ગોઠવી મજબૂત પાટો બાંધી દીધો   , થોડા દિવસ બકરી ત્રણ પગે ચાલી અને પ છી ચારેય પગથી ચાલવા લાગી એટલે  મેં પાટો ખોલી નાખ્યો  .  આ વાતથી બકરીઓ રાખવાનો ધંધો  કરનાર ને અચંબો થયો  .
સરદાર નગરમાં  ભાગલા વખતે સિંધથી આવેલા  સિંધીઓને  વસાવેલા છે  , હું સિંધમાં રહેલો એટલે  થોડીક સિંધી ભાષા પણ બોલી શકતો  એટલું હું સિંધી ભેગો ભળી જાઉં  પણ  ખરો  ,  એક સિંધીને  બકરી રાખવાની ઈચ્છા થઇ ‘ એ મારી પાસે આવ્યો મને કીધું સાંઈ મુખે બકરી ઘુરજે  ,   મેં એને કીધું   . હાલ હું મારી બકરી વેંચી શકું એમ નથી  . પણ નરોડા પાસેના ગામ  મુઠીયામા  એક બકરીયું વાળો રહે છે  , એની પાસેથી બકરી મળી રહેશે   , અમો  મુઠીયા  ગામે ગયા  , મને સિંધીએ કીધું તમે બકરી પસંદ કરો  . મેં એક  સરસ  દ્ધ વળી બકરી પસંદ કરી  . પણ એ બકરી દુબળી પાતળી હોવાથી  સિંધીને પસંદ ન પડી  . પણ એને  એક ગાભણી  હોવાથી  મોટી અને જાડી દેખાતી હતી   , તે બકરી પસંદ પડી પણ એ બકરી થોડા દિવસજ  દૂધ આપવાની હતી પછી એ વસૂકી જવાની હતી  , એની મને ખબર પડી ગઈ   . સિંધી  ને ખબર ન પડી  .  એને મેં એ બકરી પચ્ચીસ  રૂપિયામાં અપાવી   , કેમકે બકરી વાળો મારુ ઓળખીતો હતો  .  મેં છેલ્લું વાક્ય સિંધીને કીધું કે  આ બકરી ફક્ત થોડા દિવસેજ દૂધ આપવાની છે પછી વાસુકી જશે  , એટલે તું કંટાળી જઈશ અને જ્યારે તુઝ કઁટાળી  જા ” તડે  મુખે ચઇ   જા  આઉં  વિઠો આહ્યા   ”   .  થોડા દિવસ પછી   સિંધી મારી પાસે આવ્યો અને બોલ્યો  , ” આઉં   કઃ  ખ  થી વ્યો  આહ્યા”  મને એણે  બકરી અઢાર  રૂપિયામાં  આપી દીધી   . મેં એ બકરીનું દૂધ  બે વર્ષ  પીધું  .