Monthly Archives: નવેમ્બર 2013

આતા નું ભારત દર્શન 2013

હું ફોનિક્ષ થી અલાસ્કા  ઐર લાઈન માં બેસી ને વોશીન્ગ્ટન સ્ટેટ આવ્યો વોશીન્ગ્તન  થી અમીરાત ની વિમાન માં બેસી ને દુબઈ 14 કલાક ની મુસાફરી કરી ને  આવ્યો। પછી દુબઈ થી અમદાવાદ આવ્યો અને ગાંધીનગર શિવમ ની કાર માં આવ્યો। અહી મને વંદના એ જમવા માં મારું ભાવતું ભોજન મીઠા મરચા વગર ના ભજીયા ખવડાવ્યા। જે મને માંજાવી। અહી મેં બધા પંખી અને વાંદરા ના ફોટોસ પડ્યા છે જે હું અહી તમને બતાવીશ।
અહી મને બહુ મજા આવે છે , અહી ઇન્તેર્નેત  પણ હોવા થી  હું બ્લોગ લખી સકું છું. અને ઈમૈલ  કરી સકું છું.
અને વિમાન ની અંદર મને પરોઠા ખાવા મળ્યા હતા.વિમાન માં મારી સારી કાળજી લેવામાં આવી હતી.વિમાન માં મને ટૂથ પેસ્ટ અને પગ ના મોજા મળેલા।
અહી ગાંધીનગર માં  બધા મારું બહુ ધ્યાન રાખે છે, અને હું આનંદ  મંગલ માં છું.
મારો ગ્રેટ ગ્રાન્ડ સન મારા માટે ચનોથી વીની લાવેલો।jeni હું અમેરિકા આવ્યા પછી માળા બનાવીશ।  
વધુ  વિગત હું સમય સાથે તમને બ્લોગ માં લખતો રહીશ।
આતા ના સહુ ભાઈ ઓ અને બહેનો  ને રામ રામ ! !Image

ઉકેલો કોયડો કોડીનો

હું  આજે  ખરા બપોર હજી નહિ થયા હોય ત્યારે  મારા વહાલા વતન ભારત જવા માટે વિમાનમાં બેસવાનો છું એ  પહેલા એક ગણિતનો કોયડો આપના માટે લખું છું  .કોયડાની રજૂઆત હું એક વાર્તાના રૂપમાં કરીશ એટલે આપને બોર થવું નહિ પડે  .વાસુદેવ શ્રી કૃષ્ણ   જ્યારે  મામા કંસના સાથીદારોની બીકથી રનછોડી  ,ને મથુરાથી ભાગ્યા ત્યારે  કોઈએ એને આશરો નો આપ્યો પણ કડક ધરતી કાઠીયાવાડ નાં કુણા  ,પ્રેમાળ , હિંમત વાલા નીડર માણસોએ આશરો આપ્યો અને તેઓને દ્વારકા નજીકના બેટમાં એક મહેલ બાંધી આપ્યો  .આ મહેલને ફ રતો ગઢ હતો આ ગઢને ચાર દરવાજા હતા આ દરવાજા ઉપર  પોતાના ગોકુલ મથુરાથી લાવેલા એ ગોવાળિયા ઓને ચોકી દાર તરીકે  અમુક અમુકને મુક્યા (કેટલા મુક્યા એ આપને ગોતવાનું છે  .} એક રાત્રે કંસના માણસો  કરસન મહારાજને મારી નાખવા માટે આવ્યા  .અને પહે લે દરવાજે ગયા  .એટલે પહેલે જે ચોકીદારો હતા એ ચોકીદારો એ મદદ માટે બાકીના ત્રણ દરવાજાથી માણસો બોલાવ્યા  એવું કહીને માણસો બોલાવ્યા કે અમે અહી છીએ એટલા એટલા માણસો દરેક દરવાજે થી અમારી  મદદે આવો વધારે કે ઓછાનહિ   .પહેલા દરવાજા વાળા ચોકી દારોની માગ મુજબ દરેક દરવાજેથી એટલા એટલા માણસો ગયા  .એટલે મામા કંસના માણસો  એ પહેલે દરવાજે થી ભાગીને બીજે દરવાજે ગયા  બીજા દરવાજા વાલા ચોકીદારોએ  મદદ માટે બાકીના દરવાજા એથી પોતે જેટલા હતા એટલા માણસો મદદ માટે બોલાવેલા એ રીતે બાકીના ત્રણ દરવાજે થી માણસો ગયા એટલે એ બીજે દરવાજેથી પણ કંસના માણસો ભાગીને ત્રીજે દરવાજે ગયા આ દરવાજા વાલા ઓએ પણ  પહેલાના દરવાજા વાલા ચોકીદારોની જેમ પોતે જેટલા હતા એટલા માણસોને બાકીના ત્રણ દરવાજેથી માણસો બોલાવ્યા એટલે ત્યાંથી પણ કંસના માણસો ભાગી ગયા અને ચોથે દર વાજે ગયા  અને ચોથા દરવાજા વાળાઓએ પણપ્રથમના દરવાજા વાળા। ઓની જેમ મદદ માટે બુમ મારી એટલે કંસના માણસો ભાગીને મથુરા ભેગા થઇ ગયા  .સવારે વાળા ઉઠીને  શ્રી કૃષ્ણે  દરેક દરવાજા વાલા ચોકી દારોને ચેક કર્યા તો પોતે મુકેલા એટલા માણસો ન હતા પણ દરેક દરવાજે સરખા માણસો( ચોકીદારો ) હતા  હવે આપ આવી રીતે દરેક દરવાજે સરખા લાવી આપો પ્રથમ તમારે જેટલા માણસોને પ્રત્યેક દરવાજે મુકવા હોય એટલા મુકવાની છૂટ છે પણ છેલ્લે દરેક દરવાજે સરખા માણસોને લાવી દેવા  તો થાઓ ભાયડા  એક અગત્યની વાત ક  હું કે હું તમને સાચો જવાબ આપીશ એવી જરાય આશા  રાખતા નહિ. .આપ  તો લ્યો આ એક કોયડો આપની આગળ રજુ કરી દીધો  સહુ ભાઈઓને રામ રામ

આતાનો સારથી

??????????