Monthly Archives: એપ્રિલ 2015

બે દીકરા અને ત્રણ દીકરીયુંની 81 વરસની વિધવા મા હેમકુંવર બેનની હૃદય દ્રવિત કહાણી.

હેમકુંવર  બેન એના પતિ વિજય શંકર અને દીકરા સાથે  તમિલનાડુમાં  રહતી   હતી   . મોટો દીકરો  ગૌરીશંકર  પોરબંદર  રહેવા આવ્યો   .એટલે એની સાથે તેના માબાપ પણ પોરબંદર આવ્યાં નાનો દીકરો  કીર્તિ  તામિલ નાડુંમાંજ રહી ગયો અને હજુ ત્યાંજ  છે  .
ગૌરીશંકર ની  વહુ સાથે કાયમ ઝઘડા સાસુ વહુને થતા  રહેતા. હેમકુંવર બેનની  મોટી દીકરી શારદાએ  અમેરિકામાં વસતા  એના મામાને વાત કરીકે  મામા જો તમે માસિક બે હજાર રુપ્યાની મદદ કરો તો  મારા માબાપ  અહી રાણાવાવમાં  સ્વતંત્ર રહી શકે  .  મામાએ ખર્ચ ભોગવવાની હા પાડી  .એટલે  પતિ પત્ની બંને જણાં   રાણાવાવ આવ્યાં  . અને સવદાસ ઓડેદરા  નામના સજ્જન નાં ઘરમાં  નજીવા ભાડાથી રહેવા લાગ્યાં  . મામાએ  અમેરિકાથી  વાયર મની થી  મોટી રકમ મોકલી આપી  જે હેમકુંવર બેનના ખાતામાં સીધી જમા થઇ ગઈ  . મામાએ   હેમકુંવર બેનને કડક ચેતવણી આપી કે  મેં જે પૈસા મોકલ્યા છે એમાંથી  તારે ફક્ત બે હજાર રૂપિયા  લેવાના છે  .બાકીના પૈસા  મારા છે અને મેં તુને સાચવવા આપ્યા છે  .
એમ તારે સમજવાનું છે  . માટે  એ પૈસામાંથી  તારે કોઈને એક પૈસો પણ આપવાનો નથી  ,
બન્યું એવું કે  હેમકુંવર બેનના પતિ મૃત્યુ પામ્યા અને તેના દીકરાની વહુ કે જેનો ત્રાસ હતો તે પણ મૃત્યુ પામી  . એટલે હેમકુંવર બેન તેના દીકરા સાથે   રહેવા   પોરબંદર  જતી રહી અહી એના દીકરાના દીકરા  સંજય ની  વહુએ માન ભેર આવકાર્યાં   .
ગોંરી શંકરની  દીકરીનું મહામુસીબતે  વેવિશાળ થએલું   . દીકરીના સસરાએ  શરત મુકીકે  તમારા તરફથી  દહેજ ન આપોતો જરૂર નથી પણ  હું ઓછામાં ઓછાં 80 માણસોને  જાનમાં લઇ આવીશ  એની તમારે પૂરી સરભરા  કરવી પડશે   . ગૌરીશંકરે   વેવાઈની શરત મંજુર કરી   . ગૌરી શંકરે એના મામાને  અમેરિકા ફોન કર્યો અને એક લાખ રૂપિયા મગાવ્યા  . મામાએ  વાયર  એક્લાખ અને 19 હજાર રૂપિયા  મોકલી આપ્યા અને કીધું કે તારી માગણી મુજબના એક લાખ રૂપિયા  તારા માટે  અને જે 19 હજાર રૂપિયા વધારાના છે  . એ મારા માટે તારે સાચવી રાખવાના છે   .
જુનાગઢમાં  જ્ઞાતિના  હોલ માટેના ફાળામાં  55 હજાર રૂપિયા  આપવાનું કહેલું તે રૂપિયા તાત્કાલિક  આપવાના હતા  . એટલે મેં ગૌરીશંકરને  કીધું કે  મારા 19  હજાર રૂપિયા  જે તારી પાસે  મારા  છે  એ અને ઘટતા  તારી બાપાસેથી  લઈને  જુનાગઢ ના  હોલ વાળાને  આપી દે   . ગૌરી કહે  મારી બા પાસે જે પૈસા હતા એ મેં લઇ લીધાછે  .  અને ખાતું  બંધ કરવી દીધું છે અને તમારા જે 19 હજાર  રૂપિયા હતા  . એ પણ વપરાય  ગયા છે ,
એક વખત સંજય દાદીને (હેમકુંવર  બેનને ) કટુ વચન બોલ્યો  .અને દાદીને દુ:ખ લાગ્યું એણે પોતાની નાની દીકરીને  તામિલનાડુ  ફોન કર્યો   .એટલે તેનો દીકરો આવીને તેડી ગયો   . અહી દીકરીની સાસુ પણ રહેતી હતી  , એટલે ઘરમાં જબરો કલેશ ઉભો થયો   . એટલે તે તેના દીકરા કીર્તિને ઘરે રહેવા ગઈ  અહી કીર્તિની વહુ સાથે ઝઘડો  થયો એટલે વચેટ દીકરી  ઉમા  પોતાને ઘરે તેડી ગઈ  .અહી 9 મહિના રહ્યા પછી  ઉમાંનાદીકરા ની વહુ સાથે નો બન્યું  . તમામ ખર્ચો મામા ભોગવતા  હતા  .   છેલ્લે વૃદ્ધાશ્રમ  જવાનું નક્કી કર્યું ત્યાં  વૃધાશ્રમના  કાયદા પ્રમાણે  જો બીમાર થઇ જાય તો દીકરાઓએ સંભાળી લેવા જોઈએ અને એ બાબતની દીકરાઓએ  સહી કરી આપવી જોઈએ   . વૃદ્ધાશ્રમ માં રહેવાની અને ખાવાની સગવડ ફ્રી   . હતી  . અત્યારે હેમકુંવર  બેનને કોઈ સાચવવા તૈયાર નથી  .    આનું નામ હળ  હળતો
કલિયુગ

દેશીંગા દરબાર મુજફ્ફરખાન નો અંગ્રેજ અધિકારી સાથેનો વાર્તાlલાપ

Shri-symbol.svgDSCN1038

મારો પરમ સ્નેહી મિત્ર ક્રિશchris   મારા દાંત  વાળું  અને  બીજું bracelet  બ્રેસલેટ પહેરીને મારા લીવીંગ રૂમમાં સરસ્વતી દેવીની પિત્તળની બાલી ટાપુમાં બનેલી મૂર્તિ પાસે ઉભો છે  . આ ક્રિશ મને અનેક રીતે મદદ ગાર છે   . અને    એની વાઈફ  Priscilla
પણ  મારી બહુ કાળજી લ્યે છે  . આવા મિત્રોને લીધે હું દીકરાઓથી હજારો  માઈલ દુર એકલો રહું છું   . પણ મને એકલતા સાલતી નથી  .

મુજફ્ફરખાન  બાપુની  વાત કરતા પહેલાં મારા દાંતની  વાત કરી દઉં  . થોડા  દિવસ પહેલાં મેં મારો એક દાંત  મારા હાથે  ખેંચી કાઢેલો   ,એ વાત  આપ જાણો છો  , ગઈ કાલે હું મિત્રને ઘરે જમવા ગએલો  ત્યાં  મારો એક હલતો દાંત  રોટલી ચાવતાં નીકળી પડ્યો  . અને  જીભને આન્ટીએ  આવ્યો   . હું વિચારમાં પડી ગ્યોકે  આશું  રોટલીમાં કાંકરો ? कबाब में हड्डी ? પણ દાંતે જાતે પડી જઈને   ડેંટશની   અને મારી  મહેનત  બચાવવાનો ઉપકાર  કરેલો  .  આ દાંત મેં ખજૂરના ઠળીયાની બ્રીસ્લેટ  બનાવી છે  .એમાં ગોઠવ્યો છે  . કોઈ વખત  તમને દેખાડીશ  .  સાંભળવા પ્રમાણે  દાંત પડ્યા પછી  ડોકટરો   બીજી તકલીફ ઉભી ન થાય  એટલા દવા આપતા હોય છે   . પણ જાતે દાંત ખેંચી  કાઢનારને   દવાની જરૂર નહી  પડતી હોય   .
 હવે  બાપુની અંગ્રેજ અધિકારી  સાથેની વાત  , આપણા લોકો   ગોરા લોકોથી બહુ અંજાય ગએલા   . ગોરી ચામડી વાળા  ને  જોયા નથી કે  વાહે વાહે ફર્યા નથી  . અમેરિકામાં  આપણા કેટલાક યુવકો  બધા નહી   . ગોરી લલનાઓને ભાઠે  ભરાય છે અને પછી ભાઠા ખાય છે   . એલીઝાબેથ  જેવી સન્નારી તો   ભાગ્યેજ  જોવા મળે   .
એક વખત  સરદારગઢનાં  દરબાર  બતકોનો શિકાર કરવા  દેશીના આવ્યા અહીની નદી અને રત્નાગર સરોવરમાં  શિયાળામાં બતકો  આવતી હવે બતકોય નથી અને બગલાય નથી  દેખાતા   .
દેશીંગાના   ડેડક તમ્બુ તાણ્યા  અને તેમાં  રાજકોટથી  આવેલો ગોરો અધિકારી એના ગોરા નોકર સાથે આવેલો  આ રાજકોટના  અધિકારીને ગુજરાતીમાં     પ્રાંત  સાહેબ કહેતા મુજફ્ફરખા બાપુ એને મળવા  ગયા  . ગોરો હિન્દી બોલતો હતો  .અંગ્રેજો  કેટલા   સમયની  કીમત  સમજનારા હોય છે  . એવી  ગોરો બાપુ આગળ ડંફાશ મારતો હતો  .  એણે વટ બતાવવા  બાપુને કીધું  . देखो दरबार में अभी मेरा नोकरको  में गाव  में दुकनसे  एक बस्तु लानेके लिए भेजता हुँ उसको वहाँ जानेमे तीन मिनिट लगेगी और वापस आनेकी  टीन  मिनिट लगेगी  और दो मिनिट  वास्तु ढुंढ़नेमे  लगेगी  आठ  मिनिटमे वो वापस आ जाएगा  . અને બરાબર આઠ  મીનીટમાં  નોકર  પાછો આવી ગયો  . બાપુ  બોલ્યા   , हमारे लोग भी   बराबर समय का पालन करते है  हमको भी समय की कीमत है  . देखो में मेरे नोकरको  मेरा हुक्का लाने गढ़  में  भेजता हुँ उसको भी आने जानेकी छे मिनिट  लगेगी  और दो मिनिट  हुक्का  ढुंढ़नेकी  लगेगी  और वोह भी आठ मिनिटमे हुक्का लेके आ जाएगा।    बापूने चाँद खः को  बुलाया और उसको बोला  चांदखा जा मेरा हुक्का गढ़से ले आ    ચાંદ ખા  ને  મારા જેવા ગામડિયા લોકો સાણખા  કહેતા  એક  મુર્તજાખા  દરબાર હતા  તેને ગામડિયા  મુતર  ખાં બાપુ   કહેતા  આ મેં મારે કાનોકાન સાંભળેલું  છે  .  જોક નથી  . બરાબર આઠ મિનીટ થઇ ગઈ હતી અને બાપુએ ચાંદખા  ને જોયો  . બાપુ તાનમાં આવી ગયા અને ગોરાને કીધું   देखा मेरा नौकर  बराबर आठ मिनिटमे आ गया  .  બાપુએ  ચાંદખાંને  પૂછ્યું  . मेरा हुक्का कहाँ है   ? ચાંદખાં  બોલ્યો   . બાપુ હું હજી  હોકો લેવા ગયો નથી મારા પગરખા  ગોતું છું  .

હવે ગામડામાં જન્મેલા અને ઉછરેલા યુવક પ્રભાશંકર વિષે વાત

img050img063

હિંમતલાલ અને એની પત્ની  ભાનુમતી  પ્રભાશંકર  અને એલીઝાબેથ સાથે  રહેતાં હતાં   .  અને માં હિંમતલાલની  સુબરું કાર સાથે  પ્રભાશંકર અને એલીઝા બેથ ના ઘરે

પ્રભાશંકર માસિક રૂપિયા બારનો પગાર મેળવનાર પોલીસ પટેલ  જટાશંકર પ્રેમજીભાઈનો દીકરો   , માએ  લોકોના મરચાં ખાંડ્યા  , દરજણ બાઈને એના સીવણ કામમાં  ગાજ બટન વગેરે કરવામાં મદદ કરી  . અને મેટ્રિક પાસ કરાવ્યો  .આ અરસામાં પ્રભાશંકર નો  મોટો ભાઈ હિંમતલાલ અમદાવાદમાં  પોલીસ ખાતામાં  માધુપુરા પોલીસ સ્ટેશનમાં  નોકરી કરે અને પોલીસ લાઈનમાં રહે  . હિંમતલાલ  નો એક પોલીસ મિત્ર બલદેવસિંહ રાઓલ પણ માધુપુરા પોલીસ  સ્ટેશનમાં નોકરી કરે  . બલદેવ સિંહને રહેવા માટે  માધુપુરા પોલીસ લાઈનમાં  હિંમતલાલની રૂમ  સામેની લાઈનમાં  રૂમ મળેલી પણ  તે  રૂમમાં રહેતો નહી  . પણ અમદાવાદમાં  પોતાના પ્રાઈવેટ મકાનમાં રહે  .માધુપુરા  પોલીસ લાઈનની રૂમ ઉપર  ફક્ત પોતાના નામનું બોર્ડ મારી રાખેલું   .
હિંમતલાલે  પોતાના નાના ભાઈ  પ્રભાશંકર કોલેજમાં  ભણવા માટે અમદાવાદ તેડાવ્યો  . હિંમતલાલે  બળદેવસિંહ ને  વાત કરીકે  જો  તમે   તમારી  રૂમ મને વાપરવા આપો  તો  એ રૂમ  મારો ભાઈ વાપરે  અને કોલેજમાં ભણવા જાય   .  બલદેવસિંહે  બહુ ખુશી થઈને રૂમ વાપરવા દેવાની હા પાડી  .  પ્રભાશંકર  જમવા માટે  હિંમતલાલની  રૂમ ઉપર આવે  . પ્રભાશંકર પોતે ભણે અને હિંમતલાલના દીકરા હરગોવિંદને  અભ્યાસમાં મદદ કરે  . હરગોવિન્દની  બુદ્ધિ શક્તિ ઉપર  પ્રભાશંકર આફરીન હતો  .
અને એક દિવસ પ્રભાશંકર કોલેજ ગ્રેજ્યુએટ  થઇ ગયો  .  એને આફ્રિકા જવાની તક મળી અને તે યુગાન્ડા ગયો  . અહી તેને  માધવાણી શેઠ ની  કમ્પનીમાં નોકરી મળી  . માધવાણી શેઠ  ની એક  બ્રાંચ  કેન્યામાં પણ હતી  .  માધવાણી શેઠે    પ્રભાશંકરને   કેન્યા  મોકલ્યો   .  અહીંથી  બીજા કેન્યાના  છોકરાઓ સાથે ભણવા  માટે  પ્રભાશંકર
અમેરિકા આવ્યો અને માધવાણી શેઠની  નોકરી રાજી ખુશીથી છોડી   .અમેરિકા આવતાં પહેલાં  પ્રભાશંકરે   તેના ભાઈ  હિંમતલાલ ને  વાત કરીકે  આ તમે જે  પોલીસ ખાતાની  હાડમારી ભરેલી અને જોખમી નોકરી કરો છો એ છોડો   . અને  બેન બનેવી સાથે  તામિલ નાડુમાં  પાનના ધંધામાં જોડાઈ જાઓ   . હું તમને  ધંધા માટે  પૈસા આપીશ  અમેરિકા ગયા પછી  મારા આફ્રિકાની  કમાણીના  પૈસા  દાળમાં મીઠા બરાબર છે  .અને જ્યાંસુધી  હું અમેરિકામાં ભણીને નોકરી ન કરું  ત્યાં સુધી  મારી પાસે પૈસાની ખેંચ રહેશે  .
હિંમતલાલે  પ્રભાશંકરને કીધું કે  મેં વેપાર કરી જોયો છે  . મને  વેપાર કરતાં નહીં  આવડે  . તુને  મારી નોકરી હાડમારી ભરેલી  અને જોખમી લાગે છે. પણ હું  જોખમમાં   જીવન  વિતાવવાથી  ટેવાઈ ગયો છું  .  મારી દશા  ત્રામમાં  ઘોડા જેવી છે  . ત્રામનો  ઘોડો ત્રીસ માણસોથી ભરેલો  ડબો  પાટા ઉપર ખેંચી જાય   . પણ પોતાની પીઠ ઉપર એક માણસ  બેસે એ ભાર ખામી ન શકે  . તું અમેરિકા જા ત્યાં કમાણી કર  એ  મારા માટે ગોરવની  વાત  છે   .  મને પૈસાની જરૂર નહિ પડે  હું ઘર વહેવાર  બરાબર  ચલાવીશ  ‘ પણ  પોતાની માં નાં કહેવાથી  ગામડાનું ધૂળિયું  મકાન પાકું બનાવી દીધેલું  .
પ્રભાશંકર અમેરિકામાં ભણીને નોકરી કરવા માંડ્યો   . અહી એને એલીઝાબેથ નામની  ગોરી છોકરીનો  પરિચય થયો  . અને આ પરિચય  -પ્રેમ  લગ્ન ગ્રંથીથી જોડવા સુધી પહોંચ્યો  , એલિઝાબેથે  લગ્નનો પ્રસ્તાવ મુક્યો ત્યારે  પ્રભાશંકરે   વાત કરીકે   તું જેટલી મને ચાહે છે  . એમ તું મારી મા મારા ભાઈ ભાભી  ને પણ ચાહે એ ગામડીયા અભણ  છે અને હું એને અહી બોલાવવા માગું છું  .અને એલોકો આપની સાથે રહે એમ હું ઈચ્છું છું  . સહ કુટુંબમાં રહેવાની   ટેવ  વાળા આ લોકો જુદાં નહી રહી શકે  .   એલિઝાબેથે જવાબ આપ્યોકે  તારી માને હું મારી મા તુલ્ય માન જાળવીશ  બલકે  વધુ માન આપીશ   .  અને પછી લગ્ન થઇ ગયાં મહારાષ્ટ્રીય  ગોરબાપાએ  લગ્ન ગ્રંથીથી જોડી દીધા   આજ ગોર બાપાએ  ગાંધીજીના ગ્રેટ ગ્રાન્ડ સન નાં  પણ ફેર ફેરવી આપ્યા છે  આ ગોર મહારાજનું નામ મને યાદ છે પણ હું અત્યારે ભૂલી ગયો છું  .
પછી એલીઝાબેથ  અને પ્રભાશંકર  ભારત ફરવા આવ્યાં   . અહી પોતાની સાસુ  જેઠ જેઠાણીનો   ઉછાળતો પ્રેમ માણ્યો   જેઠ હિંમત  ભાઈએ  એલિઝાબેથને  ભેંસ , ઊંટ ઉપર સવારી કરાવી  અને ભડ ગામના  જુલુથી શણગારેલા  બળદ ગાડામાં  બેસાડી આ વખતે  ભડ નાં સોનીની દીકરીનો લગ્ન પ્રસંગ હતો  . એટલે  ઘરેણા ગાંઠા થી  સજેલી જાનાડીયું પણ હાજર હતિયું  એટલે પ્રભાશંકર અને એલીઝાબેથ  સાથે ગાડા માં બેસાડયું   અને  જાનડીયુએ ગીત ઉપાડ્યું “કોયલ બેઠી અમેરિકા દેશ ઓલો   મોરલીયો બેઠો રે ભારત દેશમાં  માણા રાજ   મોરલિયા  હવે  કોયલને ઉડાડો  આપને દેશ  ” પણ આતો  ગોરા રંગની કોયલ  કાળા  રંગની  નહી  હો  .
એલિઝાબેથે બસની રાઈડ પણ કરી  , પણ ભલા માણસો સીટ ઉપરથી ઉભા થઈને  એલિઝાબેથને સીટ ઉપર બેસાડે  ભડ આખા ગામમાં ઘેડીયા કોળી  ખેડૂતો પણ સરપંચ મેર હતો  એણે કોકના ખેતરમાંથી
માંડવીના  છોડવા લાવીને  તળાવ ને કાઠે  ઓળા પાડ્યા  અને સૌ ને ખવડાવ્યા  . પછી અને એલીઝા બેથે સાડા ચાર મહિના  ભારતની મુસાફરી કરી  આ વાતને પચાસેક વરસ થઇ ગયા હશે  આ વખતે  ટોય લેટની સગવડ નહિ   .  ગામડામાં એલીઝા બેથ શોચ ક્રિયા કરવા ઉકરડે  પાણીનો કળશિયો  ભરીને જાય  ખાવામાં   ગુજરાતી ખોરાક ખાય  એટલે ઝાડા ઉલટી થઇ જાય   આ વખતે એલીઝાબેથ શાકાહારી નોતી   પણ પ્રભાશંકર  ચુસ્ત શાકાહારી  જમરા ગામમાં એક મિત્રે  ગાય દોહીને  તાજું દૂધ એલિઝાબેથને પીવા આપ્યું  . જેમ રામની પાછળ  સીતા  વનવાસ ભોગવતી હતી તેમ  એલિઝાબેથે  પતિ પ્રભાશંકર પાછળ  ગામડિયો વનવાસ  હસ્તે મોઢે ભોગવ્યો  .પોતાના જેઠ  હિંમત લાલ   જેઠાણી ભાનુમતી અને પોતાની સાસુને અમેરિકા બોલાવવા તલ પાપડ થવા માંડી   .  પણ કાયદેસર  બોલાવવા માટે થોડી વાર લાગે એમ હતી  એટલે પ્રભાશંકર  ઉતાવળ નોતો કરતો   એલીઝાબેથ કહે તો આલોકોને વિઝીટર વિસા  ઉપર બોલાવીએ  . એલિઝાબેથે  પ્રભાશંકરને લાંબા નામને ટૂંકાવવાનું કહ્યું પણ  પ્રભાશંકર  નાં પાડતો હતો એટલે એને જોશી કહીને બોલાવવાનું નક્કી થયું  . અને હિંમતલાલને બ્રધર  તરીકે બોલાવવાનું નક્કી થયું  . અને પછી માર્ચની 19  તારીખ અને  1969 ની નાં દિવસે  હિંમતલાલે  પહેલ વહેલો અમેરિકાની ધરતી ઉપર પગ મુક્યો  .  એલીઝાબેથ અને પ્રભાશંકર  હિંમતલાલને  મળીને ઘણાં ખુશી થયાં  આ અરસામાં કેનેડાના  મોન્ટ્રીયલ શહેરમાં વિશ્વ મેળો હતો ત્યાં   અને અમેરિકાના ઘણા જોવા લાયક સ્થળો હિંમતલાલ ને  દેખાડ્યા  એલિઝાબેથના  સગા વ્હાલાઓનો  મેમાન બનાવ્યો  એપલના કે દ્રાક્ષ નાં  રસની   ભરેલી પ્યાલીઓ  સગાઓના  શરાબની પ્યાલીઓ સાથે અડાડી ને  હિંમતલાલ  રસ પીવા માંડ્યા  . પણ બાયડીયુ  હિમમતલાલને  બાથે વળગવા અને બકીયું ભરવા આવે તો ગામડિયો હિંમતલાલ ભડકે  પછી એલિઝાબેથે હિમ્મતલાલને  સમજાવ્યાકે અહી  પોતાના વ્હાલા  સગાઓને   સ્ત્રીઓ  બાથે વળગે બકીયું ભારે એવો રીવાજ છે  એટલે તમે  ત્રીઓથી  ભાગતા ફરો એતો સ્ત્રીઓનું અપમાન છે માટે  તમને કોઈ સ્ત્રી ભેટવા આવે તો તમે પણ એને ભેટો  એ તમને બકી ભરેતો તમે પણ  એને બકી ભરો  અને બાપુ પછી હિંમત ભાઈ  બાયડીયુના  હેવાયા થઇ ગયા  .
અમેરિકામાં હિમમતલાલ ને 22 મહિના  જલસા કરાવ્યા  . પછી હિંમતલાલ  દેશમાં પાછા ગયા અને પછી  હિંમતલાલ એના મા એના   વાઈફ  ભાનુમતી  આવ્યાં  માની એલિઝાબેથે  બહુ કાળજી લીધી   . માના વાળ શેમ્પુથી  ધોઈ આપે  આ સિવાય માં પોતાની જાતે સ્નાન કરતા  માને બ્રેડ ગમવા માંડી  એલીઝાબેથ પીનટ બટર  ચોપડી ને બ્રેડ આપે  માં સેન્ડ વિચ ચેક કરે  ઓછું પીનટ બટર  ચોપડ્યું હોય તો એલિઝાબેથને    રુવાબ થી  કહે પીનટ બટર નથી ? આ વાક્ય હજી એલીઝાબેથ યાદ કરતી હોય અને બોલે   .
હિંમત લાલને  નોકરી ઉપર  સામાન્ય રીતે પ્રભાશંકર   લઈજાય  અને લાવે  કોઈ વખત એલીઝાબેથ  એના ત્રણ મહિનાના દીકરા  વિક્રમને ઊંઘમાંથી ઉઠાડી  હિમમતલાલ   ને  નોકરી ઉપર લઇ આવે  નોકરી વહેલી સવારે  7 વાગ્યે શરુ થાય  .આવા અમેરિકન ભાઈનું વહુની લાગણી નાં પ્રતાપમાં હિંમત લાલ બે પાંદડે છે  . આ ઉપકાર હિંમતલાલ ભૂલ્યા નથી અને ભૂલી શકે એમ પણ નથી  .

સોરઠના નાના ગામડામાં જન્મેલા અને ઉછરેલા બે યુવકો અમેરિકા આવ્યા.

આ બે યુવકોમાં એક આલા નામનો છોકરો સાધારણ ખેત મજૂરનો  દિકરો   હતો  .  જેના પોતાની જ્ઞાતિની  છોકરી સાથે બાળ લગ્ન થએલાં હતાં  .આલો ભણવામાં બહુ તેજસ્વી હતો  .એને સરકાર તરફથી  પછાત વર્ગના લાભો પણ મળતા  .એતો ભણી ગણીને  કમ્પ્યુટર એન્જીનીયર બની ગયો   .અને અમેરિકન સરકાર તરફથી લેવામાં આવતી ઈંગ્લીશ પરિક્ષામાં  પણ  ઉત્તિર્ણ થઇ ગયો   . હવે એના માટે અમેરિકાના પ્રવેશ દ્વાર  ખુલ્લી ગયાં    . એ એના બાપને વાત કરતોકે બાપા હવે આ  તમે જે કોકના ખેતરમાં  મજુરી કરો છો  , અને આ માટીના મકાનમાં  રહો છો એનો અંત આવી ગયો સમજો   , હું અમેરિકા જાઉં એટલી વાર છે  .અને એની પત્ની રાંભીને    કહેતો કે    હવે તું અમેરિકા આવીશ અને તું મહારાણી  જેવી સાહ્યબી  ભોગવીશ   . હું અમેરિકા જાઉં  ત્યાં થોડુંક  ભણી લઉં  અને પછી કમાવા મંડું એટલી વાર છે  . પણ આલાના બાપ પાસે અમેરિકા જવાના ટીકીટ ભાડાના પણ પૈસા નહી   . ગામમાં એક  ભામાશા જેવો પરોપકારી અને ઉદાર દિલનો  એક ધનાઢ્ય  રહેતો હતો   . તેણે આલાના બાપાને વાત કરીકે  બાપા તમે આલા બાબતની  જરાય ચિંતા  ન કરતા એ અમેરિકા જાય છે  એ આપણા ગામનું પણ ગૌરવ  કહેવાય  ,  એના માટે  અમેરિકાનો તમામ ખર્ચ હું ભોગવીશ   , બાપો કહે એટલા બધા પૈસાનું વ્યાજ ભરવાના પણ પૈસા મારી પાસે નથી   , શેઠ કહે તમારે કશુંજ આપવાનું નથી  . બધો ખર્ચો હું ભોગવવાનો  છું   .  બાપો કહે અમારે ધર્માદાના પૈસા  નથી જોઈતા    ,શેઠ કહે એ પૈસા  હું આલો કમાવા મન્ડશે એટલે હું એની પાસેથી લઇ લઈશ  . એટલે આ પૈસા હું ખર્ચું છું   ,એને ધર્માદો ન સમજતા   ,
અને એક દિ  આલો  અમેરિકા આવી પહોંચ્યો  . અમેરિકાના ભભકાથી  આલો અંજાઈ  ગયો  . આલો ભણી ઉતર્યો   ,અને ડોલરીયા  ખમપારીથી જેમ પાંદડા  ભેગા કરે એમ  પૈસા બેંક ભેગા કરવા માંડ્યો   . દેશમાં તેણે શેઠે આપેલા પૈસા  ભરપાઈ કરી આપ્યા   . માબાપને  સિમેન્ટ કોન્કરેતનું પાકું મકાન બનાવી આપ્યું   . અને અમેરિકાની અજબ ગજબની વાતોના કાગળો લખવા માંડ્યો   . રાંભી તો અભણ હતી   . તે કાગળ વાંચી નો શકે  . એટલે આલો  તેની ખાસ ભણેલી બેનપણી  હતી  . એના ઉપર જુદા કાગળો રાંભી માટે લખવા માંડ્યો  , આલાના પ્રેમ નીતરતા કાગળો રંભીની બેનપણી  રાંભીને વાંચી  સંભળાવતી  .
અમેરિકા આવ્યા પછી  આલાને ભારતની ગંદકી  દેખાવા લાગી   ,એના ધાર્મિક રીવાજો પ્રત્યે  તિરસ્કાર થવા લાગ્યો  . ફૂટડો ખુબ કમાતો જુવાન  ગોરી લલનાઓનું આકર્ષણ બની ગયો ,  એમાં એક છોકરી  કે જે છોકરીના માબાપ  ભારતના વિરોધી હતાં તે ભારતના રીવાજો  ધાર્મિક માન્યતાઓને   નફરતની નજરે   જોતા   એ છોકરી કે જેના શરીરની ચામડી ગોરી  , વાળ સોનેરી નીલવર્ણી  આંખો  એ નો જાદુ આલા ઉપર ચાલ્યો   .અને આલો એની જાદુની અસર હેઠળ આવી ગયો   . અને ગોરીની હાઈ હા કરવા માંડ્યો  . ગોરીએ આલાના ભારત સાથેના સબંધો તોડવી નાખ્યા  . હવે આલો આલા માંથી  આલ્બર્ટ બની ગયો   . એને અમેરિકાનું પોતાનું સરનામું ફોન વગેરે બદલી નાખ્યું  . હવે કોઈને ભારતમાં  પોતાના વિશેની જાન નથી  .ઓલું મૂવીનું ગીત    चिठ्ठी  आई हे  उसमे एल कड़ी है के पहले जब तू खत लिखता था  कागज़मे  चेहरा दिखतथा  એ  યાદ કરી કરી માબાપ  રાતે આંસુડે રોવા લાગ્યાં રાંભીની  આંખોમાં આંસુ સૂકાતાં નથી   . આલામાંથી  ભારતની હવા  ગોરીએ કાઢી નાખી ,અને અમેરિકાની હવા ભરી દીધી  .
એક વાત યાદ આવી એ મેં સાંભળેલી  આપે પણ સાંભળી હશે કેમકે એ છાપામાં આવેલી   .એક છોકરો અમેરિકા આવ્યો  .તેની વાઈફ પણ તેની નાતની હતી   .એને બાળક આવવાનું હતું એટલે  છોકરાએ પોતાના માબાપને  ભારત થી તેડાવ્યાં  . માબાપ અભણ હતાં  . આ પ્રસંગે  આતાના ભજનની એક લીટી વાંચો
બાળક સાચવવા માને તેડાવે  માતા થોડા દિવસ હરખાશે
બાળક મોટાં થયાં ગરજ નથી માતા  પાંજરાપોળમાં   જાશે    અભાગીયાં ઘરડાં  દુઃખિયાં  થાશે   .
એક દિવસ સાસુ વહુને વાંધો પડ્યો  . અને આ વાંધાએ મોટું સ્વરૂપ લીધું  . વહુએ એના ધણીને     સ્પષ્ટ શબ્દોમાં કીધું કે  કાં તારાં માબાપ આ ઘરમાં નહિ  . અને કા હું નહિ  . છોકરાએ કીધું ભલે  હું થોડા દિવસમાં  તેઓને દેશમાં મોકલી આપીશ   .  છોકરી કહે હમણાં ને હમણા તું એને ઘરમાંથી  કાઢી મુક  હું એનું ડાચું એક સેકંડ માટે પણ એનું ડાચું  જોવા માગતી નથી  .  છોકરાએ વાઈફનો હુકમ માથે ચડાવ્યો  . અને માબાપને જાકારો દીધો   . માબાપ હાલી નીકળ્યાં  ક્યા જવું  શું  કરવું  એની અભણ માબાપને કશી ગતાગમ નથી   .તેઓ ચાલતા નજીકના એક પાર્કમાં  ગયાં અને બાંકડા ઉપર બેઠાં  એટલામાં ભગવાનને કરવું તે  માબાપના દીકરાનો દોસ્તાર  ત્યાંથી પસાર થતો હતો  તેને માબાપને જોયાં  ઉદાસ અને રડતાં માબાપને  છોકરે પૂછ્યું અહી કેમ બેઠાં છો અને રડો  છો કેમ  ચોધાર આંસુડે રડતાં રડતાં બોલ્યાં।  અમને અમારા દીકરાએ ઘરમાંથી કાઢી મુક્યાં  છે  .  સાંભળી  છોકરાને આઘાત લાગ્યો   .  . અને તે પોતાને ઘરે લઇ ગયો માબાપ કહે દીકરા તું અમને  હમણાને હમણાં  દેશ ભેગા કર   છોકરો કહે  આમ તુર્ત  પ્લેનમાં નો બેસી શકાય  એટલે હમણા તમે મારે ઘરે ચાલો  થોડા દિવસમાં હું તમને  દેશમાં  મોકલવાની વ્યવસ્થા  કરીશ  .  છોકરાની વાઈફે તેમનું સ્વાગત કર્યું અને સહાનુભુતિ દેખાડી  .
એક  દિવસ  છોકરે  મિત્રોને  ભેગા કર્યા અને નાનકડી પાર્ટી જેવું રાખ્યું  . માબાપને એક રૂમમાં બેસાડયાં અને એમને કીધું કે અહી તમે થોડી વાર બેસો  કઈ  બોલતાં નહિ  ., હું બોલવું ત્યારે બહાર  આવજો  .પાર્ટીમાં માબાપોના દિકરા વહુને પણ બોલાવેલાં બધા આવી ગયાં પછી  માબાપના દિકરાને  પૂછ્યું    તારા માબાપને નો લઇ આવ્યો  . છોકરો બોલ્યો એ લોકે આવવાની સાફ નાં પાડી  . એટલે પછી મેં  એને સાથે  નો લીધાં  .પછી  માબાપને  રૂમમાંથી બહાર બોલાવ્યાં માબાપને જોયા પછી  છોકરો ઝાંખો ઝપટ  થઇ ગયો વાઢો તો લોહી નો નીકળે   . પછી  થોડા દિવસમાં  કુળવાન  છોકરાએ માબાપને દેશ ભેગાં કર્યાં  .

मंदर मस्जिद इमामखाना चर्च गुरु द्वारा जाता हुँ ,

એક દિવસ મારે ઘરે બે મહિલાઓ આવી   ,બારણે ટકોરા માર્યા મેં બારણું ખોલ્યું  .અને એને મારે ઘરે આવવાનું કારણ પૂછ્યું  . બંને મહિલાઓ  સ્પેનીશભાષિ હતી   .
મારા વિષે એણે માહિતી મેળવી હશે  , કે હું ભારતનો છું  . એટલે તેઓએ  મને નમસ્તે કર્યા  .  અને એક હિન્દી માં લખાએલી પત્રિકા આપી   .અને મને કીધું કે અમારા ચર્ચમાં  એક ધાર્મિક ઉત્સવ છે  એમાં તમે આવશો  .? મેં આવવા માટે ખુશી બતાવી   , મેં મારા મનમાં કીધુંકે   मंदर मस्जिद  इमामखाना चर्च गुरु द्वारा जाता हुँ  ,मिलता हुँ जब में मर्दुमको  तब मसरूर  हो जाताहुँ  . મેં તેઓને કીધું  મને ચર્ચમાં     આવવામાં વાંધો  નથી પણ હું  કાર ચલાવતો નથી   ,એટલે મને કોઈ લઇ જાય તો હું  આવી શકું   . એક સ્ત્રી  કે જેનું નામ શીરી હતું  તે બોલી કે મારો પતિ પાવેરો  તમને લઇ જશે  . શીરી  થોડું હિન્દી   બોલતી હતી   .અને વધુ હિન્દી શીખવા માગતી હતી  . મને એણે પૂછ્યું  તમે મને હિન્દી શીખવશો ? મેં તેને  હિન્દી શીખવવા માટે  ખુશી બતાવી  .એટલે એ ખુશ  થઇ અને  शुक्रिया  બોલી   . શીરીની સાથે જે બાઈ હતી એનું નામ વેલારી હતું  .
બીજે દિવસે  મને  પાવેરો લઇ ગયો   .અને પછી  એ એક ગુજરાતી દીપક દેસાઈને  લેવા ગયો  . અમો બધા  ચર્ચનાં  એક  રૂમમાં ગયા   આ રૂમમાં  ધાર્મિક ચર્ચા  હિન્દી ભાષામાં થતી હતી  , અહી એક બાઈ  કે જેનું નામ રાજ હતું તે પણ એના પતિ સાથે આવેલી  રાજ ઈંગ્લેન્ડમાં જન્મેલી અને જર્મન માં ઉછરેલી હતી  . છતાં તેણે પોતાની માતૃ ભાષા પંજાબી    જાળવી રાખેલી   .મેં અને રાજે પંજાબી ભાષામાં  વાતો કરી  . હું રાજને પોતીકો માણસ લાગ્યો  .     પ્રારંભમાં  હિન્દીમાં  ઈંગ્લીશ ઢબે પ્રાર્થના  બોલાઈ  અને પછી કેરળ (ભારત ) નાં માણસે  હિન્દીમાં પ્રવચન કર્યું  , અને વીસેક મિનીટ પછી  હિન્દી  હોલ બંધ થયો અને સૌ ઈંગ્લીશ હોલમાં ગયા   . મને અને દીપકને  લઈને પાવેરો   અમને  પોત પોતાને ઘરે મુકવા આવ્યો  . પ્રથમ મારે ઘરે આવ્યો   . મેં દીપકભાઈને મારી વાડી માંથી  થોડા તીખા  મરચા લેવાનું કીધું અને મેં તેમને થેલી આપી  તેઓએ પોતાને જોઈએ એટલા મરચા લીધા અને મને કીધું કે હું આનું અથાણું બનાવીશ  . દીપક ભાઈ વેજીટેરીયન છે  . બધી રસોઈ બનાવતા તેમે આવડે છે  .એવું મને એમને કીધું  .  .તેઓ કહેતા હતા કે એક દિવસ મેં  પાવેરોને  મુઠીયા ખાવા આપેલા  . દીપક ભાઈ ને અને રાજને મળવાથી મને ઘણો આનંદ થયો  .
तुलसी इस संसारमे  सबसे मिलिओ धाय   , ना जाने किसी भेषमे  नारायण मिल जाय  .

આજ મેં આપકો શરાબ પિલાતા હું .આજે આપને મહુડાની પહેલી ધારનો દારુ પીવડાવું છું .

خلوت ہے تنہا مے ہو مبارک ہے تیرا آنا
توفا اگرچے لانا صحابہ کا خم لانا  ١
میرے میگسارکو بھی تم ساتھ لکی آنا
ساگر بدل بدلکے پی لینا  اور پلانا …٢
توہین میکدکی یارو کبھی ن کرنا
پنا نہی نپنا سب چھوڈ گھرکو جانا …٣
خواہش ہے  میری یارو مرنیکے بعد جینا
مندر مے بیٹھ کرکے بھر بھر کے جام پنا …٤
سب ساتھ موج کرنا خداکو بھی یاد کرنا
“آتا “کو ساتھ لکی میخانہ سمت جانا ….٥
खल्वत है तन्हा में हुँ मुबारक है यारो आना
तोफा अगरचे लाना  सहबाका  खुम लाना। ….
मेरे  मयगुसारको भी  तुम साथ लेके आना
साग़र बदल बदल के पि लेना और पिलाना २
तौहीन मैकडेकी यारो कभी न करना
पीना नही न  पीना सब छोड़ घरको जाना। ।३
ख्वाहिश है मेरी यारो मरनेके  बाद जीना
मंदर में बेथ करके भर भर के जाम पीना। ।४
सब साथ  मौज करना खुदाको भी याद करना
“आता “को साथ लेके  मयखाना सिम्त जाना। ..5

आता जब तुझे क़ज़ा उठा ले जाएगी मतलबके तू मर जाएगा और तेरी डोली उठा ले जाएगी .

عزیز  احباب
آج مے ایک لئے اک  چھوٹیس گزل پیش کرونگا        રૂહ=પ્રાણ //બસર = વ્યતીત
فر تیری  ڈولی    اٹھے گی روح نکلجانیکے بعد        માહર = બુદ્ધિશાળી   .  વિદ્વાન
આલા = શ્રેષ્ઠ   , ઉત્તમ

کوئی افسوس نہی  کریگا تھودے  دن بتنیکے بعد
خرچ کیا سو دھن تھا تیرا  دھن کملنیکے بعد
باقی دھن خرچیگا کوئی تیرے مر جنکے بعد
موجسے زنگی بسر کر  آنآ جنکے بعد
چموڈکے دنیا جو گیا ہے  نہی آیا جانیکے بعد
“آتا “تو ماہر بنگا علیٰ خیال رکھنےکے بعد
لوک آدر فر لڑیگا  ماہر ہو جانے کے بعد
ફિર તેરી ડોલી ઉઠેગી રૂ નીક્લજાને કે બાદ
કોઈ અફસોસ નહીં કરેગા થોડે દિન બીતને કે બાદ
ખર્ચ કિયા વો   ધન થા  તેરા ધન ક્માલેનેકે બાદ
બાકિ ધન ખર્ચેગા કોઈ તેરે મરજાનેકે બાદ
મૌજસે  જિંદગી બસર કર  નહી આના  જાનેકે બાદ
છોડકે દુનિયા જો ગયા હૈ  નહી આયા જાનેકે  બાદ

માર ખાવો પડે એવા જોખમી કામ કર્યાં .પણ માર માંથી બચી ગયેલો.

DSCN1037 આ બે છોકરીયું  ,મારા પડોશીની છે   ,એ મારા ડ્રાઇવેમાં આવી   ,આ વખતે હું મારા ડ્રાઇવેમાં ઝાડુ મારતો હતો  .  મેં વાવેલા તાડના પાંદડાનું  ઝાડુ બનાવેલું  બે ઝાડું હતાં  . . ખુરસી  ઉપર બેઠેલી છે  , એ છોકરીએ  મને   કીધું  . તમે આરામ કરો  .અમે ડ્રાઈવે સાફ કરી નાખીએ છીએ  . પછી મને પૂછ્યું  . તમે  નેક્લસ બનાવ્યું  છે એ હું જોઉં ? મેં નેક્લસ દેખાડ્યું   . (નેક્લસ બ્રેસલેટ  હું લાકડા અને ખજૂરના  ઠલયા  માંથી બનાવું છું  .) એને ગમ્યું  એણે મને  પૂછ્યું   .આ નેકલસ હું રાખું ? મેં હા પાડી તેને પહેરી લીધું  .  જે ફોટામાં  સાવરણો અને નેકલસ દેખાય છે  . હવે દેશીંગાની   જૂની વાતો   . એક પબલો નામનો છોકરો હતો એને અમો પારાધી કહેતા  કેમકે તે મધપુડો  ઉજેરીને  મધ ખાતો અને મિત્રોને ખવરાવતો એ વખતે એક કહેવત પ્રચલિત હતી  . કે એક મધપુડો  ઉજેરીયે તો બાર ગામ ભાંગ્યાનું પાપ લાગે  .પારાધીના માબાપ  જો  જાણે કે પારાધી  મધ ઉજેરે છે  તો તેને સખ્ત માર પડે   , અને અમારા જેવા એના  સાથી દારોને  પણ  અમારાં  માબાપો  લમધારે   એટલે બહુ ચોરી છુપીથી  આવા પાપના ધંધા કરવા પડે   . આ કારણે બધું મધ ખાઈ જવું પડે ઘરે નો લઈ જવાય  એટલે પારાધી મિત્રોને સાથે લઈને મધ પાડવા જાય  . કેમકે એકલાથી  બધું મધ  ખાઈ નો શકાય   . પારાધી  મધપૂડાની  શોધમાં ફરતોજ હોય  .  એક વખત એણે દરબારના  બગીચામાં   ઊંચા ઝાડ ઉપર  મધપુડો જોયો   ,એ મધપુડો  પાડવા માટે  મને અને રુઘાને  સાથે લઇ ગયો  . અમને બન્નેને અકેક શકોરું આપ્યું  .   પારાધી  ઝાડ  ઉપરથી   મીણ સાથેના  મધના લોંદા  ફેંકે એ અમારે શકોરામાં ઝીલી લેવાના  પારાધી અમારા કરતાં ઉમરમાં  બે વરસ મોટો એટલે એ મોટાઈનો રુવાબ  અમારા ઉપર કરે ખરો  .  પારાધી બગીચાના ઝાડ ઉપર ચડ્યો  . અને ધુમાડો કરી  મધમાખીઓને  ઉડાડી  મધના લોચા ફેંકવા માંડ્યો અને અમે ઝીલવા માંડ્યા  . એમાં  પારાધીએ બેલેન્સ  ગુમાવ્યું અને   ઝાડ ઉપરથી નીચે પડ્યો  . સદ  નસીબે બચી ગયો  . પણ એના હાથની એક આંગળી  ભાંગી ગઈ   .  કોઈ હાડ વૈદ્ય   પાસે એના માબાપ ન લઇ ગયા  . પણ પાટા પીંડી  કર્યા કર્યા   . એટલે એની આંગળી  તે મર્યો ત્યાં સુધી ભાંગેલીજ રહી  . એક  બીજો અધ્યાય  વાંચો   . દેશીંગા માં એક હરીશંકર  કેશવજી કરીને  કોટડા સાંગાણીના  શિક્ષક  હતા  . તેઓ ગોંડલ  ટાઈપ  પાઘડી  બાંધતા   હું એમની પાસે નહી ભણેલો  પણ મરમઠ  ભણવા જતો  . મારી સાથે એનો દિકરો  ત્રમ્બક પણ ભણવા આવતો  . અને રુઘો પણ અમારી સાથે ભણવા આવતો  . એક વખત  ત્રમ્બક ને વિચાર આવ્યો કે આપણે  દૂધપાક  ખાઈએ અને એ પણ  રાત્નાગરના   કાંઠે  બાવળની ઝાડીમાં  રસોઈ બનાવીને  દુધનો બંદોબસ્ત  મારે કરવાનો  ખાંડ અને ચોખા  રુઘાએ લાવવા  વાસણો ત્રમ્બકે  લાવવાના  અને  દૂધપાક પણ ત્રમ્બકે  બનાવવાનો    . મેં કાના બાપા રબારીના  સાથી ટીડા  ને  કીધું  કે  કાલે બપોરે  રત્નાગર નાં કાંઠે  બકરા ઘેટા લઇ આવજે અને અમને એક બોઘરું  દૂધ દોહી આપજે અમારે દૂધપાક બનાવવાનો છે  . તું પણ દૂધપાક ખાજે  . બપોરે જમવા માટે  ટીડો  કાયમ  ઘરેથી રોટલો લઈ  આવે   અને બકરીના  આંચળમાંથી   દુધની શેડ  ફોડે અને પોતાના મોઢામાં  દૂધ આવવા દ્યે  . એવી રીતે  બપોરા કરે   .  પણ  જ્યારે દૂધપાક બનશે ત્યારે  રોટલા સાથે  દૂધપાક ખાશે   . આ બધી  બાબત  છુપી રાખવી પડે  નહિતર અમને અમારા  માબાપનો  માર ખાવો પડે અને  ટીડા  ને નોકરી ગુમાવવી પડે   . અને એક્દી દૂધપાક બન્યો   .  દૂધપાક ત્રમ્બકે  બાસુંદી જેવો ઘટ્ટ બનાવેલો   બધા મિત્રોએ  ખુબ દૂધપાક ખાધો  છતાં  ઘણો  વધ્યો  . એ  નાખી દેવો પડ્યો  . હરીશંકર  માસ્તર  બહુ વાતુડા   . એક સમી સાંજે  હું  , રુઘો  . સવજી દેસાઈ  હવલદારનો દીકરો અબો   માસ્તરને ઘરે ભેગા થયા  . ત્રમ્બ્ક  સાથે વાતો કરતા હતા  . અબાનો  બાપ મકરાણી અને માં ફકીરાણી   અબો  ગામના આહેર  છોકરાઓની સંગતના લીધે  એ મુસલમાન કરતા હિંદુ વધુ લાગતો શોગંદ  ખાય તો આયરના  છોકરાની જેમ “મને માતા પુગે “એવું બોલે  હાલ અબો પેશાવરમાં છે  . સવજી દેસાઈએ દૂધ મગાવ્યું  . ત્રમ્બકની  માએ  એકલા દુધનો  ચા બનાવ્યો મારા સિવાય બધાએ પીધો   . ત્રમ્બ્કની  માએ   ખાનગીમાં  છોકરાઓને કીધું  કે હવે તમારા સાહેબને વાતુએ  ચડાવો  .  અને અમે કીધું સાહેબ આજતો કોઈ વાત થવા દ્યો   . અને સાહેબે ખોંખારો  ખાઈને  વાર્તા શરુ કરી  . એક વખત  એક માણસે  નાના  ગરાસીયા  દરબાર આગળ વાત કરી  . દરબાર એ કોઈ જાતી નથી  . જે જમીનનો માલિક હોય અને આ જમીનનો  કોઈ  કર વેરો  ભરવો ન પડતો એ બધાને દરબાર કહેવાય   .  માણસે દરબારને વાત કરીકે  બાપુ સીમમાં  ભરવાડનો દંગો છે  . એમાં હાલ એક ભાભો અને બે એના દીકાઓની વહુઓ છે  . અને ઘીના બે ડબા  ભરેલા પડ્યા છે જો બાપુ અડફ  થાતી હોય તો આંકડે  મધ જેવું છે   .તો બે ડબા  ઉપાડીને ઘરભેગા કરી લઈએ  રાતના બાપુ ઘોડે ચડીને ઉપડ્યા  બે માણસને સાથે લીધા  .  ઘોડી એક ઠેકાણે  ઉભી રાખી  બે જણને ઘોડી પાસે ઉભારાખ્યા   . અને બાપુ  ઘીના ડબા  લેવા ઉપડ્યા  જેવા પડાવ પાસે પહોંચ્યા  , અને ડોહો    સરેન્થો  લઈને ઉભો થયો અને  બાપુને  સોબડામાં   ઝીક્યો  . બાપુ જમીન ઉપર પડી ગયા   . અમne પડતા પડતા બોલ્યા  . એલા હું દરબાર છું  ,  . ડોહો  મારતો અટકી ગયો  ,  અને બોલ્યો  બાપુ  આજે કાળી રાતે  અમારું આંગણું  પવિત્ર  કર્યું   . બાપુ બોલ્યા  પવિતર  નથી કર્યું પણ અપવીતર  કર્યું છે આમ જો મારી ચોરણી  ભરાઈ રહી છે  . પણ તેદિના  બાપુ આંકડે  મધ લેવાનું ભૂલી ગયા હો  .

દેવરખી ભાઈ મેઘવાળે દેશીંગાની ભાદર નદીમાં ડૂબી જતા કેટલાય માણસોને બચાવ્યા છે .

 Green vine snake = ભારતીય ઉપખંડમાં. હળવો ઝેરી.manintree

દેવરખીભાઈ દેશીંગામાં જન્મેલા એક વિશિષ્ટ  વ્યક્તિ હતા.તેને પરગજુ કહેવા પડે  . તેણે  વર્ષાઋતુમાં  ભાદર નદીમાં  નાહવા પડેલા  ઘણા  માણસોને  ડૂબી જતા  બચાવેલા છે  .પણ એ બાબત  કોઈની શાબાશીની કે બીજી કોઈ પ્રકારની  આશા રાખ્યા વગર  ,
कर्मण्येवा धिकरस्ते  माँ फलेषु  कदाचन  એ શ્રીમ દ્ભગ વદ ગીતાના  વાક્ય વિષે  કશું જાણતા  નોતા   પણ   તેમની વર્તણુક  એ પ્રકારની  હતી   . હું  તેમના  બે  દૃષ્ટાંત   આપું છું   .તે પહેલાં તેમના નામનો  અર્થ  કહું છું   . દેવરખી એ દેવર્ષિનો  અપભ્રંશ શબ્દ છે  . દેવર્ષિ  એ  નારદ ઋષિનું  નામ છે  .  વેદમાં  અને લોકભાષા  માં  “ષ “અક્ષર નો ઉચ્ચાર  ઘણી  વખત “ખ ” કરવામાં આવે છે  . એવી રીતે”  મારખી ” એ મહાઋષિ  શબ્દનું અપભ્રંશ  છે   . મહાઋષિ  (મહર્ષિ ) એ વિશ્વામિત્ર ઋષિનું  નામ છે  .
ઉનાળામાં  સુકીભઠ  થઇ  ગએલી  ભાદરમાં  જ્યારે નવા પાણીનું આગમન થઇ રહ્યું  હોય  એ પાણીને  જે માણસ પહેલ વહેલું જુવે  એ  હર્ષની કિકિયારી  કરતો દોડતો  ગામ તરફ આવે   . “પાણી આવેસ પાણી આવેસ” અને ગામના લોકો
દોડતા નદી તરફ પાણી જોવા આવે  એમાં દેવરખી ભાઈ પણ હોય  . જોત જોતામાં તો  નદી બે કઠો કઠ  થઇ ગઈ ,   હોય   પાણી  પુર જોસથી  ધસતું આવતું હોય   . અને આવા પાણીમાં  બારથી પંદર  વરસની ઉમરના નાદાન   છોકરા  પહેરેલાં કપડાં કાઢી નાખી  નાગા પુગા  પાણીમાં ખાબકે  એક વખત એક રતિલાલ  કરીને  છોકરો  નાહવા પડ્યો  .આ રતિલાલ  એ રૂગનાથ  રૂઘા નો મોટો ભાઈ આ રૂઘા નું દરબારે ટીટો નામ પાડેલું  આ રુઘાના અહિંસક  સિદ્ધાંતો  વિશેની રમુજી વાત મેં “આતાવાણી ” માં લખી છે  . રુઘાનો નાનો ભાઈ  મગન બી। એ  સુધી ભણેલો  બાકી રુઘો અને રતિલાલ  ચાર ચોપડી  ગુજરાતી ભણેલા    . મગને એના આખા કુટુંબને  કલકત્તા  લઈ ગએલો  હાલ એ કુટુંબ કલકત્તા વસે છે  .
નદીમાં આવતા પાણીને જોવા માટે   લોકો નદી કાંઠે  ઉભા હોય અને છોકરાઓ નાહતા હોય  . દેવરખી ભાઈ  પણ પાણી જોવા માટે નદી કિનારે ઉભા હોય  . પાણીમાં  નાહતાં નાહતાં રતિલાલ ડૂબવા માંડ્યો  . દેવરખી ભાઈએ આ દૃશ્ય જોયું  .  અને તેઓ  પહેરેલે કપડે નદીમાં ખાબક્યા  અને ડૂબતા રતિલાલને    ઉચકી લીધો અને નદી  કિનારે મૂકી દીધો  .અને પોતે  એમ ને એમ   પલળેલે  કપડે  પાણી જોવા ઉભા રહી ગયા   . એ નતો કપડાં બદલવા  પોતાને   ઘરે ગયા કે  ન રતિલાલને લઈને  એના બાપને સોંપવા  અને  બાપના મોઢેથી  આભાર નો શબ્દ  સંભાળવા  રતિલાલને ઘરે  ગયા  .
ગામ લોકોએ  રતિલાલના બાપ ધનજી ભાઈ  ઉર્ફે પોલા  ભાઈને કીધું કે આજ જો દેવરખીએ રતીયાને  દ્બ્તો નો બચાવ્યો હોત તો  રતીયો તણાઈ જવાનો હતો  .
એક વખત  જુણેજ ગામનો કડવો મેર   કુતિયાણા  નજીકના કોઈ ગામે  પોતાના સગાને ત્યાં  ભર ચોમાસે   સગાને કોઈ કામમાં મદદ કરવા અથવા  મહેમાન ગતી માણવા ગએલો  . અને  પછી જુણેજ પોતાને ગામ આવવા  પાછો ફર્યો  . સગાઓએ   રોકાઈ જવા ઘણો સમજાવ્યો  કેમકે   કુતિયાણા  પાસેની મોટી ભાદર   ભરપુર  પાણીથી વહેતી હતી  .અને આ ભાદર અને દેશીંગા પાસેની નાની ભાદર કડવાને પાર કરવાની હતી   .
કડવાને મૃત્યુ  પોકારતું હશે  એટલે  કડવે કોઈનું માન્યું નહિ  અને હાલતો થઇ ગયો  . કડવો પહેરેલે  કપડે  મોટી ભાદરમાં  પડ્યો અને નદી પાર કરી ગયો  .અને પછી દેશીંગાને માર્ગે  ચાલવા માંડ્યો  . આ રસ્તે લગભગ ત્રણ માઈલ સુધી  પાણી બહુ ઊંડું ન હોય   બહુ બહુ તો  ગળા સમાણું હોય   .  પણ પછી  દેશીંગા આવે ત્યારે  ત્યાની  નાની ભાદર  વેગવાળા પાણીથી વહેતી હોય   .  આવા પાણીમાં  ઉતરવાનું જોખમ  ભાગ્યેજ કોઈ લ્યે   એક પ્રસંગ યાદ આવ્યો જે કહું છું  . મયુર  કન્ડોરીયાના દાદા વિરા ભાઈના   બાપ કરસન  ભાઈ  કે જે  મુજફ્ફર દરબાર  નાં  મિત્ર  ભોજબાપાના દિકરા  આ કરસન ભાઈ   નદીકાંઠા નાં  ખેતર ગએલા અને ઘેર પાછા આવવું હતું  . પણ તેઓએ   ભરપુર વહેતી ગાંડી  તુર નદી  ઊતરવાનું મૂર્ખાઈ ભર્યું સાહસ ન કરતાં બાવળના ઝાડ  ઉપર ચડી જઈને ભૂખ્યા રહીને બે રાતો વિતાવી  એક કાળો નાગ પણ જીવ બચાવવા  કરસન ભાઈ બેઠા  હતા  , એ બાવળ ઉપર  કારણ ભાઈથી નજીક  બેસીને વિશ્રાંતિ લીધી  . એ માણસ નોતો કે    વિના કારણ  કોઈને મારી નાખે  . . કરસન ભાઈ  પછી પાણી ઉતર્યું અને ઘર ભેગા થયા  . આ પ્રસંગની વાત કરસન  ભાઈ કરતા  હોય કે હું નાગ બાપાને કહેતો હતો કે  બાપા તમારે  કરડવું હોય તો ખુશીથી કરડજો   પાણીમાં બૂડી જઈને મરવા કરતાં  તમારા ઝેરથી  હું મારીશ એ મને વધારે ગમશે   . આં આતો નાગ જેને હિંદુ લોકોએ  દેવ ની  કક્ષા  માં મુક્યા  છે  એ વિનાકારણ કદી કોઈને વિના કારણ  પજવે નહિ  . અને આજ વિશ્વાસે હું  નાગ દેવતાને  મારા ખુલ્લા હાથ થી  આસાની થી પકડી લઉં છું  .
થાકેલો અને ભૂખ્યો કડવો દેશીંગાનાં  નદી કાંઠે  આવેલા  પાદરીયા  પીપરા  પાસે નદી ઉતરવાના  વિચારમાં ઉભો રહ્યો  . નદીના આ કાંઠે  પાણી જોવા ઉભેલા લોકોએ  કડવાને  કીધું કે  થોડી વારમાં  અમો હુડી વાળાને મોકલીએ છીએ એ તુને નદી પાર કરાવીને  ગામમાં લઇ આવશે  .હુડી એ  ચાર તુમ્બડાને     દોરડા વડે ગૂંથીને  બનાવી હોય  જેમાં વચ્ચે એક માણસ  બેસે  અને પોતાના પગની મદદથી  પાણી તરે  જે માણસને  પાર ઉતારવો હોય એ માણસ  હુડીના   પાછળની  દોરી પકડીને આવે પાણીમાં પગ પછાડતો પછાડતો   . એનું જે  સામાન હોય એ હુડી  વાળો પોતાના માથા ઉપર મુકે અને એને એક હાથે પકડી રાખે અને બીજા  હાથ અને બે પગ વડે  પાણી કાપીને નદી કિનારે  આવે  .
પણ કડવો કોઈનું માન્યો નહિ  . અને મગરૂરીથી  બોલ્યો  મોટી ભાદર  તરીને હું અહી સુધી આવ્યો છું તો આ તમારી  ભાદર્દી મને શું  કરી શકવાની હતી  .પણ કડવાને ક્યા ખબર હતી કે  આ ભાદરડીજ  તુને ભરખી  જવાની છે  .
કડવો નદીમાં ખાબક્યો  નદી વચ્ચે આવ્યો  . થાકેલો અને ભૂખ્યો કડવો  ડૂબવા માંડ્યો  આ ડૂબતા  કડવાને  દેવરખી ભાઈએ  જોયો  .પણ દેવરખી ભાઈ જેનું નામ એ કંઇ  જાલ્યો રહે  . ઇતો  પહેરે કપડે કડવાને બચાવવા  નદીમાં પડ્યા  અને ડૂબતા કડવાને ઉચકી  લીધો  . અને મહામુસીબતે  નદી પાર કરી રહ્યા હતા  . પણ ઘભરએલો  કડવો  બચવા માટે વલખાં મારતો હતો  . એ દેવરખી  ભાઈનું માથું  દબાવી  એના ખભા ઉપર ચડી બેઠો  .  ક્યાં  સવાછ  ફીટ ઉંચો કડવો અને ક્યાં આ પાંચ ફીટ બે ઇંચના દેવરખી   ભાઈ    હવે  દેવરખી  ભાઈ  ને ડૂબવાનો વારો આવ્યો   . પછી ન છુટકે  પોતાનો જીવ બચાવવા  કડવાને પડતો મુકવો પડ્યો   . અને માંડ  દેવરખી ભાઈ બચી શક્યા।  અને કડવો તણાઈ ગયો   . બીજે દિવસે પાણી  ઉતર્યું અને કળવાની લાશ  ઠાકોરના તળ પાસે દેખાણી  . જુણેજ કડવાના  મૃત્યુના માઠા સમાચાર  એના સગા વ્હાલાઓને  આપવામાં આવ્યા  . સગાઓએ  આવીને ક્ડવાની  લાશનો અગ્નિ સંસ્કાર   કર્યો
आगाह अपनी मौतसे  कोई बशर नही   , सामान सो बरस्का  पलकी खबर नहीं  .
आगाह = जानकार     बशर = मनुष्य

ત્રણ દંપતી દેશીંગામાં નવાં વસવા આવેલાં હતાં . તેઓ ક્યાંથી આવેલાં હતાં તે બાબત કોઈને કશી ખબર નોતી .

ત્રણ દંપતી જે  દેશીંગામાં  વસવા આવેલાં તેઓ નિ:સંતાન હતાં  . #1 રૂડા ભાઈ  અને જીવી  પોતે મેઘવાળ  લોકોના  હજામ છે એવી વાત કરેલી  .એ વાત એટલા માટે કરેલી કે  દરબારી કાયદા પ્રમાણે  તેઓને વેઠ કરવામાંથી  મુક્તિ મળે   . વાણંદ  , કુંભાર ,  સુતાર  , વગેરે વસવાયાં ને  દરબાર સિવાય  બીજા કોઈની  વેઠ કરવી નો પડે  . આ રૂડા ભાઈ  મેઘવાળl  લોકોના  હજામ એટલે  એમને  બાપુની  પણ  હજામત  નો કરવી પડે   .એટલે પોતે કશું કામ ન કરે  મેઘવાળ લોકો પોતાની જાતેજ  પોતાની હજામત કરી લ્યે  . જીવી પોતે મજુરી કરે  અને ઘર વહેવાર ચલાવે  .રૂડો ભાઈ  દરરોજ  સ્નાન કરે   નદીએ નાવા  જાય ત્યારે  ઘરેથી  ધોતી  . ખમીસ  . પાઘડી  , અને  નાહતી  વખતે પહેરવાની  પોતડી  સાથે લઇ જાય  . પોતડી  પહેરીને  પોતે પહેરેલાં કપડા  કાઢી નાખીને  તેને ધોઈ નાખે અને  નદી કાંઠે  ઉગેલા ઝાડાં ઝાંખરા ઉપર   સૂકવે  .  અને પછી પોતે નાહવા   માટે  નદીમાં આઘા જાય  અને ડૂબકી લગાવે  તરે અને જલસા કરે  . અને પછી નદીમાંથી બહાર નીકળે  અને ઘરેથી  સ્વચ્છ કપડા લાવ્યા હોય એ પહેરે   , પોતડી નીચોવે   ,સુકાવવા મુક્યાં હોય   એ કપડા લઇ લે અને ઘર ભેગા થાય  અને કપાળમાં  ઉભું લાલ ટીલું કરે  . અને જો જીવી હાજર હોય તો  ગરમા ગરમ રોટલા  શાક  જમવા આપે  ,અને પછી રૂડો ભાઈ આરામ કરે અને  જીવી  કોઈના ખેતરમાં  કંઈ કામ કાજ હોય તો કામે જાય  નહિતર  રૂડા સાથે આરામ કરી  . આરામ કરી લીધા પછી રૂડો ભાઈ  ચા પાણી પીએ  અને ગામમાં  આવે અને શેરીયુંના  નાકા  માં જમીન ઉપર  નીચે ધૂળ માં  બેસે અને  રામાયણ  મહાભારત નાં પ્રસંગોની  વાર્તાઓ માંડે   . કે ભીમ ને ખુબ ખાવા જોઈએ    .  કદી ધરાય નહી  . પણ  સારું હતું કે   એને એવું વરદાન હતું કે  માતા કુંતી એને ફક્ત  એકજ કોળીયો  ખવરાવે તો તુર્ત  ધરી રહે અને તેની અમીનો ઓડકાર આવે  .  પણ એને ઘડી ઘડી જાજરૂ  જવું પડે એ એને ગમતું નોતું  એટલે એણે આમાંથી  મુક્તિ મેળવવા  શંકરનું તપ કર્યું ભોળા શમ્ભુ  પ્રસન્ન થયા  . અને બોલ્યા માગ માગ
ભીમે એવું માગ્યું કે  હું ખાવું અને  દુર્યોધનને  જાજરૂ જવું પડે  . શિવે તથાસ્તુ  કીધું અને પછી અંતર્ધ્યાન  થઇ ગયા  .
જેઠ સુદ અગિયારસ નાં દિવસે ભીમ નદીમાં નાવા પડ્યો  અને નદીના આડે પડખે સુતો અને નદીમાં બંધ બંધાઈ ગયો  .  . અને ઉપરવાસ  દુર્યોધન અને એના ભાઈઓ નાહતા  હતા  એ ડૂબવા માંડ્યા  . પછી  ગુરુ   દ્રોણાચાર્યે  ભીમને  નદીમાંથી  બહાર  કાઢ્યો   . . આવા ગપ્પા  સાંભળવાની બાળકોને બહુ મજા આવતી  .
#2દેવરામ બાપા  અરે ભૂલી ગયો  .એને ભાઈ કહેવા પડશે   , નહિતર એ  સ્વર્ગમાંથી  પત્થર મારે એમ છે   . દેવરામ ભાઈ  દેશીંગા માં  થાપલા પાટી તરીકે ઓળખાતી  શેરીના  પોલીસ પટેલ હતા  . અને હવાલ દાર પણ હતા   .  બે હોદ્દો ભોગવતા  પણ થાપલા  દરબાર એને માસિક  દસ રૂપિયા પગાર આપતા  .  પછી તેઓ કામ ન કરી શકવાના કારણે નોકરી માંથી છુટા  થઇ ગએલા  .  તેઓ હમેંશા  મૂછોને કાળા રંગથી રંગતા  પાંચ વરસનું બાળક પણ જો એમને  બાપા કહે તો  તે લાકડી લઈને મારવા દોડે  . એમનાં પત્નીનું નામ માંનકુવર  હતું   . અમે એને માસી કહેતાં  દેવરામ ભાઈ  તેની વૃધા વસ્થામાં  બહુ અશક્ત થઇ ગયેલા  મોઢામાંથી   લાળો નીકળી જતી  લાકડીને ટેકે માંડ ચાલી  શકતા  ગામ લોકો એની જરૂરિયાતો પૂરી કરતા  .  માંન્કુવર માસી  ખડે  ધડે હતા પણ એ     દેવરામ ભાઈને  આ લોકમાં એકલા મુકીને  પરલોક જતા રહેલા  . દેવરામ ભાઈનો ક્રોધી  સ્વભાવ હોવા છતાં  પણ ગામ લોકો એનો આદર કરતા  .. મેં કેટલાય જુવાનોને એવું કહેતા સાંભળિયા છેકે  ભાઈ તમે હવે ઘરે જાઓ  .  અને આરામ કરો હું તમારા પગ દબાવી દઉં   .   .
એક વખત  બે ત્રણ દિવસ થયા ભાઈ દેખાણા નહિ એટલે   લોકોએ તેમના ઘરે જઈ  તપાસ  કરીતો  તેઓ  ટૂંટિયું  વાળેલા મૃત  દશામાં જમીન ઉપર પડેલા હતા   , અને એના કપાળની   ચામડી  ઉંદરોએ  કોરી ખાધેલી હતી  . આજ સ્થિતિમાં   ભાઈને સ્મશાન ભેગા કર્યા અને અગ્નિ દાહ દીધો   .
#3 હઠીસિંગ એ  દરબારના કોઠારી હતા  . એમનાં પત્ની રામ કુંવર મા વૈશ્યા નોતાં પણ સાર્વજનિક  પ્રેમિકા જરૂર હતાં  . ગામના જુવાનીયાઓ એમની પાસે કામસુત્રના  પાઠ ભણવા જતા  . એક દિવસ કોઠારી મૃત્યુ પામ્યા  . પછી રામકુંવર  માં ક્યાં અદૃશ્ય  થઇ ગયાં એની  કોઈને ખબર   નો પડી   .