Monthly Archives: મે 2012

પરમેશ્વરની અદ્ભુત કૃતિ # 2

અધુરી ગઝલ શરુ કરું છું
निगाहे नाज तेरी देख  मेरा दिल जख्मी होता है
पिता हु यद् कर तुज्को पानी अक्सीर होता है २
तेरी तिरछी नज़रको दे   ख मेरा दिल पिघलता है
जैसे बर्फो पे पड़ती धुप और पानी टपकता है   ३
परीशा ज़ुल्फ्की सायामे मुजको लुत्फ़ आता है
जब आबे गुल्गुं देतीहो सुरूर तब आही जाता है   ४
तबस्सुम देख कर तेरा दिल मसरूर होता है
तेरी क़ातिल अदाए पर दिल क़ुरबान  होता है   ५
तू है एक नाज़नी    ओरत तेरा रूप हूरसा लगता है

“अताई “देख कर तुज्को तसद्दुक होही जाता है   ६        હવે આગજલ જેવા બીજા શેઅર
———————————————-

मिलो तुम रोज़ मुजको लोक चाहे जोभी रुख देदे
यहाँ महफूज ना तुहमत से  ना मरियम है ना सीता है   १
मिटादे अपनी हस्तिको अगर कुछ मर्तबा चाहे
की दाना खाकमे मिल कर गुले गुलज़ार होता है       २

પરમેશ્વરની અદ્ભુત કૃતિ

આપણે સહુ અનેક પ્રકારે પરમેશ્વરની સ્તુતિ (પ્રશંશા )કરતા હોઈએ છીએ , મૂર્તિ પૂજકો  ભગવાનને જમાડે છે .તે ભોજનની પણ પ્રશંશા કરે છે .મને વિચાર આવ્યોકે  મને દુ:ખ માંથી  મુક્તિ અપાવનાર સ્ત્રી શક્તિની શા માટે સ્તુતિ નકરું .મારી પત્ની પરલોક ગયા પછી ,મને ઉદાસીન્તાએ ઘેરી લીધો હતો .અમે બંને કુટુંબીજનોથી હઝારો માઈલ દુર એરિઝોનામાં રહેતા હતા .મારી અર્ધ પાગલ જેવી સ્થિતિ જોઈ ,પરમેશ્વરે  મારા પોત્ર ડેવિડને પ્રેરણા કરી હશે એટલે ડેવિડે મને એને ત્યાં ફ્લોરીડા તેડાવ્યો .એના બાળકોએ મને ઘેરી લીધો .મારું કષ્ટ દુર થતું હોય એવો મને એહસાસ થવા માંડ્યો .  મેં ક્રુઝ મુસાફરી કરેલી છે એટલે મેં ડેવિડને કહ્યું .ડેવિડ આપણે ક્રુઝની  મુસાફરી કરીએ .ડેવિડ સંમત થયો અને અમે ક્રુઝની મુસાફરીએ ઉપડ્યા .ક્રુઝમાં મને સાથે એક ટેબલ ઉપર જમ્નારી બે બેનપણીઓ મળી .ભગવાને મારા દુ:ખ માંથી મુક્તિ અપાવવા એમને પ્રેરણા કરી હશે .અમારી દોસ્તી બરાબર જામી . એમણેમારી સાથે ફોટા પડાવવાની ઈચ્છા કરી ફોટા પડાવ્યા .મને જોરથી ચુંબન કરીને મુવી લેવડાવી .મારી ઉદાસીનતા ક્યાં ગાયબ થઇ ગઈ એનીજ મને ખબર નો પડી . આ ની સ્તુતિ હું લખું છું આપણે ગમે એ સારી વાત છે બાકી મનેતો બેહદ ગમે છે . આપણે યોગ્ય લાગેતો મારી કલાની કદર કરીને કોમેન્ટ આપજો .કોઈને નો ગમે એની સામે મને વાંધો નથી કેમકે ખાસતો આ મારા  નિજાનંદ માટે છે .કોઈ મારી ટીકા કરશે એ પણ મને આવકાર્ય છે .ઘણા મિત્રો એવો મને ઠપકો આપેકે આવડી ઉમરે  આવા  નખરા નો શોભે તમે હવે પ્રભુ ભજન કરો માળા ફેરવો .પણ મને રુચે એમ નથી .હું ખોટો આત્મ  ક્ષોભ કરી ધીમો આત્મ ઘાત કરવા માંગતો નથી એ વાત આપની આગળ નિખાલસતાથી રજુ કરી .અને હવે  મારી માશૂકની સ્તુતિ  લખું છું.

ગઝલના નિયમો હોયછે  ગુજરાતી ગઝલ લખનારા પણ આનીયમોનું પાલન કરતા હોય છે.બાલાશંકર કંથારિયાની ગઝલ જુવો
ગુઝારે જે શિરે તારે જગતનો નાથ તે સેજે
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે      આ સેજે અને લેજે શબ્દો છે કે જે કાવ્યનો પ્રાસ મેળવે છે અને આ પ્રાસને  મત અલા કહેવાય .હું કોઈ કવિ .નથી  મને બહુ ખબર નો પડે પણ આપ ડાહ્યાજનો મને સુચન  કરી આભારી .કરશો ગઝલમાં બાકીની કડીયોમાં  બ્દરેકમાં પ્રાસ મળવો જરૂરી નથી હોતો પણ પણ કડીનો છેલ્લો શબ્દ ઉપરના મત અલા ને મળતો હોવો જરૂરી હોય છે. આને રદ્દીફ કહેવાય . મેં જે મારા ર્હદય ના ઉમળકાથી નીકળેલી ગઝલ માં બધેજ મત અલા જ છે .
मुसिबत्मे हर इन्साको इलाही याद आता है
माशूक तू यद् आती है मुझे जब गम सताता है

बे चोर

એક દિવસ બે ભાઈ બંધ ચોરને વિચાર આવ્યો,  કે આપણે ચોરી કરવા જઈએ .ભલે તે ચોર હોય પણ શુકન, અપશુકન,  જ્યોતિષમાં બહુ માનતા હોય છે .અને જ્યોતિષીઓ પણ એ લોકોને જોષ
જોઈ દેતા હોય છે .ચોરને એવો ઉપદેશ ના આપેકે ભાઈ  ચોરી નકરો કોઈ બીજો  નીતિનો ધંધો કરો .
બંને ચોર  કોઈ અતાઈ જોષીજેવા  પાસે શુકન જોવડાવવા  ગયા .જોશીએ કીધું કે  પૂર્વ દિશામાં જજો  .બંને ચોર જોશીની વાત સાંભરી ચાલતા થયા .જોશીએ પાછળ થી બુમ મારી કે એલાવ શુકન જોવડાવ વાના  પૈસા તો દેતા જાવ ?
એટલે બંને ચોર પાછા ફરીને  જોશીને પૈસા આપવા આવ્યા .જોશીએ કીધું કે પૈસા આપવામાં ઢીલ કરી છે એટલે કદાચ ઓછી સફળતા પણ મળે .
બંને ચોર રાતનો અંધાર પછેડો ઓઢી ને કરી કરવા ઉપડ્યા . પણ ક્યાય  ચોરી કરવાની  અનુકુળતા નો આવી .એટલે વિલે મોઢે ઘર તરફ પાછા  ફર્યા એવામાં એક ચોરની નજર બે મંદિરો ઉપર પડી .એટલે એક ચોર બોલ્યો .ચલ આ મંદિરમાં હાથ ફેરો કરી લઈએ ટોકરી  બોકારી જે કઈ હાથ આવે એ લઇ ને રવાના થઈએ . આ બે મંદિરોમાં એક ગણપતિ બાપાનું હતું અને બીજું શંકર દાદાનું હતું .પેલા ચોરની વાત સાંભરી  બીજો ચોર બોલ્યો ,એલા આપણાં થી મંદિરોમાં ચોરી થાય ? ગણપતિ બાપા અને  શંકર દાદા આપણાં પૂજ્ય દેવ કેવાય . તો એક ચોર બોલ્યો તારે ના આવવું હોય તો કઈ નહી બાકી હું તો જઈશ . હમણાજ તાજેતરમાં અશોક મોઢ વાડીયે  ગણપતિ બાપાને  ચાંદીનો ગેંડો બેસવા માટે લઇ આપ્યો છે. અને  શંકરદાદાને કોઈ ભગત ચાંદીનો મોટો નાગ આપી આવ્યો છે ..એટલે તારે ન આવ્બવું હોય તો કઈ નહિ હૂતો બધી વસ્તુ ઉપાડી લઉં છું. એમ બોલી એ મંદિરમાં જઈને કીમતી વસ્તુ ઉપાડી લઈને પોટકી બાંધીને રવાના થયો . સજ્જન ચોર આ વખતે દુર ઉભો હતો ./
પાછળ ગણપતિ બાપા અને શંકર દાદા  વિચાર કરવા લાગ્યા કે આ ચોરને  કૈંક  ચમત્કાર બતાવવો જોઈએ .જો એમ નહિ કરીએ તો પછી આપણને  દુનિયામાં માનશે કોણ ?એટલે  શંકરદાદા બોલ્યા . જો આપણે કંઈ નુકસાની કરાવી હોય એનું ધનોત પનોત કાઢ વું હોય તો ઓલો દુર ઉભો છે એ ચોરને નુકસાન કરીએ આ જે આપણાં  ગેંડા  અને નાગ લઇ જાય છે  .એને જો આપણે નુકસાન કરીશું તો એ બીજી રાતે આવીને આપણી  બંનેની મૂર્તિઓ ઉપાડીને  અમેરિકા ભેગી કરશે . જોકે મારીતો મૂર્તિ નથી ફક્ત લિંગ છે તોય ચોરનું ભલું પૂછવું.
અને પછી બાપડા નિર્દોષ ચોરનું નખ્ખોદ કાઢ્યું .   “બીએ એને સૌ બીવડાવે “

आताको हमारी उमर लगे

નીચેનો સંદેશો મળ્યો .. અને થોડીક શાંતિ થઈ…

मेरे अज़ीज़ अहबाव कनक रावल&सुरेश जानी 
आप दोनों  को  उर्दू बुर्दु में रस नहीं है  फिर भी आता अताई कीउर्दू  पढ़ते हो इसी लिए  मै आपका  शुक्रगुजार हु .
मै सोमवार को होस्पिताल्मे दाखिल हुवा ; एक बार इरदे के    हुम्लेने हास्पिटल में डाला ।  दवाईया  खिला खिला के बे मोत मार डाला 

આ ઈમેલ તમને હોસ્પિટલ માં થી લખું છું  બહુ થકાવટ  કરું છું .  

બે દિવસથી ટેન્શન હતું – ‘આતા ફોન કેમ ઉપાડતા નથી? ‘ હાસ્ય દરબાર પર તો કોમેન્ટ આવે છે.
તપાસ કરતાં ખબર પડી કે, અઠવાડિયા પહેલાં હૃદયની બિમારીને કારણે હોસ્પિટલ ભેળા થ્યા’તા.
( दिलकी वो क्या बिमारी थी; मुझे नहीं मालूम! ) 
અને માત્ર રાત્રિ સિવાય ( ડો. રાજેન્દ્ર ત્રિવેદી) કોઈને અણસાર પણ આવવા ન દીધો.

વાહ! ભડનો દીકરો કહું તે !

 અને રાત્રિએ પાકી ખબર આપી કે, એન્જિયોપ્લાસ્ટી કરાવી – દિલની નળીઓમાં બે સ્ટેન્ટ મેલાવ્યા છે. આય માળો એક સ્ટન્ટ જ ને !
       જોક્સ એપાર્ટ, આપણા બધાની દુઆથી આતા સાજા સમા, રમતા, જમતા પાછા બલોગ પર આવી જાય એવી શુભેચ્છાઓ….
( પણ ઈ માણસ ખાસ કાંઈ જમતો જ નથી – એ જ તો આ ઉમ્મરે એમની સ્વસ્થતાનું રહસ્ય છે! )

dhutaro parono

રાગ —–હેજી તારે  આંગણીએ કોઈ આશા કરીને આવે
હેજી તારે આંગણીએ કોઈ ધુતારો જો આવે તો ઉભવા ન દેજે આંગણે રે  જી
હેજી તુને ભોળવીને વાતું કઢાવવા કોઈ આવે તો વેળાસર એને કાઢજે રે  જી ………….હેજી ૧
કેમ તું આંય આવીયો છો એવું ઝટ પૂછજે એને વધુ પડતું બોલવા ન દેજે રે …..ઉભવા ૨
ભાગ નળે પાણી પીજે લોજે જઈને જમજે માર ખાધા વિના ઘર ભેગો થાજે રે …….ઉભવા ૩
“આતા “કહે આ  જગતમાં   ધુતારા   વસે ઘણા   એવાની મીઠુંડી વાતોમાં નો ફસાતો રે ….ઉભવા  ૪

સોરઠ જીલ્લો ગીરનારની છાયા વાળો પ્રદેશ બહુ  રળિયા મણો.પ્રદેશ લીલુડી નાઘેર ,બરડો .ગીરનાર , ગીર કે જ્યાં સાવઝ  વસે છે .જે ભૂમિમાં  જલારામ બાપા .ભગત કવિ નરસીમેતો,મહાત્મા .ગાંધી,જન્મ્યા .આવા પ્રદેશના માણસો ,બહુ ઉદાર દિલના અને ભોળા નિખાલસ. સાધુ  ,ફકીર, સંત , બ્રાહ્મણ.વગેરે લોકોનું સન્માન કરવાવાળા હોય છે .આવી ઉદારતા અને ભોળપણ નો લાભ લઇ  વેશ પલટો કરીને  ,ઠગારા પણ આવતા હોય છે .
એક સમયે  વરસાદ બહુ સારો થયો .ખેડૂતો અને પશુપાલકો (માલધારી )બહુ ખુશ છે. આવા સમયે એક ઠગ  બ્રાહ્મણ નો  વેશ લઇ ગામડાઓમાં  ઘર ઘર ભટકવા લાગ્યો .અને એક એવે ઘરે ગયો કે જે ઘરવાળાની એકની એક  લાડકી દીકરી” લાલી” મૃત્યુ પામેલી.ઘરની માલિક બાઈ .ઠગ નાં ટીલાં ટપકાં વાળો વેશ જોઈ .ઠગને બ્રાહ્મણ સમજી તેને  નમસ્કાર કર્યા,અને પૂછ્યું  ગોરબાપા  ક્યે ગામ રહો છો?ઠગ લોકો , દારૂના અને જુગારના અડ્ડાવાળા ,વૈશ્યાઓ.game tevo chhupo વેશ પહેરીને જાય તો પણ  તે લોકો પોલીસને  એંસી ટકા  ઓળખી લેતા હોય છે. એવી રીતે  ઠગ લોકો
સામા માણસની વાતો ,હાવભાવ ઉપરથી  એ  કેવો મૂરખ છે ,એ જાણી લેતા હોય છે .   ઠગે જવાબ આપ્યો કે હું અમરાપુર થી આવું છું .(અમરાપુર=સ્વર્ગ )   સાંભળીને બાઈ એકદમ ગળગળી થઇ ગઈ અને બોલી .મહારાજ મારી લાલી થોડા દિવસથી  સરગમાં ગઈ છે ઇના કંઈ વાવડ ?  ઠગે જવાબ આપ્યો .aamto લાલી મજામાં  છે પણ આ સાતમ આઠમના તહેવારોમાં એને  ઘરેણાં  લૂગડાં  નવા નથી .
બાઈ બોલી સાચી વાત  ઇના સારું અમે નવાં લૂગડાં ,ઘરેણાં ,લીધેલાં પણ ઈ પેરે ઇના મોર તો મારી લાલી સરગે જાતી રઈ  .જો તમે મારા ઉપર દયા કરીને  મારી લાલી સારુ લૂગડાં ઘરેણાં લઇ જાવ તો તમારી ભલાઈ .ઠગ બોલ્યો .મારે હજી ઘણા ગામોમાં  જવું છે. ઘણાનાં    કલ્યાણ કરવા છે . એટલે હું આ સપેતરું ન લઇ જઈ શકું .  બાઈ બોલી મહારાજ હું તમને  સો રૂપિયા આપીશ .પણ તમે

આ સપેતરું મારી લાલીને પુગાડો.   ઠગે હા પાડી અને બાઈએ નવી નકોર પછેડીમાં લૂગડાં ,ઘરેણાં . બાંધી આપ્યા .ઉપરથી  એક લાકડી  પોટકીમાં   ખોસવા માટે આપી . ઠગતો  પોટકી ખંભે લઈને ઓલો રાજકપૂર  (आवारा हु ) એ ગીત ગાતો ગાતો જાય છે એમ ઠગ ઉતાવળે પગે હાલવા માંડ્યો . અને કોઈ પાછળ  આવતું નથીને ?એમ જોતો જોતો હાલ્યો જાય .
થોડી વારે  સાંઢડી સવાર ઘર ધણી આવ્યો .ઘરવાળી એ  હરખાઈને એના ધણી ને સમાચાર  આપ્યા કે  આપણી લાલીના સમાચાર આવ્યા હતા .એક મારાજ સરગમાંથી   આવ્યો હતો . મેં એને
લાલી સારું ઘરેણા અને લૂગડાં મોકલાવ્યા છે .  વધારે કંઈ પણ    સાંભર્યા    વિના  પૂછ્યું ઈ કંઈ બાજુ ગયો છે? અને  ભૂખ્યા તરસ્યા અને  થાકેલા માલિકે  ઊંટ ઉપર સવાર થઇ ઠગને પકડવા
માર માર કરતા ઊંટને દોડાવ્યો .ઠગે જોયું અને એ તુરત  નજીકના ઝાડ ઉપર સપેતરા સાથે ચડી ગયો .ઊંટ વાળા એ  ઝાડ નીચે ઊંટ ઉભો રાખ્યો .અને પોતે ઝાડ ઉપર ચડ્યો .અને ઠગ ઝાડ ઉપરથી ઊંટ ઉપર કુદ્યો . અન ઊંટ ને વેતો કર્યો .નિરાશ લાલીનો બાપ બોલ્યો .કે આ ઊંટ પણ ઘરેણાં અને લૂગડાં ભેગો “લાલી લેખે “

આતાવાણી – नया मुखडा

     આતાની ધરપકડ કરી, કોર્ટમાં કેસ ચલાવ્યો અને જૂનાગઢી સાવજ ‘અમો’એ એમને છોડાવી વિજયી બનાવ્યા; ત્યારે આતાવાણીનું મુખડું મજાકિયા બનાવી દીધું હતું .

     હવે આતાને વિચાર થયો કે આ બલોગડાને નવા વાઘા પહેરાવીએ તો?

     અને આ નાચીજ઼ને હુકમ થયો કે, મહાન ગ્રંથ વાંચતા હોય એવો એમનો ફોટો એક બાજુએ અને યહુદી, ખ્રિસ્તી અને ઈસ્લામ – ત્રણે મહાન ધર્મોના પૂજ્ય મહાન અબ્રાહમ પિતામહને બીજી બાજુએ વસાવો.

    હુકમ સર માથે … અને આજથી નવું મુખડું – અને  જૂનું સંભારણા માટે આ રહ્યું ….