Monthly Archives: સપ્ટેમ્બર 2015

ભાદરવાનો ભીંડો

     

      મોટી વ્યક્તિ  નમ્ર અને  વિવેકી હોય તો જ  એની મહાનતા દીપે. મગરૂર ભીંડાનો  છોડ  પોતાને  ગરમીથી  રક્ષણ  આપતા  વિશાળ  વડને  તોછડાઈથી કહે છે કે   વડ તું  આઘો ખસી જા  કેમકે હું  તારી નીચે સમાઈ નહી શકું   .હાલ ભાદરવો  મહિનો  ચાલે છે  અને  મારા શાક ભાજીના  ગાર્ડન  નાં ભીંડાના  છોડનો  ફોટો  આપ  જુવો  છો ,  અને વડ ભીંડાની  તોછડાઈ  ઉપર  લક્ષ  નહી આપતાં  કેવો નમૃતા પૂર્વક  જવાબ    આપે છે  છે તેનું વર્ણન  કવિ  કેવું કરે છે એ આપ વાંચો .

भिड़ा  भादो  मासका  वडकु  कहे ज़रूर
मोतन आईटी आवे नही  जगा  करो तुम दूर

जगा करो तुम दूर वड़े तब अर्जी किनी
वर्षा ऋतु  एक मास आस  भिंडेकु दिनी

कठे सु कविया कान  मुद्द्त  नही रही एक उंडा
आया आसो मास भूखे  सुखाया  भिंडा  ।

અને બોનસમાં આ મહા કેળા લૂમ !

આતાનું પેટ !

વિનોદ ભાઈ પટેલે એક ઈમેલ સંદેશામાં આન્ધ્રનો આ લાડુ મોકલ્યો…

laadu   અને આતાને એમણે આરોગેલી સુખડી યાદ આવી ગઈ !

  લો! વાંચો એ વાત.

————————-

    તમને એમ થશે કે  તે  વખતે   મારું પેટ મથુરાના ચોબા ના પેટ  જેવડું  વિશાળ હશે.

     ના ના મારું પેટ તો  વાહાં ને ચોટી  ગએલું   . હું તે વખતે  દરરોજના 20 માઈલ ચાલતો. એક વખત મારા ગામ દેશીંગા થી  પોરબંદર  હાલીને ગયેલો મારા  બીલખા આશ્રમમાં  સાથી વિદ્યાર્થી જયંતિ ને મળવા । આ  જમાનામાં  દેશીંગા નજીકના ગામ   કુતિયાણા થી  બસ મળતી  કુતિયાણું  દેસીંગાથી  દોઢ ગાઉં  દુર થાય  અને ત્યાંથી પોરબંદરનું  બસ ભાડું  સવા રૂપિયો થાય  તે  અરસામાં ઘીનો  ભાવ વધી ગએલો એટલે  દસ આનાનું શેર ઘી મળતું  . મારી માએ  એક શેર ઘી નાખીને  સુખડી બનાવી દીધી ,   રસ્તામાં ખાવા માટે  અને  ખાતા વધે ઈ  જયંતીને આપી દેવાની .

      હું તો સવારમાં દહીં  રોટલો ખાઈને  સુખડીનો ડબરો લઈને આડે ધડ  હાલતો થઇ ગયો . અને આઠેક  ગાઉં હાલ્યો હઈશ અને મને ભૂખ લાગી  નજીકની વાડીયે જઈને ગુંદાના ઝાડના છાંયે   સુખડી ખાવા બેઠો  .  થોડીક સુખડી બચાવીને  જયંતી  સારું લઈ જઈશ   એવો વિચાર કરેલો  . પણ જીભ  ચટ પટ  થવા લાગી  . અને હરામ છે જો જયંતી  સારું  સુખડીનું એક બટકું વધ્યું હોય તો .

    હું પોરબંદર પહોંચ્યો  જયંતિને ઘરે  ગયો  જયંતિ  કોકના લગ્નમાં જવાની તયારી કરતો હતો  . મને જોઇને બોલ્યો ભારી કામ થયું  તું આવ્યો ઈ  થોડી વારમાં બાયડીયુ  તૈયાર થઇ જાય એટલે  આપણે લગનમાં જઈએ . આ અમેરિકા થોડું છેકે એવું કહ્યું હોય કે  તમારે બે જણ નેજ  આવવાનું છે. અને લાલ શાહીથી  ખાસ લખ્યું હોય કે બાળકો નહિ .

   ઓક્ટોબરની 25 તરીકે  ડેવિડ 10 કલાક કાર ચલાવીને ઇના દોસ્તના લગ્નમાં ન્યુ જર્સી  લઈ જવાનો  છે એમાં છોકરાં કે હું  લગ્નમાં  નહિ જઈ શકીએ   હું અને બાળકો  દેવને ઘરે કે કોઈ મિત્રના ઘરે રોકાઈશું   . દેવ (મારો દીકરો  ડેવિડ બાપ ) ની સાળીની દીકરીના લગ્ન એક ગોરા છોકરા સાથે થવાના છે  .દીકરીએ પોતે  લગ્નમાં કોને તેડાવવા  એ નક્કી કર્યું છે ખર્ચ દીકરી પોતે ભોગવવાની છે।  એક ડીશના $200  ખર્ચ કરવાની છે

રામ કબીર

kabir

      સંત કબીરના ભજનોમાં રામ નો ઉલ્લેખ આવે છે તેને દશરથ રાજાનો દીકરો રામ સમજવાનો નથી પણ પરમેશ્વર સમજવાનો છે . પરમેશ્વરના અનેક નામો છે . ભાષા પ્રમાણે પણ અનેક નામો છે . પરમેશ્વરના રામ નામ ઉપરથી દશરથ રાજાએ પોતાના દીકરાનું રામ નામ રાખેલું . ઇંગ્લીશમાં god ફારસી ભાષામાં ખુદા , અરબી ભાષામાં અલ્લાહ આવી રીતે પરમેશ્વરના ભાષા પ્રમાણે જુદા નામ છે . હૂ , હક .પણ પરમેશ્વરનું અરબી  ભાષામાં નામ છે .

     એવી રીતે તેની પ્રાર્થના પુજાના પણ અનેક પ્રકાર છે , કોઈએ કીધું છે કે

एक हू की इबादतकेदस्तूर हज़ारो है.
नाक्स बजाता ब्रहमन ,आज़ाने मोयुज्जिन है

      મતલબ કે પરમેશ્વેર એકજ છે પણ તેને પૂજવાના પ્રકારો લોકોએ પોતાની ઈચ્છા પ્રમાણે રાખ્યા છે બ્રાહ્મણ મન્દિરમાં જેમ શંખ ફૂંકે છે એવી રીતે મસ્જીદમાં મુલ્લા બાંગ પુકારે છે . .કબીર સાહેબે પોતાના અનુભવ પ્રમાણે જે વાત સાચી લાગી છે એ કોઈની શેહમાં તણાયા વગર બે ધડક સાચી કીધી છે . તેઓએ કેટલાક દોહરા અને ભજનો પણ બનાવ્યા છે એ લોકોને ગળે ઉતરે એવા છે

क़बिरा खड़ा बजारमे मांगे सबकी खैर ना किसीसे दोसति ना किसीसे बैर
कबीरा हसना दूर कर रोनेसे कर प्रीत , बिन रोए नही पाएगा प्रेम ,पियारा ,मीत

    કબીર સાહબ રહેતા તો હતા કાશીમાં પણ એની લોક પ્રિયતા ભારત આખામાં ફેલાએલી હતી . એક વખત કબીર સાહેબનો ચાહક ઘણે દુરથી તમને મળવા આવ્યો। પૂછ પરછ કરીને એનું ઘર શોધ્યું .કબીરનું ઘર કસીવાળમાં હતું અને એમનું ઘર એક ઓસરીએ એક ખાટકી નું હતું . આ કસાઈના આંગણામાં પશુઓના માથાં ,ચામડાં . પડ્યાં હતાં આવું દૃશ્ય જોઈ કબીરને મળવા આવનારને બહુ ઘૃણા થઇ એને થયું કે કબીર જેવા મહા જ્ઞાનીને આવા સ્થળે રહેવાનું કેમ ફાવતું હશે ,

     કબીર પત્નીને પૂછવાથી ખબ પડી કે કબીર શોચ ક્રિયા કરવા માટે બહાર જંગલમાં ગયા છે. સાંભળીને એ એકદમ જવા માંડ્યો , કબીર સાહેબની પત્નીએ વિનંતી કરી કે તમે થોડી વાર બેસો એ થોડી વારમાં આવી જશે . પણ તેને આજુબાજુનું વાતાવરણ જોઈ ઘણું સુગ ચડી ગએલું એટલે તે રોકાણો નહિ , તુર્ત જ બહાર નીકળી ગએલો અને જંગલને રસ્તે કબીરની રાહ જોતો ઉભો રહ્યો . થોડી વારમાં કબીરને આવતા જોયા . જ્યારે કબીર
નજીક આવ્યા ત્યારે એ માણસે રામ કબીર કહી કબીરને પ્રણામ કર્યા ,અને બોલ્યો .

कबीरा तेरी कोटड़ी गल कटियन के पास

સાંભળીને કબીર બોલ્યા ,

करेगा सो भरेगा तू क्यों भैया उदास

રહિમન ખાન ખાના

વિકિપિડિયા પર રહીમ વિશે જાણવા અહીં ક્લિક કરો

  આપે રહીમના  દોહા  વાંચ્યા હશે   . આજે હું  રહીમ વિષે થોડી વાત પણ લખીશ  , અને  પ્રસંગોપાત  દોહરા પણ લખીશ  અને આપને વાંચવા આપીશ  .

धन्य रहीम जल कूपको लघु जिय पियत अघाय
उदधि बड़ाई कौन है जगत   पियासो   जाय

         રહીમ અકબરના વજીર  બહેરામ્ખા નો દીકરો હતો   . એ સંસ્કૃત ભાષાનો પણ વિદ્વાન હતો  રહીમ  ઉર્ફે રહિમન  ખાન ખાના  નામથી પણ ઓળખાતો   , રહિમન ની વધી રહેલી લોક પ્રિયતા  એની પ્રતિષ્ઠાની   કેટલાક   વિઘ્ન સંતોષી  લોકોને ઈર્ષા થતી  . એક વખત આવા ઈર્ષાળુ   લોકોની ઈર્ષાએ  માજા મૂકી અને એને કાફર  કહીને વગોવ્યો   . પ્રસિદ્ધ ઉર્દુ શાયર  મિર્ઝા ગાલીબની પણ આવી દશા થએલી એનો એક શેર

ग़ालिब  बुरा न मान  अगर वाइज़ बुरा कहे
ऐसा भी है कोई जिसे सब अच्छा कहे ?

       રહિમન દાનેશ્વરી પણ હતો  . સવારમાં નિત્ય કર્મ પૂર્ણ કર્યા પછી  એ પૈસાની  કોથળી લઇ  પોતાના ઘરના ઓટલા ઉપર આગળ  બેસીને  કોઈ બી માણસ લાંબો  હાથ કરે એને  પોતાનું માથું  નીચું રાખી   અમુક પૈસા આપી દેતો  . લોકો એ  રહિમન  ને  કીધું તું  કે તું  લોકોને એના સામે જોયા વગરજ  કેમ  દાન આપે છે ? ત્યારે  રહીમને ઉત્તર આપ્યો કે

देने वाला कोई और  है  भेजत है  दिन रेन
लोक भरम मुझ पर करे तासो निचे नैन

        ઈર્ષાળુ લોકોના ત્રાસના કારણે કજિયાનું કાળું મોઢું કરી  દિલ્હી છોડી દીધું  અને  તે કાશી  કે જેનું નામ અકબરે બનારસ  રાખ્યું છે  . ત્યાં રહેવા જતો રહ્યો  . અને છુપી રીતે રહેવા લાગ્યો  .અને મધુ કરી   કરીને  પોતાનો નિર્વાહ કરવા લાગ્યો  . મધુકરી  એટલે  એક થેલીમાં  લોકોને ઘરેથી  તૈયાર રાંધેલું જમવાનું લઇ આવે।  કોઈ પ્રકારની આભડ   છટનો ભય  રાખ્યા વગર અને પછી આ  ખાદ્ય પદાર્થ  ભરેલી થેલીને
ગંગામાં ઝબોળી લેવાની કે જેથી કરી  ખોરાક પવિત્ર થઇ જાય

      એક વખત  કોઈ  જરૂરિયાત મંદ ને  પૈસાની જરૂર પડી  અને પૈસા રહીમ પાસેથી મળશે એ આશાએ  તે માણસ દિલ્હી આવ્યો ત્યારે ખબર પડી કે રહીમ  દિલ્હી છોડી જતો રહ્યો છે તે ક્યા ગયો છે એની કોઈને ખબર નથી   , પછી કોઈ રહીમના ઓળખીતા  સજ્જન માણસે  રહીમ કાશીમાં રહે છે  . કાશીમાં એનું કોઈ સ્થાયી  સ્થળ નથી જ્યાં ત્યાં  પડી રહે છે  પછી એ  દયાળુ  માણસે  રહીમના ચહેરાની ઓળખાણ આપી  . એટલે આ લોકો  કાશી આવ્યા અને મહા  મુસીબતે રહીમને  ગોતી કાઢ્યો  .  અને રહીમને મળ્યા  . અને રહીમ પાસે પૈસાની માંગણી કરી  ત્યારે રહીમે દોહરો કીધો

मांगे घटत रहीम पद  करो किता बढ़ी काम
तीन पैर वसुधाकरी तउ  वामन नाम

અને વધુમાં કીધું કે 

यह रहीम घर घर फायर मांगी मधु करी खाय   ,
यारो यारी छोड़ दो वो रहीम अब नाही

એટલે માગવા આવનાર લોકોએ  સામે  દોહરો કીધો કે.

हिमन वो नर मरचुके जो कही मांगन ज्जय
उनसे पहले वो मुवे जिस मुख निकसि नाय
रहिमन दातादरिद्र तर  ताऊ याशिवे योग
ज्यु सरितन सुखी परे कुंवा खानवत लोग

       પછી રહીમને દયા આવી અને માગવા આવેલા લોકોને  પોતાના પ્રશંશક અને ધનાઢ્ય  ઉદાર   માણસ ઉપર ચિઠ્ઠી  લખી આપી અને આ લોકોને જરૂર પ્રમાણે  પૈસા આપવાનું કીધું  .

સંસ્કૃત  પાઠશાળામાં  ઉર્દુ ભણવા મળ્યું .

             હું  ઈંગ્લીશ વિના  ગુજરાતી 7 ધોરણ ભણી  ઉતર્યો  . હું ભણવામાં હોશિયાર વિદ્યાર્થી હતો  . ભણવું મને ગમતું હતું   પણ મારા 12 રૂપિયા  માસિક પગારદાર  બાપને  મને આગળ ભણાવવાની ત્રેવડ નોતી. પછી મને બીલખા  શ્રીમન્નથુરામ  શર્માના આશ્રમમાં  સંસ્કૃત  ભણવા  માટે દાખલ કર્યો  .  અહી  જમવાની અને રહેવાની અને ભણવાની  મફત  સગવડ હતી   . આશ્રમમાં  કાયમ રહેતા  ટ્રસ્ટી  માણેકલાલ  ચંદારાણા ને મારા બાપા  ઓળખાતા હતા  . આશ્રમમાં મને દાખલ કરતી વખતે  બાપાએ વાત કરીકે મારા દીકરાને  કથા  વાર્તા  ,   લગ્ન  ,  શ્રાદ્ધ  , વગેરે યજમાન વૃતિ કરીને  રોટલા રળી ખાવાનું ભણવાનું નથી  . આવો ધંધો  કરવાનું  છોડીને  મારા દાદા કાનજી બાપા  બાબી મુસલમાન દરબારની નોકરી કરવા આવેલા અને હું પણ  દરબારની નોકરી કરું છું  ,પણ મારા દીકરાને  સંસ્કૃત સાહિત્ય ભણવાનું છે  .  માણેકલાલ બાપા કબુલ થયા  . અને હું  બિહારના  મૈથીલ  બ્રાહ્મણ  રઘુનન્દન ઝા  કે  જેને   ન્યાય વ્યાકરણના   આચાર્યની  ડીગ્રી હતી  .   અને હું સંસ્કૃત  અલ્ફાબેટ    आईरूण  , શીખવા માંડ્યો  ,

     આશ્રમમાં  કોઈ બી જાણ્યો  અજાણ્યો શખ્સ ત્રણ  દિવસ માટે  માનવંતા  મહેમાન તરીકે રહી  શકે એવો કાયદો હતો. એક વખત એક પંજાબનો ઉર્દુ સંપ્રદાયનો સાધુ આવ્યો  .  મને સાધુ સંત  કથાકારો ચારણ ભાટ જેવા  લોકો પાસેથી  કશુંક જાણવાની હમેશા જીજ્ઞાસા વૃતિ રહી છે. હું સાધુ પાસે ગયો . સાધુ આ વખતે એક ઉર્દુ ચોપડી વાંચી રહ્યો હતો. આ વખતે  મારી એવી માન્યતા હતી કે  ઉર્દુ ભાષા એ  મુસલમાન  ધર્મ પાળનારાઓની ભાષા છે  . મેં સાધુને પૂછ્યું તમે સાધુ થઈને  ઉર્દુ ચોપડી શામાટે વાંચો છો  ?
સાધુ બોલ્યો  હું  બ્રહ્માનાન્દ્ના ભજનોની ચોપડી વાંચું છું , અને વધુમાં તે બોલ્યો ઉર્દુ એ કોઈ જાતી કે ધર્મની ભાષા નથી  . અને આ ભાષા  ભારતમાં  મુસલમાન  બાદશાહોના વખતમાં  નવી જન્મેલી ભાષા છે એ જમાનામાં  દિલ્હી અને ઉત્તર ભારતમાં એક ખડી  ભાષા તરીકે ઓળખાતી  ભાષા લોકો બોલતા હતા  . ઉર્દુમાં  ભારતની ઘણી ભાષાઓના શબ્દો તેમજ  તુર્કી ભાષાના શબ્દો પણ છે  અને અપ્ભ્રુંશ  થએલા  ઈંગ્લીશ શબ્દો  પણ છે પણ  વધારે શબ્દો ફારસી અને અરબી ભાષાના છે  . ઉર્દુ શબ્દ એ તુર્કી ભાષાનો છે કે જેનો અર્થ લશ્કરની છાવણી  અથવા   છાવણીનો બજાર  એવો થાય છે  .

     મને પહેલેથીજ  ઘણા લોકોની જેમ  પોતાનામાં કૈક  વિશેષતા છે  એવું કરી બતાવવાનો શોખ. આ કારણે  હું મારા ખુલ્લા હાથે કોબ્રા કાળા વીંછી  પકડી લઉં છું અને મારા શરીરે ફરવા દઉં છું   . અને મારા મોઢાંમાં  પણ મૂકી શકું છું   . ભરો ભમરી મધમાખીને પણ પકડી ને મારા મુખમાં   મૂકી શકું છું.

     સાધુની વાત જાણ્યા પછી  મને  એમ થયું કે આવી લીટા લીટા વાળી ભાષા  મને આવડતી હોય તો મિત્રો આગળ મારો વટ પડે  મેં સાધુને પૂછ્યું તું મને ઉર્દુ લખતા વાંચતા  શીખવ ખરો  , સાધુ બોલ્યો  હા પણ  એ માટે મને  ફક્ત  સાધારણ  લખતા વાંચતા  શીખવવા માટે  ઓછામાં ઓછો એક મહિનાનો સમય  જોઈએ  અને એટલો લાંબો વખત હું  અહી રહી નો શકું।  છતાં હું આશ્રમના સત્તા વાળાઓને  પુ છી જોઇશ  જો મને એ એક મહિનો અહી રહેવા દ્યે  તો હું તુને બહુજ  મામુલી લખતા વાંચતા શીખવી દઉં

      સાધુએ  આશ્રમના વ્યવસ્થાપક  ત્રિભોવન બાપાને પૂછ્યું  . ત્રિભોવન બાપાએ  કાયમ આશ્રમમાં રહેતા  બ્રહ્મચારી ટ્રસ્ટી  પ્રકાશજી બાપુને પૂછ્યું   પ્રકાશજી આ દેશીંગા બાંટવા  ઉર્દુ શીખવા માગે છે.  ગોરા અધિકારી પ્રાંત સાહેબે  જ્યારે તેઓ આશ્રમનું મુલાકાતે આવેલા ત્યારે  મને પૂછ્યું તમે  ક્યા ગામના છો મેં કીધું હું દેશીંગા નો રહેવાસી છું  ત્યારે પ્રાંત સાહેબે  પ્રશ્ન કર્યો  . દેશીંગા  બાંટવા ? બસ ત્યારથી આશ્રમમાં મારું નામ દેશીંગા  બાંટવા પડી ગએલું  ;

       અને બાપુ હું સ્નાન સન્ધ્યા પ્રાણાયામ  કરીને સાધુ ગુરુ પાસે  ઉર્દુ ભણવા બેઠો  અલ્ફ ,બે , પે। તે  તે।  ટે સે   .  અને પછી હું  બ્રીટીશ આર્મીમાં ભરતી થયો અને ઉર્દુ વધુ શીખ્યો  અને પછી ભૂલ્યો પણ ખરો કેમકે મારી નોકરીમાં મને  સમય બહુ નો મળતો  પણ પછી અમેરિકા આવ્યા પંછી મને સમય મળ્યો  મેં ઉર્દુ પ્રેકટીશ વધારી  અને  પછી તો જેમ  હળદળ  નો ગાંથીઓ મળે અને ગાંધી  કહેવડાવવા મંડે  એમ હું ઉર્દુ ભાષામાં કવિતા  બનાવવા મંડી  ગયો જેમાં  સુર શરાબ  માશુકની શેર શાયરી વધુ બનાવી છે  ભજન પણ  બનાવ્યા છે

     લ્યો આ  જે મારા મનમાં હતું તે  તમારી આગળ ખુલ્લામ ખુલા કહી દીધું.  હું ઉર્દુ મેગેજીન પણ મગાવવા મંડી ગયો  જે મને મફતમાં મળતા હતાં પણ  સુરેશ જાનીની જેમ

मेरी खातिर ख्वाह  बेगम  उर्दूके खिलाफ थी  तो हमने उर्दू मेगेज़ीन मनवाना बांध कर दिया   तो ये बाते आपके आगे आश्करा करदिया   .

खुद हाफ़िज़

કૃષ્ણ જન્મ નિમિત્તે એક રાસડો

એક કૃષ્ણ જન્મ નિમિત્તે એક રાસડો આપને વાંચવા આપું છું  .ગીતમાં 4 વસ્તુ બહુ મહત્વની હોય છે  .

  1.  કવિએ અલંકારિક શબ્દો વાપરીને  ગીતની રચના કરી હોય
  2.  કેવી ઢબથી ગાવું
  3. સારા મધુર સુરીલા અવાજ વાળું  ગાનારું  લતા મંગેશકર, આશા ભોસળે  , મહમદરફી   ,  મુકેશ   . જેવું કોઈ ગનારું હોય
  4.  એના માટે તાલબધ્ધ  . વાજિંત્રો હોય  તો રંગ જામતો હોય છે  .

હવે આ પિંગળ શાસ્ત્ર  ભણ્યા વગરના  ગામડિયા કવિનો   રાસડો વાંચો  .

આજ કાના તારો જનમ દિવસ અમે ઉજવીશું  ,
જનમ દિવસ ઉજવીને મોજુ માણશું
આતો જનમ દિવસ ઉજવીને મોજુ માણશું  .   1
ખારેક ટોપરાને ઘીમાં  બાવળીયો ગુંદ ભેળવીશું
કાઠાતે ઘઉંનો  લોટ નાખી લાડુડા  બનાવીશું
આતો કાઠાતે  ઘઉંનો  લોટ નાખી  લાડુડા  બનાવીશું   .2
ઇરે લાડુડા માતા  જ્શોદાજીને કાજે જો
ધાવણીયા   ધવરાવે કાનાને હેતથી
 આતો   ધાવણીયાં  ધવરાવે  કાનાને  3
પાંચ સાત  ભાઈ ભેગા  મળીને રાસ રમીશુંજી
રાસડાની  રમ ઝટે ઢોલડિયાઢબુકશે
આતો રાસડાની  રમઝટે  ઢોલડીયાં  ઢબુકશે   4
“આતાશ્રીએ ”  આ રાસડો   પ્રેમથી   બનાવ્યો જો
ગાય  સુણેને  લખે વાંચે   સમૃધ્ધિ  એની  બમણી થશે
આતો  ગાય  સુણેને  લખે  વાંચે  સમૃધ્ધિ એની  બમણી   થશે   5

દેશિંગા દરબાર – નવરંગખાં બાપુ

.         સમય માણસને ક્યાં નો ક્યાં મૂકી દ્યે છે  . એક મારા ગામના દરબાર (બાબી  મુસલમાન ) જેનું નામ નવરંગ ખાં હતું . એ બહુ ઉદાર દિલનો માણસ હતો  .  ભાગ્યેજ શિકાર કરતો.  પણ એના  પસાયતા  ચાંદખાં   નો દીકરો   સિદી ઉર્ફે રેમાનખાં  કે જેની માં વૈષ્ણવ પટેલની દીકરી હતી  .તે બહુ શિકાર કરતો  ગામ અને ગામની સીમમાં   હરણાં તો નોટા રેવા દીધાં પણ મોરલા પણ મારી ખાધેલા  અવશ્ય બાપુ પણ   તૈયાર  મારેલો શિકાર ખાય ખરા.

       જે મુસલમાનના  નામની  પાછળ  ખાં નો પ્રત્યય લાગ્યો હોય એ બધાજ પઠાણ હોય એવું ન સમજવું  .ઇડર બાજુના ખાં ઠાકરડા  માંથી મુસલમાન થએલા છે   . પણ તેઓને  મુસલમાન રાજ્ય કર્તાઓએ   ખાં   પ્રત્યય આપ્યો હોય છે   . જયપુર બાજુના  કાયમ ખાંની મુસલમાનો ના વડવાઓ રાજપૂત હતા તેને પણ  બાદશાહોએ  ખાં નો ઈલ્કાબ આપેલો હોવાથી  તેઓ પોતાના નામની પાછળ  ખાં પ્રત્યય  લગાડે છે.  મુસલમાન ભાઈઓને આ બાબત ની વધુ ખબર હોય છે.

       એવી રીતે  સીદી સિપાઈ જાતિનો હતો   .  એ લોકોના કહેવા પ્રમાણે બાદ્શાઓના વખતમાં  એમના  વડવાઓ  લશ્કરમાં  સિપાઈ હતા   . સિદીનો બાપ ચાંદ ખાં સરદાર ગઢના (જુનું નામ ગીદડ) પટેલ ખેડૂતનો સાથી હતો  . પટેલની જુવાન કુવારી દીકરી ગલાલ  ચાંદ  ખાં ને ભાત દેવા જતી   .  પટેલને એ ખબર  નહી હોય  કે   विद्या वनिता  ड्रम लता यह नही चीनी ज़ात जो रहे  नित उसके संगमे ताहिमे लिपटात  .   અને પછી  સરદારગઢ ના  બાબી  દરબારે  નિકાહ પઢાવી  આપ્યા.

     નવરંગખાં  બાપુ  સાતમ આઠમમાં  લોકો સાથે  જુગાર રમવા બેસી જાય   . બાપુની વાઈફ આમોદના મોલેસલામ  ગરાસીયા  હમીર સિહ ની  દીકરી હતી  અને તેનું નામ પ્રતાપબા હતું ; બળેવના દિવસે  બ્રાહ્મણો  બાપુને રક્ષા બંધન   કરવા આવે.  બાપુ એને દક્ષિણા આપે અને  હથિયારોને  રાખડી બાંધવાનું કહે  . વાદી લોકો  તાજો પકડેલો  કોબ્રા  કે અજગર  દેખાડે તો એને પૈસા આપે.

     પછી ભારત દેશ આઝાદ થયો  . બાપુને  સાલિયાણું મળવા  લાગ્યું  સાલીયાણા માં  ઘર ખર્ચ નીકળે નહી   . છેલ્લે છેલ્લે  સદ્દામ   હુંસેનની જેમ  બાપુએ દાઢી  રખાવેલી  .  બાપુની માઠી દશા બેઠી  બાપુ ફાળો લેવા દેશીંગા  લોકોએ એને થોડા હજાર રૂપિયા કરી આપેલા

देशिंगा दरबारसे गदा  निरशन जाइ   
समा पलटा जब उस नवरंगका  बस्तीसे भिक मंगाई
संतो भाई समय बड़ा हरजाई   .

અમુ ભાઈ

         એક અમારા દુરના સગા  નો જન્મ આફ્રિકા  થયેલો તેઓના બાપ  દાદાનું  મૂળ ગામ  મારા ગામથી આઠેક માઈલ દુર  એ ને મારી મશ્કરી તેને નાની ઉમરના થવાનો શોખ  તેમનું નામ અમૃતલાલ  દવે પણ તેને અમુભાઈ દવે કહો તો ગમે  એમના વાઈફ  પુષ્પાબેન   તેને મારી વાઈફથી  પુષ્પાબા કહેવાય ગયું  એમાં  અમુ ભાઈ દવે મારા ઉપર ખીજાય ગએલા  મને કહે ભાનુ બેનને નાનું થવું છે ? એનાથી    મારી વાઈફને  બા કેમ કહેવાય   . તમેજ ભાનુ બેનને  મારી વાઈફને બ કહેવાનું શીખવ્યું હશે
અમારી બાજુ ગરસીયાની નાની દીકરીને પણ બા કહીને બોલાવાય  એટલે ભાનુબેનને એમ થયું કે  પુષ્પા બેનને હું બા કહું તો વધારે ગમશે   . જોકે અમુભાઈ મને ફક્ત હિંમત લાલ જ કહે  હું એના કરતાં હું દસેક વરસ મોટો અને પોતાને ભાઈ કહેવડાવવું ગમે   , હાલ એ પરલોક ગયા છે  . અહી બેઠાં મને એની બીક લાગે છે કે  જો મારાથી એમને અમૃતલાલ કહેવાઈ જશે તો એ  સ્વર્ગમાં કે નરકમાં  જ્યાં હશે ત્યાંથી  મારા ઉપર છુટા  પથરા  ફેંકશે  .
એક વખત પુષ્પા બેન એમની પાસે બેઠાં તા અને પોતે મને કીધું હિંમતલાલ  આજતો તમને હું ખુશી થઈને  મારી ઉમર માંથી  20 વરસ કાઢીને તમને હું અર્પણ કરું છું હું બોલ્યો તથાસ્તુ  . પણ પુષ્પા  બેને કીધું   . આમ કેમ બોલો છો  . અમુભાઈ બોલ્યા   એને જો હું મારી ઉમરમાથી   20 વરસ આપું તો હું એટલો નાનો થઇ જાઉં અને એ વહેલા  ભાનુબેન પાસે જતા રહે તો  ભાનુબેનને  સ્વર્ગમાં  સથવારો  રહે   .
હું અમુભાઇને થોડા દિવસ ન મળ્યો હોઉં તો  હું જ્યારે ભેગો થાઉં  ત્યારે કહે  હજી તમે જીવો છો ? મને એમ કે તમે ભાનુબેન પાસે જ્તારહ્યા .

      હું જવાબ આપું કે    મોત વગર થોડું મરાય છે ? તો અમુભાઈ કહે ઝેર ખાવ તો મારી જાઓ

      હું કહું કે ઝેર મારે કાઢવું ક્યાંથી  . તો તે  કહે  હું લાવી આપીશ  તમને હું મફત આપીશ અને તમને એક પૈસાનો પણ ખર્ચ નહિ થાય  . અમુભાઈ બહુ મશ્કરા માણસ  પણ ફક્ત મારીજ મશ્કરી  કરવાની  એમને મઝા આવતી  .
આ અમુ ભાઈ  દોઢેક વરસ  પહેલા  પરલોક જતા રહ્યા છે પણ જ્યારે ગયા ત્યારે  મને મળવા પણ નો આવ્યા કે કોઈ સમાચાર પણ નો મોકલાવ્યા કે  હું  હવે પરલોક જાઉં છું  તમારે કોઈ ભાનુ બેનને  સમાચાર આપવા હોય તો હું લેતો જાઉં  .\

आगाह अपनी मोतसे कोई बशर नहीं
सामान सो ब्रस्का कल्कि खबर नही   .