ભાદરવાનો ભીંડો

     

      મોટી વ્યક્તિ  નમ્ર અને  વિવેકી હોય તો જ  એની મહાનતા દીપે. મગરૂર ભીંડાનો  છોડ  પોતાને  ગરમીથી  રક્ષણ  આપતા  વિશાળ  વડને  તોછડાઈથી કહે છે કે   વડ તું  આઘો ખસી જા  કેમકે હું  તારી નીચે સમાઈ નહી શકું   .હાલ ભાદરવો  મહિનો  ચાલે છે  અને  મારા શાક ભાજીના  ગાર્ડન  નાં ભીંડાના  છોડનો  ફોટો  આપ  જુવો  છો ,  અને વડ ભીંડાની  તોછડાઈ  ઉપર  લક્ષ  નહી આપતાં  કેવો નમૃતા પૂર્વક  જવાબ    આપે છે  છે તેનું વર્ણન  કવિ  કેવું કરે છે એ આપ વાંચો .

भिड़ा  भादो  मासका  वडकु  कहे ज़रूर
मोतन आईटी आवे नही  जगा  करो तुम दूर

जगा करो तुम दूर वड़े तब अर्जी किनी
वर्षा ऋतु  एक मास आस  भिंडेकु दिनी

कठे सु कविया कान  मुद्द्त  नही रही एक उंडा
आया आसो मास भूखे  सुखाया  भिंडा  ।

અને બોનસમાં આ મહા કેળા લૂમ !

4 responses to “ભાદરવાનો ભીંડો

  1. Vinod R. Patel સપ્ટેમ્બર 29, 2015 પર 9:39 એ એમ (am)

    આતાજી, સરસ બોધદાયક વાત કહી .શોધવા જઈએ તો સમાજમાં ભાદરવાના ભીંડા બહુ મળી આવે.
    સાચી મગરૂરી જરૂરી છે પણ ભાદરવાના ભીંડા જેવી પાયા વગરની મગરૂરી બરાબર નહિ . વડ હોય એને શી પરવા છે .એને તો ભીંડાની દયા ખાવાની, બીજું શું ! અધુરો ઘડો છલકાય ઘણો .

    તમારી વાડીનો ભીંડો સરસ તાજો દેખાય છે . ભીંડા અને બેસન નાખી બનાવેલી રગડા જેવી કઢી અને બાજરીનો માખણ લગાડેલો રોટલો હોય તો વાહ ભાઈ વાહ !

  2. Vinod R. Patel સપ્ટેમ્બર 29, 2015 પર 9:48 એ એમ (am)

    તાડના થાંભલા જેવી કેળાની લૂમ જોયા કરીએ એવી છે. ખાઓ પછી એટલા બધા કેળાંનું શું કરો છો ?

    ભીંડાના ચિત્રમાં એક મોટો ભીંડો અને એક નાની ભીંડી જોઇને એમ થયું જાણે એક મા એના બાળકને ઉછેરી રહી છે ! કહેતી હશે બેટી ભીંડી , જલ્દી જલ્દી હું જતી રહું એ પહેલાં મોટી થઇ જા ! ભીંડાને વધતાં વાર નથી લાગતી. અમારા બેક યાર્ડ માં પણ એક વાર ભીંડા વાવ્યા હતા. પથરાળી જમીનને લીધે બહુ થતા ન હતા.

  3. pragnaju સપ્ટેમ્બર 29, 2015 પર 11:15 એ એમ (am)

    ભીંડો ભાદરવા તણો, વડને કહે : “સુણ વીર,
    સમાઉં નહિ હું સર્વથા, તું જા સરવરતીર.”

    “તું જા સરવરતીર”, સુણી વડ ઊચર્યો વાણી,
    “વીત્યે વર્ષાકાળ, જઈશ હું બીજે જાણી.”

    દાખે દલપતરામ, વીત્યો અવસર વર્ષાનો,
    ગયો સુકાઈ સમૂળ, ભીંડો તે ભાદરવાનો.દલપતરામના આ કહ્યા બાદ અમારા વૈદ્ય કાકા કહે
    ભીંડા ફક્ત એક શાકભાજી જ નહી પણ આપણા શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરનાર આર્યુવેદિક ઓષધી તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. ભીંડામાં વિટામિન એ, બી, ઈ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે અને મેગ્નેશિયમ, પોટેશિયમ. કેલ્શિયમ જેવા તત્વો પણ જોવા મળે છે. ભીંડાનુ સેવન કરવાથી આપણુ શરીર અનેક રોગોથી છુટકારો મેળવી શકાય છે.

    ભીંડામાં રહેલા ચીકણા રેસાદાર ફાઈબર આપણા શરીરને સ્વસ્થ રાખે છે.
    ભીડાનુ સેવન કરવાથી પેટ સંબંધિત રોગો જેવા કે પેટનો દુ:ખાવો, કબજિયાત, પેટમાં ભારેપણુ અનુભવવુ જેવી બધી સમસ્યાઓમાંથી રાહત મળે છે અને સાથે આપણી પાચન ક્રિયાને પણ ઠીક કરવામાં મદદ કરે છે.
    ભીંડાનુ સેવન કરવુ ડાયાબીટિશના રોગીઓ માટે પણ ફાયદાકારી સાબિત થાય છે.
    ભીંડાના શાકનુ સેવન કરવાથી નેત્ર દ્રષ્ટિ તેજ થાય છે અને આંખો સંબંધિત રોગોમાંથી રાહત મેળવી શકાય છે.
    વાળોની સારી કંડીશનિંગ માટે ભીંડાને પાણીમાં ઉકાળીને એ પાણીમાં લીંબુના કેટલાક ટીપા નાખીને વાળમાં લગાવો.
    ભીંડામાં રહેલા લસદાર ફાઈબર અને કેલ્શિયમ હાડકાઓ માટે ફાયદાકારી હોય છે અને સાંધાના દર્દમાંથી રાહત અપાવવામાં મદદરૂપ સાબિત થાય છે.
    ભીંડામાં એવા એંટીઓક્સીડેંટ્સ જોવા મળે છે જે આપણી ત્વચા માટે ફાયદાકારી સાબિત થાય છે. ભીંડાનુ સેવન કરવાથી ચેહરાના દાગ-ધબ્બાથી રાહત મળે છે અને ચેહરાની કરચલીઓમાંથી રાહત મળે છે.
    ભીંડાનું સેવન કરવાથી યુરીન ખુલીને આવે છે અને બળતરા પણ ઓછી થાય છે.
    ભીંડા વજન ઓછુ કરવામાં પણ મદદ કરે છે. તેનુ સેવન કરવાથી વજન ઘટવુ શરૂ થઈ જાય છે.
    એક લૂમ કેળા કરતા જુઓ0:06
    #YTBillionare: BANANA WALL
    YouTube Billionaire with AronChupa દ્વારા
    6 મહિના પહેલાં35 વાર જોવાઈ
    This video is a part of the YouTube Billionaire project by Aron Chupa. Visit http://www.youtubebillionaire.com to turn your YouTube ..

  4. pravinshastri સપ્ટેમ્બર 29, 2015 પર 3:30 પી એમ(pm)

    રવિવારે બપોરે આતાનો ફોન આવ્યો. ભિંડાની વાત નીકળી. એમણે થોડું ગાઈ સંભળાવ્યું. કહેતા હતા કે સુરેશ જાની વગર એમની આતાવાણી સૂકાઈ જાય છે. સુરેશ જાનીની દાઢી માં વારંવાર હાથ નાંખવો પડે છે. હવે સવાલ એ છે કે સુરેશભાઈને દાઢી જેવું છે ખરું? આતા ય ખોટી ખોટી વાત કરતા થઈ ગયા છે. અમને બધાને ખબર છે કે જાની અમે દોઢ કલાક માથું ખજવાળીયે તોયે ના સમજાય એવું કોમપ્યુટરનું કામ અડધી મિનિટમાં કરી આપે છે. આતા બ્રહ્મભોજન કરાવી દો.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: