Daily Archives: સપ્ટેમ્બર 8, 2015

સંસ્કૃત  પાઠશાળામાં  ઉર્દુ ભણવા મળ્યું .

             હું  ઈંગ્લીશ વિના  ગુજરાતી 7 ધોરણ ભણી  ઉતર્યો  . હું ભણવામાં હોશિયાર વિદ્યાર્થી હતો  . ભણવું મને ગમતું હતું   પણ મારા 12 રૂપિયા  માસિક પગારદાર  બાપને  મને આગળ ભણાવવાની ત્રેવડ નોતી. પછી મને બીલખા  શ્રીમન્નથુરામ  શર્માના આશ્રમમાં  સંસ્કૃત  ભણવા  માટે દાખલ કર્યો  .  અહી  જમવાની અને રહેવાની અને ભણવાની  મફત  સગવડ હતી   . આશ્રમમાં  કાયમ રહેતા  ટ્રસ્ટી  માણેકલાલ  ચંદારાણા ને મારા બાપા  ઓળખાતા હતા  . આશ્રમમાં મને દાખલ કરતી વખતે  બાપાએ વાત કરીકે મારા દીકરાને  કથા  વાર્તા  ,   લગ્ન  ,  શ્રાદ્ધ  , વગેરે યજમાન વૃતિ કરીને  રોટલા રળી ખાવાનું ભણવાનું નથી  . આવો ધંધો  કરવાનું  છોડીને  મારા દાદા કાનજી બાપા  બાબી મુસલમાન દરબારની નોકરી કરવા આવેલા અને હું પણ  દરબારની નોકરી કરું છું  ,પણ મારા દીકરાને  સંસ્કૃત સાહિત્ય ભણવાનું છે  .  માણેકલાલ બાપા કબુલ થયા  . અને હું  બિહારના  મૈથીલ  બ્રાહ્મણ  રઘુનન્દન ઝા  કે  જેને   ન્યાય વ્યાકરણના   આચાર્યની  ડીગ્રી હતી  .   અને હું સંસ્કૃત  અલ્ફાબેટ    आईरूण  , શીખવા માંડ્યો  ,

     આશ્રમમાં  કોઈ બી જાણ્યો  અજાણ્યો શખ્સ ત્રણ  દિવસ માટે  માનવંતા  મહેમાન તરીકે રહી  શકે એવો કાયદો હતો. એક વખત એક પંજાબનો ઉર્દુ સંપ્રદાયનો સાધુ આવ્યો  .  મને સાધુ સંત  કથાકારો ચારણ ભાટ જેવા  લોકો પાસેથી  કશુંક જાણવાની હમેશા જીજ્ઞાસા વૃતિ રહી છે. હું સાધુ પાસે ગયો . સાધુ આ વખતે એક ઉર્દુ ચોપડી વાંચી રહ્યો હતો. આ વખતે  મારી એવી માન્યતા હતી કે  ઉર્દુ ભાષા એ  મુસલમાન  ધર્મ પાળનારાઓની ભાષા છે  . મેં સાધુને પૂછ્યું તમે સાધુ થઈને  ઉર્દુ ચોપડી શામાટે વાંચો છો  ?
સાધુ બોલ્યો  હું  બ્રહ્માનાન્દ્ના ભજનોની ચોપડી વાંચું છું , અને વધુમાં તે બોલ્યો ઉર્દુ એ કોઈ જાતી કે ધર્મની ભાષા નથી  . અને આ ભાષા  ભારતમાં  મુસલમાન  બાદશાહોના વખતમાં  નવી જન્મેલી ભાષા છે એ જમાનામાં  દિલ્હી અને ઉત્તર ભારતમાં એક ખડી  ભાષા તરીકે ઓળખાતી  ભાષા લોકો બોલતા હતા  . ઉર્દુમાં  ભારતની ઘણી ભાષાઓના શબ્દો તેમજ  તુર્કી ભાષાના શબ્દો પણ છે  અને અપ્ભ્રુંશ  થએલા  ઈંગ્લીશ શબ્દો  પણ છે પણ  વધારે શબ્દો ફારસી અને અરબી ભાષાના છે  . ઉર્દુ શબ્દ એ તુર્કી ભાષાનો છે કે જેનો અર્થ લશ્કરની છાવણી  અથવા   છાવણીનો બજાર  એવો થાય છે  .

     મને પહેલેથીજ  ઘણા લોકોની જેમ  પોતાનામાં કૈક  વિશેષતા છે  એવું કરી બતાવવાનો શોખ. આ કારણે  હું મારા ખુલ્લા હાથે કોબ્રા કાળા વીંછી  પકડી લઉં છું અને મારા શરીરે ફરવા દઉં છું   . અને મારા મોઢાંમાં  પણ મૂકી શકું છું   . ભરો ભમરી મધમાખીને પણ પકડી ને મારા મુખમાં   મૂકી શકું છું.

     સાધુની વાત જાણ્યા પછી  મને  એમ થયું કે આવી લીટા લીટા વાળી ભાષા  મને આવડતી હોય તો મિત્રો આગળ મારો વટ પડે  મેં સાધુને પૂછ્યું તું મને ઉર્દુ લખતા વાંચતા  શીખવ ખરો  , સાધુ બોલ્યો  હા પણ  એ માટે મને  ફક્ત  સાધારણ  લખતા વાંચતા  શીખવવા માટે  ઓછામાં ઓછો એક મહિનાનો સમય  જોઈએ  અને એટલો લાંબો વખત હું  અહી રહી નો શકું।  છતાં હું આશ્રમના સત્તા વાળાઓને  પુ છી જોઇશ  જો મને એ એક મહિનો અહી રહેવા દ્યે  તો હું તુને બહુજ  મામુલી લખતા વાંચતા શીખવી દઉં

      સાધુએ  આશ્રમના વ્યવસ્થાપક  ત્રિભોવન બાપાને પૂછ્યું  . ત્રિભોવન બાપાએ  કાયમ આશ્રમમાં રહેતા  બ્રહ્મચારી ટ્રસ્ટી  પ્રકાશજી બાપુને પૂછ્યું   પ્રકાશજી આ દેશીંગા બાંટવા  ઉર્દુ શીખવા માગે છે.  ગોરા અધિકારી પ્રાંત સાહેબે  જ્યારે તેઓ આશ્રમનું મુલાકાતે આવેલા ત્યારે  મને પૂછ્યું તમે  ક્યા ગામના છો મેં કીધું હું દેશીંગા નો રહેવાસી છું  ત્યારે પ્રાંત સાહેબે  પ્રશ્ન કર્યો  . દેશીંગા  બાંટવા ? બસ ત્યારથી આશ્રમમાં મારું નામ દેશીંગા  બાંટવા પડી ગએલું  ;

       અને બાપુ હું સ્નાન સન્ધ્યા પ્રાણાયામ  કરીને સાધુ ગુરુ પાસે  ઉર્દુ ભણવા બેઠો  અલ્ફ ,બે , પે। તે  તે।  ટે સે   .  અને પછી હું  બ્રીટીશ આર્મીમાં ભરતી થયો અને ઉર્દુ વધુ શીખ્યો  અને પછી ભૂલ્યો પણ ખરો કેમકે મારી નોકરીમાં મને  સમય બહુ નો મળતો  પણ પછી અમેરિકા આવ્યા પંછી મને સમય મળ્યો  મેં ઉર્દુ પ્રેકટીશ વધારી  અને  પછી તો જેમ  હળદળ  નો ગાંથીઓ મળે અને ગાંધી  કહેવડાવવા મંડે  એમ હું ઉર્દુ ભાષામાં કવિતા  બનાવવા મંડી  ગયો જેમાં  સુર શરાબ  માશુકની શેર શાયરી વધુ બનાવી છે  ભજન પણ  બનાવ્યા છે

     લ્યો આ  જે મારા મનમાં હતું તે  તમારી આગળ ખુલ્લામ ખુલા કહી દીધું.  હું ઉર્દુ મેગેજીન પણ મગાવવા મંડી ગયો  જે મને મફતમાં મળતા હતાં પણ  સુરેશ જાનીની જેમ

मेरी खातिर ख्वाह  बेगम  उर्दूके खिलाफ थी  तो हमने उर्दू मेगेज़ीन मनवाना बांध कर दिया   तो ये बाते आपके आगे आश्करा करदिया   .

खुद हाफ़िज़