Daily Archives: સપ્ટેમ્બર 6, 2015

કૃષ્ણ જન્મ નિમિત્તે એક રાસડો

એક કૃષ્ણ જન્મ નિમિત્તે એક રાસડો આપને વાંચવા આપું છું  .ગીતમાં 4 વસ્તુ બહુ મહત્વની હોય છે  .

  1.  કવિએ અલંકારિક શબ્દો વાપરીને  ગીતની રચના કરી હોય
  2.  કેવી ઢબથી ગાવું
  3. સારા મધુર સુરીલા અવાજ વાળું  ગાનારું  લતા મંગેશકર, આશા ભોસળે  , મહમદરફી   ,  મુકેશ   . જેવું કોઈ ગનારું હોય
  4.  એના માટે તાલબધ્ધ  . વાજિંત્રો હોય  તો રંગ જામતો હોય છે  .

હવે આ પિંગળ શાસ્ત્ર  ભણ્યા વગરના  ગામડિયા કવિનો   રાસડો વાંચો  .

આજ કાના તારો જનમ દિવસ અમે ઉજવીશું  ,
જનમ દિવસ ઉજવીને મોજુ માણશું
આતો જનમ દિવસ ઉજવીને મોજુ માણશું  .   1
ખારેક ટોપરાને ઘીમાં  બાવળીયો ગુંદ ભેળવીશું
કાઠાતે ઘઉંનો  લોટ નાખી લાડુડા  બનાવીશું
આતો કાઠાતે  ઘઉંનો  લોટ નાખી  લાડુડા  બનાવીશું   .2
ઇરે લાડુડા માતા  જ્શોદાજીને કાજે જો
ધાવણીયા   ધવરાવે કાનાને હેતથી
 આતો   ધાવણીયાં  ધવરાવે  કાનાને  3
પાંચ સાત  ભાઈ ભેગા  મળીને રાસ રમીશુંજી
રાસડાની  રમ ઝટે ઢોલડિયાઢબુકશે
આતો રાસડાની  રમઝટે  ઢોલડીયાં  ઢબુકશે   4
“આતાશ્રીએ ”  આ રાસડો   પ્રેમથી   બનાવ્યો જો
ગાય  સુણેને  લખે વાંચે   સમૃધ્ધિ  એની  બમણી થશે
આતો  ગાય  સુણેને  લખે  વાંચે  સમૃધ્ધિ એની  બમણી   થશે   5

દેશિંગા દરબાર – નવરંગખાં બાપુ

.         સમય માણસને ક્યાં નો ક્યાં મૂકી દ્યે છે  . એક મારા ગામના દરબાર (બાબી  મુસલમાન ) જેનું નામ નવરંગ ખાં હતું . એ બહુ ઉદાર દિલનો માણસ હતો  .  ભાગ્યેજ શિકાર કરતો.  પણ એના  પસાયતા  ચાંદખાં   નો દીકરો   સિદી ઉર્ફે રેમાનખાં  કે જેની માં વૈષ્ણવ પટેલની દીકરી હતી  .તે બહુ શિકાર કરતો  ગામ અને ગામની સીમમાં   હરણાં તો નોટા રેવા દીધાં પણ મોરલા પણ મારી ખાધેલા  અવશ્ય બાપુ પણ   તૈયાર  મારેલો શિકાર ખાય ખરા.

       જે મુસલમાનના  નામની  પાછળ  ખાં નો પ્રત્યય લાગ્યો હોય એ બધાજ પઠાણ હોય એવું ન સમજવું  .ઇડર બાજુના ખાં ઠાકરડા  માંથી મુસલમાન થએલા છે   . પણ તેઓને  મુસલમાન રાજ્ય કર્તાઓએ   ખાં   પ્રત્યય આપ્યો હોય છે   . જયપુર બાજુના  કાયમ ખાંની મુસલમાનો ના વડવાઓ રાજપૂત હતા તેને પણ  બાદશાહોએ  ખાં નો ઈલ્કાબ આપેલો હોવાથી  તેઓ પોતાના નામની પાછળ  ખાં પ્રત્યય  લગાડે છે.  મુસલમાન ભાઈઓને આ બાબત ની વધુ ખબર હોય છે.

       એવી રીતે  સીદી સિપાઈ જાતિનો હતો   .  એ લોકોના કહેવા પ્રમાણે બાદ્શાઓના વખતમાં  એમના  વડવાઓ  લશ્કરમાં  સિપાઈ હતા   . સિદીનો બાપ ચાંદ ખાં સરદાર ગઢના (જુનું નામ ગીદડ) પટેલ ખેડૂતનો સાથી હતો  . પટેલની જુવાન કુવારી દીકરી ગલાલ  ચાંદ  ખાં ને ભાત દેવા જતી   .  પટેલને એ ખબર  નહી હોય  કે   विद्या वनिता  ड्रम लता यह नही चीनी ज़ात जो रहे  नित उसके संगमे ताहिमे लिपटात  .   અને પછી  સરદારગઢ ના  બાબી  દરબારે  નિકાહ પઢાવી  આપ્યા.

     નવરંગખાં  બાપુ  સાતમ આઠમમાં  લોકો સાથે  જુગાર રમવા બેસી જાય   . બાપુની વાઈફ આમોદના મોલેસલામ  ગરાસીયા  હમીર સિહ ની  દીકરી હતી  અને તેનું નામ પ્રતાપબા હતું ; બળેવના દિવસે  બ્રાહ્મણો  બાપુને રક્ષા બંધન   કરવા આવે.  બાપુ એને દક્ષિણા આપે અને  હથિયારોને  રાખડી બાંધવાનું કહે  . વાદી લોકો  તાજો પકડેલો  કોબ્રા  કે અજગર  દેખાડે તો એને પૈસા આપે.

     પછી ભારત દેશ આઝાદ થયો  . બાપુને  સાલિયાણું મળવા  લાગ્યું  સાલીયાણા માં  ઘર ખર્ચ નીકળે નહી   . છેલ્લે છેલ્લે  સદ્દામ   હુંસેનની જેમ  બાપુએ દાઢી  રખાવેલી  .  બાપુની માઠી દશા બેઠી  બાપુ ફાળો લેવા દેશીંગા  લોકોએ એને થોડા હજાર રૂપિયા કરી આપેલા

देशिंगा दरबारसे गदा  निरशन जाइ   
समा पलटा जब उस नवरंगका  बस्तीसे भिक मंगाई
संतो भाई समय बड़ा हरजाई   .