આતાનું પેટ !

વિનોદ ભાઈ પટેલે એક ઈમેલ સંદેશામાં આન્ધ્રનો આ લાડુ મોકલ્યો…

laadu   અને આતાને એમણે આરોગેલી સુખડી યાદ આવી ગઈ !

  લો! વાંચો એ વાત.

————————-

    તમને એમ થશે કે  તે  વખતે   મારું પેટ મથુરાના ચોબા ના પેટ  જેવડું  વિશાળ હશે.

     ના ના મારું પેટ તો  વાહાં ને ચોટી  ગએલું   . હું તે વખતે  દરરોજના 20 માઈલ ચાલતો. એક વખત મારા ગામ દેશીંગા થી  પોરબંદર  હાલીને ગયેલો મારા  બીલખા આશ્રમમાં  સાથી વિદ્યાર્થી જયંતિ ને મળવા । આ  જમાનામાં  દેશીંગા નજીકના ગામ   કુતિયાણા થી  બસ મળતી  કુતિયાણું  દેસીંગાથી  દોઢ ગાઉં  દુર થાય  અને ત્યાંથી પોરબંદરનું  બસ ભાડું  સવા રૂપિયો થાય  તે  અરસામાં ઘીનો  ભાવ વધી ગએલો એટલે  દસ આનાનું શેર ઘી મળતું  . મારી માએ  એક શેર ઘી નાખીને  સુખડી બનાવી દીધી ,   રસ્તામાં ખાવા માટે  અને  ખાતા વધે ઈ  જયંતીને આપી દેવાની .

      હું તો સવારમાં દહીં  રોટલો ખાઈને  સુખડીનો ડબરો લઈને આડે ધડ  હાલતો થઇ ગયો . અને આઠેક  ગાઉં હાલ્યો હઈશ અને મને ભૂખ લાગી  નજીકની વાડીયે જઈને ગુંદાના ઝાડના છાંયે   સુખડી ખાવા બેઠો  .  થોડીક સુખડી બચાવીને  જયંતી  સારું લઈ જઈશ   એવો વિચાર કરેલો  . પણ જીભ  ચટ પટ  થવા લાગી  . અને હરામ છે જો જયંતી  સારું  સુખડીનું એક બટકું વધ્યું હોય તો .

    હું પોરબંદર પહોંચ્યો  જયંતિને ઘરે  ગયો  જયંતિ  કોકના લગ્નમાં જવાની તયારી કરતો હતો  . મને જોઇને બોલ્યો ભારી કામ થયું  તું આવ્યો ઈ  થોડી વારમાં બાયડીયુ  તૈયાર થઇ જાય એટલે  આપણે લગનમાં જઈએ . આ અમેરિકા થોડું છેકે એવું કહ્યું હોય કે  તમારે બે જણ નેજ  આવવાનું છે. અને લાલ શાહીથી  ખાસ લખ્યું હોય કે બાળકો નહિ .

   ઓક્ટોબરની 25 તરીકે  ડેવિડ 10 કલાક કાર ચલાવીને ઇના દોસ્તના લગ્નમાં ન્યુ જર્સી  લઈ જવાનો  છે એમાં છોકરાં કે હું  લગ્નમાં  નહિ જઈ શકીએ   હું અને બાળકો  દેવને ઘરે કે કોઈ મિત્રના ઘરે રોકાઈશું   . દેવ (મારો દીકરો  ડેવિડ બાપ ) ની સાળીની દીકરીના લગ્ન એક ગોરા છોકરા સાથે થવાના છે  .દીકરીએ પોતે  લગ્નમાં કોને તેડાવવા  એ નક્કી કર્યું છે ખર્ચ દીકરી પોતે ભોગવવાની છે।  એક ડીશના $200  ખર્ચ કરવાની છે

4 responses to “આતાનું પેટ !

  1. Mayur Kandoriya સપ્ટેમ્બર 26, 2015 પર 10:30 પી એમ(pm)

    દાદા ખુબ સરસ વાત કરી તમે……

    Sent from Yahoo Mail on Android

    From:”આતાવાણી” Date:Sun, 27 Sep, 2015 at 3:46 Subject:[New post] આતાનું પેટ !

    સુરેશ posted: ”      તમને એમ થશે કે  તે  વખતે   મારું પેટ મથુરાના ચોબા ના પેટ  જેવડું  વિશાળ હશે.      ના ના મારું પેટ તો  વાહાં ને ચોટી  ગએલું   . હું તે વખતે  દરરોજના 20 માઈલ ચાલતો. એક વખત મારા ગામ દેશીંગા થી  પોરબંદર  હાલીને ગયેલો મારા  બીલખા આશ્રમમાં  સાથી વિદ્યાર્”

  2. pragnaju સપ્ટેમ્બર 27, 2015 પર 7:19 એ એમ (am)

    પેટ ની મઝાની વાત સાથે યાદ આવે
    પેટ તો અમેરિકાના એક રૂઢિચુસ્ત રાજકીય વિવેચક, લેખક, સીન્ડીકેટેડ કટારલેખક, રાજકારણી અને પ્રસારક છે. બ્યુકેનન અમેરિકાના પ્રમુખો રીચાર્ડ નિકસન, જેરાલ્ડ ફોર્ડ, અને રોનાલ્ડ રેગનનાં વરિષ્ટ સલાહકાર હતા, તથા તેઓ સીએનએન ચેનલનાં ક્રોસફાયર કાર્યક્રમના મૂળ સંચાલક હતા. ૧૯૯૨ અને ૧૯૯૬માં તેમણે રિપબ્લિકન પ્રેસિડન્શિયલ નોમિનેશનની માંગણી કરી હતી. તેઓ રીફોર્મ પાર્ટીની ટીકીટ પરથી ૨000ની પ્રમુખપદની ચૂંટણી લડ્યાં હતાં.
    તેઓ ધ અમેરિકન કન્ઝર્વેટિવ નિયતકાલિકનાં સહ-સ્થાપક હતા અને તેમણે ધ અમેરિકન કૉઝ નામના એક ફાઉન્ડેશનની પણ સ્થાપના કરી હતી.તેઓનાં લેખ હ્યુમન ઈવેન્ટ્સ, નેશનલ રિવ્યૂ, ધ નેશન અને રોલિંગ સ્ટોન માં પ્રકાશિત થઇ ચુક્યા છે. હાલમાં તેઓ એમએસએનબીસી કેબલ નેટવર્ક સહિત મોર્નિંગ જો અને ધ મેક્લાફીન જૂથ ના એક નિયમિત કાર્યક્રમમાં રાજકીય વિવેચક છે.

  3. સુરેશ સપ્ટેમ્બર 27, 2015 પર 7:23 એ એમ (am)

    તમારી કોમેન્ટ માટે તમને ‘પેટ’!!

  4. pravinshastri સપ્ટેમ્બર 27, 2015 પર 9:22 એ એમ (am)

    જ્યારે આતા ન્યુ જર્શી આવે તે સમયે અહીં ના એમના ચાહક સાહિત્યમિત્રોને મળવાનો કાર્યક્રમ ગોઠવવાનો પ્રયાસ ચાલે છે. શ્રી સુભાષ શાહ અને કૌશિક અમિન સાથે મળીને સમિલન ગોઠવાશે.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: