Daily Archives: સપ્ટેમ્બર 13, 2015

રામ કબીર

kabir

      સંત કબીરના ભજનોમાં રામ નો ઉલ્લેખ આવે છે તેને દશરથ રાજાનો દીકરો રામ સમજવાનો નથી પણ પરમેશ્વર સમજવાનો છે . પરમેશ્વરના અનેક નામો છે . ભાષા પ્રમાણે પણ અનેક નામો છે . પરમેશ્વરના રામ નામ ઉપરથી દશરથ રાજાએ પોતાના દીકરાનું રામ નામ રાખેલું . ઇંગ્લીશમાં god ફારસી ભાષામાં ખુદા , અરબી ભાષામાં અલ્લાહ આવી રીતે પરમેશ્વરના ભાષા પ્રમાણે જુદા નામ છે . હૂ , હક .પણ પરમેશ્વરનું અરબી  ભાષામાં નામ છે .

     એવી રીતે તેની પ્રાર્થના પુજાના પણ અનેક પ્રકાર છે , કોઈએ કીધું છે કે

एक हू की इबादतकेदस्तूर हज़ारो है.
नाक्स बजाता ब्रहमन ,आज़ाने मोयुज्जिन है

      મતલબ કે પરમેશ્વેર એકજ છે પણ તેને પૂજવાના પ્રકારો લોકોએ પોતાની ઈચ્છા પ્રમાણે રાખ્યા છે બ્રાહ્મણ મન્દિરમાં જેમ શંખ ફૂંકે છે એવી રીતે મસ્જીદમાં મુલ્લા બાંગ પુકારે છે . .કબીર સાહેબે પોતાના અનુભવ પ્રમાણે જે વાત સાચી લાગી છે એ કોઈની શેહમાં તણાયા વગર બે ધડક સાચી કીધી છે . તેઓએ કેટલાક દોહરા અને ભજનો પણ બનાવ્યા છે એ લોકોને ગળે ઉતરે એવા છે

क़बिरा खड़ा बजारमे मांगे सबकी खैर ना किसीसे दोसति ना किसीसे बैर
कबीरा हसना दूर कर रोनेसे कर प्रीत , बिन रोए नही पाएगा प्रेम ,पियारा ,मीत

    કબીર સાહબ રહેતા તો હતા કાશીમાં પણ એની લોક પ્રિયતા ભારત આખામાં ફેલાએલી હતી . એક વખત કબીર સાહેબનો ચાહક ઘણે દુરથી તમને મળવા આવ્યો। પૂછ પરછ કરીને એનું ઘર શોધ્યું .કબીરનું ઘર કસીવાળમાં હતું અને એમનું ઘર એક ઓસરીએ એક ખાટકી નું હતું . આ કસાઈના આંગણામાં પશુઓના માથાં ,ચામડાં . પડ્યાં હતાં આવું દૃશ્ય જોઈ કબીરને મળવા આવનારને બહુ ઘૃણા થઇ એને થયું કે કબીર જેવા મહા જ્ઞાનીને આવા સ્થળે રહેવાનું કેમ ફાવતું હશે ,

     કબીર પત્નીને પૂછવાથી ખબ પડી કે કબીર શોચ ક્રિયા કરવા માટે બહાર જંગલમાં ગયા છે. સાંભળીને એ એકદમ જવા માંડ્યો , કબીર સાહેબની પત્નીએ વિનંતી કરી કે તમે થોડી વાર બેસો એ થોડી વારમાં આવી જશે . પણ તેને આજુબાજુનું વાતાવરણ જોઈ ઘણું સુગ ચડી ગએલું એટલે તે રોકાણો નહિ , તુર્ત જ બહાર નીકળી ગએલો અને જંગલને રસ્તે કબીરની રાહ જોતો ઉભો રહ્યો . થોડી વારમાં કબીરને આવતા જોયા . જ્યારે કબીર
નજીક આવ્યા ત્યારે એ માણસે રામ કબીર કહી કબીરને પ્રણામ કર્યા ,અને બોલ્યો .

कबीरा तेरी कोटड़ी गल कटियन के पास

સાંભળીને કબીર બોલ્યા ,

करेगा सो भरेगा तू क्यों भैया उदास