સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી

dave1 dave2

     મારા વ્હાલા ‘ભાઈ’  – ‘આતાઈ’ ના જીવન દરમિયાન અને અવસાન બાદ તેમના પ્રત્યે પ્રેમ અને આદર ભાવ વ્યક્ત કરવા માટે સુરેશભાઈ અને સૌ મિત્રોનો હૃદય પૂર્વક આભાર.  મેં માત્ર એક બાપ જ ગુમાવ્યો નથી, પણ એક મિત્ર, ફિલસૂફ, માર્ગદર્શક અને પ્રેરણા સ્રોત પણ ગુમાવ્યો છે. તેમણે મને શીખવ્યું હતું કે, જીવનમાં ઊભો થતો દરેક પડકાર જાતને સુધારવા માટેની એક તક હોય છે. જીવનમાં અનેક પડકારો આવ્યા છે , પણ ‘હિમ્મત’નો આભાર કે, અમે તેને ઝીલી લેવા, તેમનાથી હાર્યા/ થાક્યા વિના જીવનમાં ઘણા આગળ વધી શક્યા છીએ, અને કાંઈક સારું કામ કરી શક્યા છીએ.

      આતાઈ ગયા નથી. આપણા હૃદયમાં તેઓ કાયમ માટે વસેલા છે.  તેમના સમ્પર્કમાં જે કોઈ આવે તેની ઉપર તેમની અસર રહેતી – જાણે કે, તેમણે એક જાતનું વશીકરણ કર્યું ન હોય ! જીવનના છેલ્લા શ્વાસ લગી બ્લોગ જગતમાં તેમની લોકપ્રિયતા અને તેમના વિવિધતા સભર લખાણો તેમના ચુંબકીય  વ્યક્તિત્વની સાક્ષી પૂરે છે. તેમનો ચહેરો ઉલ્લાસમય સ્મિતથી હમ્મેશ પ્રફુલ્લિત રહેતો. તેમની છેલ્લી નિદ્રા વખતે પણ  તે સ્મિત અવિચળ રહ્યું હતું. તે વખતે પણ એમ જ લાગ્યું હતું કે, તે આપણને ઉલ્લાસમય બનાવવાના મૂડમાં હતા અને તેમની અથાક શાયરી અથવા જીવનની કોઈક ઘટનાથી આપણને પ્રેરવા માંગતા હતા! ૯૫ વર્ષે પણ એમની યાદદાસ્ત ધારદાર હતી.

       મને આશા છે કે, આ અંજલિ બાદ પણ ‘આતાવાણી’ ચાલુ રહેશે. આતાની વાણી માટે જગ્યા બદલાઈ છે – એટલું જ. એમની એક્સપ્રેસ ગાડી કોઈ અવનવા સ્ટેશન તરફ વળી છે.

– દેવ જોશી 

 

देखा न बंधुओ यह वक़्त कैसा है खतरनाक़ हरजाई

अचानक  ले गया आताई हमसे दूर, देकर ईतनी सख़्त हमसे जुदाई

सोचा था , रहेंगे सौ साल तक तो जरूर साथ हमारे

लेकिन न समज़ पायें हम उस विधि कि आंसुसे लिखी लिखाई

जिस ‘हिम्मत’ से कज़ा भी डर डर कर कांपती थी हमेशा

आज उस मौतमें भी आई कहांसे हिम्मत मेरे भाई

लिखते रहते थे वो तो हरदम अपने दोस्तोंके लिये

आज सब दोस्त लिख रहें हैं तेरी कहानी ओ मेरे आताई ।

a15

aataa

 

 

 

 

 

5 responses to “સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી

 1. pragnaju ફેબ્રુવારી 15, 2017 પર 5:15 એ એમ (am)

  तुम को भी है खबर
  मुझको भी है पता
  हो रहा है जुदा
  दोनो का रास्ता
  दूर जाके भी मुझसे तुम मेरी यादो मै रहना
  कभी अलविदा ना कहना..

  तुम को भी है खबर
  मुझको भी है पता
  हो रहा है जुदा
  दोनो का रास्ता
  दूर जाके भी मुझसे तुम मेरी यादो मै रहना
  कभी अलविदा ना कहना..

  जितनी थी खुशिया
  सब खो चुकी है
  बस एक ग़म है की जाता नही
  समझा के देखा बहला के देखा
  दिल है की चैन इसको आता नही
  आरज़ू है की है अंगारे
  आग है कब आंखो से बहना
  कभी अलविदा ना कहना..

  रुत आ रही है रुत जा रही है
  दर्द का मौसम बदला नही
  रंग यह हल्का इतना है गहरा
  सदियो मै होगा हल्का नही
  हल्का नही
  कौन जाने क्या होना है
  हम को है अब क्या क्या सहना

  कभी अलविदा ना कहना..

  तुम को भी है खबर
  मुझको भी है पता
  हो रहा है जुदा
  दोनो का रास्ता
  दूर जाके भी मुझसे तुम मेरी यादो मै रहना
  कभी अलविदा ना कहना..

 2. Vinod R. Patel ફેબ્રુવારી 15, 2017 પર 11:30 એ એમ (am)

  આ ફોટાઓ સાથેની માહિતી આતાજી નું લાંબા સમય માટેનું સંભારણું બની રહેશે. સુરેશભાઈને આવું સરસ કામ કરવા માટે ધન્યવાદ.

  આતાજી નું સ્મરણ એમના ઘણા ઈ-મેલોમાં સચવાએલું છે.

  આતાજીએ તારીખ પ મી જાન્યુઆરી ૨૦૧૭ , એટલે કે એમના દુખદ દેહ વિલયના ૧૦ દિવસ પહેલાં મને નીચેનો ઈ-મેલ પાઠવ્યો હતો એમાં એમણે મહિલાઓને એમની ઉંમર લોકોને કહેવાનું ગમતું નથી એ વિષે એમના મહિલાઓ સાથેના અનુભવોના દાખલાઓ આપી લખ્યું છે .
  તેઓ લખે છે “ ગમેતે દેશની સ્ત્રી હોય તેને મોટી ઉંમરનું થવું ગમતું નથી “ ઈ-મેલના અંતમાં એમણે એમનો રચિત આ શેર લખ્યો છે.

  रंग बदल जाते है जज्बात बदल जाते है
  वक्त पे इंसानके ख्यालात बदल जाते है

  આખો ઈ-મેલ આ પ્રમાણે છે.

  તારીખ ૫ મી જાન્યુઆરી, ૨૦૧૭

  પ્રિય વિનોદભાઈ
  હું નાનો હતો , ત્યારે વસ્તી ગણતરી થઇ . મારા ગામમાં આ કામ મારા બાપાને કરવાનું હતું.એક માજીની સાથે એનો દિકરો પણ આવેલો . ગામડામાં એકબીજા ને ઓળખાતા હોય. બાપા પોલીસ પટેલ એમને થોડું ઘર ઘર જઈને નોંધ કરવાની હોય . બાપાએ ગામમાં સાદ પડાવેલો કે કાલે સાત કામ પડતા મૂકીને ડેલીએ નોંધણી કરાવવા જવાનું છે. લોકો બાળ ગોપાલ સાથે આવ્યાં . એક માજીને બાપાએ પુચ્છ્યું . બેન તમારી કેટલી ઉંમર છે . એંસીક વરસના માજી બોલ્યાં સાઠેક વર્ષની હશે . એના દિકરાને પૂછ્યું . તારી કેટલી ઉંમર છે . દિકરો પોતાની જન્મ તારીખ સાથે બોલ્યો . 61 વરસ . બાપાએ માજીને પૂછ્યું . માજી તમારી ઉંમર વધારે હોવી જોઈએ . માજી બોલ્યાં તમે મને ઘરડી સમજો છો? (ગમેતે દેશની સ્ત્રી હોય તેને મોટી ઉંમરનું થવું ગમતું નથી . ) .

  એક મહેસાણા જિલ્લાની બેન મારી ઓળખીતી હતી તે 57 વરસની ઉંમરની હતી . મારાથી તેમને એક દિવસ પહેલાની હેપી બર્થ ડે કહેવાય ગઈ . તે બોલી કાકા તમે મને એક દિવસ મોટી કરી દીધી .આ બેન ધાર્મિક વૃત્તિના દેખાતાં હતાં . તેણે છુટ્ટા છેડા લીધેલા હતા . તેની સાથે મારે વધારે પરિચય થયો . અમેરિકન છોકરીઓથી પણ વધુ મારી સાથે છૂટથી વર્તેલી . તમારી સાથે એવી વાતો કરતાં જીભ ન ઉપડે અને તમને પણ મને એવું પૂછતાં જીભ ન ઉપડે એવી વાતો એણે મારી પાસેથી ઓકાવેલી . હવે જોજો એક વખત મને એણે કોમ્પ્યુટર બાબત પ્રશ્ન પૂછ્યો . એ કોલેજ ગ્રેજ્યુએટ . મેં એને સાચો જવાબ આપ્યો . પછી મને એણે વાત કરીકે કાકા મેં મારી બેનપણીને પણ શીખવ્યું . . મેં તેને પુચ્છ્યું તુને કોણે શીખવ્યું ? તેણે જવાબ દીધો . મારા એક કાકા છે , એણે મને શીખવ્યું છે . મેં કીધું તારા કાકા તો અભણ છે . તે બોલી તે અભણ નથી . એણે એની જુવાનીમાં કેટલીય છૉકરીયુંને ઉઠાં ભણાવ્યા છે , આ બાઈએ પોતાનું સરનામું ફોન # ઈ મેલ અડ્રેસ્સ બધું જ બદલી નાખ્યું છે . દરેક મિત્રોથી સંપર્ક તોડી નાખ્યો છે . આ બાઈની મને મુરજી ભાઈએ ઓળખાણ કરાવેલી . જે મુરજી ભાઈનો હું 16 દિવસ મહેમાન બનેલો .
  रंग बदल जाते है जज्बात बदल जाते है
  वक्त पे इंसानके ख्यालात बदल जाते है .
  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

  સૌ મિત્રોના મિત્ર એવા સ્વ.આતાજીને નત મસ્તકે પ્રણામ

 3. મનસુખલાલ ગાંધી ફેબ્રુવારી 15, 2017 પર 10:14 પી એમ(pm)

  આ ફોટાઓ સાથેની માહિતી આતાજી નું લાંબા સમય માટેનું સંભારણું બની રહેશે. સુરેશભાઈને આવું સરસ કામ કરવા માટે ધન્યવાદ.

 4. nabhakashdeep ફેબ્રુવારી 16, 2017 પર 1:16 પી એમ(pm)

  અદભૂત વ્યક્તિત્વ..સૌના માવતર વડીલ. ભાષાઓના જ્ઞાતા ને સં ને પ્રતિભાવથી સૌના પ્રિય..ખોટ અનુભવ્યા જ.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: