Monthly Archives: ફેબ્રુવારી 2014

tulsi તુલસી ઇસ સંસારમે સબસે મીલીઓ ધાય

મારો એક મિત્ર છે આપ જાણો છોકે  મિત્રો અનેક પ્રકારના હોય છે  સન્મિત્ર ,કુમિત્ર, તાલી મિત્ર ,લાલચુ મિત્ર  આ મારો મિત્ર મને હર્ષભેર મદદ કરનારો મિત્ર છે  .પણ જરાક મુર્ખ છે  ખુબ સિગારેટ પીએ છે  .પાતળા બાંધાનો વીસેક વરસની ઉમરનો  દેખાવડો જવાન છે  તે કંઈ નોકરી ધંધો કરતો હોય એં વું લાગતો નથી  ,તેને એક બહુ રૂપાળી ગર્લ ફ્રેન્ડ છે , વિનોદભાઈ નાં એક લેખ માં એક અમેરિકન 41 વરસની ઉમરની બાઈ ભારતના એક ગામડિયા ખેડૂત 25 વરસની ઉમરના  છોકરાને પરણીને પોતાને સાસરે ભારતના હરિયાણા  સ્ટેટમાં  ઢોરના છાણ વાસીંદા કરવા આવી છે” ફક્ત પ્રેમ એવીરીતે”” મારા દોસ્તની ગર્લફ્રેન્ડ  તેના ઉપર મોહિત થઈને એની મિત્ર બની છે  હું એક વખત મારા યાર્ડમાં કામ કરતો હતો ત્યારે એને મને પૂછ્યું હું તમને મદદ કરું ?એનું નામ હું બુલી ગયો છું એટલે  આપણે  એને ગાંડિયા  તરીકે ઓળખીશું , મેં એને  આભાર સાથે મદદની  નાપાડી  .તે સિગારેટ પીતો પીતો આવે અને  મારા ઘર પાસે આવે ત્યારે એની સિગારેટ  પૂરી થઇ ગઈ હોય  એટલે એ સિગરેટનું સળગતું  ઠુંઠું  મારા બેક યાર્ડમાં નાખે ,કેટલાય સમજુ માણસોના  કહેવા પ્રમાણે  આ દેશના  યુવાનોને  ઉપદેશ અપાય નહિ  ભૂલ કઢાય નહિ  પોલીસનું પણ આવું કહેવાનું હોય છે   ,એક વખત મેં એને કંઈ કામ માટે બોલાવ્યો  એ  સિગારેટ પીતો પીતો મારી પાસે આવ્યો અને  સિગારેટના   ધુમાડા ની છેલ્લી ફૂંક એણે  મારા મોઢા ઉપર મારી  ફક્ત નિર્દોષ ભાવે   આવું ન કરાય  એવી શિખામણ   એને  કદી અપાય નહિ  મારેતો એના ગુણ જોવાના છે એના અપ લક્ષણ સુધારવાનું કામ  એના માબાપનું છે  મારું નહિ  મને એક વખત એણે કોમ્પુતેરમાં  મારી  મૂંઝવણ  દુર કરી આપેલી  મેં  એને  પૂછ્યું  કેટલા  પૈસા આપું તો તે કહે  મિત્ર  પાસેથી ક્દી પૈસા  લેવાતા  હશેએ   વું   બોલી  એણે પૈસા ન લીધા  .
એક વખત એ એની  ગર્લ ફ્રેન્ડ  સાથે  મારા ઘર આગળથી  પસાર થયો   મને જોઇને બોલ્યો  જો આ મારી ગર્લ ફ્રેન્ડ  કેટલી સુંદર છે ? મેં કહ્યું બહુજ સુંદર છે  .એક વખત હું એને  કમ્પ્યુટર પાસે મારી રૂમમાં લઇ ગયો   કમ્પ્યુટર  ઠીક કરી ગયો  અને મારી પાસેથી  પૈસા નો લીધા  મારા બ્લોગના ચિત્રમાં  સર્પ  દેખાય છે એ ચિત્ર એણે  મૂકી આપ્યું છે  .
તુલસી દાસનું  આ વાક્ય  મને  આ ગાંડીયાને  જોઉં  ત્યારે અવશ્ય યાદ આવે  મેં  તુલસી દાસના  દોહામાં  થોડો ફેરફાર  કર્યો
તુલસી ઇસ સંસારમે  સબસે  મીલીઓ ધાય
નાં જાને  કિસી ભેશ્મે  ગાંડિયા દોસ્ત મીલ્જાય

પ્રિય મિત્રો આ હું ફક્ત અખતરા માટે આપને મોકલું છું

કવિ નાનાલાલ દલપતરામ નું કોયલ વિશેની ગીત

Koyaldine

એક જુનું લગ્ન ગીત છે
કોયલ બેઠી  આમ્બલીયા ની ડાળ ઓલો મોરલીયો બેઠો રે ગઢને કાંગરે માણારાજ  હોશીલા વીર હવે કોયલ ને ઉ ડાળો  આપણ દેશ

DSCN0750

અને આ ફોટો  ગોરી કોયલડી  સાથેનો  આતા નો જુવો  કેવો લાગ્યો ?

પરગજુ ,પરોપકારી ,કાગડો અને કાગડી .

DSCN0251 DSCN0710

કોયલના ઈંડાને કાગડી અને કાગડો સેવે બચ્ચા નીકળ્યા પછી એને ઉછેરીને મોટા કરે   આ વાત માની  શકાય એવી છે ?ડાબી બાજુનું ચિત્ર નારી કોયલનું છે કવિ લોકોની કલ્પના પ્રમાણે કોયલનો રંગ કાળો હોય છે અને જે ટહુકા કરે છે પણ ખરેખર નર કોયલનો રંગ કાળો હોય છે અને જે ટહુકા કરે છે એ નાર કોયલ છે જમણી બાજુના ચિત્રમાં  નર માદ  લાંબો  પ્રવાસ ખેડી બંને કોયલ છે  મારી દીકરીના જમાઈ વિનોદ કુમાર કોયલને ગાંઠીયા  ખવડાવે છે

જ્યારે બર્ફીલા ઠંડા પ્રદેશમાં થી લાંબો પવાસ ખેડી પહેલી વાર લીલુડી નાઘેર , ગીર ગીર નાર અને બરડો  અને આમ્ર વનમાં આવી  ત્યારે એને આ પદેશ બહુ ગમી ગયો  એને લીલા લહેર થઇ ગયા  લોકોએ એના ગીતો બનાવીને ખુબ લાડ લદા વ્યા “કોયલડી ટહુકે છે લીલી નાઘેરમાં ” આવા જલસામાં  કોયલને વિચાર આવ્યો કે જો  આપને  બચ્ચા પેદા કરવાની અને એને ઉછેરવાની  વ્યાધિમાં પડી જઈએ તો  આપનાથી આવા જલસા ન થાય  અને બચ્ચા પેદા કરવા એ પણ એટલુજ  જરૂરી છે જેટલું  જરૂરી  જલસા કરવાનું છે  .

કોયલ ને વિચાર આવ્યો કે  જો આપના  બચ્ચા ઉછેરવાની જવાબ દારી કોઈ પક્ષી લ્યે તો આપના માટે  ભયો ભયો થઇ જાય  બચ્ચા ઉછેરવાની જવાબ દારી  માટે એને કાગડો અને એની ઘરવાળી કાગડી પસંદ પડી કેમકે  જેને ભોજન કરાવવાથી સ્વર્ગ માં વસતા  પિતૃઓને  જમવાનું મળીજાય છે વળી  આ લોકોની   જ્ઞાતિ માં  કાગ્ભુશુન્ડી  જેવા મહાત્મા થઇ ગયા  એટલે કાગડો અને કાગડી પરગજુ સહાનુભુતિ વાલા કહી શકાય  .એટલે કોયલ  કાગડી પાસે જઈને  પોતાના બચ્ચા  ઉછેરી દેવા માટે વિનંતી કરી  કાગડીએ જવાબ આપ્યો કે  અમે બંને હું અને મારો પ્રેમાળ પતિ કાગડો તારા બચચાને  અમારા બચ્ચા ની જેમ  પ્રેમથી ઉછેરી આપીશું  આવી  કાગદીની વાત સાંભળી  કોયલ અને એનો પતિ ખુ ખુશ થયા અને તે પાછીથી આજની ઘડી સુધી  કાગડો અને કાગડી  પોતાનું આપેલું વચન પાળે છે અને કોયલને બચ્ચા ઉછેરી આપે છે  .

એક  દુહો આપને વાંચવા આપું   “ઈંડા જે અ વરા તણા  તારે માળે  મૂકી દ્યે

ઈને સોળે  સાચવજે  ઈ કેવાય થાપણ   કાગડા

આતાની ગુજરાત યાત્રા ભાગ #3

DSCN0366 DSCN0367 DSCN0378 DSCN0389 DSCN0419ઉપલેટામાં  મને મિત્રોએ ખુબજ આનંદ કરાવેલો  ઉપલેટા  માં  એક  દેવાયત બોદર નામના આહેર જુવાનનું  બાવલું છે.એ વિષે વાત એવી છેકે  જ્યારે  સિદ્ધરાજે  જુનાગઢ ઉપર ચઢાઈ કરી અને ચાવડા રાજાને હરાવેલો  ત્યારે  હારેલા રાજાની રાણીએ પોતાના એકના એક પુત્રને બચાવવા  માટે એક ઝાડું મારનાર બાઈને સોંપ્યો અને કોઈ વિશ્વાસ પાત્ર ને ઘરે મૂકી આવવા વિનંતી કરી  ઝાડું વાળી બાઈ  નાનકડા  રાજકુમારને લઈને યોગ્ય  ઠેકાણું શોધવા નીકળી  શોધતા શોધતા તેને સોરઠીયા આહેર દેવાયત બોદારનું ઘર યોગ્ય લાગ્યું। રાજ્કુવારને  દેવાયાતની વહું ને સોપી ઝાડું વાળી ભાઈ રવાના થઇ ગઈ  સોલંકી જાસૂસોને બાતમી મલી  કે રાજકુમારને  દેવાયતબોદરને ઘરે   .છુપાવવામાં આવ્યો છે  .સોલંકી સરદારો   દેવાયાતને ઘરે પહોન્ચ્યા  આ વખતે  દેવાયાતની વહુ એકલી ઘરે હતી એને  એકક્ષન નો પણ    વિચાર કર્યા પહેલા રાજ્કુવારને બદલે  પોતાનો વહાલ સોયો પુત્ર  આ રાજકુમાર છે એમ કહેને  સૈનિકો ને જરા પણ ખચકાત વગર સોંપી દીધો  અને ક્રૂર સૈનિકોએ  તલવારના એકજ ઝાટકે  કુમળા બાળકનું  માથું ધડ થી જુદું કરી નાખ્યું  સૈનિકોને બાળકનું માથું વાઢી નાખ્યા પછી વહેમ પડ્યો કે  કદાચ બાઈએ  રાજકુમારને બદલે  પોતાનો દીકરો સોંપી દીધો હોય  એટલે સૈનિકોએ દેવાયાતની  વહુની લાજ ઉઘ્દાવીને ખાતરી કરી કે બાઈ રુવે છે કે નહિ ? લાજ ઉઘડ્યુઆ પછી જોયું તો બાઈ  હસતી હતી એને હરખ હતો કે  પોતાના પુત્રનું બલિદાન આપીને  પોતે એક રાજકુમારને બચાવ્યો છે  આ પછીથી  સોરઠીયા આહેરો માં લાજ કાઢવાની પ્રથા નથી।  ફક્ત જ્યારે લગ્ન થાય ત્યારે  કન્યાએ  ઘૂંઘટ તાણ્યો હોય  લગ્ન વી ધી પતિ જાય  ચાર મંગલ ફેર ફરી લેવાય  કન્યા વરરાજા સાથે  ગાળામાં બેસીજાય એટલે ઘૂંઘટ ખોલી નાખે  પછી તો  મેર , સોરઠીયા  રબારી।  ઘેડીયા કોળી  વગેરે લોકોએ પણ લાજની પ્રથા બંધ કરી દીધી  છે  .

મેહુલને મેં વાત કરીકે આજે સાંજે ત્રણેક વાગ્યે અમો  વંદના। અને વિનોદકુમાર  જામનગર જવા નીકળી જવાના છીએ  મેહુલ ગલ ગળો થઇ ગયો અને બોલ્યો કે હું મારી નોકરી પૂરી કરીને સાંજના 6 વાગ્યે આવીશ ત્યારે તમો નહિ હોવ  અમને વિનોદકુમારના મામા ચંદુભાઈએ  ટેક્ષી કરી આપી અને અમો જામનગર જવા રવાના થયા  ઉપલેટા નાં ઘણા લોકો અમેરિકામાં વસે છે  એક ઉકાભાઈ સોલંકી નામના આહેર  કેલીફોર્નીયામાં મોટા બીજ્નીસ મેન  છે એક સુરેશ સુવા નામના ભાઈ ન્યુ જર્સીમાં રહે છે તેનો ભાઈ ઉપલેટામાં જબરો પ્લાસ્ટીકનો ધંધો કરે છે મેં તેને પૂછ્યું  તમારે અમેરિકા નથી આવવું ?તે કહે નાં  અહી તેના પાતાના ધંધામાં ઘણા માણસો નોકર છે  માંકડિયા શાખાનાકડવા પટેલ અહી અમેરિકામાં છે

અમો  ઉપલેટાના સ્નેહીઓની પ્રેમ ભરી વિદાય લઇ  જામનગર જવા રવાના થયા  રસ્તે એક કોલકી ગામ આવ્યું એનો સુંદર દરવાજો જોઈ ગામની મેમાંન્ગતી માનવાનું મન થઇ ગયું આ ગાનના એક દેવશીભાઈ કરીને માંકડિયા  અમેરિકામાં એના દીકરા સાથે રહે છે બીજા એક લેવા પટેલ પરસોતમ સોજીત્રા પોતાની દીકરીને ઘરે અવાર નવાર અમેરિકા આવે છે। તેઓ પાસન ઉપલેટાના છે  કોલકી છોડ્યા પછી અમે આગળ વધ્ય એટલે ધ્રાફા  ગામ જાડેજા ગરસીયાઓની વસ્તી નું ગામ આવ્યું અને પછી  મોટી ખાવડી ગામ આવત્યું જે ની પથરાળ જમીન પાણીના મુલે ધીરુ ભાઈ અંબાની  એ ખરીદીને  પોતાની રિલાયન્સ કામની ખડી કરી દીધી  જેમાં 30હાજર માણસોની વસાહત  ખડી કરી દીધી અહી નોકરી કરતો મારો ગ્રેટ ગ્રાન્ડ સન  નીરજ ને ઘરે  મહેમાન બન્યો અમને લેવા માટે  નીરજ રિલાયન્સના દરવાજે હાજર હતો મેમણ તરીકેનું કાર્ડ કાધ્જાવી અમોએ દરવાજામાં પ્રવેશ કર્યો અહી નીરજની પત્ની નિધિ એ અમારું  સ્વાગત કર્યું અને મારા માટે  મોરું માસ અને બીજાઓ માટે તીખું તમતમતું  શાક અને બીજું ભોજન તૈયાર રાખ્યું હતું  પણ બાપુ તમે કોક અમેરિકાની વાસહાત્ય્માં આવી પહોચ્યા હોઈએ એવો મને એહસાસ થયો તમે મહાભારત મુવી જોઈ છે એમાં દુર્યોધને ઇન્દ્રપ્રસ્થ   આપેલું પછી ભીમ જાતે હાલ હાંકવા માંડેલો બલભદ્ર  બળદની મદદ થી હાલ હાંકવા માંડ્યો અર્જુને એના બાપ ઇન્દ્રને કહીને વરસાદ વરસાવ્યો  અને પછી જેવું નંદન વન થઇ ગએલું એવું આ  ધીરુભા। ઈ અંબાણીએ  નંદન વન કરી મુક્યું છે હપછી બીજી વખત વધારે લખીશ આ વજો રામ રામ