Monthly Archives: ઓગસ્ટ 2015

સોરઠીયા રબારી

Rabari

અમારી બાજુના રબારીઓ  સોરઠીયા રબારી છે  .
રબારી  પોતાની ઇષ્ટ દેવી માતા નો ઉત્સવ મનાવતા હોય છે   . આ માતાનું નામ શું છે  . એની મને તો ખબર  નથી   .અને તમને પણ ખબર નહિ હોય  . મને ઝાઝું  પૂછતા હો તો  રબારી પોતાને પણ ખબર મહી હોય   .
ઉત્સવમાં જબરો જમણ વાર રાખે  અને એમાં  બધા રબારી ભાઈઓને  આમંત્રણ  આપેલું હોય   . ઉપરાંત  ગામ ઝાંપે  એક જુવાન  ઉભો હોય   , તે ગમે તે વટેમાર્ગુને  જમવા માટે બોલાવે   . અને આ જમણવાર આખો દિવસ ચાલે  એવું નહિ કે  અમુક સમયેજ  ખાવાનું હોય  , એટલે અમારી બાજુ એક  કહેવત  પ્રચલિત છે કે   “રબારીની પીણી ” ની જેમ આને ઘરે તો આખો દિવસ  ખાવાનું  ચાલ્યાજ કરતું હોય છે  . રબારીની માતાના આ ઉત્સવને  માતાનો કળશ
ભર્યો કહેવાય   . હવે તો આવું બધું ચાલતું હશે કે કેમ એ માતા  જાણે  અમારી બાજુ  લોકો સમ ત્યારે ” મને માતા પુગે ” એવું બોલે  . દેશીંગા ના દોસ્ત મામદ મકરાણીનો  દીકરો અબો  પણ મને માતા પુગે એવા સમ ખાતો  ભાગલા વખતે  કેટલાક મુસલમાન ભાઈઓ  ભાગલા વખતે વધુ  સુખ સાહ્યબી  મળશે   એવું ધારીને  પાકિસ્તાન જતા રહેલા  . એવી રીતે  અબો પણ પાકિસ્તાન જતો રહેલો  .  અબે  દેશીંગા હતો ત્યારે લાંબામાં લાંબી સફર
દેશીન્ગાથી દસ ગાઉં દુર  કરેલી   આ અબો  પાકિસ્તાન ગયો  , ત્યારે    ફ્રન્ટીયર  મેઈલમાં બેઠો  તે બેસીજ રહ્યો  . તે ઠેઠ  પેશાવર ઊતર્યો અને ત્યાંજ  સ્થિર થઇ ગએલો   . અબો મારા કરતા ઉમરમાં 8 વરસ નાનો  તેનો મિત્ર એક હેમતરામ કરીને વ્યાસ હતો  .(તરગાળો  , ભવાઈઓ ) અબો આ હેમાંત્રામને અવાર નવાર કાગળ  લખતો  . એક કહેવત યાદ આવી એ કહી દઉં ” ચોરની માને ભાંડ પરણે અને ભાંડની  માને  ભવાયો પરણે અને ભોવાયાની  માને
ભામણ  પરણે  ”
માતાનો કળશ  ભરાયો હતો  . એટલે ગામને ઝાંપે  એક જુવાન   વટે માર્ગુને જમવા બોલાવી રહ્યો હતો  . જમણવારમાં  ખુબ ઘી  ગોળ  ખુબ વાપરે  જમવામાં ફક્ત  ચોખા  મગ  અને ઘી ગોળ  બસ આટલુંજ હોય  .
જે ગામમાં  કળશ  ભરાયો હતો એ ગામના ઝાપેથી એક રબારી જુવાન પોતાની ઘરવાળીને તેડવા  પોતાના સાસરે  જઈ રહ્યો હતો   . તેને કળશ માં જમવા માટે બોલાવવામાં આવ્યો એ કહે   મને તમે એક ઘડામાં  ખાવનું આપો એટલે હું  હાલતાં ખાતો જઈશ  કેમકે હું  બહુ ઉતાવળમાં છું  . એને  ચોખા મગ ઘી ગોળ નો ઘડો  ભરી દીધો  .અને તેને  દોરડા  વતી  ગાળામાં લટકાળી દીધો  . એતો  માતાનું અને પોતાની ઘરવાળીનું  સ્મરણ કરતો જાય  દોથો
ભરીને  ખાતો જાય  અને  હાલ્યો  જાય વચ્ચે એને વિચાર આવ્યો કે  જો હું  એક હાથે ખાઈશ તો ક્યારે મારું પેટ ભરાશે  એટલે એણે  પોતાના  બન્ને    હાથ  ઘડામાં ઘાલ્યા  અને  દોથા ભર્યા  . હવે  ઘડામાંથી  હાથ નીકળે નહિ  . ઈતો બાપુ એમને એમ  ઘડામાં ફસાએલા હાથે  સાસરે પહોંચ્યો  . રીવાજ પ્રમાણે દરેકની સાથે   હાથ મેળવીને રામ રામી  કરવી જોઈએ પણ આના હાથ  ઘડામાં  ફસાઈ  ગએલા એટલે એ પોતાની કોની અડાડીને  રામ રામી
કરે   . કોઈએ  પ્રસન કર્યો નહિ કે આ આમ કેમ કોણી અડાડીને  રામ રામી કરે છે  ? અનુમાન કરી લીધું કે  આને આવી બાધા હશે  ,  ઘરના બધાં સુઈ ગયા પછી એની ઘરવાળી  એને મળવા આવી
એને થયું કે આ ઘડામાંથી હાથ કેમ કાઢતો નથી   . એના ધણીએ  હાથ ફસાયાની વાત કરી  ઘરવાળી બોલી   પિટીયા  ઘડાને  છીપરમાં પછાડીને ફોડી નાખ એટલે  તારા હાથ છુટા થઇ જશે  આમ સલાહ આપીને  ઈતો ઘરમાં ઘુસી ગઈ   .ચોમાસાના દિવસો હતા  વીજળી  ચમકારા કરતી  હતી   . એવામાં પોતાના સસરાનો બાપ  તાજીજ  હજામત  કરાવેલી  એ ઓસરીમાં સુતો હતો   . એનું માથું  વીજળીના  ચમકારામાં  ચમક્યું   . અને છીપર  સમજીને એના માથમાં  ઘડો
પછાડ્યો  . એટલે ઘડો ફૂટી  ગયો  અને  બાપડો ડોસો   પણ  મરી ગયો   . ઘરવાળીને   લઈને  ઘરે આવ્યો ત્યારે  સહુએ સગા વ્હાલના કુશળ  સમાચાર પૂછ્યા  ત્યારે બોલ્યો  બ્દુતો બરાબર છે  .પણ  મારા સસરાના  બાપના માથા ઉપર વીજળી પડી   .  વિજ્લીતો પડી પણ ભેગા ઘી ગોળ ચોખા અને મગ સોતી  પડી   . પણ મારે એટલું તો કહેવું પડશે કે  ઘરવાળી  બહુ હુશિયાર છે  .પેટ અવતાર લીધા જેવી સે  .

ભાનુમતી પુરાણ

આતાવાણી

પ્રિય સુરેશ ભાઈ,
ભાનુમતી વિષે થોડું  લખાણ  હમણાજ લખીને તમને  મોકલી આપ્યું  છે.  થોડું બાકી છે જે હવે લખું છું।   હો ઘણી વખત  બીજું બટન  દબાવી દઉં એટલે લખાણ  ભુંસાઈ જાય છે  એટલે અધૂરું મોકલી આપ્યું છે  . તમે ખુબ બીજી હોવા છતાં  મારું કામ  કરી આપો છો એ  બાબત હું તમારો ઘણો આભાર વશ છું  . ભાનુંમતીનું લખાણ પૂરું  થઇ જાય એટલે પછી આતાવાણી  માં  નહિ લખું તોપણ ચાલશે પછી હું મિત્રોના લખાણો વાંચીશ   ભાનુ  મતિ  વિષે લખવા માટે  મારા પરિવારનો ઘણો આગ્રહ હતો  .

———–

Bhanumati

     ભાનુમતી  હિમ્મતલાલ  જોશી (આતાની વહાલસોયી પત્ની) )આજે હું ભાનુમતિની   આપ સહુને ઓળખાણ  કરાવું છું   .ભાનુમતીનો  જન્મ  જુનાગઢ  જીલ્લાના  કેશોદ ગામે જુન 18 1923ની સાલમાં થયેલો  .   કેસોદને  શહેર નહિ  , પણ કસબો કહેવાય  . મારા કાકા   ભાનુમતી  નાં ઘરકામની ધગશ  ,  સ્વચ્છતા  , વ્યવસ્થાશક્તિ  , ઉપર ખુબ આકર્ષાયા   .કાકાએ મારી માને વાત કરી કે  ભાભી જો આ છોકરી સાથે  હેમતનું લગ્ન થાય તો  તમારા ઘરનું કામ  ઉપાડી લ્યે અને  તમને જલસા થઇ જાય   , એ સમયમાં અમારી બાજુ કન્યા વિક્રય થતો  .  કન્યાનો બાપ  વરના બાપ પાસેથી   ગરજ પ્રમાણે પૈસા પડાવે  .મારા બાપાએ કાકાને વાત કરીકે હાલ હેમત લગ્ન કરવાને લાયક ન કહેવાય  વળી કન્યાના  બાપને  આપી શકીએ  એટલા પૈસા પણ અમારે પાસે  નથી  .  કાકાએ કીધું કે કન્યાનો બાપ  બહુ પૈસાનો લાલચુ લાગતો નથી   . બહુ બહુતો  લગ્ન ખર્ચ પૂરતા પૈસા  તમારી પાસેથી લેશે  ,
અને પછી બાપાએ ધારેલા એના કરતાં  ઓછા પૈસા  કન્યાના બાપ જાદવજી  વ્યાસે  લીધા   .અને  હેમત ભાઈ 1937ના મેં મહિનામાં લાડી લઈને  દેશીંગા ઘરે આવ્યા  રાત પડી ગઈ હતી  . એક રૂમમાં  ગામ સગપણે મારી ભાભી થતી  ભાભીએ  પથારી પાથરી દીધી અને દીવો ઠારીને મને અમુક કામસૂત્ર ની ટ્રેનીંગ આપી ને જતી રહી  ,અને नई अबला रसभोग न जाने  सेज  किये  जिय   माय डरी  , रस बात करी तब चोंक  चली   तब कैंथने  जायके बॉ पकरी  .   પછી  સવાર પડ્યું  ત્યારે મેં મારી ઘરવાળીનું મોઢું જોયું પહેલી વાર
અમેતો ગામડિયા માણસ  ગાયું ભેંસો   રાખનારા  અને ભાનુમતી  શહેરમાં ઉછરેલી  પણ બહુ અલ્પ સમયમાં  ઢોર માટે સીમમાંથી ઘાસ ચારો લાવતા   ગાયો ભેસોનું  દૂધ કાઢતાં છાશ વલોવતા   છાણ   વાસિંદુ કરતાં શીખી લીધું  .વષો વીત્યા પછી ભાનુમતી ગર્ભ વતી બની  અને બાળક અવતરવાનો  સમય પાકી રહ્યો હતો  . અમારા માટીના ઘરને  ગાર કરવા માટે  ઉપરાઉપર   બે ટોપલા ભરીને  માટી ખોદી લાવી  માટી નીચે નાખી અને મારી માને  વાત કરીકે મા મને પેટમાં દુ: ખે છે  . માએ કીધું તુને બાળક અવતરવાનું હશે એટલે તુને પેટમાં દર્દ  થાય છે એમ કહીને માએ એક રૂમમાં  ખાટલો ઢાળી  દીધો  . અને કોકને  કીધું કે તમે ગામમાંથી  તમારા બાપાને  કહો કે જલ્દી ઘરે આવે અને સાથે સુયાણીને લેતા આવે  બાપા એ સુયાણી  મલી મા ભાટુની તપાસ કરી  મલી  મા એક બાઈને  સુવાવડ કરાવવા  કોઈકને ઘરે ગયાં હતાં   . મલી  મા બાપાને  કહે હું અબ ઘડી એજ  આવું છું  .

     બસ  પળવારમાં   મલીમા  અમારે ઘરે આવ્યાં  એટલામાં તો  દીકરો જન્મી ચુકેલો હતો  . પછી મલીમા એ  નાળ કાપવા માટે  દાતરડું લીધું  થોડી વાર પહેલાં આજ દાતરડાથી  મારી માએ  ડુંગળી  સમારેલી  એટલે માએ  સુયાનીને કીધું બેન ઉભા રહો; હું આ દાતરડું  ધોઈ નાખું કેમકે આ દાતરડાથી  થોડી વાર પહેલા મેં ડુંગળી  સમારેલી છે  .. સંભાળીને મલી મા  બોલ્યા  વ્યાધી કરોમાં મારા હાથે કોઈ બાળક બગડ્યું નથી  .

      આ એ બાળક કે  જેણે ઉઘાડે પગે બકરીઓ ચરાવેલી અને મેટ્રીકમાં 14 મેં નંબરે પાસ થયો અને નેશનલ મેરીટ  સ્કોલરશીપ મેળવેલી  .હાલ એ દેવ જોશીના નામે અમેરિકામાં રેડિયો ઇન્ટર નેટ ઉપર  જાણીતો છે  .

       વખત જતા  હું અમદાવાદમાં પોલીસ ખાતામાં ભરતી થયો  ભાનુમતી મારી સાથે અમદાવાદ આવી. એક વખત પોલીસ વડા પાવરી (પારસી )સાહેબને તુક્કો સુજ્યો  તેને પોલીસનાં બૈરાં ઓની  માથે પાણીના ભરેલા બેડા મૂકી  દોડવાની હરીફાઈ રાખી  માથા ઉપર રાખેલા બેડાને  હાથ  અડાડવાનો નહિ. હાથને  લટક મટક કરતા  દોડવાનું  .અમને કોઈને કશી ખબર નહિ અને  ભાનુમતી  હરીફાઈ માટે નામ નોંધાવી આવી  .  મેં અને દીકરાઓએ  હરીફાઈમાં  ભાગ ન લેવાની   સખત નાં પાડી  . કીધું કે  તું પડી બડી  જઈશ તો  લોકોને હસવાનું થશે .  આ બધી જુવાન છોકરીયો  તુને  આગાળ આવવા નહી દ્યે  .પણ  આતો   ભાનુમતી  એમ થોડી માની જાય  ,   એ હુંકારથી બોલી  હું દોડવાની છું અને પહેલો નમ્બર  લાવવાની છું  .
લાઈન સર  બૈરાં માથે બેડા મુકીને ઉભાં રહ્યાં  જ્યાં સુધી દોડવાનું હતું ત્યાં એક પોલસ ને  બેડાં ઉતારવા ઉભો રાખ્યો   . બંદુક ફૂટી અને બૈરાં દોડ્યાં  કેટલીકના બેડાં  થોદુક જ ચાલતા નીચે પડી ગયા  .અને આ  ભાનુમતિ

ભાનુમત  ભડ ભાદરી  માથે અધ્ધર  બેડું હોય
હરીફાઈમાં  હડી કાઢે ઈનો નંબર  પેલો હોય  .

     ઈતો સરહદ ઉપર આવીને સહુ   પહેલાં ઉભી રહી   પોલીવાલો કહે કાકી તમારો પહેલો નમ્બર આવી ગયો  . લાવો હું બેડું  ઉતારું   . ભાનુમતી  બોલી  ઉભો રહે ઓલીયું  મારી મશ્કરી કરતી હતિયું  ઈને આવવા દે   પોલીસ બોલ્યો કાકી  ઈતો  નંબર આવવાની આશા છોડીને  ઘર ભેગી થઇ ગયું  .
પોલીસ લાઈનમાં  સાંજ સવાર  બબ્બે કલાક પાણી આવે  ભાનુમતી માથાભારે બાયડી  ઈ નળનો કબજો લઈલે  જ્યાં સુધી પોતાના ઘરનું  નાનું વાસણ પણ પાણી થી ભરાય  નો જાય  ત્યાં સુધી  નળનો કબજો  ન છોડે  . એક સિંધી પોલીસ જમાદાર  દલપતરામ  ની બાયડીએ દલપતરામને કીધું કે  ભાનુ  ઘડીક્મે  નલકેજો કબજો નથી છડે   અને દલપતરામને   શુર ચડ્યું।  એ નળ પાસે આવ્યો   . અને ભાનુમતીની  ડોલ  આઘી ફેંકી દઈને પોતાની ડોલ નળ નીચે મૂકી દીધી  . તમને એમ થતું હશે કે  ભાનુ બા  પોતાની ડોલ લઈને  રોતાં રોતાં ઘરબેગા થઇ ગયાં હશે  . અરે રામનું નામ લ્યો આ નહિ હો  . એણે તો પોતાની ડોલ લઈને દલપતરામના  હાથામાં ઝીકી  અને દલપતરામને  પોતાની બૈરી  પાસે પાટો બંધાવવા  ઘર ભેગું થવું પડ્યું  .

पोलिस लाइनमे  पानीका ज़घड़ा होताथा मेरे भाई
दलपतरामने भानुमतिकी  नलसे  डॉल  हटाई   …।सन्तोभाइ  समय बड़ा हर जाइ
रन चंडी  बन  भानु मतिने  अपनी डॉल उठाई   
दलपतरामके सर में ठोकी  लहू  लुहान  हो जाइ  … संतो  भाई

       સમય વીત્યે અમેરિકામાં અમે આવ્યા  . ફિનિક્ષ્મા  રહેવા લાગ્યા  . અમારી સાથે  મારા બે ગ્રાન્ડ સન ડેવિડ અને રાજીવ   બનેને એકજ જગ્યાએ ઘરથી દુર નોકરી મળી  . રાતના નોકરી હતી  મોદી રાતે બસ બંધ થઇ જતી  એ અમને ખબર નહિ  . નોકરીના આજુબાજુના કોઈ ઠેકાણે રેસ્ટોરાં નહિ  બન્ને ભાઈઓ  મોડી રાતે છુટ્યા   ભૂખ્યા ડાંસ  તેઓએ  ઘરે ફોન કર્યોકે  અમે ખુબ ભૂખ્યા છીએ ચાલીને આવીએ છીએ અમારા માટે ખાવાનું તૈયાર  રાખો  . ભાનુમતિ  એ તુર્તજ  રોટલી ખીચડી શાક બનાવી નાખ્યા  બંને ભાઈ ઘરે આવીને જમ્યા  .

     ડેવિડ  જરાક લાપરવાહી માણસ. એ સ્નાન કરે ત્યારે પાણી ખુબ  ઉડે  એટલે ભાનુંમતીને સાફ કરવું પડે. હું એને કહું કે તું ડેવિડને કહે કે નાવામાં ધ્યાન રાખે  અને પાણી બહુ નો ઉડાડે , અને ઉડાડે તો એની પાસે સાફ કરાવ તો

     ભાનુ કહે એ શું સાફ કરવાનો હતો એના બાપદાદા એ કોઈ દિ  કર્યું હોય તો આવડેને ?  પછી મેં ડેવિડ ને કીધું કે  તું હવેથી મારી જેમ બહાર બેક યાર્ડમાં નાતો જા  થોડા દિવસ પાછી બાને દયા આવી  મને કહે ડેવિડને કહો  હવે  ઘરમાં નાતો જાય  . આ સમાચાર સાંભળી ડેવિડ બહુ ખુશ થયો અને બા આગળ બે હાથ જોડીને બોલ્યો તમારો આભાર બા

સિત્તેર વરસનો સાથ ભવમાં ય ભુલાશે નહિ
સાચો હતો સંઘાત ઈ માણેક  વેર્યે  નહી મળે   .