Monthly Archives: ઓક્ટોબર 2014

ડાહ્યા લોકો કહી ગયા છે કે થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ

એક નડિયાદ આણંદ જેવા શહેરમાં વેદનાથ અને સોમનાથ બે મિત્રો રહે બંને વચ્ચે ખુબ ગાઢી મિત્રતા હતી
વેદનાથ ગર્ભ શ્રીમંત હતો જયારે સોમનાથ ગરીબ બાપનો પુત્ર હતો .હાઈસ્કુલ સુધી બંને સાથે ભણ્યા .પણ હાઇસ્કુલમાં ભણી લીધા પછી સોમનાથ સારા ટકાએ પાસ થયો હોવા છતાં .પિતાની ગરીબીએ તેને આગળ ભણતો અટકાવ્યો , ,એટલે સોમનાથે સાઈડ વોક ઉપર બેસી સાઈકલના પંચર સાંધવાનો ધંધો ચાલુ કરી દીધો .વેદનાથ આગળ ભણ્યો .અને એણે સિવિલ એન્જીનીયરની ડીગ્રી મેળવી .અને તે અમદાવાદ ગયો .તેને સારી નોકરી મળી . થોડો વખત નોકરી કર્યા પછી એણે પોતાનો સ્વતંત્ર ધંધો ચાલુ કર્યો એમાં એ ઘણું કમાયો .આ સમયમાં એને પોતાનો મિત્ર સોમનાથ યાદ આવ્યો .બંનેના સોમ નાથ અને વેદનાથના લગ્ન થઇ ચૂક્યાં હતાં .વેદ્નાથના સસરા મોટી ખેતીવાડીની જમીન ધરાવતા હતા .તેને ચાર દીકરા હતા જેમાં બે દીકરા પાસે પોત પોતાની કારો હતી . એક વખત મોટા દીકરાએ એક ગુંડાને એક નિર્દોષ માણસને મારી નાખતાં નજરે જોયો . બીજા ઘણા માણસોએ પણ આ દૃશ્ય નજરે જોયું પોલીસે ગુંડાને પકડ્યો પણ ખરો કેસ કર્યો પણ ખરો પણ ગુંડાના ભયથી કોઈ સાક્ષી આપવા તૈયાર ન થયું .વેદ્નાથનો સાળો કે જેણે ખૂન કરતા ગુંડાને નજરે જોએલો એણે સાક્ષી આપવાનો વિચાર કર્યો ,પણ એને વિચાર કર્યો કે કદાચ મારી સાક્ષી કામ ન આવે કેમકે પૈસાના જોરે કેસ પાંગળો થઇ જાય અને ગુંડો છૂટી જાય તો મારે ગુંડા અને એના સાગરીતો સાથે વેર બંધાય અને મારા માટે જીવનનું જોખમ પણ ઉભું થાય . એના કરતા મોકો મળ્યે હુંજ ગુંડાને મોતને ઘાટ ઉતારી દઉં તો કેવું ? ગુંડાએ સોપારી લઈને મારી નાખેલો .મરનાર અને તેના હરીફ વચ્ચે ઈર્ષાની આગ ભભૂકતી હતી .મરનાર નીતિથી પોતાનો ધંધો કરતો હતો તેની ઈલેક્ટ્રોનિક વસ્તુ વેચવાનો ધંધો હતો .જેની વસ્તુનો ભાવ વ્યાજબી હોવાથી તેનો ધીકતો ધંધો હતો .જયારે તેના હરીફ નો ધંધો અપ્રમાણિક હતો .એટલે બહુ ચાલતો નહિ .આ ધંધા ખારના લીધે તેણે હરીફનું સોપારી આપી ખુન કરાવેલું . ગુંડા વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલ્યો .માજીસ્ત્રેટે પુરાવાના અભાવે ગુંડાને છોડી મુક્યો ,ગુંડો મૂછો આમ્ળતો કોર્ટની બહાર નીકળ્યો . વેદ્નાથના મોટા સાળાએ ગુંડાને જોયો અને પોતાને જનુંન વ્યાપ્યું . તેણે આવા ગુંડા તત્વોનો નાશ કરવાનો મનોમન નિર્ણય લીધો .પણ ધીરજ રાખી .
આ વાત એણે પોતાના બીજા ભાઈઓને વાત કરી .અને તેમનો સહકાર માગ્યો .ભાઈઓએ પૂરો સહકાર આપવાનું કીધું .અને સહુ ભાઈઓએ કાયદો હાથમાં લીધો .
અને જે કામ પોલીસ અને જજ ન કરી શકે એ કામ આપણે કરવું .
જયારે વેદનાથને સોમનાથ યાદ આવ્યો ત્યારે એને એણે અમદાવાદ બોલાવી લીધો અને સોમનાથ અને એની વહુને પોતાના ઘરમાં સાથે રાખ્યા અને થોડા પૈસા કરિયાણાની દુકાન ખરીદવા આપ્યા .સોમનાથે દુકાન ખરીદી લીધી .અને પોતાની બહોશીથી સરસ ધંધો ચલાવવા માંડ્યો .અને વેદ્નાથે તેને આપેલા પૈસા આછા આપી દીધા . એટલે વેદનાથ બહુ ખુશ થયો .
વેદનાથ પોતાના મુખ્ય ધંધાની સાથે સાથે થોડો વ્યાજ વટાનો . પણ ધંધો કરતો હતો .સોમનાથે જયારે વેદ્નાથને પૂછ્યું કે વ્યાજના કેટલા પૈસા આપું ? ત્યારે વેદ નાથ બોલ્યો અરે ગાંડા મિત્ર પાસેથી તે પૈસા કોઈદી લેવાતા હશે ? ,અને વધુમાં કીધું કે તારે જયારે પૈસાની જરૂર પડે ત્યારે નિ: સંકોચ મારી પાસેથી તું પૈસા લેતો જજે . પછીતો સોમનાથ મોટે પાયે ધંધો કરવા લાગ્યો .વેદનાથની નજીક એક ઘર પણ ખરીદી લીધું .
વેદનાથને એ વારે વારે કહે કે હાલ જે કંઈ હું છું એ પ્રતાપ તારો છે . વેદ્નાથે સોમનાથને કહી રાખેલું કે પૈસા એ એક એવી વસ્તુ છે કે ઘણી વખત એ વહાલાઓમાં વેર પણ કરાવી દ્યે માટે મારી એક તુને વિનંતી છે કે તુને હું પૈસા આપું એ નક્કી કરેલી દિવસે પુરેપુરા પૈસા આપી દેવાના કટકે કટકે નહિ આપવા .
એક વખત સોમનાથને પાંચ હજાર રૂપિયાની જરૂર પડી એ પૈસા લેવા વેદનાથ પાસે ગયો .વેદ્નાથે તુર્તજ પાંચ હજાર રૂપિયા આપ્યા . કઈ તારીખે પાછા આપીશ એમ વેદ્નાથે પૂછ્યું , સોમનાથે કીધું કે હું આ આવતી પહેલી તારીખે તુને પૈસા આપી દઈશ . વેદનાથ કહે જા પહેલીએ નહિ પણ દસમી તારીખે આપજે .
એક બે દિવસમાં દસમી તારીખ આવવાની હતી પણ સોમનાથને પૈસાની સગવડ થઇ નહિ .એટલે એ ચિંતાતુર હતો .આવો ઉદાસ સોમનાથને જોઈ એની વાઈફે પૂછ્યું કેમ ઉદાસ છો .સોમનાથે જબાબ આપ્યો કે પરમ દિવસે વેદ્નાથને પૈસા આપવાના છે પણ પૈસાનો મેળ પડ્યો નથી . વાઈફ બોલી અરે એમાં એટલા બધા મુન્જાઓ છો શા માટે હું એનો રસ્તો કાઢું છું .એમ બોલી એ વેદ્નાથને ઘરે ગઈ અને વેદ્નાથને બોલાવ્યો .એ વેદનાથ ભાઈ જરાક અહી આવો તો ? એટલે વેદનાથ એની નજીક ગયો એટલે સોમનાથની વાઈફ બોલી તમે સોમનાથને પૈસા આપ્યા છે ? વેદનાથ કહે હા , ફરી પ્રશ્ન કર્યો એની પરત આપવાની બે દિવસ પછી મુદ્દત છે ખરું ? વેદનાથ કહે હા
સાંભળીને સોમનાથની વાઈફ બોલી જાઓ પૈસા નથી આપવા તમારાથી થાય તે કરી લ્યો . આવું સાંભળી વેદ ડઘાઈ ગયો ,તે ચુપ ચાપ ઘરની અંદર જતો રહ્યો . એનો દુ:ખિત ચેહરો જોઈ તેની વાઈફે ઉદાસીનતાનું કારણ . . પૂછ્યું .વેદ્નાથે જવાબ આપ્યોકે સોમનાથની વાઈફે આપણે માંગીએ છીએ એ પૈસા આપવાની સાફ નાં પાડી દીધી . બસ આજ તમારી ઉદાસીનતાનું કારણ છે ,? તો હું એના આખા કુટુંબને હૈરાન ન કરી મુકું તો તમારી મૂછો મુંડી નાખું અને મારા મોઢા ઉપર એ મૂછોને મૂકી દઉં .
વેદ્નાથની વાઈફે તુર્ત એના ભાઈને ફોન કર્યો અને બનાવની જાણ કરી એટલે ભાઈએ સોમનાથની વહુના કુટુંબની માહિતી મેળવી .સોમનાથનો સાળો કોલેજમાં પ્રોફેસર છે .અને ખુબ ટ્યુશનો કરે છે અને ખુબ કમાય છે .અને સાઈકલ ઉપર આવ જા કરે છે , અને બહુ કંજૂસ છે .લાગ જોઇને વેદ્નાથના સાળાએ સોમનાથના સાળાને ગોત્યો તે પોતાની સાઈકલ કોકની દુકાન પાસે મૂકી વાતો કરી રહ્યો હતો .વેદનાથના સાળાએ તેને કહ્યું સાહેબ અમારે ટ્યુશન રાખવું છે .જરાક મારી સાથે મારે ઘરે આવો તો વાત ચિત કરીએ તે તૈયાર થયો એટલે વેદ્નાથના સાળાએ કીધું કે સાઈકલ અહી ભલે પડી તમે આપણી કારમાં બેસી જાઓ હમણાજ દસેક મીનીટમાં પાછા આવી જઈશું .એવું બોલી ફોસલાવી ફોસલાવી ને પોતાની કારમાં બેસાડી લીધો ,અને પોતાની જંગલમાં અંતરિયાળ ઓરડી હતી એમાં બેસાડી દીધો .અને તેને કીધું કે તમે નિશ્ચિંત રહેજો તમે અમારા માનવંતા મહેમાન છો પણ અમારે પંદર હજાર રૂપિયાની ખાસ જરૂર એટલે તને અહી લાવ્યા છીએ। અમે ધારીએ તો તમારી પાસેથી અમે બે લાખ રૂપિયા કઢાવી શકીએ એમ છીએ કેમકે તમારી પાસે સગવડ છે .પણ અમારે વધુ નથી જોઈતા ,ફક્ત પંદર હજાર રૂપિયાની જરૂર છે માટે તમે તમારા ઘરનાઓને ખબર આપોકે રૂપિયા પંદર હજાર લઈને તાત્કાલિક અમુક ઠેકાણે અમારા માણસને આપી જાય જો 24 કલાકમાં પૈસા અમને નહિ મળે તો તમારા શરીર ના નાના ટુકડા કરીને કોથળામાં ભરીને તમારે ઘરે પહોંચાડી દઈશું .
પૈસા મળી જશે તો તમને સાંગોપાંગ તમારે ઘરે પહોંચાડી દઈશું . વાત સાંભળી બધા દુ :ખી દુ:ખી થઇ ગયા અને તુર્ત પૈસા પહોંચતા કરી દીધા . અને ભાઈને છોડાવી આવ્યા .પંદર હજાર રૂપિયા પડાવ્યા એમાં પાંચ હજાર વેદ્નાથને આપ્યા .અને એવું કીધું કે હવે સોમનાથ તારા માંગતા પૈસા આપવા આવે તો કહી દેજે કે એ તુને મારા તરફથી ભેટ છે .

આતા કેટલા ભાગ્ય શાળી છે કે તેને જહરીલા નાગ વીંછી પ્રેમ કરે છે

વાલા કોકદી મારે ઘરે આંવજો જાઉં વારીરે

મેં અગાઉ  મારી પ્રેમાળ પત્ની ભાનુમતીના બારામાં  ઘણી વખત કીધું છે  .આજે એનો વધુ પ્રેમ કિસ્સો કહું છું  .
બ્રિટીશ રાજ્ય વખતે  રાજાઓના બેફામ ખર્ચાને  કંટ્રોલમાં લાવવા  સરકાર એના રાજ્ય ઉપર જપ્તી  બેસાડતા   ,રાજાઓને  ફક્ત વપરાશ પૂરતા  સર સામાન સાથે લઈને ઘર છોડીને બીજે રહેવા જતું રહેવું પડતું  .તેઓને માસિક અમુક નક્કી કરેલી રકમ સરકાર તરફથી મળતી  .બાકી જે જાગીરની આવક હોય  એ સરકાર જમા કરતી  .અને જ્યારે જપ્તી ઉઠે  ત્યારે  જમા થએલી બધી રકમ  સરકારનો વહીવટી ખર્ચ કાઢતા દરબારોને  ,રાજાઓને મળી જતી  .આવા જપ્તી બેસાડેલા રાજ્યનો વહીવટ  કરવા સરકાર તરફથી મેનેજર  મુકવામાં આવતો  .
એક વખત  દેશીંગા દરબાર ઉપર જપ્તી બેઠી  .અને તેનો વહીવટ કરવા સરકારી મેનેજર  મુકાણો  ,આ મેનેજરને એક ચારેક વરસનો દીકરો હતો  ,એ ભાનુમતીનો  બહુજ હેવાયો થઇ ગયો   , એટલે સુધી કે એ દીકરો એની મા પાસે લાડ ન કરે  એવું લાડ  ભાનુમતી પાસે કરે  .દાદા ગીરી કરીને ખાવાનું પોતાને ગમે એવું ભાનુમતી પાસે બનાવડાવે  હું બહારગામ ગયો હોય ત્યારે  જ્યારે પાછો ઘરે આવું ત્યારે
બાળકો માટે  મારા દીકરા માટે અને મેનેજરના દીકરા માટે  ગાંઠીયા પેંડા જેવું કશુંક ખાવાનું લઇ આવું , ભાનુમતિ કરકસર કરીને  મારા અને મેનેજરના  દીકરા રણછોડને  થોડું થોડું આપે અને વધ્યું ઘટ્યું  રણછોડની  બીકે સંતાડી રાખે અને જરૂર પ્રમાણે  થોડું થોડું આપે  .ભાનુમતી અમારી બાજુની તોછડી પણ પ્રેમ નીતરતી  ભાષામાં રણછોડીયો કહે  ,
રણછોડ આવીને ભાનુમતી પાસે કંઈક  ખાવાની માગણી મુકે   ભાનુમતી કહે  હવે નથી  તું બધુંય કાલે ખાઈ ગયો  .રણછોડ કહે  તું ખોટું બોલછ તે સંતાડ્યું છે  . એવું બોલી ખાંખા  ખોળા કરીને  ગોતી કાઢે  અને પછી દેખાડે  બા તું કેતી તીને કે હવે નથી  .જો આશું  છે? પછી ભાનુમતી બબડે  આ કારવેલીયો સાતમે પાતાળ સંતાડ્યું હોય તોય  ગોતી કાઢેછ  .
વખત જ્તાં જપ્તી  ઉઠી ગઈ  મેનેજર જતા રહ્યા   . આ વાતને વર્ષો વીતી ગયાં હવેતો  ભાનુંમતીનો રણછોડીયો  ડોક્ટર થઇ ગયો હતો  .અને અમેરિકા પણ આવી ગયો હતો   .રણછોડનીજ  જ્ઞાતિના  મુંબઈના એક ધનાઢ્યના  પોતાની દીકરી માટે  રણછોડ ધ્યાનમાં આવ્યો  .જો આ દીકરીના  રણછોડ સાથે લગન થઇ જાય  તો દીકરી અમેરિકા જાય અને કારે કરાદે અમે પણ અમેરિકા જઈ શકીએ   ,અને એ માટે  સગાઓની લાગવગ અને પૈસાના જોરે દીકરીના સગપણનો  પ્રયાસ આદર્યો  . ધનાઢ્ય  માબાપની દીકરી  નાપાસ થતાં  થતાં   માંડ  બી ,એ કરેલું  બાપને ત્યાં રસોયા ઘાટી વગેરે કામવાળા  એટલે દીકરીને રસોઈ વગેરે  ઘરકામ આવડે નહિ  ,અને આવું કામ કરવું પણ ગમે નહિ  . રણછોડ ને ભારતીય ખોરાક ખાવો ગમે  એને  પિઝ્ઝા વગેરે અમેરિકી ખોરાક ખાવો ગમે નહિ  .રણછોડ એક ગુજરાતી બેનને  થોડા પૈસા આપે એટલે એ બેન  રણછોડ માટે એને ભાવતું ભોજન  બનાવી  આપે  ,દીકરી વાળાએ રણછોડના મામાને પકડ્યો  એને મામાને વાત કરી કે જો તું  મારી દીકરીનું સગપણ તારા ભાણેજ સાથે કરાવી આપે તો હું તુને બે લાખ રૂપિયા આપું  .
પૈસાની લાલચમાં  મામાએ  રણછોડના માભાપ
આગળ  દીકરીના વખાણ આદર્યાં રણછોડ વિષે મામા બધું  જાણતા હોય કે રણછોડ  ચુસ્ત શાકાહારી છે  .ગુજરાતી ખોરાક ખાવાનો આગ્રહી છે  . મામાએ રણછોડના માબાપને વાત  કરીકે  જો રણછોડ માટે  એક માલદારની દીકરી મારા  ધ્યાનમાં છે   . એ તમારા ઘર માટે  અને રણછોડ  માટે  યોગ્ય છે  .દીકરીના માબાપ ખુબ પૈસાદાર છે  .એને ત્યાં ઘણા નોકરો કામ કરનારા છે  પણ  દીકરીના માબાપે  દીકરીને  રસોઈની અને  વાસણો સાફ કરવાની ઘરમાં કચરા પોતું કરવા વગેરેની ટ્રેનીંગ આપી રાખી છે એટલે દરેક કામમાં દીકરી પાવરધી છે  .
બે લાખ રૂપિયાની લાલચમાં પોતાના ભાણેજ ને ભાઠે ભરવી દીધો  .દીકરીના માબાપને  રણછોડની  નબળી કડીની  વાત કહી રાખી  .
રણછોડનાં  માબાપ કન્યાને જોવા માટે  મુબઈ  ગયાં   .કન્યાના માબાપે અગાઉથી  કંદોઈ બોલાવીને અનેક જાતની મીઠાઈ ફરસાણ બનાવી રાખેલી  .રણછોડના માબાપ  કન્યાના ઘરે પહોંચ્યાં  બરાબર તેજ સમયે  કન્યાના માબાપે કન્યાના હાથમાં તાવેથો   પકડાવીને  તૈયાર દૂધપાક ના  બકડિયા પાસે બેસાડી દીધી  કન્યા દૂધપાકમાં  તવેથો હલાવ હલાવ કરે  .કન્યાની માએ  રણછોડની માને બધી રસોઈ  દેખાડીને કીધું  કે આ બધી રસોઈ મારી દીકરીએ જાતેજ કરી છે  .રસોયા કે મને હાથ અડાડવા પણ  દીકરીએ  દીધો નથી  .
પછીતો રણછોડ અમેરિકાથી આવ્યો ઘડિયા લગન લેવાણા  દીકરી અમેરિકા પહોંચી  .અને દિકરીનાં  માબાપે હાશકારો અનુભવ્યો  .
રણછોડ રાજી થયો અને એને એમ થયું કે હવેતો પત્નીના હાથનું બનાવેલું  ભાવતું ભોજન  ખાવા મળશે  પણ રણછોડની એ આશા ઠગારી નીવડી  .કહેવતમાં કીધું છે કે
નભ તારા અને ભ્રામક જળાં  આશાને અનુમાન
એ છ   ન હોય આપણાં  છુટેલ તીર કમાન
રણછોડ કહે તારી રસોઈ કળા મને ક્યારે દેખાડીશ  હું જે બેનના હાથનું ખાવાનું ખાતો હતો  એજ તું આવી તોય ખાવું પડે છે  .પત્ની બોલી  તું ધીરો ખોભર  હું તુને બધુંજ ખવડાવીશ  હમણાં મારે અમેરિકન ખોરાક ખાવાનો અનુભવ કરવો છે  .તું તારે બેનનું પહેલાની માફક  ખાતો તો એવું ખાધા કર  હું તો અમેરિકન ભોજન થોડા દિવસ ખાઇશ  .પછી તુને તારું મનગમતું ભોજન બનાવી આપીશ  .
ડુંગરે ડુંગર ભેળા  ન થાય પણ માણસે માણસ તો ભેગા થાય પછી અમને ખબર પડી કે રણછોડ અમેરિકામાં છે  .અને એવી રીતે રણછોડને અમે અમેરિકામાં છીએ  એ પણ ખબર પડી ગએલી  .રણછોડે એની વાઈફ એલચીને  ભાનુમતીના પ્રેમની એની રસોઈની અને પોતે ભાનુમતીને  બાળ પણમાં  પજવતો એ બધી વાત કરેલી  .એકદી  એલચી બોલી ચાલને આપણે  બા ની  મેમાન ગતિ માણવા  એને ઘરે જઈએ  .   સાંભળીને  રણછોડ બોલ્યો  જો આપણે  બાને ઘરે જઈએ તો રસોઈ તારે બનાવવી  પડશે  કેમકે બાને એની આઉમ્રે      આપણાથી  એને રસોઈ કરીને આપણને  જમાડે એવું આપણાથી  નો કહેવાય  .એલચી બોલી  એતો હું બાને થોડાં  ફૂલાવીશને કે બા રણછોડ તમારી રસોઈના બહુ વખાણ  કરતો હોય છે એટલે  બા ફુલાઈ જશે અને રસોઈ કરવા માંડી   પડશે  . રણછોડ  થોડું ઉંચે સાદે બોલ્યો કે  તું બાને બનાવવાની વાત કરે છે એ મારાથી જરાય સહન થાય એમ નથી  ,
એક દિ  રણછોડનો   અમારે ઘરે આવવાનો કાગળ આવ્યો  . મેં એને જવાબ કાવ્યના રૂપમાં આપ્યો  .
વાલા કોકદી  મારે ઘેર આવજો જાઉં  વારી રે
થાજો  મોંઘેરા  મારા મેમાન   વિનંતી  અમારી રે
ઢોહા  શેકીને કરજો લાડવા જાઉં   વારીરે
રાંધી રાખજો અડદની ડાળ  વિનંતી અમારી રે
ખાજો પીજો અને ખવડાવજો  જાઉં વારીરે
પછી વાસણ  નાખજો ધોઈ  વિનંતી અમારી રે
કાગળ વાંચીને એલચી બોલી રાંધવાનું  વાસણ સાફ કરવાનું બધું આપણેજ કરવાનું ?  નાં લખી નાખ કે  હમણાં મને રજા મળે એમ નથી એટલે નહિ અવાય  નહીતર  એલચીને તમને સહુને મળવાની અને ફર ફરતી રસોઈ કરીને તમને સહુને  જમાડીને પોતાની રસોઈ કળા  દેખાડવાની  બહુ ઈચ્છા હતી   .એલચીની વાત સાંભળી રણછોડ બોલ્યો  . મને આવું  અસત્ય  બોલવાનું મારા માબાપે નથી શીખવ્યું  .

भूखे गरीब दिलकी खुदासे लगन न हो सच है कहा किसीने भूखे भजन न हो

मेरे प्यारे दोस्तों आज आपको मैं दो छंद आपकी खिदमतमे पेश करुँगा सिर्फ  दो
एक सवैया  और दूसरा कुण्डलिया
सवैया   ।
भुखमे राजको  तेज सब घट गयो ,  भुखमे सिध्धकी रिद्धि हारी   .
भुख्मे कामिनी काम सो तज गई ,भुखमे तज गयो पुरुष नारी
भुख्मे और वहेवर नहीं बन पडत  भुखमे रहत कन्या कुमारी
…………….……………………………………… कहत कवि गंग भजन नहीं बन पड़त  चारोही बेदसे भूख न्यारी
इस छन्दमे  मैं एक लिटी  भूल गयाहु  तो आप सियाने लोगको   मेरी विनती है की आप सूधार ले   .
कुण्डलिया छंद  …
रोटी तुझको रंग है पावत सब संसार
ज्ञानी ध्यानी जोगी जती जब लग ले आहार
जब लग ले आहार पार गति प्रेमकी सूझे  ,
भूख समे कछु बात और नर कबु  न बुझे
कहे कवि गिरिधर राय सब देवनमे मोटी
पावत सब संसार  रंग है तुझको रोटी

विश्वमित्रकी देख तपस्या इन्द्रको ईर्षा आई इन्द्रने भेजी अप्सरा मेनका तपस्या भांग हो जाइ …सन्तोभाइ

DSCN0075 Bhanu_1

 
 ઋષિ વિશ્વામિત્રને  એવી તીવ્ર ઈચ્છા થઇ કે  હું સ્વર્ગના ઈન્દ્રનું ઇન્દ્રાસન પડાવી લઇ અને પછી હું પૃથ્વી ઉપરજ સ્વર્ગની રચના કરું અને લોકોને સ્વર્ગ સુધી ધક્કો ખાવો નો પડે  .અહીજ બધા જુવાન રહે કદી બીમાર પડે નહિ   . અને મરે  પણ નહિ  .બસ જ્લ્સાજ જ્લ્સાજ લોકોને થઇ જાય  એટલે તેઓએ  કઠીન તપસ્યા આદરી  .જમવામાં પણ ફળ  ,ફૂલ ,પાંદડાં નોજ આહાર કરતા  ,સ્ત્રીઓનોતો પડછાયો પણ પોતાની નજીક  ન  દેખાય  એવી ઘોર તપસ્યા  આરંભી
ઇન્દ્રના  જાસૂસો  સ્વર્ગ લોક  , પૃથ્વી લોક  , અને પાતાલ લોક   . બધે રાત દિવસ ફરતા રહેતા  .કામવાસનાના  કીડા  ઇન્દ્રને જસુસેજ ખબર આપેલી કે અત્યારે અહલ્યા  એકલી છે  .એમના પતિ ગૌતમ  ઋષિ  નદીએ સ્નાન કરવા ગયા છે  .એટલે તારે અહલ્યા સાથે વ્યભિચાર કરવો હોય તો  બહુ સારો મોકો છે  .
એમ વિશ્વામિત્રની તપસ્યા બાબત જાસૂસેજ ઇન્દ્રને ખબર આપેલી  .વિશ્વામિત્રની તપસ્યાથી ઈન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા માંડ્યું હતું  .એટલે ઇન્દ્રે તાત્કાલિક અપ્સરા  ઉર્વશીને બોલાવી અને વિશ્વામિત્રનું તપ ભંગ કરવા   પૃથ્વી લોકમાં મોકલી  . ઉર્વશી વિશ્વામીત્રથી થોડે દુર રહી નૃત્ય આરંભ્યું  .પણ   બ્લોગર વાળા  આતાની જેમ   વિશ્વામિત્રને   ઉર્વશીના નૃત્યની કોઈ અસર થઇ નહિ  . તેઓ અડગ રહ્યા  . આખર ઉર્વશી  નૃત્ય કરીને થાકી  તેના પગ અને આખું અંગ  શીથીલ થઇ ગયું  .એટલે તે  નિરાશ વદને સ્વર્ગ  લોકમાં પાછી ફરી  .અને ઇન્દ્રને પોતાની નિષ્ફળતાના  માઠા સમાચાર આપ્યા  .આ વખતે ઇન્દ્રાસન  જોર જોર થી  હલબલી ઉઠ્યું હતું   .  ગભરાએલા ઇન્દ્રે  જલ્દી અપ્સરા મેનકાને  ઋષિનું તપભંગ કરવા માટે બોલાવી  ,  મેનકાએ પોતાના બે હાથ જોડી  ઇન્દ્રને વિનંતી કરી કે પ્રભો હું અત્યારે ઋતુ મતિ છું  એટલે આપ કોઈ   બીજી અપ્સરાને મોકલો  પણ ઇન્દ્રે મેનકાની  વિનંતીને ઠુકરાવી અને મેન્કાનેજ ઋષિનું તપ ભંગ કરવા મોકલી  .મેનકા જ્યાં ઋષિ તપ કરતા હતા એ સ્થળે આવી અને પોતાના કામણ પાથર્યાં  અને બીજી બાજુ કામદેવે  કામબાણ નો મારો ચલાવ્યો  .અને ઋષિની સમાધિ તૂટી અને તપસ્યા ભંગ થઇ  ,એટલે પોતાની ફરજ પૂરી થઇ એમ માની  મેનકા સ્વર્ગ તરફ જવા રવાના થતી હતી  ,એટલે તુર્તજ  ઋષીએ એની પીખડી પકડી અને કીધું  કે હવે તુને હું કદી  તારું શિયાળ ભંગ કર્યા વગર છોડવાનો નથી  .મેનકાએ ઋષિને કાકલુદી ભરી વિનંતી કરી કે  પ્રભુ મને હવે આપ અક્ષત યોની સાથે સ્વર્ગમાં જવા દો  ,પણ ઋષિ ઉપર કામદેવ સવાર હતો   . कामतुराणाम् न भयं न लज्जा   પછી કામાતુર અને ક્રોધાતુર ઋષીએ  મેનકાને સગર્ભા કરીનેજ છોડી  મેન્કારે ઇન્દ્રને  ખુશ ખબર આપ્યા  .ઈન્દ્રનું સિંહાસન ડોલતું બંધ થયું  .પછી ઇન્દ્રે સ્વર્ગ નાં તમામ દેવતાઓને  તેડાવ્યા અને જબરી પાર્ટી રાખી  .ગંધર્વો ગીતો ગાવા માંડ્યા। કેક મગાવી એના ઉપર    મેનકા – વિશ્વામિત્રનું સહ શયન ચિત્ર   દોરાવ્યું  .અને સહુએ જલસા કર્યા પણ મારા જેવા દુર્ભાગીના લીધે  ઋષિ  તપસ્યામાં સફળ નો થયા  નહીતર મારા જેવાને સ્વર્ગ સુધી લંબાવું નો પડત  કેમકે અહીંજ  સુશી વિશ્વામિત્ર સ્વર્ગ કરી દેત

એક વખત બ્લોગર મિત્રોએ વિચાર  કર્યોકે આપણે આતાને તપસ્યા  કરવા મોકલીએ અને એની તપસ્યાથી ઈન્દ્રનું સિંહાસન ડગી જવા માંડે અને ઇન્દ્ર પોતાનું સિંહાસન બચાવવા આતાનું તપ ભંગ કરાવવા  મેન્કાજેવી અપ્સરા મોકલે તો  વિશ્વામિત્ર ડગે પણ આતા ડગે નહિ  , એટલે ઈન્દ્રનું સ્વર્ગનું રાજ્ય  અને સત્તાઓ આતાના હાથમાં આવી જાય  તો આતા પૃથ્વી ઉપરજ સ્વર્ગ સ્વર્ગ ઉભું કરી દ્યે એટલે કોઈને સ્વર્ગમાં જવાની જરુરજ ન રહે  બધા જુવાન થઇ જાય કોઈ માંદા નો પડે કોઈ મરે પણ નહિ  કદી દુષ્કાળ પડે નહિ  , અને જે લોકો મરીગયા છે  એ પણ સજીવન થઇ જાય  જે જોઈએ એ ખાવા પીવાનું  મળી જાય  ,બસ જ્લ્સાજ જલસા થઇ જાય  .પછી તપ કરવા મોકલવા માટે આતાને
સમજાવ્યા   આતાતો રાજી રાજી થઇ ગયા  .એમને એમ કે ઈન્દ્રનું રાજ ન મળે તો કઈ નહિ  છેવટે તપ ભંગ કરાવવા  અપ્સરા આવે તોય ઘણું છે  , આતા તો  મિત્રોના ચડાવ્યા ચડી ગયા અને તપ કરવા જવા તૈયાર થઇ ગયા  મિત્રો હેલીકોપ્ટરથી  માઉન્ટ એવરેસ્ટ ઉપર ઉતારી આવ્યા  .  આતા કારમી ઠંડીથી ધ્રુજવા  લાગ્યા   .એટલામાં જાપાનના હેલીકોપ્ટરે આતાને જોયા  એને એમ થયું કે આ બુદ્ધ ના જન્મ સ્થળ ભારતનો માણસ  અહી કેમ આવ્યો હશે  .  ? હેલીકોપ્ટર  આતાની નજીક ઉભું રહ્યું   .એક માણસે પૂછ્યું ભાઈ અહી કેમ આવ્યા છો  .આતા બોલ્યા તપ કરવા અહી આવ્યો છું  ,એણે આતાને કીધું તપ કરવાની બુદ્ધ ભગવાને ના   પાડી છે  એમણે   તપ કરી જોયું   .  એમણે અનુભવ કર્યો કે    તપ કરીને શરીરને  કષ્ટ આપવું એ યોગ્ય નથી  . પછી જપાનોઓએ  આતાને  ઘર ભેગા કર્યા  ,હેલી કોપ્ટાર માં બેઠેલી એક છોકરીએ  આતા સાથે  ફોટો પડાવવાની ઈચ્છા કરી આતાએ રાજી થઈને ફોટો પાડવા દીધો   ्‌ हमारे आता  तपस्या करने माउन्ट  एवरेस्टको जाइ   अप्सरा  न आई ठंडी आई   आताको शर्दी हो जाइ  . संतोभाई

મારો પોલીસ ખાતાનો રમુજી અનુભવ

હું પોલીસ ખાતાના એવા અનુભવો લખવા માગતો નથી કે જેમાં પોલીસ ખાતું વગોવાય ,
आखर इक ज़माने में मैंभी तो पुलिस था ? રુસ્તમી વાળો અનુભવ , मैंने लाइन मास्तरकु फुसला फुसलाके .એવા અનુભવ હું પોલીસમાં હતો ત્યારનાજ છે ને ? એવા અનુભવ લખવામાં મને સકોચ નથી થતો .
હું અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં હતો ત્યારની આ વાત છે , હું હતો ત્યારે એક એવો રીવાજ હતો કે જે હેડ કોન્સ્ટેબલ બદલાઇને બીજા પોલીસ સ્ટેશનમાં જાય એણે પહેલાના પોલીસસ્ટેશનના નાના કેસો વાળા કાગળો પોલીસ સ્ટેશનમાં રીટર્ન કરવાના રહેતા નાના કેસો જેવાકે રસ્તા ઉપર તોફાન કરતા લોકો ,ફૂટપાથ ઉપર અડચણ કરતા ,કે જાહેર જગ્યામાં જુગાર રમતા લોકો ઉપર ના કેસો .એક વખત મને , ધુળાજી ને , અને સતુજીને આવા કેસોના કાગળો ઈન્સ્પેક્ટરે આપ્યા . હું અને ધુળાજી પોલીસ ટ્રેનીંગ સ્કુલમાં પાસ થઈને હેડ કોન્સ્ટેબલ બનેલા જ્યારે સતુજી ઇન્સ્પેકટરની ભલામણ થી હેડકોન્સ્ટેબલ બનેલા . અઠવાડીએ ઇન્સ્પેકટર ચુડાસમાએ અમને ત્રણેયને બોલાવ્યા , અને દરેકને પૂછ્યું .ધુળાજીને પૂછ્યું .તારી પાસે કેટલા કાગળો છે . ધુળાજી કહે મારી પાસે 8 છે .સતુજી ને પૂછ્યું તારી પાસે સતુજી કહે 8 ધુળાજી અને સતુજીને કીધું કાગળોના જલ્દીથી નિકાલ કરજો . મને પૂછ્યું .તારી પાસે કેટલા કાગળો છે ? મેં જવાબ આપ્યો .મને ખબર નથી . અને ચુડાસમા ગરમ થયા .અને બોલ્યા તું કેટલો લાપરવાર માણસ છો તુને એટલી પણ ખબર નથી કે તારી પાસે કેટલા કેસોના કાગળો છે ,આવતે અઠવાડીએ મને બધા કાગળોનો નિકાલ જોઈએ સમજ્યો ?એવું બોલી બધાને જવા દીધા , અઠવાડીએ અમને પાછા બોલાવ્યા .અને પૂછ્યું ધુળાજી કહે મેં બેનો નિકાલ કર્યો .સતુજી કહે મેં ચારનો ,મને પૂછ્યું , તેં ? મેં કીધું હું એકેયનો નિકાલ નથી કરી શક્યો . કેમ હરામનો પગાર ખાય છે .? હું તારી ફીતડી આંચકી લઈશ , મેં મારા મનમાં કીધું આ ફિત પરિક્ષામા પાસ થઈને લીધી છે .કોઈની દયાથી નથી મેળવી આ ફિત લેવાનું તમારું ગજું નથી , દરેકને ચેતવણી આપીને જવા દીધા .આવા જુગારિયા રખડું હોય એ હાથ આવવા મુશ્કિલ હોય છે ,જેણે કેસ કર્યો હોય એ ઓળખાતો તો ગમે ત્યાંથી પકડી લાવીને કેસનો નિકાલ કરાવી નાખે પણ બીજાઓ માટે ઘણું અઘરું હોય છે . સતુજી બિચારો હેડ કોન્સ્ટેબલ તરીકે ટકી રહેવા પોતાના ઓળખીતા પારખિતા ઓને કોર્ટમાં મોકલી પોતાના ઘરના પૈસા આપી દંડ ભરાવી કેસનો નિકાલ કરાવે ,અઠવાડીએ વળી પાછા અમને ભેગા કર્યા , અને પૂછ્યું , ધુળાજી તેં ? ધુળાજી કહે સાબ એકજ કેસ બાકી છે . સારું આવતે અઠવાડીએ નિકાલ કરી નાખજે . સતુજી તેં ? સતુજી છાતી ફુલાવીને બોલ્યો .સાબ મેં બધાજ કેસોનો નિકાલ કરાવી નાખ્યો . ઇન્સ્પેકટર બોલ્યા શાબાશ . મને પૂછ્યું તેં ? જોકે તારી પાસે તો મોકાણ જેવા સમાચાર હશે , મેં કીધું હું એકેય કેસનો નિકાલ નથી કરાવી શક્યો .કેમકે .માણસો મળતાજ નથી . મારા સામે ડોળા કાઢીને બોલ્યા હું તુને હેરાન પરેશાન કરી મુકીશ . મેં મારા મનમાં કીધું . તમારા ડોળા આંખમાંથી નીકળીને જમીન ઉપર પડી જશે તોય મારા પેટનું પાણી હાલે એમ નથી . પછી સાબ બોલ્યા એકલો હિંમતલાલ અહી ઉભોરહે .તમે બંને જણા જાઓ , પછી ઓફિસની બહાર નીકળીને ધુળાજી અને સતુજી ગુસ પુસ વાતો કરવા માંડ્યા કે આજ હિંમતલાલની ખેર નથી . પછી ક્રાઈમના હેડ ક્લાર્ક ને બોલાવ્યો . ભાવનાણી … ભાવનાણી દલપત રામની જેમ સિંધથી આવેલો . ભાવનાણી આવ્યો . સબ બોલ્યા આ હિંમતલાલ તુને અને મને બેય ને ઘધેડે બેસાડશે .એના પાસેથી કાગળો લઈલે અને સતુજીને આપી દે . મેં ઇન્સ્પેકટર ના નામે રીવાજ પ્રમાણે લખીને કાગળો સોંપી દીધા . મને સતુજી ભેગા થયા ત્યારે બોલ્યા ગુરુ તમે કાગળિયાં મારા પુંછડા નીચે ઘાલ્યા મેં કીધું કાગળ બરાબર વાંચો મેં ઇન્સ્પેકટર ના પુંછડા નીચે ખોસ્યા છે .એણે તમારા પુન્છ્ડા નીચે ખોસ્યા છે .

भिंडा भादो मासका वडकु कहे ज़रूर

भिंडा भादो मासका वडकु कहे ज़रूर
मोतन इत आवे नहीं जगा करो तुम दूर
जगा करो तुम दूर वड़े तब अर्जी किनी
वर्षा रुत एक मास आस भिंडेकु दिनी
“कथे सु कविया कान ” मुद्दत नहीं रही एक उंडा
आया आसो मास भूखे सुकाया भिंडा
તોછડા ,ઉદ્ધત , ઘમંડી .માણસો કેવા હોય અને નિરાભિમાની , સરળ , વિવેકી માણસો કેવા હોય .એ સમજાવવા કવિએ આ છંદમાં પ્રયાસ કર્યો છે .
વડલાએ ભીંડાને એમ ન કીધું કે મારી નીચે તારી હજારો પેઢી નીકળી ગઈ છે ,અને તુને વાવનારની સેંકડો પેઢીઓ પસાર થઇ ચુકી છે પણ હું એનો એજ અહી ઉભો છું . માટે તું મૂંગો રહે . પણ વડલાએ બહુ નમૃતાથી કીધું ભાઈ આ વરસાદની ઋતુમાં મને ફેરવણી કરતા તકલીફ બહુ પડશે માટે તું મારા ઉપર કૃપા કરીને મને એક મહિનાની મુદ્દત આપ એક મહિનાની અંદર હું આ જગ્યા ખાલી કરીને બીજે જતો રહીશ ,

jy shri krushn

હે સત નારણ ભગવાન મને બ્લોગમાં બરાબર લખી શકું એ માટે મને વિશાલ બુદ્ધિ આપજે મારા નાથ

“તમે હિંમત છો, હું હિંમત નથી “- વિનોદ પટેલ

     ૯૩ વર્ષના સદાબહાર બ્લોગર અને મારા જેવા અનેકના મિત્ર શ્રી હિમતલાલ જોશી , જેઓ ‘આતા’ના હુલામણા નામે જાણીતા છે, તેઓએ   એમના જીવનના અનુભવો વિશેની વાતો એમના  બ્લોગમાં ઘણી લખી છે .

     આ ઉપરાંત પણ મિત્રોના બ્લોગમાં કોઈ પોસ્ટ વાંચ્યા પછી એમને કોઈ વાત યાદ આવે કે તરતજ મિત્રોને ઈ-મેલ મારફતે એમના જીવનના અનુભવની વાતો ઘણીવાર લખતા હોય છે .મને ઈ-મેલમાં લખેલી આવી કેટલીક વાતો અને કાવ્યો મને ગમી જતાં ઈ-મેલના ઢગમાં ખોવાઈ જાય કે રદ થઇ જાય એ પહેલાં એક જુદી ફાઈલમાં મેં સાચવી રાખ્યાં છે .

     એમાંથી આતાજીના જીવનના અનુભવની બે સત્ય ઘટનાઓ  નીચે પ્રસ્તુત કરું છું.

     અમેરિકામાં રહેતા કેટલાક વૃધ્ધોની દશા વિષે આતાજીને થયેલ જાત અનુભવને આવરી લેતી આ રસિક સત્ય અને પ્રેરક ઘટનાઓ  તમને જરૂર ગમશે.

DSCN0925

પાંજરા પોળ !

આ સત્ય ઘટનામાં તમે જોશો કે આતાજી વૃધ્ધાશ્રમને પાંજરાપોળ સાથે સરખાવે છે !

      એક 65 વરસ જેટલી ઉમરના ભાઈ બહુ શારીરિક નબળાઈ  ભોગવતા હતા પણ નોકરી કરતા હતા  .મેં એમને દોઢ ડાહ્યા થઈને વણમાગી સલાહ આપી કે  ભાઈ તમે ઘણું કમાયા છો. તમારી પાસે બે પૈસાનો જીવ છે  .હવે તમે તમારા શરીરની કાળજી રાખો અને રીટાયર્ડ થઇ જાઓ  .

     તેઓ બોલ્યા “મને મારી કંપની  છોડતી નથી .”

     મેં એમને મારો અનુભવ  કહ્યો  .

    મેં એને કહ્યું :” હું પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી કરતો હતો  .હું બહુ ભણેલો ન હોવા છતાં જવાબદારીવાળું  કામ સંભાળી રહ્યો હતો .આ વખતે મારી ઉમર 63 વરસની હતી  .શેઠની બહુ વિનંતીથી  હું અઠવાડિયું  મારા બદલે કામ કરવા આવનારને ટ્રેનીંગ આપવા રોકાએલો  .અને પછી હું  નિવૃત  થઇ ગયો  .મારી ઓછી ઉમર હોવાથી મને સોસીયલ સિક્યુરીટીના  પૈસા ઓછા આવે છે પણ હું સંતોષથી રહું છું  .તમે તો કોલેજના ગ્રેજ્યુએટ છો  .તમારી સારી નોકરી હોવાથી  તમારી પાસે ખાસ્સા પૈસા પણ જમા છે  .

      તેઓ એમના નાના દીકરા સાથે ન્યુ જર્સી રહેતા હતા  . મોટા દીકરાએ  ફોસલાવીને એમની પાસે લખાવી લીધુ કે એમના મૃત્યુ પછી તમામ પૈસા એમના મોટા દીકરાના દીકરાને મળે  . નાના દીકરાને આ વાતની ખબર પડી  એટલે એને થયું કે  બાપને મેં મારી સાથે રાખ્યા  મારા લીધે એ પૈસા બચાવી શક્યા  હવે જયારે બાપા નિવૃત થઇ ગયા છે,  બહુ અશક્ત થઇ ગયા છે તો હવે શા માટે મોટો ભાઈ બાપાની સેવા ન કરે ?

      મોટા ભાઈએ બાપાને રાખવાની આનાકાની કરી પણ પછી સબંધીઓના સમજાવવાથી  બાપાને પોતાને ઘરે લઇ જવા તૈયાર થયો અને બીજે જ દિવસે પાંજરાપોળમાં  (નર્સિંગ હોમ )મૂકી દીધા  . બાપા પાસે પૈસો ન હોવાથી સરકારી ખર્ચે નર્સિંગ હોમમાં રહ્યા. પાણી પેશાબ કરવાનું  નાહવાનું જાતેજ કરી લેતા હતા પણ બાપાને પાંજરાપોળમાં હડસેલી દીધા  અને પછી ત્યાં જ મોત આવ્યે મરી ગયા    .

     બીજી એક વાત કહું . એક ડોક્ટરની મા  થોડાંક  અશક્ત થયાં એટલે  ન્યુ જર્સીના  દેશી ભાષાના ડોકટરો નર્સો સાંજ સવાર પૂજા પાઠ થાય એવી પાંજરા પોળ-વૃધ્ધાશ્રમ માં માની સખત ના હોવા છતાં મૂકી આવ્યા . મા ધ્રુજતે હાથે રસોઈ  પણ કરી શકતાં  હતાં . પાંજરા પોળમાં ગયા પછી મા રાતે પાણીએ રોતાં હતાં . દીકરીને દયા આવી અને પોતાને ઘરે કેલીફોર્નીયા લઇ આવી. બે વરસથી દીકરીને ઘરે રહે છે.  દીકરીને ઘરકામમાં મદદ પણ કરે છે  .

તમે હિંમત છો, હું હિંમત નથી.

        આ સત્ય ઘટના તેઓએ ડો. કનકભાઈ રાવલને ઈ-મેલમાં લખી મોકલી હતી જેની કોપી મને  પણ મોકલી હતી .

 પ્રિય કનક ભાઈ,

       વૃધ્ધોનો  ઈન્ટરવ્યું  સલમાન ખાને લીધો એ જોયો  .

      આ દેશમાં સરકાર મદદ કરે છે તોપણ  વૃદ્ધ માબાપ ગમતા નથી  . ન્યુ જર્સીમાં દેશી ભાઈઓ વૃદ્ધાશ્રમ ચલાવે છે ત્યાં ડોકટરો નર્સો મંદિરો આપણાં હોય છે  .એક ડોક્ટર ની માને ફિનિક્ષ્થી એ નર્સિંગ હોમમાં મૂકી આવ્યો  .ઘરમાં નાનું કામ કરીને મદદ રૂપ થતી હતી છતાં નર્સિંગ હોમમાં મૂકી. ત્યાં આપણી ભાષા બોલનારા બધા હતા  પણ માજી રોજ રાતડે પાણીએ  રોતાં  .  બે કે તેથી થોડાં વધુ વરસ  રહ્યાં  પછી એની દીકરી પોતાને ઘરે કેલીફોર્નીયા  લઇ આવી  .હાલ માજી દીકરીને ત્યાં  રહે છે  .આનંદમાં છે  .આપણાં વડીલો દીકરીને ત્યાં રહેવું પસંદ નથી કરતા પણ ન છૂટકે  ક્યાં જાય  .મા બાપ  દીકરો પોતાને ત્યાં જન્મે  એ માટે માનતા કરતા હોય છે  .

      એક ભાઈ ગુજરાતી એન્જીનીયર છે  .અહી એણે નોકરી કરી  પોતાના દીકરાને આ દેશમાં ભણાવ્યો ગણાવ્યો  ભણાવી ગણાવીને બાજંદો કર્યો , પરણાવ્યો.   મારી જેમ વિધુર હતો  .દીકરા સાથે રહેતો હતો  .એક વખત દીકરાએ કીધું હવે તમારે  અમારાથી જુદા રહેવું જોઈએ, ઘણા વખત અમારે ત્યાં રહ્યા  .સરકાર પાસેથી મફત પૈસા પડાવવા માટે બધું દીકરાના નામે કરી દીધેલું.

           એ ભાઈ ફિનિક્ષ આવ્યા મારી ઓળખાણ થઇ  .પોતે ભાડે ઘર રાખીને સ્વતંત્ર રહેતા હતા  .પોતાની કાર પણ હતી. અહીના હવા પાણી ગમતાં હતાં .હજી ઉનાળો નોતો   આવ્યો  . એક વખત મને વાત કરી કે મને  અહી નથી ગમતું કેમકે મારા અહી કોઈ ઓળખીતા નથી મિત્ર સર્કલ નથી  .મેં એને  સમજાવ્યો  કે અહી બધું થઇ જશે  .મેં એને મારો દાખલો આપ્યો  . હું અહી આવ્યો ત્યારે મારો ગ્રાન્ડસન કે જેની મા અમેરિકન હતી.  ફક્ત એને જ અમે ઓળખતાં હતાં અને  એ કોઈ ઇન્ડિયન  ને ઓળખતો નોતો અને હવે તમે જુવો છો એમ કેટલા બધા દેશી લોકો મને ઓળખે છે  .

      એ બોલ્યો  . “તમે હિંમત છો, હું હિંમત નથી “ .

———————-

        ૯૩  વર્ષની પાકટ ઉંમરે આતાજી ફીનીક્ષમાં પોતાના ઘરમાં એકલા હિંમતથી અને આનંદથી પ્રવૃતિમય જીવન બસર કરે છે.

      આતાજી એમના બ્લોગમાં પરિચયમાં પણ લખે છે :

     “ હું પણ ૪૩ વરસથી અમેરિકામાં વસતો પણ અમેરિકન સીટીઝન ન થએલો અને મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદરથી આશરે ૩૦ મીલ દુર દેશીન્ગા નામના ગામડામાં જન્મેલો ૯૩ વરસની ઉમર ભોગવી ચુકેલો દીકરાઓથી હઝારો માઈલ દુર મારા પોતાનાજ ઘરમાં એકલો રહેતો ગુજરાતી હું છું”

       જુવાનને શરમાવે એવા ૯૩ વર્ષના આવા  ખખડધજ્જ હિમ્મતના ભંડાર સમા હિંમતલાલ જોશી –આતાજીને સલામ !

આતાવાણી પર એક નવી શરૂઆત

     ‘આતા’ આ ઉમરે પણ ગુજરાતી/ હિન્દી/ ઉર્દૂ  ટાઈપ કરી શકે છે; સરસ રચનાઓ બનાવે છે – એ એમની બહુમુખી પ્રતિભાનું જીવતું જાગતું પ્રતિબિંબ છે.

     એ બધું જોતાં અને તેમની રૂબરૂ મુલાકાત વખતે ઉપસી આવેલા તેમના માનવતા અને બાળક જેવા ઉત્સાહથી સભર વ્યક્તિત્વને એક સમર્પણ તરીકે, એમનાં લખાણોની ઈ-બુક બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. આ બહુ જ મહાભારત કામ છે. ૧૫૦ થી વધારે લેખો/ વાર્તાઓ/ કવિતાઓ; અને એમની ઉમર માટે સ્વાભાવિક એવા મુદ્રણ/ સંકલન દોષો આ કામને બહુ જ જટિલ બનાવી દે તેવાં છે.    આ માટે કમ સે કમ વીસ જેટલા સ્વયંસેવકો/ સ્વયં સેવિકાઓની જરૂર છે.

     એ સ્વપ્ન તો જ્યારે સાકાર થાય ત્યારે ખરું. પણ એ માટે મદદ કરવાના એલાનનો એક સબળ અને ઉત્તમોત્તમ પડઘો પડ્યો છે – બ્લોગર બહેન પૂર્વી મલકાન ની સરસ માવજતથી.

     પૂર્વી બહેન એમને સમય મળે ત્યારે આપણા વ્હાલા ‘આતા’ ના લેખોનું સંકલન કરીને આપણને આપવાનાં છે. એમના એ શુભ સંકલ્પને વંદન સાથે – એમનું પહેલું સંકલન આજે ‘આતાવાણી’ પર પ્રસિદ્ધ કર્યું છે.

આ છબી પર 'ક્લિક' કરી સ્વ.ભાનુબાની ખુમારીને અંજલીરૂપ  સત્યકથા વાંચો

આ છબી પર ‘ક્લિક’ કરી સ્વ.ભાનુબાની ખુમારીને અંજલીરૂપ સત્યકથા વાંચો