હું અંબાજી પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હતો .ત્યારની આ વાત હું કરું છું .અંબાજી પોલીસ સ્ટેશનની થોડી ઘણી વાત મેં ક્યાંક કરેલી પણ છે .
અહી હું ખુબ ખુશ હતો .મારો પગાર તો એમને એમ પડ્યો રહેતો .અહી બસો એક પારસી સજ્જનની હતી , જે અંબાજી અને આબુ રોડ વચ્ચે દોડતી ,અને થોડાક બીજે સ્થળે પણ જતી .આ પારસી પાસે કેટલીક ટેક્ષિઓ પણ હતી અદના પોલીસ માટે પણ જો જરૂર હોયતો ફ્રિ ટેક્ષિઓ મળતી બસમાં પણ પોલીસો અને તેનાં સગાં સબંધીઓ મફતમાં મુસાફરી કરતાં , દરરોજ બ્રાહ્મણો ને જમવાનું યાત્રાળુઓ કે જેણે અમુક બ્રાહ્મણોને
જમાડવાની માનતા માની હોય એના તરફથી મળતું , દાંતા રાજ્યને ભારત ગણતંત્ર માં જોડાયું એને થોડોક્જ સમય થએલો .
પોલીસોને રહેવાની સગવડ ન હોવાથી મારા જેવા અમદાવાદલી શહેરથી કે એવા બીજા શહેરોથી બદલી થઈને આવેલા પોલીસો ધર્મશાળામાં રહેતા હું રહેતો એ શર ઢ વ વાળી ધર્મ શાળા હતી . મારી સાણંદ માં રહેતી ઓળખીતી બેનનો ભાઈ બલદેવ મુંબઈ વાળી ધર્મ શાળાનો વહીવટ કરતો .બલદેવ બ્રાહ્મણ હતો એણે બીજા બ્રાહ્મણોને વાત કરી કે અમદાવાદથી આવેલા પોલીસોમાં હિંમત લાલ છે તે બ્રાહ્મણ છે .માટે એ અને એનું કુટુંબ આપણે જમીએ એ રીતે એ પણ જમે એવો બંદોબસ્ત કરીએ .
પછીતો બાપુ મને દરરોજ ચુચ્વતા ઘી વાલા લાડવા જમવા માટે મળવા લાગ્યા . થોડા દિવસો પછી બ્રાહ્મણો મારી ઈર્ષા કરવા લાગ્યા .તેઓએ બલદેવને કીધું .પોલીસને પેધાડ્યો સારો નહિ ,માટે હવેથી એને જમવા માટે બોલાવવો નહિ . બલદેવે મને બ્રાહ્મણોની ઈર્ષાની વાત કરી . પછી મેં બ્રાહ્મણ ભાઈઓને એવો ચમત્કાર બતાવ્યો કે તેઓ મને કાકા કહીને જમવા બોલાવવા માંડી ગયા .
એક દિ મને વિચાર આવ્યો કે અહી મારો ભાઈ અને મારા માબાપ અહી આવે તો એ પણ થોડા દિવસ જલસો કરી જાય . મેં ઘરે કાગળ લખ્યો અને કીધું કે તમે અહી આવો અને સાથે રંભી બેન અને બીજા જે કોઈ આવે એને બધાને તું તેડતો આવજે એવું મેં મારા ભાઈને કીધું .રમ્ભી બેન એ મારી ફોઈની દીકરી બેન થાય એના માબાપ રમ્ભી બેન જયારે બે વરસની હતી ત્યારે મૃત્યુ પામેલાં એટલે રમ્ભી બેનનો ઊછેર મારા માબાપે કરેલો .અને પછી યોગ્ય ઉમરે તેને સારું સાસરું પણ ગોતી આપેલું .
મારી મા મારો ભાઈ રમ્ભી બેન અને એનો દીકરો બાબુ કે જેની ઉમર પાંચ વરસની હતી .એ બધા અંબાજી આવ્યાં .મને એ લોકોએ પોતાના આગમનનો કાગળ લખેલો પણ મને મળેલો નહિ એટલે હું એને આબુરોડ લેવા જઈ શક્યો નહિ . અંબાજી આવવા માટે બસની ટીકીટ લેવા મારો ભાઈ ટીકીટ ઓફિસે ગયો .
મારા ભાઈનો ચહેરો મારા ચહેરાને ઘણો મળતો છે . ટીકીટ બાબુએ મારા ભાઈને પૂછ્યું તમે હિંમત લાલ નાં ભાઈ છોને ?ભાઈ કહે હા એટલે ટીકીટ બાબુ કહે તમારે કોઈને ટીકીટ લેવાની જરૂર નથી . એમ કહી એ પોતે જાતે બસની આગળની સીટ ખાલી કરાવી મારા ભાઈ વગેરેને બેસાડી ગયો .પહાડી ખર બચડો રોડ હોવાથી પાછલી સીટ વાળાઓને જરા તકલીફ થતી હોય છે .
આ વખતે અંબાજીમાં મુંડિયા વેરો લાવતો માથા દીઠ બે રૂપિયા વેરો હતો . અંબાજી ઉતર્યા પછી મુન્ડકા વેરો ઉઘરાવ નાર નટવર લાલે મુન્ડકા વેરો ન લીધો અને બધાંને મારે ઘરે મૂકી ગયો . આ વખતે મારી મા બોલ્યાં મારા ભાઈને કીધું જોતો ખરો ભાઈએ ક્યાંનું ક્યા માથું કાઢ્યું ? ભાઈ બોલ્યો મા મારો વારો હજી વાહે છે . અને ભાઈનો વારો આવ્યો ત્યારે મા ને અમેરિકા પુગાડ્યા .
મારો ભાઈ ,રમ્ભી બેન એનો દીકરો બાબુ અને મા અને મારો દીકરો હરગોવિંદ કે જે હાલ ઈન્ટરનેટ રેડિયો ઉપર ભારતીય સંગીત રવિ મંગલ અને ગુરુ પીરસે છે .
આબુ ઉપર હાલવાનું ખુબ હતું . બે વરસનો હરગોવિંદ કૂદતો જાય , દોડતો જાય અને રમત રાડા કરતો જાય જયારે બાબુને ભાઈ મા અને રમ્ભી બેન વાર ફરતા તેડતા જાય . આ વખતે રમ્ભી બેન બોલેલાં કે દીકરો સ્વર્ગમાં તો જ્યારે લઇ જાય ત્યારે પણ હમણાં નરકમાં નાખે છે .
રમ્ભી બેનના પાંચ દીકરા અને એક દીકરી પાંચેય દીકરા વેપાર ધંધો કરે અને બાંટવા કુતિયાણા અને ભડ માં વસે દીકરી તેના પતિ સાથે મુંબઈ રહે મુંબઈ એનો પતિ સારા પગારથી વેપારી ભેગી નોકરી કરે એક વખત મોટા દીકરા એ રમ્ભી બેનને કીધું કે બેન ના પૈસા બેન્કમાં પડ્યા છે .એમાં કંઈ બહુ વ્યાજ નો આવે જો મને પૈસા આપે તો હું વધારે વ્યાજ આપું રમ્ભી બેને દીકરી જમાઈને સમજાવ્યા અને મોટા દીકરાને પૈસા અપાવ્યા . પછી દીકરીને પૈસાની જરૂર પડી ત્યારે માને કીધુકે તું હવે મને ભાઈ પાસેથી પૈસા અપાવ .રમ્ભીબેને એના દીકરાને બેનને પૈસા આપી દેવાની વાત કરી ભાઈએ કી ધુ કે હાલ હું બહુ નાણાં ભીડ ભોગવું છું એટલે હાલ મારી પાસેથી પૈસા નીકળે એમ નથી , પછી રમ્ભી બેન નાના દીકરા પાસે ગઈ કે જે દીકરો આબુમાં સાથે હતો . એને પૈસા ભાઈને પૈસા બેનને પાછા આપી દેવા ભાઈને સમજાવવા વાત કરી . બાબુ ધમકાવવા જેવી ભાષા બોલવા લાગ્યો .કે બેન પાસેથી ભાઈને પૈસા તે અપાવ્યા ત્યારે મને તે પૂછ્યું તું ? વગેરે ઘણા અણગમતા શબ્દો બોલ્યો . એટલે વિધવા અભણ માને લાગી આવ્યું એટલે નાના દીકરા બાબુની પ્રોપર્ટીમાં કુવો હતો એમાં પડીને પ્રાણ તજી દીધા . રામ બોલો ભાઈ રામ
બાબુથી મોટો દીકરો છે એ બે માળના ડેલીબંધ વિશાળ મકાનમાં રહે છે ફળીયામાં પાણી માટે ડંકી પણ છે .આ ડંકી માં પાણી ભરવા બાજુના ઝૂપડ પટ્ટી વાળા આવે એક કાટિયા વરણ નો જુવાન દીકરો પણ પાણી ભરવા આવે એમાં રમ્ભી બેનના દીકરા કે જે મકાન માલિક છે .એની મોટી દીકરીને આ જુવાન સાથે પ્રેમ થઇ ગયો .ઉમરલાયક દીકરી આ છોકરા સાથે રહેવા જતી રહી . આ બાબત છોકરાના માબાપે છોકરાને કીધું કે તે આ જે તુલસી ક્યારામાં પગ મુક્યો એ અમને નથી ગમતું .પણ થોડા મહિનામાં બધું થાળે પડી ગયું . છોકરી છોકરાની માને સાસુ સમજીને પગે લાગે તો છોકરાની માં બોલે દીકરી તું ભામણ ની દીકરી તું અમને પગે લાગે તો અમે પાપમાં પડીએ . છોકરીને પોતાને ઘરે લાવવા માટે છોકરીના બાપે એક માથા ભારે માણસને વાત કરી એણે ખુબ પૈસા લઈને છોકરીને પાછી એના બાપને ઘરે પહોંચાડી દીધી .આ છોકરીથી નાની બેનો ઘણી હતી . એનું ક્યાય સગપણ થાય નહિ . એટલે મોટી છોકરી જે કાટિયા વરણ દીકરા સાથે જતી રહેલી એ બિચારીને મેણાં સાંભળવા પડે . એટલે કંટાળીને આ અભાગણી છોકરીને આપઘાત કરવો પડ્યો . આ છોકરીનો એક ભાઈ સગા મામાની દીકરીના પ્રેમમાં પડ્યો . બંનેના માબાપે છોકરા છોકરીને હેરાન પરેશાન કરી મુક્યા .
અમારી બાજુ આયર , મેર રબારી, વાઘેર , વગેરે ઘણી જાતિઓમાં મામાની દીકરી સાથે કાયદેસર લગ્ન થતા હોય છે .
પણ આ ઉંચી ગણાતી જાતિયો આવા લગ્ન માન્ય નથી રાખતા .
એક દિવસ કંટાળીને બંને જણાએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન દોરી ટૂંકાવી લીધી .
પ્રેમના પ્રાગ વડ હેઠ કૈક પ્રિતાલું પોઢી ગયા
કોક રોતલ રડતા ર્યા ભૂંડે મોઢે ભુદરા