Daily Archives: ઓક્ટોબર 17, 2014

મારો પોલીસ ખાતાનો રમુજી અનુભવ

હું પોલીસ ખાતાના એવા અનુભવો લખવા માગતો નથી કે જેમાં પોલીસ ખાતું વગોવાય ,
आखर इक ज़माने में मैंभी तो पुलिस था ? રુસ્તમી વાળો અનુભવ , मैंने लाइन मास्तरकु फुसला फुसलाके .એવા અનુભવ હું પોલીસમાં હતો ત્યારનાજ છે ને ? એવા અનુભવ લખવામાં મને સકોચ નથી થતો .
હું અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં હતો ત્યારની આ વાત છે , હું હતો ત્યારે એક એવો રીવાજ હતો કે જે હેડ કોન્સ્ટેબલ બદલાઇને બીજા પોલીસ સ્ટેશનમાં જાય એણે પહેલાના પોલીસસ્ટેશનના નાના કેસો વાળા કાગળો પોલીસ સ્ટેશનમાં રીટર્ન કરવાના રહેતા નાના કેસો જેવાકે રસ્તા ઉપર તોફાન કરતા લોકો ,ફૂટપાથ ઉપર અડચણ કરતા ,કે જાહેર જગ્યામાં જુગાર રમતા લોકો ઉપર ના કેસો .એક વખત મને , ધુળાજી ને , અને સતુજીને આવા કેસોના કાગળો ઈન્સ્પેક્ટરે આપ્યા . હું અને ધુળાજી પોલીસ ટ્રેનીંગ સ્કુલમાં પાસ થઈને હેડ કોન્સ્ટેબલ બનેલા જ્યારે સતુજી ઇન્સ્પેકટરની ભલામણ થી હેડકોન્સ્ટેબલ બનેલા . અઠવાડીએ ઇન્સ્પેકટર ચુડાસમાએ અમને ત્રણેયને બોલાવ્યા , અને દરેકને પૂછ્યું .ધુળાજીને પૂછ્યું .તારી પાસે કેટલા કાગળો છે . ધુળાજી કહે મારી પાસે 8 છે .સતુજી ને પૂછ્યું તારી પાસે સતુજી કહે 8 ધુળાજી અને સતુજીને કીધું કાગળોના જલ્દીથી નિકાલ કરજો . મને પૂછ્યું .તારી પાસે કેટલા કાગળો છે ? મેં જવાબ આપ્યો .મને ખબર નથી . અને ચુડાસમા ગરમ થયા .અને બોલ્યા તું કેટલો લાપરવાર માણસ છો તુને એટલી પણ ખબર નથી કે તારી પાસે કેટલા કેસોના કાગળો છે ,આવતે અઠવાડીએ મને બધા કાગળોનો નિકાલ જોઈએ સમજ્યો ?એવું બોલી બધાને જવા દીધા , અઠવાડીએ અમને પાછા બોલાવ્યા .અને પૂછ્યું ધુળાજી કહે મેં બેનો નિકાલ કર્યો .સતુજી કહે મેં ચારનો ,મને પૂછ્યું , તેં ? મેં કીધું હું એકેયનો નિકાલ નથી કરી શક્યો . કેમ હરામનો પગાર ખાય છે .? હું તારી ફીતડી આંચકી લઈશ , મેં મારા મનમાં કીધું આ ફિત પરિક્ષામા પાસ થઈને લીધી છે .કોઈની દયાથી નથી મેળવી આ ફિત લેવાનું તમારું ગજું નથી , દરેકને ચેતવણી આપીને જવા દીધા .આવા જુગારિયા રખડું હોય એ હાથ આવવા મુશ્કિલ હોય છે ,જેણે કેસ કર્યો હોય એ ઓળખાતો તો ગમે ત્યાંથી પકડી લાવીને કેસનો નિકાલ કરાવી નાખે પણ બીજાઓ માટે ઘણું અઘરું હોય છે . સતુજી બિચારો હેડ કોન્સ્ટેબલ તરીકે ટકી રહેવા પોતાના ઓળખીતા પારખિતા ઓને કોર્ટમાં મોકલી પોતાના ઘરના પૈસા આપી દંડ ભરાવી કેસનો નિકાલ કરાવે ,અઠવાડીએ વળી પાછા અમને ભેગા કર્યા , અને પૂછ્યું , ધુળાજી તેં ? ધુળાજી કહે સાબ એકજ કેસ બાકી છે . સારું આવતે અઠવાડીએ નિકાલ કરી નાખજે . સતુજી તેં ? સતુજી છાતી ફુલાવીને બોલ્યો .સાબ મેં બધાજ કેસોનો નિકાલ કરાવી નાખ્યો . ઇન્સ્પેકટર બોલ્યા શાબાશ . મને પૂછ્યું તેં ? જોકે તારી પાસે તો મોકાણ જેવા સમાચાર હશે , મેં કીધું હું એકેય કેસનો નિકાલ નથી કરાવી શક્યો .કેમકે .માણસો મળતાજ નથી . મારા સામે ડોળા કાઢીને બોલ્યા હું તુને હેરાન પરેશાન કરી મુકીશ . મેં મારા મનમાં કીધું . તમારા ડોળા આંખમાંથી નીકળીને જમીન ઉપર પડી જશે તોય મારા પેટનું પાણી હાલે એમ નથી . પછી સાબ બોલ્યા એકલો હિંમતલાલ અહી ઉભોરહે .તમે બંને જણા જાઓ , પછી ઓફિસની બહાર નીકળીને ધુળાજી અને સતુજી ગુસ પુસ વાતો કરવા માંડ્યા કે આજ હિંમતલાલની ખેર નથી . પછી ક્રાઈમના હેડ ક્લાર્ક ને બોલાવ્યો . ભાવનાણી … ભાવનાણી દલપત રામની જેમ સિંધથી આવેલો . ભાવનાણી આવ્યો . સબ બોલ્યા આ હિંમતલાલ તુને અને મને બેય ને ઘધેડે બેસાડશે .એના પાસેથી કાગળો લઈલે અને સતુજીને આપી દે . મેં ઇન્સ્પેકટર ના નામે રીવાજ પ્રમાણે લખીને કાગળો સોંપી દીધા . મને સતુજી ભેગા થયા ત્યારે બોલ્યા ગુરુ તમે કાગળિયાં મારા પુંછડા નીચે ઘાલ્યા મેં કીધું કાગળ બરાબર વાંચો મેં ઇન્સ્પેકટર ના પુંછડા નીચે ખોસ્યા છે .એણે તમારા પુન્છ્ડા નીચે ખોસ્યા છે .