

એક યહુદીનો રાબાઈ અને એક હિન્દુનો ધર્મ ગુરુ , યહુદીનું નામ મોજીસ ,અને હિન્દુનું નામ ઉર્ધ્વ , બંને વચ્ચે ગાઢી મિત્રતા ,બંનેના કુટુંબ પડોશમાં રહે ,એટલે નાનપણથીજ ,મોજીસ અને ઉર્ધ્વ વછે પાકી દોસ્તી .ઉર્ધ્વ આભેદ છેટ્માં જરાય માનતો નહિ
બંને એક બીજાના ઘરે જ્મી લ્યે .ફરક એટલોકે મોજીસનું કુટુંબ માંસાહારી અને ઉર્ધ્વનું કુટુંબ શાકાહારી એટલે જમવામાં કાળજી રાખવી પડતી . ઉર્ધ્વ ની વિશિષ્ટ પ્રકારની ચાલવાની ઢબ હતી .માણસ સાઈકલ ઉપર જતો હોય ત્યારે એનું શરીર ઊંચા નીચું નોથાય પણ પેદલ ચાલનારનું શરીર ઊંચા નીચું થાય ખરું .પણ આ ઉર્ધ્વની ચાલ એવી કે એ ચાલતો જતો હોય તોય સાઈકલ ઉપર જતો હોય એવું લાગે . બીજું ઉર્ધ્વ નાનો હતો ત્યારે એવી વાતો કરતો કે હું જ્યારે મોટો થઈશ ત્યારે મારા બાપા પહેરે છે .એવી પંડિત જેવી પાઘડી પહેરીશ ,
સમયને જતા વાર લાગતી નથી .બંને જણા મોટા થયા ,ધંધાર્થે જુદે જુદે ઠેકાણે રહેવા જતા રહ્યા . મોજીસના લગ્ન થઇ ગયાં ,મોજીસ એક દીકરાનો બાપ થઇ ગયો .અને એવી રીતે ઉર્ધ્વ પણ બાળ બચ્ચાં વાળો ગૃહસ્થી થઇ ગએલો .ઉર્ધ્વ વિરમગામ પાસેનાં નાનાં ગામડામાં રહે .અને મોજીસ અમદાવાદ રહે .સંજોગો એવા હતા કે ત્રીસ ત્રીસ વરસનાં વાણાં વાઈ ગયાં પણ એક બીજાને મળવાનો મોકો મળેલો નહિ કે પત્ર વહેવાર પણ થએલો નહિ .
એક વખત ઉર્ધ્વ ને લગ્ન પ્રસંગે નડિયાદ જવાનું થયું ,એટલે એ નડિયાદ જવા માટે બસમાં બેસીને રવાના થયો .વચ્ચે અમદાવાદ બસ ઉભી રહી અચાનક મોજીસે ઉર્ધ્વ ને જોયો .એની ચકરી પાઘડી અને ચાલ ઉપરથી મોજીસે ઓળખી લીધો કે આ ઉર્ધ્વ છે .મોજીસ ઉર્ધ્વને એકદમ ભેટી પડ્યો .ઉર્ધ્વ હેબતાઈ ગયો કે આ કોણ મને બાથે વળગી ગયો .પછી એક બીજા વચ્ચે ઓળખાણ થઇ મોજીસે ઉર્ધ્વને કીધું કે હવે મારે ઘરે ચાલ ઉર્ધ્વ કહે મારે નડીયાદ જવું બહુ જરૂરી છે .માટે હાલ હું તારે ઘરે નહિ આવી શકું ,વળી કોઈ વખત તારે ઘરે હું ખાસ આવીશ . મોજીસ કહે પછીની વાત પછી પણ આજ તુને હું મારે ઘરે લઇ જવા વગર રહેવાનો નથી . તું જોતો ખરો મારો પાંચ વરસનો દીકરો સેમસન તુને જોઇને કેટલો વધો રાજી થશે .સેમસનને તો મહેમાન બહુજ ગમે છે .એ મેમાન ને જોઇને એની વાહે વાહે ફરે છે .જમવા પણ એના ભેગો બેસી જાય છે .
મોજીસના આગ્રહને આધીન થઇ .ઉર્ધ્વ મોજીસને ઘરે ગયો .મોજીસની વહુએ લીંબુ વરીયાળી નાખીને શરબતનો મોટો ગ્લાસ ભરીને ઉર્ધ્વને
પીવા આપ્યો . પછી પોતે રસોઈ તૈયાર કરવા રસોડામાં ગઈ .સેમસન ઉર્ધ્વના ખોળામાં બેસી જાય એની ચકરી પાઘડી પોતાના માથા ઉપર મૂકી દ્યે .ઉર્ધ્વને સેમસનની આવી હરકતોથી કંટાળો આવતો હતો પણ તે કંઈ બોલી શકતો નોતો .પણ ઉર્ધ્વને સેમસન ઉપર ઘણી ખીજ ચડતી હતી ,
પછી મોજીસની વહુએ સૌ ને જમવા બોલાવ્યા .સેમસન ઉર્ધ્વ ના ભાણા માં જમવા બેસી ગયો .શીરો પૂરી અને ભીંડાનું શાક પીરસાઈ ગયું .અને ભજીયાં ગરમ ગરમ મોજીસની વહુ પીરસતી જતી હતી .સેમસન શીરો ઝડપથી ખાવા માંડી ગયો .ઉર્ધ્વનો ખાવાનો વારોજ આવવા નાદે ઉર્ધ્વ સેમસન ઉપર ની દાઝથી સમ સમી ગયો હતો .એક વખત ગરમા ગરમ ભજીયાં આવ્યાં .ઉર્ધ્વે સેમસનનો હાથ પકડીને ગરમ ભજીયાં ઉપર મસળવા માંડ્યો .સેમસન ચીસો પાડવા માંડ્યો કે મારો હાથ મેમાન કાકાએ દ્ઝાડ્યો .પોતાના વહાલા દીકરાની કરુણ ચીશોથી મોજીસ અને એની વહુનું હૃદય વલોવાય ગયું . બંનેને ઉર્ધ્વ ઉપર બહુ ગુસ્સો આવ્યો .એને ઉર્ધ્વના બંને હાથ બાંધી કકળતા તેલમાં ઘાલવા ગયાં ઉર્ધ્વ કરગરવા માંડ્યો કે હું તમારી ગાય છું મને માફ કરી દ્યો .મોજીસ બોલ્યો અમે હિંદુ નથી ,અમે તો ગાયને ખાઈ જવા વાળા છીએ ગમે તેમ તોય તું મારો મિત્ર છે એટલે તુને મારી નહિ નાખું પણ તે મારા દીકરાનો એક હાથ દજાડ્યો છે એટલે અમારા શાસ્ત્ર પ્રમાણે કોઈ તમને આંદ્ગલીનો ખોદો મારે તો તેનું કાંડું કાપી નાખવું .તમારો કોઈ એક માણસ મારી નાખે તો તમારે એના દસ માણસો મારી નાંખવાં .એમ કહી મોજીસે ઉર્ધ્વ નાં બંને હાથના પંજા કકળતા તેલમાં બોળી દીધા . અને પછી ઉર્ધ્વને કીધું બોલ તુને તારે ઘરે મૂકી જાઉં કે નડિયાદ તું મારો મિત્ર છે અને રહેવાનો છો આતો તે મારા અભોર બાળકને ક્રુરતાથી દજાડ્યો એનો મેં એક નાનકડો બદલો લીધો છે .