
ઋષિ વિશ્વામિત્રને એવી તીવ્ર ઈચ્છા થઇ કે હું સ્વર્ગના ઈન્દ્રનું ઇન્દ્રાસન પડાવી લઇ અને પછી હું પૃથ્વી ઉપરજ સ્વર્ગની રચના કરું અને લોકોને સ્વર્ગ સુધી ધક્કો ખાવો નો પડે .અહીજ બધા જુવાન રહે કદી બીમાર પડે નહિ . અને મરે પણ નહિ .બસ જ્લ્સાજ જ્લ્સાજ લોકોને થઇ જાય એટલે તેઓએ કઠીન તપસ્યા આદરી .જમવામાં પણ ફળ ,ફૂલ ,પાંદડાં નોજ આહાર કરતા ,સ્ત્રીઓનોતો પડછાયો પણ પોતાની નજીક ન દેખાય એવી ઘોર તપસ્યા આરંભી
ઇન્દ્રના જાસૂસો સ્વર્ગ લોક , પૃથ્વી લોક , અને પાતાલ લોક . બધે રાત દિવસ ફરતા રહેતા .કામવાસનાના કીડા ઇન્દ્રને જસુસેજ ખબર આપેલી કે અત્યારે અહલ્યા એકલી છે .એમના પતિ ગૌતમ ઋષિ નદીએ સ્નાન કરવા ગયા છે .એટલે તારે અહલ્યા સાથે વ્યભિચાર કરવો હોય તો બહુ સારો મોકો છે .
એમ વિશ્વામિત્રની તપસ્યા બાબત જાસૂસેજ ઇન્દ્રને ખબર આપેલી .વિશ્વામિત્રની તપસ્યાથી ઈન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા માંડ્યું હતું .એટલે ઇન્દ્રે તાત્કાલિક અપ્સરા ઉર્વશીને બોલાવી અને વિશ્વામિત્રનું તપ ભંગ કરવા પૃથ્વી લોકમાં મોકલી . ઉર્વશી વિશ્વામીત્રથી થોડે દુર રહી નૃત્ય આરંભ્યું .પણ બ્લોગર વાળા આતાની જેમ વિશ્વામિત્રને ઉર્વશીના નૃત્યની કોઈ અસર થઇ નહિ . તેઓ અડગ રહ્યા . આખર ઉર્વશી નૃત્ય કરીને થાકી તેના પગ અને આખું અંગ શીથીલ થઇ ગયું .એટલે તે નિરાશ વદને સ્વર્ગ લોકમાં પાછી ફરી .અને ઇન્દ્રને પોતાની નિષ્ફળતાના માઠા સમાચાર આપ્યા .આ વખતે ઇન્દ્રાસન જોર જોર થી હલબલી ઉઠ્યું હતું . ગભરાએલા ઇન્દ્રે જલ્દી અપ્સરા મેનકાને ઋષિનું તપભંગ કરવા માટે બોલાવી , મેનકાએ પોતાના બે હાથ જોડી ઇન્દ્રને વિનંતી કરી કે પ્રભો હું અત્યારે ઋતુ મતિ છું એટલે આપ કોઈ બીજી અપ્સરાને મોકલો પણ ઇન્દ્રે મેનકાની વિનંતીને ઠુકરાવી અને મેન્કાનેજ ઋષિનું તપ ભંગ કરવા મોકલી .મેનકા જ્યાં ઋષિ તપ કરતા હતા એ સ્થળે આવી અને પોતાના કામણ પાથર્યાં અને બીજી બાજુ કામદેવે કામબાણ નો મારો ચલાવ્યો .અને ઋષિની સમાધિ તૂટી અને તપસ્યા ભંગ થઇ ,એટલે પોતાની ફરજ પૂરી થઇ એમ માની મેનકા સ્વર્ગ તરફ જવા રવાના થતી હતી ,એટલે તુર્તજ ઋષીએ એની પીખડી પકડી અને કીધું કે હવે તુને હું કદી તારું શિયાળ ભંગ કર્યા વગર છોડવાનો નથી .મેનકાએ ઋષિને કાકલુદી ભરી વિનંતી કરી કે પ્રભુ મને હવે આપ અક્ષત યોની સાથે સ્વર્ગમાં જવા દો ,પણ ઋષિ ઉપર કામદેવ સવાર હતો . कामतुराणाम् न भयं न लज्जा પછી કામાતુર અને ક્રોધાતુર ઋષીએ મેનકાને સગર્ભા કરીનેજ છોડી મેન્કારે ઇન્દ્રને ખુશ ખબર આપ્યા .ઈન્દ્રનું સિંહાસન ડોલતું બંધ થયું .પછી ઇન્દ્રે સ્વર્ગ નાં તમામ દેવતાઓને તેડાવ્યા અને જબરી પાર્ટી રાખી .ગંધર્વો ગીતો ગાવા માંડ્યા। કેક મગાવી એના ઉપર મેનકા – વિશ્વામિત્રનું સહ શયન ચિત્ર દોરાવ્યું .અને સહુએ જલસા કર્યા પણ મારા જેવા દુર્ભાગીના લીધે ઋષિ તપસ્યામાં સફળ નો થયા નહીતર મારા જેવાને સ્વર્ગ સુધી લંબાવું નો પડત કેમકે અહીંજ સુશી વિશ્વામિત્ર સ્વર્ગ કરી દેત
એક વખત બ્લોગર મિત્રોએ વિચાર કર્યોકે આપણે આતાને તપસ્યા કરવા મોકલીએ અને એની તપસ્યાથી ઈન્દ્રનું સિંહાસન ડગી જવા માંડે અને ઇન્દ્ર પોતાનું સિંહાસન બચાવવા આતાનું તપ ભંગ કરાવવા મેન્કાજેવી અપ્સરા મોકલે તો વિશ્વામિત્ર ડગે પણ આતા ડગે નહિ , એટલે ઈન્દ્રનું સ્વર્ગનું રાજ્ય અને સત્તાઓ આતાના હાથમાં આવી જાય તો આતા પૃથ્વી ઉપરજ સ્વર્ગ સ્વર્ગ ઉભું કરી દ્યે એટલે કોઈને સ્વર્ગમાં જવાની જરુરજ ન રહે બધા જુવાન થઇ જાય કોઈ માંદા નો પડે કોઈ મરે પણ નહિ કદી દુષ્કાળ પડે નહિ , અને જે લોકો મરીગયા છે એ પણ સજીવન થઇ જાય જે જોઈએ એ ખાવા પીવાનું મળી જાય ,બસ જ્લ્સાજ જલસા થઇ જાય .પછી તપ કરવા મોકલવા માટે આતાને
સમજાવ્યા આતાતો રાજી રાજી થઇ ગયા .એમને એમ કે ઈન્દ્રનું રાજ ન મળે તો કઈ નહિ છેવટે તપ ભંગ કરાવવા અપ્સરા આવે તોય ઘણું છે , આતા તો મિત્રોના ચડાવ્યા ચડી ગયા અને તપ કરવા જવા તૈયાર થઇ ગયા મિત્રો હેલીકોપ્ટરથી માઉન્ટ એવરેસ્ટ ઉપર ઉતારી આવ્યા . આતા કારમી ઠંડીથી ધ્રુજવા લાગ્યા .એટલામાં જાપાનના હેલીકોપ્ટરે આતાને જોયા એને એમ થયું કે આ બુદ્ધ ના જન્મ સ્થળ ભારતનો માણસ અહી કેમ આવ્યો હશે . ? હેલીકોપ્ટર આતાની નજીક ઉભું રહ્યું .એક માણસે પૂછ્યું ભાઈ અહી કેમ આવ્યા છો .આતા બોલ્યા તપ કરવા અહી આવ્યો છું ,એણે આતાને કીધું તપ કરવાની બુદ્ધ ભગવાને ના પાડી છે એમણે તપ કરી જોયું . એમણે અનુભવ કર્યો કે તપ કરીને શરીરને કષ્ટ આપવું એ યોગ્ય નથી . પછી જપાનોઓએ આતાને ઘર ભેગા કર્યા ,હેલી કોપ્ટાર માં બેઠેલી એક છોકરીએ આતા સાથે ફોટો પડાવવાની ઈચ્છા કરી આતાએ રાજી થઈને ફોટો પાડવા દીધો ् हमारे आता तपस्या करने माउन्ट एवरेस्टको जाइ अप्सरा न आई ठंडी आई आताको शर्दी हो जाइ . संतोभाई