લંઘા ભાંડ ને ચારણા ઈ કરે બાબીની આસ ઇન્દર વરસે ચાર માસ બાબી બારા માસ

418493_398735700152681_1826065604_n
લંઘા  પોતાને હવે મીર  કહેવડાવે  છે   . માનવ સ્વભાવ એવો છે કે  તેને નવીનતા ગમે છે ,   ભાટ ને ગુજરાતમાં  બ્રહ્મભટ્ટ  અથવા  બારોટ કહે છે   . અમદાવાદ પાસેના ગામ  દહેગામ માં  જયાં બારોટ કે બ્રહ્મભટ્ટ  વસે છે એ ભાટ વાડા  તરીકે ઓળખાય છે  .    પીંજારા પોતાને મન્સૂરી  ,  કુંભાર પ્રજાપતિ  , કણબી પટેલ   , વાણંદ  પોતાને નાઈ  કહેવડાવે છે કેટલાકતો નાઈ બ્રાહ્મણ   . કહેવડાવે છે   . આયર પોતાને આહેર  , અહીર કહેવડાવે છે ,   સૌરાષ્ટ્રમાં  જુના વખતમાં કણબીઓએ  ઘણું  દુ :ખ  વેઠ્યું છે   . એટલે એ કણબી  પોતાને   કણબી   કહેવડાવવામાં ક્ષોભ  અનુભવે  એ વાત જુદી છે  . પણ તેઓએ પોતાને  પટેલ  કહેવડાવવાની જરૂર નથી   . કેમકે અમારી બાજુ  કણબીની  પોતાની આગવી અટક  હોય છે  , મણવર  , જુલાસણા  ,કણસાગરા   ,ત્રાંબડીયા ,  ઝાટકીયા  , વિકાણી  . ચાંપાણી   ,હિંગરાજીયા ,   , ડઢાણીયા   . વગેરે   આ અટક ઉપરથી  તમને ભાગ્યેજ ખબર પડે કે આ કણબી છે  ,  પણ જો પટેલ લખાવે તો બોલી ઉપરથી  ખબર પડી જાય કે આ  કણબી છે  ,
 મારા ગામ દેશીંગાના  દરબાર બાબી હતા   .  તેને  માગવા માટે  ભાટ આવતા આ લોકો મારવાડથી આવતા  . હું નાનો હતો ત્યારે એક ભાટ આવેલો  .   મારા બાપા પોલીસ પટેલની ઓફિસ પણ ડેલીમાં હતી  .  ભાટ  આવતા વેંત  એક છંદ  બોલ્યો  .  હું  બાપાની  ઓફિસ પાસે ઉભેલો  મેં એ છંદ સાંભળ્યો।  તમે માનશો એ છંદ મને યાદ રહી ગયો  . અને હજી પણ  યાદ છે  ,  જે આપને વાંચવા  માટે હું લખું છું  .  
रति बिन राज  रति बिन पाट रति बिन छत्र नही एके टीको
रति बिन साधु रति बिन संत  रतिबिन जोग न होय जतिको
रतिबिन   नर रतिबिन नार   रतिबिन  मानस लागत फीको  
कवि  गंग कहे सुन   शाह अकबर  नर  एक रतिबिन  एक रतिको  .
 આ છંદનો અર્થ તેદી હું નોતો સમજતો પણ મને  અક્ષરે અક્ષર  યાદ રહી ગયેલો  . છંદ સાંભળીયા પછી  મુઝફ્ફર ખાન  બાપુ એનો   કસુમ્બો  તૈયાર  ગીગા ખમીસા સંધિને હુકમ કરે   गीगा  गाडी तकिया ले  आ  और भाटकुँ बिठा   .  ભાટ ગાદી તકિયા ઉપર બેસે  અને  બાપુને પોરસાવવા   દોહરો  બોલે
 बाबी बादर  खानका कुलका एहि स्वभाव
गढ़ तोड़े  गेमर   हने  पीछा न धरे पाऊँ  ભાટનો દોહરો  સાંભળ્યા  પછી બાપુ બોલે  अरे एक दफा  मेरा बाप घोड़े पर बैठे थे  घोडा पुर जोशमे  दौड़ताथा   और  बड़के निचे से गुजरा तो मेरे अब्बाजान  ने  बड़वाई  पकडली  और पैरोंकी  आंटी डालके घोड़ेको लटका दिया था   . अरे मेरे बापके दादेने  तो  पैरोंकी  आंटी लगाके  हाथी लटका दिया था   બાપુની વાતને ટેકો અપાય   હા ભાપુ હા  સાચી વાત  . બાબીઓમાં કોઈનું મરણ  થાય તો  મરસીયા   ગાવા  લંઘીયુ આવે  ,  અને બાપુ  ઈ મરસીયા ગાઈને રુદન માંડે  તેદી ભલ ભલા  પાષાણ  હૃદયના  માણસનું હૃદય પીઘળી જાય   .   લંઘીયુ  જ્યારે  બાબી બેગમોનું મનો રંજન કરવા આવે ત્યારે  ગીત ઉપાડે
તું  તારે  દલ સાચું માને  વાત કહું મનોહરી (મન્દોદરી) ઇન્દ્ર્જીત જેવા દિકરા મારા  .  કુમ્ભકર્ણ   જેવા ભાઈ
ગઢ  સોનાની   લંકા અમારી ફરતી સુંદર  ખાઈ રે
 ગણેશજી  મારી ગાયું ચરાવે  નંદી સાંતીડાં  હાંકેરે
નવ ગ્રહ  મારે ઢોલિયે બાંધ્યા  . સૂરજ અજવાળા  કરતા રે
અપ્સરાયુ   મારે આંગણે નાચેને  ગંધર્વ ગાન ઉચ્ચારતા રે
વાયુ મારાં  વાસિંદા  વાળે ને મેઘ પાણી   ભરી આવતા રે
  તું તારે દલ સાચું માને  વાત કહું મનોહરી
અને પછી બાબિયાણીયું ભેટ સોગાદો આપે  અને લંઘીયુ વખાણ કરતી કરતી  રવાના થાય  ,
રૂડું  રૂડું  રૂપાળું  શેર બાંટવું  અલબેલું  શેર  બુલંદ ખાનજીને છે  લેર   બાંટવું અલબેલું  

ખેતી કરનારને દાખડો પડે , વેપાર કરે ઈને વીતે “આતા ” ક્યે સુનો મારા બ્લોગર ભગવાં પેરે ઈ જીતે

bobcat-stephan-lins-dpc
 मुंड मुंडाए तीन गन  मिठे सरकी खाज
खानेको लड्डू मिले  लोक कहे महाराज
અમેરિકન સરકારનો એવો કાયદો છે કે  કોઈબી વ્યક્તિ પોતાના ધર્મનો પ્રચાર કરવા અમેરિકામાં  આવી શકે  છે  .  આ  કાયદાનો લાભ લઇ  ભગવાં પહેરોકે ન પહેરો   કોઈ બી માણસ અમેરિકામાં    આવી  શકે છે પોતાને સાધુ  કહેવડાવતો  હોવો જોઈએ   . અને બીજું  તમે મંદિર મસ્જિદ કે  કોઈ પણ ધાર્મિક સ્થળ  બાંધો તો  એના માટે કોઈ પ્રોપર્ટી ટેક્સ  ભરવો પડતો નથી   .  આ કાયદાનો લાભ લઈ  અમેરિકામાં  વિશાળ મન્દિરો બની ગયા છે   . અને હજુ પણ બની રહયા છે  . ન્યુ જર્સી સ્ટેટમાં  એક સ્વામિનારાયણ મન્દિર  બની રહ્યું છે   . તે વિશ્વના  તમામ સ્વામિનારાયણ  મંદિરો કરતાં ભવ્ય હશે   .  બીજું  અમેરિકામાં  કથાકારો  .  ડાયરો કરવા વાળાઓ  વગેરે આવે છે  અને  નાણાના ખિસ્સા ભરી  સ્વદેશ જાય છે  .  અને આવા કથાકારો નાટક મંડળીઓ  ગઝલ  ગાવા વાળાઓને તેડાવનારાઓ પણ  ટિકિટ રાખી કમાઈ લ્યે છે  .  અને ડાયરા વાળા  પોતે અમેરિકા જઈ આવ્યો છે  એવી બડાઈ પણ દેશમાં જઈને કરી શકે   .

 ગુજરાતમાંથી એક  ભજન  ગાવા વાળાને તેડાવ્યો   . ગુજરાતમાં દારૂ બંધી એટલે   દારૂ પીવામાં ઘણા જોખમોનો સામનો કરવો પડે  , જ્યારે અમેરિકામાં  દારૂ પીવાની છૂટ  એટલે કથાકારો ભજનિકો  ભાગવા વેશ ધારીઓ છૂટથી દારૂ પી શકે 
  એક વખત   એક ભજનિકને તેડાવ્યો એની સાથે  વાયોલિન વાળો તબલા  વાળો સિતાર વાળો પણ આવે  .  આ ભગતનું નામ જગલ બિલાડો હતું  . આવું નામ રાખવા બદલ એના બાપને પૂછ્યું  તો બાપ કહે અમારા કુટુંબમાં  વાઘ નાગ  ચિત્રો   વગેરે નામો વાળા ઘણા છે  . એટલે  આ મારા દિરનું નામ જગલ બિલાડો   એટલે  જંગલી  બિલાડો  અમેરિકામાં જેને બાબ કેટ કહે છે   .
 એક વિશાળ   હોલમાં  ભજનનો કાર્યક્રમ રાખેલો  .   ટિકિટ પણ મોંઘી રાખેલી  લોકો પોતાનો અહમ પોષવા અને શર્મા શર્મી  મોંઘી ટિકિટ ખર્ચીને આવેલા  .  હોલ ભરચક ભરાય ગયો   . વાજિંત્રો વાળા સ્ટેજ ઉપર બરાબર ગોઠવાઈ ગયાં।  ભજન ગાવા વાળા જંગલ બિલાડા ભાઈ  હજુ આવ્યા નોતા ખુબ વાર લાગવાથી  પ્રેક્ષકો  અધીરા થઇ ગયા હતા   .  જંગલબિલાડા ભાઈ   ખુબ દારૂ પી ગયેલા હતા  . એટલે  બે હોશ જેવા  થઇ ગયા હતા પણ  કેટલાક સેવા ભાવિ યુવાનો ભગતને ઉંચકીને સ્ટેજ  ઉપર લાવેલા પણ તેમને ગાવાનો જુસ્સો   નિશાના કારણે તૂટી ગયેલો , થોડી વારે ભાનમાં જરાક  આવ્યા  .  પછી બોલ્યા  હવે શીતળા માની આરતી  ઉતારો  કોઈકે કીધું કે  શીતળા કોઈ દેવી નોતી પણ એક જાતનો ભયંકર  રોગ હતો  . જેની જડ અમેરિકા અને  રશિયાએ ભેગા થઈને  કાઢી નાખી છે  .   તેઓની વાત સાંભળી  ભગત બોલ્યા  ,   એ લોકો ખોટી અફવા ફેલાવી લોકોને ગેર માર્ગે દોરે છે પણ હું તે લોકોનું સાંભળી  નાસ્તિક થવાનો નથી   . અને પછી  ગદર્ભ  વાહિની શીતળા માની આરતી ઉતારી  ગુજરાતમાં શીતલને બળીયા દેવ કહેતા  સોરઠમાં કાલાવડ ગામમાં  શીતળા માનું મન્દિર છે તેના બે પૂજારી હતા એક મુસલમાન અને બીજો હિંન્દુ નછ મહિના ફકીર પૂજા કરે અને છ મહિના બાવો પૂજા  કરે   ઇસ્લામમાં  મૂર્તિ પૂજાને પાપ ગણવામાં આવે છે   . પણ  अर्थी दोषों   न पश्यति  આખર આરતી   ઉતારી  અને એકજને આરતી લીધી એક જણે  આરતીના પૈસા નાખવા માટે થેલી  અને એક જણે  પ્રસાદ ભરેલ તપેલું લીધું  .  આરતી માં કેટલા પૈસા  નાખવામાં આવે છે , એ પ્રમાણે  પ્રસાદ આપવામાં આવતો  .  આરતીનું કામ પૂરું થયું પછી  નભજન શરુ કરવાના હતા   પણ સિતાર વગાડનાર  બેનને ઝોકું આવી ગયેલું એટલે  પડી જવાયું  એટલે નસિતાર લાગવાથી કપાળમાં લોહી નીકળેલું  એટલે લોકો એમની   પાટા પિંડીની  તજવીજમાં  પડી ગયેલા  એટલે  ભજન ગાવાનું બહુ મોડું થઇ ગયેલું  . અને ભગત નિશામાં હતા  એટલે  ભજન ગાઈ શકે એમ નોતા   પણ તબલા વગાડનાર   હાસમ લંઘો  દારુપીધાં પછી  વધારે   પી  જવાથી ઉલ્ટી   થવાના કારણે   નીશો ઉતરી  ગયેલો એટલે  તે ભાનમાં હતો   . એટલે ભગતે એમને કોઈ  ભજન ગાવાનું કીધું  આ લંઘા લોકો  સરસ ભજન ગાતા હોય છે ,  ઇસ્માઇલ વાલેરા  (લંઘો ) સરસ  દિલ ડોલી ઉઠે એવા ભજનો ગાતો  ભગતનું  માનીને હાસમેં  નરસિંહ  મેહતાનું ભજન ગાવાનું શરુ કર્યું   .
 મેં ગોવાલણ  તોરી કાનુડા તારી મોરલીયે લલચાની રે એ એ 

આતાનો ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ સન ક્રિશાંગ જે સવા વરસની ઉંમરનો છે

શ્રાવણ સુદ પૂનમ બળેવ , રક્ષાબંધન દિવસ

DSCN0913

આ દિવસે  બલિરાજાને  વિષ્ણુ પત્ની   લક્ષ્મિ એ  બેન તરીકે  રાખડી બાંધેલી   ,અને જુગ જુગ જીવોના આશીર્વાદ આપેલા  . ત્યારથી  બેન ભાઈને રાખડી  બાંધવાનો તહેવાર  મનાય છે  . બહુ  પ્રચલિત  ઘણા વખત પહેલા  એક મુવી આવેલી  જ્યારે મારી ઉંમર બારેક વરસની હશે  . હાલ આ મુવી મળતી નથી   . મને આ મૂવીનું એક ગીત થોડું  ઘણું યાદ છે  . અને મારી ઉંમરના માણસોને એ ગીત યાદ પણ હશે   .  આ ગીત હું આપને  વાંચવા આપું છું  ,
रखियां बंधावो भैया  सावन आयारे  रखियां बंधावो भैया   .
तुम  राम  लछमन  जैसे  सूरज चन्दासे प्यारे हमारे भैया
जुग जुग जिवोरे  रखियां बंधावो  भैया
 મારું ચાલેતો હું  પ્રેસિડેન્ડ  ટ્રમ્પ ને  કહું કે તું  આ તહેવારને sister  brother day  તરીકે રાષ્ટ્રીય તહેવાર તરીકે  માન્યતા આપી દે જેમ  ઓબામાએ  દિવાળીને  રાષ્ટ્રીય  તહેવાર તરીકે આપી  .
 મને એલિઝાબેથ  ભૂલ્યા વગર   પોતે જાતે ગૂંથીને  દરવર્ષે રાખડી મોકલાવે છે જે હું  અહીં કોઈ બેન પાસે બઁધાવીને તેનો ફોટો  એલિઝાબેથને મોકલાકવું છું  . એક વરસ મેં મારા પરમ સ્નેહી મિત્ર   chris ની પત્ની   priscilla પાસે બઁધાવેલી  એક વરસ  એક ફિલિપિન્સ  બાઈ પાસે બંધાવેલી    .
 મારા જન્મના ગામ  દેશીંગામાં  આ દિવસને  હર્ડી જીતવાના દિવસ તરીકે મનાવે છે  .  સુતાર  એક હળવું નાનું હળ બનાવે  દરજી આ  હળ ઉપર નાનકડી ધજા બાંધે  ,  આ હળને લઈને એક જુવાન નક્કી કરેલ જગ્યાએ  હળને ઊંચું કરીને ઉભો રહે   . ચાર  દોડ વીરોને નક્કી કરવામાં આવ્યા હોય   . આ ચાર જણા નદીમાં સ્નાન કરીને પાણીના ઘડા ભરીને   ભીને પોતિયે  દોડવાના સ્થળે આવે  .    અહીં ગામ ગોર  બલિરાજાના નામના મન્ત્રો બોલી  દરેકની રાખડી બાંધે  અને  પાણી ભરીને ઘડા લાવ્યા હોય એ પાણી  નજીકના ઝાડને રેડી દ્યે   . આ દોડવીરોમાં હરભમ (હર બ્રહ્મ ) તો ખરોજ  ચારેય જણા  લાઈનબંધ  ઉભા રહે  પાછળ  દરબાર બંદૂક  ફોડે એટલે જવાનો દોડે  અને હાથમાં  હળ લઈને   દૂર  ઉભેલા જવાન પાસેથી એક જણ  હળ  આંચકી લ્યે આ હળ આંચકનારનો નમ્બર  પહેલો   .  આ પહેલા નમ્બર વાળાને  સવાશેર ગોળ  ગામનો શેઠ આપે અને બીજાઓને પા શેર  ગોળ આપૅ  દરબાર પણ  આવીરીતે ગોળ આપે  અને પછી  ગાજતે વાજતે સૌ ગામમાં જાય  . દર વર્ષે  હરભમ  પહેલે નમ્બરે આવે   .  એક વખત  હરભમે  પોતાના બદલે બીજા કોઈને મુકવાનું પટેલની કીધું  . અને પોતે સ્વેચ્છાએ  દોડવામાં  ભાગ  ન લીધો  .
 હરભમની ભેંસને  રૂપાળો નવ ચાંદરો પાડો આવ્યો   . પાડાતો  બાપડા માનું દૂધ  પીધા વગરજ  મરી જતા  હોય છે   . મારી નાખવામાં આવતા હોય છે   એટલેતો કહેવત પડી કે પાડાનાં  ખાડુ ન હોય   ખાડુ એટલે ટોળાં ન હોય   .
હરભમની  નવ ચાંદ્રા પાડાની  મા પાડાને ધવડાવ્યા  વગર  દોહવા  નદે  એટલે પાડો  જીવી ગયો  .   એક દિ  આ  નવ ચાંદ્રો અને  કુંઢલાં શિંગવાળો પાડો  જુવાન બની ગયો  . હરભમ  ભેંસો ચરાવવા  જાય ત્યારે  યમ દેવતાની જેમ  પાડા ઉપર   સવાર થઈને જાય   . એક વખત અચાનક પાડાએ  હડી   કાઢી એટલે હરભમ પાડા ઉપરથી   નીચે પડી ગયો   . અને એના પગનું હાડકું ભાંગી ગયું   . આ અરસામાં  નજીકના  ભાટ દરબારના ગામ  સરાડિયામાં  એક હાડ વૈદ હતો તેણે ભાંગેલ હાડકું જોડીને  પાટો બાંધી દીધો   . અને પાટા ઉપર તેલ રેડીને  ભીનો રાખવાનું  સૂચ્યન કર્યું  , થાંડાદિવસમાં  હરભમ  ચાલવા માંડેલો   .  અને  બળેવ આવી   આ વખતે  પટેલ વગેરે ગામના આગેવાનોએ  હરભમને  હળ  જીતવાની દોડમાં  ભાગ લેવાનો આગ્રહ  કર્યો   . હરભમનો પગ  ભાંગેલો હોવાથી  તેણે  હળ  દોડમાં  ભાગ લેવકણી વિનય  પૂર્વક ના પાડી   . પણ પછી  લોકોનું માન   રાખીં   દોડવા માટે તૈયાર થયો  .  બીજા દોડનારાઓએ   નક્કી કર્યું કે આપણે  બહુ ન દોડવું અને હરભમનો  પહેલો નમ્બર  આવવા દેવો   . દોડવાનું શરુ થયું   . અને હરભમે  હળ  આંચકી લીધું   .  ગામલોકોએ  બીજે દિવસે હરભમ ના  માનમા  ડાયરો રાખ્યો  . કાવા   . અને  કસુંબા થયા    . અને ઘરો ઘર  લાપશી રંધાણી  .
અને  હવે આ કમ્પ્યુટર યુગમાં  આવો જલસો નો થાય  અને હવે   “ઈ જોમ જાતું  રહ્યું  ફક્ત વાતું રહ્યું  ” 

વૃદ્ધોએ હૃદયમાં છુપાવી રાખેલું દર્દ ન કહેવાય ન સહેવાય .

20161227_120302-1
એક લખીશ  થોડી વિગતવાર સમજણ સાથે   આ  ભજન  દરેક વૃદ્ધજન વડીલ બુઝુર્ગ ને  લાગુ નથી  . પડતું   . અને જેને લાગુ પડી જતું હશે  .  એ જાહેર કરવાના નથી  . તેઓ બાંધી મુઠી રાખશે  . મને એક ભાઈ વાત કરતા હતા  , કે  હિંમત ભાઈ  તમારી ખુલ્લી મુઠી છે અમારી બાંધી મુઠી છે   , કેમકે તમે  કુટુંબ પરિવારથી દૂર  કાળા નાગની જેમ એકલા રહો છો   .(આ સમયે હું એરિઝોનામાં  કુટુંબ પરિવારથી દૂર  એકલો રહેતો હતો  .  )  અમે ખાસ કરીને મારી વાઇફે  પથ્થર એટલા દેવની માનતા માનીને અમારા દિકરાના લગ્ન કરાવ્યા  , અમે પતે પાટા બાંધીને ભણાવ્યો   દીકરો અમેરિકા આવ્યો  ઇના વાંહે અમે પણ આવયાં  જોયું તો અમારા  શાર્દુલ  સાવઝ જેવા દીકરાના ( એની વિહ નોરી વહુએ  નખોની સંખ્યા વિસ હોય છે  .  નોર નહોર એટલે નખ   ) ઈની  પરણેતર ઘરવાળીએ  નખ અને દાંત બેઉ કાઢી નાખ્યા  . હવે ભજન  વાંચો  જો તમને સમય હોયતો પણ  કોઈકનું ભલું કરવા માટે  લખાણ  લખ્વામાંથી  સમય ન મળતો હોય તો  ન વાંચતા ફક્ત ઇંગ્લીશમાં ફક્ત મારા લખાણનું શીર્ષક વાંચીને  લખજો કે તમારું લખાણ ઘણું સરસ હતું  . હવે તમે મારુ લખાણ વાંચો એપણ તમને તમારા લખાણ જેવુંજ ગમશે એટલું લખીને  મારાથી ચાર કલાક સુધી વાંચું તોય    ન ખુંટે એટલું  લાંબુ  લખાણ વાંચવા આપજો  . મને વાંચવું ગમશે કેમકે  મારી  જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા  હજી સંતોષાય નથી   .
હવે ભજન
ઘરડાં  દુખિયાં  થાશે આ જગમાં ઘરડાં હડ હડ થાશે
આવક હશે તો આવકારો મળશે નહિતર  મોઢાં  ફેરવી જાશે
અમેરિકા જેવા દેશમાં આવક હોય તોય હડકોલા  ખાશે  …આ જગમાં  ઘરડાં દુઃખી થઇ જાશે  ,
  સિનિયર  સેન્ટરમાં  જાવું હોયતો  ગગાને પૂછવા જાશે 
ગગો  ક્યે મને સમય નથી પછી  બાપો વિચારે ચડી જાશે  . 
અમેરિકામાં સરકાર ખર્ચે સિનિયર સેન્ટરો ચાલતા હોય છે એમાં વૃદ્ધો માટે આનંદ પ્રમોદની ઘણી  પ્રવૃત્તિઓ હોય છે  . એમાં જવા માટે  પોતાના સુપુત્રને કહે  કે  જે દીકરા માટે  પોતે ઘણો ભોગ આપ્યો હોય   . તે દીકરો કહે  બાપા તમેતો  નવરા છો હું નવરો નથી   . ત્યાં લોકો સાથે ગપ્પા મારવાનો શો અર્થ  એના કરતાં ઘરે રહીને માળા ફેરવો તો સારું
આવું સાંભળી બાપ વિચારે ચડી જાય કે  આ દીકરા માટે મેં કરજ  કરીને ભણાવ્યો મેં ફાટેલાં કપડાં પહેરીને  તેને સૂટ બૂટમાં  સજ્જ કરાવીને કોલેજ કરાવી અમેરિકા મોકલ્યો એ આ
 તોછડાય વાળા વાક્યો સાંભળવા  એવા વિચારે ચડી જાય  અમેરિકામાં કેટલાક સ્ટેટોમાં  સરકાર તરફથી   વેન એક ડોલરમાં  આખા ગામમાં તમારે જ્યા જવું હોય ત્યાં લઈજાય બાપાનાં ઘરવાળાં ક્યાંયક થી એવી વાત લઇ આવયાં કે  આ હેમંત આતા એવું કહે છે કે  ફક્ત એક ડોલરમાં  સરકારી મોટરું તમને  ગામ આખામાં  જ્યાં  જવું હોય ત્યાં લઈ જાય છે  .  એટલે માજીએ  બાપાને વાત કરીકે તમે પુત્ર પાસે અકેકો ડોલર માગો તો આપણે આપણી જાતે સેન્ટરમાં જઈએ   બાપાને દિકરા તરફથી કડવો અનુભવ થયેલો એટલે બાપા કહે આ વખતે તું જા  પણ એટલું ધ્યાનમાં રાખજે  કે પુત્ર કોઈ અગત્યના કામમાં ન હોય  ત્યારે જજે અને ડોલરની માગણી કરજે  .  ડોશીમા  કર્મી પુત્ર પાસે  હળવે હળવે  ગયા જોયું તો  ગગો  એની વાફન વાંહામાં  હાથ ફેરવતો હતો ઇના પોતાના બે હાથે ખભા દબાવતો હતો  .  માજી દીકરાની રૂમમાં ગયા  , માને જોઈ દિકરો  તાડુકીને બોલ્યો   . કેમ અહીં ઘુસી  ભસ શું કામ છે ?   માજી   લાચારી ભરી વાણીમાં બોલ્યાં    . ગગા જો તું અમને  અકેકો નડોલર આપ તો અમે જાતે સેન્ટરમાં  જઈએ અને તુને તકલીફ નો આપીએ   . સુપુત્ર માનો લાડલો બોલ્યો  . તુંતો નવરી છો આવો ખોટો ખર્ચો કરવા હું માગતો નથી  . આવું સાંભળી  તમારાં ભાનુબા  જેવાં  માજી બોલ્યાં  દિકરા  તારે તારી ગાંઠના ડોલર  નથી આપવાના  સરકાર અમને ઘણા પૈસા આપે છે એ તું બધા તારી બેંકમાં જમા કરાવી દે છે  એમાંથી આપવાના છે  , સાંભળીને   જેનો નવ મહિના  પોતાના પેટમાં સંભાળ્યો   . જન્મ્યા પછી  ઘણા વ્હાલથી ઉછેરીને  મોટો કર્યો  એ સુપુત્ર બોલ્યો જા  જા  સાલી  જલ્દી અહીંથી જતી રહે    .
હેમત આતા ક્યે  એક ડોલરમાં  સરકારી મોટરું જાશે એક  ડોલરજો માગે ગગા  પાસે અપમાનિત શબ્દ સંભળાશે   ..આ
રોતાં  રોતાં  માજી પોતાના ધણી પાસે ગયાં   ધણીએ મામૈયા  માતંગ વાળો દોહરો કીધો કે
 દિકરો  વહુજો વાંહો  કન્ધો   માકે ડીંધો  ગાળ
મામૈયો માતંગ  ચ્યે  હેંડો  અચીંધો કાળ  

પ્રસ્તુત છે . હરજાઈ કવિતાની કેટલીક કડીઓ

gty_debate_clinton_trump_as_161019_12x5_1600

મેં હરજાઈ કવિતા બનાવી  એમાં संतो भाई समय बड़ा हरजाई    થી શરૂઆત કરતો હતો   . પણ આપણા જેવા શાણા  માણસોએ મને કીધું કે  આ ભજન  કબીર સાહેબનું હોય એવું લાગે છે   . માટે એમાં કંઈક  ફેરફાર કરો  , અને  મેં  એ ભાઈનું માન
 રાખ્યું અને  આમ લખ્યું  . दोस्तो वक्त बड़ा हरजाई  , वक्तका कैसा भरोसा भाई   , दोस्तो वक्त बड़ा हरजाई   .  भक्त कवि  सुरदासका प्रसिद्ध  भजन  ”   मैया  मोरी मैं  नही माखन खायो  ”  इस ढंगसे  आपसे  गाया  जा सकेगा   .
 माशूक़ मील  तूं आशकारा मूझको  ,   लोग  न देखे सच्चाई  
बग़ैर  तुहमतसे  छोड़ा नही है  मरियम सीता माई  
दोस्तो वक्त बड़ा हरजाई  वक्तका कैसा भरोसा भाई
 यारो वक्त बड़ा हरजाई   १
 औरतसे बाज़ आये  अमेरिकाने चूंटणी  मॆ औरत  हराई
दो हज़ार सोलहकी चुटनी हुई तो  ट्रंपने  हिलरी हराई  …यारो  वक्त  २
आफत आने पर चिंता न करना  चिंतासे आफत न जाई
आफत समये उद्यम  करना    उद्यम आफत खा जाई  …यारो वक्त   ३
कम खाना कम बोलना  ज्यादा : पानी पीना भाई
मत देखो तुम बुरी नज़रसे  औरत  जो हो पराई  ..यारो वक्त  ..४
फूल तेरा काम खिल जानेका  महक देना प्रसराई
 भ्रमरतो  अपने आप आएंगे  मत ढुँढंको जाई  ..यारो वक्त ५
महज़ूज़  हयोगी घरमे औरत घर  जन्नत  हो जाई
गर औरत  ग़मगीन   रहेगी   घर दोज़ख  हो जाई  …यारो वक्त   ६
बे शऊर मत बन नादाँ तूं  बालोने सफेदी दिखाई
कुड कपट   करताही रहेगा   अंत समय  पछताई  …यारो वक्त   ७
इक शार्क कोथी ऐसी आदत  कथा कारो खा जाई
आता ” डाला उनको खानेको   दौड़के  शार्क  चली जाई  …यारो वक्त   ८
मेरा ब्लॉग आतावाणीमे थोड़ा जुट और सच्चाई
फिरभी लिखता  अपने मगजका  किसीका न लेता चुराई   ..९
इब्तेसाम औरतको  देखोतो  ग़मग़ीनी  चली जाई
उनके नाज़ नखरे  देखनेसे  मन मसरूर हो जाई। ..यारो वक्त   १०
हरजाई =  जिसका कोई भरोसा नही
माशूक़ = प्रेमिका    /// आशकारा= नि : संकोच  //महज़ूज़ = प्रफुल्लित
 बे शऊर = मुर्ख /// इब्तेसाम  = स्मित //  मसरूर =   प्रफुल्लित

કડી#8  ની વિગત  શાર્કનો માલિક  નિયમિત શાર્કને કોઈ વાર્તા કાર  , કથાકાર કોઈ સંત મહાત્માનો દાવો કરતો  કોઈ અમેરિકા આવે  દેશી ભાઈઓનું કલ્યાણ કરવા   અને  એ રીતે ડોલરથી પોતાનું ખિસ્સું ભરવા આવે  એવાને પકડી લાવીને શાર્કને ખવડાવે  એક દિવસ ઓલા આતાવાણી વાળા આતાને ભટકાણો  આતાને પૂછ્યું તમે કથાકાર છો કોઈ સંત મહાત્મા છો  ?  આતા કહે હું એમાંનો કોઈ નથી  .  હું તો ફક્ત  સાપ વીંછી જેવાં જેરી પ્રાણીઓને  મારા હાથમાં રાખું એને રમાડું  એને મારા મુખમાં જવું હોય તો જવાપણ દઉં   . મને શંકર દાદાનું વરદાન છે કે  મને તે કરડે તો પોતે   મરી  જાય   . એટલે તો કોઈ છોકરી મરી જવાની  બીકે  આતાને ચુંબન  કરવા નથી દેતી  પોતે આતાને ધરાઈને ચુંબન કરે છે  .  ઓલો શાર્ક  નો   માલિક  આતાને શાર્કને ખવડાવવા માટે લઇ ગયો   .  આતાને  શાર્ક ના હોઝમાં આતાને  નાખ્યા   . આતાને જોઈને શાર્ક દોડીને ભાગી ગઈ   .  એક માણસ શાર્ક ના માલિકને વાત કરતો હતો કે મારે ઘરે ઈન્ડિયાથી એક યોગી આવેલા તેણે મારી ઓસરીમાં બેઠાં  બેઠાં  ફૂંક મારી તો મારા ખેતરમાં પવન ચક્કી ફરવા મઁડી  ગઈ   . ઈ માણસને પોતાને ઘરે લઇ ગયો  . આતા પાસે ઓસરીમાં બેસાડીને ફૂંક મરાવી તો  પવન ચક્કી   જમીન માંથી નીકળીને  દૂર ફેંકાય ગયેલી  .   જય   ગણેશ

ભોગા ભગતે ભેંસ ખરીદી મૉટે શીંગડે મોયો , દોણું લઈને દોવા બેઠો પછી પોકે પોકે રોયો .

 
ભોગા ભગત  ઓલી કહેવત  છે કે
  બગ  , ભગત  , અને બિલાળો  ઈને ઇવા હેવા
હળવે હળવે  પગ ઉપાડે  ઈ સામાનો જીવ લેવા   .
એવા ભગત હતા   .  ભોગ ભગત  ડોકમાં માળા રાખે હાથમાં માળા રાખે  અને લોકો જુવે એમ ફેરવ્યા કરે   .  કોણી ઉપર પણ માળા બાંધેલી હોય  .” ”  આતા ”  જેવા કોઈકે દોહરો કીધોકે
હાથમાં  માળા ડોકમાં માળા  કોણીએ બાંધી માળા
એમ કરતાં જો રામ રીઝે તો હું પગમાં  બઘું માળા   .
 ભોગા ભગતની ઘરવાળી  ભોગલી  બહુ સત્ય નિષ્ઠ  વ્યહવાર કુશળ  , નીતિમાન સન્નારી હતી   .  આ લોકો  ભેંસો રાખતાં  એક ભેંસ બીજા વેતરની વ્યાણી અને પાડી આવી   .એના ખાવા માટે ત્રણ ભાર  કપાસિયા  લઇ રાખેલા હતા   . એટલામાં એક  ભેંસનો  ઘરાક આવ્યો  . એણે ભેંસ ખરીદવા માટે  120 રૂપિયાની ઓફર કરી એ જમાનામાં  રૂપિયા સોની અંદર બહુ સારામાં સારી ભેંસો મળતી   . ભેંસ ખરીદનારની માગણીથી  ભગત લલચાઈ ગયા  .   અને ભેંસ વેચી નાખી   . ભોગલી બોલી  અરે તમે ભેંસ શા માટે વેંચી ?એના દૂધ ઘી વેંચીને  આપનો ઘર વહેવાર ચલાવવાનો હતો   . એના માટે કપાસિયા લઇ રાખ્યા હતા  .  હું મહેનત કરીને ભેંસ માટે ઘાસ ચારો તો લાવતીજ હતી   .  તમારા એકસો વિસ રૂપિયાતો હું ફક્ત છ મહિનામાંજ  ઉભા કરી લેવાની હતી ઉપરાંત  છોકરાં  , ઘી  ,દૂધ  , દહીં ખાત મૈ મેમાન સંચવાત  . આ તમે  ભેંસ વેંચી નાખી ઈ બહુ મોટી ભૂલ કરી  ,
થોડા દિવસમાં એક માણસ  એક તરતની વ્યાએલી    ઘરડી ભેંસ લઈને  બહાર ગામ જતો હતો તે  આવ્યો   .  એણે  વાત વહેતી મૂકી કે કોઈ ઘરાક  હોય તો મારે આ ભેંસ  ફક્ત વિસ રૂપિયામાંજ  વેંચી નાખવી છે   .  ભોગા ભગતને  કાને આ વાત આવી ,  એણે ભેંસ   તુરત ખરીદી લીધી અને  પોતાની ઘરવાળી  ભોગલીને દેખાડી જો આ ભેંસ  ફક્ત વિસ રૂપિયામાં  લીધી છે   .  આપણે ઘરની ભેંસ વેંચી એના સો રૂપિયા  બચી ગયા   . હમણાં આ ભેંસ   પાશેર   દૂધ આપે છે  .  પણ પછી આપણે ખોરાકી કરીશું  એટલે  દુધે ચડી જશે   . અને આ પાડી છે ઈને  કોઈ ન જાણે ઇમ  જમાલીયા  કસાઈને  બાર આનામાં  આપી દેશું   , એટલે દૂધ આપણું અંગતનું થઇ જશે  .  ભોગલીએ ભેંસ જોયા પછી  ઊંડો નિસાસો નાખ્યો  . અને અફસોસ વ્યક્ત કરતાં  બોલી કે  આ ભેંસ ઘરડી છે   . ઈને ગમે એટલું ખવડાવો તોય  એનું દૂધ  પાશેરમાંથી અર્ધો શેર થવાનું નથી   .  ભોગાએ ત્રણ ભાર કપાસિયા  પોતાની ભેંસ કે જે પોતે વેંચી નાખેલી  .   એને  ખાવા માટે ખરીદેલા  એ બધા કપાસિયા  આ ઘરડી ભેંસ ખાઈ ગઈ  . પણ એનું દૂધ પાશેરમાંથી અર્ધો શેર થયું નહિ  , પછી કોકની સલાહ માનીને
  હાડકાનો ભૂકો  કપાસિયા અને ભરડકામાં  ભેળવીને   ભેંસને  ખવડાવવા   માંડ્યા   ,  લોકોથી  છાનું  રાખીને કેમકે પોતે ભગત થઈને  આવો  ભ્રષ્ટ  ખોરાક ભેંસને ખવડાવે છે  એવું લોકો જાણેતો  પોતાની આબરૂના કાંકરા થઇ જાય   . પોતાની ભેંસ વેંચાયેલી એના પૈસા  જે આવેલા એ બધા વપરાઈ ગયા   .  પણ ભેંસનું દૂધ વધ્યું નહીં   , અને એક દિ ભેંસને આવો ખોરાક વધુ પડતો ખાવાથી આફરો ચડ્યો અને ભેંસ મરી ગઈ   ..
એક બીજી   લગભગ આવી વાત  હું આપને  વાંચવા  ની તકલીફ  આપું છું  .  જોકે કોઈને વાંચવાનો સમય નથી   . ફક્ત  શીર્ષક વાંચીને  ઇંગ્લીશમાં  એવી લખે કે તમારું લખાણ ઘણું સરસ હતું હવે અમારું લખાણ  વાંચો એ પણ નતમારા લખાણ જેવુંજ તમને ગમશે એમ લખીને  પોતાનું  લાંબુ લખાણ  કૃપા કરીને વાંચવા આપી દ્યે છે   .પણ બધા વાંચનારા આવા હોતા નથી   . કોઈ કોઇતો મારા લખાણ જેટલી લાંબી કોમેન્ટ આપે છે  .  એનું ભગવાન ભલું કરે  હું લખું છું એ ફક્ત  મારા મગજની કસરત માટે લખું છું મારા મનો રંજન માટે લખું છું  .  અને બીજા  જે કોઈ  રસ પૂર્વક વાંચે છે એના માટે લખું છું  .  આપ મારું લખાણ   ભલે ન વાંચો પણ આપણું લખાણ મને વાંચવા આપો છો એ માટે પણ હું આપનો આભારી છું  .
 હું  જ્યારે અમદાવાદની  સરદારનગર  પોલીસ  લાઈનમાં રહેતો હતો  , અને બકરાં  રાખતો હતો  . એ   આપને  ખબર છે  .  હું સાપ વીંછી ભમરા મધમાખી પકડીને લોકોને  દેખાડીને વિસ્મય પમાડું છું  . અને એ રીતે મારો અહમ  પોષું છું  ,  એ રીતે બકરીઓ બાબત પણ થોડું જ્ઞાન  ધરાવું છું   , એક વખત  મારી લાકડીના ઘા ના  કારણે બકરીના આગલા પગનું   હાડકું ભાંગી ગયેલું એ મેં   ચોંટાડી દીધેલું પૂ છો કેમ ?
 મેં બાવળની ડાળી  બકરીના પગ જેટલી  કાપી એને  બકરીના  ભાંગેલા પગ જેટલી  કાપી  એની છાલ ઉતારી  પગ જોઈન્ટ કરી ઉપર છાલ ગોઠવી મજબૂત પાટો બાંધી દીધો   , થોડા દિવસ બકરી ત્રણ પગે ચાલી અને પ છી ચારેય પગથી ચાલવા લાગી એટલે  મેં પાટો ખોલી નાખ્યો  .  આ વાતથી બકરીઓ રાખવાનો ધંધો  કરનાર ને અચંબો થયો  .
સરદાર નગરમાં  ભાગલા વખતે સિંધથી આવેલા  સિંધીઓને  વસાવેલા છે  , હું સિંધમાં રહેલો એટલે  થોડીક સિંધી ભાષા પણ બોલી શકતો  એટલું હું સિંધી ભેગો ભળી જાઉં  પણ  ખરો  ,  એક સિંધીને  બકરી રાખવાની ઈચ્છા થઇ ‘ એ મારી પાસે આવ્યો મને કીધું સાંઈ મુખે બકરી ઘુરજે  ,   મેં એને કીધું   . હાલ હું મારી બકરી વેંચી શકું એમ નથી  . પણ નરોડા પાસેના ગામ  મુઠીયામા  એક બકરીયું વાળો રહે છે  , એની પાસેથી બકરી મળી રહેશે   , અમો  મુઠીયા  ગામે ગયા  , મને સિંધીએ કીધું તમે બકરી પસંદ કરો  . મેં એક  સરસ  દ્ધ વળી બકરી પસંદ કરી  . પણ એ બકરી દુબળી પાતળી હોવાથી  સિંધીને પસંદ ન પડી  . પણ એને  એક ગાભણી  હોવાથી  મોટી અને જાડી દેખાતી હતી   , તે બકરી પસંદ પડી પણ એ બકરી થોડા દિવસજ  દૂધ આપવાની હતી પછી એ વસૂકી જવાની હતી  , એની મને ખબર પડી ગઈ   . સિંધી  ને ખબર ન પડી  .  એને મેં એ બકરી પચ્ચીસ  રૂપિયામાં અપાવી   , કેમકે બકરી વાળો મારુ ઓળખીતો હતો  .  મેં છેલ્લું વાક્ય સિંધીને કીધું કે  આ બકરી ફક્ત થોડા દિવસેજ દૂધ આપવાની છે પછી વાસુકી જશે  , એટલે તું કંટાળી જઈશ અને જ્યારે તુઝ કઁટાળી  જા ” તડે  મુખે ચઇ   જા  આઉં  વિઠો આહ્યા   ”   .  થોડા દિવસ પછી   સિંધી મારી પાસે આવ્યો અને બોલ્યો  , ” આઉં   કઃ  ખ  થી વ્યો  આહ્યા”  મને એણે  બકરી અઢાર  રૂપિયામાં  આપી દીધી   . મેં એ બકરીનું દૂધ  બે વર્ષ  પીધું  .  

આયુષ્યના 103 વરસ વટાવી ચૂકેલાં . અમેરિકન માજી મલીસા .

img_3506
 ગઈ   તારીખ   ડિસેમ્બર  16   2016  હું મોરિસસ્ટાઉન    ટેનેસીના  સિનિયર સિટીજન સેન્ટરમાં ગયો હતો  . મને સેન્ટરનનું વેન  લેવા આવ્યું હતું       .  મને લીધા પછી  એ એક બાઈને લેવા ગઈ   . આ બાઈ  પીળાશ પડતા ગોરા રંગની હતી   . એના વડવાઓ   ફ્રાન્સથી આવેલા  હશે  . તે એક વિશાલ હાઉસમાં એકલી રહેતી હતી   . એનું ઘર ઊંચાઈ ઉપર હતું   . એના ઘર પાસે ઉભા રહીને  નજર  નાખો  તો જ્યા સુધી  તમારી  નજર   પહોંચે ત્યાં સુધી એકેય મકાન દેખાય નહિ તેમજ ખાસ  કોઈ ઝાડવું પણ નજરે ચડે નહિ   . ઘાસની લોન મોવર કરેલી  ઊંચા નીચી જમીનજ દેખાય   .  એને લેવા આવેલું વેન  એના બારણાં   વગરના  ખુલ્લા ગરાજમાં ઉભું રહ્યું  હોર્ન વગાડેલું નહીં   . પણ વેનના આગમનના અવાજ થી મલીસા સમજી ગઈ કે મને લેવા માટે વેન આવ્યું છે  . મલિસા  ઘર બહાર નીકળી  અને વેનમાં  બેસવા ગઈ   . ડ્રાયવરે  એક પગથિયાં જેવું મૂકી રાખેલું   , એના ઉપર ચડીને   તે ઉતરી અને  તે વેનમાં સીટ ઉપર પોતાની મેળે બેસી ગઈ અને સીટ બેલ્ટ  બાંધી લીધો  એના પાસે  લાકડી હતી  . પણ એ લાકડીના ટેકાથી ચાલતી નોતી  ક્યારેક લાકડીને જમીનને અડાડતી હતી   . ડ્રાયવરે મને કીધું કે  મલિસા  103 વર્ષની ઉંમરની છે  .   . ચશમા પહેરે છે  .  કાને બરાબર સાંભળે છે  પોતાને ખાવાનું જાતે કરી લ્યે છે  .  જોકે આ દેશમાં  સુપર માર્કેટમાં બધું  તૈયાર  મળતું હોય છે   . ખરીદી કરવા માટે એના ઓળખીતા પારખિતા મદદ કરે છે  .  સેન્ટરમાં પહોંચ્યા પછી  તે વૅનમાંથી ઉતરીને  સેન્ટરના હોલમાં  પોતાની જાતે  ગઈ અને પોતાની ખુશી ઉપર બેસી ગઈ  તેને જમવા માટે   સેન્ટરના કર્મ ચારી અલ્પ આહારની થાળી  તેની આગળ મૂકી ગઈ   .  જમી લીધા પછી  બિંગો રમવા માટેનું કાર્ડ તેને કોઈ આપી ગયું અને તે  બિંગો રમી   .  તેનું શરીર  હાડકા ઉપર  ચામડી મઢેલું હતું  ,  હાડકા અને ચામડી વચ્ચે માંસ નામનુંજ હશે એટલે તેના શરીરની ચામડીયો  કરચલીઓ  વાળી હતી  .    અવાજ બહુ ધીમો હતો પણ સ્પષ્ટ   સમજાય એમ હતો   .  મેં મનોમન  શુભેચ્છા પાઠવી કે  મલિસા બેન તમે તંદુરસ્તી સાથે ઘણું જીવો  .
 એક દિવસ અમને  મોરિસટાઉનના એક પાર્કમાં લઇ ગયો હતો   . જેનો ફોટો અગાઉ  આતાવાણીમાં મુક્યો છે   .  ભૂલથી પણ મારા સામું  જોવાય જાય તો  મારી પ્રપૌત્રી  ઝિયા  કે જેને હું રણચંડી કહું છું   . તે પોતાની  આંખો  પોતાના વાળથી ઢાંકી  દેતી હતી  . તે  gianna   પોતાના ભાઈને આઘો ખસેડી   ફોટો પડાવવા  મારી બાજુમાં ઉભી રહી  ગઈ   . હું એને ज़िया  ضیا નામથી  બોલવું છું  , જે મૂળ અરબી ભાષાનો શબ્દ છે   . જેનો અર્થ  સૂર્ય પ્રકાશ  , અથવા પ્રકાશ  , રોનક થાય છે  ,
 એકદી અમે સહુ   pigieon   park  નામના ગામના  આઇલેન્ડના નામે ઓળખાતા  સ્થળે ગયા   . અહીં ઘણી બધી જુદીજુદી  વસ્તુઓની દુકાનો હતી    . એક શાંતા નો વેશ પહેરી  બેઠો હતો  . બાળકોને એની પાસે  ફોટો પડાવવા  ઉભા રાખે  અને બાળકોના માબાપ   ફોટા પાડવા વળી બાઈને પૈસા આપે  .  મારી સાથે શાન્તાએ હસ્ત  ધુનન  કર્યું   . અને  મને લીધી કે  તમે પણ  કાલે શાંતાનો વેશ પહેરી ઉભા રહી જાઓ  તમને પણ ફોટોપડાવવા  માટેના ભાગ્યમાં હશે એટલા પૈસા મળી રહે શે  . ફોટો પાડવા વાળી કહે  પણ એને કપડાતો શાંત જેવા મળી રહે પણ શાંત જેવડું પરત ક્યાંથી કાઢવું   ?   સાંભળીને શાંતા બોલ્યા  આઠેક મહિના વહેલી ખબર  તો કોઈ સેવાભાવી છોકરીને કહેત તો તે પેટ મોટું કરી આપત  શાન્તાની વાત સાંભળી  અમે અને બીજા કેટલાય માણસો હસી પડ્યા   .
 ગામનું નામ તો  piegieon  paark  હતું પણ ગામ અને આજુબાજુના વિસ્તારમાં ક્યાંય  કબૂતર નોતું   જોવા મળતું  નોતું   કેમકે  કબૂતર ચરકીને ઘર બગાડે છે  . એટલે    એનો નાશ કરી નાખવામાં આવ્યો છે  .    અમારી બાજુ  કબૂતરને ચણ અને ગાયોને કપાસિયા  ખવડાવવા માટેનો ધર્માદો કરે છે  .  શાયર નિંદા ફાજલીની મા  કહેતી કે  કબૂતર  સૈયદ  હોય છે  .  એને મરાય નહીં  . દેશીંગાના દરબાર  બાબી મુસલમાન હતા  .  તેઓ  હોલાં ને મારતા  પણ કબૂતરને નહીં  ,  વાળા અટકના કાઠી  હરણનો શિકાર ન કરે   સુવરનો  શિકાર કરે  મનુ સ્મૃતિમાં  પાળેલાં  ભૂંડ અને પાળેલાં  કૂકડાં  ખાવાની ના પાડી છે પણ જંગલી સુવર અને જંગલી કૂકડાં  ખાવાની હા પાડી છે  .  યહૂદી અને મુસલમાન  માટે સુવરનું માંસ  વર્જ્ય છે  ,

મંદિરમાં જોડા પહેરીને નો જવાય જોડા ભલે રબ્બરના હોય પણ મઁદિરમાં  નગારાં  તબલાં  રહી શકે  ભલે એ  કમાવ્યા વગરના ચામડાના હોય   .
 આ બધાં મનના કારણ છે  ,  મન માને ઈ સાચું   અનમાન્યુ  ફોક  , ઈને ઈન ચામડાના પગરખાં  અને ઈ ચામડાની બોખ

કાનજી બાપા યજમાન વૃત્તિની આવકના ભાગ બટાઇથી કુટુંબ ક્લેશથી કઁટાળી યજમાન વૃત્તિ છોડી અને ગામ છોડી ભાગેલા ,

img012

જ્યારે  કાનજી બાપા  ગામ છોડીને જતા હતા  .  ત્યારે પોતાના   મેર યજમાનોએ  તેઓને ગામ છોડી ન જવા સમજાવેલા   , કીધું કે   તું ગામ છોડીને જાય છે   . ભામણનો દીકરો  ગામ છોડીને જાય એ અમને નથી ગમતું   . તુને  જે ભાગ ભાઈઓ  આપતા હોય એ કોઈ વાંધો વચકો કર્યા વિના લઈલે  અને અમે લોકો  તુને ખેતીની પેદાશમાંથી આપીએ છીએ   એના કરતાં બીજાના કરતા થોડું  વધારે આપીશું  ,પણ ગામમાંથી  તું   જતો ન રહે   .    કાનજી બાપા વિષે તો આપે “આતાવાણી ” માં  વાંચ્યું હશે  . એટલે એ વિષે હું  વધુ વાત  ન કરતાં  મેર લોકો વિષે  લખવા બેઠો છું  . તો તે વિષે લખીશ  .
જુના વખતમાં પહેરવેશ  . દેખાવ ,  બોલચાલ  ઉપરથી  આ માણસ કઈ જાતિનો છે એ ઓળખાઈ જતું   .એક વખત એક ઘોડેસવાર મેર  બહાર ગામ જઈ રહ્યો હતો  .  ત્યારે  તેને  તરશ લાગી હતી  . કોઈ ગામના પાદરમાં  પનિહારીઓ  કુવા ઉપર પાણી ભરી રહી હતી   .મેરે  એક બાઈ પાસે પીવા માટે પાણી માગ્યું  . બાઈએ  પાણી પીવડાવ્યું   . પાણી પી લીધા પછી  મેર  એ બાઈને   થોડા પૈસા આપવા માંડ્યો   .  ત્યારે બાઈ બોલી  વીરા  ફક્ત મેં તુને પાણી પીવડાવ્યું. એમાં તું મનેપૈસાઆપવા બેઠો?મારાથી  આવા પૈસા ન લેવાય   . મેર બોલ્યો  અમારા  કુટુંબમાં કોઈએ  મફતમાં  કોઈનું  ખાવા  પીવાની દાનત નથી રાખી  .
મેરની ભાષા ખાસ હોય છે  . એ ભાષામાં   તુંકારાત્મક શબ્દો જ વપરાય છે  . માને  , બાપને દાદાને , કે કોઈ ઓફિસરને  , કે સંત મહાત્માને   ,  તુંકારાથીજ બોલાવે   ,   આતો જૂની વાતો છે  . અત્યારે  થોડો ફેર પડી ગયો છે એક ઉર્દુ શેર છે કે    . रंग बदल जाते है  , जज्बात  बदल जाते है
वक्त पे इंसानके ख़यालात बदल जाते है  जज्बात  = आकर्षण  
અમારા બાજુના ગામડાઓમાં  વાણંદ  , કુંભાર , દરજી , મોચી લુહાર  .   સુતાર   . વગેરે ખેડૂતનું કામ કરે એને   બાર મહિને ખેડૂત  ખેતીની જે પેદાશ થઇ હોય  એમાંથી   આપે  .  એક મેર  પોતાની ખેત પેદાશનો  ઢગલો કર્યો હોય   . એની પાસે ખાટલો ઢાળીને બેસે  અને હોકો ગુડગુડાવે   ,  અને જે વસવાયુ   લેવા આવે એને પોતાની જાતે ન આપતાં  એવું કહે કે  તારે જેટલું જોઈતું હોય એટલું  ઢગલામાંથી લઈજા ,  એક વખત એક બ્રાહ્મણ આવ્યો   , એણે  પછેડી પાથરીને  એમાં અનાજ  નાખ્યું અને પછી  પોટલી બાંધીને  ઉપાડવા ગયો પણ વધારે વજન હોવાથી પોટલું ઉપાડી ન શક્યો  . એટલે મેરને કીધું   , આમાંથી થોડુંક  પાછું લઈએ   લે  ,  મેર બોલ્યો   , અમારી સાત પેઢીમાં કોઈએ દીધેલાં  દાન   પાછાં  લીધાં   નથી  . એટલે હું પાછું લઈને  પાપ કરવા માગતો નથી  .  તું એ પોટકી  અહીં રહેવા દે અમે ઘરે આવશું  ત્યારે લેતા આવશું   ,અને તારે ઘરે પહોંચતી  કરી દઈશું  .
મેર લોકોમાં  ઘણી અટકો  ગામ ઉપરથી પડેલી છે  , જેવીકે રાણાવાયા  , કારા વદરા  , ઓડેદરા ,મોઢવાડીયા  ,  મૈયારીયા  ,  તરખાલા  , કડ઼ેઘીયા  . રાતીયા  વગેરે ઉપરાંત ચાવડા ,  ભૂતિયા  ,   વાઢેર જેવી અટકો પણ હોય છે  ,
પોરબંદર ના મહારાણાએ   અરબ ચાંચિયાથી  રક્ષણ  મેળવવા  મારવાડથી  બોલાવી  વસાવ્યા છે  ,  અને નાનજી કાલિદાસ  નામના લુવાણા  વેપારીએ  પોતાના વિશાળ  ખેતરોના ( આફ્રિકામાં  મોટા ખેતરોને સાંભા  કહે છે  , ) આફ્રિકાની આદિ વાસી પ્રજાથી રક્ષણ મેળવવા  મેર જવાનોને આફ્રિકમાં  લઇ ગયેલા અને વખત જતાં  મેર ની વસ્તી  ઈંગ્લેન્ડમાં પણ ઘણી  છે  , વધુ મેરની વસ્તી લીસ્ટર ગામમાં છે ,
પોરબંદર નજીકના ગામ ઓડદરમાં  સોરઠીયા રબારી  ના કુળદેવી માતાનો મઢ  છે  . માતાના દેવસ્થાનને  મંદિર ન કહેતાં   મઢ  કહે છે  .     
રબારી લોકો આખો દિવસ પોતાનાં   ઘેટાં  , બકરાં  ચરાવવા  સીમમાં હોય છે  , એટલે એ તકનો લાભ લઇ  લૂંટારુ  સંધીઓને  માતાનો મઢ  લૂંટવાની ઈચ્છા થઇ   . અને એક સંઘી લોકોનું  ટોળું  લૂંટ કરવા આવ્યું    . આ વાતની જેતા નામના મેરને ખબર પડી   એ કશો વિચાર કર્યા વિના  ખુલ્લી તલવાર સાથે  મઢની  રક્ષા કરવા એકલે પંડે ઉપાડ્યો  .  અને તલવાર ચલાવી  અને કેટલાય લૂંટારૂઓને ભોં  ચાટતા કરી દીધા   .  આ પ્રસંગને  બિરદાવતો દુહો   છે કે
મઢ  મેલી  માતા તેનો જો  તું  જેતા જાત  
તો તો  તારો  સવ (સર્વ ) ખંડ  ચેરો  (ટીકા )  થાત   ,સૂરજ ઉગત  નહિ   .
અત્યારે હાલ  માતાનો કોઈ તહેવાર  હોય  છે   , ત્યારે  જેતા  ના  પાવળિયાનું  પૂજન કરવાનું રબારી  ભૂલતા નથી  .

 જય માતાની

हमऐसी कुल किताबे क़ाबिलेजप्ती समझतें है जिसको पढ़के लड़के बापकोखब्तीसमझतेहै

શીર્ષકના  વાક્યનો અર્થ એવો થાય છે કે  જે પુસ્તકો વાંચવાથી   છોકરાઓ  (દિકરાઓ) બાપને ગાંડો સમજવા માંડે  ,  એવાં  બધાં પુસ્તકોને હું  જપ્ત કરવા માગું છું   .એક ગરીબ ખેડૂતનો  દીકરો  બાપની  ઘણી મહેનત  અને પેટે પાટા બાંધીને પોતે ફાટેલા  કપડાં પહેરીને  દિકરાને સુઈટ બૂટમાં  કોલેજમાં મોકલ્યો  .   કોલેજ તરફથી પિકનિકમાં જવાનું હોય  તો   વેપારી પાસેથી  આકરા વ્યાજે પૈસા લઇ   , પિકનિકમાં મોકલે   .  પણ એક દિવસ   પુત્રને  પિકનિકમાં જવાનું હતું   . બાપને કીધું  મારે કાલે સવારે પિકનિકમાં જવાનું છે  . માટે મને દસ રૂપિયા આપો  .  બાપ કહે ગગા  પિકનિકમાં જવાનું માંડી વાળ  કેમકે  હું અત્યારે તુને પૈસા આપી શકું એમ  નથી   . જો તું બે દિવસ વહેલો બોલ્યો હોત તો   હું શેઠ  પાસેથી  વ્યાજે  પૈસા લાવી આપત અત્યારે  રાતનાં હું પૈસા   હું લેવા જાઉં તો  શેઠને મારે ખુબ વ્યાજ આપવું પડે  . બાપની  કાકલુદી  વાત   સાંભળી  સુપુત્ર એકદમ ઉશ્કેરાય ગયો  . અને બોલ્યો તમે ગમે એમ કરો મારે  સવાર સુધીમાં પૈસા જોઈએ જોઈએ અને જોઈએ  જો મને પૈસા  નહીં આપોતો હું આપઘાત  કરીશ  બાપો  બાપડો ગભરાઈ ગયો  . અને તુરત  વ્યાજવટાનો ધંધો કરતા  વેપારીના ઘરનું બારણું  ખોલાવ્યું  .  શેઠે બારીમાંથી જોઈ લીધું કે કોણ છે  .  ખાતરી કર્યા પછી  શેઠે બારણું  ખોલ્યું  .  અને મનમાં બોલ્યો   . આ બકરો  ખરો આવ્યો  છે  .  ધરતી માતાનો છોરુ ખેડૂત  ભગવાનનો ડર રાખનારા  હોય છે  . એને ઘરમાં  ભગવાનની મૂર્તિને  દીવો કરવાનો પણ સમય નથી હોતો  . જ્યારે વેપારી   ભગવાનની પૂજા કરે આરતી ઉતારે  અને   ઘરાકોને આરતી  દેખાડે શ્રધ્ધ્ધાળુ  આરતી ઉપર બે હાથ મૂકી   . પોતાની આંખો ઉપર હાથ  મૂકી આરતીની થાળીમાં રૂપિયો નાખે  .
આમ ભગવાનના નામે વેપારી થોડા પૈસા કમાઈ લ્યે  .
ખેડૂતને જોઈ બહુ  ઠાવકી ભાષામાં બોલ્યો  . અરે જેહા ભાઈ આજતો કાળી રાતે આ ગરીબની  ઝૂંપડી  પાવન કરવા આવ્યા ? બોલો  તમારા માટે  હું શું સેવા કરું  ? ખેડૂત કહે એક દસ રૂપિયાની જરૂર છે  . શેઠ બોલ્યા  અરે દસ શું  વિસ જોઈએ તો વિસ લઇજાઓ  આ ઘર તમારુંજ   .  પછી હળવેક રહીને વાત મૂકે  કે અમારા યુનિયને એવો ઠરાવ  કર્યો છે કે   એક રૂપિયાનું ફક્ત  બે કાવડિયાં  વ્યાજ લેવું પણ ઇમર્જન્સીમાં  રાતના પૈસા પાપવા પડે તો  ત્રણ કાવડિયાં  વ્યાજ લેવું પણ હું તમારા પાસેથી   બેજ કાવડિયાં  વ્યાજ લઈશ પણ આ વાત કોઈને કહેતા નહીં    . એમ કહીને દસ રૂપિયા આપે  .
દિકરો  ભણીને કમ્પ્યુટર  નો  સ્પેશિયાલિસ્ટ  બન્યો   . અને અમેરિકા પહોંચ્યો   .
પરાક્રમી દિકરાના  કારણે  જેહાભાઈને ઘરે દિકરીયુંના   માબાપ  પોતાની દિકરી  અમેરિકા પહોંચે  એ હેતુ થી અને કાળે  કરાદે  પોતે પણ અમેરિકા પહોંચે   . અને  આ ભેગું કરેલું કાળું નાણું  ધોળા  ડોલરમાં ફેરવાઈ જાય   . અને અમેરિકા પહોંચી જાય   .  એક મુંબઈના ધનાઢ્યે  પોતાની દિકરી  અમેરિકા પહોંચે   એ હેતુથી  લાંચ રુશ્વત પણ આપવાની તૈયારી કરી  . દીકરાનુંનામ આલો હતું   . આલા એ મૂળ અરબી શબ્દ છે  .  જેના ઘણા અર્થ થાય છે જેમનો એક અર્થ શ્રેષ્ઠ   , ઉત્તમ  થાય    . જે  ઉર્દુમાઁ આમ લખાય છે  .  اءلا  છોકરાને એવી  ગણતરી  હતી કે હું એવી છોકરીને પરણું  કે જેને  ભણવા સિવાયનું  ઈતર જ્ઞાન ઘણું હોય  ઘણી મુસાફરી કરી હોય અને તેનો અનુભવ હોય   , દરેક જાતની ગુજરાતી રસોઈ આવડતી હોય   , ફિલ્મી ગીતો કરતાં  લોક ગીતોમાં વધુ રસ હોય   .  આ છોકરાની ટેવો  વિષે એનો સગો મામો જાણે  એક ધનાઢ્ય  મોટા બિજનીસ માણસે  છોકરાના મામાને હાથ ઉપર લીધો  . અને તેને  વાત કરીકે  જો તું તારા ભાણેજ  સાથે મારી દીકરીનું ગોઠવી દે તો  તુને હું બે લાખ  આપીશ   . ઓલું  સંસ્કુત વાક્ય છે કે  अर्थी दोषो  न  पश्यति   . એનો અર્થ એવો થાય છે કે  પૈસા મેળવવાનો  લાલચુ  માણસ  કોઈ  ખરાબી જોતો નથી   . એ  લાલચુ માણસે પોતાના બેન બનેવીને વાત કરીકે   એક મુંબઇનો ખુબ પૈસા પાત્ર માણસ  પોતાની દિકરીનું  સગપણ તમારા દિકરા  સાથે કરવા માગે છે   .  અને દિકરી  તમારા દિકરાને  અનુકૂળ છે   . દુનિયાના ઘણા દેશોમાં મુસાફરી કરેલી છે  . અને રસોઈ કળામાં  પણ પાવરધી છે   . લોક ગીતો લોક વાર્તામાં પણ ખુબ રસ ધરાવે છે   . આપણે એના મહેમાન બનીયે  તો એના હાવ ભાવ વિષે ખબર પડે  ,
 મામાએ  દિકરીના  માબાપને  કહેણ  મોકલ્યું કે અમે તમને મળવા આવવાના છીએ   માટે  સાવધ રહેજો   .  જયારે આલોકો ભવિષ્યના વેવાઈને મળવા જવાના હતા  .  ત્યારે  શેઠે કન્દોઇ તેડાવીને અનેક જાતની મીઠાઈ તૈયાર રખાવેલી   . અને  દિકરીને  તૈયાર દૂધપાકમાં   તાવેથો હલાવવા બેસાડી દીધી  .  અને વેવાઈએ  વાત કરીકે આ બધી રસોઈ અમારી દિકરીએ  બનાવી છે  . આ વખતે  ફિલ્મી ગીતોની રેકર્ડ   વાગી રહી હતી  .  દિકરીએ  કીધું કે  આવા ગીતો  સાંભળવામાં મને કઁટાળો આવે છે   . કોઈ લોક ગીત મૂકોને ?
પછી લગ્ન થઇ ગયાં  મામાના બે લાખ રૂપિયા પાકી ગયા   , દિકરી  સાસરે અમેરિકા ગઈ  . આલાએ કીધું આજે પહેલો દિવસ છે   . પૂરણપોળી  બનાવ આજતો તારા હાથની  મીઠી રસોઈ જમું  .  છોકરી બોલી  અરે તુને  યાદ રહીજાય એવી મીઠાઈઓ હું  દરરોજ  બનાવી બનાવીને ખવડાવીશ  , હમણાં તો મને  પિઝા  ખાવા દે   . મુસાફરીની વાત નીકળી તો  છોકરી કહે હું એક વખત  કેન્યા ગઈ હતી   .ત્યારે મેં જંગલમાં વાઘનું આખું ટોળું જોયું બાપરે હુંતો  ઘબરાય ગઈ  ,   મેં તો અંબા માને  પ્રાર્થના કરીકે મા  તારા વાહનને  આઘા કર મને બીક લાગે છે  .  અને આખુંય  ટોળું દૂર જતું રહ્યું   .  આલો કહે આફ્રિકામાં  ક્યાંય  વાઘ હોય  .   એવું સાંભળીયુ નથી  . ચાલાક છોકરીએ  પલ્ટી ખાધી કે  અરે  હા  હુંભૂલી ગઈ   . ઓસ્ટ્રેલિયા  ગયેલી ત્યારે જોયેલા   .  આલો મનમાં ઘા ખાઈ ગયો કે આપણે બરાબર  છેતરાઈ ગયા છીએ   . પણ હજી મોડું નથી થયું   . છોકરીને અને તેના માબાપને  પુરા  બોધ પાઠ આપવા જોઈએ  .  એ ફોસલાવીને  છોકરીને લઈને અમદાવાદ આવ્યો અને  શાહપુર દેરાસરના ખાંચામાં કોઈ સગાને ત્યાં ઉતર્યો   , છોકરીના  પાસપોર્ટ   . વગેરે અગત્યની વસ્તુ  આલાએ પોતાની
પાસે હતી  . મોકો જોઈને આલાએ પ્લેન પકડી લીધું અને  અમેરિકા ભેગો થઇ ગયો   . વખત જતા આલાને અમેરિકાની  હવા લાગી   .એને પોતાનું નામ આલા માંથી આલબર્ટ કરી નાખ્યું   . જેમ કેટલાક દિલીપમાંથી ફિલિપ કરી નાખે   . એક વખત આલાએ એના બાપ જેહાને અમેરિકા   તેડાવ્યો  .  જેહને સૂટ બૂટમાં સજ્જ થવાનું કીધું   . જેહો કહે હું દેશ મુકું પણ વેશ ન મુકું  ઈતો આંગડી ચોરણો અને માથે મોટા પાઘડા  સાથે  અમેરિકા આવ્યો  . આલાએ પોતાના  બાપની  ઓળખાણ  દેશી મિત્રોને  પોતાના  બાપના ખેતી કરનાર  સાથી તરીકે આપતો એક વખત  જેહો સાંભળી ગયો  . એટલે તે ણબોલ્યો હું નોકર નથી  . આલાની માનો  ધણી છું  ,
થોડાક આપણા સુરેશ જાનીને  યાદ કરીયે  .   તમે જાણો  છો  ?સુરેશ જાની  મારો દીકરો છે   ઈ  ? પણ ભણવામાં બહુ હુંશિયાર   .   પણ  જોશ  જોતા નાવડે નહિ  એટલે મેં  એની અટક જાની  કરી નાખી   . જાની  એટલે જ્ઞાની  એક વખત એના પૈસાદારના દીકરાઓએ   કીધું કે  તું  અમારી સાથે ફિલ્મ જોવા આવતો હોય તો ? સુરેશ કહે મારો બાપ આવા ખર્ચને ખોટા ખર્ચ કહે છે એટલે  તે મને પૈસા આપે એમ નથી  . મિત્રો  કહે ન શું આપે  .    ભાગીજવાની   ધમકી આપ તો તુરત પૈસા કાઢી  આપે  એક વખત મારા બાપે  પૈસા આપવાની ના પાડી એટલે મેં ભાગી જવાની  ધમકી દીધી   અને ખરેખર હું ભાગીને  મારા મામાને ઘરે  મુંબઈ જતો રહ્યો   .  અને મારા બાપે છાપામાં  એડવેટાઇઝ આપી મારો ફોટો  છાપામાં આપ્યો અને નીચે લખ્યું   . તું જ્યાં હોય ત્યાંથી જલ્દી ઘરે આવીજા  તું કહીશ એમ અમે કરીશું   . તારે આવવાના પૈસા અમે આપીશું  .  તારી માએ તું હેમ ખેમ પાછો આવ પછી એ ખાશે ત્યાં  સુધી તે ઉપવાસ કરશે  .   અને સુરેશ હું માન  ભેર પાછો આવ્યો  . હવેતો મારા બાપ એવા સીધા થઇ ગયા છે  . કે  મને જેમ જોઈએ એમ  પૈસા આપે છે  .  સુરેશ કહે લે હું   ટ્રાય   કરું અને સુરેશે મને  ધમકી આપી કે   બાપા મને તમે પૈસા નહીં આપોતો  હું  ઘર છોડીને ભાગી જઈશ  .  અને મારા બાપ બોલ્યા આતો તે બહુ ખુશી સમાચાર આપ્યા   તુને બહુ શાણો  દીકરો કહેવાય  તે તો  અત્યારથીજ તારા ખાધા ખોરાકીના  ખર્ચ માંથી મુક્ત કર્યા  પછી મારા મનમાં થયું કે આમાં દાળ   ગળે  નથી  . એટલે મેં કીધું  મારા વિચારો મેં બદલાવ્યા છે , હું  ભાગી નહીં જાઉં  ,   એટલે મિત્રો મારા બાપ તમારા બાપજેવા ઢીલા પોચા નથી  .