આતાવાણી – નવા ક્ષિતિજમાં

‘આતા’ની વિદાય ના માતમને એક મહિનો પૂરો થયા પછી…

‘આતા’ અને ‘આતાવાણી’ના ચાહકોને ખુશ ખબર…

આતાવાણી જિવંત રહેશે.

‘આતાવાણી’ના સંચાલક તરીકે સૌ મિત્રો અને વાચકોને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે, આતાની ત્રીજી પેઢીના હોય તેવા, માત્ર એકત્રીસ વર્ષના  શ્રી. મૌલિક રામી આજથી ‘આતાવાણી’ ના તંત્રી તરીકે જોડાયા છે.

     નેટ જગત પર મૌલિકનો પરિચય આપવાનો ન જ હોય.  પણ આ રહી એ તરવરતા તોખારની વેબ સાઈટ –

maulik_1

આ ‘લોગો’ પર ‘ક્લિક’ કરો.

મૌલિકના વિચારોની એક ઝલક…

મૌલિક “વિચાર”વાણી રણકાર છે

    વાણી વિકાસ છે વ્યક્તિત્વનો. વાણી અરીસો છે પરમસત્યનો. શુદ્ધ વાણીમાં ચિત્તનો આનંદ છે. મધુર વાણીમાં વ્યકિતત્વની પારદર્શકતા છે. પારંગત વાણી દુશ્મનને પણ અંગત બનાવે છે અને સત્ય વાણી સંબંધનું અમૃત છે. વાણી સંબંધોના દીપ પ્રગટાવે છે અને વાણી જ ઉજાસ છે પરિવારનો. શિષ્ટ વાણી વિકાસની પરોઢ છે. વાણીમાં વિશ્વને જીતવાની લગની છે. હૃદયની વાણી પરમાત્માની વાણી છે. વાણી સનાતન વિશ્વ છે.
      નિર્મળ વાણીમાં એકતા છે અને નિર્મળ વાણીથી જ કટિબદ્ધ સમાજના બીજ રોપાય છે. વાણીમાં સામર્થ છે સફળતાનું.
     મનની વાણી વિચાર છે, તનની વાણી સ્પર્શ છે અને હૃદયની વાણી સ્નેહ છે.
     કાર્યનું પ્રથમ સોપાન વાણી છે પછી તે વર્તનમાં પરિણામે છે.
     વાણી આવકાર છે પ્રભુત્વનો, વાણી અહેસાસ છે સ્વત્વનો, વાણી વિશ્વાસ છે વર્ચસ્વનો.
    કારણકે,

વાણી રણકાર છે,
વાણી રણકાર છે,
વાણી રણકાર છે

મૌલિકના રૂપાળા વિચારોનો એથી ય  રૂપાળો દેહ –

mau12

છેલ્લે…… નોંધી લેવા જેવી વાત –  મૌલિકનો ખાનદાની વ્યવસાય છે – ફૂલો વેચવાનો. અને મૌલિકનો વ્યવસાય છે -પશ્ચિમી સંગીતની સાધના, શિક્ષણ અને પ્રસાર ! જર્મનીમાં તેણે આ અંગે તાલીમ લીધેલી છે.

આટલી ઓળખ પછી…… હવે પછીની સામગ્રી મૌલિક રામી જ અહીં આપશે.

13 responses to “આતાવાણી – નવા ક્ષિતિજમાં

 1. Vinod R. Patel ફેબ્રુવારી 17, 2017 પર 10:47 એ એમ (am)

  આતાવાણી ખમતીધર અને ઉત્સાહી યુવાન મૌલિકના તંત્રી પદ હેઠળ ચાલુ રહેશે એ ખરેખર ખુશી થવા જેવી ખબર છે.આતાવાણી સાથે આતાની સ્મૃતિ પણ જીવંત રહેશે.

  ” વિચાર યાત્રા ” ના ડીસેમ્બર અંકમાં મૌલિક અને આતાજી ના નીચેના પ્રતિભાવો ઉપરથી જણાશે કે આતાજીના આશીર્વાદ મૌલિકને મળી ચુક્યા છે.
  ===============
  આતાવાણી …આતા
  December 29, 2016
  પ્રિય મૌલિક
  તારાં લખાણો મને ઘણાં બધાં ગમે છે .
  =============
  મૌલિક રામી “વિચાર”
  December 29, 2016
  આભાર આતાજી…આશિર્વાદ આપતાં રહેજો
  =============
  આતાવાણી …આતા
  December 29, 2016
  તારા જેવા તેજસ્વી ખંતીલા યુવકને આશીર્વાદ અપાઈ જાય છે.આપવા નથી પડતા .
  ===================
  આતાવાણીને જીવંત રાખવાના મૌલિકના ઉમદા વિચારને બિરદાવું છું અને સફળતા માટે શુભેચ્છા પાઠવું છું.

  આતાવાણી અને વિચાર વાણીને આતાના આશીર્વાદ છે
  ગુજરાતી નેટ વિશ્વને માટે ખુશ થવા જેવા સમાચાર છે

 2. Vimala Gohil ફેબ્રુવારી 17, 2017 પર 2:17 પી એમ(pm)

  આતાજીની યાદોને જીવંત રાખવાના” મૌલિક વિચાર”ની યાત્રા કરવા મળશે એ સમાચારથી નેટજગતના વાચક તરીકે ખુશી અનુભવું છું.

 3. nabhakashdeep ફેબ્રુવારી 17, 2017 પર 2:35 પી એમ(pm)

  આ. આતાજી ને શ્રી મૌલિકભાઈ ઉભય પક્ષે સદા તરવરિયા
  અનુભવાયેલા છે. વિચાર યાત્રા ના પંથે આતાજીની વાણીના ધામનો સંદેશો, સૌને ગમતો આગળ વધીશ એનો આનંદ છે.

 4. મનસુખલાલ ગાંધી ફેબ્રુવારી 17, 2017 પર 3:27 પી એમ(pm)

  આતાવાણીને જીવંત રાખવાના મૌલિકના ઉમદા વિચારને બિરદાવું છું અને સફળતા માટે શુભેચ્છા પાઠવું છું

 5. ગોવીન્દ મારુ ફેબ્રુવારી 17, 2017 પર 6:10 પી એમ(pm)

  ‘વીચારયાત્રા’ઇ-સામાયીકનાં તંત્રી મૌલીકભાઈ મારફતે આદરણીય આતાજીની ‘આતાવાણી’ માણવા મળશે એ જાણીને અનહદ આનન્દ થયો…. પ્રીયમીત્ર મૌલીકભાઈને દીલી શુભેચ્છાઓ…

 6. jugalkishor ફેબ્રુવારી 18, 2017 પર 4:38 એ એમ (am)

  શબ્દ અને વીચાર કદી વીલાતા નથી તે વાતનો અણસાર આ નીર્ણય પરથી આવી શકે છે. મૌલીકને ધન્યવાદ.

 7. મૌલિક રામી "વિચાર" ફેબ્રુવારી 18, 2017 પર 8:43 પી એમ(pm)

  પ્રિય વડીલો, ખુબ આભાર.. આશીર્વાદ આપતા રહેજો!! ટૂંક સમયમાં આપણે આતાવાણીને પાછી અવિરત વહેતી કરીયે.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: