Monthly Archives: માર્ચ 2015

તરવું તાન્તરવું ,અને તસ્કરવું ,નાડી ને વળી ન્યાય .રાગ .પાઘ ને પારખા . એ આઠેય આપ કળાય .

તરવું તાન્તરવું અને તસ્કરવું નાડી અને વળી ન્યાય રાગ  , પાઘ   ,અને પારખાં  ,ઈ આઠેય આપ કળા  . પાણીમાં અનેક પ્રકારે તરવા ની કુશળતા  મેળવવી   .તાંત્રિક  વિદ્યાથી લોકોને છેતરવા  .અનેક પ્રકારે ચોરી કરવાની આવડત હોવી   . નાડી  તપાસીને રોગ પારખવો  ,ન્યાય કરવો   ,પોતાનો ઉત્તમ રાગ હોવો   .પાઘડી બાંધવાની રીત  અને કોઈને પારખી  લેવો  આ આઠ  જાતની આવડતો ઈશ્વરે બક્ષીસ  કરેલી   સ્વયમ સ્ફુરિત હોય છે  . આજે હું આપને  તસ્કર  , ઠગ  , વગેરે લોકોની આવડતની  વાત હું આપને વાંચવા આપું છું  . બ્રિટીશરોએ  ભારતમાં  અમુક જાતિઓને  ગુન્હેગાર જાતિની  છાપ મારેલી  એ જાતિનું બાળક  પુખ્ત વયનું હોય  એણે ભલે  કોઈ પ્રકારનો ગુન્હો ન કર્યો હોય  છતાં એ ગુન્હેગારજ ગણાય  .મુંબઈ રાજ્યમાં  સિંધના હુર  કાઠીયાવાડ  નાં આડોડીયા , ગુજરાતના બાવરી વાઘરી  ,  મહારાષ્ટ્રના  કંજર  ,  અથવા કાન્જ્ડા  ,  વગેરે  , મુંબઈ ઇલાકા સિવાયના  ભારતના બીજા ભાગોમાં   ગુન્હેગાર જાતિઓ હશે પણ મને એની ખબર નથી  .   અમદાવાદમાં એક ખિસ્સા કાતરુ  હતો  . એણે એક વખત  દુબઈ માં ધંધો કરતા  ગુજરાતીનું ખિસ્સું હળવું કર્યું   . આ વેપારી  અમદાવાદની બસમાં  ભીડ હોવાથી  ઉપરનો સળીયો પકડી  ઉભો ઉભો  મુસાફરી કરી રહ્યો હતો  . એની પાછળ  એક મશહુર ખિસ્સા કાતરુ  ઉભો રીને મુસાફરી કરતો હતો   . એ પોતે ઝોન્કાં ખાતો હોય એવો ડોળ કરીને  સળીયો પકડીને પ્રવાસ  કરતો હતો  . એ પોતાની આગળ ઉભેલા  વેપારીને અથડાતો  રહેતો હતો  . વેપારી પાછળ જુવે તો એ  ઊંઘમાં  લથડીયા ખાતો હોય એવો દેખાવ કરે  . મોકો આવ્યો એટલે  વેપારીની બંડીના ખિસ્સામાંથી પાકીટ કાઢી લીધું આ પાકીટમાં   ચારસો રૂપિયા અને  ફોટો વગેરે હતું   . પાકીટ કાઢી લીધા પછી તુર્ત એ બસમાંથી ઉતરી ગયો  . વેપારી જ્યારે બસમાંથી ઉતાર્યો  અને જોયું તો પાકીટ ગાયબ  . એ તુર્ત પોલીસ ચોકીએ ગયો અને ફરિયાદ કરી  . વેપારીને પોલીસની પૂછ પરછ  ઉપરથી  પોલીસને ખબર પડી  ગઈ કે  કોને પાકીટ તફડાવ્યું છે   . પોલીસે  દરેક પોલીસ ફોન ઉપર  ખબર બ્રોડ કાષ્ટ થી  આપી  અને  ગુન્હેગાર ઘડીના છઠ્ઠા  ભાગમાં પકડાઈ ગયો  .   વેપારીએ  પોતાનું પાકીટ ફોટો અને પોતાની પાછળ  ઝોંકા ખાતા ઉભેલાને ઓળખી બતાવ્યો   .વેપારી પોલીસની કુશળતા ઉપર  ફિદા ફિદા  થઇ ગયો  .  અને પોતે કોટ અને કોટની નીચે શર્ટ અને શર્ટ ની નીચે બંડી અને બંડીના અંદરના  ખિસ્સામાં પાકીટ  એ પાકીટ  કાઢી લીધું એ હોશિયારી ઉપર ખુશ થઈને  ખીસા કતારુને દસ રૂપિયા ઇનામ આપ્યું  . પોલીસને પણ ઇનામ આપવાની તૈયારી બતાવેલી પણ પોલીસે  આભાર માન્યો અને પૈસા લેવાની નાં પાડી ,વેપારીને  પૈસા પુરા મળી ગયા એટલે તેણે ફૈયાદ કરવાની નાં પાડી  . आज इतना   , आगे तस्कर  विद्या  पढ़नेके लिए  इनतज़ार करो  . थोड़े दिनके बाद  और तस्कर विद्या  आपको पढ़नेके किए लिखहुँगा

કરી નો ત જો વિધિએ કામનીને રચી નો ત જો ચાંદની જામનીને

Shri-symbol.svg 2000px-Om.svg DSCN0075 કરી નો ત જો વિધિએ કામનીને   રચી નો ત જો  ચાંદની  જામનીને  ભરી નો ત જો  રૂપથી  ભામનીને ( તો તો પછી બાકી શું રહે  તો ભગવાંજ પહેરી લેવાં પડે અને  રામના  નામની માળા ફેરવવી પડે ) રટી હોત માળા  સદા  રામની મેં मै एक ग़ज़ल  आपकी  खिदमतमे  पेश करता हुँ हो सकता है की  इस गजलमे  गलतियां हो  . क्यों की मै कोई शायर  नही हूँ  और ग़ज़ल ख्वाँ भी नहीं  . तो मेरी गलती  आप कृपया  सुधार कर पढ़े कठिन  शब्दों के अर्थ भी में लिखूंगा   ये ग़ज़ल मै एक मेरी निखलस   दोस्त    जवाँ लडकीके  बारे में है  .  इसको आप मेरी गर्ल फ्रेंड  न समझना क्योकि अब मै गर्ल फ्रेंड  रखनेकी  उम्रका  नहीं हुँ  अब मेरी गर्ल फ्रेंड रखनेकी  हालते सर गुजस्त   लेकिन कभी उसको मै मेरी माशूक़  भी ख देता हु जैसे  सूफी खुदाको भी  माशूक  कहते है मुसीबतमे  हर इंसां को इलाही याद आता  है माशूक़ तू याद आती है  मुझे जब गम सताता है   १ निगाहे नाज़ तेरी  देख  दिल मसरूर  होता है पिता हुँ याद कर तुझको पानी अक्सीर होता है    २ तेरी तिरछी नज़रको  देख  दिल गुदाज़ होता है  जैसे  बरफोपे पड़ती  धुप और  पानी टपकता  है   3 तबस्सुम  देख कर तेरा दिल शादाब  होता है तेरी क़ातिल अदाएं पर दिल क़ुर्बान होता है   ४ परीशाँ ज़ुल्फ़क़ी सायामें  मुझको लुत्फ़ आता है जब आबे गुलगूँ देती हो  सुरूर तब आहि जाता है   ५ तू है एक नाज़नीं औरत  तेरा रूप हुरसा लगता है “आताई” देख कर तुझको  तसद्दुक  होही जाता है   ६

ગલતી = ભૂલ ///માશુક =પ્રેમિકા ///ગમ =દુ:ખ //નિગાહે નાજ =ચંચલ દ્રષ્ટિ //મસરુર=આનંદિત /// ગુદાજ =પિગળાવનાર //તબસ્સુમ = સ્મિત  ,મંદ હાસ્ય શાદાબ =હર્યું ભર્યું   //પરીશાં જુલ્ફ = અવ્યવસ્થિત   ,વિખ્રએલા  માથાના વાળ લુત્ફ = આનંદ ///આબેગુલગું= રક્ત વરણીય  મદિરા   ,લાલ રંગની  શરાબ સુરુર= હળવો નશો //નાજની= કોમલાંગી /// હુર = અપ્સરા //તસદ્દ્દુક= બલીદાન આપવા ઉત્સુક

જમીયાલશાહ દાતારના દર્શન કરવા ગીરનાર ચડ્યા ,અને પગથીયા વગર ઉતારવા ગયા અને ભૂલા પડ્યા…

2000px-Om.svgswastica

બીલખા આનંદાશ્રમ ના વિદ્યાર્થીઓને  વેકેશન પડ્યું  . એટલે 11 જણાએ  ગીરનાર ચડવાનું નક્કી કર્યું   . આશ્રમમાં એક વખત સરસ્વતી દેવીનો ઉત્સવ રાખેલો એમાં ઈતર બ્રાહ્મણ  વિદ્યાર્થી ને અમુક વિદ્યાર્થીઓને આમંત્રણ આપેલું  . એમાં એક ઉપલેટા પાસેના ગામ વાડાસડાનો  પટેલ વિદ્યાર્થી  હતો  . જે  અમારી સાથે ગીરનાર ચડવામાં સાથે હતો  . ગુરુ દત્તાત્રય ના શિખર ઉપર  લગભગ બધા વિદ્યાર્થીઓ  ગએલા હતા  . હું ઘણી વખત  ગુરુ દત્તાત્રયના  શિખર ઉપર ચડીને એજ દિવસે નીચે ઉતરી આવેલો છું  . એટલે  આ વખતે  દાતારના શિખર ઉપર ચડવાનું નક્કી કરેલું  .શિખર સુધી પહોંચતી વખતે  રસ્તામાં ઘણી દરગાહો આવે છે  .  પણ  દાતારની મઝાર   એટલેકે દરગાહ નથી  . પણ ગુફા છે  . ઠેઠ સુધી પગથીયા છે  . પણ એક  થોડે દુર  એક આંગળી  જેટલું પાતળું  જરનું  છે  ,અને એક નાનકડું  પાણીનું ખાબોચિયું છે  . આ ખાબોચિયામાંથી  કાચલીથી પાણી પીવાનું મહાત્મ્ય છે  . હિંદુ મુસલમાન બધા એકજ કાચલીથી પાણી પિતા હોય છે  .. દાતારનું પવિત્ર પાણી છે એમાં કોઈ અભડાય જતું નથી  . જોકોઈ સુગ કરે તો દાતારના ખોફના  ભોગ બનવું પડે એવી માન્યતા છે  . અમો બધા એ  પોત પોતાની શ્રધ્ધા પ્રમાણે  પૈસા  ભેટ ધર્યા  . અને પછી  જરણાનું     પાણી  પીવા  ગયા  .  જતા જતા દાતારના મુજાવરે  મોસંબીનું ઝાડ  વાવેલું એમાં પુષ્કળ મોસંબીઓ હતી  . એક વિદ્યાર્થીની  દાનત બગડી  એણે મોસંબીની થેલી ભરી લીધી  .અને પછી જરણાંનું   પાણી  પીવા ગયા   પણ પાણી પીને વળતી વખતે  એજ રસ્તે પાછા  પાછા ફરવું પડે કેમકે બીજો કોઈ રસ્તો  નથી હવે અમે પાછા ફરીએ ત્યારે  મુજાવર  મોસંબી જોઈ જાય તો  આફત  ઉભી થાય  . એટલે એમાંથી બચવા માટે  અમોએ  વાવડીનું પાણી પી ને  સીધા  જંગલની ખીણમાં  થઈને સીધા  શહેરમાં જવું  એવું નક્કી કર્યું  . એટલે અમો સૌ આડે ધડ  ગીચ જંગલમાં  ઉતર્યા  . સૂર્ય નારાયણના   પણ દર્શન ન થાય એવી  ગીચ ઝાડી  . અને બાપુ અમે ભૂલા પડ્યા અને ગોટે ચડ્યા  .    એક વિદ્યાર્થી કહે  આ એક જણાએ મોસબી ચોરી છે   . એના પાપના  ભોગ  આપણે બધાએ બનવું પડશે  . દાતાર  આપણા   બધા ઉપર ક્રોધાયમાન  થશે અને આપણને બધાને  હિંસક પ્રાણી પાસે મરાવી નાખશે  . તો એક બીજો વિદ્યાર્થી બોલ્યો  કે  દાતાર  આપણા ઉપર કદી ગુસ્સો નકરે એતો ઓલિયા  કહેવાય  એ બધાનું ભલું કરે કોઈનું બુરું  ન કરે  .એતો આપણી રક્ષા કરશે અને  આપણને  રસ્તો બતાવશે  .એટલામાં અમે બે બાયડીયુંને  લાકડા વીણતાં જોઈ   તેઓ ખુબ દુર નીચે હતિયું  . એક વિદ્યાર્થીએ  જોરથી  બુમ મારી કે બેન અમે ભૂલા પડ્યા છીએ   અમારે શહેરમાં  કેવીરીતે પહોંચવું  એ અમને રસ્તો બતાવો  . શરુઆત્મા  અમને જોઇને અને અમારો અવાજ સાંભળીને  ડરી  ગએલી  . પણ પછી અમને  રસ્તો બતાવ્યો કે તમે  જંગલમાં  તમારી જમણી  હાલવા માંડો  થોડી વારમાં પગથીયા  આવશે અને પછી તમે પગથીયા ઉતરશો એટલે  શહેરમાં પહોંચી જશો  . અમે તેનો ઘણો આભાર માન્યો  . જવાબમાં એ બોલી કે  એમાં આભાર માનવાનો નો હોય  ઉલટાનું તમને અમે રસ્તો બતાવ્યો એનું આંગળી   ચિંધ્યાનું  અમને પુણ્ય મળ્યું  .
આ પ્રસંગ પહેલાં હું  એક વખત  ઠેઠ ગુરુ દત્તાત્રયના  શિખર ઉપર જઈને  એજ દિવસે  નીચે ઉતરી  ગએલો  પણ હવે  .
આતાની ઉમર વધી  ,  અને જાંગ્યે તૂટ્યા જોર   ,
ગીરનાર ચડીને  ઊતરતાં   તેદી નળિયું   હતી નકોર    ,

આભડ છટ ” દાળ શાક મીઠા વિનાના હોય તો નો અભડાય રોટલીનો લોટ દુધથી અથવા શ્રી ફળના પાણી થી બાંધો તો નો અભડાય .

swasticaOm

હું જયારે બીલખા સંસ્કૃત ભણતો ત્યારે પ્રારંભમાં  સંધ્યા અમુક દેવ દેવતાઓના સ્તોત્રો ભણાવનારા દયારામ શાસ્ત્રી હતા  . હું ભણતો એ વાતને વર્ષો વીતી ગ્યાં  .પછી તો હું અમદાવાદમાં નોકરી પણ કરવા મન્ડેલો  .દયારામ ગુરુજીને તે વખતના બિલખા દરબાર  રાવત વાળાએ  ગુરુજીને વિશાળ જગ્યા ભેટ આપેલી  .આ જગ્યામાં ગુરુજીએ પોતાને રહેવા માટે સારું કહી શકાયevu મકાન બાંધેલું અને યાર્ડમાં ઘણા ફૂલ ઝાડ પણ વાવેલાં હું જયારે તેમને મળવા ગએલો ત્યારે તેમના પત્ની  સ્વર્ગમાં જતા રહેલાં  અને દીકરા અને દીકરી પોત પોતાની રીતે બીજે ગામ રહેતા હતાં એટલે ગુરુજી એકલા રહેતા હતા  . એક કામ વાળી 55 વરસની ઉમરની રાખેલી  એ બધું ઘર કામ કરતી  મીઠું નાખ્યા વગરનું શાક દાળ પણ બનાવી આપતી અને ગાયના દુધથી લોટ બાંધીને રોટલી પણ બનાવી આપતી   . શાક વગેરેમાં  ગુરુજી અભડાય ન જાય એટલા માટે પોતે જાતે મીઠું નાખી લ્યે   . ગુરુજીનો મારા ઉપર એટલો બધો પ્રેમ કે કહેવાની વાત નહિ   ,આગ્રહ કરી કરીને જમાડે અને વધારે રોકાય જવા માટે આગ્રહ કરે  .
કામવાળી રાધાબેન મને પૂછે  ભાઈ તમે તો મારા હાથની રસોઈ જમો તો વાંધો નથીને  ? મેં કીધું બેન  મેં આભડ છટ ઉપર વિજય મેળવી લીધો છે  . એટલે આભડ  છટ મારાથી દુર ભાગે છે  . સાંભળીને ગુરુજી તાડૂક્યા    મને  કહે તું  તારે ઘરે જેમ કરતો હોય એમ કરજે પણ મારે ઘરે હું તુને નહિ વટલવા  દઉં  . .
ગુરુજી રાધાબેન સાંભળે એમ  મને કહે આ રાધા બેન બહુ પવિત્ર  હૃદય  વાળાં  છે  . એને માતાજી  સરમાં(શરીર માં પ્રવેશ કરવો )આવે છે ત્યારે એ ધુણે છે અને કોઈ એને પગે પડીને વિનંતી  કરે તો એની મનો કામના પૂર્ણ કરે છે   .  તું અહી હોય દરમ્યાન જો એમને ઓથાર આવે તો તું એના પગમાં પડી જજે અને તારે જે કઈ  માગવું હોય એ માગી લેજે   . મેં કીધું ભલે ગુરુજી  .
એક વખત ગુરુજી  યાર્ડમાં ફૂલ લેવા ગયા હતા  . જતા પહેલાં મને  એક ચોપડીયોનો કબાટ દેખાડીને  મને કીધું  કે  આમાંથી તારે જે જોઈએ એ ચોપડી વાંચજે    . મેં કીધું ભલે ગુરુજી  . અને ગુરુજી ફૂલ લેવા ગયા   .
રાધા બેને મને કીધુકે  ચોપડીઓ પછી વાંચજો  .હમણાં  બેસો  મારે તમારી સાથે થોડીક વાતો કરવી છે  . તમને કંપની આપવા હું  રોકાણી છું   . પછી મેં ચોપડી પડતી મૂકી અને એમની વાતો સાંભળવા  બેઠો  . મેં કીધું રાધા બેન  ગુરુજી આવશે તો મને ખીજાશે કહે શે કે મેં તુને  ચોપડી વાંચવાનું કીધું અને તું  આ બેનને  ખોટી કરીને રોકી રાખી  . રાધાબેન કહે  ગુરુજી બગીચામાં  જાય છે  , ત્યારે એને  સમય નું ભાન નથી રહેતું  એતો છોડવાઓ સાથે વાતો કરવા પણ મંડી જાય    અને ત્યાં આરામ ખુરસી પડી છે એના ઉપર બેસી જાય અને ઝોકાં પણ મારી લ્યે  .
રાધાબેને થોડીક વાતો કર્યા પછી  . ઓચિંતા  ધ્રુજવા માંડ્યા  .  . મને તુર્ત ખ્યાલ આવી ગયો કે  રાધા બેનને  માતા  સરમાં આવ્યાં  લાગે છે એટલે હૂતો એમના ચરણમાં માથું નમાવ્યું અને પીંડી ગોઠણ  દબાવવા માંડ્યો  અને એથી પણ ઉચે જઈને   ઘાઘરા  નીચે હાથ ઘાલીને  સાથળો  દબાવવા મંડ્યો  . એમાં હું  માતા પાસે વરદાન માગવાનું ભૂલી ગયો  . એટલામાં ગુરુજી આવ્યા  .  અને મને કહે એ હમેંશા  વિદ્યાર્થી ઉપર ખીજાય   ત્યારે બોલે હે માળા  લંઠ  એલા માતાજી જ્યારે રાધાબેનને  સરમાં ત્યારે એને પગે લાગવાનું હોય  અને કાઈ  વરદાન માગવાનું હોય આતો તું   પગે લાગવાને બદલે   કયાનો ક્યા પહોંચી ગયો  . આતો સારું થયું  હું આવી પહોંચ્યો  નહીતર તારા હાથ ક્યાં નાં ક્યાં પહોંચી જાત  .
આ મારા પરમ પ્રિય ગુરુજી   વિષે મેં “આતાવાણી ” માં સાનઢા  નાં તેલ વિષે વાત લખી છે  .

સ્વામીસચ્ચિદાનંદની મહાનતાની મારા ઉપર ગહરી છાપ પડી.

સ્વમિ સચ્ચિદાનંદ ની ઘણા વખત  પહેલાં મેં એના પ્રવચનની ઓડીઓ કસેટ સાંભળી  . એમાં એ મૃત્યુના  ભય વિશેની વાત કરી રહ્યા હતા  . એમાં એણે બહારવટિયા  વિસા માંજરીયા   વિષે વાત કરીકે  વિસા  માંજરીયાને   પટેલ જાતિ   ઉપર શું વેર બંધાઈ ગએલું કે  એ પટેલના નાક કાપી નાખતો  .  અને એ પણ પટેલની પાસે હોય એ સુડીથી કે ચપ્પુથી   નાક કાપે  . અને પટેલ પાસે ખીસામાં સુડી અને સોપારીતો હોયજ  કોઈ માણસ તેમને મળે તો એ  સોપારી ખાવા આપીને તેનું સ્વાગત કરે  . જેમ અમેરિકામાં  ચુઇન્ગમ આપીને સ્વાગત કરે છે  .
આ વીસો માન્જરીયો  એક વખત  પોલીસના  હાથે પકડાઈ  ગયો  .એનો કોર્ટમાં કેસ ચાલ્યો  . અને જજે એને ફાંસીની સજા ફરમાવી   . સજાનો હુકુમ  સાંભળિયા પછી  વીસો માન્જરીયો  કોર્ટ વચ્ચે  પોકે પોકે  રોવા માંડ્યો  .
આ વાત  સ્વામીના  મુખેથી  સાંભળિયા પછી  મને ઘણું દુ:ખ થયું  . કેમકે  વીસો માન્જરીયો  એ રીતે પકડાયો નોતો અને એવી રીતે એને ફાંસીની સજા થઇ પણ નોતી
વિસા માંજરીયા વિશેની ખરી વાત શું હતી કે જે મેં છાપામાં વાંચેલી  એ વાત  મેં જણાવીને  સ્વામીજીને કાગળ લખ્યો  મેં લખ્યું કે  વિસા ને જીવતોકે   મરેલો પકડાવવા માટે  સરકારે ફક્ત દસહજાર  રૂપિયાનું ઇનામ કાઢેલું  .
બહારવટીયાઓને  જમવાનું આપવા વાળા અને બીજી રીતે ઘણી મદદ કરવા વાળા એમના ખાસ વફાદાર માણસો હોય છે  . એમના કોઈ એક માણસે   ફક્ત દસ હજાર રૂપિયાની લાલચમાં  વિસાને પકડાવવા માટેનો પેતરો રચ્યો  . એણે  કોઈ પોલીસ વડાને કે એવી કોઈ જવાબદાર  વ્યક્તિને  બાતમી આપી કે  હું  વિસાને મરાવી શકું એમ છું  . પણ મારી એક શરત છેકે    વીસો અને એના સાથી દારો   બહુ સહેલાય થી માર્યા  જાય  એવી હું ગોઠવણ કરીશ  .  પણ આ ટોળી નો એકેય માણસ જીવતો ન જવો જોઈએ  . અધિકારીએ શરત મંજુર  રાખી  . એટલે એણે વિસાને વાત કરીકે  ગીર પરગણાનું જે મહેસુલ છે  . એ   ગીર સાસણમાં  જે  સિંહના શિકાર કરવા વાળાઓ માટેનું  રહેવાનું બિલ્ડીંગ છે   . એ બિલ્ડિંગમાં રાખ્યું છે  . અને  એનું રક્ષણ   કરવાવાળા  પોલીસ  રાતના ઊંઘી જતા હોય છે  . માટે  એ મબલખ પૈસા હાથ કરવા એ  આંકડે  મધ જેવું છે  .
નક્કી કરેલી રાતે  આ બિલ્ડીંગ  માં  ચુનંદા  નિશાન બાજ અને ખોંખારો પણ ન ખાય અને જરા સરખો અવાજ પણ ન આવે એવા પોલીસોને રાખેલા   . બરાબર રાતના બે વાગ્યે  વીસો અને એના સાથી દારો નાં આગમનના એંધાણ થયા  . અંધારી રાતમાં ઘોર જંગલમાં   બહારવટીયાઓની  ફ્લશ લાઈટો ચમકી  સચેત  પોલીસોએ   ટુકડીને  બરાબર નજીક   નિશાન ખાલી નો જાય  એ રીતે આવવા દીધી  . અને પછી   પોલીસની બંદુકોમાંથી  વછૂટી  અને  બહારવટિયા  ટુકડીના  ઢીમ ઢાળી દીધાં  .
મેં આ પ્રમાણે સ્વામીશ્રી   ને કાગળ લખ્યો   . અને એમણે મને જવાબ  આપ્યો કે  હું જે બોલેલો એ વાત મેં  સદ  વિચાર સમિતિ વાળાઓ પાસેથી  સાંભળેલી   . મને  સ્વામીજી માટે અનહદ  થઇ ગયું  . મને એમ થયું કે આવા ઘણા સંતોની  ભારતને  જરૂર છે  .
એક વખત મેં એક પ્રસિદ્ધ ગણાતા કથાકારને  ઈ મૈલ લખ્યો  . એનો જવાબ આવા મહાપુરુષો મારા જેવા સામાન્ય માણસને  જવાબ  આપે ખરા ?
અમારે કથા કરાવવાની છે  તો આપ ક્યારે પધારો  છો એવું  પોતાના હિતનો  ઈ મેલ  હોયતો જવાબ આપે  .
એક એવા બીજા લોકોએ મહાન બનાવી દીધેલા  કથાકાર  લોકોના જમણવાર  ચાલતો હતો ત્યારે  પોલીસ ઓફિસર  પોલીસ પરેડનું  નિરીક્ષણ કરતા હોય એમ જમતા લોકોની વચ્ચેથી પસાર થતા  હતા  મેં એમને બે હાથ જોડી  માથું નમાવી નમસ્કાર  કર્યા  અને હું બોલ્યો હું આપને પ્રણામ કરું છું  . કથાકાર શ્રી  જેમ ચાલતા હતા એમજ ચાલ્યા ગયા મારા સામું પણ ન જોયું  , હવે મારી કવિતાની કડી  વાંચો  .
બહુ કથાઓ સાંભળ્યા  પછી બેડ મારી ગઈ મતિ   (કારણ)
સાચી વાતો કમ હતી પણ ખોટી વાતો બહુ હતી  . અને વહાલાં  ભાઈઓ અને બેનો હવે હું શિરામણ કરવા જાઉં છું

કલાકના $35 આપીને મોટર ચલાવવાનું શીખવાની શરૂઆત કરી.

Hemit

img063

ચાર આનામાં મણ કપાસ કાઢનારી મા પોતાના દિકરાની સુબરુ કાર પાસે ઉભી છે.   વર્ષો પહેલાનો  મારો ફોટો અને નીચે મારા નાના દિકરા સતીશનો ફોટો  .
લેખિત પરિક્ષામા પાસ થયા પછી  મને કાર ચલાવવાનું  લાયસન્સ  મેળવવાની પરમિટ મળી.   જે વાત હું અગાઉના મારા લેખમાં લખી ચુક્યો છું  .જે વાત આપે વાંચી છે  .
મારે મારા ભાઈ અને દીકરાઓથી કાર ચલાવવા બાબત  છૂપું  રાખવું હતું  .  એટલે મેં  ડ્રાઈવિંગ  સ્કુલ મારફત શીખવાનું નક્કી કર્યું   . મારે કાર ચલાવવાનું શીખવા માટે  કલાકના 35 ડોલર  આપવા  પડતા પણ હું ખુશ હતો   .આ દેશમાં  શીખવા માટેની કાર જુદા પ્રકારની હોય છે  .ડ્રાયવર ની સીટ આગળ  ગેસ આપવા માટેનું  પગું  બ્રેક વગેરેનું પગું વગેરે હોય છે એવાજ પ્રકારની  સગવડ શીખવાડ નાર  માસ્તરની  સીટ આગળ પણ હોય છે.  મને કાર ચલાવવાનું શીખવનાર  માસ્તર  લીંડા નામની  ભારે શરીર વાળી વિશાળ સ્તનવાળી અને નીચા કદની હતી   . આ દેશમાં આવા  માણસોને  ચબી કહે છે   ,
લીંડા નક્કી કરેલા ટાઈમે આવી જાય અને મને તુર્તજ સ્ટેયરીંગ  પકડાવી દ્યે અને કાર ચલાવવાનો હુકમ કરે અને  પાર્કિંગ  લાટ કે  કોઈ પાર્કમાં લઇ જાય અને યુટરન  પેરેલલ પાર્ક વગેરે શીખવવા માંડે  અને એક કલાક પૂરો થાય એટલે મને ઘર ભેગો કરી દ્યે  અને 35 ડોલર ગણી લ્યે   . એક દિવસ હું કાર ચલાવતો હતો  .પણ ક્યારેક ક્યારેક મારું ધ્યાન  લીંડાનાં  વિશાળ સ્તન ઉપર જતું
.એટલે લીંડા કહે  કાર ચલાવવામાં ધ્યાન રાખો  ક્યાંક એક્સીડેન્ટ કરી બેસશો  .   કાર  ચલાવવાનું કામ પૂરું થાય એટલે તમે ધરાઈને  સ્તન નિહાળજો  .પણ હમણા કાર શીખવામાં ધ્યાન રાખો  .
અને એક દિવસ મને અને  લીન્ડાને ભરોસો બેઠોકે હું પાસ થઇ જઈશ  એટલે નક્કી કરેલા દિવસે  અને નક્કી કરેલ સ્થળે અમો પહોંચ્યા   . અહી અમદાવાદ જેવી  આર ,ટી. ઓ ની ઓફીસ નહિ  .   સાઈડ  વોક ઉપર  બોર્ડ ખોળ્યું હોય   . હું અને લીંડા સમય સર  પહોંચી ગયા  .અને પોલીસે લીન્ડા  પાસેથી કાર લીધી  . અને લીન્ડાની સીટ ઉપર પોલીસ બેઠો અને મારી સીટ ઉપર હું બેઠો  અને કાર પોલીસના હુકમ પ્રમાણે ચાલુ કરી  .અને એના કહેવા પ્રમાણે  પેરેનલ પાર્ક યુ ટરન  વગેરે કસોટીયોમાં  થી  પાર  થઇ ગયો  .   કાર ચલાવતી વખતે  હું સારું કામ કરતો જતો હોવાથી  પોલીસ મને શાબાશી આપતો જાય   . અને બંદા  મનમાં મનમાં  ફુલાવા મંડ્યા  .  लेकिन किसीने कहा है की
बंदा बोत न फुलिये    खुदा खमंदा नाही   , બસ પછી પોલીસ કહે હવે આપણે જ્યાંથી  આવ્યા ત્યાં  કાર લઇ ચાલો   અને હું કાર જ્યાંથી ચલાવવાનું શરુ કર્યું હતું  ત્યાં પહોચ્યો  પોલીસ કહે અહી ઉભી રાખો  એટલે તમને હું સર્ટિ ફીકેટ લખી આપું  . અને આ ફુલણજીએ  કાર ઉભી રાખતી વખતે  કાર સાઈડ  વોક ઉપર ચડાવી દીધી  . અને પોલીસે  જજમેન્ટ બરાબર  નથી  . એવું લખીને નાપાસનું સર્ટિ ફિકેટ  આપ્યું  . અને  લિંડાએ  મને ઘર ભેગો કર્યો  .  પાછીતો મારા ભાઈ અને સહુને ખબર પડી ગઈ  કે  હું કાર ચલાવવાનું શીખી રહ્યો છું  . પછી મારા ભાઈએ  મને શિખવાડવાનું  શરુ કર્યું  . પછી  મારા ભાઈએ  ન્યુ જર્સીમાં રહેતા  મારા દિકરા સતીશને મને કાર ચલાવ્વાનુંત્મેkaar ન ચલાવો  શીખવવાની જવાબ દારી સોંપી   .કેમકે મારાથી  ત્રણેક વખત એક્સીડેન્ટ થઇ ગએલો     આ વખતે  મેં સુબરુ કાર ખરીદેલી હતી      . ત્રણેક વખત મારાથી  એક્સીડેન્ટ થએલો એમાં ઓછું   વધતું  આમને લાગેલું પણ એક વખત  સુબરુના  ભુક્કા બોલ્યા પણ સદનસીબે બેસનારા બચી ગએલા   . પાછી મારા ભાઈએ સતીશને  કીધું કે  તારા બાપને  કાર ચલાવવાનું શીખવાનો હરખ છે એ ભલે પૂરો કરે પણ કાર ચલાવવાની સખ્ત  મનાઈ કરવાની    મને સતીશે કાર ચલાવવાનું  શીખવવાનું શરુ કરતા પહેલા શરત મુકીકે   જો તમે  તમારા ડ્રાઈવર લાઇસન્સને  ખીસા માં  મૂકી રાખો  કાર કડી ન ચલાવો તોજ હું તમને કાર ચાલોઆવવાનું શીખવાડું હું કબુલ થયો   . ન્યુ જર્સીના  કાયદા બહુ કડક છે એટલે મારે ફરી લેખિત પરિક્ષા આપવી પડી હું પાસ થયો  . પછી કાર ચલાવવાનું  શીખવાનું ચાલુ કર્યું   . અને ન્યુજર્સીની અઘરી પરિક્ષામા પહેલેજ ધડાકે પાસ થયો   . અને પાકું લાયસન્સ મેળવ્યું  . પણ  વચનનો બાંધેલ હું કાર ચલાવતો નથી   . હાલ મારી પાસે એરીઝોનાનું  ડ્રાયવર  લાયસન્સ છે  . પણ એનો ઉપયોગ હું ઓળખ  કાર્ડ તરીકે કરું છું  .  જોકે હવે મને  દિકરા કાર ચલાવવાની  મંજુરી આપે  તોપણ હું કાર નો ચલાવું  કોણ એ જવાબદારી લ્યે  સરકારી બસોમાં સરકારી ટેક્ષીઓમાં   મિત્રોની કારમાં હારું ફરું છું અને જલસા કરું છું   . અને મારો સંકલ્પ હતોકે  અમેરિકામાં આવ્યા પછી કામ ચલાવ  ઈંગ્લીશ શીખી લેવું   . પોતાની કાર  પોતાનું ઘર હોવું અને કુટુંબ પરિવારથી જુદા સ્વતંત્ર રહેવું  એ મારી જે આશાઓ હતી એ  હિંમતની  હિંમત થી   પૂર્ણ થઇ  .  सरपे चढ़ा  वो फूल चमनसे निकल गया  इज़्ज़त उसे मिली जो वतनसे निकल गया  .

કાર(મોટર )ચલાવવા માટેનું લાયસન્સ મેળવવાની લેખિત પરીક્ષામાં સોમાંથી સો માર્ક મેળવ્યા.

DSCN1020

એક દિવસ મને પ્રિન્ટીંગ  પ્રેસના  માલિક મિસ્ટર ચેસે  કીધું કે તમે  કાર ચલાવતા શીખી જાઓ  . હું તમને કાર ખરીદવા  માટે ઉછીના પૈસા આપીશ  .  મેં શેઠને  વાત કરીકે  લાયસન્સ   મેળવવા માટેની  જે લેખિત પરીક્ષા  હોય છે  . એ મને નહિ ફાવે શેઠ   કહે તમને બરાબર ફાવશે  ,આ  લેઆઉટ  ચેક કરોછો નેગેટીવ ચેક કરો  છો  .એના જેટલી આ પરીક્ષા  અઘરી નથી. અને બાપુ મેં  પરીક્ષા આપવાનું નક્કી કર્યું   . ખાણી કૂપરે મને ડ્રાયવર મેન્યુઅલ  લાવી આપ્યું. connie copper  અને કેથીએ  મને પુશ્કલ  મદદ  કરી  .એક વખત મને  શોલ્ડર  શબ્દમાં નોતી  સમજણ પડતી  . મને એમ કે  કાર ચલાવવા માટે  શોલ્ડર (ખભા ) નું શું કામ હોય ?  કેથીએ મને  નકશો દોરીને સમજાવ્યો  ,તે છતાં હું સમજતો નોતો સમજતો  એટલે કેથીએ શેઠને  વાત કરીકે  હેમત  કોઈ રીતે શોલ્ડર નો અર્થ સમજતો  પછી શેઠે  કેથીને કીધું કે  તું એને રોડ ઉપર લઇ જઈને  શોલ્ડર બતાવ્ય   .  અને મને અને કેથીને અર્ધી કલાકની રજા આપી  . અને પછી મને શોલ્ડર બતાવ્યો   .  જય હો જુવાન સ્ત્રી શક્તિ
પછી મને  આ હિમમતને  પરીક્ષા  આપવાની હિંમત  આવી   .  મેં શેઠને વાત કરીકે હવે હું  લેખિત પરીક્ષા આપવા માટે શક્તિ માન છું  , એટલે   શેઠ કહે   પરીક્ષાનું  જે પરિણામ આવે  એના  સમાચાર તમે સૌ  પ્રથમ  મને આપજો  . મને કેથી પરીક્ષાના  સ્થળ ઉપર મૂકી ગઈ  .પરીક્ષક અધિકારી  સ્ત્રી હતી   . મારા નસીબે મને બધે બાયડીયુંજ ભટકાય છે  .
મેં પરીક્ષા આપી  અધિકારી કહે તમે પાસ છો   . આ શબ્દ  મને ફરીથી સંભાળવાની ઈચ્છા  થઇ  એટલે મેં અધિકારીને   પૂછ્યું  શું કીધું ? અધિકારી કહે તમે  સો ટકા પાસ છો તમે સોમાંથી સો માર્ક મેળવ્યા છે  . અને મેં અહીથીજ  શેઠને ફોન કર્યો  સેક્રેટરીએ  ફોન ઉપાડ્યો તે બોલી  શું કામ છે  . મેં કીધું મારે શેઠ સાથે વાત કરવી છે  , સેક્રેટરી કહે  શેઠ બહુ કામમાં છે જે કંઈ કહેવું હોય એ મને કહો મેં કીધું  તું શેઠને વાત કર કે હેમતનો  ફોન છે એટલે શેઠ  સાત કામ પડતા મુકીને   ફોન ઉપાડશે  . મેં  શેઠને વાત કરી  શેઠ બહુ ખુશી થયા અને તાત્કાલિક  સ્પેશીયલ કેક મગાવી જેના ઉપર ડ્રાઈવરને લગતાં ચિન્હો મુકાવ્યા  . અને નાનકડી પાર્ટી રાખી   .ન્યૂસ પેપર વાળાને બોલાવીને મારો  ઈન્ટરવ્યું  લેવડાવ્યો અને આ અભણ આતા છાપે ચડ્યા  . જે છાપાની વિગત આપે વાંચી છે  .   ઈએ હવે  આવજો  .

मेरे  अज़ीज़ अहबाब !  आज में   मेरे नज़अ  आलम के वक्त  परवर  दिगारसे  क्या मांगता हुँ क्या मेरी ख्वाहिश है  ये बताना चाहता हुँ  ,
इतनातो करना यारब  जब रूह  जिसमसे निकले
गीताका लफ्ज़ लबोपर  जब रूह जिसमसे   निकले   १
आसोका महीना हो  , बर्खाकी कमी न हो
गैरोकी ज़मी न हो   जब। …२
तेरा करम साथमे हो  माला भी हाथमे हो
अहबाब  साथमे  हो  …जब  ….3
तान्याका  सरपे दस्त हो  ,  मेरा  दिल  भजनमे   मस्त हो
सब आस  मेरी नस्त हो  …जब   ४
अदना  आताकी  अरजी  जो आपका है करज़ी
फिर आपकी जो मरज़ी  …जब   …५
નઝઅ  કા આલમ == શ્વાસ  તૂટતો તૂટતો  ચાલતો હોય
રૂહ  = પ્રાણ   લફ્ઝ  = શબ્દ   લબ = હોઠ  બરખા = વરસાદ
ગૈરોકી જમીન  = પરાઈ ભૂમિ    કરમ == અનુકંપા  , કૃપા  અહબાબ = મિત્રો
તાન્યા = આતાની  પોત્રી    દસ્ત = હાથ     આસ == આશાઓ  નસ્ત =  નાશ   અદના = મામુલી        અરજી =  વિનંતી
કરજી  = ઋણી
પ્રભુ આપે મને  તંદુરસ્ત સુંદર શરીર આપ્યું   ,  શ્વાસ નિયમિત ચલાવે છે   છતાં હું એ બાબત  તારો ઉપકાર માનવા  મેં તારું નામ ક્દી લીધું નથી તુને ક્દી  યાદ કર્યો નથી   . એટલે હું તારો કરજી છું
શીર્ષકનો અર્થ  એ છે કે  હું મારા  હેતુ મિત્રો  ,સગાઓ  , વગેરેને  હું વિનંતી કરું છું કે  મારા મૃત્યુ પછી તમે સહુ મારા નશ્વર  દેહનો  છેલ્લો સંસ્કાર  કરવાના છો પણ  અગ્નિ સંસ્કાર કરતા પહેલા  મારું હૃદય   બહાર કાઢી લેજો  કેમકે  મારા હ્રદય  મારી માશુક   નાજ્નીને લઇ લીધું છે   . એટલે એ હ્રદય  નો માલિક હવે હું  નથી  એનો માલિક  મારી  માહ્જ્બી  માલિક છે એટલે એ હ્રદય  મારા દેહ સાથ બળી ને  ભસ્મ ન થઇ જાય  એની કાળજી લેજો  .
આ માશુક એવી છે કે
ख़ल्वतमे मिल माशुकने  ऐसा  जादू किया
बीबी गुजर  जानेका जो गम था  भुला दिया
खल्वत = एकांत
गम = दू :ख

આતા પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી કરતા હતા, અને પછી આઈ પ્રેસમાં નોકરી કરવા આવ્યાં.

DSCN1019img058img069ફોટો #1 હાલી જેવી છોકરી  ફોટો #2મારી વાઈફ  જ્યારે પ્રેસમાં  નોકરી કરતી એ અરસાનો ફોટો  ફોટો #3મારા મોટા દિકરા દેવના  મોટા દિકરા જોનાથન તુષારના દિકરા brandon  elexzandr
હું  પ્રેસમાં નોકરી કરતો એ કેવું કામ  હતું તે હું મારી વાઈફને  વાત  કરતો  , એક દિવસ મારી વાઈફ ભાનુમતિએ મને વાત કરીકે  હું પણ તમારી  સાથે નોકરી કરવા આવું અહી  ભાઈની  સવા બે એકરની પ્રોપર્ટીના   ઘાટા સસો ખાલ મેલે એવા જંગલમાં  હું એકલી  બોર થઇ જાઉં છું  ભાઈ  તેની વાઈફ  અને તમે નોકરી  ઉપર   હો   . મેં તેને વાત કરીકે  તારે નોકરી કરવાની જરૂર  નથી  . તું અહી આવ્યા પછી  રસોઈ વાસણો સાફ કરવા   .ઘરમાં સાફ સુફી કરવી  આ ઉપરાંત તું  લોન મોવર પણ કરે છે   . આવા કામ કરે છે  . તુને બોર થવાનો સમયજ કિયા છે  .
મારી વાત સાંભળી  પણ મારી વાત માની નહિ  . અને પોતાને નોકરી કરવી છે એ વાત ઉપર  મક્કમ રહી    .
હિમ્મત નો ગાંજ્યો  જાય મોટા  માનધાતાથી
પણ નીમાણો થઇ ગયો  ભાનુની જીદ્દથી
અને મેં  નમતું જોખ્યું  ,  અને હું સવારે નોકરી ઉપર ગયો ત્યારે  મેં શેઠને  વાત કરીકે  મારી વાઈફ  અહી નોકરી કરવા માગે છે  . શેઠ કહે એમ? એ શું કામ કરશે   મેં એને બાઇનડરી  મશીન દેખાડીને કીધું  કે આ જગ્યાએ  તે કામ કરશે  . હવે તમે કહો ત્યારે  ઈન્ટરવ્યુ માટે  લઇ આવું  શેઠ બોલ્યા  તમે ઇન્ટરવ્યુ  લીધો છે  , એ મને મંજુર છે   . કાલથીજ કામ ઉપર લેતા આવજો  અને પેપર વર્ક એ આવ્યા પછી કરી લેવાશે  , બીજે દિવસે  ભાનુમતિ  . ભત્રીજાના  લગ્નમાં  જવું હોય એરીતે  કિંમતી સાડી  પહેરીને  ઠાઠમાઠ થી  આવ્યાં  શેઠે મને કીધું  હમણા  થોડા દિવસ  તમારો યુનીફોર્મ  પહેરવા આપો   . આવતે  અઠવાડિયે  દરજી આવશે  અને એનું માપ લઈને  ત્રણ જોડી યુની ફોર્મ  આપી જશે  મેં ભાનુમતીને   કીધું કે  હમણાં તું મારાં કપડાં પહેરીને  કામ ઉપર ચડી જા   ,શેઠનું  કહેવાનું છે કે  સાડી મશીનમાં આવી જાય  અને તું પડી જા  અને તારો  હાથ પગ ભાંગી  જાય તો  શેઠને  તુને ઘેર બેઠાં ઘણા પૈસા આપવા પડે ,
ભાનુમતી  બોલી હું ભાયડાના લૂગડાં નો પહેરું   . ઘણું સમજાવ્યા પછી  મહા મુશીબતે માની અને પેન્ટ શર્ટ પહેરીને કામ કરવા મંડી ગઈ    . અને મારું કામ પૂરું થાય ત્યાં સુધી એને કામ કરવાનું  અને પછી મારી સાથે  નીકળી જવાનું  જોકે બાઇન ડ્રી મશીન તો ચાલુજ  હોય  .
ભાનુમતિ નાં જેવું કામ એની બાજુમાં એક રશલ  કરીને છોકરો  કામ કરતો હતો  . રશલની  જાણવા જેવી એક વાત કહું   રશલ  ગાર્બેજ કેનમાં ફેંકી દીધેલ  નવજાત  બાળક હતો  .
ભારતમાં  સમાજની બીકે કુંવારીને પેટે બાળક જન્મે  એ બાળકને  કાંતો અનાથ  આશ્રમની  નજીક મૂકી દ્યે  , અથવા  રજળતું  તરછોડી દ્યે  અથવા માતા  ક્રૂર સમાજના ભય થી  બાળક   પેટમાં હોય ત્યારે   આપઘાત  કરીને જીવન દોરી ટૂંકાવે  .પણ અમેરિકા જેવા દેશમાં  કુંવારી માતાને પુરતું રક્ષણ મળે  ઉપરાંત  એવી કુવારી માતાને  સરકાર તરફથી  ખર્ચો પણ મળે  તે છતાં  બાળ ઉછેરવાની  કાયર માતાઓ  બાળકને  કચરા પેટીમાં  નાખી દેતી હોય છે  .  રશલનાં  પાલક માતા પિતાએ  કચરા  પેટીમાંથી  મળેલી  બાળકીને પણ  દત્તક  લીધેલી એટલે રશલને  બેન પણ મળી ગએલી   .
ભાનુમતી કરુણાનો  સાગર  રશલને  એના કામમાં મદદ કરવા મંડી જાય  . મેનેજર  ડેવિડે રશલને મદદ કરવાની ભાનુમતિને  સાફ નાપાડી  પાડી તોપણ એ રશલ ને મદદ કરવા મંડી જાય   . એટલે  ડેવિડે મને વાત કરીકે  તમે ભાનુ મતિને સમજાવો કે  એણે રશલનેકે  કોઈને મદદ કરવાની જરૂર નથી પોતાનું કામ ન હોય ત્યારે ઉભાં રહે   પણ કોઈને  મદદ કરવાની  જરાય  જરૂર  નથી   . મેં ડેવિડને કીધું  તું એને કહીશ તો એ તારું  વધુ  માનશે  કેમકે તું બોસ છો  ડેવિડ  કહે એ મારું માનતી નથી  . મેં મારા મનમાં  કીધું એ તારી વાત સાચી છે  . તારુંતો શું તારા બાપનું કે મારા બાપનું પણ માને એમ નથી   .  પણ મેં ભાનુમતીને  કીધુકે  જો તું બોસનું કહ્યું નહિ માને તો  તુને  નોકરી માંથી કાઢી મુકશે  . પછી ભાનુ બા માન્યાં  .
ભાનુંમાંતીનો પ્રેમ મને બહુ યાદ આવે છે  એની આવી રમુજી વાતો યાદ કરને આનંદમાં  રહું છું   .ભાનુ મતિને ડાયા બિટિશ   બહુ જોરમાં હતી  . એટલે વખતો વખત  એમ્બ્યુલન્સ  મગાવવી પડી  એક વખત બેભાન થઇ ગઈ  એમ્બ્યુલન્સ આવી  અને  કોઈ  ઇન્જેક્શન આપ્યા એટલે ભાનમાં આવી ગઈ  . અને તુર્ત બોલી શા માટે એમ્બ્યુલન્સ  મગાવી હું થોડી વાર્મ્કા સાજી થઇ જવાની હતી  . મેં કીધું આ એમ્બ્યુલન્સ વાળાઓએ તુને  તું ભાનમાં આવી જા એવા ઇન્જેકશનો  આપ્યા અને તુને માંકડ  ને મો આવ્યું   . હું બોલું એ બહુ શાંતિથી અને ધીમે થી બોલું એટલે મારું બહુ ન  સંભળાય  . અને આ ભાનુ બા ખીજાતાં હોય એવો અવાજ કરે  .
એમ્બ્યુલન્સ વાળા ભાષા  સમજે નહિ પણ  હાવ ભાવ ઉપરથી અનુમાન કરે કે  આ ડોશીમા  આ ડોશાને સુખેથી નહિ રહેવા દેતાં  હોય  એટલે મને પૂછ્યું  કેટલા વરસ તમારા લગ્ન  થયે  થયાં મેં કીધું  .  65 વરસતો થઇ ગયા હશે   હો  . સાંભળીને એમ્બ્યુલન્સ વાળો બોલ્યો   . તમને શાબાશી  આપવી પડે  .
એક વખત શેઠ  કોઈક માણસે  ધોળેલું પાણી કે એવું પ્રવાહી  કપડાનો ડૂચો લઈ સાફ કરતા હતા   . અને ભાનુમતી ની નજર પડે એ  શેઠ પાસેથી પોતું આંચકીને  પોતે સાફ કરવા મંડી ગઈ  ,એટલે શેઠે મને કીધું શા માટે  બાનુએ  મારા હાથમાંથી  કપડું આંચકીને  પોતે સાફ કરવા  મંડી ગયાં  મેં કીધું  ભારતમાં  મોટો માણસ આવું કામ કરેતો  નાનો માણસ  એના હાથમાંથી  કામ લઇ પોતે કામ કરવા મંડી જાય  . શેઠે મને કીધું તમે તમારી વાઈફ ને કહો કે  હું ભલે આખા પ્રેસનો માલિક હોઉં  પણ તમારા કરતા પણ  નાનો માણસ  છું  .
એક દિવસ ભાનુંમતીએ મને વાત કરીકે   મારું માંશીન્તો ઘણો વખત  ચાલતું હોય છે મને જો એકાદ કલાક  વધારે કામ આપે તો  મને થોડા વધારે પૈસા મળેને   ? મેં શેઠને વાત કરીકે  ભાનુ  એક કલાક વધુ કામ કરવા માગે છે  .  શેઠ કહે એક કલાક શા માટે  મશીન જ્યાં સુધી ચાલે  ત્યાં સુધી તે કામ કરી શકે છે  .અને આ સમાચારથી  ભાનુમતી એટલી બધી ખુશ થઇ ગઈ કે  કહેવાની વાત નહિ  . પણ એક થીયોડોર  કેજેનું ટૂંકું નામ ઠેડી  હતું  .  એ   મશીનનો હેડ જેવો હતો  . જેમ હું  મારા પ્લેટ મેકિંગ  ખાતાનો હેડ હતો  . અને તેને  કાળા  અને રંગીન લોકો   પ્રત્યે  તિરસ્કાર હતો  . એને મારી વાઈફની જબરી ઈર્ષા થઇ એટલે હું ન હોઉં ત્યારે  તે  ભાનુમતી ને બહુ  હૈરાન   કરે  એક દિવસ ભાનુમતિ   કંટાળી  ગઈ અને નોકરી પડતી મુકીને જ્યાં હું  ભાઈની રાહ જોઇને બેઠો હતો ત્યાં આવી ગઈ  .  . ઠેડીની કનડગતને  લીધે ભાનુંને  નોકરી છોડી દેવી પડી  એ શેઠને અને ડેવિડને નો ગમ્યું  .  એટલે મને ડેવિડે કીધું કે  કાલે ભાનુંને  નોકરી ઉપર લઇ આવજો  ભલે એ વહેલી નોકરી છોડીને જતા રહ્યા  . તોય જ્યાં સુધી મશીન   ચાલુ રહેલું ત્યાં સુધીનો એનો પગાર પણ મળશે  . અને હવેથી ઠેડી  એને કશું નહિ કહી શકે   . માટે તમે કાળથી ભાનુંને  નોક્રરી ઉપર લેતા આવજો  . પણ પછી ભાનુંનું મન  ખાટું થઇ ગએલું એટલે એ ફરીથી નોકરી ઉપર આવીજ નહિ  . આ પ્રેસમાં  મારી વાઈફે દોઢેક  વરસ નોકરી કરી હશે  .

મને પ્રેસની નોકરી બહુ ગમતી હતી.બહુ મજા આવતી હતી.

પ્રેસની નોકરી એના માટે મને બહુ ગમતી કે બીલ્ડીન્ગમાં દાખલ થાઓ એટલે  હાઈ , હલ્લો  , ગુડ મોર્નિંગ વગેરે શબ્દો સંભાળવા મળે   . કોઈ ધોખો કરે  . દુ:ખ નાં રોદડા  ફરિયાદ   ,એવું  સાંભળવા નો મળે  .
એક રમુજ જેવી વાત કરી દઉં  ,એક વખત મારા ભાઈને વહેલી સવારે બહાર ગામ જવાનું હતું  .એટલે  મને એણે પૂછ્યું કે આજે તમને બહુ વહેલા  નોકરીની જગ્યાએ ઉતારી દઈએ  કે રજા રાખશો મેં કીધું વહેલો મૂકી જાજેને  હું બહારના બાંકડા ઉપર પડ્યો રહીશ અને   ટાઈમ થશે એટલે નોકરી ઉપર જતો રહીશ  .  ભાઈ મને વહેલી સવારે પાંચ વાગ્યે  મૂકી ગયો અને હું બાંકડા ઉપર  લાંબો થઈને સુતો  . આ મને કાંટા કાંકરા વાળી ખરબચડી  જમીન ઉપર  ઘસઘસાટ  ઊંઘ આવી જાય તો આ જગ્યાએ  કેમ ઊંઘ નો આવે  . હું તો બાપુ ઊંઘી ગયો   .અને નોકરીને ટાઈમે  બધા નોકરી ઉપર આવવા માંડ્યા  એમાં એક શરારતી  છોકરાએ  મારા  માથા ઉપર કાળો  રંગ ચોપડ્યો  . હું ઊંઘમાં  હતો એટલે મને કંઈ ખબર નો પડી  . અને હું પણ એકદમ ઉઠી ગયો અને  કામ કરવા માંડ્યો  . બીજું અહી કોઈ કહે નહિ કે  તમારા માથા ઉપર કોઈ રંગ ચોપડી  ગયું છે  એવું જો કહી દે જો હસવાની મજા મારી જાય  .
હું જયારે પાણી પેશાબ કરવા ગયો  ,    જ્યારે  મેં આરીસામાં જોયું ત્યારે  મને  આ કરતુત ની ખબર પડી  , પછી મેં તુરત માથું  ધોઈ નાખ્યું  . અને મને એક દુહો  બનાવવાનું સુજ્યું  કે
જરા ગઈ અને જવાની આવી  પછી  કાળા  બનાવ્યા  કેશ
(અને ) પૂરવ દેશનો  પરહર્યો અને પેહર્યો  પશ્ચિમ  વેશ
વીસ વીસ પચીશ પચીશ  વરસના  છોકરાઓ સાથે કામ કરવાનું  એટલે જવાનીને લાવવીજ પડે  , અને ઓલા ચોરણો
છીણ બંધી આંગડી    , માથા ઉપર આંટિયાળી પાઘડી   હાથમાં  કડીયાળી  ડાંગ  અને ભેન્ઠાઈ  બાંધતા  ઈ વેશ  છોડી દેવો પડ્યો   . અને  સુટ બુટ  અને ટાઈ  વાળો  વેશ  પહેરી લીધો  .
માર્કના ગયા પછી મેં એકલે હાથે  ઘણા મહિના કામ કર્યું  .પછી એક દિ  ડેવિડ અને શેઠ આવ્યા  . અને શેઠે મને પુચ્છ્યું    . હવે તમારી મદદ માટે  કોઈ છોકરીને મુકીએ  તો તમને વાંધો છે ? હું જવાબ આપું એ પહેલાં  ડેવિડ  બોલ્યો   .હેમતનેતો છોકરીયું બહુ  ગમે છે  . એની પાસે છોકરી હશે તો  એને   કામ કરવામાં બહુ મજા આવશે  . મારું  નોકરીનું બહુ એકાંત વાળું  સ્થળ  અને  જરા ઘોન્ઘાટીયું પણ ખરું  વળી  હું જવાન છોકરો નહિ  . એટલે મારી સાથે છોકરીયુંને ચેન ચાળા નખરાં કરવાની  મજા નો આવે  એટલે  મારી સાથે  ફોર્સથી  કોઈ છોકરીને  મુકે તો બીજે દિવસે એ  ભાગી જાય  .   એટલે  શેઠે જાહેરાત કરીકે  કઈ  છોકરી  હેમત સાથે નોકરી કરવા રાજી છે ? અને મારી સાથે નોકરી કરવા માટે એક હાલી નામની છોકરીએ  હર્ષ ભેર ખુશી બતાવી   . હાલી  મને પહેલેથીજ ઓળખાતી હતી  . આ હાલી  , હોલી  , હોલાડી   , લંચ વખતે  મારી પાસેજ બેસે   જુવાનીયા  અંદરો અંદર  હાલી સાંભળે એમ વાતો કરેકે  હાલીને હવે હેમત જેવો  જુવાન  બોય ફ્રેન્ડ  મળી ગયો છે એટલે  હાલી હવે આપણા સામું જુવે એમ નથી  . અને ચોપડાવે કે  તમારા કરતાં  ઘણી વિશેષતા  હેમતમાં છે. હાલી વિષે  મેં અગાઉ ઘણું લખ્યું છે  .એટલે એના માટે વધારે નથી લખતો  . પણ થોડુક જરૂર લખીશ  . હાલી એક ગિટાર વાદક  ઉપર મોહી પડેલી  જેમ   શેણી વેજાણદ  ના  જંતર  ઉપર  આસક્ત  થઈને      અને એ એની સાથેજ  લગ્ન  કરવાનું   નક્કી  કરેલું  એમ  . હાલીનો  બોય ફ્રેન્ડ  બહુ રેઢીયાળ હતો   . તે કશો કામ ધંધો કરતો નહિ  . બસ  ગિટાર વગાડ્યા  કરે  હોલી ની કમાણી ઉપર ખાય પીએ અને જલસા કરે  . લોકો  હાલીને  આ લબાડ  છોકરાને છોડી દેવાનું કહે  પણ  એકજ જવાબ  આપતી હું એને બહુ પ્રેમ કરું છું  . હું એને છોડી શકું એમ નથી  . જેમ શેણીને એના માબાપ સમજાવતા કે  આપણી નાતમાં   રૂપાળા અને કમાઉ  છોકરાઓનો  ક્યા તોટો  છે   . બધાને શેણી જવાબ આપતીકે
ધોબી લૂગડ  ધોય  રુપાળે રાચું નહિ  મર (ભલે ) મેલાડીયો  હોય   પણ વર  મારો  વીજાણદો
આ સમયે  હું મૂછો રાખતો  અને કેમેરા મેંન સુસુમું કરીને  જાપાની હતો    . સુસુમું  નેગેટીવો તૈયાર કરીને  અમને (મને  અને  હોલીને) આપવા આવે   .
પ્રેસમાં એક અલબર્ટ કરીને  જર્મન માબાપથી જન્મેલ  માણસ સહુ એને  આલ  નાં ટુકા નામે બોલાવે  આલ બહુ રમુજી  અને   મસ્કારો  માણસ  હતો   તે બહુ ગોરો હોવાથી  મારી વાઈફે  એનું નામ રાતડો  પાડેલું  . મારી વાઈફે  દરેકના નામ પાડેલાં  એ એના માટે કે અમે કોઈ વિષે વાતો કરતા હોઈએ  અને ખરું નામ લૈએતો  સાંભળનાર  ધ્યાન ખેંચાય  . ફક્ત શેઠ અને ડેવિડનું  નામ અમે  બદલાવેલું  નહિ   . એક વખત આલ અમારી પાસે આવ્યો   . આ વખતે હાલી  ગર્ભ વતી હતી  .  આલ બોલ્યો  . જો હાલીને  મુછું વાળું બાળક આવે તો સમજવું કે બાળક હેમતના  પેટનું છે  . અને ત્રાંસી આંખો વાળું  બાળક  જન્મે તો સમજવું  કે  બાળક  સુસુમુના પેટનું છે  . નિરાતે  આલની  વાતો સાંભળી  હાલી બોલી બાળકની આંખો સુસુમું જેવી હશે અને  મૂછો  હેમતની  મૂછો જેવી હશે  .
મારી વાઈફ પણ અહી નોકરી કરતી એ મેં અગાઉ લખ્યું હશે  , કે  મારા મગજમાં રહી ગયું હશે  .
આલ  એક વખત હું અને  મારી વાઈફ   મારા વર્ક એરીયામાં  હતા ત્યારે  આવ્યો અને મારી વાઈફ સામે જોઇને બોલ્યો  . હવે તુને મારી  વાઈફ બનાવવી છે અને મારી વાઈફને હેમતને  આપવી છે આમ અદલાબદલી કરવી છે  . મારી વાઈફે મને પૂછ્યું  કે આ રાતડો  શું  બકે છે   . આલ કહે  હું બોલ્યો એ તમારી ભાષામાં  બાનુને કહે  .  મેં  મારી  વાઈફને કીધું  કે રાતડો   આમ કહે છે  . અને ભાનુએ  પગરખું  કાઢ્યું  અને આલ જાય ભાગ્યો   .