Monthly Archives: નવેમ્બર 2011

આતામંત્ર


सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता ।

जल जायगा सोना फिर भी काला नहीं हो सकता ।

——————————————-

Teachers open door,
But you must enter by yourself.

श्री गणेशाय नमः

એકદી મેં ગણપતિદાદાને પુછ્યું –

 પ્રશ્ન દાદા મને થયો, ગૌરી પુત્ર ગણેશ
ઉંદર વાહન કેમ કર્યું એની ચિંતા મને હમેશ

દાદા બોલ્યા

તું તારી ચિંતા કર  મારી ચિંતા મુકીદે  છતાં હું તુને નિરાશ નથી કરતો તારા પ્રશ્ન નો ઉત્તર   આપું છું  જો સાંભળ હું મારા પિતાના ગણો એટલેકે સૈનિકો નો હું સેનાપતિ છું એટલે  મારે દુશ્મન ના વિસ્તાર માં  જાસુસી કરવા જવું પડે એટલે જો ઉંદર મારું વાહન હોય તો મને ગમે તેવી સાંકડી જગ્યાએ લઈ જાય અને ક્યાંક કાપી કુટીને  માર્ગ કરવો હોય તો પણ ઉંદર પોતાના મજબુત દાંત થી રસ્તો કરી લ્યે  સમજ્યો ?

મેં કીધું

નથી સમજ્યો  કેમકે દાદા  તમારે સુંઢ અને દાંત સાથે પંદર મણનું માથું અને એટલુજ  વિશાળ પેટ  ભક્તોએ  લાડવા ખવડાવી  ખવડાવીને  મોટી ફાંદકરી દીધી છે એ બધું ઉપાડીને ઉંદર જાય કેવીરીતે ?

દાદા ક્યે

અમે દેવતા કહેવાઈએ  ગમે તેટલું નાનું રૂપ લઇ શકીએ  જા હવે વધુ દલીલ ન કરતો ટૂંકમાં તુને કહું તો ધાર્મિક બાબતોમાં શ્રદ્ધા રાખવાની હોય છે

પહેલો પ્રયોગ

સુરેશભાઈ જય હો……